________________
: ૧૧.
યુગવીર આચાર્ય જેવી આપની ઈચ્છા ! હું તે આપને આજ્ઞાપાલક છું. વડેદરા તે આપણે હમણાં જ સંમેલન વખતે હતા પણ આપને લાભ જણાતું હોય હું તૈયાર છું.” આપણું ચરિત્રનાયકે નમ્રતાથી જવાબ આપ્યો.
બને મુનિમંડલ સહિત પ્રસન્નતાપૂર્વક વડેદરા નરેશના આમંત્રણને સ્વીકાર કરી વડોદરા પધાર્યા. સમારેહપૂર્વક બને મહાત્માઓનું સ્વાગત થયું. આ સમયે શ્રીમાન મહારાજશ્રી હસવિજયજી તથા વિદ્વાન મુનિરાજ શ્રી વલ્લભવિજયજીનું આગમન વડેદરાનરેશના નિમંત્રણથી થયું હતું તેથી શ્રીમંત મહારાજાસાહેબની તબિયત બરાબર ન હોવા છતાં મહારાજાસાહેબ રાજમહેલમાં બને મુનિરાજેને મળ્યા હતા. બન્નેએ યાચિત ઉપદેશ આપ્યો હતે. મહારાજાએ વ્યાખ્યાન સાંભળી પિતાની પ્રસન્નતા દર્શાવી હતી અને સાર્વજનિક વ્યાખ્યાન માટે આગ્રહ કર્યો હતે.
આ ઉપરથી તા. ૯ માર્ચ ૧૯૧૩ તથા ૧૬ માર્ચ ૧૯૧૩ રવિવારે સાંજે ચાર વાગે ન્યાયમંદિરમાં બે વ્યાખ્યાને માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ન્યાયમંદિરમાં સાર્વજનિક વ્યાખ્યાન માત્ર સુપ્રસિદ્ધ વકતાઓનાં જ ગેહવવામાં આવે છે. બન્ને વ્યાખ્યાનમાં સભાપતિનું સ્થાન શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ શેભાવ્યું હતું.
આ વ્યાખ્યામાં પં. શ્રી સિદ્ધિવિજયજી (આચાર્ય) મહારાજ તથા પં. શ્રી આનંદસાગરજી મહારાજ (આચાર્ય) નો શિષ્ય સમુદાય પણ હાજર હતા. બધા મળી લગભગ ૩૫ સાધુઓની હાજરી હતી. વડેદરાના આ વ્યાખ્યાનમાં