________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીનો મહત્સવ
૪૮૫ બનથી આત્માને વિકાસ થઈ શકે તે તીર્થ. શત્રુંજય, રૈવતાચલ આદિ સ્થાવર તીર્થ છે. સાધુમુનિરાજ જંગમ તીર્થ છે. તે જ્યાં જ્યાં વિચરે છે ત્યાંના જીવોને ઉપદેશદ્વારા ઉદ્ધાર કરે છે. કેટલાક જીવો આ મહાત્માઓના ઉપદેશથી પ્રભાવિત થઈને પોતાના જીવનને ઉજજવળ બનાવે છે, કેટલાક જીવ તન, મન અને ધનથી ધર્મને ઉઘાત કરવા પ્રેરાય છે. અને કેટલાક ભવી જીવે તે સંસારનો ત્યાગ કરી મહાત્મા બને છે.
આજથી લગભગ સાઠ વર્ષ પહેલાં પંજાબના જૈનસમાજની એવી સુદશા નહોતી જે સૌભાગ્યવશ આજે દેખાય છે. એક વખત હતો જ્યારે પંજાબમાં દેવ-ગુરુ અને ધર્મનું સ્વરૂપ બહુ થોડા સમજતા હતા. એટલું જ નહિ પણ જેનધર્મનાં સિદ્ધાંત અને આચારોથી લોકો વંચિત હતા. પરન્ત પ્રાતઃસ્મરણીય સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજે સ્વયં પ્રબુદ્ધ થઈને જનસમાજને પ્રબેધિત કર્યો અને પંજાબમાં જાગૃતિ આવી. એ ગુરુદેવના ઉપદેશથી આજે પંજાબના શહેરમાં દેવવિમાને જેવાં દેવમંદિરો વિદ્યમાન છે, સાધુમુનિરાજના વિહારો થાય છે અને શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ પણ છે.
ગુરુદેવના સ્વર્ગવાસ પછી પંજાબના એ બગીચાની સંભાળ એ ગુરુદેવના પ્યારા પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રી વલભવિજયજીએ લીધી. તેર વર્ષ પછી આજે પંજાબમાં પાછાં તેમનાં પવિત્ર પગલાં થયાં છે, તેમને પગલે પગલે સમસ્ત સંઘમાં જાગૃતિની લહેર આવી છે, સામાજીક સુધારા