________________
૫૧૮
યુગવીર આચાર્ય
જૈન મહાસભા પંજાબ'ની તરફથી એક સુવર્ણચંદ્રક આપવામાં આવે અને તેને જે કાંઈ ખર્ચ થશે તે હું આપીશ.” હોશિયારપુરનિવાસી લાલા ગેરામલના સુપુત્ર લાલ અમરનાથે તરત જ ઊભા થઈને ગુરુમહારાજને પ્રાર્થના કરી.
આ ભાવનાને સભાએ હર્ષનાદથી વધાવી અને ચંદ્રક તૈયાર કરાવી એમને ભાવનગર મોકલાવી આપે.
પ્રાન્ત ચરિત્રનાયકે ઉપસંહાર કરતાં કહ્યું
“હવે મારે બહેનોને બે શબ્દ કહેવાના રહે છે. પંજાબની બહેને તે બહાદુર છે. ગુરુભક્તિ તેમનામાં ખૂબખૂબ દેખાય છે, છતાં સાદાઈ પણ આવશ્યક છે. પ્રથમ તે આપ હાથનું ઘરેણું રત્નચોક હવેથી નવું ન બનાવરા--હું તે એમ પણ કહ્યું કે પહેલાનાં બનાવેલાં પણ ન પહેરે. એક તો હાથે કામ કરવાથી રોકાય છે અને ચાર બદમાસને તે લેવામાં પરિશ્રમ નથી પડતો. આવું ઘરેણું પહેરવાને કશો અર્થ નથી. બીજું કપડા પર દસ તોલાથી અધિક ગોટા ન લગડાવવા. સલમે સિતારા તે છોડી દેવા જોઈએ.
આજને દિવસ યાદ રહે. આપણી––મારી-–તમારી જવાબદારી આજથી વધે છે. તેને પૂરી રીતે સફળ કરવા ગુરુમહારાજ હમેશાને માટે આપણા સ્મૃતિપટ પર રહે અને તેમના મંગળ આશીર્વાદ મળતા રહે ૩ શાંતિ : શાંતિઃ શાંતિઃ
છેલે સ્વાગત સમિતિ તરફથી મહેમાને, દૂરદૂરથી