________________
૪૨૧
મસભૂમિને ઉદ્ધાર
આ બધા ભાઈઓને બોલાવી મૂળ મુદ્દાઓ જાણું લીધા તથા કયારે કયારે શું શું બન્યું તે પણ સમજી લીધું. મારે ફેંસલો મેં નિષ્પક્ષ દૃષ્ટિએ ઘડયો છે. જો તમે તેનું પાલન કરશે તે તમે–તમારો શ્રીસંઘ–બાળબચ્ચાં બધા સુખી થશે અને ધમની વૃદ્ધિ થશે.
આ ત્રીસ વર્ષના જૂના કલેશનું મૂળ કારણ ભાદરવા સુદી પંચમીને દિવસે પ્રતિવર્ષ શ્રી મંદિર પર ધજા ચઢાવવામાં આવે છે તેના ઉપર સાથિ કાઢવાને મુદ્દો છે. ચોવટિયા કહે છે કે પ્રથમ સાથિએ કાઢવાને હક ઘણું વખતથી અમારો છે. શહેરવાળા લોકો કહે છે કે જે ઘી આદિની બેલીથી ધજા ચઢાવે તેજ પહેલે સાથિએ કરે, પછી ચેવટીયા ખુશીથી કરે. પણ ચેવટિયાને સાથીઓ પહેલે થતું હોવાથી કેઈ બેલી બેલતું નથી અને મંદિરની આવકમાં હાનિ થાય છે. વાત બહુ મહત્વની નથી. પહેલે સાથિયે કર્યો તે શું અને પછી કર્યો તે શું ! પણ વાત મમત પર ચઢી ગઈ છે.
વાત વધી ગઈ. અદાલતમાં કામ ચાલ્યું. નીચેની અદાલતમાં ગામવાળાના હકમાં ફેંસલે થયે. ઉપલી અદાલતમાં ચોવટિયાના હકમાં ફેંસલો થયે. આમાંથી મનદુઃખ થયાં. તડ પડયાં અને વાત વધી પડી. અદાલતે તે ધર્મશાસ્ત્રની દષ્ટિએ વિચાર કર્યો જ નથી. - હું આ કલેશની શાંતિ માટે નીચે પ્રમાણે સૂચના
૧ મંદિરની આવકની દષ્ટિએ ચોવટિયાને સાથિએ