________________
યુગથી૨ આચાર્ય આપશ્રીને આચાય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ત્યારે પણ શેઠ સાહેબ અહીં આપ લેાકેાની સમક્ષ હાજર છે. આથી તેમની પુણ્યશ્રીના અતિરેકના 'દાજ આપ આનંદપૂર્વક કરી શકેા છે.
આચાય પ્રવર ઊભા થયા અને સભામાં અપાર આનંદ ફેલાયા. હુનાદ થવા લાગ્યા. પરમાત્માની સ્તુતિ કરી ગુરુદેવની મનેારમ્ય મૂતિને વંદન કરી આપે આચાની જવાબદારી પર એક મનેામુગ્ધ વ્યાખ્યાન આપ્યું:
૫૦૦
“ વયેાવૃદ્ધ સ્વામીજી, સાધુવૃંદ તથા સાધ્વીવૃંદ અને ચતુર્વિધ સ`ઘ !
આપ મને જે ગુરુતર પદ પર પ્રતિષ્ઠિત કરી રહ્યા છે તેની જવાબદારી હું સમજું છું. તે મહાન પદને અનુરૂપ મારામાં કેટલી ચેાગ્યતા છે તેના પણ મને પૂરેપૂરા ખ્યાલ છે. હું એ પણ સારી રીતે જાણું છું કે મારાથી વચેાવૃદ્ધ, દીક્ષાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, મારા દેશના, મારા શહેરના, મારા પરમ ઉપકારી—જેના ઉપકાર મારી નસનસમાં ભરેલા છે, તે પ્રવતક શ્રી. કાન્તિવિજયજી મહારાજ, શાન્તમૂર્તિ શ્રી. હુ'સવિજયજી મહારાજ, તથા અનન્ય ગુરુભક્ત પં. શ્રી. સંપતવિજયજી મહારાજ અને મારી પાસે બિરાજમાન પરમવૃદ્ધ સ્વામી શ્રી. સુમતિવિજયજી મહારાજ વગેરે મારા શિરતાજ મુનિરાજ મારા શિર પર હજી વિદ્યમાન છે; તથાપિ શ્રીસ’ઘના વિશેષ આગ્રહ અને ઉક્ત મહાપુરુષોના અનુરાધ તથા વિશિષ્ટ કૃપા તથા વિશેષ કરીને સ્વર્ગવાસી ગુરુમહારાજના વચનનું પાલન આ ગુરુ