Book Title: Yugveer Acharya Vijayvallabhsuriji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 557
________________ મગળ આશીર્વાદ ૫૦૯ અવગુણ જોવાવાળાઓની પણ કમી નથી; પરંતુ પરાપકારી પુરુષ આવી વાતેની કશી પણ પરવા કરતા નથી. તેઓ તે કષ્ટાના પહાડાને ચીરતા પેાતાના ધ્યેય સ્થાન પર પહોંચે જ રહે છે. કષ્ટ સહન કર્યા વિના કંઈ જ થતું નથી. પુરાણા દ્રષ્ટાંતા જવા દઈ એ, એક તાજું જ દ્રષ્ટાંત જોઈ એઃ શ્રી ૧૦૦૮ ગુરુમહારાજ સાહેબે જેટલાં કષ્ટો સહન કર્યા છે તેની ગણના પણ થઈ શકવી કાણુ છે, જો આ રીતે તેઓ કા ન સહન કરત અને દ્રઢતાપૂર્વક તેને મુકાબલા ન કરત તો આજ જે કાંઈ ધમ પ્રભાવના દ્રષ્ટિગાચર થાય છે તે કદી જોવા ન પામત. મહારાજશ્રી પાતાના પૂર્વ કષ્ટોની કથા જ્યારે કહેતા ત્યારે સાંભળીને આંખામાં આંસુ ભરાઈ આવતાં. એટલે માત્ર માનેલી મેટાઈ કામ નથી આવતી, પણ આચારમાં ઉતારેલું સામર્થ્ય' કામની વસ્તુ છે. વિચાર કરીને જોઇએ તેા આજ સુધી જેટલા સંત-મહત થયા છે, તે સુખની શય્યા પર સુઈ ને નહિ પણ અનેકવિધ કટાની કાંટાળી શય્યા પર તપસ્યા કરવાથી થયા છે. મહત્ત્વ પ્રાપ્ત કરવું એ કાઈ મામૂલી વાત નથી. આ ઉપરાંત નાયક બન્યા એટલે એમ કદાપિ નથી માની લેવાનું કે અમારા આશ્રય તળે રહેલ સાવ માત્ર અમારી ‘હાજી હા’ને માટે જ છે, પરન્તુ નાના સાધુએ મેટાના સયમપાલનમાં અને શાસનની શૈાભાવૃદ્ધિમાં અનેક રીતે મદદગાર છે, એવા વિચાર હમેશાં કરવા જોઈ એ. મેાર પેાતાનાં નાનામેાટાં બધાં પીછાંના સમૂહથી જ શાભે છે. નાના મેાટાની છાયામાં પેાતાના સંયમનું પાલન કરે છે. અને મેટા પેાતાના દીકાલીન વિશિષ્ટ અનુભવદ્રારા સમય સમય પર તેઓને ઉચિત શિક્ષણ આપતાં તેમનુ સંયમ પળાવે છે. આ રીતે પરસ્પરના પ્રેમભાવથી જ શાસનશેાભા અને ધર્માભિવૃદ્ધિમાં પ્રગતિ થાય છે. મહત્વની શાભા કેવળ લઘુત્વ પર અવલંબિત છે. કવિ ધ્રુવું સુંદર કહે છે~~~

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570