________________
૩૦૧
સમાધાન અને સુધાર બને છે તે જાણી ભારે દુઃખ થયું. જ્યાં જ્યાં અમે ગયા ત્યાં અમે આહારપાણીને વિચાર કર્યા વિના લેકેને સાચે ધર્મ અને દેવ-ગુરુ-ધર્મની સમજ આપવા પ્રયત્ન કર્યો છે.”
સીનેરમાં આ બધા ગામની પરિસ્થિતિ વિષે મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં પણ કહ્યું. સિનેરમાં એક મુસલમાનભાઈ મહારાજશ્રીની પાસે શંકા સમાધાન માટે આવતા હતા. તેમના ઉપર મહારાજશ્રીના ઉપદેશને એવો પ્રભાવ પડશે કે તેમણે માંસત્યાગની પ્રતિજ્ઞા લીધી. એટલું જ નહિ તે વ્યાખ્યાનમાં પણ આવવા લાગ્યા અને વિહાર સમયે બે ત્રણ ગામે સુધી મહારાજશ્રીની સાથે આવ્યા.
સિનેરથી વિહાર કરી આપ કેરલ પધાર્યા. કેરલના શ્રાવકને બહુ જ આનંદ થયો. ૧૮ વર્ષે ગુરુમહારાજના દર્શન થયાં. ૧૮ વર્ષ પહેલાં જ્યારે પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે એક મુનિરાજ પધાર્યા હતા. શ્રીસંઘે ઉત્સાહપૂર્વક અઠ્ઠાઈમહોત્સવ કર્યો. આ ઉત્સવ જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઝુંડના ઝુંડ આવતા હતા. તેમાં એક આશ્ચર્ય થયું.
મંદિરમાં પૂજા ચાલતી હતી. નાથાલાલ ગવૈયા ઠાઠથી પૂજા ભણાવતા હતા. બધા મુનિરાજે પણ હાજર હતા. આજની પૂજા કેરલના એક સ્થાનકવાસી ભાઈની હતી. જે ગુરુમહારાજનું વ્યાખ્યાન સાંભળી મૂર્તિપૂજક સંઘમાં આવ્યા હતા અને તે પ્રસંગના સ્મરણમાં આજે તેમના તરફથી પૂજા હતી. પ્રત્યેક પૂજામાં ૧૧–૧૧ રૂપીઆને ચડાવે તેના તરફથી થતો. ગુરુમહારાજ તેમની