Book Title: Yugveer Acharya Vijayvallabhsuriji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 562
________________ ૫૧૪ યુગવીર આચાર્ય જૈનશાસનની અને જૈનજગતની આજની દશા પર એ વયોવૃદ્ધ જ્યારે અશુપાત કરે છે ત્યારે તે ખરેખર હૃદય દ્રવી જાય છે. આજે એ બૂઝર્ગ વયેવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ શ્રદ્ધેય સાધુ શિરેમણિને આત્મા સ્વર્ગે બિરાજે છે પણ તેમનાં વચને ને વાકયે આજે પણ સત્ય–શાંતિ–ક્ષમા–સમતાશાસનઉન્નતિ-સમાજકલ્યાણ અને પટ્ટધરની જવાબદારી શીખવી રહ્યાં છે. અમર રહો એ આત્મા, વંદન છે એ મુનિ પુંગવને. “ગુરુદેવ! ગઈકાલે રાત્રે મંડપમાં એક મોટી સભા થઈ હતી. રેશની બહુજ મનહર હતી. હજારો લોકોની મેદની જામી હતી. જેનેતરે અને અન્ય ભાઈ-બહેનની મિટી સંખ્યા હતી. પંજાબી ભાઈઓનો ઉત્સાહ તે ભારે અજબ ! હું તે ત્રણ દિવસથી જોઈ રહ્યો છું, પંજાબની ગુરુભકિત અદ્વિતીય છે” શેઠ મોતીલાલ મુળજીએ વંદણા કરતાં પંજાબી ભાઈઓની ગુરુભકિતને ચિતાર આગે. “મેતીલાલભાઈ! તમારી વાત સાચી છે. ગૂજરાતમાં જ ગુરુભકિત છે તેમ ન માનશે. કદાચ ગૂજરાતમાં અતિ પરિચયથી સાચી ભકિત ઓછી થતી જોવાય છે. પંજાબ શ્રીસંઘનું સંગઠન બહુજ સુંદર છે.” આચાર્યશ્રીએ સ્પષ્ટતા કરી.

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570