Page #1
--------------------------------------------------------------------------
________________
9399
વાપીરે આચાર્ય
વિજયબલ્લા રજી
મવાર
今
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુરુ-સંદેશ
[સતલજને તીરે] સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધર્મપ્રેમ અને સમૃદ્ધિની મારા પર સારી છાપ પડી છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, સરળતાતથા અનન્યગુરુભક્તિ પણ કેમ ભૂલાય ? એ પ્રદેશેા દ્વારા જૈન સમાજનું કલ્યાણ સાધી શકાય એમ મને સમજાય છે, ક્રાન્તિ અને શાન્તિ એ મંત્ર જો સમાજ ખરાખર ઝીલે તેા ભવિષ્યના જગતમાં જૈનશાસનની અહિંસા ને સત્યના ભારી વિજય થાય.
[અંતિમ ક્ષણે]
આરું કાર્યક્ષેત્ર તે હવે પૂરું થયું છે. આ ખાળિયું તે જૂનું થયું છે. બિચારું હવે કેટલું ચાલે? હું ચિરશાન્તિ ઝંખી રહ્યો છું. વલ્લભ, તું હિંમત રાખજે. મારી પાટ તને સોંપું છું. પંજાબની રક્ષા એ જ મારી અંતિમ કામના,
શ્રી આત્મારામજી
Page #3
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
[ શાસન પ્રભાવક, પંજાબ કેસરી 1
આચાર્ય શ્રી વિજયવહાભસરિષ્ઠ 4
પ્રોજક ફુલચંદ હરિચંદ દોશી
મહુવાકર નિયામક શ્રી ચવિજયજીન સ્કુલ
‘પાલીતાણા
પ્રકાશક : શ્રી આત્માનંદ જન સભા
મુંબઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૨૦૦૫
વીર સં. ૨૪૭૦ આત્મ સં. ૪૮
- ઈ. સ. ૧૯૪૨ મૂલ્ય અઢી રૂપિયા બે ભાગના પાંચ રૂપિયા
પ્રકાશકઃ શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી
શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ મંત્રી શ્રી આત્માનંદ જૈન સભા
ગોડીજીની ચાલઃ પાયધુની મુંબઈ મુદ્રિક : મણિલાલ કલ્યાણદાસ પટેલ
સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસઃ પાંચકુવા દરવાજાઃ અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
ન્યાયાંનિધિ જૈનાચાર્ય ૧ ૦ ૦ ૮ શ્રીમદુ વિજયા દસૂરીશ્વર આત્મારામ મહારાજ
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્પણ [વાયાંનિધિ જૈનાચાર્ય શ્રીમદ વિજયાનંદ સૂરી
શ્વરજી. (આત્મારામજી મહારાજ ) ]
જગવત્સલ, કરુણાનિધિ શાસનનાયક, સમાજઉદ્ધાર
ગરવી ગૂજરાતિ નિ જે નવયુવાનને તમે આકર્ષિત કર્યો, જેને માને પ્રજવલિત કર્યો, જેમની બુદ્ધિને વિકાસ સાથે તક્તિઓને ખીલવી, જેમના જ્ઞાનને પ્રકાશ ગ જેમના જીવનમાં ત્યાગ અને તપશ્ચર્યા, સેવા અપહરલતાના પાઠ વર્ણઃ જેમની નસનસમાં, રેબીસધર્મ, રાષ્ટ્ર અને શાસનના કલ્યાણ માટે બલિ માટેની પ્રેરણાશકિત,વચનસિદ્ધિ, કાર્યદક્ષતા, જનતા યશારસામાં આપી જે દીપ
જેમ છે, અને જે દી રાતે સમાજને રોશન કર્યો
એક અપના દીપકની જીવનનાં મીઠાં મધુરાં તેજકિરણે આપને ચરણે અર્પણ
ચરણરજ કુલચંદ હરિચંદ દેશી
Page #8
--------------------------------------------------------------------------
________________
આ જીવન ચરિત્રને
દ્વિતીય ભાગ જે અનેકવિધ સામગ્રીઓથી ને અને ખાં ચિત્રોથી સભર બનશે. ટૂંક સમયમાં પ્રગટ થશે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક પંજાબકેસરી, શાસનપ્રભાવક આચાર્યા શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
॥ श्री पार्श्वनाथाय नमः ॥
AVAVANA.
मरी भावना संवत १९७९ का वर्ष था ।
हुशीयारपुर (पंजाब) के उपाश्रय में भगवान श्री वासुपूज्य स्वामि के सामने सायंकाल को बैठकर 'सिक्खों के दस गुरू' इस पुस्तक को मैं पढ़ रहा था। परम गुरूभक्त दस गुरूओं में से चौथे श्री गरू अमरदासजी का चरित्र वांचा। उनकी श्री गुरू अंगतदेवजी के प्रति अटल श्रद्धाभक्ति का वर्णन बांचते हुए मेरा हृदय पसीज गया। श्री गुरु अंगतदेवजी अपने प्यारे शिष्य श्री गुरु अमरदासजी को कहते हैं: "हे मेरे प्यारे शिष्य, तुम कुछ मांगो।" तब परम गुरूभक्त श्री गुरु अमरदासजी हाथ जोड करके प्रार्थना करते हैं कि "भक्ति दान मोहे दिजिये
हे गुरू दीनदयाल ।" इतने शब्द अपने श्रीमुख से कहते हुए उनका हृदय आनंद से भर जाता है और हर्ष के आंसुओं को वर्षाते हुए पुनः पुनः श्री गुरुदेव के चरणों में सिर झुका रहे हैं।
WAVORGoveveoVOUP
Page #12
--------------------------------------------------------------------------
________________
147973 RAI
बस इस सुंदर सम्वाद ने इस गुरुशिष्य के अलौकिक प्रेम ने, इस हृदयस्पर्शी विनीत और वात्सल्यपूर्ण भावना ने मुझे मेरे उपकारी गुरुदेव के जीवनचरित्र के लिखने में प्रेरणा पैदा की। वहां बैठे बैठे ही मैंने मेरी बाल्यावस्था में जिन २ घटनाओं का अनुभव किया हुआ था उनको लिख लिया और चौमासा पूरा होते ही श्री महावीर जैन विद्यालय के नये मकान के बनवाने के लिए गुरु महाराज की प्रेरणा से मगसर कृष्णा द्वितीया के रोज सहाय के तौर पर द्वितीय साधु मुनि प्रभाविजयजी को साथ लिए मुंबई की तरफ प्रस्थित हुआ ।
मुंबई पहुंच कर अपने हितचिंतक विश्वस्थ सज्जनों की अनुमति से प्रेरित होकर हिन्दी के सुप्रसिद्ध लेखक बाबु कृष्णलालजी वर्मा से जीवन चरित्र का प्रथम भाग लिखवा कर प्रगट किया । उसकी नकलें भक्तजनों के दृष्टिगोचर होते ही लोगों ने उपरा उपरी खरीदना शुरू किया । निदान थोडे ही दिनों में वे मुद्रित कॉपीया खप गई और भक्त जनों की मांग उपरा उपरी आने लगी ।
अब दो सवाल दृष्टिके सामने खड़े हुए कि श्री गुरूदेव का जीवनचरित्र अब किससे लिखवाना । कौन ऐसा प्रखर लेखक हैं जिसकी लेखनी पर वाचकवृंद मुग्ध हो । दूसरा प्रश्न यह कि किस भाषा
NAAA
Page #13
--------------------------------------------------------------------------
________________
BacoonOnanervorranesenean
AVACAM
में लिखवाना। इतने में गुजराती के सुप्रसिद्ध लेखक श्रीयुत फूलचंद हरिचंद दोशी की लिखी हुई उपा. ध्याय श्री सोहनविजयजी म. की जीवनी लोगों के वांचने में आई। तब हजारों भक्तजनों ने यही सलाह दी कि श्री गुरूदेव की जीवनी भी गुजराती में लिखाई जाय और उसके लेखक भी श्रीयुत फूलचंदभाई ही होने चाहिये। इसलिए यह कार्य श्री फूलचंदजी दोशी को सौंपा गया और उन्होंने अपने हार्दिक प्रेम से इस कार्य को किया ।
आज मैं मेरा अहोभाग्य मानता हूँ कि मेरा यह प्रशस्य प्रयत्न सफल हुआ। पूर्ण आशा है कि गुणग्राहक भक्तजन इस से बहोत लाभ उठायेंगे और इस अमृतपान से अपने मानव जीवन को सफल मनायेंगे।
मु. वरकाणा तीर्थ )
(मारवाड़) भादरवा वदि ७ )
निवेदक:विजयललितमूरि
Page #14
--------------------------------------------------------------------------
________________
Mosneanchenverancaccavano
-
બે બાલ
ધર્મવીર ઉપાધ્યાયના પ્રકાશન પછી પરમગુરભક્ત આચાર્ય શ્રી વિજયલલિતરિજીએ મને પંજાબ કેસરી આ. શ્રી. વિજયવલ્લભસુરીશ્વરજીના જીવનચરિત્ર માટે પ્રેરણા કરી.
આ પ્રેરણા માટે તેમની પાસે ખાસ કારણ હતું. હું આ આત્માનંદ જન મુકુલ (ગુજરાનવાલા પંજાબ)માં છ વર્ષ 8 નિયામક તરીકે હતા. આ સમય દરમિયાન ચરિત્રનાયકના સંપર્કને, એમના અંતેવાસી થવાને, એમનાં જીવનને કવનનાં ઘણું પામાં નિહાળવાનો પ્રસંગ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત આચાર્યશ્રીના સમાજકલ્યાણને વિચારે, શિક્ષણ સંસ્થાઓ છે. માટેની પ્રેરણાઓ, સાધુ સમાજના સંગઠન વિશેની ભાવનાએ, જૈનધર્મના પ્રદ્યોત અને પ્રગતિ માટેની હરપળની તેમની ઝંખના આ બધાથી હું સુપરિચિત હતે. ને એ જ કારણે તેઓશ્રી તરફ આકર્ષાયેલા હતા.
.
.
.
એક માનનીય પુરપની પ્રેરણું, અને વર્ષોની મારી પણ અંતરરણઃ બંનેએ કામ કર્યું, ને મેં હા ભણી. વર્ષોને
Page #15
--------------------------------------------------------------------------
________________
Unang nanon10 Canonenchonen મારે હદયલ્લાસ આની પાછળ કામ કરતો હતો પણ કેવલ
ઉલાસ જ કાર્યસિદ્ધિ માટે બસ નથી, એ વાતની ખાતરી છે 2. મને તરત જ થઈ ગઈ
ક
એક તે જીવન-આલેખન જ કપરી વસ્તુ છે, તેમાંય જીવંત વ્યક્તિનું જીવન-લેખન તે લખનારની કસોટી સમાન છે. પણ તેમાં ચરિત્રનાયકનાં જૂના સંસ્મરણોએ હામ ભીડાવી,
અને એમના સુશિષ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી તથા પ. 8 શ્રી સમુદ્રવિજયજી મહારાજની સતત પ્રેરણાએ વેગ આપ્યો.
આ બે શ્રદ્ધેયપુરુષોઠારા જોઈતી સામગ્રી ને ખુલાસા પણ મળવા માંડ્યા.
મારી કલમે પણ કામ શરૂ કર્યું. પછી ભક્તિ અને પુરુષાર્થભર્યા પ્રયત્નને શા કમીના રહે છે! પરિણામ વાચક સમક્ષ મૌજુદ છે. મને આશા છે કે સમાજમાં જ્યારે નવજીવનની ઉપા ક્ષિતિજ પર લાગી રહી છે, ત્યારે આવા યુગવીરનું જીવન આપણું જીવનનું અવશ્ય રાહબર બનશે.
આ પ્રકાશનના યશભાગી તો આચાર્યવયંના સુશિષ્ય ગુરુભક્ત આ. વિજયલલિતસૂરિજી જ છે. આ ગ્રંથનું આમુખ લખી આપવા માટે જાણીતા વિચારક ને સાહિત્યપ્રેમી શ્રીયુત મેતીચંદ ગિરધરલાલ કાપડીયાને હું આભારી છું. પિતાના અતિવ્યવસાયી તથા પ્રવૃત્તિમય જીવનમાંથી પણ આટલી નિવૃત્તિ સાધી : તે હું તેઓશ્રીની મારા પ્રત્યેની શુભ લાગણી જ માનું છું.
આ ગ્રંથના પ્રકાશનમાં મારા લઘુબંધુસમા ભાઈશ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જ્યભિખુ) નો મોટો ફાળો છે.
ઝ
Page #16
--------------------------------------------------------------------------
________________
12
તેમણે આ શ્ર'ને સુશેભિત કરવામાં તથા જલદી બહાર પાડવામાં ખૂબ જહેમત લીધી છે.
યાદ રહે કે આ પુસ્તકના બીજો ભાગ પણ તરતમાં જ પ્રગટ થવાના છે. તેમાં આ ગ્રંથમાં ન સમાઈ શકેલી ઘણીય મહત્ત્વની બાબતેા આવશે. તેઓશ્રીના જીવનના સસ્મરણીય પ્રસંગો, અદ્વિતીય પત્રધારા, પ્રેરક વ્યાખ્યાના, અભિનંદન પત્રા, શિષ્યવગ તે સુપરિચિત રાજામહારાજાએને પરિચય અપાશે.
આશા છે કે યથામતિ રચાયેલું આ ચરિત્ર યુગવીરના જીવનના આદર્શોને મૂર્તિમંત કરશે, અને તેઓશ્રીને વિશાળ ભક્તસમુદાય સવિશેષ સમાજસેવા સાધવા કટિબદ્ધ બનશે.
કારતકી પૂર્ણિમા પાલીતાણા
ફુલચંદ હિરચંદ દોશી
મહુવાકર
~~
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્માનંદ જૈન સભા—મુંબઈ.
કાર્યવાહીની ઊડતી નાંધ
શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના વિષે તથા સભાારા શરૂ કરેલ કાર્યોની ટૂંક નોંધ ‘ ધર્મવીર ઉપાધ્યાય 'માં આપવામાં આવી હતી. પણ ત્યારપછી સભા પ્રગતિના પંથે કેટલા પ્રમાણમાં કૂચકદમ કરી રહી છે, તેનું દિગ્દર્શન આપવાના પ્રયત્ન કરવામાં આવે છે.
સભ્યાનું સંખ્યાબળ વિસ્તૃત થતું જાય છે, તેમાં ખીજા વના આવન સભ્યાની સંખ્યા-મુંબઈવાસી તથા બહાર વસનારની ખાસ ધ્યાન ખેંચે તેવી છે. વાર્ષિક સભ્યા પણ વધતા જાય છે. આંકડા સવાસેાની ુદ્દે આવી ચૂકયા છે. આ વર્ષોમાં તે સંખ્યા ત્રણસેાની કરવાની ભાવના છે. સંસ્થાના સભ્યાનું પ્રમાણુ જેટલે અંશે વિસ્તૃત થાય તેટલે અંશે સભાના ઉદ્દેશ ને આદર્શોને બદલાવવામાં અનુફળતા વધે.
સભ્યાને શ્રી ફુલચંદ હરિચંદ દોશી કૃત ‘ ધર્મવીર ઉપાધ્યાય આપવામાં આવેલ છે. આ ઉપરાંત આત્માનંદ શતાબ્દિ સમિતિના અને શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ વગેરે પુસ્તક આપવામાં આવ્યાં છે. ‘ શ્રી હેમચંદ્રાચાર્ય ' તથા શ્રી મહુવાકર કૃત “ યુગવીર આચાર્ય'ના અનુપમ પ્ર`ચ આપવાની વિચારણા ચાલી રહી છે.
"
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૨
વિજયાનંદ ' નામના પત્રના એક સુંદર એક આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજીની જયન્તી પ્રસંગે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેવા ખીજો અંક શ્રી હેમચદ્રાચાય ની જયન્તી પ્રસંગે પ્રકાશિત થયા છે.
આ બન્ને અકામાં જન સમાજના જાણીતા લેખકાની રંગમેરંગી લેખપ્રસાદી પીરસવામાં આપી છે અને અંકસનમાં જે સુંદરતા લાવવા પરિશ્રમ લેવાયા છે, તે હરકાઈના હૃદયને આદાદ ઉપજાવે તેવા છે.
અમારી ભાવનાએ ઘણી ઘણી છે. ઈનામી નિબંધે, ‘ માસિક પત્રિકા' સસ્તા સાહિત્યની દ્રષ્ટિએ જૈન સાહિત્ય—તિહાસ—ચરિત્ર -કથા તથા જૈન સિદ્ધાંતદશ ક નાનીમેટી પુસ્તિકાઓ, વગેરે પ્રકાશિત કરવાની યોજના વિચારાય છે.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણા અમને કાને વેગ આપવા ચાલુ છે. સભાના સભ્યોને પણ ટીકીટ સાથ છે.
.
ગત કાક માસમાં જનતાને ર્જન સાથે એધપ્રદ થઈ પડ તે દ્રષ્ટિએ શ્રી ભોગીલાલ કવિનાં એ આખ્યાને ‘ વિમલમંત્રી અને ‘ ઈલાચીકુમાર ’ગેાઠવવામાં આવ્યાં ત્યારે જનસમૂહનું ભારે આણ હતું અને તેથી જૈન કથાનકના આદશ રત્નને આખ્યાને દ્વારા પ્રકાશમાં લાવવા અમારા પ્રયાસેા ચાલુ છે.
સભા દિવસે દિવસે પ્રગતિને પંથે પ્રયાણ કરી રહી છે,
આત્માનઃ જૈન સભા ગેડીની ચાલ-પાયધુની-મુંબઇ
મેાહનલાલ દીપચંદ્ર ચાકસી વાડીલાલ જેઠાલાલ શાહુ આ, સેક્રેટરીએ
Page #19
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧ ૩૧
૧ તીર્થકરને ચરણે ૩ 19 શ્રી પ્રવર્તકનો ૨ સાચું ધન
૮ અનન્ય પ્રેમ ૩ ગુજરાતનું નુર
૧૮ જીવન–સંદેશ ૧૩૮ જ ભવના ભેર
૧૯ અંતિમ-અંજલિ ૧૪૪ ૫ મધરાં સ્વપ્ન
૨૦ ગુરુદેવનું સ્મારક ૧૫૩ ૬ કપરી કસોટી
૨૧. જનતાને પ્રેમ ૧૫૪ ૭ બંધ પ્રેમ
૨૨ વાણીને ચમત્કાર ૧૬૮ ૮ વિદાય
૨૩ અદ્વિતીય શિષ્યરત્નની ૯ આત્મજાગૃતિ ૧૦ કસ્તૂરીની દલાલી
રે ૪ મહાન ત્યાગ ૧૧ અમૃત ચોઘડિયું
૨૫ સરસ્વતી મંદિરનું ૧૨ અધ્યયન-અધ્યાપન ૮૪ બીજા પણ
૧૯ ૧૭ ગુરુવિરહ
૮૯ ૬ શાસ્ત્રાર્થ ૧૪ પંજાબની રક્ષા ૧૦૫ રછ રાજસભામાં શાસ્ત્રાર્થ રસ છે ૧૫ અભ્યાસ અને તાલીમ ૧૧૦ ૨૮ વતનનો સાદ ૨૨૨ ૧૬ અધ્યયન અને ગુરુસેવા ૧૩ / ૨૯ કર પરિસ
1
2
૧૮૬
Page #20
--------------------------------------------------------------------------
________________
૯૦ ક્રાન્તિકારી કે શાન્તિકારી
૨૫૧
૭૧ શાસનસેવાનાં કાર્યો ૨૬૨ ૩૨ શ્રી સિદ્ધાચળને સધ ૨૭૬ ૩૩ જન્મભૂમિનું ઋણ
૨૮૫
૩૪ સમાધાન અને સુધાર ૨૯૧
૩૧૩
૩૫ રાજદરબારમાં સન્માન ૩૬ શ્રીમહાવીર જૈન વિદ્યાલય ૩૭ સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકાની હિમાયત ૩૮ ગિરનારયાત્રા અને જ્ઞાનની પરમે ૩૯ મુંબઈમાં કલ્યાણકારી
૨૦
૩૩૪
૨૪૨
કાર્યો ૨૬૪
૪૦ લક્ષ્મીની ચપળતાના ચિતાર
૫૧) શૈ, લાલચંદ ખુશાલચંદ ૫૧) શેઠ શીલાલ પાનાચંદ
3192
૪૧ ધર્મપ્રચારકને પુકાર
3219
૪૨ કર્મની પ્રબળતા
૪૦.
૪૯ મરુભૂમિના ઉદ્ધાર ૪૧૦ ૪૪ તીર્થં યાત્રા અને મધૂરું મિલન
૪૨૬
૪૫ ગેાડવાડમાં પ્રચારકાર્ય ૪૪૧
૪૬ પંજાબપ્રવેશ
と
૪૭ તપસ્વીજીવન
૪૬
૪૮ પ્રતિષ્ઠા તથા આચાય પદવીને મહાત્સવ ૪૮૦
૪૯ આચાર્યની જવાબદારી ૪૯૫ ૫. મ`ગળ. આશીર્વાદ
૫૦૪
જરૂરી નોંધ
અગાઉ જણાવેલા સહાયામાંથી કેટલાક સહાયકા તથા નીચેના સહાયકાના પ્રેરક પ. મહારાજશ્રી સમુદ્રવિજયજી છે. ૫૦૧) ધાંગધ્રા નિવાસી મેસર્સ પુરૂશેાતમ સુરચંદ ૨૫૧) બીકાનેર નિવાસી શેઠ શીવજી રાશનલાલજી ક્રાયર, શાવચંદ્રજી વૃજલાલજી કાચર, પ્રેમસુખલાલજી
મુંબઈ
સીલાલજી કાચર
( અમૃતસર ) બાલાપુર
,,
Page #21
--------------------------------------------------------------------------
________________
સહાયક આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીની પ્રેરણાથી
સહાય આપનાર સજજનેની યાદી ૧૦૦૦) શેઠ સાકરચંદભાઈ મોતીલાલ મુલજી જે. પી. મુ. મુંબઈ પપર) શેઠ મૂલચંદજી જીજમલજી પ્રેસિડેન્ટ
શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વકાણું મુ. સાદડી ૫૦૧) શેઠ ઝવેરચંદ છગનલાલ સુવાડાવાલા મુકરજણ પ૧) શેઠ નાથાલાલ બેચરદાસની પેઢી
હસ્તે શેઠ મૂલચંદભાઈ લખમીચંદ મુ. પાલેજ ૫૦૧) શેઠ ઉત્તમચંદ નેમચંદ
મુ. પાલેજ પ૦૧) શેઠ મોહનલાલ ચીમનલાલ દૌલતરામ મુ. માણસા પ૦૧) શા પુ ત્તમ સુરચંદ,
મુ. મુંબઈ ૨૫૧) શેઠ વાડીલાલ દૌલતરામ
મુ. માણસા ૨૫૧) શેઠ ચંદનમલજી કિસ્તુરચંદજી
મુ. સાદડી ૨૫૦) શેઠ ભોગીલાલ છોટાલાલ સુતરીઆ
પ્રમુખઃ મસ્કતી મારકેટ મહાજન મુ અમદાવાદ ૨૧) શેઠ કેચશેઠ બીકાનેરવાલા
હાલ મુ. અમૃતસર ૧૫૧) શ્રી પાર્શ્વનાથ ઉમેદ જેન બાલાશ્રમ મુ. કાલના સ્ટેશન ૧૨૫) શેઠ લાલચંદજી કિસનાજી
મુ. સાદડી ૧૦૧) શેઠ રાયચંદ મોતીચંદ
મુ. મુંબઈ ૧૧) શ્રીમાન ડોકટર મણિલાલભાઈ કાપડીઆ મુ. બડૌદા ૧૦૧) શેઠ ઝવેરચંદ નેમચંદ નગરશેઠ
મુ. મીયાગામ ૧૦૧) શેઠ કીકાભાઈ પ્રેમચંદ સરનાઈટ
મુ. મુંબઈ ૧૦૧) શેઠ મૂલચંદજી જાવંતરાજ
મુ. ઘારાવ ૧૦૧) શ્રીમતી લીલાબન, હીરાબહેન તથા
કંચનબહેનઃ પિતાની દીક્ષા પ્રસંગે મુ. પાલણપુર ૧૧) શેઠ પુંજાભાઈ ભુલાભાઈ
મુ. અમદાવાદ
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૦) શેઠ પુંજાભાઈ દીપચંદ
૧
પ્રેસિડેંટ શ્રી પાંચકવા મહાજન
૧૦૦) શ્રી જૈન શ્વેતામ્બર. કારખાના હસ્તે શેઠ દીપચંદભાઇ ૫૧) શેઠ કરાવલાલભાઈ વીરચંદભા ૫૧) રશે. પુનઃમચંદજી ખીમા ૫૧) શેઠ પન્નાલાલજી હુકમાઇ ૫૧) શેઠ લાલચંદજી નાજી ૫૧) શેઠ તેજમલજી નિહાલચંદ્રજી ૫૧) શેઠ સરદારમલજી મગનીરામજી ૫૧) સંધવી હિંમતલાલજી ધ્રાગમલજી ૫૧) શેઠ માણેકચંદજી ભુદરજી ૫૧) શેઠ ખીમરાજજી અન્નરાજજી ૫૦) શેઠ પૃથ્વીરાજજી નવલા ૫૧) શેઃ સુખલાલ વસીલાલ ૫૧) શેઠ લાલચ'દ ખુશાલચંદ ૨૧) શેઠ સરદારમલજી ગમનાજી ૩૧) શેઠ સરદારમલજી જેઠાજી કાહારી ૨૫) શ્રીમતી મણીબ્ડેન કે. મામાની પે
૨૫) એક સગૃહસ્થ
܀
૨૫) શ્રી સધ
૨૫) શેઠ ડાહ્યાભાઈ પેાપટલાલ
મુ. અમદાવાદ ૬. ઝગડીઆતી
કસલય દ
મુ. ભરૂચ
મુ. ભાવરી ( જિ. સિરાહી )
મુ. કાલી
સુ, લાઠાડા(મારવાડ)
( )
"3
>
ખંડાલા
મુ. લુણાવા ( ., ) મુ. બિળેવા (,1
મુ. ખાલી (,, )
મુ. સાદડી(,, )
મુ. બાલાપુર
""
મુ. બાલાપુર
મુ. ખાલી(મારવાડ)
મુ. સેવાડી (,, )
મુ. ડૌદા
મુ. કોલ(ગુજરાત)
૩. ખંભાત
૩. અમદાવાદ બિરામી
૨૧) મુતા જેમલજી કેજમલજી
કુલ રૂ. ૬૪૮૬) ની સહાયતા પ્રાપ્ત થઇ છે. નેાટઃ—થાડા સમય બાદ જીવનચિરત્રના બળે ભાગ (ઉત્તરાધ) પ્રગટ થશે. ૧૦૦૦) એક હજાર તથા ૫૦૧) પાંચસો એક અને ૨૫૧) બસેા એકાવનની સહાયતા પ્રદાન કરવા માટે સગૃહસ્થાના કોટા તથા જીવન પરિચય ઝીન્ ભાગમાં આપવામાં આવશે. અતઃ ક્ષમા કરે.
Page #23
--------------------------------------------------------------------------
________________
આમુખ
કથાસાહિત્યમાં નવલની દૃષ્ટિએ એક સાધુ–મહાત્માના ચિરત્રને રસમય કરવામાં ઘણી મુશ્કેલી સ્વાભાવિક રીતે દેખાય છે, તેનું કારણુ એ છે કે જનતાને સામાન્ય રીતે નવ રસમાં શૃંગાર કે વીર રસ જેટલા અસર કરે છે, તેટલા સાધારણ રીતે શાંત રસ અસર કરતે। નથી. અને મહાત્મા કે ચેાગી પુરુષના ચરિત્રમાં એ બન્ને પ્રધાન રસાને સ્થાન જ ન હાવાને કારણે એને રસમય બનાવવામાં ઘણી મુસીબત પડે એ વાત સમજાય તેવી છે. ગુજરાતી ભાષામાં સ્ત્રીપાત્ર વગર નવલને રસિક, આકર્ષીક કે આદમય બનાવવાનો હજી સુધી કાઈ એ પ્રયાસ કર્યો જાણ્યા નથી, અને છતાં એવાં નવલ બહુ ઓછી સંખ્યામાં અંગ્રેજી ભાષામાં મારા વાંચવામાં આવ્યાં છે. આવાં નવલાની સંખ્યા અતિ પારમિત હોવા છતાં એની શકયતા છે એટલી વાત જણાવતાં અત્ર વક્તવ્ય એ છે કે આ ‘યુગવીર આચા’ પુસ્તકના લેખક, ઉપર જણાવેલી પરિસ્થિતિના બંધનને આધીન હેાવા છતાં, આખા ગ્રંથમાં રસની ક્ષતિ થવા દીધા વગર, ગ્રંથને અપનાવી શકયા છે, તેનું
Page #24
--------------------------------------------------------------------------
________________
युगवीर आचार्य કારણ વિષયને બહલાવાની શકિત, પ્રસંગોના વૈવિધ્યને રસમયે કરવાની આવડત અને હકીક્તના મુદ્દામ નિરૂપણનું સ્પષ્ટ અંતરદન જણાવે છે.
કોઈ પણ વ્યક્તિની તુલના કરવામાં અનેક પ્રસંગોને આબય લેવાનું હોય છે, પણ સાધુપુરુષનાં ચરિત્રમાં તે એનું ચારિત્ર કેવા પ્રકારનું છે, એના પ્રયાસ અને આદર્શને સુમેળ કેટલો મળે છે. એમાં બાહ્ય દેખાવ કરતાં અંતરની ધગશને કેટલું સ્થાન મળ્યું છે અને આત્મનિમજજનને અને પરહિતને કેવી આદર્શ રીતે સમજાવી શકાય છેઃ એ ધોરણે જ એની પરીક્ષા કરી શકાય. સાધુજીવનમાં ધમાલને સ્થાન ન હોય, દંભને અવકાશ ન હોય, પરોપકાર વૃત્તિને જ પ્રાધાન હેય, દાક્ષિણ્ય ઉન્નત પ્રકારનું હવા સાથે એમાં આત્મા વૃત્તિ હેય અને પોતાની ફરજના ખ્યાલની પાછળ ભારે પરિવહ-ઉપસર્ગ સહન કરવાની નિર્લેપ ભાવના હોય. આવી વૃત્તિ હોવી અતિ મુશ્કેલ છે, જનતાના સામાન્ય વ્યવહારથી પર છે અને અતિ ઉદાર હાવી છતાં વ્યવહરવામાં દઢ નિર્ણય, આત્મવિશ્વાસ અને સતત ઉદ્યોગશીલતા માગી લે છે. આ અતિ વિશિષ્ટ ગુણગણને જાળવવો, સ્વીકાર સમજવો, પચાવવો અને જીવો જેટલો મુશ્કેલ છે, તેટલા જ તેને સમજ, સમજાવો અને નવલના આકારમાં રજૂ કરે અઘરો છે.
લેખકની આખી શૈલી આ દષ્ટિએ વિચારતાં ઘણી હિમંદ થયેલ દેખાય છે, એ અતિ ગૌરવની બાબત છે. અતિ રસહીન દેખાતા ચરિત્રને સુવાચ્ય અને રસમય બનાવવાના એકેએક પ્રસંગમાં લેખકની વિશિષ્ટતા તરવરી આવે છે અને ગ્રંથની મહત્તામાં પૂરતો વધારે કરી આપે છે. અને વિચારસ્પષ્ટતા સાથે ભાષા પરને મજબૂત કાબુ બતાવી વાંચતી વખતે આહ્વાદ કરાવે છે.
ચરિત્રના અનેક પ્રસંગે ભારે આકર્ષણય, સુરેખ અને સુસ્પષ્ટ હેઈ વાંચવા-વિચારવામાં યાદગાર અને શિક્ષણીય થઈ પડે તેવી રીતે
Page #25
--------------------------------------------------------------------------
________________
રે
મુa[ો . જિ. .] ચીતરાણ છે અને વિચારક વાચકને ખૂબ મજા આપે તેવા રસદાર થઈ પડવ્યા છે. ખૂદ આચાર્યશ્રીની દીક્ષાનો પ્રસંગ “તીર્થકરને ચરણે થી શરૂ કરીને પ્રથમને અગિયાર પ્રકરણનો પ્રત્યેક પ્રપંગ આ પરિભાષામાં લખાય છે અને સંકલિત જનાને પરિણામે મન પર છાપ પડે તેવા આકારમાં રજૂ થયો છે.
સાધુએ વાપરવાની ભાવસંમતિ આખા ધના પ્રત્યેક પ્રસંગમાં પ્રાન થતી આવી છે અને પ્રતિભાશાળી વ્યક્તિની વચનશૈલી કેવી સુસ્પષ્ટ, સંક્ષિણ અને સુરુચિજન્ય હોય તેને પરિપૂર્ણ અભ્યાસ પૂરી પાડે છે. અભ્યાસક દષ્ટિએ ચારિત્રમાં રંગાયેલા સંતને પૂર્ણ પરિચય હોય તેમના ભાષાસંમતિને સમજવાની આવડત હોય, જે જે આકારમાં એ ઉદ્દભવી હોય તે જ આકારમાં રજૂ કરવાની વિચારસ્પષ્ટતા અને વિવેચકકળા પ્રાપ્ત થયેલ હોય તે જ આવી વચન પ્રાસાદિને કાયમ કરી શકાય છે. આખા ગ્રંથને કઈ પણ સંભાષણ પ્રસંગ વાંચતાં તે વખતે “યુગવીર આચાર્ય 'ને તમારી સન્મુખ જોઈ શકે, તેમની માનસિક દશામાં પ્રવેશ કરી શકે અને તેમને યથાસ્વરૂપ માનસચિત્રમાં સામે નિહાળી શકે એવી આબેહૂબ વચન ચિત્રાવલી તૈયાર કરવા માટે લેખકને અભિનંદન આપવા મન થઈ આવે છે. આ અતિ વિશિષ્ટ કળાપ્રાપ્તિ અસાધારણ છે. સાધુ મહારાજની ભાષા રજૂ કરવાની વાત અતિ કઠિન છે અને તે કરવામાં રસક્ષતિ થવા દીધા વગર ફતેહ મેળવવી લગભગ અશક્ય છે. એ વાત જે સમજે તે આખા ગ્રંથના શબ્દચાતુર્ય, ભાષા માધુર્ય અને અંતર્ગત રસપ્રવાહની ઊમિને બરાબર સમજી શકે.
લેખકે કઈ કઈ પ્રસંગોની ચિત્રામણ તો ભારે યુક્તિ પૂર્વક કરી છે અને તેની ગોઠવણ કરવામાં ખૂબ એજન્મ દાખવ્યું છે. “ક્રાંતિકારી કે શાંતિકારી'ના ત્રીશમા પ્રકરણમાં જયપુર શહેરમાં સાધુને બંગાળી ધારી જે ગોટાળો પોલિસ કરે છે તે વખતનું આખું
Page #26
--------------------------------------------------------------------------
________________
युगवीर आचार्य દૃશ્ય મુનસફ્ સાહેબ સાથે આંખ સમક્ષ રજૂ થાય છે . અને આચાય - ની વાણીને વિનેદ, અલ્પાક્ષરી પરિમિત મુદ્દામ ભાષા અને શબ્દ ચાના દાખલા પૂરા પાડે છે. જ્યારે પાલણપુરના ચુકાદા ( પ્રકરણ ૩૧ મું ), મિયાગામના ચુકાદો અને મુનિસંમેલન માટે લખેલ વિજ્ઞપ્તિપત્ર ( પ્ર. ૩૪ ) આચાર્યશ્રીની વ્યવહારદક્ષતા, આત્મલધુતા અને કવ્યપરાયણતાના પાઠ શીખવે છે. આ સવ પ્રસંગે લેખકે યુક્તિપૂર્વક ગેાઠવી જનતાની સમક્ષ સુયેાગ્ય ભાષામાં અને તદુચિત સ્થાને ગેાઠવી આપ્યા છે. અને લેખપ્રસાદીને ચિરંજીવ કરવા માટે તેમની લેખનશૈલી માટે જરૂરી ગ થાય તેવી પતિ તેમણે સુંદર રીતે વ્યક્ત કરી છે.
બાકી આચાર્ય શ્રીના ધર્મપ્રચાર માટે આગ્રહ, પેાતાની સગવડને બન્ને પરે।પકાર તરફ લબ્ધલક્ષ્યતા અને સામામાં પ્રેમ ઉત્પન્ન કરવાની રીતિ માટે, આખા ગ્રંથ વાંચતાં અનેક પ્રસંગેા આનંદ ઉપજાવે છે. દીક્ષા આપતી વખતે લેવી જોઈતી સંભાળ, અતિ ઉત્સાહમાં શાસનને હાનિ ન પહોંચે તેની ચીવટ, સમજાવટની વિશિષ્ટ પદ્ધતિ અને ઔચિત્ય જાળવવા માટેની ઊંડી ચિંતા તેમને આ યુગમાં ‘ યુગવીર ’ બનાવે તેમાં નવાઈ નથી. આખા ગ્રંથમાં એવા અનેક પ્રસંગે દીક્ષાને અંગે પ્રાપ્ત થાય છે જે વિચારતાં, જેની પાછળ રહેલા માનસની નિખાલસતા મન પર લેતાં, અને જેની અંદર તરવરતી સમાજ સ્થિતિના દીર્ઘ વિચારાનું પૃથક્કરણ કરતાં, શાસનની મહત્તા જેટલી જ તેની ચિરંજીવતા પ્રત્યેનાં ચીવટ ધ્યાન ખેંચે તેવી લાગે છે, અને અન્ય સાધુએને અનુકરણીય ડાઈ, તેને તસ્વરૂપે રજૂ કરવાના કૌશલ્યને અંગે લેખક તરકના માનમાં ખાસ વધારા કરે છે.
એગણીશમી સદીમાં જન્મેલા, નવયુગને એવારે પણ નહીં ઉતરેલા, આંગ્લ પરિભાષાથી લગભગ તદ્દન અપરિચિત સાધુ; આટઆટલી નવયુગની સંસ્થાઓને અપનાવે, પ્રેરે, સ્થાપે અને પેષે
Page #27
--------------------------------------------------------------------------
________________
મામુa [ મો. જિ. . ] અને જીવનનું ધ્યેય કેળવણી અને જ્ઞાન પ્રસારને કરે, એવા કાર્ય પાછળ ગમે તેટલી શક્તિને ભોગ આપે અને મીઠાશથી જમનરંજન કરી કામ પાર ઉતારી કેળવણીનાં અનેક કાર્યોને પાર પાડે; તે માટે તે વ્યક્તિની દીર્ધદર્શિતા અને આદર્શ વિચારણા માટે તે દરેક વિચારકને સન્માન થાય એમાં નવાઈ નથી, પણ જ્યારે એ જ્ઞાનપ્રસારની વિવિધતા વિચારવામાં આવે ત્યારે એક મસ્તિષ્કમાંથી આટલી પ્રેરણા પરંપરા કેવી રીતે ઉદ્ભવી પ્રસાર પામી હશે તેનું આશ્ચર્ય થયા વગર રહે તેમ નથી અને તે વાતને યથાસ્વરૂપે બનતી રીતે રજૂ કરવાની આવડત અને અભિરુચિ માટે લેખક તરફ આનંદ દર્શાવ્યા વગર રહી શકાય તેમ નથી.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના અને વિકાસને પ્રસંગ બાજુએ રાખીએ તે મારવાડ જેવાં પછાત દેશમાં વિદ્યાલય સ્થાપવાની વાતને મક્કમ કરવી કે પંજાબમાં જન કોલેજ કરવી કે બગવાડામાં કેળવણુકેન્દ્ર સ્થાપવાં એ કાંઈ સાધારણ વાત નથી. આ યુગની એ વિજય વરમાળા છે. એનાં ફળ જૈન સમાજને આગળ જતાં મળવાનાં છે અને સમાજના વિકાસનાં એ સીમાચિહ્નો હોઈ અતિ આવકારદાયક છે. આ સર્વ હકીકતને અતિશયોક્તિ વગર એક સ્થાને સંકલિત કરનાર લેખકને ખરેખર ધન્યવાદ ઘટે છે. એ પ્રસંગેના ગુણદોષમાં ઊતરવાનો મારો આશય નથી અને આમુખમાં એ દૃષ્ટિબિન્દુને સ્થાન પણ ન હોય. મારો મુદ્દો આચાર્યવયંના આ વિદ્યાવિલાસી ધર્મમય માનસને યથાસ્વરૂપે એકઠા કરી રજુ કરવાની આવડતને અંગે ગ્રંથના લેખકને યોગ્ય ન્યાય આપવાનો છે. લેખક “યુગવીર ને " રાબર સમજ્યા છે, તેનો આશય તેણે અભ્યાસી લીધો છે અને તેને બરાબર બહલાવવામાં અતિ વિશિષ્ટ આદર્શોને એમણે જીવતા ક્યો છે. આ નજરે લેખકની લેખપ્રસાદી આપણી પ્રશંસા માંગી લે છે અને તે આપવામાં આપણે સંકેચ કરીએ તો આપણું ધમથી આપણે સ્યુત થતા હોઈએ એવું મને લાગે છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
युगवीर आचार्य સથી વધારે મહત્ત્વની વાત મને ભાષાસૌષ્ઠવની લાગે છે. ઘણા લેખકા અધરી ભાષા, સંસ્કૃત શબ્દના ઉપયોગ અને લાંબા વાકયેના પ્રયાગ કરી પેાતાની વિદ્વત્તા બતાવવાના બ્યામાહમાં પડી જાય છે અને કાઈ કાઈ લેખકા તે પેાતાના લેખ ફરી વાર વાંચતી વખતે સુધારામાં અધરા શબ્દોને ખડકલો કરે છે! એમાં વિષયને મેળ મેસતા નથી, કુદરતી શબ્દપ્રયાગ થતા નથી અને લેખને પૂરા ન્યાય મળતા નથી. પણ માદી ભાષા, નાનાં વાકયેા અને તરવરાટ કરતી મધ્યમ શૈલીથી ગ્રંથરચના યાજનાપૂર્વક થાય ત્યારે ગમ્મત સાથે જ્ઞાન મળે છે, આહ્લાદ સાથે ઉચ્ચ ભૂમિકા પર ચઢવાનું પ્રાપ્ત થાય છે અને વાંચનાર બેઘડી રજૂ થતી ભૂમિકા પાતાની સન્મુખ ચિત્ર રૂપે રજુ કરી શકે છે. સફળ લેખકની આ અતિ વિશિષ્ટ પ્રસાદી ગણાય. ચાર ચાપડી ભણેલ દશ વર્ષની બાળા પણ સમજી શકે તેવી શબ્દનુ થણી જે લેખક કથાચરિત્રના ગ્રંથમાં કરી શકે, તે જ લેખકના સાચા નામને યોગ્ય ગણાય એવા મારે મત છે. આ ધનજીના પદાનું વિવેચન કર। ત્યાં ભાષાઔચિત્ય ઉચ્ચ પ્રયાગ માગી લે તે જુદી વાત છે, બાકી સાધારણ ચરિત્રગ્રંથ કે ચાલુ ઉપદેશના લેખામાં ભાષાની સરળતા, સાહજિકતા અને નમ્રતા ખાસ ઉપયાગી તત્ત્વા પૂરાં પાડે છે અને લેખકને તેના સારામાં સારા આકારમાં જણાવે છે. પારસીભાઇએ જેને ‘ જડબાતઙ' ભાષાપ્રયોગ કહી વર્ણવે છે તે યુગ તે કયારને આથમી ગયે।. મહાત્મા ગાંધીજીએ ગુજરાતી ભાષાપ્રયાગમાં જે મહાપરિવર્તન આણ્યું, તેમાં સરળ ભાવે સર્વ સમજી શકે તેવા ભાષાપ્રયાગને તેમણે પ્રાધાન્ય આપ્યું, સરળ શબ્દપ્રયાગ, ગામડાંઓ પણ સમજી શકે તેવાં નાનાં વાકયાના પ્રયાગ અને બનતા સુધી ખાસ કારણુ ન જણાય તે આકરા શબ્દપ્રયાગની ગેરહાજરીઃ મા નૂતન વમાન ગુજરાતી ભાષાપ્રવાહની વિશિષ્ટતા છે અને તે વિશિષ્ટતા લેખકે ખરાબર જાળવી છે એમ વિચારપૂર્વક વાંચનને અંગે લાગ્યા વગર રહે તેમ નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
આકુલ [ મો. વિ. જા.
અને સાધુની ભાષામિતિ વધારે સૌમ્ય હાય છે, એમ સવ્યવહાર એમને અમુક પ્રકારની ભાષા વાપરવાની જરૂર પ છે. એ કાઈને નારાજ કરે નહિ અને છતાં ચેાસ જવાબ આ શકે, એક ચાતુર્માંસ માટે ભક્તજના વિજ્ઞપ્તિ કરવા આવે ત્યારે તેમના શબ્દપ્રયાગ વિચાર્યો હાય તે તેમાં રહેલી તેમની દીર્ઘદૃષ્ટિ અને અનુરાધ કરવાની આવડતપર ખ્યાલ થાય તેવું છે. આવા પ્રયાગને બરાબર તદ્દનુરૂપ ઉતારી લેવા એ કામ એટલું જ મુશ્કેલ છે અને તેવા ભાષાપ્રયાગે અનેક પ્રસંગે ઘણી સુંદરતાથી સ્વાધીન કર્યાં છે અને ફતેહમદીથી તેને ઉપયાગ કર્યો છે એ હકીકત પ્રવાંચનમાં તરવરી આવે છે.
બાકી આચાર્યશ્રીના જીવનમાં અનેક પ્રસંગે વખ્તીય આવે છેઃ એમના ગામેગામના વિહાર, એમની અનેક વ્યક્તિના સ્વભાવની પરીક્ષા, એમના પરિચયાનું વૈવિધ્ય અને એમની જનતાને સમજવાની અસાધારણ કુશળતા તે એટલા પ્રંસગા પૂરા પાડે કે જો લેખક તેમની સાથે ડ્રાય । લગભગ દરેક ચાતુર્માસ માટે એક મેટુ નવલ બહાર પડી શકે. અહીં તે। માત્ર લાક્ષણિક મેાટા પ્રસગાનું એકીકરણ થયું છે, પણ હજુ ઘણા અંતર્ગત ઇતિહાસ તા બાકી છે. તે કાય કાષ્ટ અંતેવાસી શિષ્ય કે સહચારી નરીક્ષક કરી શકે. સાધુજીવનમાં વૈવિધ્ય નથી !તું, પણ એ દૃષ્ટા તરીકે જે વિવિધતા જોઈ શકે છે તે નાટકમાં પડેલાં પાત્રા અનુભવી શકતા નથી. આવાં મનહર ચિત્ર તા કાઈ સ્પષ્ટદશી મહાત્મા દારે તે ભારે આકર્ષક અને ઉપદેશક થાય. છતાં જે ચિત્રો લેખકે ારવા પ્રયત્ન કર્યો છે તે આકર્ષીક અને મનનીય હોઈ છાપ પાડે તેવાં છે, વગર અતિશયાતિએ આચાય મહારાજને એના સાચા સ્વરૂપે રજૂ કરે તેવાં છે અને ચરિત્રષ્ટિએ, સાહિત્યદૃષ્ટિએ કે અનુકરણ દૃષ્ટિએ અપનાવવા યોગ્ય હોઈ ખૂબ મજા આવે તેવી રીતે આલેખાયાં છે. સાધુચરિત્રને આળેખવાની મુશ્કેલીથી શરૂ કરાતું આમુખ લેખકને
Page #30
--------------------------------------------------------------------------
________________
युगवीर आचार्य અભિનદન આપે એટલે એમાં કેટલી વાસ્તવિકતા પ્રાપ્ત થઈ હશે - તે સહજ સમજી શકાય તેવી હકીકત છે.
આચાર્ય શ્રીના જીવન પર લખવાના આ પ્રસંગ નથી. મારા અનેક અનુભવ। યથાસ્થાને યથાસમયે હું ચીતરીશ. મારે તે આ ગ્રંથની શરૂઆતના એ ખેાલ લખવાના હોઈ ગ્રથ પરત્વે મારી વિચારધારા રજુ કરી છે. બાકી આવા વિશુદ્ધ લેખકને, સાદી શૈલીના અભ્યાસીને, ઉપકારીને યથાસ્વરૂપે બતાવી આપવાની આવડતવાળાને એક વિજ્ઞપ્તિ કરું કે જો બની શકે તેા આચાર્યશ્રીના ઉપદેશ ધારાપ્રવાહ એકઠો કરી, બરાબર ગાઢવી પ્રકટ કરવેા. એમના સાતક્ષેત્રની પરસ્પરની આયેાજના, સાધ્ય અને સાધક ક્ષેત્રોની વહેંચણી, સમય ધને અંગે પ્રાપ્ત થતું જૈનધર્મોનું અનેકાંત સ્વરૂપ, સાધુજીવનની મર્યાદા અને મહત્તા, શિષ્યમેાહરહિત સ્થિતિ પ્રાપ્ત કરવાનાં કારણેા, સમાજમાં ખળભળાટ કરવાની વૃત્તિની પાછળ રહેલ વિકારવશતા આદિ અનેક વિષયે। કાયમ કરવા ચેાગ્ય છે અને આવા લેખક એ વિચારેને એકઠા કરી મૂર્તસ્વરૂપ આપે તે સ્વપર કલ્યાણસાધક નીવડવા ઉપરાંત ભવિષ્યની પ્રજાને જરૂર મા દર્શન કરાવે એમાં મને શંકા નથી.
જે સીધી, સચોટ અને આકર્ષક શૈલીએ ચરિત્ર આલેખાયું છે તેને અભ્યાસ કરતાં આવા વ્યવહારલક્ષી અસરકારક પ્રશ્નાના નીકાલને અંગે આચાર્યશ્રીના સગ્રહવાયાગ્ય વિચારાને એકત્ર કરી રજૂ કરવાની પૂરી લાયકાત લેખકે આ ગ્રંથના પ્રથમ ૪૩૨ પૃષ્ઠ મને બહાર પડવાં પડેલાં માકલી આપી સિદ્ધ
કરી બતાવી
છે અને અત્ર તે દૃષ્ટિએ વિશેષ પ્રયાસ કરીને
આ
‘ જીવનપ્રભા ’તે કાયમ કરી છે તેમ હવે પછી
"
જીવનસંદેશ ’તે કાયમ કરવા બની શકતા પ્રયાસ કરવા ઉપસૂચના
છે. મને આચાય શ્રીની વાગ્ધારાનું પાન કરવાના અનેક પ્રસંગે મળ્યા
છે અને મને તે વખતે લાગ્યું છે કે હાથમાં પેન્સિલ હોય તે એ
ગ્રંથમાં જેમ આચાય વ ના
Page #31
--------------------------------------------------------------------------
________________
બાબુ [ મો. જિ . ] સર્વ વિચારનું એકીકરણ કરું, પણ એમ કરવા જતાં શ્રવણસુખ અને અંતર આનંદમાં વિક્ષેપ થતો હોવાથી એમ બની શકયું નથી. વર્ષો અગાઉ વિલે-પારમાં આચાર્યવયે “સમયધર્મ' પર સળંગ ૨ કલાક ૧૫ મિનિટ સુધી વ્યાખ્યાન આપ્યું હતું તે કે ત્યારબાદ સાતક્ષેત્ર પર મુંબઈ (લાલબાગ ભુલેશ્વર ) માં વિવેચન કર્યું હતું તે જે સ્થાયી રૂપે થઈ શક્યાં હોત તો અત્યારે અને ભવિષ્યમાં જન સમાજના અનેક ગૂંચવણ ભરેલા પ્રસંગે વખતે ભારે રસ્તો બતાવે એની બરાબર સ્મૃતિ છે. અને આવા તો અનેક પ્રસંગે જાણવા, વિચારવા અને સંગ્રહવા ગ્ય છે. એ ઉપરાંત જીવનનું ક્ષણિકત્વ, દ્રવ્યને સુમાર્ગે વ્યય, બ્રહ્મચર્યની મહત્તા, પરિગ્રહ પરિમાણમાં રહેલ સુખ, કષાય પરિણતિમાં રહેલી ભારે વિચિત્રતા, સામાજિક અને આત્મિક દષ્ટિને સાધવા ગ્ય સમન્વય વગેરે આચાર્યશ્રીના ધારાપ્રવાહની અનેક બાબતો નોંધી લેવા ગ્ય છે અને સમાજમાં આચાર્યશ્રીની લાક્ષણિક પણ મક્કમ ભાષામાં રજૂ કરવા યોગ્ય છે.
આ તે કર્તવ્ય સૂચના થઈ, અને તે એક રીતે અપ્રસ્તુત ગણાય. બાકી જે સ્પષ્ટતાથી લેખક શ્રી ફૂલચંદભાઈએ “યુગવીર આચાર્ય ' ની “જીવનપ્રભા' પર પ્રકાશ પાડ્યો છે તે અનેક રીતે અભિનંદનને યોગ્ય છે. એમની કલમને એમણે યથોચિત અવકાશ આપવા સાથે આવા પ્રસંગમાં થઈ આવતી અતિશયોક્તિ કે અત્યકિતને સ્થાન આપવા દીધું નથી, ખાટી પ્રશંસાને એક પણ પ્રસંગે પ્રવેશ આપેલ નથી અને લેખનસંયમ જાળવી હકીક્ત રજૂ કરવામાં વિચાર સ્પષ્ટતા આખા પુસ્તકમાં બતાવી પ્રતિભાને ઉચિત અવકાશ આપ્યો છે. દુનિયાના રચેલપચેલ વ્યવહારીને તદન શુષ્ક લાગે તેવા સાધુજીવનને રસપ્રદ બનાવવાની કળાને અંગે લેખકને સવિશેષ અભિનંદન આપી, છેવટે વાલ્મિકિ એક પ્રસંગે કહે છે તેમ “હજુ રામાયણ
Page #32
--------------------------------------------------------------------------
________________
युगवीर आचार्य પૂરું થયું નથી ' એ વૃત્તિને સદૈવ જાગૃત રાખવા, અને તે રીતે આચાર્યવર્યના ભૂત અને ભવિષ્યત અનેક પ્રસંગે વિચારો, વ્યા
ખ્યાને, પત્રો અને સંભાષણને સંગ્રહ કરી રામાયણને પૂરું કરવાનું ન બની શકે તો તેને બને તેટલું સમૃદ્ધ કરવાને આદરેલ પ્રયાસ ચાલુ રાખવા સૂચવન કરું છું. કરેલ કાર્ય તરફ સંપૂર્ણ સહાનુભૂતિ, પ્રેમ અને આનંદ બતાવી ગ્રંથકાર તરીકેની તેમની સફળતા મુક્ત કઠે સ્વીકારતાં આ ગ્રંથને જનતા સમક્ષ વગર સંકેચે મૂકવા તેમને વિજ્ઞપ્તિ કરું છું અને મને ખાતરી છે કે જનતા એને સુંદર ઉપયોગ કરી પોતાની જાતને ધન્ય માનશે.
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ
મલબાર વ્યુ, ચપાટી સી ફેસ મુંબઈ તા. ૨૦ : ૧૨ ઃ ૧૯૪૩
Page #33
--------------------------------------------------------------------------
________________
श्राद्धः श्रोता सुधीवक्ता, યુજ્યેચાતાં ચીરા ! તત્ ।
त्वच्छासनस्य साम्राज्य, - मेकच्छत्र :
જ્ઞાતિ ।
- वीतरागस्तोत्र
જો શુદ્ધ શ્રદ્ધાથી નિળહુયી શ્રાદ્ધ શ્રોતા હોય, અને શાસ્ત્રપારગત તત્ત્વપરખુ વક્તા હોય, તા હે દેવ ! એ બન્નેના યોગથી કલ્લિકાળમાં પણ તારા શાસનનું એક છત્ર સામ્રાજ્ય થઇ શકે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
આપણુ પઈ પ્રભુ હેઈએ, કઈ પ્રભુ કીજંઈ હત્યિ; કાજ કરિવા માણસહ, બીજઉ માગુ ન અયિ.
કાર્યસિદ્ધિને માટે માણસે કાંતે પોતે સમર્થ બનવું ઘટે, અથવા સમર્થ ને પોતાનો બનાવ ઘટે, આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.
Page #35
--------------------------------------------------------------------------
________________
ચુગવીર આચાર્ય
ક્ઝબકેસરી, શાસનપ્રભાવક યાત્રી વજ્રચવાભસૂરીશ્વરજીની
નમ
Page #36
--------------------------------------------------------------------------
Page #37
--------------------------------------------------------------------------
________________
મ
તીર્થકરને ચરણે
[ 1 ] આજનો દિવસ જ એ ઊગે છે. સૂર્ય અસ્તાચળમાં ઊતરી ગયે છે. આકાશ વાદળથી છવાયેલું છે. રાત પડતી જાય છે. બધું ગમગીન લાગે છે.
આજે માતાને ઠીક નથી. અશક્તિ બહુ જણાય છે. વૈધે પણ આશા છેડી દીધી છે. ભાઈબહેને માતાના ખાટલાને વિટાઈ વળી બેઠાં છે. કેઈ પગ દાબે છે, કોઈ માથું દાબે છે, કોઈ શેક કરે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
માતા પણ બાળકોની સેવા પામીને સંતોષ અનુભવે છે. નાનાને માથે હાથ ફેરવે છે. મોટાને આરામ લેવા ઈશારો કરે છે. ગમગીનીભરી રાત વધતી જાય છે.
તમે બધાં હજી સુધી જાગે છે?” “ના બા! તમે ફિકર ન કરો. તમને કેમ છે?”
“મને? મને ઠીક છે, ભાઈ!” વટપ્રદનગરના ઊંચા મિનારાઓને ગોદમાં દાબીને કાળી રાત જામતી જતી હતી. અને એક ભરેલાં ઘરબારવાળી પ્રેમાળ માતાના જીવન પર મૃત્યુની રાતના કાળા ઓછાયા પથરાતા જતા હતા.
બા, વૈદ્ય આવી ગયા. તે કહેતા ગયા છે કે શેક બરાબર થશે તો સવારે આરામ થઈ જશે. દવા પણ આપી ગયા છે.”
ભાઈ! શેક તે તમે કર્યા જ કરે છેને. દવા તે રાત્રે મારે ક્યાં લેવી છે. તમે બધાં મારી પાસે જ છેને મારી કેટકેટલી સેવા કરે છે? ભાઈ છગન ! તું તે હવે ઊંઘી જા.” શબ્દમાં વાત્સલ્ય ગૂંજતું હતું, મેહમાયાના વલવલાટ નહોતા.
“ બા! મને ઊંઘ જ નથી આવતી.” “ના, બેટા. હવે તે તું ઊંઘી જ જા.” “સારું બા !”
ડીવાર માતા-પુત્ર શાન્તિથી પથારીમાં સૂઈ રહ્યાં. પણ અચાનક માતાએ જ શાન્તિને ભંગ કર્યો.
ભાઈ! આજ સાંજનું મને બરાબર ચેન નથી .
Page #39
--------------------------------------------------------------------------
________________
તીર્થંકરને ચરણે
મન મુઝાય છે અને.............??
“ આ ! મા ! કેમ ખેલતાં અટકી ગયાં ? અરે શું
ચાય છે મા ! ખેલાને !
પ
""
<<
―――
શ્વાસ ચડયો લાગે છે. અરે છગન, ઊઠે તા ભાઈ ! જરા બહેનને પણ ઉઠાડ-મગન ઉઠવ્યો કે ? ”
માતા—પુત્ર એકબીજા સામું જોઈ રહ્યાં. વાતાવરણ ગમગીન બની ગયું. બધાં જાગી ઊઠચાં ને બા પાસે દોડી આવ્યાં.
નાના છગનથી ન રહેવાયું. તે માતાની આખરી દશા જોઈને રડી પડવો. માટાભાઈ એ છાનેા રાખવા પ્રયત્ન કર્યાં. શ્વાસ જરા હેઠા બેઠા.
માતાએ છગનને પેાતાની પાસે લીધેા; છાતીસરસા ચાંખ્યા, હાથ ફેરવ્યેા, આંસુ લુછ્યાં; કપાળે ચૂમી લીધી
માતાની આંખ સજળ થઇ ગઈ.
ડ્ર મા ! અમને કેાને આશરે સોંપતી જાય છે?” નાના બેલ્યે.
“ બેટા ! મેાટાભાઇ છે ને! તમને બધાંને સભાળશે. તમને ભણાવશે. તમારી બધી જાતની સભાળ રાખશે. તમે શીદને મુ ઝાએ છે ? ”
""
પણ ખા ! તારા વિના હું તેા નહિ જ રહી શકું. મારું શું થશે ! એ—મા ! ” નાના છગન ફરી પાછેા રડી પડો.
Page #40
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય “ બેટા છગન ! તું તે મારા લાડકા છે, બેટા. તુને તે તીર્થંકરને ચરણે સાંપું છું. તારું કલ્યાણ થશે. ' આશીર્વાદ આપવા હાથ ઊંચા કર્યાં, ત્યાં ફરી શ્વાસ ઉપડયા.
માં ગભરાવા લાગ્યાં.
છેલ્લા સમય હતા. મેાટાભાઇ સમજી ગયા. માળકાને સમજાવી સબધીઓને ખેલાવા માકલ્યાં.
હતા.
પાંચદસ સગાંસંબંધીએ જલદી દેોડી આવ્યાં. મેાટાભાઈ મજબૂત મન કરી માતાને નવકાર આપતા
ધર્મ ધ્યાન પણ કર્યું. માતા અરિહંત—અરિહંત ખેલતાં ખેલતાં છેલ્લા શ્વાસ લેવા લાગ્યાં. થોડીવારમાં પ્રાણ પ’ખેરું ઊડી ગયું. માતાજી સ્વગે સીધાવી ગયાં.
પણ સ્વગે` સાધાવતી માતા આ નાનાં બાળકોને એકલાં છાડતી જતી હતી. એની કુટુંબકથા દુ:ખદ હતી.
બાળકાના પિતાજી નાનપણમાં ચાલ્યા ગયા હતા. માતાએ બાળકોને ઉછેરી મેાટા કર્યા' હતાં. માતા અને મોટાભાઇ ઘર ચલાવતા.
પણ કુદરતને તે મંજૂર નહેાતુ. માતા એકાએક બિમાર પડયાં. ભાઇએ ખડેપગે રહ્યા. માતાની સેવા સુક્ષુષામાં બનતું કર્યું. દવાઓ કરી, ઉકાળા પાયા પણ બધું નિષ્ફળ થવા સરજાયું હતું.
Page #41
--------------------------------------------------------------------------
________________
તીર્થંકરને ચરણે
‘તીર્થંકરને ચરણે’છગનભાઈના હૃદયમાં કોતરાઈ ગયું. જાણે એને જીવન—મત્ર! ખાતાંપીતાં, સૂતાંબેસતાં પ્રિયમાતા અને એ માતાના હૃદયાદગાર ‘ તીર્થંકરને ચરણે ’ એની આંખ સામે તરવરે છેઃ ભૂલ્યાં ભૂલાતાં નથી.
હી
Page #42
--------------------------------------------------------------------------
________________
સાચું ધન
[૨] માતા તે સ્વર્ગે સિધાવ્યાં. થોડા દિવસ તે બધાં ભાઈભાંડુને માતાની શીળી છાંયડી વિના સૂનું સૂનું લાગ્યું પણ મોટાભાઈએ બધી જવાબદારી ઉપાડી લીધી. મેટાભાઈ ભડ હતા. તેણે હિંમત રાખી પોતાના ભાંડુઓને પાંખમાં લીધાં. બધાંને ઉછેરવાનું કામ ઉપાડયું. ઘરના ખર્ચ માટે દુકાન શરૂ કરી. રાતદિવસના કામથી ભાઈ તે ટેવાઈ ગયા. ભાઈબહેને મોટા થવા લાગ્યાં. માતાની
Page #43
--------------------------------------------------------------------------
________________
સાચુ' ધન
યાદ તેા કેમ ભૂલાય પણ મેાટાભાઈના પ્રેમભર્યાં ઉછેરમાં બધાં આનદથી રહેવા લાગ્યાં.
x
X
X
આજે વડાદરાના જૈનસમાજ ( શ્રીસ'ધ )ના આનંદના પાર નથી. પંજાબના સિ'હુસમા આચાય વય શ્રી, આત્મારામજી મહારાજ શિષ્ય પરિવાર સાથે પધારવાના છે. પ્રવેશ મહે।ત્સવ ધામધૂમથી થયા. જાની શેરીના ઉપાશ્રય હંમેશાં લેાકેાની ભીડાથી ઉભરાવા લાગ્યા. આચાય શ્રીની મીઠી મધુરી વાણી સાંભળી લેાકેા ધન્ય ધન્ય કહેવા લાગ્યા.
આપણા છગનભાઇ ધર્મોના રાગી હતા. પૂજાસેવા, દેવદર્શીન તેમને બહુ પ્રિય લાગતાં. ગુરુમહારાજ આવ્યા સાંભળી તે પણ હમેશાં ઉપાશ્રયે આવવા લાગ્યા. ગુરુવયની મધુરી વાણી, જગતની ક્ષણભંગુરતાના દૃષ્ટાંતા, જવાની ગતિ અને મનુષ્ય જન્મની સાČકતા વગેરે સાંભળી છગનભાઈના મનામંદિરમાં ‘ તીર્થંકરને ચરણે ’ ની ભાવના ફ્રી જાગૃત થઇ.
,
સભા પૂરી થઈ. લેાકેાની મેદની એછી થઈ. ગુરુવંદા કરી પ્રભાવના લઈ લેાકેા જવા લાગ્યા. ઉપાશ્રય લગભગ ખાલી થઈ ગયા. ગેાચરીના વખત થયે સાધુએ ગેાચરી માટે બેઠા. ગુરુવય નીચે આવ્યા ત્યાં તે એક કિશોર બાળક એક જગ્યાએ વિચારગ્રસ્ત બેઠા છે.
એકવડી કાયા, સૌમ્ય મુખારવિંદ, ચમકતી આંખે, વિશાળ લલાટ જોતાં જ ગુરુવને આશ્ચય થયું.
''
“ કેમ ભાઈ ! શું વિચારમાં છે ? પ્રભાવના નથી
Page #44
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
લેવી? કેમ ઊંઘ આવી ગઈ કે શું? ઘેર નથી જવું? શું જોઈએ છે તમારે?”
પ્રશ્નપરંપરા સાંભળી છગનભાઈ તે હેબતાઈ ગયા. શું જવાબ આપવો તે સૂઝયું નહિ. ઘણુ વિચાર આવ્યા ને સરી ગયા પણ બોલી ન શકાયું.
મહારાજશ્રીને વિશેષ લાગણી થઈ આવી. “ભાઈ! તારે ધન જોઈએ છે? તું કેમ બોલતે નથી?”
“જી હા! મારે ધન જોઈએ છે?” વાકયે સરી પડ્યાં.
અરે ભાઈ! ઉપાશ્રયમાં તે વળી ધન હોય? હા ! તું કાલે આવજે તે કઈ શ્રાવક પાસેથી તને કાંઈક અપાવીશું, સમજોને?” ગુરુમહારાજે સમાધાન કર્યું.
ગુરુવર્ય ! મારે તે સાચું ધન જોઈએ જે કદી નાશ ન પામે–જે ક્ષણિક ન હોય, તે મને આપશે.” હૃદય ઊર્મિના ભાવે પ્રદર્શિત થઈ ગયા.
ગુરુદેવ તે આ બાળકના વચન સાંભળી મુગ્ધ થઈ ગયા. બાળકને ધન્યવાદ આપ્યા. હમેશાં વ્યાખ્યાનમાં આવવા પ્રેરણા કરી. અભ્યાસ કરવા આવવા જણાવ્યું. તથા આશીર્વાદ આપ્યાઃ
“વત્સ યથા સમયે તારી મનોકામના પૂરી થશે.” બાળકનું મુખકમળ ખીલી ઉઠયું. તીર્થકરને ચરણે” યાદ કરતા છગનભાઈ ઘર તરફ
Page #45
--------------------------------------------------------------------------
________________
સાચું ધન ચાલ્યા. ગુરુદેવની પ્રતિભા-મૂતિ હૃદયમાં જડાઈ ગઈ.
ગુરુમહારાજ પણ બાળકને જોઈ જ રહ્યા. તેના બુદ્ધિકૌશલ્ય પર આશ્ચર્ય થયું. બાળકના ચહેરાની તેજસ્વિતા, લલાટ પરની કાંતિ, ભવિષ્યના ઉજજવળ જીવનની રેખાઓ વાંચી લીધી. તેમણે જોયું–આ બાળહૃદયમાં મહાન આત્મા બિરાજે છે. એ આત્મા જે ધર્મપ્રભાવથી પૂર્ણ વિકસિત થાય તે તે સમાજનું કલ્યાણ સાધશે. ધમને ઉઘાત થશે, શાસનની પ્રભાવના થશે. ગુરુવર્ય બાળકને આનંદઉમિથી જતે જોઈ રહ્યા.
એ બાળક આપણા ચરિત્રનાયક પંજાબકેસરી સમાજ કલ્યાણ સાધક, શાસનપ્રભાવક, આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી.
Page #46
--------------------------------------------------------------------------
________________
ગૂજરાતનું નૂર
[3]
વિશ્વમૈત્રીના સદેશ આપતી વિશ્વામિત્રી સરિ
તાના સુરમ્ય તીરે ગુજરદેશની અભિવૃદ્ધિ કરનાર ‹ વટાદર ’વડાદરા વસેલુ છે.
આ પૂણ્યભૂમિ મનાય છે. જ્ઞાનની ગંગા અહી થી ગુજરાતભરમાં પ્રસરી છે. એ નગર પ્રતાપી મહારાજા સ્વ. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજના દીર્ઘ રાજ્યકાળમાં સમૃદ્ધ, સુંદર અને હુન્નર-ઉદ્યોગમાં વિકાસ પામતું તેમજ સમાજ, ધમ અને રાષ્ટ્ર્ધ્વજીવનને પ્રાણપાષક સુધારાથી સપન્ન થયું છે. આજે પણ તે ગુજરાતમાં સુપ્રસિદ્ધ જ ગણાય છે.
આ પવિત્ર ભૂમિને મહાકવિ પ્રેમાન ંદે વીરક્ષેત્ર કહ્યું છે. આ વીરક્ષેત્રમાં અનેક વીરા રાજ્યનીતિજ્ઞા, ધમપુર ધરા, મહાપડિતા અને રાષ્ટ્રસેવકા તથા વ્યાયામ વિશારદા પાકયા છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક
પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.
શાંતમૂતિ* શ્રી હુ સવિજયજી મ.
પાટણ સં', ૧૯૮૪
Page #48
--------------------------------------------------------------------------
________________
પુનાથી અંતરીક્ષ
૧૯૮૭
:: વિહાર
Page #49
--------------------------------------------------------------------------
________________
Pજરાતનું નૂર
અહીંને જૈન સમાજ પણ સમૃદ્ધ અને ધર્મશીલ ગણાય છે. એ જૈનસમાજમાં ત્રણ ધમ–રને ગૂજરાતના નર સમા જાગ્યા અને ભારતના જૈન સમાજને ચેતનવંત બનાવ્યા.
એક તે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ જેમણે પાટણના જ્ઞાનભંડારેને પુનરોદ્ધાર કર્યો. પાટણમાં ધર્મસંસ્કાર જવલંત રાખ્યો અને આજીવન જ્ઞાનની પાછળ પિતાને સર્વ સમય આપી જૈન સાહિત્યને મહામૂલે ખજાનો બચાવ્યા.
બીજા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ જેમણે બંગાળ, કચ્છ, મારવાડ અને ગૂજરાતના ગામેગામ, શહેરેશહેર વિહાર કરી જનતાને, જૈન ધર્મને સંદેશ સંભળાવ્યું તેમજ સમાજ અને ધર્મની ઉન્નતિના કાર્યોમાં સહકાર આપ્યો અને પિતાનું જીવન ઉજવળ કરી ગયા. ત્રીજા આપણું ચરિત્ર નાયક શ્રી વિજયવલ્લભસૂરિજી.
ગૂજરાતનું નૂર–
શરદ તુના સુંદર દિવસો હતા.
ઉત્સવના દિવસે ચાલતા હતા. ઘેરે ઘેર આનંદમંગળ છવાઈ રહ્યો હતો. નૂતન વર્ષાભિનંદનને ઉલ્લાસ જનતાના મુખારવિંદ પર તરી આવતું હતું. રાજા કે રંક, ગરીબ કે અમીર બધાં દીવાળીના દિવસની મોજ માણતા હતા. શરદ ઋતુને મધુર મધુર પવન જગત પર પોતાની સુવાસ
Page #50
--------------------------------------------------------------------------
________________
યુમવીર આચાચ ફેલાવી રહ્યું હતું. લીલાંછમ ખેતરે ને વાડીઓમાં કુદરત નાચી રહી હતી. -
એ મંગળમય સમયે સં. ૧૯૨૭ ના કાર્તિક સુદી બીજ (ભાઈબીજ ) ના દિવસે માતા ઈચ્છાબાઇની કુક્ષિએ એક તેજસ્વી બાળકને જન્મ થયે. પિતા દીપચંદભાઈ બાળકનું મુખારવિંદ જોઈ હર્ષિત થયા.
માતા તે આ બાળકની શાંતિ, ચપળતા, મિત કરતું વદન અને તેજસ્વિતા જોઈને પુલકિત થવા લાગી. આ બાળકનું નામ છગનલાલ રાખવામાં આવ્યું.
છગનલાલ તે બીજના ચંદ્રની જેમ વધવા લાગ્યા. માતાપિતા બાળક છગનની ગંભીર વાણી, મેહક ચાલ, સહનશીલ સ્વભાવ અને આજ્ઞાંકિતપણું જોઈને મહાન આત્મા પિતાને ત્યાં ભૂલે પડ્યો હોય તેમ માનવા લાગ્યાં. છગનભાઈ જન્મથી જ માતાના ધર્મસંસ્કારમાં ઉછર્યા હતા. હમેશાં પૂજા કરવી. પાઠશાળાએ જઈ ધર્મશિક્ષણ મેળવવું. ગુરુજી આવ્યા સાંભળે કે દેડે ઉપાશ્રયે અને તેમની સેવાભક્તિમાં લીન થઈ જાય. વ્યાખ્યાને સાંભળે ને ગુરૂભક્તિમાં મચ્ય રહે.
છગનભાઈને ત્રણ ભાઈઓ હતા. સૌથી મોટાભાઈ હીરાચંદ, બીજા ખીમચંદ, પિતે ત્રીજા અને સૌથી નાના મગનલાલ. ત્રણ બહેન હતી, મહાલક્ષ્મી, જમના અને
રૂક્ષ્મણી.
છગનભાઈને અભ્યાસ આગળ વધ્યો. બુદ્ધિ એવી
Page #51
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું નૂર તે તેજ કે એક વખત વાંચે તે યાદ રહી જાય. નંબર હંમેશાં ઊંચે જ રાખે. ગણિતમાં તે ભારે તેજ, પૂરેપૂરા ગુણ મેળવે ત્યારે જંપે. અક્ષરે તે જાણે મેતીના દાણા. માનસિક વિકાસ ઠીક ઠીક સધાય ત્યાં કુદરત વિફરી. પિતાનું શિરછત્ર ઝુંટવાઈ ગયું. માતાની જવાબદારી વધી પડી. એટલું દુઃખ ઓછું હશે તેમ થોડા જ વર્ષોમાં માતાની શીળી છાંયડી પણ સરી પડી.
Page #52
--------------------------------------------------------------------------
________________
ભવના ભેરુ
[૪]
દિવસેા
વર્ષાના હતા. રાત્રિભરના વરસાદથી હવામાં ઠંડી તાજગી હતી. સુખદ પવન લહેરાતા હતા. બગીચાનાં ઝાડપાન પલ્લવિત જણાતાં હતાં. ફૂલાને મધમઘાટ દૂરદૂરથી આકષરતા હતા. ભૂમિની સુવાસ પથરાચેલી હતી.
મિત્રા આવી પહોંચ્યા. ઘણા દિવસે આજે એકાંત મળી હતી.
“ વાડીભાઈ ! તમે તા માહિપ જરમાંથી નહિ છૂટી શકા, કેમ !” મગનભાઈ એ પ્રશ્ન કર્યાં.
“ તમે ધારો છે. તેવા હુ. પૂરાયેલા નથી. જો કે જવાખદારીમાંથી છૂટવાની મુશ્કેલી છૂટવાની મુશ્કેલી તેા છે જ, પણ
‘સૂબા ’ તમે શું નક્કી કર્યું ?
“ વાડીભાઈ! દાસ્ત ! હુ' તે ઘણાએ ઉત્સુક છું પણ
Page #53
--------------------------------------------------------------------------
________________
ભવના ભેરુ
વૃદ્ધ માતાના વિચાર આવે છે, ને દિલ તૂટી જાય છે. પણ તમે મક્કમ હા તે! હું પણ દિલ મજબૂત બનાવીને નીકળી આવું!” હરિલાલે સ્પષ્ટતા કરી.
૧૭
“ છગનભાઈ ! તમે શું વિચાર કર્યાં ?” સાંકળચંદે નાના છગનને પૂછ્યું.
“ ભાઈ ! તમે બધા મારાથી મોટા છે. જ્યારથી મુનિમહારાજશ્રી ચંદ્રવિજયજીનું ચામાસુ અમારા પીપળાશેરીના ઉપાશ્રયમાં થયુ' છે; અને તેમના પરિચયમાં હું આવ્યા : ત્યારના મને તે। ઠીક ઠીક વૈરાગ્યભાવ જાગ્યા છે. પણ માટાભાઇની બીક પણ જેવીતેવી નથી. ”
CC
પણ મગનભાઇ, તમે તેા અંગ્રેજી અભ્યાસ કર છે. તમે તે નહિ જ છૂટી શકે! !” વાડીભાઈ એ ટકાર કરી. શુ અંગ્રેજી અભ્યાસ કરે તે નાસ્તિક હાતા હશે ! મારે તે ઉચ્ચ જીવનની ભાવના છે. આ જ જાળથી છૂટવા હું તલસી રહ્યો છું. ”
C:
“ ભાઇ! મારી વાત કેઈ સાંભળશે। ? ” હરિલાલ સૂબા ’એ ઉકેલ માટે વિચાર રજૂ કર્યાં.
'
જરૂર ! જરૂર ! તમે કોઈ રસ્તા બતાવા તે તે ખેડા પાર !
""
(6
(C
વાત એમ છે, આપણા બધાના હૃદયમાં વૈરાગ્યની ભાવના તા જાગી છે. મહારાજશ્રીના ઉપદેશની અસર તા અજબ છે; પણ વૈરાગ્ય અને ખ'ધન વચ્ચે આપણે બધા મુઝાયા છીએ, એમાંથી માગ નીકળે એવા છે, ”
Page #54
--------------------------------------------------------------------------
________________
યુમવીર આચાર્ય તો તે તમે જ બતાવે –કે માગ ? ”
આપણે એક દિવસ નક્કી કરીએ. તે દિવસે પાંચે મિત્રે સંસારનાં બધાં બંધન તેડીફાડીને નીકળી જઈએ. એક જ જગ્યાએ મળીએ અને પછી તો પાંચેની જેવી જગત જઈ રહેશે !”
વાહ ! સૂબા ! વાહ ! તારી બુદ્ધિ તો કઈ અજબ છે. અમે બધા કબૂલ, પણ જે જે હે કોઈ ફસકી ન જતા, નહિ તે આદર્યા અધૂરાં રહેશે.” સાંકલચંદ મૂળચંદ ખંભાતીએ બધાને ચેતવ્યા.
પાંચે મિત્રો વૈરાગ્યના રંગે રંગાઈને છૂટા પડ્યા. મુક્તિના દિવસની રાહ જોવા લાગ્યા. આપણે છગનભાઈ તો પહેલેથી ઉત્સુક હતા. પૂર્વજન્મના સુકૃત, માતાને
તીર્થકરને ચરણે ને સંદેશ અને મહારાજશ્રીની અમૃત વાણી વગેરેથી પ્રભાવિત થઈને સંસાર તરફ ઉદાસીન હતા જ. મિત્રોના સંકલ્પથી તેમને આનંદ થયો. રાત્રિ-દિવસ એજ ધૂન, એજ સ્વપ્ન. જેમ જેમ દિવસ નજદીક આવત ગયો તેમ તેમ છગનભાઈનું મન પ્રફુલ્લ રહેવા લાગ્યું.
પણ વિધિનું નિર્માણ તે જુદું જ હતું. જનાના ઘડવૈયા હરિલાલ સૂબા જ પહેલા ફસયા. વૈરાગ્યભાવ ઓસરી ગયો; એટલું જ નહિ પણ પોતાના સાથીદારોના વાલીઓને પણ બીજાની દ્વારા સમાચાર પહોંચાડી દીધા. બસ થઈ રહ્યું–જના નિષ્ફળ ગઈ. બધાના વૈરાગ્યભાવ ઠંડા પડી ગયા. છગનભાઈની પરિસ્થિતિનું તો પૂછવું જ
Page #55
--------------------------------------------------------------------------
________________
સવના ભેરુ
શું ? તેમનું સાનેરી સ્વપ્ન વિલીન થઈ ગયું. આશાના મહેલ કકડભૂસ કરતા ધસી પડયો.
X
૧૯
X
×
૧૯૪૨ ની સાલ ચાલતી હતી. આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ વડાદરામાં પધાર્યા અને સૂતેલી વૈરાગ્યભાવના ફરી જાગૃત થઇ અને છગનભાઈને કયુ સાચું ધન જોઈતું હતું તે આપણે જોઈ ગયા.
આચાર્ય શ્રીના પરિચય અને અભ્યાસથી ભાવના વિશેષ દૃઢ થઇ પણ મોટાભાઇ ખીમચંદુભાઈની ધાક એવી હતી કે કશું ખેલી શકાતું નહિ. આચાર્યશ્રી તા વિહાર કરી ગયા. છાણી સુધી સાથે ગયા. પાછા આવવાની મરજી નહાતી પણ ભાઈની સાથે ચૂપચાપ આવવું પડયું.
મહારાજશ્રી તેા ગયા પણ તેમના શિષ્ય શ્રી હર્ષોંવિજયજી મહારાજ વડેાદરામાં રહ્યા હતા. તેમની પાસે વારવાર જતા અને પેાતાની ભાવનાને પોષતા હતા.
પાંચ ભેરુએ સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાના મનારથા ઘડવા. એક સાથે નીકળી જવા નિય કર્યો. પાંચે ભેરુઆમાં આપણા ચરિત્રનાયક તે મક્કમ હતા. જ્યારે ચાર તા ફસકી પડચા. ચાર ગતિમાંથી છૂટી દીપક રૂપે જગતને પ્રકાશ આપવાની ષ્ટિ તે એક ઝીણી જ્યોતને મળી, અને એ જ્યાત જ્વલંત નીવડી. અજ્ઞાનરૂપી અંધકારમાં રડવડતાં હજારાને એ દીપકે પ્રકાશ પાથર્યાં. ચાર દીવી ટમટમ થઈ સસારમાં જ વિલિન થઈ ગઇ. પાંચમા તેજોમય ચ જગતનાં અધારા ઉલેચ્યાં અને ખપી જવાને પ્રકાશિત કર્યા.
Page #56
--------------------------------------------------------------------------
________________
2
મધુરાં સ્વપ્ન [4]
આજ છગનભાઈના આનંદના પાર નહેાતે. ગુરુ મહારાજ સાથે જવાની મેટાભાઈની રજા મળી ચૂકી હતી. શાળામાં રજા હતી. મેાટાભાઈ ને પણ ઘેાડા થાડા વિશ્વાસ બેઠા હતા.
ઘણા ઘણા દિવસે આજે ગુરુદેવ મળ્યા હતા. હવે અહીં મેટાભાઈની બીક નહેાતી, ઘરની ચિંતા નહાતા. જલદી જલદી પાછા જવાની ફિકર નહાતી. સ્વાધીનતાને આજે પ્રથમ દિવસ હતા. મહારાજશ્રી સાથે પેટ ભરીને વાતે કરી—પેાતાને વૈરાગ્યના નિ ય જણાવ્ચે. દીક્ષા માટે પ્રાથના પણ કરી અને અહીંથી ઘેર પાછા ન જવાની મક્કમતા પણ જણાવી. થવાનું હશે તે થશે તેમ મનને દ્રઢ કર્યું.
ગુરુમહારાજે તેમની ભાવનાને પાષી. સમય આવ્યે દીક્ષા માટે ચેાગ્ય થશે તેમ આશ્વાસન આપ્યું.
છગનભાઈ એ તે અમદાવાદ સુધી મહારાજશ્રીની સાથે જ વિહાર કર્યો પણ અમદાવાદ પહેાંચીને જોયુ’ તે
Page #57
--------------------------------------------------------------------------
________________
મધુરાં સ્વપ્ન
૨૧
ત્યાં ખીમચંદભાઈ હાજર જ હતા. ભાઈને જોઈ ને આભા જ અની ગયા. શું બેલવું તે સૂઝે જ નહિ. ચાર પાંચ ધેલ ખાઈ લીધી. ભાઈ સાથે જવું પડયું. સારા કામમાં સે। વિજ્ઞ વાળા હિસાબ થયા. ગુરુમહારાજને છેડીને મોટાભાઈની સાથે જવુ પડયું. આત્મા તે ગુરુદેવ પાસે હતા, ખેાળિયુ ભાઇ સાથે જતું હતું.
આત્મા ઝંખતા હતા આઝાદી, મન ઊડતું હતુ ગુરુની પાસે, કાયા પિંજરમાં પડી હતી. ભાઈની પણ દેખરેખ હવે વિશેષ રહેતી. બહાર જવાનું અંધ થયું હતું. શાળા ને દુકાન સિવાય બીજે જવાની મનાઈ હતી.
મન મૂંઝવા લાગ્યું. છૂટવા માટે યુક્તિ—પ્રયુક્તિઓ શેાધાવા લાગી, આમ ને આમ કયાં સુધી ચાલશે તેમ વિચાર આવ્યે .
(4
હવે શું થાય? આમ ને આમ તે કેમ રહેવાય ? શું ગુરુમહારાજની મારા પર કૃપાદ્રષ્ટિ નહિ હાય ! અરે, હું તે સૂતાં, બેસતાં, ખાતાં, પીતાં ગુરુમહારાજ ને તેમના પવિત્ર ઉપદેશને અને તેમની સૌમ્ય મુખાકૃતિને યાદ કર્યાં જ કરું છું. કર્મના ફળ પણ કેવા છે ?
''
“ મોટાભાઇને પણ તેમાં દોષ શુ ? તેમણે નાનપણથી મને મેટા કર્યાં, ભણાવ્યા, ગણાવ્યા, અને આજે હું તૈયાર થયા એટલે ચાલી નીકળું તે તેમને કેટલું દુઃખ થાય? પેાતાના માંધવને કોઈ સાધુ થવા વે ખરા ? પણ મારા આત્મા તે હવે અકળાય છે. મારાથી તે હવે નથી
Page #58
--------------------------------------------------------------------------
________________
२२
યુગવી આચા
રહેવાતું. હું તેા જઈશ. માતાની અંતિમ આજ્ઞાને કેમ ભુલાય ? ”
અને એક દિવસ પિ'જરમાંથી પાંખી નાસી છૂટે તેમ હિંમત કરી નાસી છૂટયા. નિશાળમાં રજા હતી. ઘેરથી દુકાને જવાનું બહાનું આપી ચાલી નીકળ્યા.
બજારમાં તે મેાટાભાઈ સિહુ સમા બેઠા હતા~~ બકરીને ત્યાં થઈને જવાની હિં་મત જ શાની ચાલે ? છગનભાઇએ જંગલના રસ્તા લીધે.
આજે અષ્ટમીનું એકાસણું હતું. તાપ કહે મારું કામ, પગમાં જોડા પણ હતા નહિ. ભયંકર લૂ વાતી હતી. પરસેવે રેબઝેબ, પગર્મા ફ્રફલા ઊડવા લાગ્યા, પાણી વિના ગળું સુકાવા લાગ્યું પણ છગનભાઈની ધૂન આર જ હતી. આજ તે આ પિંજરમાંથી છૂટવાના આનદ માતા નહેાતે. ગમે તે રિસહ સહન કરવાની તૈયારી હતી, આ કસોટી કપરી હતી પણ વૈરાગ્યના પ્રેમ પાસે શારીરિક કષ્ટોની શું વિસાત ?
સ્ટેશન પર પહોંચી અમદાવાદની ટિકિટ લીધી. રેલગાડી ચાલી ત્યાં સુધી તે મન શકિત રહ્યું. કચારે ગાડી ચાલે અને ચારે અમદાવાદ પહોંચુ? રખે મેાટાભાઇને ખબર પડી જશે, તે દેડી આવશે અને આ ડબામાંથી ખૂરી રીતે ઉતારી મૂકશે અને પાછા લખાનામાં પૂરી દેશે. ત્યાં સીટી વાગી અને ગાડી ઉપડી. એક લાંમે શ્વાસ લીધે અને ઘેાડી નિશ્ચિતતા અનુભવી.
સાંજે અમદાવાદ પહેાંચ્યા. તરસે જીવ તડફડતા
Page #59
--------------------------------------------------------------------------
________________
२३
મધુરાં સ્વપ્ન
હતા. સીધા પહોંચ્યા શેડ ભૂરાભાઈ ને ઘેર. અહી' પ્રાસુક પાણીની હમેશાં જોગવાઇ રહેતી. પાણી પીને તરસ છીપાવી. મન પણ શાંત થયું. અહી ઘેાડી વાતચીત કરી મહારાજશ્રીની પાસે ગયા.
શ્રી. આત્મારામજી મહારાજ શિષ્યમંડલી સહિત ખેડા હતા. ત્યાં છગનભાઈ એ જઈ વંદણા કરી.
“ લે ! ભાઈ ! તારા છગન તે આવી પહેાંચે. શું એના વૈરાગ્ય ? પૂરા રગાઇ ગયા છે. ભાઈ! મારી તે ભવિષ્યવાણી છે કે આ કુમારદ્વારા ધમ અને સમાજની ભારે પ્રભાવના થશે.
""
રાત્રિ જામતી હતી. શાન્તિ પથરાયેલી હતી. ઉપશ્રયમાં બધા આરામથી નિદ્રાને ખેાળે પડચા હતા, પણ છગનભાઇને શાન્તિ નહાતી, નહાતા આરામ, ઊંઘ પણ આવતી નહોતી. ઘડી દીક્ષાના, ઘડી ભવિષ્યના, ઘડી મેટાભાઇની બીકના તેા ઘડી વૈરાગ્યના વિચારો મનમાં આવતા અને કિશેર મન મૂઝાઈ ઊતું. અનિદ્રિત અવસ્થામાં એકાએક એક સ્વપ્ન ઊતરી આવ્યું.
જાણે ગુરુમહારાજ પ્રસન્ન થયા છે, સામે હાથ જોડીને મેટાભાઈ ઊભા છે, તેમણે દીક્ષા માટે પેાતાની સ`મતિ આપી દીધી. પેાતે નાચી ઊડ્યા. પછી તેા દીક્ષાના મહે।ત્સવ થયા. આનંદ આનંદ છવાઇ રહ્યા. દીક્ષાનેા માટા વરઘેાડા નીકળ્યેા. ગુરુદેવે દીક્ષા આપી—મહાન આશીર્વાદ આપ્યા ને પછી તે પાંચ નદીએથી સભર એવા પ'જામદેશ આવ્યે —મોટા મોટા વિહાર કર્યા—ધકા અને ધર્મજાગૃતિ
Page #60
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
કરી—ગુરુદેવ તેા પેાતાના અંતરના આશીર્વાદ આપી અર્ધું રું કાર્ય પૂરું કરવા આદેશ આપી સ્વગે સીધાવ્યા. પેાતાની આંખા અશ્રુભીની થઈ ગઈ ને આંખા ઉઘડી ગઈ.
૨૪
અરે, આ શું સ્વપ્ન કે સાચું ? અહા, આ સ્વપ્ન સાચુ પડે તેા, તે તેા મારા બેડા પાર થઈ જાય. તે તરત ઊઠવા ને પહેાંચ્યા ગુરુદેવની પાસે. ગુરુદેવે તરત કહ્યુઃ
“ કાણુ ? ”
“ જી હું છગન.
“ છગન ? કેમ બહુ વહેલા ? ”
66
સાહેબ, ઊંઘ ઊડી ગઇ. ’
27
“ તને તે। દીક્ષાનાં જ સ્વપ્ન આવે છે ને ?”
46
જી હા! ખરેખર, ગુરુદેવ ! મને દીક્ષાનું જ સ્વમ
""
આવે છે.
“ તેા એ સ્વ× હવે સાચું પડશે !”
::
પણ કચારે! હવે તે બહુ મુઝાઉ
૮ રંગન તું જાણે છે ને ! તારા સ્વભાવ ઉગ્ર છે. તેની રજા સિવાય મારાથી અપાય ? પણ તું નિશ્ચિંત રહે. ”
છું.
,,
મોટાભાઈ ના દીક્ષા કેમ
<<
પણ સાહેમ ! મને હવે ન તરસાવે ! આપને ચરણે મને બેસવા ઘા. હું આપના જીગનભર ઋણી રહીશ. માના, મારા પ્રભુ, માને !’”
ગુરુના ચરણમાં મસ્તક મૂકી દીધું. બે અશ્રુબિંદુથી
Page #61
--------------------------------------------------------------------------
________________
મધુરાં સ્વપ્ન
ગુરુના ચરણ પખાળ્યા.
“ વત્સ ! તું મડભાગી છે! હું જરૂર તને દીક્ષા આપીશ, અધિષ્ઠાયક તારી મનાવાંચ્છના પરિપૂર્ણ કરશે. પણ થોડી કસોટીએ આવશે તેમાંથી પાર ઉતરજે—ડગીશ નહિ. ’
૨૫
'
“ ગુરુદેવ ! ગમે તેવી કપરી કસેાટીએ આવે, હું સહન કરીશ. આપની અમીદ્રષ્ટિ સદાય રાખશે. ”
ગુરુદેવના આશીર્વાદથી આનંદ માનતા છગનભાઈ પૂજા સેવા કરી જમીને આવ્યા, ત્યાં તે જુએ તે સામે જ મોટાભાઈ ઊભા છે. ખસ રામ રમી ગયા. શું ઉલ્કાપાત થશે તેની કલ્પનાથી અંગે અંગ ધ્રુજી ઊઠયું, કે મકમાં આવી ગયાં.
પણ મેાટાભાઈ હતા પાકા વાણિયા. તેમણે જોયું કે અમદાવાદ જેવા શહેરમાં હું ધમાલ કરીશ ને છગન કાઈ જગ્યાએ ચાલ્યા જશે તે! મારે જ ઉપાધિ થઈ પડશે, સમય જોઈ લીધે અને આચાય શ્રીજીની પાસે આવી કરુણ ભાવથી અરજ કરીઃ
'' મહારાજ, આપ જ્ઞાની છે ! હું મૂર્ખ આપને વધારે શું કહું ? છગન નાસીને આપની પાસે આવ્યા છે. એની મરજી હશે તે હું ના નથી કહેતા. ઘણી ખુશીથી સયમ છે. પણ હાલ એની ઉંમર બહુ જ નાની છે. આપ એને દીક્ષા આપવામાં ઉતાવળ ન કરશેા. હાલ અને ભણાવા. પછી જ્યારે એ મેટા થાય અને આપને ચેાગ્ય લાગે ત્યારે મને ફરમાવજો. હું પોતે આવીને બહુ આન
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૬
સાધુએ પ્રસન્ન પરિવત ન જોઈ
દની સાથે અને દીક્ષા અપાવીશ. ’’ ખીમચંદભાઇની વાત સાંભળી બધા થયા. છગનભાઈ ને પણ ભાઈનું આવું આન ઢલાસ થયા, જાણે સ્વર્ગનું રાજ્ય મળી ગયું. આચાય શ્રીએ ખીમચંદભાઈ ને કહ્યું “ જેમ તમે કહે છે. તેમ જ થશે. તમે બેફિકર રહેા. પણ સાધુઓની સામે જૂઠ્ઠું ખેલતાં વિચાર કરજો. છગનને પણ કહ્યું: “ છગન ! તે તારા ભાઈની વાત તે સાંભળી લીધીને ! શાન્તિ અને ધૈર્યથી અભ્યાસ કરવા પડશે. દીક્ષા તે ત્યારે જ મળશે જ્યારે તમારા મેટાભાઈ મંજુરી આપશે. ”
યુગવીર આચાય
..
અભ્યાસ કરીશ, સંયમ સાધીશ. મારા મેટાભાઈ અને આપ મને ચેાગ્ય સમજો
હું આપના ચરણેામાં રહી
ત્યારે દીક્ષા આપજો. હું રાજી છું ” છગનભાઈ એ વિન
પ્રભાવથી જવાબ આપ્યા.
ખીમચંદભાઈ જતાં જતાં છગનની ચાંપતી તપાસ રાખવાની વ્યવસ્થા કરતા ગયા. ખીમચંદભાઈના મુનીમ ભગવાનદાનું સાસરું અમદાવાદમાં હતું. ભગવાનદાસના સાળાને તે કામ સોંપવામાં આવ્યું.
છગનભાઈના દિવસેા અભ્યાસમાં જ જતા અને રાત્રિએ મધુરાં સ્વસ ઉભરાતાં ! કયારે એ લાખેણી ક્ષણ આવે અને કયારે મને દીક્ષાના ઉપકરણ!—દીક્ષાના પ્રતિજ્ઞા મંત્ર— દીક્ષાના આદેશ—દીક્ષાના અંચળા અને દીક્ષાના મંગળ આશીર્વાદ મળે ? પણ એ સ્વમની સિદ્ધિ સુલભ નહેાતી. થોડીક કસોટીએ બાકી હતી. સમયને પરિપાક થયા નહોતા.
Page #63
--------------------------------------------------------------------------
________________
કપરી કÀાટી
[ ૬ ] એને,મદાવાદના નગરશેઠ શ્રીયુત પ્રેમાભાઇ આત્મ રામજી મહારાજના પરમ ભક્ત હતા. બહુ જ વૃદ્ધ હાવા છતાં વ્યાખ્યાનમાં હંમેશાં આવતા અને અપેારના સામયિક કરતા અને સામાયિકમાં મહારાજશ્રીની સાથે તત્ત્વચર્ચા પણ કરતા.
છગનને હંમેશાં અભ્યાસમાં લીન જોઈને એક દિવસ પોતાને ત્યાં લઈ આવવા શ્રી નાનચંદભાઇ ને કહ્યું.
પેાતાની સાથે બેસારી છગનભાઈ ને જમાડવા. ઇંગનભાઈ ને વિનય, સયમ અને શાન્તિ જોઈને પ્રેમાભાઈ શેડને તેમના તરફ આકર્ષીણ થયુ. જમી પરવારી દિવાનખાનામાં ખેડા.
WEL
,,
“ છગન ! તું વડેાદરાથી અહીં કેમ આવ્યા છે !
'
27
ગુરુમહારાજ પાસે અભ્યાસ કરવા ને દીક્ષા લેવા !
“ દીક્ષા લઈ ને શું કરીશ ?”
CC
આત્મકલ્યાણ !
,
Page #64
--------------------------------------------------------------------------
________________
२८
યુગવીર આચાર્ય “કેઈએ ભરમા લાગે છે?”
નહિ ! ” “તને ઘરમાં કોઈ દુઃખ છે!”
“જી ના ! દુઃખ શાનું ! મારે મોટાભાઈ છે. તેની દુકાન ચાલે છે. ત્રણ બહેને છે. અમે સુખી છીએ.” .
તે પછી નાસીને કેમ આવ્યો !”
મારા મોટાભાઈને સ્વભાવ બહુ તેજ છે. તે વારંવાર મને અટકાવે છે.”
પણ છગન ! ભાઈ એ તેને માટે શા માટે કર્યો? તારી કુટુંબ પ્રત્યેની ફરજ પણ છે કે ?”
તે વાત સાચી પણ મારો આત્મા વૈરાગ્ય માટે ઝંખી રહ્યા છે, તેનું શું?”
“ભાઈ રજા નહિ આપે તે શું કરીશ?”
આપશે જ! મને વિશ્વાસ છે. જ્યારે મારું મન જ દ્રઢ છે તે પછી વહેલી મેડી રજા તે મળશે જ.”
તારી આ ટેપી મને આપીશ? હું તને જરીની ટોપી આપું તે તું પહેરજે.”
મારી ટેપી આપને જોઈતી હોય તો તે આપની જ છે, પણ જરીની ટેપીની મારે જરૂર નથી.”
કેમ ! જરીની ટોપી પસંદ નથી?”
મારી ટોપી ઉતારી નાખવા ઇચ્છું છું ત્યાં આપની કીમતી ટોપીને ભાર ક્યાં ઉપાડું?”
Page #65
--------------------------------------------------------------------------
________________
કરી કસેટી
શેઠ હસી પડયા. આ બાળકની દ્રઢતા, ચપળતા અને નમ્રતા જોઈ પ્રેમાભાઈ ચકિત થઇ ગયા.
૨૩
“ બેટા ! તારું' કલ્યાણ થાઓ. તું શાસનને દીપાવીશ, કુળને ઉજ્જવળ કરીશ. ”
છગનભાઇની સુચાગ્યતા વિષે પ્રેમાભાઈ શેઠે મહારાજશ્રીને વિગતે વાત કરી. મહારાજશ્રીને પણ આનન્દ્વ થયા. પણ કુદરત તા હજી અનુકૂળ નહાતી. એક નહિ પણ એ ચાર કસોટીએ બાકી હતી.
આજ વમાં પાલીતાણાની યાત્રા વિષે ઢાકેાર સાથેના કેસનું સમાધાન થયું. એ નિમિત્તે વડેાદરાના શેઠ ગે!કળભાઈ દુર્લભદાસ, ભરૂચના શેઠ અનૂપચંદ મલુકચદે, સૂરતના શેઠ કલ્યાણભાઇ, ધુલિયાના શેઠ સખારામ દુલ^ભદાસ, તથા ખંભાતના શેઠ પેાપટભાઈ અમરચંદ આદિએ આવીને મહારાજશ્રીને વિનંતિ કરી કે આપશ્રી શિષ્યમાંડળ સહિત પાલીતાણા ચામાસુ કરવા પધારો.
“ તમારી વાત તો સારી છે, પણ પાલીતાણામાં સાધુઓને કેટકેટલી મુશ્કેલી છે તેનું શું ! આજે તા ૫૦૦ ઘર હાવા છતાં સાધુએ માટે પાંચ છ પણ નહિ હોય. આચાય શ્રીએ ખુલાસે કર્યાં.
77
(6
આપશ્રી પધારે તે અમે અમારું કામકાજ છેાડી પાલીતાણા આવીશું. અમારે પણ નિવૃત્તિ અને તીથયાત્રા
થશે.
""
અમદાવાદના શેઠ પ્રેમાભાઈ તથા શેઠ દલપતભાઈ એ
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૦
પણ વિનંતિ કરી અને જણાવ્યું.
ઃઃ
ગુરુવર્ય ! આપના પુણ્યપ્રભાવથી બધાં રૂડ. વાના શે, આપ સંઘની વિનંતિ સ્વીકારે. ”
સારું ! જેવી સ્પના, ”
CC
યુગવીર ચા
બધા ગૃહસ્થાને બહુ જ આનંદ થયો.
મહારાજશ્રીએ બધા સાધુઓને મેલાવ્યા અને સલાહ માગી. બધાએ પ્રસન્નતાપૂર્વક પાલીતાણામાં ચામાસું કરવાની અનુમતિ આપી.
“ તમારે। આશય તે બહુ જ સુંદર છે. ત્યાં જવાથી તીર્થ સેવા, શાસનસેવા અને આત્મસાધન થશે, પવિત્ર વાતાવરણમાં પ્રતિક્ષણ પવિત્ર અને આત્મજાગૃતિની ભાવનાએ જાગતી રહેશે. ગૃહસ્થા પણ આવશે. તેમને પણ નિવૃત્તિ તથા ધર્મધ્યાન થશે પણ આપણે યાદ રાખવું જોઈએ કે આપણે કેઈ ને ભરાંસે નથી જતા. ત્યાં કેઈ આવે કે ત આવે; જે પરિસ્થિતિ હશે તેમાં ગુારા કરવાને રહેશે. ગુજરાત જેટલી સાધનસામગ્રી ન પણ મળે. કોઈ વખત કષ્ટ પણ આવે તે તે માટે બધાની તૈયારી જોઈ એ. ’ મહારાજશ્રીએ બધાને ચેતવ્યા.
66
ગુરુદેવ ! કષ્ટાથી અમે મીતા નથી. પંજાબથી અહીં સુધી આવ્યા છીએ. રસ્તામાં કચાં અધે શ્રાવકાનાં ઘર હતાં ? કાઈ કેાઈ વખત જાટ—જમીનદારાને ત્યાંથી પણ ગેાચરી લાવવી પડી ને કાઈ કેઈ જગ્યાએ તે મુશ્કેલી પણ હતી. અમે બધા પિરસહેા માટે તૈયાર છીએ, આપ ચિંતા ન
Page #67
--------------------------------------------------------------------------
________________
કપરી કસેટી
૩૧
કરા. આપ જેવા પ્રતાપી આત્મા અમારી સાથે છે તે અમે નિશ્ચિત છીએ. ” શિષ્યાએ એક સ્વરે જણાવ્યું.
પાલીતાણા તરફ વિહાર કરવાનું નક્કી થઈ ગયું.
ઃઃ
X
વિહાર શરૂ થયેા. છગનના ધમપ્રેમી આત્માના ઉલ્લાસ અનન્ય હતા, ત્યાં ફરીથી અવનવીન બનાવના પડછાયા પથરાયા. એક ગાડીને ઘરઘરાટ કાને પડયો,
66
66
X
છગન ! ભાઈ, જરા જો તે આ
ગાડી આ તરફ કાની આવે છે?”
(C
સાહેબ ? જોઉં છું.
“ અરે ખીમચંદભાઈ તે નહાય ? ”
“ ખીમચંદભાઇ અહીં ગામડામાં કયાંથી ? કાં ડાદરા ને કાં માવળા?”
ઃઃ
ભલું પૂછવું! ખીમચદભાઈ તેા છગન માટે આકાશ પાતાળ એક કરે તેવા છે.
જુએ તે ! આ ગુસ્સાભર્યા અવાજ શેને આવે છે? ’
આ તા ખીમચંદભાઈ ના જ
અવાજ છે. જરૂર
એજ, આપની શકા ખરી પડી. ’’
ܕܪ
જઇએ છીએ.
X
""
ઘરઘર કરતી
સાથે બેત્રણ માણસો પણ છે. ”
:(
હું બહાર જઈ ને જોઉં, છે શું ધમાલ ? ”
“ સાહેમ ! આપ તે અહીં જ રહેા. અમે ત્રણ સાધુએ
""
Page #68
--------------------------------------------------------------------------
________________
૨
યુગવીર આચાર્ય છગનને લઈ જવો હોય તે ભલે લઈ જાય, પણ ખોટી ધાંધલ ન કરે, ને છગનને મારે નહિ. ખીમચંદભાઈને સ્વભાવ ઉષ્ય છે.”
“ખીમચંદભાઈ ! આટલે બધે ગુસ્સ કરવાનું ! કામ છે. શાંતિ રાખે, છગનને તમે ખુશીથી લઈ જાઓ પણ નાના બાળકને ધમકાવવાનું કે મારવાને,શે અર્થ છે?
સમજે નહિ તે શું કરે ! હું આપને થે જ કહું છું–મારો ભાઈ છે ને હું તેને લઈ જઈશ.”
ભલે સુખેથી લઈ જાઓ. પણ સમજાવીને કામ લે તો સારું.”
આચાર્યશ્રી વિહાર કરીને પાલીતાણું તરફ જત હતા. શ્રી હર્ષવિજયજી મહારાજ બીજે દિવસે અમદાવાદથી વિહાર કરી સરખેજ, મેરેયા થઈ બાવળા આવી પહોંચ્યા હતા. હજી તો ધર્મશાળામાં આવીને ગોચરી કરી બેઠ. હતા, ત્યાં તે ઘરઘર કરતી ગાડીને અવાજ આવ્યો. ધર્મશાળા પાસે આવેલી ગાડી કોની હતી તે જેવા છગનભાઈ જાય છે ત્યાં તે રાતાપીળા થયેલા ખીમચંદભાઈ ગાડીમાંથી તાડૂકતા તાડૂકતા ઊતર્યા. સાથે હતા તેના મુનિ ભગવાન, દાસ અને ત્રીજા તેમના બનેવી નાનાભાઈ.
ગાડીમાંથી ઊતરતાં છગનને જ સામે આવતે જોઈને ગુસ્સાને પારે ચડ્યો અને હાથ પકડી ઘસડીને ધમશાળાને એટલેથી નીચે લઈ ગયા. સાધુ મુનિરાજે આ ધમાલ સાંભળી દેડી આવ્યા પણ ખીમચંદભાઈનું દુર્વાસા સ્વરૂપ જોઈએ શું કરે? છતાં બે શબ્દો કહ્યા પણ ગામના
Page #69
--------------------------------------------------------------------------
________________
કપરી કસોટી મુનિમ ભગવાનદાસના સાળાના સાસરા હતા તેથી જૈન ભાઈઓ પણ ખીમચંદભાઈને પક્ષમાં થઈ ગયા અને છગનને જબરદસ્તી લઈ ચાલ્યા.
તે દિવસે બાવળામાં મુખીને ત્યાં રાત રહી બીજે દિવસે અમદાવાદ તરફ રવાના થયા. બપોરે એક વૃક્ષની નીચે ગાડું છેડી, નાસ્તો કરી, આરામ લેતા બધા બેઠા છે ત્યાં અમદાવાદથી વિહાર કરીને પાલીતાણા તરફ જતા, મુનિ મહારાજશ્રી વીરવિજયજી આદિ સાધુઓ જતા જોયા. સાધુઓને જોઈને છગનભાઈ તે દેડયા ને મહારાજશ્રી વીરવિજયજીના ચરણમાં પડી બેલ્યાઃ “મહારાજ! બચાવ! બચાવો! ગુરુ મહારાજ પાસેથી મારા ભાઈ મને લઈ જાય છે.”
અરે ભાઈ! આટલે ઉદાસ શું થાય છે! હિંમત રાખ, મોટાભાઈને પ્રસન્ન કરી, તેમની સંમતિ મેળવી આવજો. અમે પણ મેટી ઉંમરમાં દીક્ષા લીધી હતી ને !”
પણ મારા દીક્ષાના ભાવ છે, સાહેબ!”
“દીક્ષાના ભાવ હશે તે દીક્ષા થશે. ભાઈ પોતે જ સંમતિ આપશે. ધીરજ રાખે.”
આ વચનોથી જરા શાંતિ થઈ પણ ભાઈને મનાવવા એ તે ઘણું કપરું કામ હતું. શું થશે? તે વિચારમાં પ્રસ્ત હતા, ત્યાં મહારાજશ્રી દૂર પહોંચ્યા ને ભાઈએ ગાડીમાં બેસી જવા હાક મારી.
સાંજે અમદાવાદમાં રાત રહ્યા. અહીંથી ચૂપચાપ
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૪
યુગવીર આચાર્ય નાસી જવાની યુક્તિ રચી પણ મોટાભાઈની ચાકી મજબૂત હતી. જવું મુશ્કેલ હતું. જ્યારે જુઓ ત્યારે ખીમચંદભાઈને ખોંખારે સંભળાતે જ હોય.
વડેદરા પહોંચ્યા ને છગનભાઈનું જેલજીવન શરૂ થયું. સખતાઈ થવા લાગી. ડગલે ને પગલે છગનભાઈની ખબર લેવાતી. છગનભાઈ પણ સમજી ગયા. એ જેલ-જીવનમાંથી એકાએક છૂટવું મુશ્કેલ છે. ભાઈને રાજી કર્યા વિના ગુરુમહારાજ દીક્ષા તે આપવાના નથી અને મોટાભાઈ પણ એવા તે મક્કમ છે કે સીધેસીધી સંમતિ તે મળવી મુશ્કેલ છે. એવું કાંઈક કરવું જોઈએ જેથી કંટાળીને મેટાભાઈ પિતે જ રજા આપે.
હીરાચંદભાઈ! હું તે હવે થાક્યો.” “કેમ ભાઈ! કાંઈ બિમાર થયો છે કે શું? ” “ના ભાઈના! બિમારી તે શું આવે!”
ઘરમાં કાંઈ ઉપાધિ આવી છે કે વેપાર પાણી બરાબર નથી? છે શું? ”
“ભાઈ ! વેપાર તે ઠીક ચાલે છે. ઘરમાં પણ બધાં સારાં છે પણ આ છગને ઉપાડે લીધો છે.”
ત્યારે એમ કહેને કે છગનથી તે કંટાળે છે.”
પણ ભાઈ, કંટાળું નહિ તે શું કરું ! તમે જ કહેને. નથી કેઈની સાથે બેલત, કે ચાલતે-જાણે મૌનવ્રત ન લીધું હોય. હંમેશાં ગરમ પાણી પીવું, એકાસણા
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૫
કપરી કસોટી ઉપવાસ તે ચાલુ, એક કામળા ઉપર સૂઈ રહેવું ને સવારસાંજ પ્રતિકમણ-દર્શન-પૂજનને નિત્યક્રમ.”
વાહ ભાઈ વાહ! કઈ ધર્મદ્રષ્ટિએ ક્રિયાકાંડ કરે તે પણ તેને પસંદ નથી! ઉચ્ચ આત્મા હોય તે જ આવું જીવન ઘડે.”
પણ તમે સાંભળો તે ખરા. ભાઈએ પિતાની ચીજો એક પછી એક ગરીબ યાચકોને આપવા માંડી. તે પૂરી થઈ એટલે ઘરની ચીજો હાથ આવી તે લૂંટાવી અને ઓછામાં પૂરું દુકાન પર પણ એ જ આદત. કેઈ આવવું જોઈએ. ભાઈ તે જાણે મેટા દાનેશરી?”
“ખીમચંદ! તું છગનને નકામે બાંધી રાખે છે. હું તે બરાબર જોઈ રહ્યો છું કે તે નાનપણથી ઉદાસીન અને ત્યાગની ભાવનાવાળે છે. સાંસારિક કાર્યમાં તે કદી ઉત્સાહથી ભાગ નથી લેતો.”
પણ હીરાચંદભાઈ! સાધુ થવું કાંઈ રેતું નથી પડ્યું. એ કાંઈ બચ્ચાને ખેલ નથી.”
તારી વાત તે સાચી છે, પણ જ્યારથી શ્રી આત્મારામજી મહારાજ અહીં આવી ગયા છે, ત્યારથી તેને સાધુજીવન પ્રત્યે ઊંડે પ્રેમ જાગે છે. મહારાજશ્રી પણ કહેતા હતા કે “ આ કિશોરની લલાટરેખા ભવ્ય છે. તેનાથી શાસનની શોભા વધશે. તે ગૃહસ્થીના બંધનમાં ભાગ્યે જ રહે. ભાઈ એ મહાત્માના વચન મિથ્યા નહિ થાય.”
તમે પણ ત્યારે તેને પક્ષ લ્યો છે ને ભાઈ !
Page #72
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
મારે જીવ તે નહિ જ ચાલે. હું તેને નહિ જવા દઉં. કુટુંબ અને સગાંસંબંધી શું કહેશે !”
“તે તારી મરજીની વાત છે. પછી તું શું ઇરછે છે!” “હું માત્ર એટલું જ ચાહું છું કે તે ભાગી ન જાય.”
“હું તેને સમજાવી દઈશ. પણ મેં સાંભળ્યું છે કે તું તેની ધર્મકિયામાં બાધા નાખે છે. ગરમ પાણીમાં ગડબડ કરે છે. તે બિચારા ભૂખેતર પડયો રહે છે. એવું અનુચિત કામ તે તને ન શોભે. તેથી તે પાપબંધ થાય. ભવિષ્યમાં જે થવાનું હશે તેજ થશે. તેમાં તું કે હું કાંઈ કરી શકનાર નથી.”
છગનને આપની પાસે મોકલું છું. આપ તેને સમજાવી દેશે.”
શ્રી હીરાચંદ ઈશ્વરદાસ ઝવેરીને ત્યાં ખીમચંદભાઈની બેસઉઠ સારી હતી. બન્ને માસિયાઈ ભાઈ હતા. હીરાચંદભાઈની પ્રતિષ્ઠા સારી હતી. તે ધર્મનિષ્ઠ અને સાચા સલાહકાર હતા, ખીમચંદભાઈ વારંવાર તેમની સલાહથી કામ કરતા. વેપારધંધામાં પણ તેમની દોરવણી બહ કામ લાગતી. ખીમચંદભાઈની ઈજજત–આબરૂ તેમનાથી ઠીક ઠીક વધી હતી. આત્મારામજી મહારાજશ્રીના વ્યાખ્યાનમાં તેઓ ખૂબ રસ લેતા હતા. હમેશાં એક બે સામાયિક કરતા અને તેમાં ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરતા. વડોદરામાં હીરાચંદભાઈ નાનામોટા કામમાં આગળ પડતા હતા. આત્મારામજી મહારાજ પ્રત્યે તેમને અસાધારણ
Page #73
--------------------------------------------------------------------------
________________
-
---
કપરી કસોટી ભક્તિ હતી, ખીમચંદભાઈની ચિંતા તે સમજી ગયા. ભાઈને સાધુ થવા દે તે કુટુંબીજને તેને જીવ ખાઈ જાય અને ન જવા શે તે છગન ઉધમાત મચાવ્યા જ કરે. છગનને પણ એવી તે લગની લાગી હતી કે હવે તે ગયા સિવાય રહેવાને પણ નહિ. સમયને પરિપાક થવા દેવા તેમણે વિચારપૂર્વક છગનને પોતાના વિશ્વાસમાં લેવા નિર્ણય કર્યો. ખીમચંદભાઈને પણ કાંઈક રાહત મળે તેમ ચેાજના કરી.
છગન ! તું ધર્મ કરવા નીકળે છે કે લોકોના આત્માને દુઃખી કરવા ?”
મોટાભાઈ ! આપ તે મારે મન પૂજ્ય છે. તમે જ કહેને હું શું દુઃખી કરું છું ?”
“એ નહિ ચાલે, ઘરને ઉજાડવું ધાર્યું છે કે શું ? ભાઈ, તું તે સાધુ થઈશ પણ બીજા પણ બાવા બને તેમ ઈચ્છે છે? ખીમચંદ તે તારાથી હેરાન હેરાન થઈ ગયા છે.”
ખીમચંદભાઈની વાત બધી સાચી, મારી વાત પણ સાંભળશે કે !”
કહે? કહે? તારે શું કહેવું છે ! ”
શું કહું ! મોટાભાઈ! મારા ધર્મકાર્યમાં હમેશાં કોઈ ને કોઈ વિન ઊભું કરવામાં આવે છે. હું ભૂખ્યા-તર પડયે રહું છું, છતાં હું મોટાભાઈ વિષે કાંઈ જ કહેતા નથી.”
“ હા તે વિષે મેં ખીમચંદને કહ્યું છે. પણ તું હવે સમજ. આજથી એવું કશું ન કરીશ. તું અહીં આવત
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૮
યુગવીર આચાર્ય રહે. તારે માટે બને ઘર સરખાં છે. અહીં ફાવે તે અહીં જમવા આવતે જા. તને કોઈ નહિ રોકે.”
તે તે મારે બીજું જોઈએ શું, મોટાભાઈ !”
બસ! આજથી નિર્ણય કરી લે. અને સાંભળ, જમીને મારી પાસે આવતે જા. મને સારાં પુસ્તક વાંચી સંભળાવ. તારું પણ જ્ઞાન વધશે. અને જે મારું કહેવું માનીશ તો તારી ભાવના એક દિવસ ફળશે.”
કયારે ફળશે મોટાભાઈ! શું જરૂર ફળશે?”
જરૂર! જરૂર! ફળશેજ. પણ તારી કસેટી પૂરી થશે ત્યારે.”
સંસાર સમુદ્રમાં જહાજ ચાલ્યું જાય છે. જહાજને જવું છે ચેકસ સ્થળે. વચ્ચે તફાને આવે છે, મજા ઉછળે છે, ખડકે પાસે થઈ પસાર થવાનું હોય છે, જહાજ પણ એ બધાં તોફાનોને વટાવી જાય છે. દીવાદાંડી એ તે જહાજની એકમાત્ર માર્ગદર્શિકા છે. દીવાદાંડીના પ્રકાશે પ્રકાશે તે પિતાનો માર્ગ કાપે છે. અને છેવટે પિતાના દયેયને પહોંચે છે.
આપણા ચરિત્રનાયક પણ આવી જ રીતે કપરી કસોટીઓમાંથી પસાર થઈ રહ્યા છે. એક પછી એક વિદને, મુશકેલીઓ આવે છે. પિતાના એક માત્ર ધ્યેયને ન ભૂલતાં દીક્ષારૂપી દીવાદાંડીના પ્રકાશ પાછળ મક્કમ ચાલ્યા જાય છે. છેવટે એક દિવસ પિતાના મનોરથ સિદ્ધ થાય છે,
Page #75
--------------------------------------------------------------------------
________________
બંધુપ્રેમ
[ ૭ ]
ઃઃ
અહેન ! હું તે! લગનમાં નથી આવવાને.
“ ભાઈ ! નાથાભાઈના લગનમાં જવામાં શું વાંધે ! ”
66
ના, મહેન ! મને લગનમાં રસ નથી. મને મારે અભ્યાસ વડાલા ને મારી ધમક્રિયા વહાલી.
""
""
“ છગનભાઈ ! અમે બધાં જઈએ અને તું ન આવે તે કેમ અને ! મામાને કેવું ખાટુ લાગે !”
“ તમે ખુશીથી જજો. હું કાં ના કહું છું પણ મારી વાત ન કરશે. ’
(6
પણ મેાટાભાઈ તને મૂકીને જોજ નહિ. તારા વિના તે જવાય ! '”
“ મેટાંબહેન ! તમે તે જાણા છે ને? પ્રાચુક પાણી, રાત્રિèાજનના ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ એ અધું ત્યાં કાંઈ બને નહિ. ”
“ ભાઈ! કરવું હશે તેા ખય થશે. તું નહિ આવે તે મેાટાભાઈ ગુસ્સે
થશે.
""
Page #76
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
“રૂમિણી બહેન ! મેટાભાઈ ધારતા હશે કે હું લગ્ન જોઈશ એટલે મારા વિચારે બદલાઈ જશે, તે એ વાતમાં કાંઈ માલ નથી.”
એ ગમે તેમ હોય પણ તારે આવવું જ પડશે.” તે ભલે! હું ને મારું સંથારીઉં તૈયાર.”
છગનભાઈના મામા જયચંદભાઈને પુત્ર નાથાલાલભાઈનાં લગ્ન હતાં. છગનભાઈને તે પહેલેથી જ આવાં કામમાં રસ હતું જ નહિ, પણ મોટાભાઈના અતિ આગ્રહથી અને બહેનની સમજાવટથી જવું પડ્યું.
સાધકોને માટે મુશ્કેલીઓ આવ્યા જ કરે છે. એ કસોટીઓમાંથી પાર થવું એમાંજ સાધકોની ઉગ્રતા ગણાય છે. ખીમચંદભાઈ તો ધારતા હતા કે છગન વૈરાગ્યભાવ ભૂલી જશે, અને ઠેકાણે આવી જશે. પણ ચાર દિવસની ચાંદનીથી કાંઈ હૃદયના ઊંડાણમાં રહેલે વૈરાગ્યભાવ જાય છે ? ખીમચંદભાઈ ક્યાં જાણતા હતા કે પ્રસંગ તો એ આવશે કે કુદરત તેમને પિતાના વિચાર બદલવા ફરજ પાડશે.
જાન સાંજે મામાની પોળમાં આવીને ઉતરી. સ્ટેશન પાસે હોવાથી સવારે અહીંથી રેલ ગાડીમાં બેસવું અનુકૂળ પડે, તેથી જાનૈયા અહીં આવીને રહ્યા હતા.
છગનભાઈને જગ્યાની ખબર હતી. સૌથી પહેલાં આવીને પ્રતિક્રમણ કરી એક ખૂણામાં ખેસ પાથરી સૂઈ રહ્યા.
જાન આવતાં અને જાનૈયાઓને ઘરઘરથી બોલાવી લાવતાં બહુ વખત થઈ ગયે. રાત પડી ગઈ. . જ્યાં
Page #77
--------------------------------------------------------------------------
________________
બપ્રેમ
જગ્યા મળી ત્યાં સુવા લાગ્યા. ખીમચંદભાઈ તેા મામાની સાથે કામકાજની ધમાલમાં હતા. મેાડી રાત્રે સુવા જતા હતા ત્યાં છગન સાંભયેŕ. બધાં બિછાના જોઈ વળ્યા. બત્તી લઈને જાનૈયાઓના મેઢાં ઓળખ્યાં પણ છગનભાઈ ન મળ્યા. હવે શું થાય ! ખીમચંદભાઈ તા ગભરાઈ ગયા. બધાને ચિંતા થવા લાગી ફિક્ષ્મણીમહેન રાઈ પડચાં.
ઃઃ
લાગ જોઈને વળી પાછે નાસી તે નહિ ગા હાય ! ”
ર
છગન નાસી ન જાય ! ઘરથી મને કહીને આવ્યા છે કે હું મામાની પાળે જાઉ છું.
""
“ જાય તે નહિ. તે જૂહુ તે ખેલે નહિ. વળી ડીરાચંદભાઇને વચન આપ્યું છે, એટલે રજા વિના તે
ન જાય.”
૪૧
“ મેટાભાઈ! જુએ તો ખરા ! આટલામાં જ કચાંઈ સૂઈ રહ્યા હશે. ”
“ અરે, આ
“ જુએ તે શું છે ! ”
“ આહા ! આ તે છગનભાઈ ખેસ પાથરીને સુતા છે.”
મારે
ગાંસડી જેવુ... શું પડયું છે! ’’
“ કેવા આરામથી સૂતા છે, “ મોટાભાઈ, તમે તેનું સથારી
કેવા શાંતિથી ઊંઘે છે ”
» &
છગન ! ”
ભાઇ લે ! ” સંતાડી દીધું તૈય
Page #78
--------------------------------------------------------------------------
________________
R
યુગવીર આચાર્ય “કેમ શું છે?”
“બસ્તરે લઈને સૂઈએ ને. આમ ખૂણામાં સૂવાય કે? કોઈ શું કહેશે ?”
કેઈ કાંઈ ન કહે. મારે નિયમ હોય તે કંઈ તેડાય ! ”
ભાઈ! લે તારું સંથારિયું, શાંતિથી સૂઈ રહે. મેટાભાઈ છગનને તેને રસ્તે જવા દે. તેનું મન ન દુભાવ, તે ઘરમાં છે એટલું ઘણું છે.”
આજ ખીમચંદભાઈને ઊંઘ જ ન આવી. છગનની ભાવના, છગનની તપશ્ચર્યા, છગનની દ્રઢતા, છગનને ધર્મપ્રેમ, છગનની ગુરુભક્તિ, છગનની ઉદાસીનતા, છગનને વૈરાગ્યઃ બધુંય યાદ આવ્યું.
આંખોમાં અશ્રુ ઉભરાઈ આવ્યાં. બંધુપ્રેમનું ઝરણું વહેવા લાગ્યું. હૃદયમાં તોફાન જાગ્યું.
મારું કર્યું શા કામનું! હું ઘણોએ રેકું છું પણ તે કયાં સુધી! મારે ભાઈ શાસનને માટે જ જન્મે છે. કુટુંબના વાડામાં બંધાઈ રહેવા માટે નહિ. હું શા માટે અંતરાય કરું? એ વિવાહિત તે છે નહિ કે મારે પાછબનાની ચિંતા કરવી પડે. અને વિવાહિત હોત તે પણ હું શું કરી શકત! શ્રી કાંતિવિજ્યજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ તે વિવાહિત હતા. તેઓ પત્ની અને ઘરનાં માણસને છોડીને કેવા ચાલી નીકળ્યા? કઈ શું કરી શકયું !
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૩
બંધુપ્રેમ
તેના ભાગ્યમાં જ સાધુપણું લખેલું છે તે મારા લાખ લાખ ઉપાયે નકામાં છે. અને જે તેનું નિમિત્ત નહીં જ હોય તે તેના બધા પ્રયત્ન નકામા થવાના છે.
અરે, તેના જ સાથીઓ હરિલાલ સૂબા, મગનલાલ માસ્તર, વાડીલાલ ગાંધી અને સાંકળચંદ ખંભાતી તેનાથી ઉંમરમાં મોટા હતા છતાં તે ફસકી ગયા તે આનું શું ગજું? બે દિવસ ધકકા ખાઈને ઠેકાણે આવી જશે. છતાં જેવો તેને ભાગ્યોદય. મને તે ભાઈ તરીકે મેહ છે પણ તેને દુઃખી કરવાને શું અર્થ છે? બસ હવે હું તેને મારા તરફથી કશી કનડગત નહિ કરું. ભાવભાવ હશે તેમ થશે.”
કે કુદરતને સંગ! એકજ પ્રસંગથી ભાઈભાઈ નજદિક આવ્યા. સાધકની કસોટી ઠીક થઈ. ભાઈના વિચારમાં અત્યારે તે પરિવર્તન થયું. એ પરિવર્તન ટકી રહેશે કે કેમ તે તે કેમ કહેવાય પણ છગનભાઈને તેનાથી લાભ જ થયા.
સવાર થયું. ગાડીમાં બેસવા જવા માટે બધા તૈયારી કરવા લાગ્યા. છગનભાઈ જાણતા હતા, પતે વહેલા ઉઠી આવશ્યક કાર્યથી નિશ્ચિંત થઈ ગયા. પ્રતિકમણ પણ પૂરું થવા આવ્યું. સામાયિક પારવાની તૈયારી હતી. ખીમચંદભાઈ બધાને રવાના કરી છગનભાઈ માટે રાહ જોતા બેઠા. સામાયિક પારી છગનભાઈ તૈયાર થઈ ગયા. સંથારિયું બાંધી લઈ લીધું અને બોલ્યાઃ
ચાલે મોટાભાઈ હું તૈયાર છું.”
Page #80
--------------------------------------------------------------------------
________________
- ૪૪
યુગવીર આચાર્ય “છગન ! તારું સંથારીઉં મને દે, હું લઈ લઉં.”
મોટાભાઈ ! એ શું બોલ્યા? આપ વડીલ છે. મારે બિસ્તરો આપ લે એ કેવું અસભ્ય કહેવાય !”
નહિ છગન, સંથારીઉં તે હું જ લઈશ.” એમ કહી છગન પાસેથી સંથારીઉં ખેંચી લઈ ચાલવા માંડયું. છગનભાઈએ દેડીને પિતાનું સંથારીઉં ભાઈ પાસેથી લઈ લીધું.
સ્ટેશને જતાં જતાં બન્ને ભાઈઓની આંખમાંથી અશ્રુ દડી પડ્યાં. કે અજબ બંધુપ્રેમ!
“છગન ! તારી ઈચ્છામાં આવે તેમ કરજે પણ એક વાત કહી દઉં છું. જે કાંઈ કરે તે ખૂબ વિચાર કરીને મનને દ્રઢ બનાવીને કરજે.”
ક્યાં બાવળાની શાળાના ખીમચંદભાઈને તપેલા લેઢા જેવ–ન ઝીરવી શકાય તે ગુસ્સો અને ક્યાં આજના ખીમચંદભાઈનું અગ્રભર્યું બંધુપ્રેમથી છલછલ મૃદુ હૃદય.
આજ છગનભાઈને આનંદને પાર નહોતે. આવાજ ખીમચંદભાઈ સદાય રહે તે જરૂર બેડે પાર થઈ જાય. મનની મુરાદ સત્વર ફળે.
મગનભાઈ! આપણને સમની પહોંચતાં વખત લાગશે. હજી તે સરસામાન જોઈ તપાસી ભરવાને તે ગાડી–ટાંગા પહોંચતાં પણ વાર થશે!” ખીમચંદભાઈએ કન્યાપક્ષના જે ભાઈઓ પાલેજ સ્ટેશને એકા–ગાડી વગેરે લઈને જાનને લઈ જવા આવેલા તેમાંના એક
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રેમ ભાઈને કહ્યું.
ઘેાડા વાર તેા થશે, ખીમચંદશેઠ ! તમે જે કામ હાય તે કહેા. હું બધી વ્યવસ્થા કરી આપું. ”
૪૫
''
વાત એમ છે કે જાનમાં એક ભાઇ છે. તે પ્રાસુક પાણી વાપરે છે વળી રાત્રિભેાજનના ત્યાગ છે. એટલે તમે જો ઘેાડા ઉપર કેાઈ ને માકલા તે તેમાટે ગોઠવણ થઈ શકે. ”
“ જરૂર ! હમણાંજ ઘેાડેસવાર મેાકલું છું. અને જાનને પહોંચતાં તે વાર નિહ થાય પણ ત્યાં સામૈયુ' થતાં માડુ' થઈ પણ જાય.
22
''
હા ! એટલાજ માટે મેં તમને સૂચના આપી. તકલીફ માફ કરશે! મગનભાઈ !”
''
અરે, તમે તે બહુજ ઠીક કર્યું. અમને તેને ખ્યાલ પણ ન આવત અને કેટલાક નિયમવાળા ભાઈ બહેના તા જમી પણ ન શકત. ”
પાલેજ સ્ટેશને જાન આવી પહોંચી. ત્યાંથી સમની જવાનું હતું. સમનીવાળા ઘોડાગાડી એક્કા-ગાડાં વગેરે લઈ સામા આવ્યા હતા. સમની માટે જવાની તૈયારી થતી હતી, ખીમચંદભાઇની સૂચના મળતાં જ કન્યા પક્ષવાળાએ એક માણસ તાબડતાખ સમની રવાના કર્યાં અને પ્રાસુક પ્રાણી તથા ભાજનની વ્યવસ્થા થઈ ગઈ.
જાન તેા પહોંચી. દિવસ થાડા બાકી હતા. નિયમ પ્રમાણે જાનનું વાજતેગાજતે સામૈયું થવું જોઇએ. ગામના બધા માણસા એકઠા થાય અને બધા આવે એટલે થેાડી
Page #82
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય વાર તો થાય જ. મગનભાઈએ તપાસ કરી લીધી અને જમવાનું તૈયાર હતું. પાટલા નંખાઈ ગયા હતા એટલે ખીમચંદભાઈને કહ્યું. “શેઠ! સામૈયાની થોડીવાર છે. તમે છગનભાઈને લઈને ચાલે અને બીજા જે ભાઈબહેનને રાત્રિભેજનના નિયમ હોય તેમને બધાને આપ જરૂર સાથે લેતા આવે.”
જમવાની વ્યવસ્થા બહુ સુંદર હતી. પ્રાસુક પાણી પણ તૈયાર હતું. ગરમગરમ રસોઈ બધાને મળી. સમનીવાળા લોકો બહુજ ઉત્સાહી હતા. છગનભાઈનું ધર્માચરણ જોઈને આનંદ થયે. નાની ઉંમરમાં આવું ઉત્તમ આચરણ તે કઈ ભાગ્યશાળી જીવ છે. જાનૈયા પણ બધા કહેવા લાગ્યા. અમારા ભાગ્ય કે છગનભાઈની સાથે અમને ગરમગરમ રસાઈ મળી. નહિ તે કોણ જાણે ક્યારે કેવું ખાવાનું મળત! એક ધર્માત્માના પુત્યે કેટલા જીવોને શાંતિ થઈ. ખીમચંદભાઈ આ નાના એવા પ્રસંગથી જોઈ શક્યા કે ધર્મની તે બલિહારી છેજ. છગન જે ધર્મમય જીવન જીવે છે, તેમાં ખોટું શું છે! કેવીકેવી તપશ્ચર્યા કરે છે. ઘરે હોય કે બહાર પણ તેની ટેક કેવી દઢ છે. નાની ઉંમરમાં કેવું પવિત્ર આચરણ! બંધુપ્રેમ તે હતો પણ મેહ જ નહોતું. આજે દિલ ડું પીગળ્યું. છગનભાઈને રસ્તે નિશ્ચિંત તે નહિ પણ છેડેથડે સરલ થતે દેખાશે.
ખીમચંદભાઈ છગનને જાનમાં લઈ જવાને ઉદ્દેશ તે હતે છગનના વિચારોમાં પરિવર્તન લાવવાને, જાનૈયાની સેજ, વેવાઈઓનાં મિલન, વરઘોડાની ધામધૂમ, લગ્નની
Page #83
--------------------------------------------------------------------------
________________
બંધુપ્રેમ
ક્રિયા, સગાંસંબંધીઓને આનંદ, જમણવારોની મજા, સ્ત્રીઓના લગ્નગીતોની રમઝટ અને સરખેસરખા જાનથાના હાંસી ખેલ વગેરે મોહક દ્રશ્ય ભલભલાને લગ્ન તરફ આકર્ષે. છગનભાઈ પણ યુવાન હતા. લગ્નજીવન કેવું હોય છે, તેને આથી તેને ખ્યાલ આવશે અને ઘણાએ જુવાને ચળી જાય છે તેમ છગન પણ ચળશે અને ખીમચંદભાઈ તથા મામા અને રૂમિણીબહેન પ્રસંગ આવે તે છગનભાઈ માટે કેઈ રૂડીરૂપાળી કન્યા પણ શોધી લેશે. પણ આ બધા વિચારે હવામાં રહ્યા. છગનભાઈ તે રજમાત્ર પણ ચલિત ન થયા. તે તો ઉદાસીન હતા જ, ધર્મનિષ્કામાં નિશ્ચળ હતા પણ છગનભાઈએ એવું કામણ કર્યું કે ખુદ ખીમચંદભાઈ બદલાઈ ગયા. તેમના વિચારમાં મૃદુતા આવી. મેહ પાતળો થવા લાગ્યો અને એક ધમપ્રેમી, બાળજીવ પણ દ્રઢતાથી ભલભલાને કેવા આકષી શકે છે તે આજે સિદ્ધ થતું લાગ્યું. ખીમચંદભાઈની દ્રષ્ટિને બદલાવતી જાન વડેદરા આવી પહોંચી.
Page #84
--------------------------------------------------------------------------
________________
વિદાય
[ ૮ ]
વિજળીબહેન! તમે પાલીતાણા ગુરુ મહા
રાજના દર્શને અને ગિરિરાજની યાત્રા કરવા જવાના છે. મને પણ સાથે લઈ જશે ? ”
cr
કાણુ ! છગન ! આવને ભાઈ ! તારા કાકા વિચાર તા કરે છે. મહારાજસાહેબ આત્મારામજી મહારાજ પાલીતાણા પહેાંચી ગયા છે, એટલે વિચાર થાય છે કે પાલીતાણા જઈ આવીએ.
“ વીજળીબહેન સાંભળ્યુ છે કે શ્રી આણંદજી કલ્યાણુજીની પેઢી, શ્રી સંઘ અને પાલીતાણા દરખાર તરફથી મેાટી ધામધૂમપૂર્વક મહારાજશ્રીનું સામૈયું કરવામાં આવ્યુ અને ખૂબ ઠાઠમાઠથી મહારાજશ્રીએ શિષ્યમંડળ સહિત નગરપ્રવેશ કર્યાં. મારુ મન તેા ઉડીને ત્યાં પહેાંચવા અધીરું થઇ ગયુ છે. ગુરુદેવના દર્શનની ઉત્કટ ઈચ્છા થઈ આવી છે. તમે સાંભળ્યુ* કે? આ છગન આવ્યા છે. ખીમ
,,
??
Page #85
--------------------------------------------------------------------------
________________
વિદાય
ચંદભાઈનો ભાઇ ! મહારાજશ્રી પ્રત્યે તેને બહુ પ્રેમ છે. ” વીજળીબહેને શ્રી ગેાકુળભાઈ શેઠને વાત કરી.
“ આવને ભાઈ ! બેસ ! એસ ! છગન કેમ ખુશીમાં કે ?” શેઠે આવકાર આપ્યા.
“ તેને આપણી સાથે પાલીતાણા આવવું છે. ભલેને આવે. કેવા શ્વપ્રેમી છેકરે છે!” વિજળીબહેનને છગન પ્રત્યે સારા ભાવ થયે.
છગન ! તું ખુશીથી અમારી સાથે ચાલ. અમારી સાથે જ રહેજે. યાત્રા-અધ્યયન કરજે અને અમારી સાથે પાછા આજે. બીજી કશી તે ચિંતા નથી પણ ખીમચ’દભાઈની રજા લઈને આવજે, કારણ કે તેમના સ્વભાવ રોગ્ર. તે કંઇ કહી બેસે તે મનદુઃખ થાય. ગોકુળભાઈ એ ચાખવટ કરી.
**
46
27
જરૂર ! હું મેાટાભાઈની રજા મેળવીને જ આવીશ. તે વિષે આપ ચિંતા ન કરા—મારે તેા ગુરુમહારાજના ચરણામાં પહોંચવું છે. હું કદી ગયા નથી તેથી આપની સાથે આવવા ઈચ્છું છું. ” છગનભાઈ એ ખુલાસા કર્યાં.
“તું ખુશીથી આવ ! ભાડા–ભાતાની કશી ચિંતા ન કરીશ. ગુરુપ્રતાપે તારી બધી સગવડ થઈ રહેશે.” ગાકુળભાઈ એ મંજૂરી આપી.
“ કાકા ! જ્યારે દિવસ નક્કી કરે ત્યારે મને જણાવશે।. હું રજા મેળવી લઉં છું. ”
“ મોટાભાઈ! મારા ભાઈ પાસેથી મને પાલીતાણે
*
Page #86
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
જવાની રજા લઈ આપ.” છગનભાઈ પાલીતાણું જવાની ઉત્સુકતામાં ગોકુળભાઈને ત્યાંથી સીધા હીરાચંદભાઈને ત્યાં ગયા અને વિનંતિ કરી.
પાલીતાણા કઈ જાય છે તે ! સંગાથ વિના નું કેવી રીતે જઈશ?” હીરાચંદભાઈએ પૂછ્યું.
“મોટાભાઈ! આપણા કુળકાકા અને શ્રી વીજળી - કાકી પાલીતાણા જવાનાં છે. અને તેમને પૂછીને જ અહીં આ છું.છગને સ્પષ્ટતા કરી.
તે તે બહુ સારું ! હું જરૂર રજા અપાવીશ. હમણાં જ પટેલને બોલાવા મેકલું છું.” હીરાચંદભાઈએ ખીમચંદભાઇને બોલાવ્યા.
“કેમ ભાઈ, શું કામ હતું?” ખીમચંદભાઈએ પ્રશ્ન કર્યો.
“ખીમચંદ! છગન પાલીતાણા જવા ઇચ્છે છે. સંગાથ પણ સારે છે. વીજળબહેન ને ગેકુળકાકા જવાના છે. યાત્રાએ જવા દેવામાં શું વાંધે !”
“ભાઈ ! છગનને યાત્રા માટે જતાં હું નથી રેકતે, તે ખુશીથી જાય. પાલીતાણામાં ચોમાસું કરવું હોય તે પણ કરે, પણ પ્રતિજ્ઞા કરીને જવું પડશે કે તે પાછો વડોદરા જરૂર આવી જશે.” , ખીમચંદભાઈએ શરત સંભળાવી.
સાંભળ્યું! ભાઈ છગન ! યાત્રા કરીને વડોદરા તે આવીશને?” હીરાચંદભાઈએ પ્રશ્ન કર્યો.
Page #87
--------------------------------------------------------------------------
________________
વિદાય
h
“હું કાં ના કહું છું. હું મેાટાભાઇની રજા વિના તમારે શું જોઇએ ? ”
કશુ નહિ કરું, એથી વિશેષ છગનભાઈ એ છુટકારા શાયેા.
66
લે ભાઈ ! ખીમચક્ર ! હવે છે કાંઈ શકા ! તેને ખુશીથી જવા દે. સાથે જરૂર પૂરતા પૈસા પણ આપજે. ગેાકુળદાસભાઈ ને તો હું પણ ભલામણ કરીશ ને છગન કાં નાને છે કે તેની સાંભાળ રાખવા જરૂર પડે. ’ હીરાચંદભાઈ એ નક્કી કરી આપ્યું.
ખ
ખીમચંદભાઇએ રજા આપી. ગેાકુળભાઈ ને માટે રૂપીઆ પણ આપ્યા અને ભલામણ કરી કે “ છગન હજી મારે મન તે બાળક છે! પાલીતાણા ગયેા નથી. તો આપ સભાળ રાખશે અને જેવા લઈ જાએ છે તેવા તમારી સાથે જ પાછે લેતા આવશે. ” ખીમચદભાઈ એ ચેતવ્યા.
“જો ભાઈ ખીમચંદ ! હું લઈ તે જાઉં છું પણ પાછા લાવવાની જવાબદારી નહિ લઉ. તે ત્યાં ગુરુમહારાજ પાસે ચામાસું કરવા કે અભ્યાસ કરવા રોકાય તે હું શું કરૂ! પછી તમે છગનને માગે તે કચાંથી લાવી આપું ! તમારે મેકલવા હાય તો એકલા નિહ તા તમારી મરજી કે ગોકુળભાઈ એ સ્પષ્ટતા કરી.
“ પણ મોટાભાઈ! હું જ બંધાયે। છું. પછી કાકાની પાસે કરાર કરાવવાની શી જરૂર છે!” છગને માર્ગ કાઢયું.
રજા મળી ગઈ. આજના આનંદ અપૂર્વ હતું. મેટા કેદખાનામાંથી છૂટવાથી એક કેદીને જેટલા આનદ થાય
Page #88
--------------------------------------------------------------------------
________________
પર
યુગવીર આચાય તેથી અનેકગણે આનંદ છગનભાઈને આજે થયો. રાત્રે ઊંઘ ન આવી. શ્રી શત્રુંજયગિરિ અને ગુરુદેવનાં સ્વપ્ન આવવા લાગ્યાં. કયારે સવાર પડે અને ટ્રેનમાં બેસાય! રાત્રે તો ખીમચંદભાઈ ફરી નહિ બેસે! અરે, આજ તે સવાર જ નથી પડતું.
સવાર થયું ન થયું ત્યાં તે ઊઠીને છગનભાઈ તૈયાર થઈ ગયા. ભાઈએ ભાવભરી વિદાય આપી. બહેને ચાંદલે કર્યો અને રૂપીઓ આપે. જાણે આખરી વિદાય. છગનભાઈને આનંદ માટે નહેતો. લલાટને ચાંદલે ચમકી રહ્યો હતે. શુકન પણ ગાયના થયા ને ભાઈ-ભાભીની રજા. લઈને ગોકુળભાઈની સાથે પાલીતાણા આવી પહોંચ્યા.
ગુરુદેવનાં દર્શન ભારે ભક્તિભાવથી કર્યા. ગિરિરાજની યાત્રા કરતાં કરતાં આંતર શત્રુઓના જય માટે શગુંજ યનો સંદેશ સાંભળે. દાદાને ભેટી કૃતકૃત્ય માનવા લાગ્યા. ચારિત્રની સાધના ક્યારે થશે? તે મહાન વિચાર ઘોળાવા લાગે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ માટે તેજસ્વી આત્મા ચેતી ગયે.
સં. ૧૯૪૩ નું ચોમાસું પાલીતાણામાં ગુરુમહારાજની સેવામાં કર્યું. પંજાબી પંડિત અમીચંદજી ઓસવાળની પાસે ચંદ્રિકા શરૂ કરી. પંડિત અમીચંદજી પટ્ટી (જી. લાહોર)ના રહેવાશી હતા. તેના પિતા સ્થાનકવાસી હતા. મહારાજશ્રીએ એક વખત તેમના પિતા લાલા ઘસીટામલને કહ્યું કે તમે તમારા ત્રણ પુત્રોમાંથી અમીચંદજીને સંસ્કૃતાદિ ભણાવે અને પછી તે જેમ કહે તેમ તમે કરે.
Page #89
--------------------------------------------------------------------------
________________
પs
વિદાય
તે વાત તેમને પણ ગમી ગઈ. અમીચંદજીએ જ્યારે સંસ્કૃત-વ્યાકરણ–ન્યાય વગેરેને અભ્યાસ કરી લીધું ત્યારે તેમણે પૂછયું.
બેટા! બતાવ! સૂત્રોને અર્થ પૂજ્ય અમરસિંહજી કહે છે તે સત્ય છે કે આત્મારામજી મહારાજ કહે છે તે સત્ય છે?”
“પિતાજી! શ્રી આત્મારામજી મહારાજ ફરમાવે છે તેજ સત્ય છે. એ જ જૈન ધર્મને સત્યમાગને ઉપદેશ આપે છે.” અમીચંદજીએ સ્પષ્ટ ઉત્તર આપ્યો.
તે દિવસથી લાલા ઘસીટામની શ્રદ્ધા ઢંઢક પંથથી વિચલિત થઈ અને આત્મારામજી મહારાજને ગુરુ માનવા લાગ્યા.
પછી તે મુર્શિદાવાદનિવાસી બાબુ ધનપતસિંહજીની સૂચનાથી પંડિત અમીચંદજી મહારાજની પાસે જ રહેવા લાગ્યા. તેમના શિષ્યોને અભ્યાસ કરાવવા લાગ્યા અને તેમના ખર્ચ માટે પ્રબંધ બાબુજીએ કરી આપ્યું. આ વખતે પંદર સોળ સાધુઓ-મહારાજશ્રીના શિષ્ય, પંડિત અમીચંદજી પાસે અભ્યાસ કરતા હતા. છગનભાઈની બુદ્ધિ તેજ હતી. તેમણે પણ ચંદ્રિકાને પૂર્વાર્ધ પૂરો કરી લીધે. - ગુરુમહારાજ તે પહેલેથી જાણતા હતા કે આ કેઈ મહામૂલું રત્ન છે. તેમની આવી તેજ બુદ્ધિ જોઈને તે મહારાજશ્રીને ખૂબ આનંદ થયે. બધા સાધુઓ પણ તેમને ભાવપૂર્વક રાખવા લાગ્યા; એટલું જ નહિ પણ હજી તે ફ્રીક્ષાનું ઠેકાણું નહોતું. પગલે પગલે દીક્ષામાં મુશ્કેલીઓ
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૪
યુગવીર આચાર્ય આવતી હતી. બેત્રણ કસોટીમાં તે નિષ્ફળતા મળી હતી છતાં ગુરુમહારાજે પિતાનું લખવા વગેરેનું તેમજ પત્રવ્ય વહારનું કામ તેમને સેપ્યું હતું. તે એવા તે કાર્યકુશળ હતા કે સેપેલું પ્રત્યેક કાર્ય બહુ કાળજીભરી રીતે ચેકસાઈથી કરતા હતા. અક્ષર તે જાણે મેતીના દાણુ, બધા મુનિરાજે તે તેમને અત્યારથી જ ગુરુદેવના ખાસ મંત્રી કહેતા હતા.
આત્મારામજી મહારાજ સાહેબ કયાં છે !” એક સિપાઈએ એકાએક પૂછ્યું.
“કેમ શું કામ છે ! વ્યાખ્યાનમાં છે. ” ધર્મશાબાન મુનિએ જવાબ આપ્યો.
“ક્યારે આવશે !”
“ વ્યાખ્યાન પૂરું થવાની તૈયારી છે. પણ કહો તે ખરા તમારે મહારાજશ્રીનું શું કામ છે !”
“મુનિમજી ! વાત એમ છે કે મહારાજા સાહેબ પર કેઈને તાર આવ્યો છે એટલે મહારાજશ્રીને દરબારમાં બોલાવ્યા છે.”
“અમારા મહારાજશ્રી તે દરબારમાં ન આવી શકે. પણ કેને તાર છે, અને મામલે છે તે જણાવે તે શું કરવું તેની સમજ પડે. અને આ મહારાજશ્રી પણ
પધાર્યા.”
સાહેબ! દરબારમાંથી સિપાઈ આવ્યું છે. અને કહે છે કે મહારાજા સાહેબ આપને દરબારમાં બોલાવે
Page #91
--------------------------------------------------------------------------
________________
વિદાય છે.” મુનિએ મહારાજશ્રીને વાત કહી. - “અમને દરબારમાં બેલાવવા જેવું શું કામ છે ! તમે જણાવે છે તે સંબંધી કાંઈક વિચાર પણ કરી શકાય.”
સાહેબ ! વડેદરાથી કોઈ ખીમચંદભાઈને તાર છે. અને તે લખે છે કે મારા ભાઈ છગનની દીક્ષા રે.”
" “ઓહો ! એમ વાત કરોને ! હવે સમજાયું .અહીં તા દીક્ષાની વાત કઈ જાણતું નથી.” આશ્ચર્યથી મહારાજશ્રીએ ખુલાસો કર્યો.
પણ મહારાજશ્રી, હું તો ચિઠ્ઠીને ચાકર. મને હુકમ કર્યો તેમ મારે તે કરવું પડે.”
“અમે તે દરબારમાં ન આવી શકીએ પણ તમારી સાથે બે ચાર ગૃહસ્થ અને છગનને પણ સાથે મેલું. બધે ખુલાસો થઈ જશે.”
ખુશીથી! તેમ કરશે તે પણ ચાલશે. તાર આવ્યું છે એટલે અમારે તેની તપાસ તે કરવી જ જોઈએ.” - “હું હમણાં જ તેને પ્રબંધ કરું છું.”
ધર્મશાળામાં મહારાજશ્રી પાસે સિપાઈ આવ્યાની વાત વિજળી વેગે ફેલાઈ ગઈ. કેટલાક ગૃહસ્થો આવી પહોંચ્યા. સાધુઓ એકઠા થઈ ગયા અને આસપાસ મેટું ધાંધલ મચી રહ્યું. તે વખતે વડોદરાવાળા શેઠ ગોકુળભાઈ . ધુળિયાવાળા શેઠ સખારામ, ભરૂચવાળા શેઠ અનુપચંદભાઈ અને ખંભાતવાળા શેઠ પોપટભાઈ અહીં હતા. તેમણે આ વાત જાણી એટલે તુરત આવી પહોંચ્યા, અને છગનને
Page #92
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય લઈને દરબારમાં ગયા. મહારાજશ્રીને કહ્યું કે આપ નિશ્ચિત રહે. અમે હમણાં જ આવીએ છીએ અને દીક્ષા વિષે કાંઈ વાત છે જ નહિ પછી ચિંતાનું શું કારણ છે? - કલકત્તાવાળા રાયસાહેબ બદ્રીદાસજી મુકીમ આ વખતે યાત્રાર્થે આવ્યા હતા અને પાલીતાણા દરબારના જ મહેમાન હતા. મહારાજશ્રીના તેઓ પણ ભક્ત હતા. બધા તેમની પાસે ગયા. બધી વાત વિગતે કરી એટલે રાયસાહેબ પિતે બધાને લઈને દરબાર સાહેબની પાસે આવ્યા.
“નામદાર ઠાકોર સાહેબ !” રાયસાહેબે પ્રણામ કર્યા.
પધારે! પધારે! રાયસાહેબ, તમે કેમ તકલીફ લીધી?” ખુરશી ઉપર બેસતાં ઠાકોર સાહેબ બેલ્યા.
સાહેબ ! આપના ઉપર વડોદરાથી તાર આવે છે ને !”
હા ! પણ એ તે આત્મારામજી મહારાજ માટે છે.” “હાજી! એ અમારા ગુરુવર્ય છે.”
પણ તે નાના છોકરાને દીક્ષા શા માટે આપે છે?”
“વાત એમ છે સાહેબ! આ ભાઈ ખીમચંદભાઈ ને ભાઈ છે. તે માને તો છે જ નહિ, પણ દીક્ષાની વાત તે કઈ જાણતું નથી.”
“તે પછી તાર શી રીતે આવે? ”
“એમ લાગે છે કે કેઈએ અહીંથી ખોટા સમાન ચાર તેના ભાઈને આપેલા અને તેથી તેમણે આપના ઉપર - તાર કર્યો. આપ સાહેબ વડેદરાને તેમના જ ગામના
Page #93
--------------------------------------------------------------------------
________________
વિદાય
સ
ગોકુળદાસભાઈ ને પૂછી જુઓ. તેમની સાથે જ છેકરા તેના ભાઈની રજા લઇને આવ્યેા છે. ” રાયસાહેબે ખુલાસા કર્યા.
(C
જી હા! છગનને હું જ મારી સાથે લાગ્યે છુ અને તેના ભાઈ એ રાજીખુશીથી મહારાજ સાહેબ પાસે માકલ્યા છે. કા અહીં ધામિક મેાકળદાસભાઈએ ખુલાસા કર્યાં.
અભ્યાસ કરે છે. ’
“ આહા ! એમ વાત છે! અમારા ઉપર તેા તાર આવ્યા એટલે અમારે બધી રીતસર તપાસ કરવી જોઇએ.” “ હાજી સાહેબ ! તે વાત તે ખરાખર છે.”
""
ભાઈ! તારું નામ શું ! ” છગનને મહારાજા સાહેબે પ્રશ્ન કર્યાં.
(6
“ સાહેબ ! છગન ! ”
“ કેટલાં વર્ષ થયાં ?”
નામદાર મને સત્તર મું વર્ષ ચાલે છે. ”
“ સાહેબ ! ચ ંદ્રિકાના અભ્યાસ કરું છું. તત્ત્વા ને ગાથા અધ્યાય ચાલે છે.
""
44
“ તને આજકાલ દીક્ષા દેવાના છે તે સાચી વાત છે ! ’’ જી ના! હું તે દીક્ષા વિષે કશું જાણતા નથી. મહારાજશ્રી એમ મારા ભાઈની સમતિ વિના દીક્ષા આપે જ નહિ.
“ એમ ! રાયસાહેબ ! છેકરો તેા ઉંમરલાયક, વિનયી અને સારું ભણેલા છે. જ્યારે દીક્ષાની કશી વાત જ નથી પછી શુ છે! તમે ખુશીથી જઈ શકેા છે. મહારાજ
(L
""
Page #94
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
યુગવીર આચાય સાહેબને મારી વતી કહેશે કે કષ્ટને માટે ક્ષમા કરે.” | દરબારમાંથી બધા મહારાજશ્રીની પાસે આવ્યા. અહીં સાધુએ બધા એજ ચર્ચા કરતા હતા. કોણે આવા ખોટા સમાચાર આપ્યા હશે! દરબાર શું કરશે ! ત્યાં તે રાયસાહેબે મહારાજને દરબારશ્રી સાથે થયેલી બધી વાત કરી અને છગનની નિર્ભયતા તથા વિનય માટે ખૂબજ સંતોષ વ્યકત કર્યો.
તેજ સમયે ટપાલમાં ખીમચંદભાઈને મહારાજ સાહેબ પર પત્ર પણ આવી પહ, પત્ર વાંચતાં જ બધું રહસ્ય સમજાઈ ગયું. છગનભાઈનાં બહેન શ્રી જમના બહેન યાત્રાર્થે આવેલાં. તેમણે નરસી કેશવજીની ધર્મશા ળામાં અઠ્ઠાઈ મહોત્સવ માટે તૈયાર કરેલા ભવ્ય મંડપ જે. મંડપ જોતાં જ તેમને વહેમ પડયે કે જરૂર આ ઉત્સવ મારા ભાઈ છગનની દીક્ષા જ હોવો જોઈએ. ન કેઈને પૂછ્યું કે ન તપાસ કરી. તેમણે તે તુરત જ ખીમચંદભાઈને વડેદરા તાર કર્યો કે છગનની દીક્ષા કારતક વદ પાંચમની થવાની છે. તમે જલદી પહોંચે.
વાત જુદી જ હતી. ધુલિયાનીવાસી શેઠ સખારામભાઈ બાર વ્રત ગ્રહણ કરવાના હતા, અને તે નિમિત્તે અઠ્ઠાઈ ઉત્સવ પણ તેમના તરફથી હતું. શ્રી જમનાબહેને તે છગનભાઈની દીક્ષાને ઉત્સવ સમજી લીધે અને ખીમચંદભાઈએ તાર મળતાં પાલીતાણા દરબાર પર દીક્ષા રોકવા તાર કર્યો. બધા પત્રની હકીકત તથા બનેલી ઘટના ઉપર હસવા લાગ્યા,
Page #95
--------------------------------------------------------------------------
________________
-
--
--
--
-
--
વિદાય
ચાતુર્માસ પૂર્ણ થયે મહારાજશ્રી વિહાર કરવાના હતા. જમના બહેને છગનભાઈને વડેદરા આવવા સમજાવ્યા પણ તેમણે ના કહી અને જમના બહેન ચાલ્યાં ગયાં. મહારાજશ્રીની સાથે છગનભાઈ પણ પિતાનું બીછાનું અને પાઠય પુસ્તકે લઈને ચાલ્યા. વિહાર કરતાં કરતાં આચાર્યશ્રી રાધનપુર પધાર્યા. લગભગ દસ મહિના છગનભાઈ આચાર્યશ્રીજીની પાસે રહ્યા. અભ્યાસ પણ બહુ જ સાર કર્યો. સાધુમુનિરાજેને સારે પ્રેમ સંપાદન કર્યો. તેમને વિનય તે બહુ જ પ્રશંસનીય ગણતે. ગૃહસ્થને ત્યાં ભોજન માટે જતાં તેમને સત્કાર થતા. સાધમી ભાઈ, દીક્ષાના ઉમેદવાર, અભ્યાસી અને વિનમ્રકુમાર બધાને ગમી જતા. બધા માનતા કે અમારાં ધનભાગ્ય કે આવા સુપત્રનાં પગલાં અમારે ત્યાં થયાં. બધા આદર અને આગ્રહ
પૂર્વક પિતાને ત્યાં લઈ જતા અને પ્રેમથી જમાડતા. બધા ભાઈબહેને છગનભાઈની પ્રશંસા કરતા. ધન્ય છે ! કેવા ઉચ્ચ અને પવિત્ર ભાવ છે ! શાસનની ભા અને પ્રભાવના આવા ધર્માત્માથી જરૂર વધશે. જ વધશે.
(
-
-
Page #96
--------------------------------------------------------------------------
________________
આભ જાગૃતિ
[ ૯ ]
(ત્રિના સમય હતો. ઉપાશ્રયમાં બધા શાન્તિની નિદ્રા લેતા હતા. પવન અધ થઈ ગયા હતા. ઉકળાટ પણ ઠીક હતા. આકાશ તારલાઓથી ચમકતું હતું. કૂતરાના ભસવાના અવાજ થેાડીથેાડી વારે સંભળાતા હતા. બધું સૂનસાન હતું. માત્ર આપણા ચરિત્રનાયક છગનભાઇ આજે બેચેન હતા. ઊંઘ તેા ઊડી ગઈ, પણ અંતરમાં વેદના થવા લાગી. હજારે વિચાર આવ્યા અને ચાલ્યા ગયા.
આમ ક્યાંસુધી રહેવાશે ! ગુરુદેવની કૃપાદ્રષ્ટિ તે છે પણ તે શા કામની? આમ ને આમ બંધનમાં ક્યાંસુધી પડયા રહેવું ? સવાર થાય અને નવાનવા ગૃહસ્થાને ત્યાં જમવા જવું. તેઓ બધા મને ખૂબખૂબ ભાવપૂર્વક આનદથી જમાડે છે, પશુ એમ કાંસુધી ચાલે ? હવે તેા નથી રહેવાતું. મોટાભાઇ તે માનતા જ નથી. એકવાર છૂટવાના પ્રયત્ન કર્યાં, ખીજીવાર કર્યાં, અન્નવાર નિષ્ફળતા મળી. ભાઈનું જ ધાર્યું થયું. હજી કના અંતરાય કચાં સુધી હશે? આમ ને
:
Page #97
--------------------------------------------------------------------------
________________
આત્મજાગૃતિ
૩૧
આમ તેા નથી જ રહેવું. હું પરમાત્મન્ ! દયાનિધિ ! કચાંસુધી કસોટી કરશે ! મારું દિલ હવે તૂટી જશે. દયા કરા ! મને ઉગારા ! બચાવા ! બચાવે ! કયાં સુધી તરસાવશે ! જે જીવનને માટે હું વર્ષોથી તપશ્ચર્યા કરું છુ, જે પવિત્ર માર્ગ માટે હું ગુરૂની પાસે તૈયારી કરી રહ્યો છું. જે ઉચ્ચ આદશને માટે હું પળેપળ ઝંખી રહ્યો છું, જે પરમ શાંતિની શેષમાં હું ભટકું છું: તે હવે કયારે મળે? કેમ મળે? આ સંસાર ઉપરથી તેા હવે દિલ ઊઠી જ ગયું છે. જગતની હજાર લાલચે કે પ્રલેાભના મને નથી અટકાવી શકવાના. હવે એવા ઉપાય શેાધી કાઢું કે મારી ભાવના સત્વર ફળે. મન તેા એવું તલસી રહ્યું છે કે કેઇ દયા ન કરે તા સ્વયં સાધુવેશ પહેરી લેવા પણ દુનિયાની જાળમાં ન ફસાવું તે નજ સાવું. અને એક અવાજ અંતરના ઉંડાણમાંથી આન્યા. આત્મજાગૃતિથી એક ઉપાય સૂઝી આવ્યેા.
''
બસ એજ સારામાં સારો ઉપાય છે. બીજો રસ્તે જ નથી. કાલે જ ખસ કાલે જ. ',
વિચારમાત્રથી હૃદય નાચવા લાગ્યું. આનંદગમનાં તાર શરીર આખામાં ઝણઝણી રહ્યા. કાઈ મહાન પ્રશ્નના ઉકેલ મળ્યા હોય તેમ નિશ્ચિતતાથી આંખ મળી ગઇ.
X
X
કેમ
ભાઈ ! આજે મહુ ખીમચ'દભાઈ ને સવારમાં વહેલા ભાઈએ પૂછ્યું.
X
વહેલા વહેલા ! '” આવેલા જોઈ હીરાચદ
Page #98
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય મોટાભાઈ ! મારા દુઃખને કાંઈ પાર છે! એકને એક આફત હોય છે જ. હમણાં ઘરમાં તબીયત બરાબર નહેતી. હજી બે દિવસથી ઠીક છે ત્યાં બીજી ઉપાધિ આવી પડી.” ખીમચંદભાઈએ મુશ્કેલી બતાવી.
પણ છે શું, ખીમચંદ! વાત તે કર.”
“છગન પાલીતાણાથી મહારાજ સાહેબની ર રાધનપુર ગો છે. ત્યાંથી રજીસ્ટર કરેલે પત્ર આવ્યું છે કે મારી દીક્ષા થવાની છે.”
“કાગળ તે એક મારા પર પણ છે અને ગોકુળકાકા મળ્યા હતા તે પણ કહેતા હતા કે મારા પર પણ એક કાગળ છે.”
પણ હવે મારે કરવું શું! છગનની પાછળ તે હેરાન થઈ ગયે. રાધનપુર જાઉં પણ ત્યાં મારું કોણ?”
ભાઈ ખીમચંદ! એમ ચિંતા કયે કંઈ ચાલશે? તું જા, સાથે દીવાળીફઈને તેડી જા. પણ જે ત્યાં કોઈ ધમાલ ન કરીશ. છગન હવે કાંઈ નાનું નથી. ઘેર ન આવે તે જબરદસ્તી લાવીને પણ તું શું કરીશ? મહારાજશ્રીને વિનતિ કરજે. અને છગનને સમજાવજે, નહિતે પછી જેવું નિમિત્ત. તેના ભાગ્યમાં જ ત્યાગ હશે તે આપણે શું કરવાના હતા ?”
ખીમચંદભાઈ ફઈબાની સાથે ચાલી નીકળ્યા. રાધનપુર સુધી રેલનું સાધન હતું નહિ. હારીજ સ્ટેશને ઉતરીને ઘોડાગાડીની તપાસ કરી પણ બળદગાડાય ન મળી. હવે
Page #99
--------------------------------------------------------------------------
________________
આત્મજાગૃતિ
$a
શું થાય! જલદી પહાંચવુ જોઇએ. છેવટે તપાસ કરતાં એક ઊંટ મળ્યું તે ભાડે કરી મહા મુશ્કેલીએ રાધનપુર પહોંચ્યા અને સીધા ઉપાશ્રયે ગયા.
“ સાહેબ! મને પત્ર તા લખવા હતા !” ખીમચદ ભાઈ ગુરુમહારાજને વંદા કરતાં કરતાં એટલી ઊઠયા. પણ છે શું ખીમચંદભાઇ ”
66
બીજું શું હાય સાહેમ! છગન મારા ગરીબનું રતન છે. મારી જમણી ભૂજા છે. મારેા છગન મને પાછા આપે. હું તમારે પગે પડું છું. મારેા લાલ હું નહિં આપું—નહિ આપું.” ખીમચદભાઈ જોરજોરથી રડી ઉઠ્યા. ખીમચક્રભાઈ ! શાંતિ રાખેા. મને બધી વાત સમજાવા, તમે બિલકુલ નિશ્ચિંત રહેશે,” મહારાજશ્રીએ આશ્વાસન આપતાં કહ્યું.
44
66
“ સાહેબ ! છગનને! મારા પર રજીસ્ટર પત્ર છે. શ્રી હીરાચંદભાઈ અને શ્રી ગેાકુલભાઈ ઉપર પણ તેજ દેવસે પત્ર હતા. છગન લખે છે કે મારી દીક્ષા થવાની છે. “ ભેાળા ! શું વાત કરે છે! અહીં તે કઈ જાણતું
ય નથી. ”
“ પણ સાહેબ, જીએ આ છગનના પત્ર, ’
એટલામાં રાધનપુરના આગેવાને શ્રી સીરચંદભાઇ,
શ્રી મેાહનલાલ પારેખ, શ્રી ગાડીદાસભાઇ વગેરે ઉપાશ્રયમાં આવી પહેાંચ્યા તેઓએ પણ ખીમચંદભાઈ ને ધીરજ આપી અને કહ્યું.
Page #100
--------------------------------------------------------------------------
________________
**
યુગવીર આચાય
“ ભાઈ ! હમણાં આપણે ઘેર ચાલેા. તમે મુસાફરીમાં થાકી ગયા હશે. સ્નાન પૂજા કરી જમી પરવારી શાન્તિથી વાત કરો. અહીં તા કાઈ દીક્ષાની વાત પણ નથી જાણતું. રાધનપુર જેવા શહેરમાં દીક્ષા શું ચુપચાપ થશે! જ્યારે થશે ત્યારે ધામધૂમપૂર્વક થશે. દીક્ષાના મહાત્સવ કરવાવાળા તેા અમે છીએ. ” ગાડીદાસભાઈ એ ખીમચંદભાઈ ને સાંત્વન આપ્યું.
“ પણ જુઓ આ છગનની ચિઠ્ઠી. ’
(6
ખીમચંદભાઈ, ચિઠ્ઠી તે જોઈ ! પણ તમને અમા રામાં વિશ્વાસ છે કે નહિ!” મહારાજશ્રીએ જણાવ્યું. “ સાહેબ ! આપનાં વચના પર મને પૂર્ણ વિશ્વાસ છે. આપ એવા સાધુ નથી જે છેકરા નસાડી—ભગાડી છાની દીક્ષા આપે. પણ મને એ વિચાર આવે છે કે આપે સૂચના ન આપી અને છગને એકાએક કેમ લખી જણાવ્યું? ”
“ મને પણ તેજ આશ્ચય થાય છે! વળી આ ચિઠ્ઠીમાં જે દિવસ લખ્યા છે તેમાં દીક્ષાનું મુહૂત જ નથી. મીન માં દીક્ષા થઈ શકે ખરી? મને તો લાગે છે, છગને પોતે ચૂપચાપ આ ચિઠ્ઠી લખી લાગે છે. ” આચાય શ્રીએ ખુલાસા કર્યો.
“ સાહેબ ! ત્યારે છગનને જ મેલાવાને ! જે હશે તે સમજાશે. ” સીરચંદભાઇએ સૂચના કરી. t હા ! ખેલાવા છગનને !”
“ કેમ ભાઈ! પત્રની શું વાત છે!”
Page #101
--------------------------------------------------------------------------
________________
-
આત્મજાગૃતિ
“કૃપાનાથ! અપરાધ ક્ષમા કરો!” “પણ જણાવતે ખરે કે એકાએક પત્ર કેમ લ ? ”
“ગુરુદેવ! કેટકેટલા વખતથી હું દીક્ષાનો વિચાર સેવું છું. આપશ્રી તે મોટાભાઈની રજા વિના દીક્ષા આપવાના નથી. હું એક દિવસ અકળાયે, મુંઝાયે પછી વિચાર આવ્યા કે મોટાભાઈને લાવીને આ વાતને નિર્ણય કરાવી લઉં, મોટાભાઈ તે નિશ્ચિત હતા કે હું રજા દઈશ ત્યારે આપ દીક્ષા આપને !”
તારું ભલું થાય! ખરી યુક્તિ શોધી! ત્યારે હવે ખીમચંદભાઈ રજા આપી દેશે, કેમ?”
કૃપાનિધાન! ગરજ તે મારે છે, ખીમચંદભાઈને નથી. વડોદરામાં તે મારું શું ચાલે? મેં વિચાર્યું આપશ્રીજીની પાસે ખીમચંદભાઈને સૂતેલે આત્મા જાગૃત થશે. અને મારી ભાવના સિદ્ધ થશે.”
“પણ ખીમચંદભાઈ આવત નહિ તે તું શું કરત?”
ગુરુદેવ! એટલા માટે તે રજીસ્ટર પત્ર મેકલ્ય હતું. જેથી ન આવે તો સંમતિ ગણી શકાય અને આપને વિનંતી કરી શકાય.”
“પણ હું ખીમચંદભાઈની રજા વિના દીક્ષા ન
આપત તે ! ”
“તે !!દયાળુ મેંનો જ વિચાર કરી રાખ્યો હતો.” એ શું? ”
Page #102
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
“ શ્રી સંપતવિજયજી મહારાજશ્રીની જેમ સ્વયં દીક્ષા લેવાના ’
હું ખીમચંદભાઈ ! હવે આ આત્માને તમે ઘેર લ જઇને પણ શું કરશેા! કોઈ વાતના તન્ત કરવે ઠીક નહેર હવે તા હું પણ તમને શું કહું?”
“ સાહે.! હુવે આપ આજ્ઞા આપેા, ખીમચંદભા જમી પરવારીને આવશે પછી બધા વિચાર કરીશું. વખત બહુ થઇ ગયા. ’
'*
હા ! સીરચંદભાઇ જરૂર ખીમચંદભાઈને લખ જાએ. તમે પણ બધા મળીને વિચાર કરો અને આ પરિસ્થિતિમાં શું થઈ શકે તેને ઉકેલ લાવે.” આચાય શ્રીએ વિચાર કરવા સૂચના કરી.
“ ભાઈ છગન ! ચાલો આજે આપણે બન્ને ભાઈ એ સાથે જમીએ.” ખીમચંદભાઈના હૃદયમાં બધુપ્રેમ જાગ્યું. “ મેાટાભાઈ આજે ચતુદશી છે. મારે ઉપવાસ છે, હું આવીને શું કરીશ ! ”
""
“ ભાઈ ! તું મારી પાસે એસજે, ખાઇશ નહિ. ’
6:
27
તે! ચાલે ! હું તૈયાર છું.
Page #103
--------------------------------------------------------------------------
________________
કસ્તુરીની દલાલી [ ૧૦ ]
“તું તારું જ ધાર્યું કરવાનો ક્રમ છગન 1
""
જમીને બન્ને ભાઈએ વાતે વળગ્યા.
“ એટલે ? ”
((
દીક્ષા લેવાની ઉતાવળ શું
છે?
";
“ મેાટાભાઇ, હું કેટલા વર્ષથી તપશ્ચર્યા કરું છું ? હવે ના છેવટના નિર્ણય કરી આપે. ’
“તે છસાત મહિના રોકાઈ જા. હું ચામાસા પછી તને દીક્ષા માટે રજા આપીશ, ”
66
મોટાભાઈ! છસાત મહિના તે શું છ-સાત વરસ રાહુ જેઉં પણ આ કાયાને શું ભરેસા ? કર્યું તે કામ. તમે કહી શકશે કે આપણે બધા અમર રહેવાના છીએ ?
77
Page #104
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
યુગવીર આચાર્ય “ભાઈ, તે તે કેમ કહેવાય?”
તે હું હવે વિલંબ કરવા નથી માગતું. કાલે કાંઈ અકસ્માત થયો તે મારા મનના મનોરથ મનમાં જ રહી જાય, આપ કૃપા કરીને આજ્ઞા આપે એટલું જ નહિ પણ આગળ થઈને મને દીક્ષા આપે. તમે તમારું વચન પાળે.”
કયું વચન ?”
ભૂલી ગયા, મોટાભાઈ! અમદાવાદમાં આપે મહારાજ સાહેબને કહ્યું હતું કે થોડો સમય આપ પોતાની પાસે રાખી ભણાવે પછી સમય આવ્યે હુ પિતે તેને દીક્ષા અપાવીશ.”
વાત તે મેં કરી હતી.”
વળી મહારાજ સાહેબે તે પોતાનું વચન પાળ્યું છે. આજસુધી દીક્ષાનું નામ પણ નથી લીધું. આપ આપનું વચન પાળી બતાવો અને આપની ધર્મજ્ઞતા અને ઉદારતા દર્શાવે.”
“ખીમચંદ! જોયું ને ભાઈકેવો તડાકફ ડાક વાત કરે છે. છે લાજ શરમ ? પહેલાં કદી સામે બોલતો હતો ? તું હવે તેને ઘેર લઈ જઈને પણ શું કરીશ. આનાથી તારું દારિદ્ર શું દૂર થવાનું ? ચાલે ઘેર જઈએ.” ફઈબાએ છગનભાઈને સ્પષ્ટ સવાલજવાબ જોઈને આશા છેડી.
ફઈબા! હું તે એને એજ છગન છું. પણ મારી ધીરજ હવે ખૂટી છે. અને તમે કહે છે તે બરાબર છે મને લઈ જઈને પણ શું કરશે!”
Page #105
--------------------------------------------------------------------------
________________
ક
.6
આહા ! ભાઇ તે! મેટા પંડિત બની બેઠા. ” ફઈબા
કસ્તુરીની દલાલી
દાઢમાંથી મેલ્યાં.
“ મારે પ્રતિક્રમણના સમય થઇ ગયા છે. હું જા છું.” છગનભાઇ પાતાના સમય થઈ જવાથી ઊઠીને ચાલ્યા ગયા. ફઈભત્રાને વાત કરતાં એસી રહ્યાં.
રાધનપુરમાં શ્રી ગેડીદાસભાઈ આગેવાન અને ધમપ્રેમી સજ્જન હતા. તેમની પ્રતિષ્ઠા આખા રાધનપુરમાં સારી હતી. લોકો તેમની સલાહ લેવા આવતા, અને જેટલી તેમની વાત માનવામાં આવતી તેટલી કાઈ કાઇવાર મુનિરાજની પણ નહેાતી માનવામાં આવતી. આચાય મહારાજશ્રીને તે માંડલથી વિનતી કરીને રાધનપુર લઈ આવેલા. તેથી તેા આચાર્યશ્રીના આગમનથી આખાએ રાધનપુરમાં અપૂર્વ ઉત્સાહ ફેલાયા હતા.
શ્રી ગોડીદાસભાઇ છગનની ધર્મભાવના, તપશ્ચર્યા, અભ્યાસીવૃત્તિ અને વિનમ્રતાથી પરિચિત હતા. તેમની દીક્ષાની ભાવના કેવી સતેજ છે તે તે તેમણે હમણાં જ ભાઈ ભાઈની વાતચીત ઉપરથી જાણ્યું. ખીમચંદભાઇને મધુપ્રેમ અને તેમની ભાઈ પ્રત્યેની લાગણી પણ તે સમજી કચા. પણ આમાંથી ઉકેલ લાવ્યા સિવાય પણ છૂટકા નહાતા, છગનભાઈ તા હવે દીક્ષા માટે અધીરા થઈ ગયા હતા. તેમનો ધીરજ હુવે છૂટી ગઈ હતી. ખીમચદભાઈ પણ હવે કોઈક સમજ્યા તેા હતા પણ તેને થાડાં સિચનની જરૂર હતી. ઇભત્રીજાની વાત પૂરી થઈ ને ખીમચઢભાઇ હજી તે વિચારગ્રસ્ત બેઠા હતા ત્યાં ગાડીદાસભાઈ
Page #106
--------------------------------------------------------------------------
________________
યુમવીર આચાર્ય જઈ પહોંચ્યા.
“ખીમચંદભાઈ! તમારી મૂંઝવણ હું જાણું છું. ભાઈ જેવા ભાઈને હંમેશને માટે જવા દે તે કેમ બને ? પણ તમે તો સમજુ છે. તમારામાં પણ ધર્મભાવના તે છે જ, માત્ર મોહજ છૂટ નથી.”
“આપ કહે છે તે બરાબર છે.”
બીજી રીતે વિચારીએ. છગનની વાત તમે જાણે છે, તેની વૃત્તિ હવે સંસાર તરફ છે જ નહિ. તેની તપશ્ચર્યા અને તેજસ્વિતા વિષે તે અમે બધા પણ સાક્ષી છીએ.”
“હું પણ બધું જાણું છું. તે તો જન્મથી “તીર્થકરને ચરણે બેઠે છે. મારાં માતુશ્રી પણ તેજ કહેતાં.”
તે પછી વ્યર્થ અન્તરાય કમ શા માટે બાંધે છો? હવે તે ઘેર તે આવી રહ્યો. તમે વિશેષ તંગ કરશે તે કેણ જાણે શું કરી બેસે ?”
“ગોડીદાસભાઈ ! તેની ઘરે પાછા આવવાની આશા તે અમને પણ છેજ નહિ.”
તો પછી ખીમચંદભાઈ! આપના હાથે જ આ મંગળકાય કેમ ન કરવું તેમાં તે કસ્તૂરીની દલાલી ને?”
મુરબ્બી ! હું તે સમજું છું. જ્યારથી આચાર્ય મહારાજ વડેદરા પધાર્યા હતા ત્યારથી મારી ભાવના બદલાઈ ગઈ છે. હું તે ધર્મ જાણ નહેતે પણ ગુરુ મહારાજની કૃપાથી અને છગનની પ્રવૃત્તિથી મારા હૃદયમાં ધમની ભાવનાઓ વધતી જાય છે.”
Page #107
--------------------------------------------------------------------------
________________
કસ્તુરીની દલાલી
તે તે પછી છગનને તમે રજા આપ-તમારે જ આપવી જોઈએ.”
પણ એ ભાવના એટલી બધી તે નથી જાગૃત થઈ કે મારી જમણી ભુજા સમાન મારા પ્રિયબંધુને સાધુ થવા દઉ. ”
ભાઈ! તમારી વાત સાચી છે. દુનિયામાં મેહજાળ બહું મોટી છે તે તે તમે સમજે છે ને !
ગેડીદાસભાઈ, હું સમજું છું, પણ કરું છું !”
“કેમ શું કરું ! તમે જુઓ છો કે તમે મારા છગન ! માર છગન ! કરતા ફરે છે. છગનને તમારી પડી નથી. તમને ગનનું રટણ છે, છગનને તેના સ્વાર્થનું– મુક્તિનું છે. આ દિશામાં મહ રાખીને શું કરશો? કર્મબંધન સિવાય તમારા હાથમાં આવશે શું? હું તે કહું છું તમે મિથ્યા મહિને છેડો અને છગનને તેની મનેકામના પૂર્ણ કરવામાં તમે સહાયભૂત થાઓ. હવે રાત બહુ ગઈ છે. તમે આરામ કરો.”
ખીમચંદભાઈના મનમાં ગેડીદાસભાઈના વિચારોએ ઉથલપાથલ મચાવી મૂકી. ઊંઘ તે નસીબમાં નહોતી, મનમાં દ્વયુદ્ધ ઊભું થયું. “છગન તે હવે ઘેર જવા તૈયાર નહે. મન છગનને દીક્ષાની આજ્ઞા દેવા માનતું નહતું. જબરદસ્તી પણ ક્યાંસુધી થઈ શકે?”
છેવટે ખીમચંદભાઈને મેહને પડદે તૂટી ગયે. હદય-- પરિવર્તન થઈ ગયું. તેમને આજે સંસાર વિશાળ દેખાય. કસ્તુરીની દલાલીની વાત એમને હૈયે વસી ગઈ.
Page #108
--------------------------------------------------------------------------
________________
હર
---
યુગવીર આચાર્ય આજસુધી જે બંધુપ્રેમની પાછળ મેહાંધતા હતી તે સરી પડી. જગતના કરડે માણસો મેહરૂપી મદિરામાં ઉન્મત્ત પાગલ થઈ રહ્યા છે અને તેની પાછળ જીવનના ઉચ્ચમાં ઉચ્ચ ધ્યેયને ભૂલી જાય છે, તે છગને વર્ષો પહેલાં સમજેલું સત્ય આજે તેમને સમજાયું. આજેજ તેઓ સ્પષ્ટ જાણી શક્યા કે છગનભાઈને જીવાત્મા ઉચ્ચતમ કટિને છે. તે મારા જેવા રંકનું રત્ન છે. ઘરમાં પડી રહેવા તે સર્જાયું નથી.
તેની સાધના મહાન છે. ઘર નહિ, કુટુંબ નહિ, કેમ નહિ, ગામ નહિ, નગર નહિ, પણ જગતના બધા મનુષ્ય, એટલું જ નહિ પણ જગતના પ્રાણું માત્રના કલ્યાણ માટે એ મહાન આત્મા મારે ત્યાં નિમિત્તરૂપે ભૂલે ભટકો આવી ચડે છે. પ્રાણીમાત્ર તેનું કુટુંબ-તેનું ઘર છે. હું કાણ તેને બંધનમાં બાંધી રાખનાર અને તેના ત્યાગથી–સંયમથી હું, મારું કુટુંબ, મારી કેમ, મારો દેશ ઉજલ થશે.” - ખીમચંદભાઈની ભાવનાઓને સતેજ થઈ. ઉર્મિઓ જાગી ઊઠી. ડી જ ક્ષણે પહેલાંના ખીમચંદભાઈ બદલાઈ ગયા. કર્મબંધનના દલાલ ધર્મમુક્તિને દલાલ બની ગયા. - હવે એમને જંપ નહોતે, આરામ નહોતે, તેઓ એકાએક ઊઠયા અને શાંતનિદ્રા લઈ રહેલા ગોડદાસભાઈના પલંગ પાસે ગયા,
Page #109
--------------------------------------------------------------------------
________________
અમૃત-ચોઘડિયું
[૧૧]
C. કોણ એ !” અવાજ થતાં જ ગોડીદાસભાઈ જાગી ઊડયા.
એ તે હું ખીમચંદ ! ” ખીમચંદભાઈ ! કેમ ઊંઘ ન આવી !”
“ઊંઘ ક્યાંથી આવે ગેડીદાસભાઈ! તમે મારું મન કરી લીધું. વિચારની પરંપરા ચાલી. મહરાજને પંજે એ સખત કે તેમાંથી છૂટાય નહિ પણ તમારી વાણની અસર પણ અજબ થઈ. ગુરુદેવની કૃપા મારા પર વરસી, મારા બાંધવવી છગનની મહત્વાકાંક્ષા મારા મનમાં વસી ગઈ અને મેહ ગયે તે ગયે જ. હું આપને ઉપકાર માનું , આપ જ મને બુઝ.”
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૪
યુગવીર આચાર્ય
ખીમચંદભાઈ! હું તે નિમિત્ત માત્ર છું. તમારા હૃદયમાં ધર્મભાવના તે છે જ. તે સુષુપ્ત હતી આજે જાગૃત થઈ ચાલે બહુ સારી વાત છે. હવે નિશ્ચિતતાથી આરામ કરે. ”
નહિ! હવે તે...” “શું કહ્યું?”
અત્યારે ચાલે ગુરુદેવ પાસે. હવે મારા મનની ઉમિ ઉભરાઈ જાય છે. જ્યાં સુધી ગુરૂદેવને હું મારે વિચાર નહિ કહું ત્યાં સુધી મને શાંતિ નહિ થાય.”
અરે! પણ અત્યારે ! ગુરૂદેવ તે આરામ કરતા હશે. રાત્રિ પણ બહુજ ગઈ લાગે છે. અત્યારે આરામમાં ખલેલ પહોંચાડવા કરતાં સવારે આપણે જઈશું.”
મહારાજ સાહેબ તે કૃપાળું છે. અંતરાયની અવધિ થઈ ગઈ એ વેદનાને બેજે મારા હૃદયને પળે પળ ને ક્ષણે ક્ષણ સંતાપી રહ્યા છે આરામમાં હશે તે પણ મારા કણને વિચાર નહિ કરે. હવે મને ચેન જ નહિ પડે. હવે જલ્દી ચાલે અને આ વધાઈ આપે. તમે જ વાત કરજો. મારું તે હૃદય ભરાઈ આવશે.”
હન પારેખ પાસે જ સૂઈ રહ્યા હતા. ખીમચંદ, ભાઈની વાત સાંભળી તેમને આનંદ થયો. તે બેલ્યાઃ
“ગેડીદાસભાઈ! ખીમચંદભાઈ ઠીક કહે છે. તમે સાથે જાઓ. હું મારા જેસંગને આપની સાથે મેકલું છું.”
મોહનપારેખના પુત્ર જેસંગભાઈ ફાનસ લઈને ત્રણે
Page #111
--------------------------------------------------------------------------
________________
૬૫
અમૃત ચેડિયું જ્ઞાનદર્શન ચારિત્રની રત્નત્રયી અંધકારમાંથી પ્રકાશ કરતા કરતા ઉપાશ્રયમાં પહોંચ્યા.
“ત્રિકાળવંદણા”
કોણ? અત્યારે?”
“કૃપાનાથ! તકલીફ માફ કરશો. હું ગેડીદાસ અને મારી સાથે છે ખીમચંદભાઈ!”
મને તે થયું કે કઈ સાધુને કોઈ તકલીફ થઈ
“જી ના ! અમે અત્યારે નહોતા આવતા, પણ ખીમ ચંદભાઈ કહે મારે અત્યારે જ ગુરુદેવને મળવું છે.”
કહો ! શું વાત છે?”
“ દયાનિધાન! આજે આપ ગુરુદેવની કૃપાથી મારાં લેચન ખુલી ગયાં. મેહજાળ તૂટી ગઈ. આ યશ ગેડીદાસભાઈને છે.”
ખીમચંદભાઈ! ગોડીદાસભાઈ તો જ્ઞાની છે. પણ તમારી ભાવનાને પણ ધન્ય છે. હું આ ક્ષણની જ રાહ જેને હતો.”
ગુરુદેવ! મેં આપને ઘણીવાર અવિનય કર્યો હશે. હું તે પામર છું. આપ દયાભંડાર છે. ક્ષમા કરો, ક્ષમા કરે.” કહેતાં કહેતાં અશ્રુઓ સરી પડ્યાં.”
ખીમચંદભાઈ! તમે જેમ કહે છે તેમ કરીશું. રાત્રિ બહ ગઈ છે. જઈને શાંતિથી આરામ કરો. સવારે
તિષીને બેલાવી મુહૂર્ત નક્કી કરી લેવામાં આવશે.”
Page #112
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
“બેટા છગન ! તારી મનેકામના પૂરી થઈ.” વહેલા ઊડી પ્રતિક્રમણ કરી વંદન કરવા જતાં જ છગનભાઈને ગુરુદેવે કહ્યું.
ગુરુદેવ? શું ખીમચંદભાઈ સમજ્યા!”
અરે ભાઈ! તારી વીરતા અને દ્રઢતા પાસે મેર પણ ચલાયમાન થઈ જાય.” ગુરુદેવ હસ્યા. : “કૃપાનિધાન! કહે તે શું ચમત્કાર કર્યો આપે?”
અરે ભાઈ! રાત્રે બાર વાગ્યે ગોડીદાસભાઈ અને બીમચંદભાઈ આવ્યા હતા. ગેડીદાસભાઈએ કાંઈ બે વચન કહ્યા હશે. ખીમચંદભાઈની સૂતેલી ધર્મ–ભાવના જાગૃત થઈ આવી. બિચારા જીવને ઊંઘ જ ન આવે અને રાત્રે અહીં આવ્યા ત્યારે જંપ્યા.”
પછી !”
પછી શું ! તને દીક્ષા અપાવવા તેમણે જ કહ્યું અને તે તે બહુ જ ગળગળા થઈ ગયા. હૃદય ભરાઈ આવ્યું અને અમારી આંખ પણ ભીની થઈ ગઈ.”
પ્રભો ! આપના પુણ્યપ્રભાવને જ એ ચમત્કાર. આપની ધીરજ, આપની સાધના, આપની પ્રતિભા અદ્વિતીય છે. આજે હું કૃતકૃત્ય થયો. આજે મારું જીવન સાર્થક થયું. આજે મારી તપશ્ચર્યા, ધમપ્રેમ, ગુરુભક્તિ અને ઉચ્ચજીવનને અભિલાષ ફળ્યા.” ગુરુદેવના ચરણ શિષ્યની અશ્રુધારાથી ભીંજાયા.
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૭
અમૃત ચોઘડિયું
“બેટા ! તું મહા–પ્રભાવી થઈશ. જૈન સમાજને કલ્યાણદાતા થઈશ. તારો તેજસ્વી આત્મા શાસનમાં નવચેતન રેડશે. તું બડભાગી છે.” માથા પર હાથ મૂકી પ્રેમથી ગુરુદેવે હજાર હજાર આશીર્વાદ આપ્યા.
“ભાઈ ! તારા ચેલાની દીક્ષાનું મુહૂત જેવશવવું છેને ! કોઈ શ્રાવકને કહી સંઘના તિષીને બોલાવી લ્યો.” આચાર્યશ્રીએ મુનિ મહારાજ શ્રી હર્ષવિજ્યજીને કહ્યું.
તિષી આવી ગયા. કેટલાક શ્રાવકો પણ એકઠ: થઈ ગયા. શ્રીસંઘના આગેવાનોએ ખીમચંદભાઈની ઈચ્છા જાણી લઈ દીક્ષાનું મુહૂર્ત પૂછયું. જોતિષીએ થોડીવાર વિચાર કરી, ગણિત ગણી મુહૂર્તને હિસાબ કરી કહ્યું.
વૈશાખ સુદ તેરશનું મુહૂર્ત દીક્ષા માટે સર્વોત્તમ છે. લગ્નકુંડળી પણ મેં બનાવી લીધી છે.”
જોશીજી ! તે પહેલાં બીજું કઈ સારું મુહૂર્ત આવતું હોય તે તે જરા જુઓને !” ખીમચંદભાઈ ફરી જેવા આગ્રહ કર્યો.
ખીમચંદભાઈ! તમે દીક્ષાનું મુહૂર્ત જરદી છે છે પણ મેં બધી રીતે તપાસી જોયું છે. આ મુહૂર્ત ઉત્તમમાં ઉત્તમ છે. વળી આચાર્યશ્રી, હું કે ભવિષ્યવેત્તા તે નથી પણ કુંડળી ઉપરથી કહા શકું છું કે આ મુહૂતમાં જે વ્યકિતની દીક્ષા થશે તેને સંસારમાં યશ મળશે, લાખો મનુષ્ય એમને પૂજશે અને ઉચ્ચપદને મેળવી જેનશાસનને જય જયકાર કરશે. આપ તે જ્યોતિષના જ્ઞાતા છે આપજ કુંડળી તપાસે ને ” આચાર્યશ્રીને કુંડળી
Page #114
--------------------------------------------------------------------------
________________
-
૮
યુગવાર આચાર્ય
બતાવતાં કહ્યું.
જ્યોતિષીજીનું કહેવું યથાર્થ છે. કુંડળી પણ એજ કહે છે. બોલો ખીમચંદભાઈ તમે શું કહે છે?” આચાર્યશ્રીએ કુંડળી જોઈને ખીમચંદભાઈને પૂછ્યું.
ગુરુદેવ! જેવી આપ દયાળુની ઈચ્છા. મુહૂર્ત શેડું મેડું આવે તેની ચિંતા નહિ પણ તેવું જોઈએ સુંદરમાં સુંદર–મંગલમય, જ્યારે આપશ્રી જ્યોતિષીજી અને પં. અમીચંદજી એજ મુહૂર્ત પસંદ કરે છે તે તે જ રાખે.”
પણ તમારે તે પ્રસંગે આવવું જોઈશે, તમારા વિના છગનની દીક્ષા નહિ થાય. જે ઉત્સાહથી તમે છગન. ભાઈને રજા આપી છે, તેવા જ આનંદથી તમે જ તે મંગલમુહૂર્ત પર આવીને દીક્ષાનો ઉત્સવ ઉકેલો.” આચાર્યશ્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું.
દયાળ! મારી ઈચ્છા તે છે કે હું પોતે જરૂર તે પ્રસંગે હાજર રહું, પણ હું કદાચ તે પ્રસંગે એવા કામમાં રોકાયેલ હઈશ કે તેમાંથી છૂટવું મુશ્કેલ બનશે, મારી પાસે સરકારી ઈજારો છે એટલે વિશેષ શેકાઈ શકું તેમ નથી. જે તે સમયે રજા મળી છે તે જરૂર એક દિવસ માટે પણ આવી જઈશ પણ હું ન આવી શકું તે શ્રી સંઘ આનંદપૂર્વક દીક્ષા આપે.”
“ખીમચંદભાઈ! ચરીનો વખત થયેલ છે. હવે આપણે રજા લઈએ. ” ગેડીદાસભાઈએ સુચના કરી.
“ગુરુદેવ! મેં અનુચિત વ્યવહાર કર્યો હોય, મન,
Page #115
--------------------------------------------------------------------------
________________
અમૃત ચોઘડિયું વચન, કાયાથી કોઈ જાતની તકલીફ આપી હોય-આપનું મન દુભાવ્યું હોય તે આપ દયાળુ મને ક્ષમા કરશે. હું અજ્ઞાની છું. મારી વાત મનમાં ન લાવશે. ” વાત કરતાં કરતાં ખીમચંદભાઈનું મન ભરાઈ આવ્યું. તેમણે ગુરુમહારાજના ચરણ પકડી લીધા.
“ખીમચંદભાઈ! ઊઠે, ઊઠો, આ શું? તમે બાળક છે? તમે તે બહાદુરીનું કામ કર્યું છે. તમે નિકટના ભવ્ય જીવ છે. મેં ઘણાને દીક્ષા આપી છે, પણ આ પહેલે પ્રસંગ છે કે આ રીતે આનંદપૂર્વક રજા મળે. તમારે ભાઈ બડભાગી છે. તેનાથી જૈન ધર્મની પ્રભાવના થશે.” ગુરુમહારાજે ખીમચંદભાઈને પિતાના ચરણમાંથી ઉઠાડી મધુર શબ્દમાં ધન્યવાદ આપ્યો.
દયાસાગર ! હું એજ ઈચ્છું છું કે આપની વાણું ફળે. હું મારા પ્રિયબંધુ–મારી જમણી ભુજાને આપના ચરણે સેંપું છું. તેને આપ સદા આપની પાસે જ રાખશે. તેને કદી જુદે ન કરશે. તે બાળક છે. તેનાથી કોઈ અપરાધ થઈ જાય તે આપ તેને ક્ષમા કરેશે.” બોલતાં બોલતાં ખીમચંદભાઇની આંખે આ સુએથી છલકાઈ ગઈ.
“ભેળા રે ભેળા ! શું કહે છે ! છગન તે મારે લાડકો શિષ્ય થશે. તે મારો સીધે વારસ થવા સર્જાયેલ છે. તેને હું કદી દૂર નહિ કરુ ” આચાર્યશ્રીએ ભવિષ્ય વાણી કહી.
“કૃપાનિધાન ! રજા તે આપી મનના આનંદથી આપી. પણ ભાઈ જેવા ભાઈને છેડતા આજે પણ જીવ
Page #116
--------------------------------------------------------------------------
________________
યુવીર આચાર્ય તે નથી ચાલતે. મન એટલું બધું મુંઝાય છે કે પૂછે નહિ.” ખીમચંદભાઈએ મનદુઃખ વ્યક્ત કર્યું.
ખીમચંદભાઈ! તમારી વાત હું સમજી શકું છું. પ્રભુ મહાવીરના ભાઈ તે જ્ઞાની હતા છતાં નંદિવર્ધનને વર્ધમાન કુમારને રજા આપતાં કેટલું દુઃખ થયેલું? પણ હવે બહાદુર બને. ઉદાર મન રાખે. તમારા ભાઈને પ્રાણી માત્ર જગતના ભાઈ–બંધુ બનવા દ્યો. ” આચાર્યશ્રીએ સાંત્વન આપ્યું.
છગન ! પ્રિય બાંધવ ! હૃદય ભરાઈ આવ્યું. અક્ષર પણ બેલા નહિ. ભાઈને છાતી સરસે દા. છગન ભાઈનું મસ્તક મટાભાઈના આંસુથી અભિષિક્ત થયું, છગનભાઈએ પણ આખરી વિદાય વેળાએ મોટાભાઈને ચરણમાં મસ્તક મૂકી દીધું. ભાઈના ચરણે અશ્રધારાથી ભીંજવી દીધાં. ભાઈએ ફરી છાતીએ લગાવ્યું.
આચાર્યશ્રીથી માંડી નાનામાં નાના સાધુની આંખે ભીની થઈ ગઈ. ત્યાં ઉભેલા આગેવાનો–સજજને બધાની આંખના ખૂણા ભીના થઈ ગયા. આંસુ ખરી પડ્યાં. વિદાયનું કેવું કરુણ દ્રશ્ય !
અશ્રુઓ હૃદયને હલકું કરવાની અમોઘ ઔષધિ છે. જ્યારે ખીમચંદભાઈ બહુ આંસુ પાડી રહ્યા ત્યારે તેમનું મન જરા હલકું પડયું અને બેલ્યાઃ
પ્રિય બ્રાતા ! જે ઉત્સાહથી આજે દીક્ષા માટે તૈયાર થયો છે તે ઉત્સાહ ટકાવી રાખજે, તેને ઠંડા ન પડવા દેજે. હમેશાં શુદ્ધ ચારિત્ર પાળજે. ઘણી કસેટીમાંથી તું
Page #117
--------------------------------------------------------------------------
________________
અમૃત ચોઘડિયું
પસાર થયા છે તેથી તારી દ્રઢતા હું જાણું છું, પણ છતાં કાઈ એવું કામ ન કરી બેસતા જેથી ગુરુ અને પિતાને કલક લાગે. હમેશાં ગુરુ મહારાજની આજ્ઞામાં રહેજે અને ધર્મસેવા કરી શાસનના ઉદ્યોત કરજે. ”
૮૧
ઃઃ
વડીલબ ! આપના આશીર્વાદથી મારેા ઉત્સાહ કૈાઈ દિવસ મંદ પડશે જ નહિ. મેં તમને વારવાર ઘણું કષ્ટ પહોંચાડયુ છે, તે તે માફ કરશે. ” છગનભાઈ એ મોટાભાઈની પગરજ શિર પર ચઢાવતાં કહ્યું.
ખીમચદભાઇએ એકવાર ફરી છગનભાઈને છાતીએ લગાવ્યેા અને છગનને છગનના નામથી હુમેશને માટે વિદાય આપી.
આચાર્ય શ્રી તથા મુનિમ`ડળને વંદના કરી, આગેવાન સજ્જનને આભાર માન્યા અને જતાં જતાં પારેખ મેાહનભાઈ ટીકરશીને કહેતા ગયાઃ “ શેઠ ! હું તે સાધારણ માણસ છું. પણ મારી નજીવી ભેટ આપ સ્વીકારે. હુ ઘણુ કરીને તે। દીક્ષાપ્રસ`ગે પહેાંચીશ પણ કાવશ ન આવી શકયા તે તે રકમ આપ ચેાગ્ય લાગે ત્યાં વાપરશે.
22
ખીમચંદભાઈ વડોદરા ચાલ્યા ગયા. દીક્ષાના સમયે ન પહોંચી શકળ્યા. દીક્ષાની તૈયારી ચાલી. રાધનપુર આખામાં આનંદ આનંદ ફેલાઈ રહ્યા. છગનભાઈ ને ભેાજનના નિમંત્રણ ઉપર નિમંત્રણ આવવા લાગ્યાં. બધા તેમનું રૂડુ આતિથ્ય કરવા લાગ્યા. મહિનેાદિવસ તે। દીક્ષાના વરઘેાડા નીકળ્યા. છેવટે એ અમૃત ચેઘડિયુ આવી પહેાંચ્યું. મુક્તિરમણીને વરવાને કલૈયા કુંવર ઠાઠમાઠપૂર્વક વરઘેાડે ચડવા.
Page #118
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
રેશમી વસ્ત્રો અને અનેક આભૂષણોથી વિભૂષિત છગનભાઈને જેવાને રાધનપુરના નગરજને એકઠા મળ્યા. શ્રીસંઘે દીક્ષાના ઉત્સવમાં આનંદપૂર્વક ભાગ લીધે. કુમારિકાઓએ વધાવ્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુમકુમ તિલક કર્યા. વૃદ્ધાઓએ અંતરના આશીર્વાદ આપ્યા. શ્રીસંઘે અક્ષતથી વધાવ્યા. જેન–અજૈન બ્રાહ્મણ–વૈશ્ય, હિન્દુ-મુસલમાન બધાએ સંસારને ત્યાગ કરનાર યુવાન નરરત્નને પુપોથી માન આપ્યું. છગનભાઈની મનોકામના ફળી.
રંગબેરંગી વસ્ત્રો અને વિવિધ આભૂષણે ઉતારી નાખ્યાં. ગુરુદેવ, સાધુમંડળ, સાધ્વીવૃંદ હજારો લોકોને નમન કરતા, હસતા હસતા દીક્ષાની મંગળ ક્રિયા માટે મંડપમાં નાણુ પાસે દોડી આવ્યા. આચાર્યશ્રીએ સ્વહસ્તે દીક્ષાવિધિ કરી. આનંદપૂર્વક ક્રિયા પૂરી થઈ. હજારો લોકોએ નવીન સાધુને વધાવ્યા. ધન્ય ધન્યના અવાજે કરી આકાશ ગજાવી મૂકયું. તેમનું નામ મુનિ વલ્લભવિજયજી બહુ જ અર્થસૂચક રાખ્યું. | મુનિ મહારાજશ્રી હર્ષવિજ્યજીના શિષ્ય થયા. બે ઘડી પહેલાં જે જુવાન હજારેને નમન કરતા હતા તે બાળમુનિને હજારે સ્ત્રી-પુરુષ વંદન કરવા લાગ્યાં.
આજ આપણા ચરિત્રનાયકને જન્મ સફળ થયે. આજ મનની મુરાદ ફળી. હૃદયના તાર ઝણઝણી ઊડયા. મનને મેર નાચી ઊઠયે. હર્ષને પાર ન રહ્યો. આજ બેડે પાર થયો. દરિદ્રને જાણે ચિન્તામણિ રત્ન મળી ગયું. વર્ષોની તપશ્ચર્યા કરનાર તપસ્વીને જાણે આત્મસાક્ષાત્કાર થયો,
Page #119
--------------------------------------------------------------------------
________________
અમૃત ઘડિયું
આજનો દિવસ જીવનને મંગળમય દિવસ હતો. આજની રાત્રિ આનંદરાત્રિ હતી. ભવિષ્યના જીવનના અનેક અભિલા, અનેક મહત્ત્વાકાંક્ષાઓ, અનેક કાર્યો, અનેક ઉડને, અનેક સેણલાં આજે લાધ્યાં. મધુર મધુર સ્વસ ઉતરી આવ્યાં. ત્રિલોકનું રાજ્ય મેળવવા જેટલો હર્ષ મેં ઉપર તરી આવ્યો. - આચાર્યશ્રી પિતાની પાસે સૂતેલા નૂતન બાળમુનિને હસુ હસુ થતા પ્રફુલ્લ ચહેરાને રિમત વદને નીહાળી રહ્યા. અંતરના આશીર્વાદ આપ્યા.
સંવત ૧૯૪૪ ના વૈશાખ સુદી ૧૩ ને મંગળમય દિવસ ખરેખર અમૃત ચોઘડિયું હતું.
Page #120
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–અધ્યાપન
( ૧૨ )
આચાર્યશ્રીના અંતેવાસી રહેવા સર્જાયેલા મુનિશ્રી વલ્લભવિજયજી ગુરુદેવની સાથે સાથે વિહાર કરવા લાગ્યા. પ્રથમ ચાર્તુમાસ ગુરુદેવની સાથે રાધનપુરમાં થયું. છેલ્લા પાંચ વર્ષથી ગુરુમહારાજની પાસે વારંવાર રહેલા. અભ્યાસ પણ ઘણો સાર કર્યો હતે, હવે તે અભ્યાસને વધારવાની તક મળી. અભ્યાસ આગળ ચલાવ્યું. ચંદ્રિકા પૂર્વાર્ધ પૂરી કરી. પછી પં. અમીચંદ્રજી પંજાબ ગયા અને મુનિમહારાજ પણ નવીન જીવનની ક્રિયાવિધિની તાલીમમાં ગુંથાયા. અભ્યાસ થડા વખતને માટે બંધ પડે. રાધનપુરથી વિહાર કરી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી હૃદયને
Page #121
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-અધ્યાપન
પવિત્ર કર્યું. અહીથી અમદાવાદ તરફ વિહાર કર્યાં. રસ્તામાં માંડળમાં ખીમચંદભાઈ સહકુટુંબ દેશનાથે આવ્યા. “ ગુરુદેવ ! મન્થેણ વંદામિ. ”
(6
ધમ લાભ ! આહા ખીમચંદભાઈ આવ્યા કે? ચાલેા અહુ સારું કર્યું. વલ્લભ ! મોટાભાઇ આવ્યા છે. ”
જી આવ્યો ! ”
<<
મધ્યેણ વઢામિ.” આખા કુટુંબે વંદન કર્યું.
“ ધર્મલાભ ! ”
ઃઃ
૮૫
“ કેમ ખીમચંદભાઈ ! દીક્ષા અવસરે ન આવી શકવા કે ! આવ્યા હાત તે બહુ આનંદ થાત. રાધનપુરના શ્રીસ`ઘે દીક્ષા મહાત્સવ બહુ જ ધામધૂમથી કર્યા હતા.” આચાય શ્રીએ ખીમચંદભાઈ ને દીક્ષાના આનંદ ઉત્સવની વાત કરી.
“ સાહેબ! ઘણું પહોંચવું હતું પણ દરબારી કામને લીધે છેક છેલ્લી ઘડીએ રોકાઈ જવું પડયું. ”
tr
જીએ ! વલ્લભની કશા ચિંતા ન કરશેા. તે તે મારે લાડકા શિષ્ય છે. ”
“ સાહેબ ! આપના ચરણમાં શું દુ:ખ હોય. અમે તે આપને સાંપ્યા છે. ”
ઃઃ
બહુ જ અભ્યાસી છે. બુદ્ધિ પણ તેજ છે અને મે તે આજથી જ મારી રહસ્યમત્રી બનાવી દીધેા છે. એક દિવસે તે બહુ ઉચ્ચ સ્થાન મેળવશે. ”
Page #122
--------------------------------------------------------------------------
________________
૮
યુગવીર આચા
“ ગુરુદેવ આપની વાણી ફળે. ” બધાં ખેલી ઉઠયાં.
“ સાહેબ ! અમને તે
ભૂલ્યા ભુલાતા પણ નથી. ”
“ બહેન ! માહ વસ્તુ
ખુલાસા કર્યાં.
હજી પણ રાજ સાંભરે છે. અહેન ખેલ્યાં !
એવી
છે. ’’ આચાય શ્રીએ
“ સાહેબ ! અમને બધાને તેમના પ્રત્યે બહુ જ સ્નેહ હતા. તે એટલા બધા વિનયી હતા કે મને તે માતા તુલ્ય માનતા. ” ભાભીએ સ્નેહ વ્યક્ત કર્યાં.
“ ભાભી તેા માતા જ ગણાય ને ! ” આચાય શ્રીએ ન્યાય આપ્યા.
66
પણ સાહેબ! આ શરીરે કદી કષ્ટ વેઠયું નથી. તેમના દેહ તે કેવો સુકામળ છે? કેવા સુંદર વાળ શેભતા હતા ? છૂટ-મેાજા' તે તેમને બહુ ગમતાં અને તિયું તેા બહુજ સરસ રીતે પહેરતા. તેમના કેટ આદિ જોઈ જોઇને હજીએ વારંવાર આંસુ આવી જાય છે. ” ભાભી ગળગળાં થઈ ગયાં. ખીજાએની આંખમાં પાછો અશ્રુ ઉભરાઇ આવ્યાં.
“ ભાભીને તેા દિયર લાડકા હાય જ અને તમને એમના ગુણા વગેરે સાંભરે તે સ્વાભાવિક છે, પણ તમારા કુટુબનું એ રત્ન છે. આખુ જગત તેનું કુટુંબ બન્યું છે. તમે જરા પણ ચિંતા ન કરશે. તમારા જેવા ધમપ્રેમી આમ આંસુ પાડે કે આનંદ માને ? ” આચાય શ્રીએ સાંત્વન આપ્યું.
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-અધ્યાપન
“ કૃપાળુ ! સાધુમાગ બહુજ વિકટ છે. તલવારની ધાર સમાન છે. ભલભલા એ મા ચાતરી શાસનની હેલના કરાવે છે. ” ખીમચંદભાઇએ શકા કરી.
८७
“ ખીમચંદભાઇ ! મગમાં કેરડુ નથી હાતા ? તેમ કાઇ હાય. પણ તમારે વલ્લભ તે કુળરત્ન થશે. મારા પટ્ટધર થશે, ” આચાર્યશ્રીએ ભવિષ્યવાણી કહી.
“ સાહેબ ! સુખશાતામાં રહેશે. ગુરુદેવના ચરણ છેડશે! નહિ, સુખશાતાના પત્ર લખતા રહેશે. કાઈ વસ્તુના ખપ હોય તે જરૂર જણાવશેા. અમે આજે સાંજે જવાના છીએ. મથ્થુણ વંદામિ. ” ખીમચંદભાઈ એ રજા લેતાં વિનતિ કરી.
((
ધલાભ ! મને અહીં ખૂખ જ આનંદ છે. મધા મારા તરફ ખૂબ મમતા રાખે છે. ગુરુદેવની તે મારા પર પૃ કૃપા છે. આપ સૌ સુખેથી જશે. મારી તલમાત્ર ચિંતા ન કરશે. જે વસ્તુની જરૂર પડે છે તે ગુરુકૃપાથી મળી રહે છે. કાયવશ પત્ર ન લખાય તે ચિંતા ન કરશેા. વડાદરામાં જે યાદ કરે તે બધાને ધર્મલાભ કહેશે. ” મહારાજશ્રીએ ખીમચંદભાઇને નિશ્ચિત કર્યાં.
કુદરતની કેવી રચના છે ! હજી ગઈ કાલે મેટાભાઈના ચરણમાં પોતાનું શિર મૂકયું હતું, તે માટાભાઈ પેાતાની મોટાઈ ભુલી ગયા ને નાનાભાઈના ચરણમાં વંદણા કરી. જે ભાઈ ગઈ કાલે પોતાના લઘુ અને કુળની મેાટાઇની દ્રષ્ટિએ સાધુ થવા નહાતા દેતા, ભાઈ ને કેદી
Page #124
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
જીવનમાં રાખતા, વારંવાર નાસી જતા ભાઈને ધમકાવી ઘસડી લાવતા, તે એવા તે ધર્મપ્રેમી બન્યા કે અડધી રાત્રે ગુરુને જગાડી દીક્ષા માટે રાજીખુશીથી રજા આપી.
જે જીવ ઉચ્ચ જીવન માટે અભિલાષ રાખે છે, જે આત્મા ઉચ્ચ આદર્શ માટે સર્જાયેલ હોય છે, જે મનુષ્ય જગતના કલ્યાણની સાધના માટે આવ્યા હોય છે તેને અનેક મુશ્કેલીઓ તે કસોટી રૂપે આવે છે, તેમાં તેની અગ્નિપરીક્ષા હોય છે. પણ તે પ્રભાવી–પુરુષ અને પિતાની સાધનામાં સફળ થાય છે. કુદરતને હિસાબ બહુજ ચેકકસ હોય છે. કર્મનાં લેખાં સર્વ સમયે અબાધિત હોય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ
[ ૧૩ ]
L
_
વલ્લભ! ” આચાર્યશ્રીએ અવાજ દીધો.
જી સાહેબ ! આવ્યો.” મહારાજશ્રીએ જવાબ આપે.
. એ. એફ. રૂડોલફ હાલના પ્રશ્નોના જવાબ મેં લખી રાખ્યા છે. તેની સારા અક્ષરે નકલ કરી શ્રી. મગનલાલભાઈ દલપતભાઈને અમદાવાદ મોકલાવશે. તે કાકટરને મેકલવાની વ્યવસ્થા કરશે. ભૂલ ન રહે. બીડવાં પહેલાં મને બતાવી લેજે.” આચાર્યશ્રીએ આપણું ચરિત્રનાયકને કામ બતાવ્યું.
Page #126
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય જી! આજે જ તૈયાર કરીને આપશ્રીને બતાવી જઈશ.”
જુઓ મેં જ્યાં જ્યાં સૂત્રો પાઠ આવે છે ત્યાં અધ્યાય અને લેકની સંખ્યા લખી છે. તે જરા જોઈ લેશે. કાંઈ ન સમજાય તે પૂછીને લખશે.”
સારું સાહેબ !”
વલ્લભ ! હમણાં હમણાં આવાં કામ આવ્યાજ કરે છે અને તને તારા પાઠને પણ વખત નહિ મળતું હોય ? – આચાર્યશ્રીને મહારાજશ્રીના અભ્યાસની ચિંતા થઈ.
“પ્રભે આ પણ એક જાતને પાઠ જ છે ને? મને તે આમાંથી ઘણું ઘણું જાણવાનું મળે છે.”
એ તો ખરું ! પણ છેડો ઘણે અભ્યાસ તે જરૂરી છે. તું એમ કર, પંડિતજીને સવારના આવવાનું કહે. ભલે તારા માટે ખાસ વખત રાખવું પડે.”
ના જી ના ! એમ શા માટે ? બે વખત પંડિતજીને કાંઈ નથી બોલાવવા. કામ હશે ત્યારે હું નહિ બેસું, બીજા સાધુઓ બેસશે. આપ મારા માટે ચિંતા ન કરે. ગુરુદેવ ! હું ખરું કહું છું કે મને આ કાર્યમાંથી પણ મેટો પાઠ મળી રહે છે.”
પણ ભાઈ ! મારે તો તેને માટે વિદ્વાન અને શાસ્ત્રવેત્તા બનાવવો છે. મારે વલ્લભ તો ધર્મ–પ્રદીપ બનશે.”
પ્રભો ! આપ તથા મારા ગુરુવર્યાની અમીદ્રષ્ટિ
Page #127
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ
૧
હશે તે બધું ય થશે. હું તે આપ બન્નેને દાસાનુદાસ સેવક છું.”
માંડલથી વિહાર કરી આપણા ચરિત્રનાયક શ્રી સૂરિજી મહારાજની સાથે અમદાવાદ પધાર્યા. શ્રી સૂરિજી મહારાજની આંખમાં મોતિયા આવી ગયાં હતાં તેને માટે શેડો વખત અમદાવાદ રહેવું પડયું. અમદાવાદથી વિહાર કરી મહેસાણા આવ્યા, આપણું ચરિત્રનાયકનું બીજું ચાતુર્માસ (૧૯૪૫) મહેસાણામાં થયું. અહીં ડૅ. રૂડોલફના પત્ર આવતા અને આચાર્યશ્રી તેમના પ્રશ્નોના જવાબ લખીને તેની સારા અક્ષરે નકલ કરવા આપણા ચરિત્રનાયકને આપતા. એમ તે વર્ષોથી આચાર્યશ્રીના રહસ્યમંત્રીનું કામ તેઓજ કરતા હતા. અભ્યાસ પણ થોડો છેડો ચાલતું હતું પણ મુખ્યત્વે આખો દિવસ કામમાં રોકાયેલા રહેતા.
એવામાં ચાર સજજન દીક્ષાની અભિલાષાથી આચાર્યશ્રી પાસે આવ્યા. આચાર્યશ્રીએ પોતાના સિદ્ધાંત પ્રમાણે તેઓને અભ્યાસ કરવા સૂચના કરી અને એ અભ્યાસ કરાવવાનું કામ આપણા ચરિત્રનાયકના શિરે આવ્યું. આ રીતે આપણા ચરિત્રનાયક નાની ઉંમરમાં પોતાની બુદ્ધિશકિત, કાર્યદક્ષતા અને વિનમ્રતાને લીધે વ્યવહારથી નહિ પણ નિશ્ચય રીતે ઉપાધ્યાય બન્યા.
આટલું બધું જવાબદારીનું કામ હોવા છતાં વૃદ્ધ મુનિરાજશ્રી પ્રમોદવિજયજી મહારાજ તથા મુનિ મહારાજથી અમરવિજયજી મહારાજ પાસેથી ચંદ્રિકા ઉત્તરાર્ધના
Page #128
--------------------------------------------------------------------------
________________
૯૨
યુગવીર આચાય
દસ ગણેનું અધ્યયન કરી લીધું; અભ્યાસ માટેની કેવી ધગશ ? - મહેસાણાથી વિહાર કરી શ્રી સૂરિજીની સાથે વડનગર, વિસનગર થઈને તારંગા જતાં ખેરાલુમાં ઘોઘાનિવાસી શ્રી મગનલાલભાઈ દીક્ષા લેવાની ભાવનાથી સૂરિ. જીને મળ્યા. તેમને પણ વલ્લભવિજયજી પાસે અભ્યાસ કરવા આજ્ઞા મળી. તારંગાથી યાત્રા કરી વિહાર કરતા કરતા સૌ પાલણપુર આવી પહોંચ્યા.
ગુરુદેવ! મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી પાસે અભ્યાસ કરનારા ભાઈએ કેણ છે?” એક દિવસ વ્યાખ્યાન પૂરું થયા પછી સંઘના આગેવાનોએ આચાર્ય શ્રીને પૂછ્યું.
એ પાંચે ભાઈએ દીક્ષાના ઉમેદવાર છે. હમણાં તે અભ્યાસ કરે છે. ” આચાર્યશ્રીએ ખુલાસો કર્યો.
બાપજી ! પાલણ પુર સંઘના એવાં અહોભાગ્ય કયાંથી કે પાંચ મહાનુભાવોની દીક્ષા મહોત્સવ ઉજવી આનંદ મનાવે ? આપની કૃપાદ્રષ્ટિ હોય તે અમને તે ઉત્તમ લાભ માટે આજ્ઞા ફરમાવે. ” સંઘે વિનંતિ કરી.
સંઘની ઈચ્છા હોય તો એ પાંચે ભવી છે તે તૈયાર છે, ઘણા વખતની તેમની અભિલાષા છે. મારી તે સંમતિ છે. પણ હું તે ભાઈઓને જરા બરાબર પૂછી ને પછી તમને ચક્કસ જણાવું.” આચાર્યશ્રીએ નિર્ણય કરવા ઈચ્છા દર્શાવી.
Page #129
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ
કૃપાનાથ ! લાવું ! આપ ફરમાવે તે હમણાં જ બોલાવી લાવું.” એક ગૃહસ્થ ઉત્સુકતા બતાવી.
ભલે ! બોલાવી લાવે. અત્યારે જ નિર્ણય કરી લઈએ.” આચાર્યશ્રીએ આજ્ઞા આપી.
“ ગુરુદેવ ! મથ્થણ વંદામિ. આપ દયાળની શી આજ્ઞા છે ?” પાંચે ભાઈઓએ આચાર્ય પાસે આવી વિનયથી પૂછ્યું.
ભાગ્યશાળીઓ ! પાલણપુર શ્રીસંઘના આગેવાનોની ભાવના છે કે તમારી દીક્ષા અહીં જ થાય. દીક્ષાને ઉત્સવ. કરવાની શ્રી સંઘની તીવ્ર ઈચ્છા છે. વળી તમે પણ ઘણું સમયથી તેજ ભાવના સેવે છે. તમારી બધી રીતે અનુકુળતા હોય તે જ હા પાડજે.” આચાર્યશ્રીએ પરીક્ષા. કરવા પ્રશ્ન કર્યો.
કૃપાસિંધુ ! અમે તે અત્યંત ઉત્સુક છીએ. અમે તે તે મંગળ ઘડીની રાહ જોઈ રહ્યા છીએ. આપશ્રી હવે વિલંબ ન કરે. અમને જુદા ન રાખો.” ગળગળા થઈ પાંચે એ વિનંતિ કરી.
જહાસુખમ! તમારી ભાવનાઓ સિદ્ધ થાઓ. તમે ખુશીથી તૈયારી કરો. પાંચે ભાઈઓની દીક્ષા અહીં જ થશે.”
સંઘમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો. દીક્ષા મહેત્સવની તૈયારી થવા લાગી. દીક્ષાને વરઘોડો ઠાઠમાઠથી નીકળે. આખું પાલણપુર પાંચ ભવ્ય અને જેવાને
Page #130
--------------------------------------------------------------------------
________________
૯૪
યુગવીર આચાય નીકળી પડયું. મોટા મંડપમાં શ્રી સંઘની મોટી મેદની વચ્ચે પાંચે ભાઈઓની દીક્ષાની ક્રિયા થવાની તૈયારી ચાલતી હતી ત્યાં બીજા બે સજજન દીક્ષાની અભિલાષાથી આવી પહોંચ્યા. એક હતા લીંબડીનિવાસી શ્રી જયચંદભાઈ અને બીજા હતા શ્રી અનંતરામ. શ્રી અનંતરામ સ્થાનકમાગી સાધુતાને ત્યાગ કરીને આવ્યા હતા. જનતાને ભારે આશ્ચર્ય અને આનંદ થયે. સાત સજજનોની દીક્ષા બહુ આનંદથી થઈ.
ઝીંઝુવાડાનિવાસી શ્રી દીપચંદભાઈનું નામ શ્રી ચંદ્રવિજ્યજી, દશાડાના શ્રી વર્ધમાનભાઈનું નામ શ્રી શુભવિજયજી, ઘોઘાના શ્રી મગનલાલભાઈનું નામ શ્રી મતીવિજયજી રાખવામાં આવ્યું અને એ ત્રણે મુનિઓને મુનિમહારાજશ્રી હર્ષવિજયજીના નામની દીક્ષા આપવામાં આવી. પાટણનિવાસી શ્રી વાડીલાલભાઈનું નામ શ્રી લબ્ધિવિજયજી રાખવામાં આવ્યું અને તેમને શ્રી હીરવિજયજી મહારાજના નામની દીક્ષા આપી. અમદાવાદના શ્રી મગનભાઈનું નામ શ્રી માનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને શ્રી પ્રેમવિજયજી મહારાજના નામથી દીક્ષા આપી. લીંબડીના શ્રી જયચંદભાઈનું નામ મુનિ શ્રી જશવિજયજી રાખવામાં આવ્યું અને તેમને આચાર્યશ્રી વિજ્યકમળસૂરિજીના શિષ્ય બનાવ્યા. શ્રી અનંતરામનું નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું અને તેમને સુમતિવિજયજી ઉર્ફે સ્વામીજી મહારાજના નામથી દીક્ષા આપી.
સાતે મુનિરાજેને આજે આનંદને દિવસ હતો.
Page #131
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ
૯૫
આચાય શ્રીની સંઘ ભૂરિભૂરિ પ્રશંસા કરવા લાગ્યું. સાત સાત દીક્ષાના ભાવિકાને દીક્ષા આપી પણ કેટલી ઉદાર ભાવના ? સાતે નવીન શિામાંથી કેાઈ ને પેાતાના નામની દીક્ષા ન આપતાં બીજા મુનિરાજોના નામની દીક્ષા આપી.
નવીન માળમુનિએ પોતાના અધ્યાપક-આપણા ચરિત્રનાયક પાસે આવ્યા અને પરમ ઉપકારી વિદ્યાગુરુને આનંદપૂર્વક વંદણા કરી.
પાલણપુરથી વિહાર કરી આચાર્યશ્રી આબૂજી તથા પચતીર્થી આદિ તીર્થોની યાત્રા કરી પાલી ( મારવાડ ) પધાર્યા. આપણા ચરિત્રનાયક પણ સાથે જ હતા.
“ વલ્લભ ! મેં સાંભળ્યું છે કે પંચતોર્થીમાં આલીમાં તમે રાત્રે લોકોને ઉપદેશ આપ્યા હતા ? ” આચાય શ્રીએ પ્રશ્ન કર્યાં.
“ સાહેબ ! માલીમાં રાત્રે કેટલાક ભાઈ એ આવી પહેોંચ્યા. આપ શ્રી વિહારથી શ્રમિત હતા એટલે મે જ એ ચાર વાતા કરી વિદાય કર્યા. ” ચરિત્રનાયકે નમ્રતાથી ખુલાસા કર્યો.
“ પણ મે તે એ પણ સાંભળ્યુ કે તે બીજે દિવસે નાડલાઇમાં વ્યાખ્યાન પણ વાંચ્યું હતું.
""
“ જી ! વ્યાખ્યાન શું ! મલિક સભળાવવા લેાકેાને આગ્રહ થયે! એટલે મારી પાસે એક ઉપદેશમાળા હતી તેમાંથી પાંચ દશ ગ્લેાકેા વાંચી તેના અથ સમજાવ્યા. એકાદ કથા કહી. ”
Page #132
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય “વાહ ! તે તે તું હવે વ્યાખ્યાતા થયે. બધા કહે છે કે તારી જીભમાં માધુર્ય છે. લોકોને તારું વ્યા
ખાન બહુ જ પસંદ પડ્યું- હું ભાઈજીને કહીશ કે હવે તને જ વ્યાખ્યાન માટે કહે. તારે તે મેટા વ્યાખ્યાતા પણ થવું જ પડશે ને ?” આચાર્યશ્રીએ ઉત્સાહ વધાર્યો.
આપણા ચરિત્રનાયકનું આ પ્રથમ વ્યાખ્યાન. અને એ પ્રથમ વ્યાખ્યાનથી જ તેમની વકતૃત્વ શક્તિના દર્શન થયાં અને ગુરુદેવની આશીષ ફળી. મારવાડના એક નાના ગામમાં શરૂ કરેલી વ્યાખ્યાનમાળા જગતના ચોકમાં પહેચશે, પંજાબથી માંડી દક્ષિણ સુધી એ વ્યાખ્યાનનાં ગુંજનો ગાજશે એવી તે કઈને કલ્પના પણ નહોતી.
પાલીમાં આચાર્યશ્રીએ સં. ૧૯૪૬ ના વૈશાખ સુદી ૧૦ ના શ્રી નવલખા પાર્શ્વનાથજીના મંદિરમાં આપણું ચરિત્રનાયક તથા બીજા છ સાધુઓને વડી દીક્ષા આપી. આચાર્યશ્રી વિહાર કરી જોધપુર પધાર્યા. આપણા ચરિત્રનાયક ગુરુવર્ય શ્રી હર્ષવિજયજી મહારાજની તબિયત નરમ રહેતી હોવાથી તેઓ પાલીમાં રહ્યા. એ રીતે ૧૯૪૬ નું ત્રીજું ચોમાસું પાલી (મારવાડ) માં થયું.
પાલીમાં ઘણીવાર તેમને વ્યાખ્યાન વાંચવું પડતું. પર્યુષણમાં તે આઠે દિવસ તેમણે જ વ્યાખ્યાન વાંચી લોકનાં મનરંજન કર્યા હતાં. અહીં ચોમાસામાં ગુરુમહારાજની પાસે આત્મપ્રબોધ અને કલ્પસૂત્રની સુબાધિકા ટીકાનું અધ્યયન કર્યું. ગુરુદેવ બહુજ શાંત અને અધ્યયન કરાવવામાં કુશળ હતા. આચાર્યશ્રીના કેઈપણ શિષ્ય એવા
Page #133
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ નહિ હોય, જેમને શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીએ સૂત્રોનું અધ્યયન ન કરાવ્યું હેય.
વળી અહીં મહારાજશ્રીએ ચંદ્રિકા પણ સમાપ્ત કરી લીધી. અમરકેશ પણ છેડેક કંઠસ્થ કર્યો. પાલીના ઉપાશ્રયમાં એક જ્યોતિષી હતા, તેમની પાસેથી જ્યોતિષવિદ્યા પણ ડીઘણી શીખ્યા.
ચાતુર્માસ પૂર્ણ થયે અહીંથી વિહાર કરી અજમેર આવ્યા. આચાર્યશ્રી પણ જોધપુરથી અજમેર પધાર્યા. અજમેરમાં આચાર્યશ્રીની સાથે સેળ મુનિમહારાજે હતા. અજમેરના સંઘ હર્ષ માટે નહોતે.
શ્રી સંઘે આચાર્યશ્રીનું ખૂબ સન્માન કર્યું. સમવસરણની રચના કરાવી અને અઠ્ઠાઈ મહત્સવ કર્યો. અહીંથી વિહાર કરી જયપુર આવી પહોંચ્યા. જયપુરમાં શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીની તબિયત ફરી ખરાબ થઈ ગઈ તેથી મહારાજશ્રી ગુરુજીની સેવામાં રહ્યા અને આચાર્ય શ્રીએ દિલ્હી તરફ વિહાર કર્યો. અહીં ગુરુવર્યની સેવામાં આપણા ચરિત્રનાયક તેમજ મુનિ મહારાજ શ્રી શુભવિજયજી તથા શ્રી મેતીવિજયજી મહારાજશ્રી હતા. જરા તબિયત સારી થઈ એટલે ધીમે ધીમે વિહાર શરૂ કર્યો અને આચાર્યશ્રીને દિલ્હી આવી મજા.
ભાઈ ! હવે કેમ જણાય છે?” આચાર્ય શ્રીએ શ્રી હર્ષવિજયજી મહારાજની પાસે જઈ પૂછ્યું.
કેણ ! ગુરુદેવ ! આપે કેમ કણ લીધું ? મને
Page #134
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય તે હવે ઠીક લાગે છે. કાલે રાતે જરા ગભરામણ થઈ હતી, પણ અત્યારે તે સારું છે. આપ મારી બહુ ચિતા કરે છે ? ” શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીએ જવાબ આપે.
ભાઈજી ! મારે પંજાબ ગયા સિવાય ચાલે તેમ નથી, જે આ વખતે નહિ પહેચાય તે ઘણું કામે અધૂરાં રહેશે. અહીં તમારી તબિયતની ચિંતા પણ રહે છે. ” આચાર્યશ્રીએ ચિંતા વ્યક્ત કરી.
પ્રભે આપ સુખેથી પંજાબ પધારે. અહીં શ્રી શુભવિજ્યજી, શ્રી મતીવિજ્યજી તથા વલ્લભ છે ને ! તેઓ તે મારી ખૂબ ખૂબ સેવા કરે છે. અજમેરમાં તે ત્રણે મુનિરાજેએ મારા માટે ઉજાગરા પણ કરેલા.”
તેમાં શું નવાઈ કરે છે ? તમારા જેવા ગુણીની સેવા કરવી એ તે સાને ધર્મ છે.”
જુઓ વલ્લભ ! તમે બધા અહીં જ રહી જાઓ. દિલ્હીમાં સારા હકીમે મળી રહેશે. વળી દિલ્હીને શ્રી સંઘ બહુ જ ગુરુભકત છે. જે ભાઈજીની તબિયત સારી થઈ જાય તે પંજાબ તરફ વિહાર કરશો. પણ કદાચ વખત વિશેષ લાગે તે અહીં ચોમાસાની પણ બધી અનુકૂળતા થઈ રહેશે.”
ગુરુદેવ ! અમે ખુશીથી ગુરુદેવની સેવા માટે રહીશું. અમારી ચિંતા ન કરશે.” શ્રી વલ્લભવિજયજીએ સેવા માટે તૈયારી બતાવી.
Page #135
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ
૯૯ “ના તમે એકલા-અજાણ્યા છે તે હું જાણું છું, પણ મુનિ મહારાજ શ્રી કમળવિજયજી મહારાજ અહીં ચાતુર્માસ કરવાના છે. તેમને તમને સારો સાથ મળશે. તમારી તેઓ ખૂબ સંભાળ રાખશે.”
પ્રભ ! આપ સુખેથી પધારે. અમે આપને ભાઈજીની તબિયતના ખબર વારંવાર આપીશું. અમારાથી બનતી બધી સેવાસુશ્રુષા કરીશું.” આપણા ચેરિત્રનાયકે હિંમતથી જવાબ આપે.
આચાર્યશ્રી વિહાર કરી ગયા ને અહીં ભાઈજીની તબિયત બગડી. દિલ્હી શ્રીસંઘના આગેવાને વાત સાંભળી તરત જ ઉપાશ્રયે દેડી આવ્યા. દિલ્હી તે શું પણ આખા હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ એવા હકીમ મહમૂદમાંને બોલાવી લાવ્યા. હકીમજીએ બનતા બધા ઉપાયે કર્યા પણ તબિયત વિશેષ ખરાબ થતી ગઈ. આપણું ચરિત્રનાયક તો રાતદિન ગુરુસેવામાં અખંડ સેવાભાવે લીન થઈ ગયા હતા. આરામનું તે નામ નહોતું, પણ કદી કદી ગોચરી પણ ભૂલી જતા. શ્રી મેતવિજયજી અને શ્રી શુભ વિજયજી મહારાજશ્રીએ પણ ભાઈજીની ભારે સેવા કરી. દિલ્હીને સંઘે તે ગુરુવર્યની સેવાભકિત, આષધવૈદ્ય-વગેરેમાં કશી કમીના ન રાખી. પાલીમાં એક યતીના ઈલાજથી પહેલાં આરામ થયેલો. તેમને પાલીથી ખાસ તાર કરી બોલાવવામાં આવ્યા.
મહારાજશ્રી ! મેં ગુરુજીને બરાબર તપાસ્યા છે. પાલીમાં તે તેમને આરામ પણ થયો હતો. આજે તે
Page #136
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
શરીર ખૂબ કથળ્યું છે.” યતિશ્રીએ શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીને બરાબર તપાસી મહારાજશ્રી તથા સંઘના આગેવાને જુદા બેલાવી કહ્યું.
પણ આપ તે વયેવૃદ્ધ અને બહુ જ અનુભવી અને સિદ્ધહસ્ત વૈદ્યરાજ છે. આપ અમને સાચી સલાહ આપશો એટલા માટે તે આ ગુરુભકતાએ આપને પાલીથી બેલાવ્યા છે. ” શુભવિજયજીએ વૈદ્યરાજને ખુલાસે પૂછો.
મારા હાથમાં હવે બાજી રહી નથી. આ રોગ અસાધ્ય છેઃ સાધ્ય હોય તે તે હજાર ઉપાય થઈ શકે. મારે સાઠ વરસને અનુભવ કહે છે કે હવે ગુરુમહારાજની જીવનદોરી જર્જરિત થઈ ગઈ છે. અંતિમ સમાધિ અને શાંતિ માટે હવે બધા પ્રયત્ન કરવા જોઈએ.” યતિએ સ્પષ્ટ કહી દીધું.
સાહેબપંજાબથી વૈદ્યરાજ પધાર્યા છે.” હજી તો યતિશ્રી બેઠા છે અને ગુરુજીના ઈલાજ માટે શું કરવું તે વિચાર ચાલે છે, ત્યાં એક ગૃહસ્થ ખબર આપ્યા.
પધારોપધારો! વૈદ્યરાજ ! અમે બધા મૂંઝવણમાં પડયા છીએ. આપશ્રી અમને કોઈ ઉપાય બતાવે તે કૃપા.” સંઘના આગેવાનોએ વૈદ્યરાજનું સ્વાગત કરતાં વિનંતિ કરી.
પંજાબના પ્રસિદ્ધ વૈદ્યશ્રી સુખદયાલ આચાર્યશ્રીના આદેશથી આવ્યા હતા. તે જડિયાલાગુરૂના વૈદ્ય હતા. ૭૦ વર્ષની ઉમરના વૃદ્ધ વૈદ્યરાજે મુનિ મહારાજશ્રી
Page #137
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ
૧૦૧ હર્ષવિજયજીને ઘણીવાર તપાસ્યા. થોડીવાર વિચાર કર્યો અને પછી યતિશ્રીની સાથે રોગ-દવા-નિદાન અને ઈલાજ માટે ખાનગી રીતે બેચાર વાત કરીને સ્પષ્ટ જણાવ્યું.
મને આચાર્યશ્રીએ મોકલ્યો છે. તેમણે મને એ પણ સૂચના આપી છે કે તમારો સ્પષ્ટ અભિપ્રાય તમે આપશે. મેં પણ ખૂબ વિચાર કરી જે. વળી શ્રી યતિશ્રી અહીં હાજર હોવાથી તેમની સાથે પણ મેં ઠીક ચર્ચા કરી છે.”
આપ અમને જે કહેશો તે અમે બરાબર માનીશું અને યથાયોગ્ય તે પ્રમાણે કરીશું.” એક આગેવાને વૈદ્યરજને કહ્યું.
મહારાજશ્રી ! હું જાણું છું કે તેઓ આપના પરમપૂજ્ય ગુરુદેવ છે. હું એ પણ જાણું છું કે આપ તેમને માટે પ્રાણ પાથરી રહ્યા છે. શ્રી સંઘની સેવાભકિત તે પ્રશંસનીય છે, પણ તૂટીની બૂટી નથી હોતી. મારે અભિપ્રાય છે કે હવે ગુરુદેવને અંતિમ સમય છે. તમે બધા હિંમત રાખીને તેમને અંતિમ સમય સુધારી લ્ય.” આપણા ચરિત્રનાયકને તેમણે પિતાની દ્રષ્ટિ જણાવી.
પણ વૈદ્યરાજ ! હવે બીજે કશે ઉપાય નથી શું ? આપ અને યતિજી જેવા નિષ્ણાત વૈદ્યો પણ શું કાંઈ નહિ કરી શકે ?” આપણા ચરિત્રનાયકે ઉદાસ મનથી ગળગળા હૃદયે પૂછ્યું.
“મહારાજશ્રી ! ઈલાજ હોત તે તો અમે તે જરૂર
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વાત છે,
ખતાન્યેા હેત. હા. એક નીકળી જાય તેા કદાચ થાડા દિવસેા આશા મતાવી.
યુગવીર આચાય
આજની રાત જો લખાય. ” વૈદ્યરાજે
""
“ સાહેબ ! આપણે હવે સમય નથી ગુમાવવેા. આપણાથી થાય તે અંતિમ ક્રિયા કરી લેવી જોઇએ.” એક આગેવાને મુનિરાજોને કહ્યું.
મુનિમહારાજશ્રી હષ વિજયજી મહારાજ બહુ જ સુજ્ઞ હતા. તે પરિસ્થિતિ સમજી ગયા. વૈદ્યોની નાની માટી વાત અને બધાના મનની દશા ઉપરથી તેમ જ પેાતાના શરીરની વિષમ સ્થિતિ જોઈને તે પાતે એન્રી ઊઠયા.
ઃઃ
વલ્લભ ! હવે અંતિમ સમય આવી પહોંચ્યા છે. તું કશી ચિંતા ન કરીશ. મે' અભિગ્રહ કરી લીધે છે. જો તું બહુ ઢીલા છે. હિ'મત રાખજે. ”
“ ગુરુદેવ ! ગુરુદેવ! મારા પ્રભુ! મારું શું થશે !” આપણા ચરિત્રનાયક ઢગલા થઈ ગયા. આંસુની ધારા ચાલવા લાગી.
“ સાહેબ ! આ શુ'! અંતિમ સમયને ઓળખા. હિંમત રાખેા, ” સંઘના આગેવાનાએ સમજાવ્યા.
“ વલ્લભ ! બેટા ! તું તા મારા લાડકા છે. તે મારી અહેાનિશ ભારે સેવા કરી છે. તું ખડભાગી થઈશ. આચાશ્રીનું નામ અમર કરીશ. ” ગુરુએ છેલ્લા આશીર્વાદ આપ્યા.
વાનું હૃદય રાખી મુનિરાજેએ આલેાચના, આદિ ક્રિયા કરાવી. · ચત્તારિમ'ગલ' આદિ પાઠેાચ્ચાર કરાવ્યે.
Page #139
--------------------------------------------------------------------------
________________
ગુરુવિરહ
૧૦૩ ખામેમિ સવ્વ જીવા” કહી ક્ષમાપ્રાર્થના કરી. પછી પરમાત્માના ધ્યાનમાં લીન થઈ ગયા અને ધ્યાનમાં ને ધ્યાનમાં મુનિરાજશ્રી હર્ષવિજયજી મહારાજને આત્મહંસ ઊડી ગયે. નશ્વરદેહ છડી આત્મા હમેશાને માટે ચાલ્યા ગયા.
સંવત ૧૯૪૬ ના ચૈત્ર સુદી ૧૦ તા. ૨૧-૩-૧૮૯૦ ની રાત્રિ ગોઝારી રાત્રિ હતી. તે રાત્રિએ શ્રી હર્ષવિજયજી મહારાજ સ્વર્ગે સીધાવ્યા. દિલ્હીના શ્રીસંઘે બીજે દિવસે ધૂમધામપૂર્વક મહારાજશ્રીના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે વાજાં વગાડવાની કેઈને રજા મળતી નથી, પણ આ જૈન સાધુની સ્મશાનયાત્રા માટે ખાસ રજા મળી હતી.
આજ આપણા ચરિત્રનાયકના દુઃખને પાર નહોતે.
આઠ દિવસના ઉજાગરા તે હતા. ગુરુસેવામાં ખડે પગે રહેલા, પણ બધી સેવા નકામી ગઈ. ગુરુ એકાએક પિતાના બાળશિષ્યને છેડી ચાલ્યા ગયા. આજે ગોચરી પણ ન કરી. ન કોઈની સાથે વાતચીત. બધા સાધુમુનિરાજેએ ઘણુંએ સમજાવ્યા પણ ગુરુને વિરહકાળ કેમ ભૂલ્યા ભૂલાય ?
વલ્લભ! તમે કશી ચિંતા ન કરશે. ગુરુદેવનું સ્થાન તે ખાલી જ રહેવાનું પણ તમારે તે દયાસાગર આચાર્યશ્રીની પાસે જ રહેવાનું છે. હમણાં તે તમે અહીં રહે. દિલ્હીના શ્રીસંઘની વિનંતિ છે. અહીં ચોમાસું કરીએ અને ચોમાસું પૂર્ણ કરી આપણે બધા ગુરુદેવને ભેટશું.” શ્રીકમલવિજયજી આદિ મુનિરાજેએ સમજાવ્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૪
યુગવીર આચાય
તમારા અભ્યાસ માટેની બધી વ્યવસ્થા થઈ રહેશે. તમને કશી તકલીફ નહિ રહે. તમે જેટલો વખત કહેશે તેટલે વખત હું તમને અભ્યાસ કરાવીશ.” મુનિ મહારાજ શ્રી શાંતિવિજયજી મહારાજશ્રીએ સહાનુભૂતિ દર્શાવી.
આપ સોની મારા પર અસીમ કૃપા છે. આપ બધા મને સવા રાખશે પણ મારું મન લાગતું નથી. ગુરુચરણ તો મારા નસીબમાંથી ગયાં. હવે તે આચાર્યશ્રીના ચરણેમાં જઈને જ જંપીશ.”
આપણું ચરિત્રનાયકને ગુરુવિરહ અસહ્ય હતું. તેમના મનને ચેન નહોતું. આચાર્યશ્રી વિના તેમને ખરું સાંત્વન મળે તેમ નહોતું. બધા મુનિરાજે અને શ્રાસંઘની રજા લઈ આપશ્રી આપનાવ ગુરુભાઈ શ્રી શુભવિજયજી મહારાજશ્રી તથા શ્રી મેલીવિજયજી મહારાજશ્રીની સાથે દિલ્હીથી પંજાબ તરફ વિહાર કરી ગયા.
જીવનની અંધારી વાટ પર નવનવા દીપકનો પ્રકાશ ઢળાઈ રહ્યો હતે. સાધકને સાહસની શી કમીના ! જીવનનું સુકાન નવા નાવિકના હાથમાં સોંપાતું હતું.
Page #141
--------------------------------------------------------------------------
________________
Ot
પંજાબની રક્ષા [ ૧૪ ]
“ ગુરુદેવ ! ગુરુદેવ ! મારા ગુરુને છેડીને આવ્યો.
હું શું કરું ! કાં જાઉ... ! પ્રભુ! પ્રભુ !” આચાર્યશ્રીને જોતાં જ આપણા ચરિત્રનાયકને ગુરુ યાદ આવી ગયા. ચરણમાં મસ્તક મૂકી દીધું. દ્રશ્ય ભારે હૃદયદ્રાવક હતું. અધા મુનિરાજોની આંખા અશ્રઓથી ભરાઈ ગઈ. આચાર્ય શ્રીની આંખે પણ સજળ થઈ ગઈ.
“ બેટા વલ્લભ ! એ તારા ગુરુ હતા પણ મારી તે એ જમણી ભુજા હતી. પણ શું થાય ! એવું નિર્માણ હશે. ” આચાય શ્રીએ પેાતાનું દુ:ખ વ્યક્ત કર્યું.
દયાસાગર ! દિલ્હીથી અહીં સુધી પહોંચ્યા હત તે ! રસ્તામાં જ રિસાઇ ગયા. અમે ન પચાવી શકયા.” આપણા ચરિત્રનાયક ગળગળા થઈ ગયા.
“ ભાઈ ! એમાં તમારે શુંઢોષ, ભલભલા વૈદ્યોએ
ઃઃ
Page #142
--------------------------------------------------------------------------
________________
યુમવીર આચાર્ય હાથ ખંખેરી નાખ્યા પછી તમારું શું ગજું? તૂટીની બૂટી નહિ. તમે તે રાત દિન માટે સેવા કરી. તમને તો ધન્ય છે.” આ આચાર્યશ્રીએ સાંત્વન આપ્યું.
તારણહાર! એવા ગુરુ તે ભવોભવ મળજે. તેમને શાંત સ્વભાવ, અમૃત વાણ, શિષ્ય પ્રત્યે અથાગ પ્રેમ, ભણાવવાની સરળ પદ્ધતિ, તપશ્ચર્યા અને કાર્યદક્ષતા બધુંયે યાદ આવે છે.” ચરિત્રનાયક ગુરુને યાદ કરી કહેવા લાગ્યા.
વલ્લભ! ઊભું થા! આટલો બધો દુઃખી ન થા. ભાવી ભાવ કોઈ મિથ્યા કરી શકયું છે!” આચાર્યશ્રીએ તેમને પોતાના ચરણ પાસેથી ઉઠાડયા.
પ્રભે!હવે આપ મને આપના ચરણથી દૂર ન કરશો.”
“ચિન્તા ન કરીશ! બેટા ! તું મારી પાસે જ રહેજે. મારે તારું ઘણું કામ છે. તેને તે મારે ભવિષ્યના મહાન કાર્ય માટે તૈયાર કરે છે. તેની તાલિમ હવે શરુ થશે.” આચાર્યશ્રીએ ભવિષ્ય ભાખ્યું.
“દયાનિધિ ! હું તે આપને ચરણકિંકર છું. બાળક છું, અજ્ઞાન છું, મને જ્ઞાન ચક્ષુ આપો. હું આપને સંદેશવાહક બનીશ. આપની આજ્ઞા મારે માટે શિરસાવંઘ હશે.”
દિલ્હીથી મુનિમહારાજશ્રી શુભવિજ્યજી મહારાજ તથા મુનિ મહારાજશ્રી મેતીવિજયજી મહારાજ સાથે વિહાર કરતાં કરતાં અંબાલા આવી પહોંચ્યા. ગુરુવિરહને ભાર હૃદય પરથી ખસ્યો નહતે. માર્ગમાં પણ વારંવાર ગુરુવર્ય યાદ આવી જતા અને આંખ ભીની થઈ જતી. કેઈ કઈ વખત
Page #143
--------------------------------------------------------------------------
________________
પંજાબની રક્ષા
૧૦૭તે ગોચરી પણ રહી જતી. બન્ને મુનિરાજે તેમને હૃદયભાર ઓછો કરવા પ્રયત્ન કરતા અને ક્ષણભર શાંતિ જણાતી. પણ ગુરુદેવના દર્શન થતાં જ હૃદય ઉછળ્યું. ગુરુવર્ય યાદ આવી ગયા. તેમને સંભાળી સાજા સારા ગુરુદેવના સમક્ષ લાવવાને બદલે, દિલ્હીમાં જ મૂકીને આવવું પડયું. ગુરુદેવ શું કહેશે? ગુરુવર્ય હવે કયાં મળશે ? એક પછી એક વિચારે ઉભરાયા અને હૃદય હાથ ન રહ્યું. ગુરુદેવના ચરણમાં ઢળી પડયા. ભારે કરુણ દ્રશ્ય બની ગયું. ગુરુ-વિરહનું કેવું અસહ્યા. દુઃખ હતું ?
અંબાલા છાવણીથી વિહાર કરી આચાર્યશ્રી અંબાલા શહેરમાં પધાર્યા. શ્રી સંઘે આચાર્યશ્રીને ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. આ વખતે ઘણા વર્ષે આચાર્યશ્રી પંજાબમાં પધાર્યા હોવાથી પંજાબના શહેર શહેર અને ગામ ગામથી સ્ત્રીપુરુષે દર્શનાર્થે આવવા લાગ્યા. આચાર્યશ્રીની. સાથે આ વખતે પંદર મુનિમહારાજે હતા. ૧ શ્રી કુમુદવિજયજી મહારાજ ૨ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ૩ શ્રી કુશળવિજયજી મહારાજ ૪ શ્રી હીરવિજયજી મહારાજ પ. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ શ્રી સુમતિવિજયજી મહારાજ ૭ શ્રી સુંદરવિજયજી મહારાજ ૮ શ્રી અમરવિજયજી મહારાજ ૯ શ્રી માણેકવિજયજી મહારાજ ૧૦ આપણા ચરિત્રનાયક ૧૧ શ્રી લબ્ધિવિજયજી મહારાજ ૧૨ શ્રા શુભવિજયજી મહારાજ ૧૩ શ્રી મોતીવિજયજી મહારાજ ૧૪ શ્રી ભક્તિવિજયજી મહારાજ ૧૫ શ્રી રામવિજયજી મહારાજ.
આચાર્યશ્રીની સેવામાં દિવસે જવા લાગ્યા. આચા
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ,
યુગવીર આચાય
યશ્રી આપણા ચરિત્રનાયકને પોતાની પાસે જ રાખતા. હમેશાં કાંઈને કાંઈ કામ તે હોય. પત્રવ્યવહાર તે ચાલુ હોય જ. કઈ કઈ પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરવાના હોય. કેઈ પુસ્તકની નકલ કરવાની હોય. આ ઉપરાંત ગૂજરાતી પત્રપત્રિકાઓ જે જે આવતાં તે આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીને હમેશાં વાંચી સંભળાવતા. ધીમે અભ્યાસમાં પણ મન જેડાયું. ગુરુવિરહ એ છે કે, જ્ઞાન ધ્યાનમાં જીવ લાગી ગયે.
ગુરુદેવ? આ નવીન મુનિ મહારાજ ગૂજરાતી જણાય છે.” એક સંઘના આગેવાને યુવાન મુનિરાજને આચાર્ય શ્રીની પાસે બેઠેલા જોઈને કહ્યું.
તમારું અનુમાન ખરું છે. આપણા મુનિ મહારાજશ્રી કાંતિવિજયજી અને મુનિ મહારાજશ્રી હંસવિજયજીના ગામના છે.” આચાર્યશ્રીએ જવાબ આપે.
ગુરુદેવ! છે તે નાના પણ ચતુર અને સેવામૂર્તિ જણાય છે. હું તે ઘણા દિવસથી જોયા જ કરું છું. હંમેશાં નાના મોટા કામમાં રોકાયેલા જ રહે છે.” ગૃહસ્થ પિતાને અભિપ્રાય દર્શાવ્યું.
લાલાજી! એ ચેલા છે, શાંતમૂર્તિ શ્રી હર્ષવિજયજી મહારાજના. તેમણે આ મેતીને પાણીદાર બનાવ્યું છે. હજી હમણાં જ તેમના ગુરુની અહેનિશ અખંડ સેવા કરીને ચાલ્યા આવે છે. મારે તે એ મહામંત્રી છે. ભવિબને સાચો વારસ છે.” ગુરુ મહારાજે પોતાની ભાવના વ્યક્ત કરી.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૯
પ’જામની રક્ષા
“ પ્રભા !પણ એ મેાતીને આપ તે આપેજ આપવાને છે ને, ખૂબ અભ્યાસ પણ કરાવશે અને એવી તાલીમ આપશે કે ભવિષ્યમાં આપનું નામ રોશન કરે.” બીજા ગૃહસ્થે આચાય શ્રીને પ્રાથના કરી.
“ ભાઈ! હું તેને પંજાબની રક્ષા તે શીખવી રહ્યો છ
,,
“પણ સાહેબ ! ગુજરાતને કેણ સભાળશે. ’” ત્રીજા ગૃહસ્થે ટકાર કરી.
“ ગૂજરાતને સંભાળવાવાળા ઘણા છે. તેની ખાટ નથી. ત્યાં તા એક કહેતાં એકવીશ.’
તારણહાર ! પણ આ તમારા તૈયાર થયેલા ‘ પુજાઅના રક્ષક ને કઈ ગુજરાતમાં ઉડાવી ન લઈ જાય. ’ એક સજ્જને શકા કરી.
66
મારી તાલીમ એવી પાકી હશે કે પંજામની રક્ષા એ એમના જીવનમંત્ર હશે. તે માટે તે મારી બધી શક્તિનો ઉપભાગ હું તેને તૈયાર કરવામાં કરવાના છુ પંજાબનુ નામ સાંભળતાં આસમાનમાં ઉડીને પણ તે આવશે. મારી મહત્વાકાંક્ષા જરૂર ફળશે જ ફળશે.”
બધા સાધુએ નાના મુનિમહારાજના ભાગ્યની રેખા જોઈ રહ્યા. પંજાબના આગેવાના આન ંદિત થયા. ગુરુદેવના અમૃતવચનનું પાન કરતાં કરતાં આપણા ચરિત્રનાયક પેાતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.
Page #146
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ અને તાલીમ
[ ૧૫] ગાદેવ ! સાધ્વી પાર્વતીજી કેણુ છે?” આપણા ચરિત્રનાયકે પ્રશ્ન કર્યો.
કેમ ભાઈ! એ સ્થાનકવાસી સમાજમાં શિક ઠીક પ્રસિદ્ધ છે. પંજાબમાં તે તે પૂજ્ય મનાય છે. વિદુષી પણ ગણાય છે.”
પણ સાહેબ! તેમની આ દીપિકા પંચીને તે ભારે દુઃખ થાય છે.” આપણા ચરિત્રનાયકે પિતાનું દુઃખ વ્યક્ત કર્યું.
આપણા શાસ્ત્રવિરુદ્ધ ઘણું જ ભરડ્યું હશે.”
સાહેબ ! હું આખી દીપિકા વાંચી ગયો. શ્વેતાંબર મૂર્તિપૂજક શાસ્ત્રો અને સાધુઓ બધા ઉપર સખત પ્રહાર કર્યા છે. મૂર્તિપૂજા વિષે પણ આક્ષેપ છે. આ તે અસહ્ય છે.”
વાત તે બરાબર છે. હું જરા જોઈ જાઉં પછી યોગ્ય વિચાર કરીએ.”
Page #147
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ અને તાલીમ
“ શ્રીજી! મેં દીપિકા વાંચ્યા પછી એક તેના જવાબ તૈયાર કર્યો છે. લગભગ તેના બધા આક્ષેપોના તેમાં સચેટ જવાબ આવી જાય છે. આપશ્રી જરા કુરસદ મેળવી જોઈ જશે ?”
(C
૧૧૧
'
29
શાખાશ ! શાખાશ ! મારા વલ્લભ! તું આવે ચતુર અને બુદ્ધિશાળી હઈશ, તે આજેજ જાણ્યું. જવાખ પણ તૈયાર કરી લીધે. શું નામ રાખ્યુ છે ભાઈ ! ” “ ગુરુદેવ ! મે... તે વિચિત્ર નામ રાખ્યું છે. આપની મંજુરી મળે તે ગપ્પ દીપિકાસમીર ’ નામ રાખવું છે. વાહ ભાઈ વાહ, નામ પણ ઠીક શેાધી કાઢયું. ચરિત્રનાયકની આ સૌથી પહેલી બાળ-રચના. પણ એ પ્રથમ રચનામાં વિદુષી ગણાતાં સાધ્વી પાર્વતીજીની બધી દલીલેાના જડબાતોડ જવાબે હતા. એકેએક આક્ષેપની સમાલેાચના અહુજ બુદ્ધિપૂર્વક કરવામાં આવી હતી. સૂત્રના આધારે। ટાંકી પુસ્તકને સમૃદ્ધ બનાવ્યું હતું.
ઃઃ
""
અહીંથી આચાર્ય શ્રીએ લુધિયાના તરફ વિહાર કર્યાં. અહીં સંઘની પ્રાર્થનાથી મુનિમહારાજશ્રી ઉદ્યોતવિજયજી, મુનિમહારાજશ્રી સુંદરવિજયજી મહારાજ આદિ સાધુઓને ત્યાં ચામાસું કરવાની આજ્ઞા આપી. આપણા ચરિત્રનાયકના મેાટા ગુરુભાઈ મુનિમહારાજશ્રી પ્રેમવિજયજી મહારાજ કારણવશ ભાઈજી મહારાજના ( હરખવિજયજી ) સ્વર્ગારેાહણ પહેલાં દિલ્હીથી પંજાબ આવ્યા હતા. અહી' અને મળ્યા. આપણા ચરિત્રનાયકે પેાતાના ત્રણે ગુરુભાઈ એની સલાહ લ, આચાર્યશ્રીને પ્રાથના કરી કે આપની આજ્ઞા હોય તે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૨
યુગવીર આચાય
અમારી ચારેની ઈચ્છા અહી લુધિયાનામાં ગુરુમહારાજશ્રી હવિજયજી મહારાજના નામથી જ્ઞાનભંડાર સ્થાપવાની છે. આચાર્યશ્રીએ તે માટે આનંદપૂર્વક આજ્ઞા આપી. ચારે ગુરુભાઈ આની પ્રેરણાથી લુધિયાનામાં ‘ શ્રી હર્ષીવિજયજી જ્ઞાનભડાર” નામથી એક પુસ્તકાલય ઉઘાડવામાં આવ્યું. પાછળથી તે ભંડાર જડિયાલાગુરૂમાં મેકલવામાં આવ્યા.
લુધિયાનાથી વિહાર કરી આચાર્ય શ્રી મલેરકાટલ પધાર્યા અને સ. ૧૯૪૬ નું ચાતુર્માસ અહીં થયું. આપણા ચરિત્રનાયકનું આ ચેાથું ચાતુર્માસ હતું. આ ચેમાસામાં અભ્યાસ તરફ દૃષ્ટિ કરી. અભ્યાસ માટે તીવ્ર ઈચ્છા હતી પણ બધી જગ્યાએ તે માટે સામગ્રી નહેાતી મળતી. કાઈ જગ્યાએ સામગ્રી હતી તેા કામ વિશેષ રહેતુ. આ વખતે તે માટે વિશેષ લક્ષ્ય રહ્યું. અહી ન્યાયના અભ્યાસ કર્યાં. અમરાષ પૂર્ણ કર્યાં. અભિધાન ચિન્તામણી નામમાળાને પણ ઘણાખરા ભાગ થઇ ગયેા. ઉપાધ્યાયજી શ્રીસમયસુંદરજી રચિત દશવૈકાલિક સૂત્રની લઘુ ટીકાના અભ્યાસ આપે પાલીથી દિલ્હી જતાં ગુરુવય' શ્રી ભાઇજીમહારાજ પાસે કર્યા હતા. અહીં આચાર્યશ્રીની પાસે દશ વૈકાલિકની શ્રી હરિભદ્રસૂરિમહારાજ વિરચિત બૃહદ્ ટીકા તથા આચાર પ્રદીપના અભ્યાસ કર્યો. આ ચેમાસામાં જ્ઞાનના ઉદય થયા અને ભવિષ્યની તૈયારી થવા લાગી. આચાર્ય શ્રી પણ સમય મેળવી આપને શીખવવા લાગ્યા. આપણા ચિરત્રનાયક પણ અભ્યાસમાં લીન
એક ક્ષણ પણ નકામી ગુમાવ્યા વિના થઈ ગયા. બાળપણથી જ જાણે ભવિષ્યની તૈયારી માટે જ
Page #149
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ અને તાલીમ
૧૧૩
પિતે સર્જાયા હેય તેમ આચાર્યશ્રીને પ્રભાવશાળી અમૃત વરસતાં વ્યાખ્યાને હંમેશાં ધ્યાનપૂર્વક સાંભળતા. એકાદ બે ચોમાસા સિવાય લગભગ બધાં વ્યાખ્યાને પતે સાંભળ્યા છે, અને વ્યાખ્યાનશૈલી, દૃષ્ટાંતે, સમાલોચનાની દષ્ટિ તથા સમાજને રૂચિકર થઈ પડે તેવા વિચાર અને તત્વની ચર્ચા તેમણે એવાં તે ગ્રહણ કરી લીધાં કે જ્યારે જ્યારે તેઓ વ્યાખ્યાન આપે છે ત્યારે ખરેખર એ ગુરુદેવની વાણી અને શૈલીની યાદ આપે છે. ગુરુદેવના ભક્ત વૃદ્ધજને આજે પણ કહે છે કે આપણું ચરિત્રનાયકના હૃદયમાં ગુરુદેવને સાક્ષાત વાસ છે.
મલેરકેટલાથી વિહાર કરી રાયકેટ, જગરાવા થઈ જીરા થઈ પટ્ટી પધાર્યા. પટ્ટીન શ્રીસંઘે ચાતુર્માસ માટે વિનતિ કરી અને આચાર્યશ્રીએ શ્રીસંઘને ઉત્સાહ જોઈ, તે માટે પિતાની સંમતિ આપી ને ક્ષેત્રસ્પર્શના પ્રમાણે યથાગ્ય કરવા જણાવ્યું.
પટ્ટીમાં પં. ઉત્તમચંદ્રજી એક વયોવૃદ્ધ વિદ્વાન હતા. આપણા ચરિત્રનાયકે તેમની પાસે ચંદ્રિકાનું વિવેચન શરૂ કર્યું. પંડિતજીની શલી સરળ તથા મને ગમ્ય હોવાથી આ પશ્રીએ ચંદ્રિકાની પુનરાવૃત્તિ શરૂ કરી.
અહીંથી વિહાર કરી આપણું ચરિત્રનાયક શ્રી ચાસ્ત્રિવિજયજી મહારાજની સાથે જડિયાલાગુરૂમાં આવ્યા. અહીં એક યાયિક પંડિત પાસે ન્યાયાધિની તથા ચંદ્રોદય નામના બે ન્યાયન ગ્રંથનું અધ્યયન કર્યું. આચાર્યશ્રી પણ કસૂર અમૃતસર થઈ અહીં પધાર્યા. અહીં આચાર્યશ્રીજીની પાસે
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૪
યુગવીર આચાય
શ્રી કમલવિજયજી મહારાજ સાથે આપે પણ સમ્યકત્વ સપ્તતિનું અધ્યયન શરૂ કર્યું.
અમૃતસરમાં પ્રતિષ્ઠા થવાની હતી. આચાર્યશ્રીના વરદ હસ્તે શ્રી અરનાથસ્વામીને પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો હતો. સં. ૧૯૪૭ ના વૈશાખ સુદી ૬ ને દિવસે સમારેહપૂર્વક પ્રતિષ્ઠા થઈ. આપણા ચરિત્રનાયકે આચાર્યશ્રીની સાથે પ્રતિઠાની ક્રિયાવિધિમાં રસપૂર્વક ભાગ લીધો. તેમને આમાંથી ઘણું શીખવાનું–સમજવાનું મળ્યું.
આચાર્યપ્રવરનું સં. ૧૯૪૭ નું માસુંનિર્ણય પ્રમાણે પટ્ટીમાં થયું. આપણું ચરિત્રનાયકનું પણ પાંચમું માસું પટ્ટીમાં થયું. પટ્ટીમાં આપણું ચરિત્રનાયકે પંડિતશ્રી ઉત્તમચંદ્રજીની પાસે “ચંદ્રપ્રભા ” વ્યાકરણનું અધ્યયન શરૂ કર્યું. સાથેસાથે થોડું જતિષનું જ્ઞાન પણ મેળવ્યું. અહીંથી જ્યોતિષ તરફ પ્રેમ થયે અને જ્યોતિષ વિષેને વિશેષ અભ્યાસ પણ ધીમે ધીમે કર્યો. આજે પણ જ્યોતિષ વિષેનું આપણા ચરિત્રનાયકનું જ્ઞાન બહુ ઊંચા પ્રકારનું ગણાય છે. મુનિ મહારાજશ્રી કમળવિજયજી મહારાજશ્રીના અનુગ્રહથી શ્રી આવશ્યકસૂત્રનું અધ્યયન પણ આચાર્ય મહારાજ પાસે થતું રહ્યું. - વલાદ (અમદાવાદ) નિવાસી શ્રીયુત ડાહ્યાભાઈ નવ મહિનાથી દીક્ષા માટે આવ્યા હતા. તેમને અભ્યાસ ચાલતે હતે. તે ચારિત્રને પાત્ર હતા. તેમની વારંવારની વિનતિથી તેમને સં. ૧૯૪૮ ના કારતક વદ ૫ ના દિવસે આચાર્યશ્રીએ દિક્ષા આપી નામ વિવેકવિજયજી રાખ્યું. તેમને આચાર્ય
Page #151
--------------------------------------------------------------------------
________________
I
+
અભ્યાસ અને તાલીમ
૧૧૫ શ્રીએ આપણા ચરિત્રનાયકના નામની દીક્ષા આપી. આ તેમના પ્રથમ શિષ્ય. પ્રથમ શિષ્યમાં વિવેક મળ્યા. કેવું મંગળ શુકન !
પટ્ટીથી વિહાર કરી જીરા પધાર્યા. અહીં સં. ૧૯૪૮ ના માગશર સુદી ૧૧ ના દિવસે શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા તથા ભરૂચનિવાસી પરમ શ્રદ્ધાળુ, પરમભકત ધર્માત્મા શેઠ શ્રી અનુપચંદ મલુચંદ કેટલીક સ્ફટિકની મૂર્તિઓ લાવ્યા હતા, તેની અંજનશલાકા કરાવી.
આચાર્ય મહારાજ તો જાણતા હતા કે મારે વલ્લભ (વિજયજી) જ પંજાબની રક્ષા કરશે, તેથી પ્રત્યેક કાર્યમાં તેમને તાલીમ આપતા હતા. આ પ્રતિષ્ઠા તથા અંજનશલાકાની બધી વિધિ આચાર્યશ્રીની પ્રેરણા પ્રમાણે આપણું ચરિત્રનાયકે કરાવી.
આ પ્રતિષ્ઠાઉત્સવ પછી આચાર્યશ્રી હશિયારપુર પધાર્યા. અહીં પણ લાલા ગુજરમલજીના બનાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરવાની હતી. આપણું ચરિત્રનાયકને કેટલાક સાધુઓની સાથે પટ્ટા મોકલ્યા, જેથી તેમને અધૂરે અભ્યાસ આગળ ચાલે. પ્રતિષ્ઠા સમયે આચાર્યશ્રીએ આપણા ચરિત્રનાયકને હશિયારપુર બેલાવ્યા અને પ્રતિષ્ઠાની બધી ક્રિયાવિધિમાં આચાર્યશ્રીને હાર્દિક સહકાર આપ્યો. આ વખતે આચાર્યશ્રીજીની સાથે ૨૮ મુનિ મહારાજ હતા.
પંજાબ શ્રી સંઘને આગેવાન ગણાતા લાલા ગુજરમલજી તથા લાલા નભૂમલજીની સાગ્રહ વિનંતિથી તેમજ હેશિયારપુરના શ્રીસંઘની ઈચ્છાથી આચાર્યશ્રીને હશિયાર
Page #152
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય પુરમાં ચાતુર્માસ કરવાને નિર્ણય કરે પડશે.
આપણા ચરિત્રનાયકના અભ્યાસ માટે આચાર્યશ્રીને ચિંતા હતી જ. તેમણે મુનિ મહારાજશ્રી વીરવિજ્યજી મહારાજશ્રીને કહ્યું કે તમે પટ્ટીમાં ચેમાસું કરે તો વલ્લભને અભ્યાસ આગળ વધી શકે. મહારાજશ્રીએ આચાર્યશ્રીની આજ્ઞા માથે ચડાવી અને તેઓએ પટ્ટી તરફ વિહાર કર્યો. પટ્ટીમાં પંડિત ઉત્તમચંદ્રજી પાસે અધ્યયન કરવાની સારી તક હતી, તે આચાર્યશ્રી સારી રીતે જાણતા હતા. વળી બીજા મુનિઓને પણ તે રીતે થોડે થોડે અભ્યાસ થશે તેમ ધારી આ વિહાર કર્યો હતે.
પણ પટ્ટી પહોંચતા જ જાણ્યું કે પં. ઉત્તમચંદજી કાર્યવશ બહાર ગયા છે અને કયારે આવશે તે નિશ્ચિત નથી. આથી શ્રી વીરવિજયજી મહારાજશ્રી અમૃતસર પધાર્યા. અહીં પંડિત કર્મચંદજીને જેગ બની ગયો અને ચંદ્રપ્રભાને પાઠ શરૂ કર્યો. મુનિ મહારાજશ્રી દાનવિજયજી મહારાજશ્રીએ પણ ચંદ્રિકાના ઉત્તરાર્ધનું અધ્યયન શરૂ કર્યું. થોડા સમય પછી વિશેષ અભ્યાસની દષ્ટિએ પં. કરમચંદજી બનારસ ચાલ્યા ગયા. અમૃતસરના શ્રીસંઘે બીજા પંડિત શ્રી બિહારીલાલની વ્યવસ્થા કરી આપી. તેમની પાસે ન્યાયમુક્તાવલીનું અધ્યયન શરુ કર્યું. તે પણ થોડા દિવસમાં પોતાને ગામ ચાલ્યા ગયા.
અભ્યાસ અધૂરો રહ્યો. આચાર્યશ્રી પાસે પણ રહેવાનું ન બન્યું. અભ્યાસ માટે તો ખૂબ તમન્ના હતી. આ ઉમરમાં જે અભ્યાસ થશે તે થશે. પછી તે ઘણીઘણું જવા
Page #153
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ અને તાલીમ
૧૧૭
બદારીમાં કશું નહિ બને. પણ કરવું શું? વિદ્વાને મળે નહિ, મળે તે થોડા દિવસમાં ચાલ્યા જાયઃ
આ વખતે એક નવીન તક પ્રાપ્ત થઈ. મુનિ મહારાજશ્રી વીરવિજયજી મહારાજ પાસે ભાવનગરના ધર્મનિષ્ઠ વિદ્વાન આગેવાન શ્રી કુંવરજીભાઈ ના પત્ર આવ્યા. તેમાં જણાવેલું }" કે “મકસૂદાબાદ નિવાસી બાબુ બુદ્ધિસિહજી દુધેડિયાએ પાલીતાણામાં એક સ’સ્કૃત પાઠશાળા ખાલી છે. જે મુનિરાજ અધ્યયન કરવા ઈચ્છે તેને માટે બહુ જ સારી વ્યવસ્થા છે. સારા પડિતાની પણ વ્યવસ્થા છે, માટે જે મુનિરાજોને આ પાઠશાળાના લાભ લેવા હાય, તેને આપશ્રી પ્રેરણા કરશે. જો આપશ્રી મને જણાવશે। તે હું જાતે ત્યાં જઈને યથાશક્તિ અધી વ્યવસ્થા કરી કરાવી આપીશ. ’
તક તે સાંપડી હતી, પણ બીજી તરફ એક મેટા કવ્યભાર પણ ઉભા હતા. શુ' કરવું એની વિમાસણ ચાલુ આવીને ઊભી રહી.
Page #154
--------------------------------------------------------------------------
________________
અધ્યયન કે ગુરુસેવા
[૧૬]
વલભવિજય !તમારા અભ્યાસ માટે આજે જ એક પત્ર છે.” મહારાજશ્રી વીરવિજયજી મહારાજે કહ્યું.
જી! શું ગુરુદેવને પત્ર છે! ” આપણું ચરિત્રનાયકે આશ્ચર્ય બતાવ્યું.
ના! ભાવનગર નિવાસી ધર્મપ્રેમી શેઠ કુંવરજી આણંદજીને.” -
? શું લખે છે? કોઈ સારા પંડિત અહીં આવી શકે તેમ છે?”
ના ભાઈ! પંડિત તે ત્યાંથી ન આવી શકે. ત્યાંના પંડિતને અહીં આ દેશમાં ફાવે પણ નહિ, પણ ત્યાં સિદ્ધા
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યયન કે ગુરુસેવા
૧૧૯ ચલજીમાં એક પાઠશાળા થઈ છે. ત્યાં સાધુઓ માટે ઘણું સારી વ્યવસ્થા છે.”
મહારાજશ્રી ! એ તે બહુ સારી વાત છે. પણ હું અહીં, ને પાઠશાળા પાલીતાણામાં. શું થાય? જવું પણ કેમ અને ગુરુદેવની આજ્ઞા વિના જઈપણ કેમ શકાય?” આપણા ચરિત્રનાયકે મુંઝવણ દર્શાવી.
તમારી અભ્યાસની ઇચ્છા તે પ્રબળ છે. આચાર્યશ્રી પણ તે જાણે છે. મને લાગે છે તમને આજ્ઞા મળશે. હું પણ ગુરુદેવને લખીશ. તમારે વિચાર પાક કરી લે.”
સાહેબ, મારે તે લાખ વાતે ત્યાં જવું છે. અભ્યાસ થતો હોય અને ગુરૂદેવની આજ્ઞા મળે તો પછી શું જોઈએ. આપશ્રી કૃપાદૃષ્ટિથી બે શબ્દ લખે તે કદાચ ગુરુદેવ આજ્ઞા આપે.”
“હું લખું છું, તમે પણ તમારી ઈચ્છાદર્શક પત્ર સાથે જ બીડે. હું માનું છું કે આચાર્યશ્રી જરૂર મંજૂરી આપશે.”
તે તે ધનભાગ્ય મારાં ! મારી અભ્યાસની તમન્ના તે એવી છે કે આજ્ઞા મળે તે બીજી જ ઘડીએ વિહાર કરું. સાથે કઈ મુનિરાજ હેય તેજ એ સાહસ થઈ શકે.”
ભાગ્યશાળી ! આચાર્યશ્રીની સંમતિ તે આવવા દે, પછી બધી વ્યવસ્થા થઈ જશે.”
- આચાર્યશ્રીને પત્ર લખવામાં આવ્યું. સાથે બીજા મુનિરાજોને પૂછવામાં આવ્યું તે મુનિરાજશ્રી રાજવિજયજી
Page #156
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
મહારાજ તથા મુનિશ્રી મેતીવિજયજી મહારાજ આપની સાથે જવા માટે તૈયાર થઈ ગયા.
આપણું ચરિત્રનાયક તે આનંદમાં આવી ગયા હતા. સિદ્ધાચળનાં સ્વપ્ન સેવતા હતા. જલદી જલ્દી વિહાર કરીશું, જરૂર પડશે તે બબે વિહાર સવારસાંજ કરીશું. પણ પાલીતાણા પહોંચીને ચાતુર્માસ કરીશું. અભ્યાસ પણ જલ્દી થશે. તીર્થાધિરાજ આદીશ્વર દાદાનાં દર્શન થશે. થોડા જ વખતમાં એક ઘડીને પણ વખત ગુમાવ્યા વિના અભ્યાસમાં લાગી જઇશ અને ન્યાય વ્યાકરણ, તત્વજ્ઞાન, વગેરેને અભ્યાસ પૂરો કરી ગુરુદેવના ચરણમાં પાછા પહોંચી જઈશ. આ મીઠાં મધુરાં સ્વપ્ન ચાલતાં હતાં, ત્યાં ટપાલ આવી; અને જેની ખૂબ રાહ જોવાતી હતી તે આચાર્યશ્રીને પત્ર પણ આવી ગયે.
સાહેબ? શું ગુરુદેવને પત્ર આવી ગયો ?”
હા, તમારા પત્રને જ જવાબ લાગે છે. અને તેમાં ગુરુદેવે સંમતિ જ આપી હશે. અભ્યાસ માટે તે ગુરુદેવ ના નજ કહે. ખોલીને વાંચોને.”
જી ના! આપને પત્ર છે. આપજ વાંચે.” “અરે ભાઈ, એમાં શું! લાવ હું વાંચી બતાવું.”
આચાર્યશ્રીની તે આજ્ઞા આવી છે.” પણ લખે છે શું?”
શ્રીજી લખે છે કે “જવાની ઈચ્છા જ હોય તે ખુશીથી જાઓ, પણ પાંચ વર્ષથી વિશેષ ન રહેશે. પાંચ વર્ષ
Page #157
--------------------------------------------------------------------------
________________
અધ્યયન કે ગુરુસેવા
પહેલાં પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીં પાછા આવી જવું. એ વાતને ખ્યાલ રહે કે કદાચ બન્ને બાજુથી ન રહી જાએ.”
૧૧૧
આપણા ચરિત્રનાયકને જલ્દી જવાની તાલાવેલી હતી. આચાર્યશ્રીની આજ્ઞા તેા હતી. વિશેષ રહસ્યના વિચાર કરવા તેા મન ના પાડતું હતું. આજ્ઞા છે, તેા પછી જવુંજ. વળી હું વહેલા આવી જઇશ. આમ વિચાર કરી તૈયારી કરી લીધી. મપ્થેણ વંદામિ ! ” અમૃતસરના એપાંચ આગેવાને મહારાજશ્રી વલ્લભવિજયજી પાલીતાણા તરફ વિહાર કરે છે તે વાત સાંભળી, મુનિ મહારાજશ્રી વીરવિજયજી મહારાજશ્રી પાસે દોડી આવ્યા.
66
“ ધર્મલાભ ! કેમ લાલાજી ! ’
“ સાહેબ અમે સાંભળ્યું છે કે મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી આદિ પાલીતાણા તરફ વિહાર કરે છે.”
“ હા ! તમારી વાત સાચી છે. ગુરુદેવની આજ્ઞા પણ આવી ગઈ છે. પાલીતાણામાં એક પાઠશાળા છે, ત્યાં અભ્યાસ માટે સારૂં સાધન છે, ”
“ સાહેબ ! આચાય મહારાજ પાલીતાણા જેટલે દૂર જવા મહારાજશ્રીને આજ્ઞા આપે તે અમારી સમજમાં આવતું નથી. ભવિષ્યના પંજાબના રક્ષકને ગુરુદેવ પેાતાથી જુદા પાડે જ નહિને.” આગેવાનાએ શંકા કરી.
cr
જુઓ! આ રહ્યા શ્રીજીના પત્ર. ”
“ સાહેબ ! પત્ર તેા છે પણ તેમાં આચાય શ્રીની આજ્ઞા
Page #158
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય સ્પષ્ટ નથી. ” પત્ર વાંચીને આગેવાનાએ સ્પષ્ટતા કરી. “ શું કહેા છે, લાલાજી! આમાં સ્પષ્ટ તે લખ્યું છે કે ખુશીથી જાઓ. પછા બાકી શું રહ્યું?” આપણા ચરિત્રનાયક આ ચર્ચા સાંભળી આવી પહોંચ્યા અને જવાની તૈયારીમાં આ વિઘ્ન કયાંથી; તેમ વિચારી ઉપરના શબ્દ ખેલી ઉડવા.
૧૨
*
માફ કરશે, સાહેબ ! અમે આપની સાથે વિવાદ કરવા નથી ઈચ્છતા પણ એટલું કહ્યા વિના તે નહિ ચાલે કે આચાય શ્રીના અભિપ્રાય આપ ખરાબર નથી સમજ્યા. ’’ આગેવાનાએ નીડરતાથી વિનયપૂર્વક કહ્યું.
cr
લાલા પન્નાલાલજી ! તમે જ કહેાને, આમાં ગુરુદેવની આજ્ઞા છે કે કેમ ? ” આપણા ચરિત્રનાયકે પૂછ્યું. “ સાહેબ ! એત્રણ વાકચા શ્રીજીનાં એવાં છે કે જેમાં તેમની ઈચ્છા તેા નથી માત્ર આપની ઈચ્છા પ્રમલ હાવાથી ના નથી લખી, પણ તે માટે ઇશારે તેા છેજ. ’
“ એ બેત્રણ વાકયેા મને જરા સમજાવશે। ? ”
C
“ ઘણી ખુશીથી. જુએ સાહેબ · જો જવાની ઇચ્છા હાય તા’ તે વાકય જ સંદિગ્ધ છે. જો તમને માકલવા હાત તે તે સ્પષ્ટ ન લખત કે અમુકઅમુક સાધુ સાથે જશે. ”
પછી ! ”
“ વળી પાંચ વર્ષ પહેલાં જ્યારે ઈચ્છા હાય ત્યારે આવી જજો. તેના અથ પણ એજ છે કે જલ્દી પાછા આવી
66
Page #159
--------------------------------------------------------------------------
________________
અધ્યયન કે ગુરુસેવા
""
જવાનું સૂચન છે. “ એ તે હું પણ
વિચાર રાખીને જ જાઉં છું.
૧૨૩
સમજુ છું. હું જલ્દી આવવાના
,,
66
'
પણ સાહેબ! છેલ્લું વાકચ તા સ્પષ્ટ છે કે કદાચ અન્ને તરફથી રહી ન જાઓ.’ આ વાકચમાં શ્રીજી ચાહે છે કે તમે ત્યાં જશે પણ કદાચ અભ્યાસ પણ પૂરા નહિ થાય અને અહી તે પછી કાણ જાણે કેવા સજોગો ઊભા થાય. સાહેબ ? અમે તે આપના હિતની દ્રષ્ટિએ આપને વિનંતિ કરીએ છીએ કે ગુરુચરણમાં રહેવું એજ આપને માટે શ્રેયસ્કર છે. પછી તેા આપની જેવી મરજી. '' લાલાજીએ રહસ્ય સમજાવ્યું.
(6
લાલાજી આપની વાત પણ વિચારવા જેવી છે. આપ ચિંતા ન કરો. હું અહીંથી શ્રીજીની પાસે જાઉં છું. ત્યાંથી ગુરૂદેવની આજ્ઞા લઇને પછી જ આગળ વિહાર કરીશું. ” આપણા ચરિત્રનાયકને સ`ઘના આગેવાનાની દલીલ ગળે ઉતરી અને તેમણે ગુરુદેવની પાસે જવા વિચાર કર્યાં.
અમૃતસરથી ત્રણે ગુરુષ એ વિહાર કરવાના હતા. એટલામાં ત્યાંના યેવૃદ્ધ ધમપ્રેમી સજ્જન લાલા બાગીમલજી લેાઢા આવ્યા.
“ મહારાજશ્રી ! આપ તા ભલે પધારે. ગુરુદેવ તે દયાસાગર છે. તે આપને આજ્ઞા આપી દેશે, પણ આ મૂઢાની વાત પણ યાદ રાખજો. આપ અબાલાથી પેલી તરફ આ ચે।માસામાં તે નહિ પહેાંચી શકેા. મારી વાત ખાટી નીકળે તેા હું સાચા ગુરુભક્ત નહિ.”
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૪
યુગવી૨ આચાર્ય લાલાજીની વાત મનમાં રાખીને અધ્યયન માટે ધૂની આપણા ચરિત્રનાયક ચાલી નીકળ્યા.
આચાર્યશ્રી આ વખતે મિયાની (જિ. હોશિયારપુર) માં હતા. ત્યાં પહોંચી ગયા. - થોડા દિવસ આચાર્યશ્રીની સાથે રહી એક દિવસ પ્રસંગ લઈને પ્રાર્થના કરી.
ગુરુદેવ! મારે અધ્યયન માટે પાલીતાણા જવાની ભાવના છે. ”
હા ! પત્ર તે લખ્યો હતેને? શું તે પત્ર નથી મળે ?”
“જી! પત્ર તે મળ્યું હતું પણ અમૃતસરનીવાસી લાલા પન્નાલાલજી મહારાજમલજી વગેરેને લાગ્યું કે ગુરુદેવની ઇચ્છા તમને ગૂજરાત મેકલવાની નથી.”
તને શું લાગે છે, વત્સ!”
ગુરુદેવ! મારા અભ્યાસ માટે તે આ૫ ખૂબ ઉત્સુક છે, વળી હું જલ્દી જલદી આપની સેવામાં પાછો આવી જઈશ.”
ખુશીથી જા! યાદ રાખજે પંજાબની સંભાળ તારે લેવાની છે. ગૂજરાતમાં જઈને પંજાબ અને તારા ગુરુને ન ભૂલી જતે.” આચાર્યશ્રીએ આપણું ચરિત્રનાયકની અભ્યાસ માટેની તમન્ના જોઈને તેમનું દિલ ન દુભાય એ માટે દુઃખી હૃદયે રજા આપી.
“ગુરુદેવ! આપ જેવા મારા ભાગ્યવિધાતાને હું કેમ
Page #161
--------------------------------------------------------------------------
________________
અધ્યયન કે ગુરુસેવા
૧૨૫ ભૂલીશ? પંજાબ તે હવે મારા હૃદયમાં જડાઈ ગયો છે. હું જલ્દી જલદી આપના ચરણમાં આવી પહોંચીશ.” આપણું ચરિત્રનાયકે ગુરુદેવના ચરણે મસ્તક નમાવી રજા લીધી.
આચાર્યશ્રીએ ત્રણે મુનિઓને વિદાય આપી. આપણે ચરિત્રનાયકના જવા સાથે હૃદયમાં થોડે આઘાત થયે. ત્રણ જણને જતાં લાંબે સુધી જોઈ રહ્યા. ક્યારે પાછા આવશે, તેમ વિચાર આવ્યો. ઘડીયાળમાં આઠના ટકેરા થયા.
સાહેબ! આ ત્રણ મુનિઓ ગયા છે, તે આઠેક મહિનામાં પાછા આવવા જોઈએ. આ ઘડીયાળની સૂચના મને બહુજ સમયસરની લાગે છે.” એક સાધુએ આગાહી કરી.
જે ભાવિભાવ! પાંચ વર્ષમાં તે શું નું શું થઈ જાય!” ગુરુદેવથી બેલાઈ જવાયું.
મિયાનીથી વિહાર કરી અંબાલા પહોંચ્યા, ત્યાં, તે પંજાબના ગામેગામ સમાચાર પહોંચી ગયા. બધી જગ્યાએથી અંબાલાના શ્રીસંઘપર પત્રો આવ્યા કે તમે મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી આદિને રોકશે. અમે આચાર્યશ્રીને વિનતિ કરીને તેમને ગૂજરાત જતા રોકવા ઈચ્છાએ છીએ.
અંબાલાના શ્રીસંઘે થોડા દિવસ સ્થિરતા કરવા પ્રાર્થના કરી, ત્યાં તે દૈવયોગે ત્યાં રહેવા ફરજ પડી. સાથેના એક મુનિ મહારાજને તાવ આવવા લાગે. એક મહિને થયે પણ ઉતરે નહિ. ઔષધ આદિ કરવા છતાં તાવ ગયે નહિ. છતાં
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૬
યુગવીર આચાય અશાડ સુદી એકમ સુધીમાં ઠીક થઈ જાય તે ૮ દિવસમાં દિલ્હી પહોંચી જવું તેમ વિચાર કર્યો, પણ ભવિતવ્યતા જુદી જ હતી. જ્ઞાનીનું કથન મિથ્યા થતું નથી. વળી અંબાલાના શ્રીસંઘે ગુરુદેવને પ્રાર્થના પત્ર લખ્યો કે “અહીં એક મુનિ મહારાજનું શરીર અશક્ત છે. આવી હાલતમાં હઠ કરી વિહાર કરવાથી રસ્તામાં તકલીફ રહેશે. વળી અમારા શહેરની પણ બદનામી કહેવાય. આપ તેમને અહીં ચોમાસા માટે આજ્ઞા લખશો. અમે પણ તેમને વિહાર કરવા દઈશું નહિ.”
આચાર્યશ્રીએ તુરત જવાબ લખી જણાવ્યું.
સાથેના મુનિની તબિયત બરાબર નથી તો વિહારનું સાહસ ન કરવું. અંબાલા શ્રીસંઘની અવહેલના કરી જવું
ગ્ય નથી. તમે તે જુવાન છે. ચોમાસું પૂર્ણ કરીને જલદી પાલીતાણા જઈ શકાશે.”
બસ, પછી શું બાકી રહ્યું! ચોમાસું અંબાલા નિશ્ચિત થઈ ગયું. અને અમૃતસરવાળા ધર્મનિષ્ઠ વૃદ્ધ લાલા બાગામલજી લેઢાની વાત યાદ આવી ગઈ. - ચાતુર્માસમાં બિમાર મુનિરાજનું સ્વાથ્ય પણ સારું થઈ ગયું. આનંદથી ચોમાસું પસાર થવા લાગ્યું. અંબાલાના શ્રીસંઘને પણ મહારાજશ્રીને ચાતુર્માસથી લાભ થયો. નજીવી વાતમાંથી શ્રાવકોમાં મતભેદ હતા તે મહારાજશ્રીના પ્રયાસથી ટળી ગયો અને સંગઠન થયું તેમજ મંદિરનું કામ પણ ત્વરાથી ચાલવા લાગ્યું. આ રીતે ૧૯૪૯ નું છઠું ચોમાસું અંબાલામાં થયું.
Page #163
--------------------------------------------------------------------------
________________
અધ્યયન કે ગુરુસેવા
૧૨૭
ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયક ઉપર ગુજરાતથી પણ પત્ર આવ્યા. ગૂજરાતમાં તેમના પાલીતાણા તરફના વિહારની વાત પહોંચી ગઈ હતી. ઘણાને તે માટે આનંદ થતું હતું, પણ કેટલાક અંગત હિતૈષી આત્મજનને તે થોડું દુઃખ થયું. તેઓની તે માન્યતા હતી કે આપણા ચરિત્રનાયક ગુરુદેવના ચરણોમાં રહે અને તાલીમ મેળવે એ મેટામાં મેટે અભ્યાસ છે. ગૂજરાતમાં પાઠશાળાનું સાધન છે પણ ગુરુસેવા અને તાલીમ પાસે તેની કશી કીંમત નથી.
વડેદરાના ધર્માત્મા શેઠ ગોકળભાઈ દુલભદાસ, મેટાભાઈશ્રી ખીમચંદભાઈ, ધર્મકાર્યમાં સહાયક જવેરી હીરાચંદભાઈ, ભરૂચના શેઠ અને પચંદ મલકચંદ, ખંભાતના શેઠ પોપટભાઈ અમરચંદ તથા ધુળિયા (ખાનદેશ) ના શેઠ સખારામ દુર્લભદાસ આદિના પત્ર આવ્યા અને તે વાંચતાં આપણા ચરિત્રનાયકના વિચારોમાં ભારે પરિ. વર્તન થયું.
પિતે પણ આ માટે વિચારમગ્ન તે હતા જ. એક તરફ અધ્યયનની તમન્ના, બીજી તરફ ગુરુદેવની મમતા, તેઓશ્રીની તાલીમ અને તેમની ચરણસેવાને લાભ. વળી પંજાબના ગામેગામના સંઘના આગેવાનોને પંજાબ છોડીને નહિ જવાને અનુરોધ. આ બધામાં ગૂજરાતના પત્રોએ ઉમેરો કર્યો. ગૂજરાતના પત્રનો નમૂને આ રહ્યો.
વડેદરા પૂજ્યપાદુ મુનિ મહારાજશ્રી વલ્લભ વિજયજી મહારાજ.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૮
યુગવી૨ આચાર્ય
શ્રી અંબાલા વડેદરાથી લી. સેવક............ના વંદણા અવધારશે. આપ સા મુનિરાજ સુખશાતામાં હશે. અત્રે દેવગુરુ ધર્મના પ્રતાપે આનંદ છે. આપના ગૂજરાત તરફ આવવાના સમાચાર સાંભળી આનંદ થયો છે, કારણ કે ઘણુ વર્ષો પછી આપના ગૂજરાતમાં પગલાં થાય છે. ગૂજરાતના બધા ગુરુભક્તોને પણ આથી આનંદ થશે. પણ અમારા જેવા આસજનોને તે આનંદને બદલે અત્યંત દુઃખ થશે. સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન, જ્ઞાનસાગર, ગુણનિધિ પરમ ગીતાર્થ, યુગપ્રધાન તુલ્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિજી મહારાજના ચરણોમાં ગુરુકુળવાસમાં અધ્યયન કરવાનું–તાલીમ લેવાનું છેડી આપ અહીં શા હેતુથી આવવા તૈયાર થયા છે ? અમારી તે પ્રાર્થના છે કે ભૂલેચૂકે પણ તે માટે વિચાર ન કરશે. અમે આપના દર્શનલાભથી ભલે વંચિત રહીએ પણ આચાર્યશ્રીની ચરણસેવામાં આપ રહે તેથી અમને વિશેષ આનંદ થશે. આમાં આપનું અને સમાજનું કલ્યાણ છે. આપની સુખશાતાને પત્ર લખતા રહેશે.
એજ લી. દશનાભિલાષી
સેવક ......
ને વંદણ સ્વીકારશેજી આવા બીજા પણ પત્ર આવ્યા હતા. મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ. શું કરવું?
આજે આ દિવસ એ જ ગયે, ગોચરી પણ લીધી ન લીધી અને વાંચવા બેઠા. વાંચવામાં પણ મન ન લાગ્યું. વિચાર આવવા લાગ્યા. સાંજ પડી અને પ્રતિક્રમણ
Page #165
--------------------------------------------------------------------------
________________
.
.
અધ્યયન કે ગુરુસેવા
૧૨૯
આદિ કરી સંથારો કર્યો. લાખ લાખ વિચારે આવવા લાગ્યા. ઊંઘ તે ન આવી તે ન આવી. વિચારપરંપરા ચાલી.
અભ્યાસ તે કરે છે. તે પછી પાલીતાણ જવું જોઈએ. એક ચોમાસું તે રસ્તામાં ગયું. હવે જતાં જતાં પણ વખત તો લાગશે. ગુરુદેવે જલદી પાછા આવવા તે કહ્યું છે, પણ ત્યાં જતાં જતાં રસ્તામાં બીજા કાંઈ વિન આવ્યાં છે? ડું જ ક્યાંક બિમારીને ભેગા થઈ ગયો છે? અરે પાલીતાણા પહેંચ્યું અને ગુરુદેવની માંદગીના સમચાર આવ્યા તે, પછી ઊડીને પણ નહિ પહોંચાય. વિદ્યા વિના તે રહીડા પણ આચાર્યશ્રીની છત્રછાયા અને કૃપાદષ્ટિથી વંચિત રહીશ, વળી પંજાબ શ્રીસંઘ અને બધા ગુરુભકતની દષ્ટિએ તે ગુરુની આજ્ઞાભંગ કરવાનો દોષ પણ રહેશે. વળી આ શરીરને પણ શે ભરોસો? કોને ખબર હતી કે મુનિ મહારાજશ્રી રાજવિજયજી તબિયત આમ બગડશે અને અંબાલામાં રહેવાનું થશે ? સારું થયું કે હજી તે પંજાબની ભૂમિમાં છીએ અને ગુરુદેવ પણ દૂર નથી. પંજાબની ભૂમિ–પંજાબના લેક-ગુરુદેવને સંદેશ મને અહીં જ રાખવા ઈચ છે. મારે તે શિધાર્થ માનવું ઘટે. બસ હું આચાર્યશ્રીની ચરણસેવા છેડી ક્યાંય પણ નહીં જાઉં. વિદ્યા જે કાંઈ ભાગ્યમાં હશે તે તે ગુરુદેવના ચરણોમાં બેસવાથી પણ મળી રહેશે. અરે ! તેમની તાલીમ અને તેમની કૃપાદૃષ્ટિ મારે માટે માન અભ્યાસ થશે. મેં ભારે ભૂલ કરી. હવે તે ક્યારે ચોમાસું પૂરું થાય : અને કચાર ગુરુદેવના ચરણમાં જઈ પહોંચું?”
Page #166
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
આ નિર્ણયથી હૃદય હલકું થયું. મેટો ભાર ઊતરી ગયે. ઊંઘ લાધી અને ગુરુદેવના પ્રફુલ--શાંત–મનેરમ્ય વદનના સ્વપ્નમાં દર્શન થયાં.
ચાતુર્માસ પૂરું થતાં જ અંબાલાથી વિહાર કરી લુધિયાના થઈ જલંધર પધાર્યા. ગુરુદેવ અહીં જ હતા.
કૃપાસિંધુ ! મને માફ કરો. મારી ભૂલ થઈ. ” આપણા ચરિત્રનાયકે ચરણોમાં મસ્તક મૂકી માફી માગી.
ભાઈ! પંડિત થઈ આવ્યા કે !” હિંમત કરી આચાર્યશ્રીએ ઉઠાયા.
તારણહાર ! ભૂલ સુધારીને આવી ગયે. કલ્પવૃક્ષ છેડીને ભ્રમથી બીજે મને વાંછિત લેવા દેડતો હતે.” આપણું ચરિત્રનાયકે એકરાર કર્યો.
કેમ સાહેબ! મેં શું કહ્યું હતું. આઠ મહિનામાં પાછા આવશે. કેવું સાચું પડયું?” એક મુનિરાજે ભવિષ્ય ખરૂં પડતાં કહ્યું.
હા ભાઈ! તારી વાત સાચી પડી ”
બેટા ! આનંદથી રહે અને અભ્યાસ કરો. તારે માટે બધી અનુકૂળતા થઈ રહેશે. તેને જવા દેવાની મારી તે ઈચ્છા હતી જ નહિ. તું ગમે ત્યારે મને આઘાત પણ થયેલો પણ હું તને નિરાશ કરવા નહોતા ઈચ્છતો.”
Page #167
--------------------------------------------------------------------------
________________
46
શ્રી પ્રવકને અનન્ય પ્રેમ
[ ૧૭ ]
જૈને શ્રેણ વંદામિ.
''
ધ લાભ, આહા ! કેણુ વીરચંદભાઈ કે ? બહુ જલ્દી આવ્યા ?”
“ સાહેબ, આપનો પત્ર આવ્યા ને હું નીકળ્યા. ફરમાવે! શું હુકમ છે ?”
“ વીરચંદભાઇ ! જુએને ! અમેરિકામાં સર્વ પ્રમ પરિષદ થવાની છે. ત્યાંનુ નિમત્રણ છે. પણ મારાથી તે થોડું ત્યાં જવાય ? ”
66
પણ સાહેબ આ પરિષદ પણ બહુ મહત્ત્વની છે. આપણે કાંઈ કરવું તે જોઈ એ. ’
જાણું છુ. અને તે વિચારથી તમને
“ હા ભાઈ ! હું મેલાવ્યા છે. ”
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૨
યુગવીર આચાર્ય
“ગુરુવર્ય! હું તૈયાર છું. આવું જૈન ધર્મપ્રચારનું કાર્ય થતું હૈય તે તે મારાં ધનભાગ્ય ગણાય.”
વીરચંદભાઈ મને લાગે છે કે તમે એ વખત મારી પાસે અહીં રહે તો હું તમને ઠીક ઠીક તૈયારી કરવા માટે વખત આપી શકું. ”
સાહેબ! હું ખુશીથી રહીશ. અને મારે પણ આ પની પાસે જૈન અને વિજ્ઞાન તથા કર્મનિ થેિ છેડે વિશિષ્ટ અભ્યાસ કરે છે. મને એ અમેરિકા માં ઉપયોગી થઈ પડશે.”
વલ્લભ!” “જી સાહેબ, આવ્યું છે.” આપણે નિબંધ શ્રી વીરચંદભાઈ બનાવશે ?” જી ! તેયાર જ છે. લાવી આપું.”
જુઓ ! વીરચંદભાઈ મેં એક નિષદ યાર કર્યો છે. વલ્લભવિજયજીએ તેને સુંદર અક્ષરથી લઈ રાખે છે. તમે વાંચી જાઓ અને પછી તે વિષે આપણે થોડી વાર કરી લઈ એ, ” - આચાર્યશ્રી જલંધરથી વિહાર કરી લેવાલ, જs. યાલાગુરુ થઈને અમૃતસર પધાર્યા, અમેરિકામાં “ સર્વ ધર્મ પરિષદ” થવાની હતી. તેમાં જૈન ધર્મના પ્રતિના તરીકે આચાર્ય મહારાજશ્રીને પ્રમુખનું હાર્દિક નિમંત્રણ હતું. આચાર્યશ્રી તે ત્યાં જઈજ કેવી રીતે શકે, પણ તેમણે વિચાર કરી એસસીએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી શ્રીયુત
Page #169
--------------------------------------------------------------------------
________________
બી પ્રવકજીને અનન્ય પ્રેમ
૧૩૩ વીરચંદભાઈ ગાંધી B. A. ને તે પ્રસંગે મોકલવા નિર્ણય કર્યો. તે માટે શ્રી વીરચંદભાઈને પોતાની પાસે લાવ્યા. થોડો વખત તેમને સાથે રાખી જૈન સિદ્ધાંત વગેરે સમજાવ્યા.
શ્રી વીરચંદ રાધવજી ગાધી વિક્ષેત્ર મહુવાના વતની હતા. ધર્મપ્રેમી, સમાજસેફ અને વિદ્વાન હતા. “ચિકાગો પ્રશ્નોત્તર” તવાર કરી તેઓ ગયા અને ત્યાં સર્વ ધર્મ પરિપદમાં જૈનધર્મ વિષે મનનીય વ્યાખ્યાન આપ્યું, એટલું જ નહિ પણ અમેરિકા વગેરે દેશોમાં ફરી જૈન ધર્મનો સારો એવો પ્રચાર કર્યો. આપણા ચરિત્રનાયકને પણ આ બધા દો. તનેને લાભ મળે, એટલું જ નહિ પણ આચાર્યશ્રીની કાર્યપદ્ધતિ તથા વ્યવહાર દક્ષતાને પણ ખૂબ પરિચય થયે.
આચાર્યશ્રીનું ચોમાસું જડિયાલાગુરુમાં થયું. અહીં આચાર્યશ્રીએ આપણા ચરિત્રનાયકના અભ્યાસની દ્રષ્ટિએ વ્યાખ્યાનમાં શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર રાખ્યું. અહીં આચાર્ચશ્રીની ઈચ્છા સાર “જૈનમતવૃક્ષ પિતે તૈયાર કર્યું. કેટલાક સાધુઓને પણ પોતે પાઠ આપતા રહ્યા. સં. ૧૯૪૯ નું આપણા ચરિત્રનાયકનું માસું પણ જડિયાલાગુરુમાં થયું.
અહીં આચાર્યશ્રીને ઘુંટણમાં દુઃખાવો થવાથી તરત વિહાર થઈ શકે નહિ. મુનિરાજેએ આચાર્યશ્રીને નવીન સાધુઓને ગદ્વહનની ક્રિયા કરાવવાને માટે પ્રાર્થના કરી. શ્રી ઉઘાતવિજયજી મહારાજના શિષ્ય શ્રી કપૂરવિજયજી, શ્રી વીરવિજયજી મહારાજના શિષ્ય શ્રી દાનવિજયજી, શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય શ્રી ચતુરવિજયજી તથા લાલવિજયજી તથા શ્રી હંસવિજ્યજી મહારાજના શિષ્ય
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૪
યુગવીર આચાય શ્રી તીવિજયજી અને આપણા ચરિત્રનાયકના પ્રથમ શિષ્ય શ્રી વિવેકવિજયજી, આ છ સાધુમુનિરાજોને આચાર્યશ્રીએ છેદેપસ્થાપનીય ચેગેન કરાવવાની ક્રિયા શરૂ કરી, આચાર્ય શ્રી લગભગ બધી ક્રિયાઓ આપણા ચરિત્રનાયકના હાથથી જ કરાવતા. સાયંકાલની ક્રિયા તે રસપૂર્ણ રીતે આપણા ચિરત્રનાયક જ કરાવતા,
જડિયાલાથી વિહાર કરી પટ્ટી થઈ ને આચાર્ય શ્રી જીરા પધાર્યાં. જીરામાં આચાર્યશ્રીના પ્રવેશ બહુજ આનંદપૂર્ણાંક થયા, શ્રીસ’ઘની વિનંતિથી આચાર્યશ્રીએ ચાતુર્માસ જીરામાં કર્યું.
જીરામાં કેટલાક ધનિષ્ઠ ભાઈ એ જૈન ધર્મના જાણકાર હતા. તે ધમની ઝીણીઝીણી વાતે તેમજ તાર્કિક દલીલે! સમજી શકતા હતા, તેથી તેએના આગ્રહથી આચા શ્રીએ વ્યાખ્યાનમાં ગણધરવાદ શરૂ કર્યો. આપણા ચિરત્રનાયકને પણ તે સાંભળવાને બીજીવાર ટાલ મળ્યા. કેટલીક વિશિઘ્રતા જ્ઞણવાની મળી. સં. ૧૯૫૦ નું આપણા ચરેત્રનાયકનું ચાતુર્માસ પણ જીરામાં થયું.
આચાર્ય શ્રી જીરાથી વિહાર કરવાના હતા પણ પટ્ટીથી મહારાજશ્રી કાંતિવિજયજી તથા મહારાજશ્રી વીરવજયજી મહારાજનો પત્ર આવ્યે કે આપશ્રી ત્યાં સ્થિરતા કરો તે આપનાં દાન કરવા અભિલાષા છે. અને મુનિરાન્તે શિષ્યાસહિત આવી પહોંચ્યા. ગુરુદેવને પ્રેમ વદણા કરી તેમની પદરજ લઈ કૃતકૃત્ય થયા,
“ ખાનગી ખાનગી શું વાત કરે છે? ” આચાર્ય -
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૫
શ્રી પ્રવર્તકજીને અનન્ય પ્રેમ શ્રીએ એકાએક પ્રશ્ન કર્યો. | ‘પધારે કૃપાનાથ ! ઘણુ વખતે બને મળ્યા તેથી જ વાત કરીએ છીએ. વલ્લભવિજયજી તે આપશ્રીના ભાર કૃપાપાત્ર થઈ ગયા છે ને શું ? વિદ્વાન પણ થયા છે. જુઓને સાહેબ ! મારી સાથે પણ ઠીકઠીક ચર્ચા કરી શકે છે.” શ્રી કાંતિવિજયજી તથા આપણા ચરિત્રનાયક વાતે કરતા ઊભા થઈ ગયા. આચાર્યશ્રીને વંદન કર્યું અને વિનયથી જવાબ આપ્યો.
પણ મારા તૈયાર કરેલા વલ્લભને તમે ગૂજરાત ન ઉડાવી લઈ જતા. પંજાબને માટે મેં તેને તૈયાર કર્યો છે. અને તેને માટે બહુ જ મોટી આશા છે.” હસતાં હસતાં આરાર્યશ્રીએ પ્રશ્ન કર્યો.”
કૃપાનાથ! એમ કદી ન બને. એ તે આપના કૃપાપાત્ર છે. તેના મન પર આપને એ જાદુ થઈ ગયું છે કે તે ફાઈના ચળાવ્યા ચળે તેમ નથી. વળી ગુરુદેવ! મને તે ખૂબ આનંદ થાય છે કે મારા દેશના અને મારા જ શહેરના એક ભાગ્યશાળી મુનિરત્ન આપના વિશ્વાસપાત્ર બન્યું છે અને એજ પંજાબના રક્ષક બનશે.” શ્રી કાંતિવિજ"અજી મહારાજશ્રીએ પિતાને આનંદ પ્રદશિત કર્યો.
“ભાઈ ગુજરાતમાં મુનિરાજોને તાટે નથી, પણ આ પંજાબની કેણ સંભાળ લે. આવ્યો ત્યારથી તે મારા હૃદયમાં જડાઈ ગયો છે અને ખરેખર તે સુપાત્ર છે. મારી પછી તેજ પંજાબની રક્ષા કરશે. તમે બધા તેને સાથ આપશેને?” આચાર્યશ્રીએ મનની ભાવના વ્યક્ત કરી.
Page #172
--------------------------------------------------------------------------
________________
યુગવીર અચ
“ દયાનિધિ ! અમે તેા આપના જ છીએને ! ૫ જામ પણ આપનું છે એટલું અમારુ છે અને આ વલ્લભવિજયજી પણ આપના છે તેથી વિશેષ અમારા છે. ગુરુદેવ! મારું તેા વચન છે કે મરતાંદમ સુધી હું તેમની સાથે જ છું. આપ નિશ્ચિંત રહેશે. ' શ્રી કાંતિત્રિજયજી મહારાજશ્રીએ વચન આપ્યું.
૩૪
“ તમારાં વચનેથી મને બહુ જ આનંદ . હવે મૃત્યુ ગમે ત્યારે આવે, મારા વાસે તે સોંપાઈ ગ’ આચાય શ્રીએ સ્પષ્ટતા કરી,
ગુરુદેવ! ગૂજરાત તરફ જવા અભિલાષા છે. ઘણા વર્ષોથી ગૂજરાત છોડયું છે. આજ્ઞા આપે તે તે તરફ વિહાર કરીએ. વિદાય આપે ને આશીર્વાદ આપે. ' શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીએ પ્રાથના કરી.
66
“ સુખેથી સીધાવા. મારા આશીર્વાદ છે. અને સાઈ હું પણ હવે કાંઠે બેઠા છુ.. આ દેહને શે! ભરેસે. મારી પણ વિદાય જ સમજો. ' ગુરુદેવે ભવિષ્યવાણી ભાખી.
,,
આચાર્ય શ્રી જીરાથી વિહાર કરી પછી પધાર્યા. અને મહારાજશ્રી કાંતિવિજયજી મહારાજ વિદાય લઇ ગૂજરાત તરફ પધાર્યા. પટ્ટીના શ્રીસ'ઘને ખૂબ આનંદ થયા. પ્રાંતઠાની તૈયારી થવા લાગી. ધામધૂમપૂર્વક સ. ૧૯૫૧ ના માહ સુદી ૧૩ ના દિને શ્રી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી અને આ મુહૂતમાં પચાસ નવીન પ્રતિમાએની અ જન શલાકા પણ કરી.
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવતજીને અનન્ય પ્રેમ
૧૩૭
આ પ્રતિષ્ઠા-અંજનશલાકાના વિધિવિધાનમાં પણ આપણા ચિરત્રનાયકે ઘણું કાય કર્યું. જીરાના ચૈામાસામાં આચાર્યશ્રીએ તત્ત્વનિ યપ્રાસાદ” નામના ગ્રંથ પ્રારંભ કયાં હતા. અહી. તેની પ્રેસકેંપી આપણા ચરિત્રનાયકે શરૂ કરી.
(:
પટ્ટીથી વિહાર કરી બધા અંબાલા આવ્યા. ૧૯૫૧ નું નવમું ચેકમાસું આપણા ચરિત્રનાયકે આચાય શ્રીજીની સાથે બાલામાં કર્યું. અહી' આચાર્યશ્રીની આંખના મેાતીઓ ઉતરાવવામાં આવ્યેા. હનિ યપ્રાસાદનું કામ ચાલુ રહ્યું. સ. ૧૯૫ર ના માગશર સુટ્ટી ૧૫ ના દિવસે અખલા શહેરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીની પ્રતિષ્ઠા થઈ.
Page #174
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
પE.
જીવન–સંદેશ
[ ૧૮ ] તલજ નદીને વિશાળ પટ પર સૂર્યનાં સોનેરી કિરણે પથરાઈ રહ્યાં છે. મંદમંદ શીતળ પવન હવામાં તાઝગી ભરી રહ્યો છે. સરિતાનાં નિર્મળ નીર ખળખળ વહી રહ્યાં છે. ગુરુ અને શિષ્ય શહેર બહાર શાંત-પ્રશાંત વાતાવરણમાં આવી પહોંચ્યા છે. ગુરુ પિતાનાં અધૂરા કાર્યની વિમાસણમાં ચિંતાતુર છે. ભવિષ્યનાં અનેક સમાજઉત્થાન અને શાસનસેવાનાં કાર્યોનું મંથન ચાલી રહ્યું છે. શિષ્ય ગુરુને પગલે પગલે શાંતચિત્તે અનુસરી રહ્યા છે.
“વલભ! કેણ જાણે શાથી મારા મનમાં ભારે મન્થન ચાલી રહ્યું છે, એટલે જ આજે હું તને અહીં સુધી લઈ આવ્યો છું. મારા હૃદયની ઊંડીઊંડી વેદનાઓ તું પચાવી લે તે મને ચિરશાંતિ મળે. મારી શક્તિઓ હવે ક્ષીણ થતી જણાય છે. શાસન અને સમાજના ભાવી માર્ગની મારી
Page #175
--------------------------------------------------------------------------
________________
જીવનસ દેશ
૧૩૯
મનેસૃષ્ટિ તું સમજી લે.” ગુરુએ પેાતાની ચિંતા વ્યક્ત કરી.
“ આપની આજ્ઞા મારે શિરોધાય છે, ગુરુદેવ ! ” શિષ્યે વિનય બતાવ્યેા.
tr
વત્સ ! સારાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધમપ્રેમ, ભક્તિભાવ, સંસ્કૃતિ, આતિથ્ય અને સમૃદ્ધિની મારા પર સારી છાપ પડી છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, વીરતા, અડગતા અને સરળતા તથા અનન્ય ગુરુભક્તિ પણ કેમ ભૂલાય ? એ પ્રદેશેાદ્વારા જૈન સમાજનું કલ્યાણ સાધી શકાય એમ. મને સમજાય છે. તેમાં જ શાસનની શૈાભા છે. ગુરુએ પેાતાના ભાવ રજુ કર્યા.
· ગુરુદેવ ! આપની વાત બરાબર છે. સમાજનું કલ્યાણ એ મહત્ત્વની વસ્તુ છે. પણ તે માટે શુ શુ કરવુ આવશ્યક છે તેની ઝાંખી કરાવવા કૃપા કરશે! ?” શિષ્યે પ્રશ્ન કર્યા.
“ ભાઈ! ક્રાન્તિ અને શાન્તિ એ બે મત્રે જો સમાજ ખરખર ઝીલે તે ભવિષ્યના જગતમાં જૈનશાસનના અહિંસા અને સત્યને ભારે વિજય થાય. મારું જીવન કેવું ક્રાન્તિમય છે, પણ શાન્તિની મારી સાધના પણ તેટલી જ તીવ્ર છે. ’’
“ આપની ભાવી યેજના શી છે ? કૃપાળુ ! ’’
“ બેટા ! ગગનચુખી મદિરા શ્રદ્ધાનાં સૂચક થઈ ગયાં. તે દેશને પૂજનારા પણ સુખી હાવા જોઇએને? પણ જ્ઞાન વિના સુખશાન્તિ નથી. અનેક પ્રકારના વહેમે તે સિવાય નષ્ટ થવા મુશ્કેલ છે. જ્ઞાન એ પ્રકાશ છે. એટલે હવે મારું લક્ષ્ય સરસ્વતી મંદિર તરફ છે. એકપણ જૈન બાળક--મલિકા જ્ઞાનથી વાંચિત ન રહે. ગામેગામ શહેરેશહેર વિદ્યાલયે
Page #176
--------------------------------------------------------------------------
________________
૪
યુગવીર આવ્યા સ્થપાવાં જોઈએ. ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક સ`સ્કાર સાથેનુ વ્યવહારિક શિક્ષણ હાવુ જોઈ એ. જ્ઞાન વિના કશું નથી, જેમ ધર્મ વિના સંસ્કાર નથી. ”
“પ્રભા ! સાધુસમાજની ઉન્નતિ માટે આપ શું કહે છે ?
“ પ્રિય ! સાધુ±માજમાં આજે શાસ્ત્રોના અભ્યાસ માટે જોઈએ તેટલે પ્રેમ નથી. ઝગડા પણ કાઇકોઈ જગ્યાએ જોવાય છે. આ માટે એક મહાન પડશાળા કેન્દ્રસ્થાને વી ક્લેઈ એ. નવીન સાધુએ તથા દીક્ષાના ઉમેદવારે તે સંસ્થામાં ખૂબ અભ્યાસ કરેં. સાથેસાથે એક ફરતા વિદ્યાલયની પણ ચેજના જોઈએ. જેમાં ૪-૬ વિદ્યાને ફરતા રહે અને સા ધુઓને અભ્યાસ કરાવે. ધમ, સાહિત્ય અને સમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે સાધુઓએ અનેક જાતની ઘાનું અને અનુભવનું જ્ઞાન પ્રાપ્ત કરવુ જોઇએ. ’
“ ગુરુવય ! સાધ્વી સમાજ માટે આપ શું ધારે છે ?” વલ્લભ! સાધ્વી સમાજ માટે આજે તા નિરાશા ઉપજે છે. તેમની કાઈને પડી નથી. સમથ શ્રી—ક્તિના વિકાસ સમાજના બીજા અંગને ખૂબ પ્રાણ આપી શકે તેમ છે. તેમને માટે જ્ઞાનયાનની ચેાજના જોઈ એ. સાધ્વીએ વિદ્વતા મેળવી સ્ત્રીસમાજમાં ઘણું ઘણું કરી શકે. ”
“ કૃપાસિંધુ! સાસસ્થાને સહિત કરવા શું કરવું જોઈએ.
(C
વલ્લભ ! તારા પ્રશ્નને! મમ હું સમજી ગયો છુ. પણ એક વસ્તુ તું પણ સમજી લે કે સાધુસમાજમાં જો કુસ'પ પેઠા, સાધુસમાજમાં જો સડા પેઢા, સાધુમ્રસ્થામાં
'
Page #177
--------------------------------------------------------------------------
________________
-
-
-
છવજો --સંદેશ
૧૪૬
જે શિથિલતા પેડી, સાધુસમાજ નવયુગના નવીન વિચારપ્રવાહને જે ન ઓળખી શકયે અને સમાજના ઠેલતા નાવને જે બચાવી ન લીધું તો એ પવિત્ર સંસ્થા સામે બળ થશે. આજથી ૫૦ વર્ષ પછી કેવો યુગ આવશે તેની કલ્પના આવી શકે છે? જેમ જેમ જ્ઞાન વધશે. દેશ વિદેશિનો સંપર્ક વધશે, તેમ તેમ નવીન સુધારાઓ આવશે. કેટલાક આવશ્યક હશે, કેટલાક નુકસાનકર્તા પણ હશે પર એ સમયે સાધુસમાજ પ્રખર, ચારિત્રશીલ, વિકાન, સમાજ, અને વિચારશીલ નહિ હોય તે સાધુસંસ્થા પણ વિનાશન પશે વળશે.”
ગુરુદેવ! સાહિત્ય પ્રચાર માટે આપની શી જના
ભાઈ ! જેનસિદ્ધાંત, જૈનશાસ્ત્રો અને જૈન સાહિત્યનું જગતના સાહિત્યમાં અનેરું સ્થાન છે. દેશવિદેશમાં તેના અભ્યાસકે વધતા જશે. તેમાં સંશોધને પણ થશે. આપણા જ્ઞાન ભંડારે એ મહામૂલા ખજાના છે. તેના રક્ષણની અને જ્ઞાનવૃદ્ધિની જનાઓ થવી જોઈએ. જગતને આપણે રિદ્ધિાંતોમાંથી અવનવા સંદેશે મળે તેવો પ્રબંધ કરવામાં જૈનશાસનની પ્રતિષ્ઠા છે.”
પ્રભે ! સાધુએ તે ઉપદેશે માત્ર આપી શકે, બીજું તે શું થઈ શકે ? ”
બેટા ! એ ઉપદેશદ્વારા તે રાજા મહારાજા વિરા થાય, તે વાણી દ્વારા તે સમાજ, ધર્મ, દેશ અને જગતમાં નવીન પ્રાણ પૂરી શકાય. અલિપ્ત રહી સમાજના કલ્યાણના કાર્યો
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૨
યુગવીર આચાય
માટે ઘણું ઘણું કરી શકાય. ચારિત્ર અને શાસનના ઉદ્યોત એ બે વસ્તુ નજર સામે રહેવાં ઘટે. ભવિષ્યના સાધુ મહાન વિચારક, નવયુગપ્રવ`ક, દ્રષ્ટા અને સાધક હશે. એક વીરચંદ જેવા અનેક વીરચ'દ પેદા કરવા પડશે. ”
ઃ
(6
‘ગુરુદેવ ! આપની વેધક દ્રષ્ટિની આ જ પ્રીતિ થઈ. પણ આ બધા માટે કરોડો રૂપિયા જોઈ એ તેનું શું ?” વાહ રે વાહ ? તું શું કહે છે આ? જે જૈનસમાજમાં જગડું, ભામાશાહ, વિમળમત્રી, વસ્તુપાળ, તેજપાળ, કુમારપાળ અને મેાતીશા જેવા અનેક ભાગ્યશાળી સ્થભાએ કરોડોના દાનના અમર વારસો આપ્યા છે, તેના જ પુત્ર શાણા વિણક પેાતાનાં બાળકા, બાળાઓ, અહંને, સ્વધસીભાઈ આ, વહાલાં મિશ, જ્ઞાનભડારા, પૂજ્ય સાધુસંસ્થા, પ્રિયસિદ્ધાંત અને મહાન અહિંસાધમ માટે પૈસા આપતાં વિલંબ કરશે ખરા કે ? ભાઈ! તું ભ્રમણા ન સેવ, સમાજના, ધર્મના કલ્યાણ માટે ઘરેણાંને વરસાદ વરસશે. જૈન તે શું જૈનેતરા, લાખા આપશે. પશ્ચિમના વિદ્વાન સાહિત્ય લખશે. જૈન તીર્થો તા હજારોને મુગ્ધ કરશે. જૈન સિદ્ધાંતે જગતના ઉત્થાનમાં—જગતની શાંતિમાં વિજયી થશે. ’”
64
પરમપૂજ્ય ગુરુદેવ ! આપની અમૃતવાણીથી મારી તૃષા બૂઝાતી નથી. એ અમૃતવાણીની વર્ષાં થયા કરે!—હું તૃપ્ત થાઉં ત્યાં સુધી.”
આકાશમાં મેઘ દેખાયા—અમૃત વર્ષાના ખિદુએ ટપકવા લાગ્યા. ગુરુશિષ્ય વિચારની લહેરોમાં લહેરાતા, રાહ જોતા શિષ્યગણ તરફ વિદાય થયા.
Page #179
--------------------------------------------------------------------------
________________
જીવન–સ દેશ
અંબાલાથી વિહાર કરી આચાય શ્રી જ્યારે લુધિયાના પધાર્યા ત્યારે તેઓશ્રીને લાગ્યું કે જીવનદીપ બહુ વખત પ્રકાશી શકે તેમ નથી. એક દિવસ આચાર્યશ્રી અને આપણા ચરિત્રનાયક ફરતા ફરતા સતલજ નદીને કિનારે આવી પહેોંચ્યા. અહીં આચાય શ્રીએ આપણા ચરિત્રનાયકને પોતાના જીવનસંદેશ આપ્યા અને જાણે પોતાના વારસા આપતા હોય તેમ પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા, ચરિત્રનાયક અડભાગી થયા. પ્રતાપી મહાત્માશ્રીના અ'તરના આશિષ મેળવી પેાતાને ધન્ય માનવા લાગ્યા.
૧૪૩
t
શું !
લુધિયાનાથી વિહાર કરી સનખતરા પધાર્યા. અહીં ૨૭૫ જિનમિ એની પ્રતિષ્ઠા કરાવી. અંજનશલાકા કરવામાં આવી. અને ત્યાંનું મંદિર શ્રી શત્રુ ંજયની આદીશ્વરદાદાની ટ્રક જેવું જ છે. તે જોઈ આચાર્ય શ્રીને શત્રુજય યાદ આવ્યેા. વલ્લભ ! આપણે શત્રુંજય ઉપર ચડી રહ્યા છીએ “ પ્રભા ! આસનખતરાનુ' મંદિર આદીશ્વરદાદાની ટ્રેક જેવું જ છે. એ પણ આપશ્રીના ઉપદેશનું જ ફળ છે.” વૈશાખ સુદ પુનમની અંજનશલાકા અને પ્રતિષ્ઠા સાન'દ કરાવી. સ’. ૧૯૫૨ ના વૈશાખ વદી ૬ ના સનખતરાથી વિહાર કરી પસરૂર, સતરાહ, સેરાવાલી, વડાલી વગેરે ગામે!માં થઈ આચાર્ય શ્રી ગુજરાવાલા પધાર્યા. રસ્તામાંથી આચાય - શ્રીના શ્વાસરોગ વધ્યા હતા. સાધુમુનિરાજોએ ઔષધ માટે પ્રાથના કરી પણ આચાય શ્રીએ તે વાત ધ્યાન પર ન લીધી, અને ઉલટુ એવા નાના નાના રેગ માટે તે વળી દવા શું ? એમ કહી વાત ઉડાવી દીધી.
Page #180
--------------------------------------------------------------------------
________________
અન્તિમ અતિ [ ૧૯
. ૧૯૫૨ ન! જેઠ સુદી માતમ ને મગળવારના
દિવસે આચાર્ય શ્રી સવારથી વિશેષ નરમ જણાતા હતાં. ગુજરાનવ લાના શ્રીસંઘના આખાલવૃદ્ધ ગુરુદેવના દર્શા આવતા હતા. સાધુમુનિરાજો ગુરુદેવની સેવાસુઋષામાં હતા. આપણા ચરિત્રનાયક તા પાસે જ બેઠા હતા. આસપાસના ગામામાંથી પણ ઘણા ભાઈ મહેના ગુરુદેવનું સ્વાસ્થ્ય જોવા તથા દર્શન કરવા આવતા હતા. વૈદ્ય-હકીમ પહે આવતા જતા હતા. કેટલાક ધર્મપ્રેમી અને ગુરુપ્રેમી હિંદુ ભાઈ એ, સીખ ભાઈએ અને ભ્રાહ્મણ ભાઈઓ અને આય સમાજી ભાઇએ પણ ગુરુદેવને જોવા આવતા હતા.
એ શાંતમૂર્તિ ગુરુદેવ બધાને ધર્મલાભ આપતા, દેહના દંડ તે દેહ જ ભાગવે તેમ શાંત મને શારીરિક વેદનો
Page #181
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયક શિક્ષણ –પ્રચારક આચાયવર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
અન્તિમ અંજલિ
અનુભવતા મૃત્યુને ભેટવા તૈયાર હતા.
“ ગુરુદેવ! કેમ છે આપને!આપણું ચરિત્રનાયકે હિંમત રાખી પૂછયું.
આજે શ્વાસનું જેર વિશેષ છે, ભાઈ!”
“વેદને બોલાવું. આપ કહે તે ડાકટરને બોલાવીએ.” આપણું ચરિત્રનાયકે ઉત્સુકતાથી પૂછ્યું.
ના ભાઈ ના, આમાં હવે વૈદ શું કરશે. તુટીની બૂટી નહિ.”
ત્યાં તે બધા મુનિરાજ એકઠા થઈ ગયા. બધાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આપણું ચરિત્રનાયક તે બાળકની જેમ ગુરુદેવની પથારી પાસે ઢગલે થઈ ગયા. જોરજોરથી ડુસકા ભરવા લાગ્યા.
ગુરુદેવે વલ્લભને માથે હાથ મૂકે ને કહેવા લાગ્યા, “વભ! શિષ્ય ! મને કાંઈજ નથી. સાતમ ધારી હશે તે આઠમ થવાની નથી. મારું કાર્યક્ષેત્ર તે હવે પૂરું થયું છે. આ શરીરથી થયું તેટલું બધું કર્યું છે. આ પેળીયું તે જૂનું થયું છે. બિચારું હવે કેટલું ચાલે? હવે તે શાશ્વત આરામ મળશે. ચિરશાંતિ હું ઝંખી રહ્યો છું. તમે કઈ ગભરાશે નહિ. વલ્લભ, તું હિંમત રાખજે. મારી પાટ તને સેફ છું. “પંજાબની રક્ષા એજ મારી અંતિમકામના.”
દિવસે જરા સ્વસ્થતા હતી ત્યારે ધીમેધીમે આપણા ચરિત્રનાયક જે અહેનિશ ગુરુ ચરણમાં જ રહેતા તેમને તથા સાધુવૃંદને સંબોધી કહ્યું. હૃદયમાંથી અંતિમવચને સરી
Page #184
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય પડ્યાં. પછી તે બધી ચિંતા છેડી. મૌન ધારણ કરી ગયા. અહમ અહમને જાપ શરૂ કર્યો. જરા શાન્તિ લાગવાથી સૌને નિત્યક્રિયા માટે જવા આપણું ચરિત્રનાયકે સૂચના કરી. સાંજ તે શાન્તિથી પસાર થઈ ગઈ. આજની રાત્રિ પસાર થઈ જાય તે બસ એમ બધાને લાગ્યું. રાત્રે આચાર્ય શ્રીએ પણ બધા મુનિરાજે સાથે પ્રતિક્રમણ કર્યું. તે વખતે તે એમજ લાગ્યું કે ગુરુદેવને તો જાણે કાંઈ જ નથી. સંથારા પિરસી થઈ અને આરામ માટે બધા સો સોને સ્થાને ગયા. આપણા ચરિત્રનાયક તે ગુરુદેવની પાસે જ હતા.
ઘડિયાળમાં બારના ટકોરા થયા. આચાર્યશ્રી ઉઠતા જણાયા. તરત જ આપણું ચરિત્રનાયક જાગી ઊઠયા. ગુરુદેવને Úડિલ જવું હતું. જઈ આવ્યા અને સંથારા પર બેસી વળી પાછા અર્હમ્ અહંમને જાપ શરુ કર્યો.
પ્રભો ! અત્યારે કેમ જણાય છે! જરૂર હોય તે બીજા સાધુ મુનિરાજોને પણ જગાડું.” આપણા ચરિત્રનાયક બોલ્યા.
પણ કેશુ જવાબ આપે. શ્વાસનું જોર વધવા લાગ્યું. પિતે ગભરાયા. બધા સાધુ મુનિરાજને ઉઠાડયા અને પાસેના શ્રાવકોને ખબર પડતાં બધા દોડી આવ્યા. અહમ અહંમ શબ્દ માત્ર નીકળતો હતો. શ્વાસ તે ઘુંટાતું હતું. બોલી શકાય તેમ હતું નહિ. આપણા ચરિત્રનાયક પાસે જ બેઠા હતા. તેમને પિતાની નજદિક લીધા. શરીરે હાથ ફેર
પ્રેમપૂર્વક શિર પર હાથ મૂકી આન્તરિક આશીર્વાદની વૃષ્ટિ કરી. આપણા ચરિત્રનાયક ધન્ય ધન્ય થઈ ગયા.
Page #185
--------------------------------------------------------------------------
________________
અન્તિમ અ'જલિ
૧૪૭
બધા ગુરુદેવને વંદણા કરવા લાગ્યા. પણ ત્યાં તે મહામહેનતે શબ્દો નીકળ્યા.
66
लो भाइ अब हम चलते हैं
और सबको खमाते हैं
""
આ સાંભળતાંની સાથે બધાની હીંમત ટૂટી ગઈ અને ખંધા ગમગીન થઈ ગયા. આંખામાંથી અશ્રબિંદુએ સી પડયાં. આપણા ચરિત્રનાયકના હૃદયમાં તે ભારે ખળભળાટ મચી રહ્યા હતા, પણ તેમણે આ સમયે હિહંમત રાખી. અધાને શાંત થઈ જવા ઈશારા કર્યાં. ગુરુદેવની બની સેવા કરવા સૂચના કરી. આચાય શ્રીએ બેચાર વાર અહમ્ શબ્દનુ ઉચ્ચારણ કર્યું અને ગુરુદેવના જીવન-હસ આ ટ્રેડ પિજરનો ત્યાગ કરી સ્વર્ગમાં પહોંચી ગયા. તેમને પરમ પવિત્ર પુણ્યાત્મા અમર અમર ધામમાં ઉડી ગયેા.
મ
આખા ગામમાં ગુરુદેવના સ્વર્ગવાસના સમાચાર વાયુવેગે પહાંચી ગયા. ગુરુદેવના અંતિમ દર્શન માટે હજારે સ્ત્રીપુરુષાની મેદની જામી. શ્રીસ ંઘે ભવ્ય પાલખી તૈયાર કરી. ગુરુદેવના અંતિમ દર્શન માટે ઉલટેલ માનવમેદની ઉભરાયે જતી હતી. આખા શહેરમાં પાલખી ફરી મહાલ્લે મહાલ્યું અને બજારમાં ગુરુદેવને પુષ્પા ને પુષ્પહારથી પૂજ્યા. હજારા સ્ત્રીપુરુષા, વૃદ્ધે ને બાળકેા, હિંદુ મુસલમાન, સીખ ને આર્યસમાજી બધાએ ગુરુદેવને અ ંતરથી માન આપ્યું.
જૈન સુધના આબાલવૃધ્ધે ગુરુદેવને ચંદન, પુષ્પ, ધૂપ અને નૈવેદ્યથી પૂજ્ગ્યા. ધમપ્રેમી જનોએ પૈસા ઉછાળ્યા
Page #186
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચા
ગરીબેને ભાન આપ્યું. ગુરુદેવના આત્માની પરમ શાંતિ માટે વ્રત-નિયમ લીધાં.
૧૪૮
હજારે મનુષ્યાની જયજય નંદાની ગગનભેી ગર્જના સાથે ચ'દનની ચિતામાં ગુરુદેવને પોઢાડવા, અગ્નિ સંસ્કાર ક.
હજારા ચક્ષુએમાંથી અશ્રુધારા ચાલી. દેવેએ સ્વગના દ્વારથી અમીના છાંટણાં છાંટયા. ગુરુદેવને અંજલિ આપી ગુરુદેવના નશ્વર દેહ ભસ્મીભૂત થઈ રહ્યો છે ત્યાં એક વિઘ્ન આવ્યું. કે!ઇ ધમદ્વેષી મનુષ્યે સરકારી અફસરને ભંભેયોં કે આત્મારામજી મહારાજને વિષ આપવામાં આવ્યુ છે. પેાલીસ પણ આવી પહેાંચી. શ્રીસંઘમાં ભારે આશ્ચય અને રોષ ફેલાયાં. સંઘના આગેવાને સરકારી થાણામાં ગયા અને પરિસ્થિતિ સમજાવી.
ગુરુદેવના દેહની પવિત્ર ભ્રમ જેને પેાલીસે કબજે કર્યાં હતા શ્રીસ છે. લાહારથી ગ્રે સાહેબ પ્રસિદ્ધ અગ્રેજ વકીલને મગાવી કાયદેસર પાછી લીધી અને તેને માઢુંટા ઉત્સવથી નગરમાં ફેરવી, હજારા લેકાએ માથે ચડાવી ગામેગામ તે પવિત્ર ભસ્મ પહોંચી ગઈ. ગુરૂદેવના અવશેષ પવિત્ર જલસાગરમાં પધરાવ્યાં. ગુરુદેવના જીવનકાયને અજલિ આપતાં હજારો ભકતા ભારે હૃદયે પે!તપોતાને સ્થા નકે પહાંચ્યા.
X
X
X
વિઘ્ન કરનારે પેાતાના તરફથી કાંઈ ખામી રાખેલ નહીં પણ પુણ્યાત્માનું પુણ્ય પેતાની વિદ્યાયગિરી થયા
Page #187
--------------------------------------------------------------------------
________________
અન્તિમ અિ
૧૪૯
પછી પણ સહાયક હાય છે એ વાતની અહી ખાત્રી થઈ જાય છે. મગળવારની રાતના કરેલા કલેકટરના નામના તાર બુધવારની રાતના નવ વાગે કલેકટરને મળે છે. એ પછી ચિતાસ્થાનમાં પેાલીસ આવી ભસ્મના કમજો લે છે.
ગુરૂવાર સવારના પોલીસ પોતાની રીતિમુજખ ઉપાશ્રયમાં આવી સાધુની જુબાનીદ્વારા કેસને પગભર કરવા ઉદ્યમ કરે છે પણ આપણા ચિત્રનાયકની જુબાની લેતાં જ પેોલીસ સમજી ગઇ કે અહીં કાંઇ બનવાનું નથી ! આપણા ચરિત્રનાયકની આવા ગુરુવિયેાગ કષ્ટમાં પણ હિમ્મતની સાથે છટાદાર જવાબ સાંભળીને પેાલીસ સુપ્રિન્ટેન્ડન્ટે પણ માથુ ધૃણાવ્યુવાચકાના વિનાદની ખાતર એનુ જરા દિગદર્શન કરાવવું ઠીક જણાય છે.
પે, સુ તમારૂં નામ શું છે? જવાબ--વલ્લભવિજય.
પે। સુ~તમારા પિતાનું નામ ? જવાબ-આત્મારામજી મહારાજ ! પે. સુ—માતાનુ નામ ? જવાબમારામજી મહારાજ ! પા. સુ~~ગુરુજીનું નામ? જવાબ~~આત્મારામજી મહારાજ, પા. સુ~તમે શું બેલે છે?
જવાબ...હું ઠીક એલું છું. મારા માટે માતાપિતા
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૦
યુગવીર આચાય
ગુરુદેવ જે કાંઈ કહ્યા એક જ શ્રી આત્મારામજી મહારાજ છે. પે. સુ~તમારી ઉંમર કેટલી છે ?
જવાબ-નવ વર્ષની, દશમાની શરૂઆત. પેા. સુ અને બીજા આસપાસ બેઠેલાએ ખડખડ હસવા લાગ્યા. પે. સુ—સાધુ મહારાજ જરા વિચારીને સાચે સાચુ
આલા
જવામ—જૂઠું ખેલવાના ત્યાગ છે. સાધુ જૂઠું' ખેલતા નથી. હું સાચું જ કહું છું કે ૧૯૪૩ ના વૈશાખમાં મારે જન્મ થયેા છે આજે ૧૯૫ર ચાલે છે.
પે. સુ~તમે સાધુ કારે અન્યા જવાબ-~કહી તે। દીધું ૧૯૪૩માં. પા. સુ——તે પછી તમેા જન્મ્યા કયારે ? જવામ—મારા વલ્રભવિજયના જન્મ ૧૯૪૨ માં થયે
પા. સુ~~પણ એ તે તમે સાધુ થયાનેા સમય બતાવે છે પરંતુ તમે ગૃહસ્થ તરીકે કત્યારે જન્મ્યાં હતા ? જવાબ—તે અત્યારે હું સાધુજ છુ' ગૃહસ્થ નથી. ગૃહસ્થ હોય તેને પૂછો. ?
મુનશી પાલીસ અફસરના મ્હાંડા સામું જોઇ એલ્યુ કે આમાં હું લખું શું ?
પે. સુ અફસરને જવાખ—લખવું શું છે ? એ તે જરા મહારાજની હુશીયારી જોવા આટલા સવાલ જવાબ કર્યો કે કાઈ ઠેકાણે મહારાજ અચકી જાય છે? પણ એ
Page #189
--------------------------------------------------------------------------
________________
અન્તિમ અલિ
૧૫૧
તે સાવધાન છે. ગૃહસ્થપણાની વાત જ જ્યાં નથી ત્યાં પછી આપણે શુ કરી શકવાના છીએ ? હાં મહારાજ? એ બતાવા મગળવારની સાંજના, મરનાર આપના ગુરુજીએ ભાજન કર્યું હતું?
જવાબ હા.
સવાલ—ભાજનમાં શુ વાપર્યું હતું ?
જવાબ-ચણાના રસા ઘેાડેાક વાપર્યાં હતા. સવાલ—એ ખારાક કેાના ઘરના હતા? પેા. સુ. ઠાવકું મ્હાં રાખી સુરંગ લગાવી.
જવાબ અમે સાધુલાક જુદાજુદા ઘરની ભિક્ષા લઈએ છીએ. કેાના ઘરેથી શું લીધું અને શું શું નથી લીધું તેની કોઈ નોંધપાથી રાખતા નથી. જેટલુ' યાદ આવે તેટલું ગુરુમહારાજની આગળ કહી દેવાનુ હોય અગર આપ ગુરુજી અને તે આપની આગળ પણ કહેવાને સમય આવી લાગે. આપણા ચરિત્રનાયકના આ જવાબ સાંભળી ખુશાલી દર્શાવતા પોલીસ અસરે મહારાજ તકલીફ માફ ફરમાવે. જૈસે આપ આપને સાધુપણેમે સાવધાન હૈં ઐસેહી હમેશાં કાયમ અને રહે, કહેતાં કહેતાં પેા. સુ વગેરેએ વિદાયગીરી લીધી.
tr
Page #190
--------------------------------------------------------------------------
________________
ક
E
----
-
IT
ક
'SUBJP =1
INT
irrit:
ગુરુદેવનું સ્મારક
[૨૦]
ગુરુદેવના સ્વર્ગગમન પછી પહેલી જ વાર શ્રીસંઘ પંજાબ ગુજરાનવાલામાં એકત્ર થયે હતો. ગામેગામના આગેવાને, ધર્મપ્રેમી સાજને અને ગુરુદેવના ભક્ત આવ્યા હતા. આજે તે ઉપાશ્રયમાં ભારે ભીડ હતી. પુરુષોથી ઉપાશ્રય ઉભરાઈ ગયે હતે.
ગુરુદેવ તો સ્વર્ગે સીધાવ્યા, પંજાબના એ પ્રાણ આજે આપણી વચ્ચે નથી, તેનું મને અને તમને અતિ ઘણું દુઃખ
Page #191
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવનું સ્મારક
૧૫૩
છે. વારંવાર એ તેજોમય મૂર્તિ નજર આગળ ખડી થાય છે. એમની પ્રતાપી મધુર વાણી ફરી ફરીને સંભળાય છે.
મને તે ઊઠતાં, બેસતાં, ગોચરી વખતે કે વ્યાખ્યાન વખતે, જતાં-આવતાં, નિત્યક્રિયા કરતાં કરતાં એ તેજોમય મૂર્તિ ભૂલી ભૂલાતી નથી. એ દિવ્ય દેહ તે નથી પણ તેમને અમર આત્મા એક એક પંજાબી હૈયામાં ગુંજી રહ્યા છે.
એ ગુરુદેવ, આત્મારામ ખરેખર આત્માના રામ જેવા, યાદ કરતાં જયામાં ઝણઝણાટી જગાવે છે, અનેકાનેક સમરણે ખડાં થાય છે, અનેકાનેક ગુરુદેવની પ્રવૃત્તિઓ યાદ આવે છે. તેમની બુલંદ વાણી, પ્રાણીમાત્ર પ્રત્યેની પ્રેમભાવના, શિષ્ય પ્રત્યેની અમીદ્રષ્ટિ, સંઘે સંઘના કલ્યાણની અહેનિશ સાધના અને દેશ વિદેશના હજારે લાખ હૃદમાં તેમની પ્રત્યેની નિઃસીમ ભક્તિ-બધું ય યાદ આવે છે ત્યારે હૈયું હાથમાં રહેતું નથી. વારે વારે તર્યા કરે છે એ પ્રેમની પરમ પવિત્ર પ્રભાવિક તેજોમય મૂતિ! તેમની પ્રેરણા હજી તે આપણું હૃદયમાં પ્રાણ પૂરે છે.”
આપણું ચરિત્રનાયકના આટલાં દર્દભર્યા, લાગણી ભર્યા વચનોએ જાદુ કર્યો. નાના મોટા બધાની આંખે અશ્રુભીની થઈ ગઈ. ચરિત્રનાયકને પણ ગુરુદેવ યાદ આવી ગયા. તેમની આંખ સજળ થઈ ગઈ. આગળ શબ્દ ન બેલી શક્યા ને ગડ્ડલી શરૂ થઈ. ગર્લ્ડલી પછી આગળ ચલાવ્યું.
“આપણે બધાનું હવે શું કર્તવ્ય છે ?” “એ જ્ઞાન દિવાકરના સંદેશને આપણે ઝીલવે, તે
Page #192
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચા
ધર્મભૂતિનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાં, તે શાસનશિરામણના આદેશને અમલી કાર્ટીમાં રજુ કરવા.
૧૫૪
પંજાબના શ્રીસંધ તે તૈયાર છે. બીજા દેશના જૈન સંઘા પણ આપણી યાજનાને જરૂરાજરૂર સાથ આપશે. ગુરુદેવનું નામ દેશિવદેશમાં મશહૂર છે. તેમના પૂણ્યપ્રતાપે ગુરુદેવ કહી ગયા છે તેમ જૈનશાસન ને સમાજના કાર્યા કદાપિ અધૂરાં નહિ રહે. એ કાર્ય જો સાચાં કલ્યાણકારી હશે તે, તે ઘરેણાના વરસાદ વરસશે, અન ભકતા લાખા આપશે, દેશદેશના ખૂણેખૂણેથી સહાય મળશે, ગામે ગામે, ઘેરેઘેર અને સંઘેસંધની સહાયતા આવી મળશે.
“ ગુરુદેવના સ્મારકની યેાજના આ રહીઃ—
૧ ગુરુદેવના નામના સંવત શરૂ કરવા.
૨ ગુરુદેવના નામનું એક મનહર સમાધિમદિર બનાવવું.
૩ શ્રી આત્માનંદ જૈન સભા નામની સભાએ જગ્યાએ જગ્યાએ સ્થાપન કરવી અને તે દ્વારા સાહિત્ય પ્રકા શન, સમાજસુધાર, સંગઠન વગેરે વગેરે કાર્ય કરવાં.
૪ આત્માનંદ જૈન પાઠશાળા, શાળા, કન્યાશાળા મહાશાળા આદિ શિક્ષણસ...સ્થાઓ સ્થાપન કરવી.
૫ શ્રી આત્માનંદ જૈનપત્રિકાનું પ્રકાશન કરવું. “ આ યેાજના ગુરુદેવના કાર્યને વેગ આપી શકે તેવી છે. તે બધાં કાર્યો પજાબ શ્રીસધને કરવાનાં છે. અમે તે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૫
ગુરુદેવનું સ્મારક માત્ર ઉપદેશ આપી શકીએ પણ તેની વ્યવસ્થા આદિને પ્રબંધ તે પંજાબ શ્રી સંઘને કરવાનું રહેશે.”
ગુરુદેવના સ્મારકની યોજના શ્રીસંઘે સાંભળી, ગુરુદેવના અધૂરા કાર્યને પૂરા કરવાનો બધાએ નિશ્ચય કર્યો. આ સંદેશ ગામેગામના શ્રીસંઘને મળ્યો અને ગામેગામ ગુરુદેવના સ્મારકને માટે યથાશક્તિ ફંડ આદિ થયું.
આજે એ જનાના કાર્યોને વિચાર કરતાં પ્રત્યેક ગુરુભક્તને હર્ષ થાય છે. ખરેખર ગુરુદેવના સમારકને માટે પંજાબે પિતાને ફાળો પૂર્ણ રીતે આપે છે, એટલું જ નહિ પણ હિંદભરના ગુરુભક્તોને તેમાં ફળે છે.
૧ આજે આત્મસંવત ચાલે છે.
૨ સમાધિમંદિરનું ખાતમુહૂર્ત સં. ૧૫૩ આત્મસંવત ૧ માં થયું. સં. ૧૯૬૫ આત્મસંવત ૧૨ વૈશાખ શુદી ૬ ના ચરણસ્થાપના-સમાધિમંદિર પ્રતિષ્ઠા થઈ અને તેનું નામ શ્રી આત્માનંદ જેન ભવન રાખવામાં આવ્યું.
૩ “આત્માનંદ જૈન સભા” નામની સંસ્થાઓ પંજમાં જગ્યાએ જગ્યાએ સ્થાપના થઈ છે. ભાવનગરમાં વર્ષોથી એક “ શ્રી આત્માનંદ જૈન સભા સાહિત્ય પ્રકાશન વગેરે કાર્ય ઉત્તમ રીતે કરે છે. મુંબઈમાં પણ આત્માનંદ જૈન સભા હમણું શરૂ થઈ છે.
વળી પંજાબની આ સભાઓના કેન્દ્રસ્થાન તરીકે “ શ્રી આત્માનંદ જૈન મહાસભા” ઉપાધ્યાયજી શ્રી સેહનવિજયજી મહારાજના પ્રયાસથી સ્થાપન થઈ છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
૪ શ્રી આત્માનંદ જૈન પાઠશાળાઓ તે ગામે ગામ ચાલુ છે. કન્યા પાઠશાળા પણ ચાલે છે. આત્માનંદ જેન સ્કૂલ અને શ્રી આત્માનંદ જેન હાઈસ્કૂલ પણ ચાલે છે. હમણાં જ શ્રી આત્માનંદ જૈન કેલેજ પણ અંબાલામાં શરૂ થઈ છે અને સં. ૧૮૧ આત્મસંવત ૨૯ મહા શુદી ૬ શુક્રવારે આપણા ચરિત્રનાયકના હાથથી “શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પંજાબ” નામનું ગુરુકુળ પણ ગુજરાનવાલ માં સ્થાપન થયું છે અને તે બરાબર ચાલે છે.
૫ શ્રી આત્માનંદ જૈન માસિક પત્રિકા વર્ષો સુધી - બાબુ જશવંતરાયજી જનીના તંત્રી પણ નીચે ચાલતી હતી. જેન કોલેજને માટે પહેલેથી એક “પાઈ ફંડ” શરૂ કરવામાં આવ્યું હતું. પાછળથી તે ફડ બંધ થઈ ગયું પણ જેટલી રકમ હતી તેમાંથી વિદ્વાને તૈયાર કરવામાં આવ્યા.
સં. ૧૫ર નું ચાતુર્માસ આપણું ચરિત્રનાયકે ગુજરાનવાલામાં સંપૂર્ણ કર્યું અને ગુરુદેવના સ્મારકની યેજના તૈયાર કરી. શ્રી સંઘ પંજાબને તે માટે પ્રેરણા આપી.
હવે બધી જવાબદારી તેમના ઉપર આવી પડી. પિતાની વય તે હજી નાની હતી, પણ ગુરુદેવની કૃપાદ્રષ્ટિથી જવાબદારીપૂર્વક ધીમે ધીમે શાંતિથી બધાં કામ થવા લાગ્યાં. ગુરુવિયેગનું દુઃખ તે હતું જ, પણ ગુરુદેવના ગુલશન સમા પંજાબની રક્ષા અને સારસંભાળને ભાર પણ હતું જ. શ્રી સંઘ પંજાબને ગુરુવિરહથી થયેલા આઘાતમાંથી તેમને સાંત્વન આપવું, વળી પ્રતિપક્ષીઓ તરફથી થતા આક્રમણને પ્રત્યુત્તર દેવે, આપને માટે કષ્ટ
Page #195
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
ગુરુદેવનું સ્મારક
સાધ્ય કામ હતું છતાં આપ ખૂબ સાવધાનીપૂર્વક કષ્ટ સહન કરીને પણ બધી પરિસ્થિતિને પહોંચી વળ્યા અને ગુરુદેવના નામના લહેરાતા ઝંડાને દેશભરમાં વિજયી રાખ્યો. હિંદભરને જૈન સમાજ એથી પરિચિત છે. પંજાબ શ્રી સંઘને તે આ બધાં કાર્યોમાં ઘણે સાથ છે.
આ ચાતુર્માસમાં આપની સાથે વૃદ્ધ સાધુ શ્રી કુશળવિજયજી મહારાજ, શ્રી ચંદનવિજયજી મહારાજ, શ્રી હીરવિજયજી મહારાજ, શ્રી સુમતિવિજયજી મહારાજ, શ્રી શુભ વિજયજી મહારાજ, શ્રી લબ્ધિવિજયજી મહારાજ, તથા શ્રી રામવિજયજી મહારાજ હતા.
ગુજરાનવાલાથી શ્રી સ્તંભન પાર્શ્વનાથની યાત્રા માટે રામનગર તરફ વિહાર કર્યો. અને ૫૫નાખા પધાર્યા.
Page #196
--------------------------------------------------------------------------
________________
કે
જે
જનતાને પ્રેમ
[૨૧] “મહારાજ! નમસ્કાર! ” એક શિક્ષકે નમ સ્કાર કર્યા. ,
માસ્તરજી ! કહો કેમ આવવું થયું ?” આપણી ચરિત્રનાયકે પ્રશ્ન કર્યો.
“મહારાજ ! આપ પધાર્યા છે તે સાંભળી આવ્યો છું. જે કોઈ સાધુ–પંડિત અહીં અમારા ગામમાં આવે છે તેને પ્રાય: હું મળું છું. પણ મારી શંકાનું સમાધાન કેઈ નથી કરી શકતું.” માસ્તરે સ્પષ્ટતા કરી.
ભાઈ ! હું કાંઈ જ્ઞાની તે નથી પણ તમારી શંકાનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ. બેલા શું શંકા છે.” મહારાજશ્રીએ શંકા પૂછી.
“મહારાજ ! ઈશ્વર કયાં છે? તે વિષે મને ભારે
Page #197
--------------------------------------------------------------------------
________________
જનતાને પ્રેમ શંકા છે. બીજી શંકાનું સમાધાન તે કદાચ આપની પાસેથી મળી રહેશે.
અહો ! બસ ! આ કાંઈ બહુ રહસ્યપૂર્ણ શંકા નથી. જુઓ ઈશ્વર તે મારા, તમારામાં, પ્રત્યેક મનુષ્ય, પ્રાણી, પક્ષી, જીવજંતુ અને વનસ્પતિ, પાણી, અગ્નિ, અને વાયુ માટી તમામમાં વ્યાપક છે. આત્મા એજ પરમાત્મા અને આ જીવ તેજ આત્મા. મનુષ્ય પોતાના આત્માને વિકાસ સાધી કર્મક્ષય કરી પૂર્ણતા પ્રાપ્ત કરી મેક્ષ મેળવે છે અને એજ મારા તમારા જીવનનું ધ્યેય છે. આપણે પોતાના ધ્યેયને સાધવા શુદ્ધ રાગદ્વેષ રહિત વીતરાગ આત્મા પરમાતમાના આલંબનની જરૂરત પડે અને એ જે આલંબનીય શુદ્ધ આત્મા–પરમાત્મા એજ ઈશ્વર માનવાને વ્યવહાર છે.”
આપજ મારા ગુરુ ! આવી સ્પષ્ટતાથી અને સરળતાથી, પ્રેમથી અને શાંતિથી તો કોઈ સમજાવે જ નહિ. હું તે કૃત્યકૃત્ય થયે. માફ કરે, હું તે માનતા હતા કે આ ભાવડાના સાધુ (ભાવડા–જેન) શું જવાબ આપી શકશે. બેઅદબી માફ કરે. હું તે આપને ત્રણ થયે છું.”
૫૫નાખામાં લાલા ગણેશદાસ તથા લાલા જવંદામલજીએ બ્રહ્મચર્યવ્રત પચ્ચખાણ આદિને બહુ સારો લાભ લીધો.
૫૫નાખાથી વિહાર કરી કિલાદીદારસિંહ નામના ગામે પધાર્યા. અહીં લાલા મઈયાદાસજીની સારી લાગવગથી તેમની સાથે ઘણું ભાઈ એ વ્યાખ્યાનમાં આવતા. એક વખત આ મધુર વ્યાખ્યાનનું જે કઈ પાન કરી જતા તે વારંવાર આવી
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૭
યુગવીર્ આચાર્ય
લાભ લેતા. અહીં મહારાજા રણજીત{સંહના પ્રપૌત્ર સરદાર ઈચ્છરાસિંહજીના મિત્ર, ઘણા ગામેાના માલિક એક વખત આપના દેશને આવ્યા. મહારાજશ્રીએ તેમને ધર્મોપદેશ સભળાવ્યે અને એ એવા તા મુગ્ધ થઈ ગયા કે જ્યાં સુધી મહારાજશ્રી રહ્યા ત્યાં સુધી રાજ વ્યાખ્યાનમાં આવવાનું ન ભુલતા. વિહાર વખતે સરદાર આવ્યા. ગુરુચરણમાં નમસ્કાર કર્યાં અને આશીર્વાદ માગ્યા. સજી નેત્રે સરદારે વિદાય આપી.
અહી થી વિહાર કરી અકાલગઢ થઇને રામનગર પધાર્યા. અહીંના બધા જૈન ભાઈ આ સ્વર્ગીય મૂઢેરાયજી મહારાજના અનાવેલા હતા. તેથી મહારાજશ્રીને જોઈને તેઓ બધાને ખૂબ આનંદ થયા. બધાએ મહારાજશ્રીની ભારે સેવાભક્તિ કરી. તે જકતા જાનીજૂની વાત કરતા અને મહારાજશ્રીને તે પુરાણી વાતે સાંભળી આનંદ થતા, વ્યાખ્યાનના લાભ લેવા બીજા ભાઈ એ પણ આવતા.
અહીંના મેટા જમીનદાર અને ક્ષત્રિય જાતિના આગેવાન લાલા રામેશાહ સનાતન ધર્મના સ્તંભ કહેવાતા હતા. તેમણે મહારાજશ્રીનું આગમન સાંભળ્યું અને તે વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પછી તે આકષણુ એવું વધ્યું કે કઈ દિવસ તેઓ વ્યાખ્યાનમાં ન હોય તેમ નહિ. એટલું જ નહિ પણ કેટલાક મિત્રાને પણ લેતા આવે. મહારાજશ્રીને સાર્વભામ ધમને ઉપદેશ સાંભળી તે આનદિત થતા.
“ મહારાજશ્રી ! મેં સાંભળ્યું છે કે આપ આવતી કાલે રાવલપી’ડી તરફ પધારવાના છે, શું તે સાચું છે ! ”
Page #199
--------------------------------------------------------------------------
________________
જનતાને પ્રેમ
“સરદારજી! તમારી વાત સાચી છે. અહીં ઘણે વખત રહ્યા, તમારા રોટલા તો ઘણા દિવસ ખાધા. હવે બીજે જઈએ, સાધુ તે ફરતા ભલા.”
સાહેબ ! તે નહિ બને. મને ને મારા કુટુંબને તે આપે ખરેખર તાર્યું છે. આપની અમૃતવાણી તે હજી અંતરમાં ગુંજે છે. હજી તે તૃષા છીપી નથી. અમે તે આપને નહિ જવા દઈએ.”
“ જુઓ ! સરદારજી! તમારો પ્રેમ તે સ્વાથી ગણાય. બીજાને પણ વિચાર ખરોને !
આપને કયાં અમે હંમેશ માટે રેકીએ છીએ પણ મહિને દિવસ તો નહિ જ જવા દઈએ.”
કર્તારસિંહજી! તમે બાબાજીને પૂછો. હું તે તેમને આજ્ઞાપાલક છું.”
બાબાજી! શું કહે છે? અમે તે આપને અહીંથી નથી જવા દેવાના.”
ભાઈ! અમે જરૂર રહેત. તમારા આગ્રહની કીંમત અમે સમજીએ છીએ, પણ રાવલપીંડી જવાની તાકીદ છે.”
“બાબાજી! એ નહિ બને. અમે તે બચ્ચાં-છોકરાં બધા બેઠા છીએ આપને દ્વારે અને આ ટપાલની થેલી પણ બંધ જ પડી છે.”
સરદારજી! એવી હઠ ન હોય. બાળકો ભૂખ્યાં છે અને તમારું ટપાલનું કામ પણ પડયું રહે તે ઠીક નહિ માટે તમે ખુશીથી જવા દે. ચાલે, એમ કરે અમે બે
૧૧
Page #200
--------------------------------------------------------------------------
________________
----
-
-------------
૧૧૨
યુવીર આચાર્ય દિવસ વિશેષ રહીને પછી વિહાર કરીશું.”
બાબાજી ! અમે તે સીખ ને પાછા સરદાર મહિના માટે હા પાડે તેજ હા નહિ તે બેઠા છીએ.”
અહા કે પ્રેમ કેવી ભક્તિ? બાબાજી ઉડ્યા આપણું ચરિત્રનાયકને પૂછ્યું. તે તે બાબાજીને પૂછીને જ પાણી પીતા. તેમનામાં માટે ગુણ એ કે વૃદ્ધ સાધુઓનું બહુમાન કરે. તેમણે તો કહ્યુંઃ આપની જેવી આજ્ઞા. બાબાજીએ બધાને અતિઘણે આગ્રહ જોઈને હા કહી. બધા ખુશખુશ થઈ ગયા. ઘેરઘેર આનંદમંગળ વરતી રહ્યા. પાટ માસ્તર તથા તાર માસ્તર સરદાર શ્રી કરતારસિંહજીના આનંદને પાર ન રહ્યું. તેમણે સહકુટુંબ ખૂબ ભક્તિ કરી. લાભ પણું એટલે જ લીધે. રામનગરથી વિહાર કરી આપ પાછા અકાલગઢ પધાયાં. આપે પંદર દિવસ સુધી ત્યાંના લોકેને ધર્મામૃતનું પાન કરાવ્યું. અહીં વડેદરાનિવાસી ચરિત્રનાયકનાં મસિયાઈ ભાઈ ઝવેરી નગીનભાઈ અને અમદાવાદનિવાસી ઝવેરી હરિભાઈ છોટાલાલ આપના દર્શનાર્થે આવ્યા હતા. ( તેઓ તો આ જોઈને આશ્ચર્ય પામ્યા કે શ્રાવકે ન હોવા છતાં આપ આટલા દિવસથી અહીં છે અને જેનેતર ભાઈએ આપની આટલી સેવાભક્તિ કરે છે.
મહારાજશ્રીની પ્રેરણાથી બન્ને સજજન રામનગર યાત્રા કરવાને માટે ગયા. ત્યાંની શ્રી સ્તંભન પાર્શ્વનાથની પન્નાની મૂતિ જોઈ મુગ્ધ થઈ ગયા. આજસુધી જીંદગીમાં આવી નિર્મળ પન્નાની મૂર્તિ કદી નહિ જોયેલી. આ વખતે શ્રી
Page #201
--------------------------------------------------------------------------
________________
જનતાને પ્રેમ
૧૧a નગીનભાઈએ એક વાત કહેલી તે પ્રત્યેક સાધુ મુનિરાજને અત્યંત આવશ્યક છે. તેમણે કહેલું કે “આપ વૃદ્ધ સાધુ મુનિરાજેની સાથે વિચારે છે તે બહુ શ્રેષ્ઠ છે. વૃદ્ધ સાધુના સહવાસથી યુવક સાધુનું જીવન અનેક જાતની બુરાઈઓથી બચી જાય છે.”
આ સમયે શ્રી બાલાજી મહારાજ, શ્રી હીરવિજયજી મહારાજ અને શ્રી સુમતિવિજયજી મહારાજ એ ત્રણે વૃધ્ધના સહવાસમાં મહારાજશ્રી હતા.
અકાલગઢથી વિહાર કરી ગુજરાંવાલા થઈ આપ જમ્મુ પધાર્યા. જમ્મમાં ઘણા વર્ષો મુનિરાજનાં પગલાં થતાં હાઈ લોકેએ ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું. વ્યાખ્યાનમાં શ્રાવકે સિવાય સનાતની ભાઈઓ, સીખ સરદારો તેમજ કેટલાક બ્રાહ્મણ ભાઈઓ પણ આવતા હતા. ચર્ચા માટે પણ ઘણું જૈનેતર ભાઈઓ આવતાં, તેઓને મહારાજશ્રીની દલીલપૂર્વક શાંતિથી સમજાવવાની શૈલી બહુ મજાની લાગતી અને એ રીતે જે કોઈ એક વખત તેમના સંપર્કમાં આવતું તે તે સંતુષ્ઠ થઈને જતું.
જમ્મુથી સનખતરા તરફ જતાં રસ્તામાં વિશાહ નામના ગામમાં રાત રહેવું પડયું. ગામની ધર્મશાળામાં આપે આશ્રય લીધો.
અરે ! કનુ ! આ ધર્મશાળામાં કાણુ ઉતર્યું છે?” મહારાજ ! સાધુલેક!
તે કોના હુકમથી સાધુને ઉતાર્યા?” છનું નકર બિચારો ભટજીની ગર્જના સાંભળી ગભરાયે ને ચૂપ થઈ ગ.
Page #202
--------------------------------------------------------------------------
________________
યુગવીર્ આચા
કથા વાંચી ભટજી ગયા સાધુએની પાસે–જરા અસભ્યતાથી મેલ્યાઃ
૧૩૪
“ તમે કેવા સાધુ છે ? ”
“ એસેા પડિતજી ! તમે જાણતા હશે। કે પહેલાના વખતમાં વનમાં જઈ ને ગૃહસ્થ સાધુએની સેવા કરતા હતા. આજ નગરમાં આવેલા સાધુઓની સેવા તા દૂર રહી પણ રાત પડી રહેવા અઠ્ઠી હાથ જમીન પણ ગૃહસ્થ નથી આપી શકતા. પેાતાના ઘરની તેા વાત જ શી, પણ મુસાફર માટે જ ભાગ્યશાળીએ ખંધાવેલી જમીન પણ સાધુને ન મળે તા પછી સેવાની તે વાત જ ન કરવી. તમે તે પડિત છે. તમે સિસ્મૃતિ તા જોઇ હશે. તેમાં શું લખ્યું છે? બ્રહ્મચારી—સ્નાતક રાજાથી પણ પૂજ્ય છે અને મહાન છે. એક તરફથી બ્રહ્મચારી આવતા હોય અને ખીજી તરફથી રાજા આવતા હાય તે રાજાએ એક તરફ થઈબ્રહ્મચારીને પ્રણામ કરવા જોઈએ.
તુલસીદાસજી પણ કહી ગયા છે કેઃ—
હું એક ઘડી આધી ઘડી, આધીમે ભી આધ; તુલસી સંગત સાધકી, કટે કટિ અપરાધ.
13
“ મહારાજ ! આજકાલ સાધુઓના વેશમાં અનેક લુચ્ચા લગા કરે છે, તેથી અમે સાધુવેષધારીને અહી ઉતરવા નથી દેતા. આપ જેવા માટે તે કાંઈ ના હાય ? ” ભટજી મહારાજ આપણા ચરિત્રનાયકની મીઠી મધુરી ઋષિઆના વાકચેાથી મિશ્રિત વાણી સાંભળી ઠંડા થઈ ગયા અને
Page #203
--------------------------------------------------------------------------
________________
જનતાને પ્રેમ પિતાને બચાવ શેાધતા બેલ્યા.
“પંડિતજી! શું તમે એમ માને છે કે ધર્મભૂમિ ભારત વસુંધરામાં હવે ધર્મનું નામનિશાન પણ નથી અને શું સાધુ મહાત્માઓ બધા મરી ખૂટયા છે? તમને વખત હેય તે હું સાધુતા વિષે બે શબ્દ કહેવા ઈચ્છું છું.” મહારાજશ્રીએ પંડિતજીને વિચાર કરતા કરી મૂક્યા.
“સ્વામીજી! મારી ભૂલ થઈ. આપ જરૂર કહો. મને આપની વાણી સાંભળી શાંતિ થાય છે. મેં આપને ઓળખ્યા નહિ.” પંડિતજી નમ્રભાવે બેલ્યા.
સાંભળે ત્યારે ! પંડિતજી ! અમે જૈન સાધુએ છીએ. અમારા સાધુઓ દ્રવ્યના નામે એક ફૂટી બદામ પણ ન રાખી શકે. તે સ્ત્રીની તે વાત જ શું કરવી? એટલું જ નહિ પણ ગૃહસ્થીના મકાનમાં કે જ્યાં સ્ત્રીઓનો વાસ હોય ત્યાં અમારાથી રહેવાય પણ નહિ. ગમે તેટલી ગરમી હોય. દિવસે અન્નજળ મળે કે ના મળે પણ રાત્રે અન્ન કે જળનું ટીપું પણ લેવાય જ નહિ. ઘરબાર દૌલત છેડી ઘેરઘેર માધુકરી માગીને ખાવી. કરોડપતિ કે ગરીબ અમારા સાધુઓની દ્રષ્ટિમાં સમાન છે. એક ઘરથી ભજન ન લેવાય. ચાતુર્માસ સિવાય એક મહિનાથી વધારે કઈ ગામમાં રહેવાય પણ નહિ.
“ગરમી કે શરદી ગમે તે હોય પગે ચાલીને જ જવાય. ગાડી, ઘોડા કે કોઈ પણ વાહનને ઉપગ થઈ જ ન શકે. વિદ્યા ભણવી, ભણાવવી અને તીર્થયાત્રા કરવી તથા લોકોને આત્મકલ્યાણને માર્ગ બતાવ એ અમારે આચાર
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૩
યુગવીર આચાય
છે. ખેલે પંડિતજી. તમારી ધમશાળામાં ઉતરવા ચાગ્ય સાધુ અમે છીએ કે કેમ ?” મહારાજશ્રીએ જૈન સાધુના આચાર બહુ જ સાદી ભાષામાં સમજાવ્યા અને પછી ટકાર પણ કરી.
ભટજી તે આ સાધુજીવનની રૂપરેખા ધારાપ્રવાહી, વિવેચનશૈલી, પ્રભાવિક અને મધુર વાણી સાંભળી અવાક થઈ ગયા. ભક્તિભાવથી મેલ્યાઃ
મહારાજ ! ક્ષમા કરી, ક્ષમા કરે, મારી મેટી ભૂલ થઈ ગઈ. ઢોંગી સાધુએથી મન ખરાબ થઈ ગયેલ તેમાં આપ જેવા પૂજ્ય સાધુને અવિનય થયે.. આવા સાધુઓની કલ્પના પણ નહેાતી. આપની વાણી સાંભળી હું તે કૃતાર્થ થઇ ગયા. મહારાજ, હુકમ કરે। હું આપની શુ સેવા કરુ ં ? આપ ભેાજન તા મારે ત્યાં જ કરો. અરે છન્તુ બત્તી લઈ ને આ બાબાજીના એરડામાં મૂક, ને આય્યાજીની સેવાચાકરી કરજે,”
'
· પંડિતજી ! મે... તમને પહેલાં કહ્યુંને કે અમે રાત્રે તા કશુ નથી લેતા અને દીવાબત્તી પણ અમે નથી રાખી શકતા. ઋ
<<
ધન્ય મહારાજ ! ધન્ય ! મને આશીર્વાદ આપો.’’ ભટજીએ તે આપણા ચરિત્રનાયકના ચરણમાં પ્રણામ કર્યા અને આશીર્વાદ માગ્યા.
શું ચમત્કાર ! કેવી દિવ્ય વાણી ! કેવા પ્રભાવ કેવી સાધુતા !
Page #205
--------------------------------------------------------------------------
________________
તds, Moralol),
'
!!!ne it.
છે
છે
flow udy"
Wr Hજોnd '
જ છે. , |
'
વાણીને ચમત્કાર
[૨૨] સ્વામીજી ! આ તે કેવા ગામમાં આપણે આવી પહોંચ્યા.” એક ગામમાં પ્રવેશતાં જ આપણા ચરિત્રનાયક બેલી ઊઠયા.
કેમ! શું છે?” સ્વામીજીએ પૂછ્યું,
“કેણ જાણે કઈ દિવસ નહિ ને મારું મન આજે ખચકાય છે.”
એમ હશે તે આપણે બપોર ગાળીને સાંજના નીકળી જઈશું.”
“અરે ભગવાન!” એક મકાનમાં મરેલું બકરું
Page #206
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય ટાંગેલું જોઈને સમસમી જવાયું.
જરા જલદી ચાલે. ધર્મશાળા શેધી કાઢીએ.” દય ભરાઈ આવ્યું. નિશ્વાસ નીકળી ગયે.
આ સાધુઓને રહેવા ગ્ય ગામ નથી પણ બધા થાકી ગયા છે. છેડે વખત આરામ કરીને નીકળી જઈશું” ચરિત્રનાયકે બધાને ધર્મશાળામાં પ્રવેશ કરતાં જ કહી દીધું.
હજી તે ધર્મશાળામાં આવીને જરા આરામ લીધે ન લીધો ને આપણા ચરિત્રનાયક વિચાર કરવા લાગ્યા.
“આવી ક્રૂરતા કરવાવાળા જીવનું કલ્યાણ કેમ થાય? અરે આવા બિચારા અજ્ઞાન ને કયારે ઉદ્ધાર થશે? “પેલું બકરું આંખ સામે તરતું હતું. દયાનું ઝરણું આવા માં ક્યારે વહે?
એટલામાં તે મદિરામાં મત્ત હાથમાં ભાલા લઈને કેટલાક માણસે ત્યાંથી નીકળ્યા. તેમની વાતેથી ધાર્યું કે તેઓ શિકાર કરવા જઈ રહ્યા હતા.
“બાબાજી! તમે અહીંથી ચાલ્યા જાઓ તે બહુ સારું. તમારે પાય પડું. આ ચોર નું ગામ છે. મારે ઘણીજ એક ડાકુ છે. મુસાફરને તે લુટી જ લે છે. અને પ્રાણ લેવા પડે તો પણ તે આઘું પાછું જેતા નથી. ધણની બૂરાઈ કરવામાં પાપ છે પણ આપ સન્ત સાધુની સેવા તે ન થઈ શકે પણ તમને દુઃખ આપીને તે
ક્યાં જવું?” એક સ્ત્રી સાધુઓને ધર્મશાળામાં આવેલા જેઈને જલ્દી જલ્દી આવી પહોંચી અને બધાને
Page #207
--------------------------------------------------------------------------
________________
વાણીને ચમત્કાર
આશ્ચય થાય તેમ પાતાના ઘણીથી ખચવા વવા લાગી.
“ સારું ખાઈ! તારું કલ્યાણુ થો.” આપણા ચરિત્રનાયકે જવાબ આપ્યું.
૧૬૭
વીન
“ મહારાજ ! આપની જવાની ઈચ્છા હૈાય તે રસ્તા બતાવવા સાથે આવું. અહી રહેવામાં ત સહીસલામતી નથી. ” એક શીખ સરદારે પણ તેમજ સલાહ આપી.
“ સાહેબ ! તાપ બહુ છે. હમણાં નીકળશું તે હેરાન થઈશું. વળી મેાડા નીકળણું તે ાઇ ગામ પહોંચતાં રાત્રિ પણ પડી જાય. અમે તે કહીએ છીએ કે થવાનુ હશે તે થશે. ચાર પણ છે તેા મનુષ્યને ?” સાથે સાતઆઠ શ્રાવકે હતા તેમાંથી એક એલી ઊઠયા.
'
લાલાજી ! તમારી વાત તે ખરી. એમ તે અમે પણ નથી પીતા. અમારી પાસે શું લેવાનું છે તે લઈ લેશે. અને લેશે તે એ સારા શબ્દ સાંભળશે પણ ખરા. પણ મને તમારે વિચાર આવે છે. ધૂપ છે પણ તમારી પાસે તે જોડા વગેરે સાધન છે. અમારી ફિકર ન કરશેા.અમારા પગ તા હવે ધૂપ-પ્રફ્ થઈ ગયા છે. કેમ સ્વામીજી શું ઈચ્છા છે? ’ આપણા ચરિત્રનાયકે લાલાજીને સમજાવી સ્વામીજીને પૂછ્યું.
“ તમારી વાત ખરાખર છે. નકામેા કેાઇના જીવ જોખમમાં શા માટે મૂકવા ?” સ્વામીજીએ પણ સંમતિ આપી.
છેવટે ખરા તડકામાં અહીંથી રવાના થઈ આઠ કેાસની લાંબી મુસાફરી પગે ચાલીને પૂરી કરી. રસ્તા પણ વિકટર
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૦
યુગવીર આચાય
ગરમી કહે મારું જ રાજ્ય, પાણીનેા પણ શેષ પડયા. હતું તે પૂરું થઇ ગયુ. ભૂખ પણ લાગેલી. કષ્ટસાધ્ય મુસાફરી પૂરી કરી, સાંજે મિયાંમીરની છાવણીમાં પહોંચી શાન્તિને શ્વાસ લીધે.
બીજે દિવસે લાહારમાં પ્રવેશ થયેા. આજથી ચાલીસ વર્ષ પહેલાં તે લાહારમાં એ ઘરમંદિરમાગીનાં હતાં. જિનમદિરની પાસે પાંચાયતી મકાનમાં આપ આવી પહોંચ્યા. વ્યાખ્યાનમાં ધીરેધીરે ખીજા ભાઇએ પણ આવવા લાગ્યા. ગુરુમહારાજ પ્રત્યે બધાને સારા પ્રેમ હતા. જોહરીના પરિવારમાંથી બાબુ નહ્યૂમલ, બાબુ મેાતીલાલજી, લાલા ખુલાખીમલ આદિ ઘણા ભાઈએ તથા બહેનો પણ આવવા લાગ્યા. દિલ્હીવાળા લાલા મહુતામરાયજીના પરિવારમાંથી કેટલાક ભાઈ એ સરકારી નોકરીમાં હતા તે ? તેમ જ તેમના કુટુંબની સ્ત્રીએ પણ વ્યાખ્યાનમાં આવવા લાગી. કોઈપણ શ્વેતાંબર સાધુ લાહારમાં મહિના રહેલા નહિ પણ આપણા ચરિત્રનાયક તા ભવિષ્યના લાભ સમજી જૈન ધર્મના સિદ્ધાંતેાના પ્રચાર માટે તેમજ શ્વેતાંબર સમાજની વૃદ્ધિ માટે રહ્યા. થાડુ' કષ્ટ પડે તા તેની તે પરવા જ હતી નહિ. વૃદ્ધ મુનિરાજે શ્રી ચારિત્રવિજયજી મહારાજ અને શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના પત્ર આવવા લાગ્યા કે લાહારમાં વધુ રહેવું નહિ પણ મહારાજશ્રીએ સ્થિરતા કરી અને તે વખતે વાવેલું બીજ થાડા જ વર્ષોંમાં વૃક્ષરૂપે ફળ્યુ. આજે તા લાહારમાં મૂ. શ્વેતાખર સમાજની બહુ સારી વસ્તી છે, એટલું જ નહિ પણ મદિર ભારે સુંદર થયું
Page #209
--------------------------------------------------------------------------
________________
વાણુનો ચમત્કાર
૧૭૧ છે. ઉપાશ્રય પણ સરસ છે. અને એટલું જ નહિ પણ મંદિરની પ્રતિષ્ઠા તથા આપણા ચરિત્રનાયકને આચાર્ય પદાર્પણ ક્રિયાવિધિ પણ ભારત જૈન સંઘની ભાવનાથી એજ લાહોરમાં ભારે મહોત્સવ પૂર્વક થઈ હતી.
લાહોરથી વિહાર કરી કસૂર થઈ પટ્ટી જતાં રસ્તામાં ચટયાંવાલા ગામ આવ્યા. એક દિવસ પોતાના પ્રિય શિષ્ય શ્રી લલિતવિજયજી મહારાજની સાથે જંગલથી આવતા હતા. રસ્તામાં એક અખાડે નજરે પડશે. તેમાં એક સીબ પહેલવાન દંડબેઠક કરતા હતા.
“ ગુરુદેવ! આજ સરદાર હીરાસિંહ ” લલિતવિજયજી મહારાજે જણાવ્યું.
“ઓહ! ત્યારે તે જરૂર તેમને જેવા જોઈએ. તેમના વિષે તો મેં ઘણું સાંભળ્યું છે.” આપણા ચરિત્રનાયકે અનુમોદન આપ્યું.
સાહેબ! એ શીખ ગૃહસ્થ છે. સુખી ઘરના છે. વ્યાયામને ભારે શેખ છે. પંજાબભરમાં મગદળ ચલાવવામાં તેની જોડી નથી. કહેવાય છે કે લોઢાના ભારેમાં ભારે મગદળે તે ફેરવી શકે છે.”
ચાલે તે તરફ થઈને જઈએ”
જ ચાલે.” નાને એ અખાડા, પાસે જ લેઢાની મોટી મગદળો પડેલી અને એક હષ્ટપુષ્ટ સુદ્રઢ યુવાન વ્યાયામ કરતો હતે.
શું સરદાર હીરાસિંહ તમારું જ નામ કે!”
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૨
યુગવીર આચાર્ય
આપણા ચરિત્રનાયકે પૂછ્યું.
“હાજી મહાત્મા ! આ દાસને હીરાસિંહ કહે છે” સાધુ મહારાજને જેઈ સરદાર ઉભા થઈ ગયા. હાથજોડી પ્રણામ કર્યા અને નમ્રભાવથી જવાબ આપ્યો.
“સરદારજી! અમે આપના બળની બહુ જ પ્રશંસા સાંભળી છે.”
“સ્વામીજી! એ તે સંતપુરુષની કૃપાનું ફળ છે.”
“સરદાદરજી ! અમારા ગુરુદેવને આપને જોવાની ખાસ ઈચ્છા હતી.” શ્રી લલિતવિજયજીએ હાદિક ભાવ બતાવ્યું.
“મારાં ધન્યભાગ્ય! જલપાન લેશો?” પ્રાર્થના કરી. “ખપ નથી !”
પછી તે એ સીખ સરદારે પોતાની મણની બનેલી લોઢાની ભારે મગદળ ઉપાડીને હવામાં ઉછાળી, ખુબીથી ફેરવી અને ત્રણચાર અપૂર્વ દાવ બતાવ્યા. વ્યાયામની તાલીમને અદ્વિતીય નમૂને જોઈને સર્વે ઉપાશ્રયે આવી પહોંચ્યા.
અહીંથી વિહાર કરી પટ્ટી પધાર્યા. સં. ૧૫૪ નું ૧૨ મું ચાતુર્માસ પટ્ટીમાં સંપૂર્ણ કર્યું. આ ચોમાસામાં આપની સાથે બાબાજી મહારાજ શ્રી કુશળવિજયજી, શ્રી હીરવિજયજી મહારાજ, શ્રી સુમતિવિજયજી મહારાજ, શ્રી શુભવિજયજી તપસ્વી, શ્રી લબ્ધિવિજયજી મહારાજ, શ્રી વિવેકવિજયજી મહારાજ અને શ્રી લલિતવિજયજી મહારાજ આદિ સાત થાણ હતા. પંડિત ઉત્તમચંદજી તથા પંડિત અમીચંદજીના સુગથી તત્ત્વચર્ચા પણ ખૂબ આનંદથી થતી હતી.
Page #211
--------------------------------------------------------------------------
________________
વાણીને ચમત્કાર
૧૭૩ ચોમાસું પૂર્ણ થયે આપ પટ્ટીથી વિહાર કરી જીરા પધાર્યા. અહીંથી શ્રી શુભવિજયજી તપસ્વી તથા શ્રી વિવેકવિજયજી મહારાજે આપણું ચરિત્રનાયકની આજ્ઞાથી મારવાડ, ગૂજરાત તરફ વિહાર કર્યો.
અહીંથી વિહાર કરી જગરાવાં, લુધિયાના વગેરે સ્થાનેમાં લેકોને વિશેષ રૂપથી ધર્મમાં જેડીને માલેરકોટલા પધાર્યા.
ભાગ્યવાન ! પરમાત્માની કૃપા અને પૂર્વપુણ્યના ઉદયથી તમને તે દાળરેટી મળી રહે છે. તમે ભાતભાતના ભોજન પણ પામે છે, પણ જાણે છે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે? આજે દુષ્કાળ પ્રવર્તી રહ્યા છે. હજારો લેકેને એક ટંક પણ બટકું રોટલો નસીબ નથી. બાળબચ્ચાં ટળવળે છે. બાજું તે નહિ પણ તમારા રોટલામાંથી બટકુ બટકુ તમે આ તમારા જ ભાઈઓને મળે તે પ્રબંધ કરે. તમને તેનું પુણ્ય મળશે એટલું જ નહિ જેના ધર્મની મનુષ્યદયાનું એક સુંદર દષ્ટાંત તમે પૂરું પાડશે.”
આસપાસ દુષ્કાળ હતે. લેક ભૂખે મરતાં હતાં. આચાર્યશ્રીને તે અમુક વસ્તુ જ ખપતી હતી. પણ આ દશા જોઈ દુષ્કાળના સમય સુધી બે વસ્તુ છેડી દીધી. શ્રી સંઘને ઉપદેશ આપ્યું અને તેથી શ્રીસંઘે એ પ્રબંધ કર્યો કે અન્નસત્ર શરૂ કરવું અને તેમાં જે આવે તેને ઘઉંના દલિયા ગોળના પાણીમાં રાંધીને આપવા. લગભગ ૨૫૦-૩૦૦ માણસે પ્રતિદિન તેને લાભ લેતા. આચાર્યશ્રી
Page #212
--------------------------------------------------------------------------
________________
યુગથી આચાય
ચાતુર્માસ રહ્યા ત્યાંસુધી અન્નસત્ર ચાલુ રહ્યું. આજે પણ તે દિવસા અને બાખાજી (આપણા ચરિત્રનાયક નું નામ હજાર માલેરી યાદ કરે છે.
૧૭૪
સ’. ૧૯૫૫ નું ૧૩ મું ચામાસુ આપે માલેર કેટલામાં પૂર્ણ કર્યું.
*
મહારાજ ! આપ ભાવડાના ( જેના ) ગુરુ છે તેવા મારા પણ ગુરુ ખરા કે નહિ ? ” મુન્શી અબ્દુલલતીફ નામના એક મુસલમાન સજ્જન એક દિવસ આવીને હાથજોડી એલી ઊઠયા.
“ કેમ નહિ ! મુન્શીજી ! તમે તે અહીં અમારો પક્કા ભકત બની ગયા છે. ધમ ચર્ચામાં પણ તમે સારે રસ હ્યા છે અને હમેશાં તમારી હાજરી પણ હોય છે, પછી તમે અમારા ભક્ત કેમ નહિ ?” આપણા ચરિત્રનાયકે તેમને અપનાવી લીધા.
(C
""
તે પછી કૃપાનાથ ! આપ ભેદભાવ કેમ રાખેા છે ? “ મુન્શીજી! શાના ભેદભાવ? અમે ભેદભાવ રાખીએ છીએ તેમ તમે શા ઉપરથી કહેા છે ? ” આશ્ચયથી જવામ આપ્યો.
“ સ્વામીજી ! હું આહાર માટે તે નથી કહેતા પણ મારી ગાયોનું દૂધ આપ જેવા ગુરુના પાત્રમાં પડે તે મને કેટલા મધે આનંદ થાય? આપ પધારી તે હિન્દુ માણસ ગાયને દોહીને આપને વહેારાવશે. ” મુન્શીજીએ પ્રાના કરી; પેાતાને ભિકતભાવ દર્શાવ્યેા.
,,
Page #213
--------------------------------------------------------------------------
________________
વાણીને ચમત્કાર
“ આહા ! એજ વાતને ! તમારી ભાવના તા ભકિતભરી
છે. પણ મુન્શીજી તમે શું નથી જાણતા કે અમે જૈનસાધુ અમારે માટે જ તૈયાર થયેલી કોઈપણ ચીજ નથી લઈ શકતા. અમે તે લુખુસૂ! જે મળે તેજ લેવાના અધિકારી છીએ. અને તમારી તે ભિકત દૂધ તે શું પણ અમૃતથી પણ વિશેષ પ્રિય છે. ” હસતાં હસતાં મહારાજશ્રીએ મુન્ગીજીને એમની ગુરુભકિત માટે અભિનંદન આપ્યા.
ધન્ય શિષ્ય, ધન્ય ગુરુ ! શું હિંદુસ્તાન જેવા ધમપ્રિય દેશમાં હિંદુમુસ્લિમ એકતા સંભવિત નથી ? ખરેખર પ્રભાવિક પુરુષાના પ્રયત્ના જોઈ એ તેટલા થયા નથી. નહિ તે કાચી ઘડીમાં એ ગહન સવાલના ઉકેલ આવે જ આવે,
ચાતુર્માસ પૂર્ણ કરી આપ નાભા પધાર્યા. અહી શ્રાવકનાં ઘર તેા ઘેાડાં છે, પણ આપની વાણીમાં એવા તે ચમત્કાર છે કે એકવાર ઉપદેશ સાંભળનાર હુમેશાંને માટે ભક્ત બની જાય છે.
((
સાહેબ ! માલેરીજી આપના દર્શને પધારે છે. ” એક સેવકે આવીને મહારાજશ્રીને ખબર આપી.
૧૭૫
(C
(C
નમસ્તે !”
ધર્મ લાભ !
""
“ સાહેબ ! આપનું નામ સાંભળ્યુ ત્યારથી જ આવવા જીવ તલપાપડ થઈ રહ્યા હતા, પણ રાજકીય કામેાના અત્યંત એજ હોવાથી ન આવી શકયા. આજે તે સવારમાં નિ ય કીઁ કે મહારાજશ્રીનાં દર્શન કરી આવું. ”
Page #214
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
જ
“ જવાબદારીના પણ ખ્યાલ તા રાખવા જ જોઈ એને.” “ તે તા હમેશની છે. આપ કયાં 'મેશ પધારે છે ? વ્યાખ્યાનના લાભ આજે મળશે ખરા ? ”
૧૭૪
“ તમે ઠીક સમયસર આવ્યા છે. તૈયારી જ છે.” ત્યારે તે આજે આપની અમૃતવાણી સાંભળવાના લાભ મળશે.
""
66
વ્યાખ્યાન શરૂ થયું. આજે આપે વસ્તુપાળ-તેજપાળ મત્રીઓની વીરતા, ધર્મપ્રેમ, દાનશીલતા તથા પ્રત્યેક ધમ પ્રત્યેની તેઓની સમાન હૃષ્ટિ વગેરે વિષય બહુ જ વિસ્તારથી સમજાવ્યે અને લાલા જીવારામજી માલેરી તે તે સાંભળી મુગ્ધ થઈ ગયા.
વ્યાખ્યાન પૂરું થયું. માલેરીજી મહારાજશ્રી પાસે આવ્યા ને હાથજોડી ખેલ્યાઃ “ સ્વામીજી! હું તે આજે આપને ઉપદેશ સાંભળીને કૃતાથ થયા. આ રાજકાજ તે હમેશનાં છેજ. પણ હું હવે વખત મેળવી અપેારના થાડા સમય જરૂર આવ્યા કરીશ. મારા આત્માનું કલ્યાણ થાય તેટલું તેા કરું. આ લાભ કારે મળવાના હતા ? ’”
લાલા જીવારામજી માલેરા નાભાનરેશના બાળમિત્ર તથા પૂર્ણ વિશ્વાસપાત્ર હતા. રાજના માટા કમ ચારી હતા. તેમની જવાબદારી ઘણી હતી પણ મહારાજશ્રી રહ્યા ત્યાંસુધી કલાક, અડધા કલાક તે આવી જતા ત્યારે જ તેમને શાંતિ થતી.
આ ઉપરાંત અહીના પ્રસિદ્ધ વ્યાપારી લાલા ફતે
Page #215
--------------------------------------------------------------------------
________________
વાણીના ચમત્કાર
ચંદ્રજી પણ તેમના પરમ ભકત બની
ગયા હતા.
આપણા ચરિત્રનાયકની વાણીમાં ખરેખર જાદુ છે. એક વખત સાંભળનારને તૃપ્તિ થતી નથી. જૈન-જૈનેતર, હિંદુ–સનાતની, આય સમાજી કે મુસલમાન, અધિકારી કે રાજકમ ચારી બધા તેમને સાંભળવા ઉત્સુક રહેતા અને તેમનાં વચનામૃતે સાંભળી સાંભળી પાતાના જીવનને ધન્ય માનતા. જીવનને ઉચ્ચ, ઉન્નત અને ધર્મમય બનાવવા પ્રેરણા મેળવી જતા.
૧૭૭
નાભાથી વિહાર કરી આપ સામાના, પતિયાલા, અખાલા, રાપડ થઇને હોશિયારપુર પધાર્યાં. અહીંના શ્રીસંઘે સ્વગીય આચાર્ય મહારાજશ્રી શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરની એક પ્રતિમા તૈયાર કરાવી હતી. સં. ૧૯૫૬ ના વૈશાખ સુદી ૬ ના દિવસે ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠાનું કામ સમાપ્ત કર્યું. સં. ૧૯૫૬ નું ૧૪ મું ચાતુર્માસ હોશિયારપુરમાં સંપૂર્ણ થયું.
}
Page #216
--------------------------------------------------------------------------
________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
[૨૩]
કેવ? એક પ્રાર્થના સ્વીકારશે ?” લાલા બુઢામલ ભગતે વંદણુ કરતાં વિનંતી કરી.”
“ભગતજી! કહે શું કામ છે? તમે તે બાલબ્રહ્મચારી અને ધર્મનિષ્ઠ છે. તમારા જેવા પુરુષે તે નિઃસંકોચ જે કહેવાનું હોય તે કહેવું જોઈએ.” મહારાજશ્રીએ સરળતા બતાવી.
સાહેબ! આપ તે દયાળુ છે. આ બાળક મારા પરમ મિત્રને પુત્ર છે. તેના પૂર્વજે તે મહારાણું રણજીતસિંહના જમાના સુધી મેટા જમીનદાર હતા. તેના પિતા લાલા દોલતરામજી પણ પુરુષાથી અને ભાગ્યવાન હતા.”
“તમારા ગામના જ રહીશ કે?”
Page #217
--------------------------------------------------------------------------
________________
મરૂભૂમિઉદ્ધારક, ગુરુભક્ત આચાથ' શ્રી જિજય લલિતસૂરીશ્વ૨
Page #218
--------------------------------------------------------------------------
Page #219
--------------------------------------------------------------------------
________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
જી હા ! ”
CC
''
બાળક જણાય છે તેા ચતુર અને વિવેકી.
“ દીનાનાથ ! તે તેના પિતાના એકના એક પુત્ર હતા. પિતા નાની ઉંમરમાં સ્વર્ગવાસી થઈ ગયા. જતાંજતાં મને સેાંપી ગયા. તે મારા દિલેાજાન મિત્ર હતા.
કાર્યશીલ અને ઉત્સાહી છે. કોઈને મુગ્ધ કરે તેવી છે. ”
99
૧૭૭
""
(4
“ ધાર્મિક આચારની તાલીમ પણ તમે જ આપી હશે. ” જી હા ! મારા પ્રત્યેક કામમાં લક્ષ્મણ તે હાય જ. તેની આજ્ઞાધીનતા તે સા
“ ભગતજી! પણ તમે તેને ભણાવી ગણાવી મોટા વેપારી કાં ન બનાવા? અમને આપશે તે તેા સાધુ થશે.”
(C
ઃઃ
ગુરુવય! તે વેપારી થવા સજાયેલ જ નથી. આવા તેજસ્વી રત્નને સંસારની જાળમાં કચાં સપડાવવા ? આપના જેવા પ્રભાવિક પુરુષના સ'પ થશે તે હજારાનું ભલું કરશે. જગતમાં મારું-તમારું તેના પૂર્વજોનું નામ ઉજાળશે. ”
ભગતજી! હું મારી પાસે અભ્યાસ માટે રાખું. તેની પેાતાની ઈચ્છા શુ છે તે જાણી લઉં. પછી તેનું ભાગ્ય હશે તે આ સયમધમ પાળશે.”
“ સાહેબ ! મે` બચપણથી પુત્રવત પાળેલ છે. મારે તા એ પુત્રથી વિશેષ છે. એમના વિના મારા તે દિવસે જ જવા મુશ્કેલ, પણ આપની સેવામાં એના જીવનની સાર્થકતા માની સૂકી જાઉં છુ. મારા લક્ષ્મણ ખરેખર લક્ષ્મણ જ છે અને એ જીવનભર આદશ શિષ્ય લક્ષ્મણ જેવા જ રહેશે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૦
યુગથી આચાય
દીક્ષા આપે ત્યારે કૃપા કરી મને જણાવશે.
ભગતજી! તમે ચિંતા ન કરી. તમારા લક્ષ્મણુ મારા અંતરના લક્ષ્મણ બનશે. તે મારા લાડકા શિષ્ય થશે. મારી અનેક આશાના એ દીવડા બનશે. મારી ભાવનાએ અને મહેચ્છાઓ, કાર્યો અને શાસન ઉદ્યાતના એ પ્રદીપ બનશે. ”
“ આપ ગુરુદેવની વાણી ફળે. ”
*
*
*
એક દિવસ બાલબ્રહ્મચારી લાલ બૂઢામલજી એક ખાળકને લઈને મહારાજશ્રી પાસે ગુજરાંવાલા આવ્યા. તેનું નામ લક્ષ્મણદાસ હતું. તેને જન્મ સં. ૧૯૩૭ માં થયે હતા. તેના પિતાનું નામ લા. દોલતરામ હતું. લાલા બૂઢામલજી તેના ખાસ મિત્ર હતા, લા. દૌલતરામ બાળક લક્ષ્મણને ભગતજીના હાથમાં સેાંપી સ્વગે સીધાવ્યા. ભગતજીએ તેને જૈન ધર્મના આચાર શીખવ્યા અને બાળક લમણનું આજ્ઞાકિતપણું, વિનયભાવ, મીઠીમધુરી વાણી અને સેવાભાવ જોઈ ને ભગતજીને તેના બાળ દેહમાં ઉચ્ચ આત્માની ઝાંખી થઇ. તે સ્વ. આચાર્યશ્રીના ભક્ત હતા અને આપણા ચરિત્રનાયકના માટે સન્માન હતું. એક દિવસ બાળક લક્ષ્મણુને લઈને મહારાજશ્રીની પાસે આવ્યા અને પેાતાના રક્ષિત પુત્રને ગુરૂવર્યને સોંપી ગયા.
66
""
લક્ષ્મણુ, લક્ષ્મણ હતા. અભ્યાસમાં તેની બુદ્ધિ તેજ હતી. સેવાભાવ ભરેલા હતે. તે વિનયશીલ અને સંસ્કારી આત્મા જણાતા હતા. ગુરુની પાસે ૧૧ મહિના સતત અભ્યાસ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ કર્યો. ગુરુએ ઘણી કસોટી કરી જોઈ પણ સો ટચનું સેનું પછી પૂછવું જ શું?
“લફમણ! કઈ દિવસ નહિ ને આજે ઉદાસ કેમ?” ચિંતાતુર બનેલા લક્ષ્મણને જોઈ મહારાજશ્રીએ પૂછ્યું.
“ગુરુદેવ! કંઈ જ નથી.” શું ભગતજી સાંભરી આવ્યા કે ઘર સાંભર્યું?”
મારું ઘર તો આજ છે. ભગતજી તો સાંભરે પણ આપ મને જે આપ્તભાવથી રાખે છે તે ઓછું છે?”
તે પછી તબિયત ખરાબ છે?”
“જી નહિ! શરીર તે સારું છે. મને શું થવાનું છે? ખાવું-પીવું ને આપની સેવામાં આનંદ કરો. પછી દુઃખ શું?”
તે છે શું? માન ન માન પણ તારા હસતા મુખ પર આજે જરૂર ઉદાસી છે.”
ગુરુદેવ! મારી કસોટી ક્યાં સુધી અભ્યાસ પણ ઠીક થયેલ છે. આચાર પણ શીખું છું. હવે ક્યાં સુધી તરસાવશે? આપને દાસ હું ક્યારે બનું? હવે તે સ્વપ્ન પણ દીક્ષાનાં જ આવે છે. આમ કક્યાંસુધી ઘેરઘેર ખાવા જવું?” લમણે હૃદયની ઊમિ દર્શાવી ગુરુના ચરણમાં મસ્તક મૂક્યું. બે અશ્રુબિંદુએ ચરણે સરી પડ્યાં.
ઓહો ! એજ વાત છેને. ત્યારે શું સ્પષ્ટ બોલતે નથી. તારી કસોટી થઈ ગઈ છે. તે પત્થર નથી, સાચો હીરે છે. તારા જેવા વિનયશીલ આત્માને મેળવી હું ઘણું
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૨
યુગવી આચા
ઘણું સાધી શકીશ, તું મારી જમણી ભુજા બની રહેશે. આ વૈશાખ સુદમાં જ તારી દીક્ષાનું મુર્હુત છે. ભગતજીને પણ લખી દેવાશે. ”
“ ગુરુદેવ ! બહુ જ દયા કરી આજના દિવસ મારે મન જીવનનો અનુપમ દિવસ લેખાશે. આજે આપ પ્રસન્ન થયા. મને દ્વિતીય જીવન મળ્યું. ”
સ’. ૧૯૫૩ ના વૈશાખ સુદી ૮ ના દિવસે નારાવાલમાં ધામધૂમપૂર્વક લક્ષ્મણદાસની દીક્ષાના ઉત્સવ થયે. મુનિ લલિતવિજયજી નામ રાખવામાં આવ્યું. આપણા ચરિત્રનાયકના ખીજા અને ગુરુવર્યાંના શબ્દોમાં અદ્વિતીય ગુરૂભક્ત શિષ્યરત્ન છે.
આપ જેવા વિદ્વાન છે તેવા એક સુ ંદર ગાયક પણ છે. જ્યારે આપ ભક્તિપૂર્ણ હૃદયથી મંદિરજીમાં પૂજા ભણાવે છે. ત્યારે શ્રોતાલાક મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમનું વ્યાખ્યાન પણ પ્રભાવાત્પાદક હાય છે. ગુરુદેવની આજ્ઞા ગમે તેવું કષ્ટ ઉઠાવીને પણ પાલન કરવા તે હર સમય તૈયાર રહે છે. વારવાર તેઓશ્રી કહે છે કે
**
ગુરુ મહારાજના મારા પર એટલા બધા ઉપકારા છે કે તેમની આજ્ઞાનું પાલન કરતાં કરતાં મારો દેહ પડે તે પણ હું ઋણમુક્ત થઈ શકું' તેમ નથી. ’
કેવી ગુરુભક્તિ ? કેવી હૃદયની ભાવના ?
સ. ૧૯૭૬ માં ખાલી (મારવાડ)માં ગુરૂમહારાજની સમક્ષ એમને તથા એમના લઘુ ગુરૂખ પન્યાસજી શ્રી
Page #223
--------------------------------------------------------------------------
________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
૧૮ સહનવિજયજીને પંન્યાસપદવી આપી હતી. સાથે મુનિશ્રી ઉમંગવિજયજી અને વિદ્યાવિજયજીને પણ પંન્યાસપદવીથી વિભૂષિત કર્યા.
- ઈ. સ. ૧૯૯૫ માં પં. શ્રી લલિતવિજ્યજીને ઉત્સવ પ્રસંગે આપણા ચરિત્રનાયકની આજ્ઞા અને પ્ર. શ્રી. કાંતિવિજયજી મહારાજની સંમતિથી મોટી માનવમેદનીએ ઉપાધ્યાય પદવી આપી હતી. ગુરુદેવનાં કાર્યોમાં તેમને અહોનિશ સહકાર છે.
સં. ૧૯૨ વૈશાખ સુદી માં આચાર્યશ્રીએ (આપણું ચરિત્રનાયકે) મીયાગામમાં શ્રી સંઘ સમક્ષ ધામધૂમપૂર્વક એમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિકાસમાં એમને સુંદર ફાળે છે. ગુરૂદેવની આજ્ઞાથી અનેક કષ્ટો વેઠીને એઓ પંજાબથી મુંબઈ ગયા હતા અને ગુરૂદેવની કૃપાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જડ મજબૂત બનાવી.
ગુરુદેવની ભાવના પંજાબમાં એક ગુરૂકુળ કાયમ કરવાની હતી, તે માટે એક લાખ રૂપીઆ ન થાય ત્યાં સુધી ગુરુદેવને મિષ્ટ પદાર્થમાત્રનો ત્યાગ હતે. એ વાતની હમેશાં ચિંતા રહેતી હતી. મુંબઈમાં એક દાનવીર મળી આવ્યા. તે હતા વેનવ પણ જેનધર્મ પ્રત્યે અભિરૂચિ જાગી. હંમેશાં મહારાજશ્રી પાસે આવતા. પ્રસંગ જોઈને ગુરુદેવની પ્રતિજ્ઞાની વાત કહી. ગુરૂકુળની આવશ્યકતા, પંજાબના લેકેની શ્રદ્ધા અને સરળતા, પંજાબનું ગુરૂવર્યાનું કાર્ય વગેરે મનમોહક વર્ણન સાંભળી દાનવીર શેઠ વિઠ્ઠલદાસ ઠાકરદાસને
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૪
યુગવીર આચાય
ઊમિ આવી અને ૫. મહારાજશ્રી ( આચાય ) લલિતવિજયજી મહારાજની પ્રેરણાથી રૂપી ખત્રીસ હજાર ગુરુકુળ માટે આપ્યા.
વિહાર કરતા કરતા મરૂભૂમિમાં આવતા મભૂમિની અજ્ઞાન દશા અને કરૂણાજનક સ્થિતિ જોઈ ગુરુદેવને મરુભૂમિના ઉદ્ધારની તમન્ના થઇ. ગુરુદેવે ભારે પ્રયાસા કર્યા. ગામેગામ વિચર્યાં. પચાને ઉપદેશ આપ્યા. ક્રૂડ કર્યા પણ ભવિતવ્યતાવશ કાય થયું નહિ. પછી પંજાબમાંથી પેાતાના આ પ્રિયશિષ્યને મરૂભૂમિના ઉદ્ધાર માટે કાર્યાં કરવા પાલજીપુરથી પ્રેરણા કરી.
અહીં. લલિતવિજયજીએ ગુરૂદેવના પ્રારંભેલ કાને કાયરૂપ પરિણમવા માટે ભારે પરિશ્રમ સેન્યેા. ૫ચાને સમજાવ્યા. ફંડ માટે ગામેગામ વિચર્યાં. પરિસડા સહન કર્યા અને મરૂભૂમિના ઉદ્ધાર માટે શ્રી વરકાણા તીથની શીતળ છાંયામાં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય અને બીજું શ્રી પાર્શ્વ ઉમેદ્ય જૈન બાળાશ્રમ સ્થાપન કરાવ્યાં.
આજે બન્ને સસ્થા ઘણી વિશાળ બની છે. સેકડા વિદ્યાથીએ તેના લાભ લ્યે છે. ગુરુદેવના એ અનન્ય ભક્ત છે. ખરેખર અદ્વિતીય શિષ્યરત્ન છે.
૧૯૫૩૪ નું ૧૧ મું ચાતુર્માસ નારાવાલમાં પૂર્ણ કર્યું. આ ચાતુર્માસમાં આપે પ્રાતઃસ્મરણીય ન્યાયાંલેાનિધિ ૧૦૦૮ શ્રીમદ વિજયાનંદ સૂરીશ્વર મહારાજનું જીવન ચરિત્ર તૈયાર કર્યું. × ૧૯૫૭ ના ચાતુર્માસની એ વાત રહી ગયેલી અહીં મુકવામાં
માવી છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
ચોમાસા બાદ નારેવાલથી બધાએ એક સાથે વિહાર કર્યો. આપ અમૃતસર પધાર્યા. અહીં અંબાલાનિવાસી લાલા ગંગારામજી, હોશિયારપુર નિવાસી લાલા ગુજરમલજી તથા લાલા નથુમલજી, અમૃતસર નિવાસી લાલા પન્નાલાલજી જોહરી અને લાલા ફગ્ગમલજી બધાએ મહારાજશ્રીને આચાર્યપદ માટે પ્રાર્થના કરી. મહારાજશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં તેને ઈન્કાર કર્યો અને તે માટે વૃથા પ્રયત્ન ન કરવા સૂચના કરી.
અહીંથી શ્રી બાબાજી મહારાજ શ્રી કુશલવિજયજી આદિની સાથે વિહાર કરી જડિયાલા પધાર્યા. અહીં લુધિચાના નિવાસી લાલા હરદયાલ આદિ જોધાવાળાની ભાભી અને અંબાલા નિવાસી લાલા નાનકચંદ બાબૂની પુત્રીની દીક્ષા ધામધૂમપૂર્વક થઈ. તેનું નામ સાધ્વી શ્રી દેવશ્રીજી રાખવામાં આવ્યું. હાલમાં પ્રવર્તકણું સાધ્વીજીશ્રી દેવશ્રીજી તરિકે પ્રસિદ્ધ છે–વર્ષોથી પંજાબમાં વિચરી રહ્યાં છે અને ઉપકાર કરી રહ્યાં છે.
આ આખા સમુદાયમાં સાધ્વીજી દેવશ્રીજી એક વિદુષી સાધ્વી છે. તેમને પરિવાર બહ મટે છે. ગુરુદેવ પ્રત્યે તેમને બહુ જ સન્માન છે અને ગુરુદેવના ગુરુરૂકુળ માટે જગ્યાએ જગ્યાએ સ્ત્રીઓને ઉપદેશ આપીને ઘણી ઘણી તિથિઓ તથા દાનની રકમે તેમણે અપાવી છે.
ધન્ય છે એ સાધ્વી રત્નને અને તેમના આવા સુંદર પરિશ્રમને.
ગૂજરાતની સાધ્વીજીઓ તેમનું દ્રષ્ટાંત લે તે ગૂજરાત કેવું સમૃદ્ધ થાય?
Page #226
--------------------------------------------------------------------------
________________
1,12 !!
((
[૨૪]
“મસ્થેણ વંદામિ ! ”
“ ધમ લાભ ! આહા ! આજે કયાંથી આટલી બધી ફુરસદ મળી ગઈ. કે બધા એકત્ર થઇને આવ્યા છે ?” “ સાહેબ ! એક જરૂરી કામ માટે આપની પાસે આવ્યા છીએ. ” આગેવાનાએ વિનતિ કરી.
મહાન ત્યાગ
“ એવું તે શું જરૂરી કામ આવી પડયું છે ? હું તે તૈયાર છું. કહેા શું કામ છે? ’”
“કૃપાનિધાન ! આપની પાસે અમારી શ્રીસંઘ પ ́જામની પ્રાથના છે. ”
'
કહા ત્યારે ! ’
“ સાહેબ ! આપશ્રીને આચાય પદવીઆપવાની પજાબ
શ્રીસંઘની ભાવના છે, અને તે આ વર્ષમાં જ. ”
ઃઃ
ભાગ્યશાળીઓ ! તમારી ભાવના પણ હું તે માટે તૈયાર નથી. ”
પ્રશ'સનીય છે,
Page #227
--------------------------------------------------------------------------
________________
મહાન ત્યાગ
66
'જીએ સાહેબ ! અમૃતસરમાં અંબાલાનિવાસી લાલા ગગારામજી, ત્યાંના જૌહરી લાલા પન્નાલાલજી, અહીંના લાલા નથૂમલજી તથા હું: બધા આપના દર્શને આવેલ તે વખતે પણ આપે ના કહી હતી. લાલા ગુજ્જરમલ
22
જીએ અમૃતસરની વાત કહી.
63
૧૯૭
લાલાજી ! આજે પણ માશ તે એજ જવાખ
શ્રીસંઘ 'જાબને છે.”
“ પણ ગુરૂદેવની ગાદો શું ખાલી રહેશે ?’’ લાલા ગગારામજીએ ઉત્સુકતાથી પૂછ્યુ’.
“ મારું એ કહેવું છેજ નહિ. મારાથી વડીલ મુનિમહાત્મા છે. હું તેા હરગીજ હરગીજ તૈયાર નથી જ નથી. ’”
“ કૃપાનાથ ! અમે તા સ્વગીય ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવા ઈચ્છીએ છીએ. જ્યારે જ્યારે અમે ગુરુદેવને પૂછ્યું કે ગુરુવર્ય ! આપ અમને કેને ભરેસે છેડી જાએ છે ! ત્યારે ગુરુદેવે તા સ્પષ્ટ કહ્યું હતું કે “તમે શા માટે ચિંતા કરે છે ? હું શ્રીસ`ઘ પજાખને વલ્લભને ભરેાંસે છેાડી જાઉં છું. મારી ખેાટ મારા વલ્લભ પૂરી કરશે. ખેલે હવે આપ શું કહા છે? ગુરુદેવની આજ્ઞાનું પાલન તે આપ કરશેને ? શ્રીસ ઘે ગુરુદેવની ઈચ્છા વ્યક્ત કરી.
*
ગુરુદેવ તા ગુરુદેવ જ હતા. તેમની આજ્ઞાનું પાલન કરવામાં હું કદી પાછી પાની નજ કરું. હું તે શું પણ મારા જેવા હજાર વલ્લભવિજય પણ તેમની ખેાટ પૂરી નહીં કરી શકે. કયાં તે શાસનસૂર્ય અને કાં હું ટમટમતા દીવા. હા! સૂર્યના અભાવમાં દીપક કાંઈક ઉપચાગી થઈ
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૮૮
યુગવીર આચાય
શકે છે તેમ હું તમને બધાને ધકા'માં ઉપયેાગી અનુ છું; પણ તેથી હું પેાતાને ગુરુદેવની ગાદી પર બેસવાને ચેાગ્ય નથી સમજતા. ગુરુમહારાજના બીજા પણ શિષ્યા છે. ઘણા તા મારાથી દીક્ષાપર્યાયમાં મેાટા પણ છે. તેમાંથી કાઇ ચેાગ્ય ભાગ્યવાનને તમે પસઢ કરો. ” આપણા ચરિત્રનાયકે ભક્તિભાવથી ગુરુચરણામાં પ્રણામ કરો શાન્તિથી જવાબ આપ્યા અને પેાતાની મમતા દર્શાવી.
“ સાહેબ ! હું મારવાડ ગૂજરાત જઈ ને ચાલ્યા આવું છું. બધા મુનિરાજોની સમ્મતિ લઈ આવ્યે છું. બધાએ પ્રસન્નતાથી કહ્યુ` છે કે આપજ તે પદને માટે ચેાગ્ય છે.” લાલા ગ’ગારામજીએ બીજા સાધુ-મુનિરાજની સ’મતિ બતાવી.
""
“ લાલાજી ! પાટણ ગયા હતા કે !
“ જી હા ! પાટણ મુનિમહારાજશ્રી કાંતિવિજયજી મહારાજના દર્શન કર્યા. ”
તેમણે શું કહ્યું? ”
તેમણે પોતાની ઇચ્છા મને જણાવતાં કહ્યું કે ‘વધુભવિજયજી’ આ પદને માટે સથા ચાગ્ય છે. તેને માટે તે એ મત છેજ નહિ. જેવા તે અદ્વિતીય ગુરુભક્ત છે, તેવાજ વિદ્વાન અને વક્તા પણ છે. પણ આચાય પદ માટે તેમનાથી દીક્ષા પર્યાયમાં માટા બીજા છે. વળી ગુરુમહારાજના સઘાડાની એકતા મારે મન માટી વાત છે. નકામા વિરાધ થાય અને બે વિભાગ થાય તે બરાબર નથી. વલ્લભવિજયજી પણ એજ ઈચ્છે છે; કારણકે હું તેમની શાસનભક્તિ અને
cr
Page #229
--------------------------------------------------------------------------
________________
મહાન ત્યાગ
૧૮૯ મહત્તા જાણું છું. મારી સમ્મતિ પૂછે તે મુનિ મહારાજશ્રી કમલવિજયજીને આચાર્યપદ આપવું જોઈએ. તે દીક્ષા પર્યાયમાં પણ મોટા છે, જ્ઞાતા પણ સારા છે અને વૃદ્ધ પણ છે.”
બસ, બરાબર છે! પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજ તે મારા પણ વડીલ છે અને તે મારા સાચા સલાહકાર છે. તેમની વાત શ્રીસંઘે માન્ય કરવી જોઈએ. હું તે તમને પહેલેથી કહી રહ્યો છું. મને એ પદને જરાએ મેહ નથી. ”
પણ સાહેબ ! શાસનનાં કાર્ય તે બહુમતિથી થાય છે. પંજાબ શ્રીસંઘ તે એક જ નિર્ણય પર છે. બીજાની પણ સંમતિ છે. અને પ્રવર્તકજી મહારાજને પણ અમે મનાવી લઈશું ” આગેવાનોએ ફરી દલીલ કરી
તમે તે બધા ગુરુદેવના પરમ ભક્તો છે. ગુરુમહારાજના સમુદાયને એકતાના સૂત્રમાં બાંધી રાખવાનું મારું–તમારું પરમ કર્તવ્ય છે. તેથી તમે બધા પણ શ્રી કાંતિવિજયજી મહારાજની સૂચના માન્ય રાખો. વળી હું આચાર્ય નહિ બનું તેથી પંજાબને છોડી જઈશ કે ભૂલી જઈશ તેમ તે બનશે જ નહિ. હું ગૂજરાતી છું પણ મારે આમા તે પંજાબની હવાથી પ્રફુલ્લ છે. તમારે શંકા રાખવા પણું હોય જ નહિ” આપણા ચરિત્રનાયકે આગેવાનોને સમજાવ્યા.
નિરાશ થઈ આગેવાને તે ગયા પણ બીજા મુનિરાજેએ ફરી તેજ પ્રશ્ન ઉપાડ. મુનિરાજ બાબાજી
Page #230
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
મહારાજ શ્રી કુશલવિજયજી, મુનિશ્રી ચારિત્રવિજયજી, મુનિશ્રી પ્રમોદવિજયજી, મુનિશ્રી હરવિજયજી અને મુનિશ્રી ઉતવિજયજી તથા સ્વામીજી શ્રી સુમતિવિજયજી આદિ મુનિગણને આગ્રહ હતું કે આપે જ આચાર્યપદ ગ્રહણ કરવું. તેમની સૂચના હતી કે ગુરુદેવની પણ તેજ ઈચ્છા હતી.
સાહેબ ! આપ બધા આમ આગ્રહ કરો તે બરાબર નથી. આપ તે બધા પરિસ્થિતિ જાણે છે. આપણે કામથી કામ છે કે નામથી. ગુરુદેવને બગીચે તે હું સંભાળી રહ્યો છું. તમે મને બધી નાની મોટી બાબતમાં સાથ આપી રહ્યા છે તે મને આ બાબતમાં પણ સાથ આપે. તેમાં જ મારી તમારી શોભા છે.” આપણું ચરિત્રનાયકે બધા વડીલને સમજાવ્યા.
આપણું ચરિત્રનાયકે પિતે સમ્મતિ પત્ર તૈયાર કર્યું, તેમાં પહેલી સહી પિતે કરી. બીજા બધાની સહી કરાવી અને તે પત્ર શ્રી કાન્તિવિજયજી મહારાજની પાસે પાટણ મોકલી આપે.
સંમતિ પત્ર પહોંચતાં જ સં. ૧૫૭ના માહ સુદી ૧૫ ના દિવસે પાટણમાં શ્રી કમલવિજયજી મહારાજશ્રીને સૂરિપદ પ્રદાન કરવામાં આવ્યું.
શ્રી કમલવિજ્યજી મહારાજશ્રીની હાર્દિક ઈચ્છા હતી કે આ પદવી પ્રદાન સમયે આપણા ચરિત્રનાયકને ઉપાધ્યાય પદવી આપવામાં આવે. તે વિષેને પત્ર પણ તેમણે લખાવ્ય પણ આપણા ચરિત્રનાયક તે કઈપણ પદવી લેવા ઈચ્છતા જ નહોતા.
Page #231
--------------------------------------------------------------------------
________________
મહાન ત્યાગ
૧૯૧
વાહ! કે મહાન ત્યાગ ! ધન-દોલત, પુત્ર કલત્ર અને ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે તે સરલ વાત છે, પણ માન-પ્રતિષ્ઠાને ત્યાગ કરે એ મહાન દુષ્કર છે. તેમાં વળી આચાર્ય પદવી જેવી મહાન પદવી જે વિરલાઓને જ મળે છે તેને ત્યાગ કરે છે તે એક અદ્ભુત વાત ગણાય. વળી જ્યારે શ્રીસંઘ પંજાબ અને અનેક મુનિ મહારાજેની ઈચ્છા ને આગ્રહ છતાં માત્ર ગુરુદેવના સંઘાડાની એકતા માટે એક પદવીને ત્યાગ કરે તે મહાન ત્યાગ છે.
એ ભાવના, એ ત્યાગ, એ આત્મા અને એ જીવન દેવને દુર્લભ હોય છે. આપણું ચરિત્રનાયકના તેજોમય પવિત્ર પુણ્યાત્માને એ પ્રતાપ.
Page #232
--------------------------------------------------------------------------
________________
કtiી આવી જાય છે
ri
Me
છે.
છે
E
DH
રી II
110
u EIBE
s)-
છે.
જામ- MI JAIN
A
ET, TVના મri hindi
સરસ્વતી મંદિરનું બીજારોપણ
[ ૨૫] . “ સજજો ! ગુરુદેવની અંતિમ ભાવના તમે બધા જાણે છે? ગુરુદેવ પ્રતિષ્ઠા કરાવીને લુધિયાના પધાર્યા હતા. એક આર્યસમાજી ભાઈ દર્શનાર્થ મળવા આવ્યા. તેમણે ગુરુદેવને પ્રશ્ન કર્યો. “મહારાજ ! મંદિરો તે આપે આલીશાન બનાવ્યાં પણ હવે શું? ગુરુદેવે જવાબ આપે. ભાઈ હવે સરસ્વતીમંદિરો થશે. દેવમંદિરે ને ઉપાશ્રય પછી જ્ઞાનની પર જોઈશે ને! પણ ગુરુદેવ તે પિતાની ભાવને પૂરી ન કરી શક્યા. તેમની અંતિમ ભાવનાને
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૩
સરસ્વતી મંદિરનું બીજારે પણ આપણે પૂરી કરવી રહી. મારું જીવન તે એ ગુરુદેવના અધૂરા કાર્યને પૂર્ણ કરવા માટે છે. ગુરુદેવના સમારકની યોજના તે તમને યાદ હશે. આજે તે પૂજ્ય બાબાજી મહારાજશ્રી કુશલવિજયજી મહારાજ આપણી સભાના અધ્યક્ષ છે. તેમની સાક્ષીએ આપણે આજે આ પાંચ ઠરા પસાર કર્યા છે. તે પાંચ ઠરાનું પાલન કરવા સમસ્ત પંજાબ શ્રીસંઘ બંધાય છે. તમે બધા તે યોજના ઉપાડી લેશે તે પ્રેરણા આપનાર અમે બેઠા છીએ. દુનિયા વિશાળ છે. જૈનધર્મના ઉપાસક અને જૈન ધર્માવલંબીઓ જ્યાં
જ્યાં હોય ત્યાંત્યાં આ સરસ્વતી મંદિરને સંદેશ પહોંચાડવાને મારે તમારો ધર્મ છે. ગુરુદેવનું નામ એ રીતે આપણે અમર કરીશું. આજે આપણે એ સરસ્વતી મંદિરનું બીજારોપણ કર્યું ગણાશે. તેમાંથી ગુરુદેવની ભાવનાના ફળસ્વરૂપ ગુરુકુલ, વિદ્યાલય, મહાવિદ્યાલય અને કન્યાપાઠશાળા જેવાં શિક્ષણનાં ધામે થોડા જ વરસોમાં તમે અને હું જોઈ શકીશું. એ જ્ઞાનપ્રચારથી જ જૈનસમાજ ઉન્નત થશે. અજ્ઞાનરૂપી અંધકારને નાશ થશે. હજારે હજારે બાલકે બાલિકાએ જ્ઞાન મેળવી સ્વ. પર કલ્યાણ સાધવા શક્તિમાન થશે.”
હોશિયારપુરથી વિહાર કરી, જડિયાલા ગુરુમાં મંદિર- ' જીની પ્રતિષ્ઠાનું કામ સમાપ્ત કરી આપ અમૃતસર પધાર્યા. પ્રતિષ્ઠા પછી મુનિશ્રી લબ્ધિવિજયજી તથા મુનિશ્રી લલિતવિજયજીએ આપની આજ્ઞાનુસાર મારવાડ-ગુજરાત તરફ વિહાર કર્યો. અમૃતસરમાં શ્રીસંઘ પંજાબના આગેવાને
Page #234
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
આવેલા હતા. એક દિવસ પ્રસંગ જોઈને આપણું ચરિત્રનાયકે ગુરુદેવની અંતિમ ભાવના વિષે ઉલ્લેખ કરતું હૃદયંગમ વ્યાખ્યાન આપ્યું અને સભાએ પાંચ પ્રસ્તાવ પસાર કર્યા.
(૧) જંડિયાલા શહેરમાં પ્રતિષ્ઠા મહોત્સવ સમયે શ્રી આત્માનંદ જૈન પાઠશાળા-પંજાબ” ને માટે જે ફંડ શ્રીસંઘ પંજાબે સ્થાપિત કર્યું છે તેમાં જે જે શહેરોને હિસે આવ્યા નથી તે શહેરને પિતાને હિસ્સે લખાવી દેવે જોઈએ.
( ૨) ૧લી મે ૧૯૦૧થી પ્રત્યેક નગરના શ્રદ્ધાળુ ભાઈબહેને એ પિતપોતાની શક્તિ પ્રમાણે પ્રતિદિન ઓછામાં ઓછી એક પાઈ આ ફંડમાં જરૂર આપે. વિશેષ ઈચ્છાનુસાર આપી શકે છે. આ નિયમ હમણાં દસ વર્ષને માટે કરવામાં આવે છે.
(૩) “શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ” ને માટે પુત્રના વિવાહ પર પાંચ રૂપીઆ અને પુત્રીના વિવાહ પર બે રૂપીઆ પ્રત્યેક કુટુંબ દાન આપે. વિશેષ આપવાને પ્રત્યેકને અધિકાર છે.
(૪) લગ્ન પ્રસંગે જે રીતે શ્રી મંદિરમાં રૂપીઆ આપવામાં આવે છે તેવી જ રીતે “શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ”ને માટે પણ રૂપીઆ આપવા જોઈએ. કારણ કે પંજાબ દેશમાં પ્રાયઃ બધા સ્થાનમાં શ્રી જિનમંદિર બની ગયાં છે, બની રહ્યાં છે અને તેને માટે ખર્ચની પણ વ્યવસ્થા થઈ છે. હવે જ્ઞાનના ઉદ્ધારને વિચાર કરો તે
Page #235
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી મ`દિરનું ખીજારે પણ
પણ શ્રીસંઘનું ઉચિત આચરણ છે.
'
( ૫ ) પર્યુષણામાં કલ્પસૂત્રની બેલી અને જ્ઞાનપ`ચમી વગેરેની જે ઉપજ થાય તે · શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ ’કુંડમાં આપવી જોઈ એ.
૧૯૫
ચાતુર્માસ આદિમાં સાધુ મુનિરાજોના દશનાથ જે શ્રાવકા આવે છે તે જેમ જિનમંદિરમાં યથાશક્તિ દાન આપે છે તેમ · શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ ’ના નામે પણ યથાશક્તિ દાન આપે.
6
આજથી ચાલીસ વર્ષ પહેલાં કરેલી નાની એવી ચેાજના કાળક્રમે કેવી ફળદાયી બની છે તે આપણી જૈનસમાજની સંસ્થાઓના ઈતિહાસ કહે છે. મહાપુરુષા, જ્ઞાનીજના અને આધ્યામિક આત્માની દૃષ્ટિ કેટલી વિશાળ અને કેટલી સવ'તામુખી હોય છે તે આ યેાજના અને તેના વિકાસ પરથી જોઈ શકાય છે. જૈનસમાજના ઉત્થાનમાં અને નવુંવિધાનમાં શિક્ષણ સંસ્થાઓના કેવા માટો ફાળો છે અને એ શિક્ષણ સસ્થાએના પ્રણેતાજ આદ્યદ્રષ્ટા આપણા ચિત્રનાયક હતા તે કહેતાં આનદ્રઊમિ થાય છે. કેટકેટલી જ્ઞાનની પર એ મહાપુરુષની પ્રેરણાથી હિંદભરમાં આજે છે તેની નોંધ તે હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું. આજે પણ એ પુણ્યપુરુષ સમાજ કલ્યાણના અવિરત ચિંતન, મનન અને કાર્યની સાધનામાં પેાતાના જીવનની ધન્ય પળેા ગુરુદેવના હર્યાભર્યા લીલમલીલા બગીચા પંજાખમાં ગાળી રહ્યા છે એ જોઈ કેાને માંચ નહિ થાય !
૧૯૫૭ નુ પંદરમું ચાતુર્માસ અમૃતસરમાં પૂર્ણ કર્યું.
Page #236
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
આ ચાતુર્માસમાં કાર્તક સુદી ૧૪ ના દિવસે વૃદ્ધ મહાત્મા મુનિશ્રી ૧૦૮ કુશલવિજયજી (બાબાજી) મહારાજ દેવક પામ્યા. તેમનામાં ગુરુપ્રેમ તેમ જ વૈયાવચ્ચને જે ગુણ હતા તે કેઈપણ સાધુમાં ભાગ્યે જ જોવામાં આવતું.
અમૃતસરથી વિહાર કરી આપ લાહોર પધાર્યા. અહીં શ્રી આત્માનંદ જૈનસભા પંજાબ” નું બીજું વાર્ષિક અધિવેશન થયું. આપે તે સભાના સંગઠન માટે પ્રેરણા આપી. જે પ્રસ્તાવ અમૃતસરમાં પાસ થયા હતા તે ફરીથી સભામાં પાસ કરવામાં આવ્યા. તેમાં થોડે ફેરફાર પણ કરવામાં આવ્યો.
લાહોર, લુધિયાના થઈ કસૂર પધાર્યા. કસૂરમાં આપના ઉપદેશથી શાંતિસ્નાત્રનો ઉત્સવ કરવામાં આવ્યા અને લાલા જીવનલાલે સાધમી વાત્સલ્ય કર્યું. કસૂરથી વિહાર કરી અમૃતસર થઈ અંડિયાલા પધાર્યા. અહીં ૧૫૮ ના અષાઢ વદી ૫ ગુરૂવાર તા. ૨૬-૬-૧૯૯૨ ના રોજ ધૂમધામથી બે ભાગ્યશાળીઓની દીક્ષા થઈ. તેમનાં નામ વિનેદવિજયજી અને વિમળવિજયજી રાખવામાં આવ્યા. જડિયાલાથી પટ્ટી તરફ વિહાર કર્યો. સં. ૧૫૮ નું સોળમું ચાતુર્માસ આપે પટ્ટીમાં કર્યું. પટ્ટીથી વિહાર કરી આ૫ જીરા પધાર્યા.
સાહેબ! શી આજ્ઞા છે?”
આવે ! મેં તમને એક જરૂરી કાર્ય માટે યાદ છે.”
જી! ફરમાવે.”
કર્યા
Page #237
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી મંદિરનું બીજારોપણ
૧૯૭ લાલાજી! મને લાગે છે કે જૈન ધર્મ વિષે ઘણી અજ્ઞાનતા આપણું લેકમાં તેમજ જેનેતરમાં છે. જુઓને ભાવનગરની આપણી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રકાશિત ગ્રંથમાં પણ ભૂલ છે. અને પંડિત હીરાલાલ હંસરાજ દ્વારા પ્રકાશિત “જૈન ધર્મને પ્રાચીન ઈતિહાસ” માં પણ ઘણી ભૂલે છે. જો કે બન્નેને જવાબ તો મેં તૈયાર કરી મેકલ્યા છે પણ મને લાગે છે કે આપણે એક સમિતિ કાયમ કરવી જોઈએઃ જેમાં સાધુ મુનિરાજ પણ હોય અને વિદ્વાન ગૃહસ્થ પણ હોય. ”
સાહેબ ! એ તે બહુ જ સારી વાત છે. આપની સૂચના અમને તે ગમી છે. તે માટે જે કાંઈ પ્રાથમિક ખર્ચ થશે તે અમે જીરાનિવાસી કરીશું.” જીરાના આગેવાનેએ સંમતિ આપી.
ગુરુદેવ ! આ સમિતિનું કાર્યક્ષેત્ર શું હશે?” એક યુવાને પ્રશ્ન કર્યો.
તમાં પ્રશ્ન વાસ્તવિક છે. જુઓ ભાઈ મારી સૂચના તે એવી છે કે જૈનધર્મ સંબંધી જે કઈ જૈન વિદ્વાન કે સભા તરફથી ગ્રંથાદિ પ્રકાશિત થવાના હોય તે આ સમિતિ પૂર્ણ રીતે તપાસી લે. અને પછી જ તે પ્રકાશિત થવા પામે. તેથી શાસ્ત્રાદિની ભૂલ પણ નહિ રહે અને ટીકાને પણ સ્થાન નહિ રહે.” મહારાજશ્રીએ ખુલાસો કર્યો.
પણ સાહેબ, જૈનેતર માટે શું કરવું?” એક ભાઈએ બીજે પ્રશ્ન કર્યો.
હા ! તે વિષે પણ વિચાર તો કરી જ રાખે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય કઈ જૈનેતર તરફથી પ્રકાશિત થતા પુસ્તકનું અવલોકન કરી તેમાંના દેશે માટે આંદોલન કરવું અને તે તે લેખક કે પ્રકાશકને ભૂલ સુધારવા માટે અનુરોધ કરે.”
આ રીતે જીરામાં “જૈનસાહિત્ય અવકન સમિતિ”ને શરૂઆત કરવામાં આવી.
જીરાથી વિહાર કરી માલેરકોટલા થઈ આપ અંબાલા પધાર્યા. સં. ૧૫૯નું ૧૭ મું ચાતુર્માસ અહીં અંબાલામાં સંપૂર્ણ કર્યું.
અહીં ઑગસ્ટ ૧૯૦૩ માં શ્રી આત્માનંદ જૈનસભા પંજાબને ઉત્સવ થયે. સભાપતિનું સ્થાન આપે શેભાવ્યું,
આત્માનંદ જેનસભાના કાર્ય પ્રદેશની ચર્ચા થઈ. તેમજ પંજાબમાં શહેરેશહેર, ગામેગામ, ઘેરઘેર સભાને સંદેશ પહોંચાડવા, સંગઠન સાધવા, શિક્ષણકાર્ય ઉપાડવા. પાઠશાળા, કન્યાશાળા સ્થાપવા તથા સામાજિક સુધાર માટે આદેલન કરવા ઠરાવ કરવામાં આવ્યા. સભા દિવસે દિવસે બળવતી થવા લાગી.
આ વર્ષમાં મુંબઈમાં શ્રી શ્વેતાંબર જૈન કોન્ફરન્સનું અધિવેશન થવાનું હતું. આપે તેમાં સક્રિય ભાગ લેવા ઉપદેશ આપ્યું. આ ઉપરથી પંજાબના પ્રત્યેક શહેરમાંથી પ્રતિનિધિ મોકલવાની યેજના થઈ ત્યારથી પ્રત્યેક કન્ફ રન્સના અધિવેશનમાં પંજાબના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.
આ ચાતુર્માસમાં અંબાલા શહેરમાં એક પાઠશાળાની સ્થાપના થઈ. તેનું નામ “શ્રી આત્માનંદ જૈન પાઠશાળા ”
Page #239
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી મંદિરનું બીજારોપણ રાખવામાં આવ્યું. તે ધીરેધીરે ઉન્નત થઈ. આજે તે હાઈસ્કૂલ બની ગઈ છે.
અંબાલાથી વિહાર કરી આપ સામાન (પતિયાલા રાજ્ય પધાર્યા. અહીં તે સમયે મૂર્તિપૂજકના માત્ર પાંચ જ ઘર હતાં. બાકી બધા સ્થાનકવાસી હતા. તે પણ આપને નગરપ્રવેશ ધૂમધામથી થયે. અન્યધર્માવલંબી મોટી સંખ્યામાં પ્રવેશ-ઉત્સવમાં આવ્યા હતા. કેઈ તે કુતૂહલવશ આવ્યા હતા, કોઈ ભકિતવશ, કોઈ સાધુવરના દર્શનાર્થ આવ્યા હતા. કેઈ આપના વચનામૃતે સાંભળવાની ભાવનાથી આવ્યા હતા. કોઈ શ્રાવકોની શરમાશરમીથી આવ્યા. હતા. ઉપાશ્રયમાં મેટી ભીડ જામી હતી. આપે મંગલાચરણ કર્યું અને આખી સભા શાંત થઈ ગઈ. આપે ઉપદેશ આપ્યું અને એ વચનામૃતે સાંભળી જનતા મુગ્ધ થઈ ગઈ. પછી તે હમેશાં આપની વાણી સાંભળી ધર્મ–પિયૂપનું પાન કરવા જૈન જૈનેતરે આવવા લાગ્યા. કેટલાક સ્થાનકવાસી ભાઈ એ પણ પોતાની ભૂલ સુધારી પુનઃ વીતરાગ ધર્મના શુદ્ધ માર્ગમાં સમ્મિલિત થઈ ગયા.
Page #240
--------------------------------------------------------------------------
________________
TOOOOOx
શાસ્ત્રાર્થ
[૨૬] મહારાજ મારી શંકાઓનું સમાધાન કરી શકશે?” સુરજમલ નામના એક સ્થાનકવાસી શ્રાવકે આવીને પૂછયું.
કરી શકશે એટલે શું? ભાઈ શંકા-સમાધાન માટે તે અમે બેઠા છીએને?” આપણા ચરિત્રનાયકે જવાબ આપ્યો.
શાસ્ત્રોમાં મૂર્તિપૂજાને પાઠ તે નથી, પછી તમે મૂર્તિપૂજાને ઉપદેશ કેમ કરે છે?” સુરજમલજીએ શંકા કરી.
“તમે કેટલાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે.”
Page #241
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રાર્થ
ર૦૧
“સાહેબ, અભ્યાસ તે નથી પણ ઘણાં શાસ્ત્રો સાંભળ્યાં છે.”
“તે તે પછી શાસ્ત્રો વિષેની ચર્ચાને તમને અધિકાર નથી. બોલે બીજી શી શંકા છે?”
“મંદિરો બંધાવવામાં પણ પાપ તો લાગે જ ને?”
સ્થાનક બનાવવામાં પાપ લાગે તે મંદિર માટે પણ લાગે. પા આ શંકાઓ તે તમે શા ઉપરથી કહો છો તે સમજાતું નથી.” મહારાજશ્રીએ મર્મની વાત પૂછી.
સાહેબ ! આપ અમારા પૂજ્યશ્રી સોહનલાલજીની સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર હે તે હું તેમને બોલાવું.”
પછી?”
“જે તે હારી જાય તો હું શ્વેતાંબર બની જઈશ અને જો તમે હારી જશે તે આપે સ્થાનકવાસી બની
” ફરજનમલે શરત કરી. “શરત તે પળાશેને? ” “જરૂર ! જરૂર ! તેમાં શંકા શી?”
તેને માટે જમીનદાર કેણ થાય છે? “જરૂર હશે તે જામીન આપીશ.”
તે કરે તૈયારી ને તમારા પૂજ્યશ્રીને જરૂર બોલાવી લાવે.”
“હું જાતે જ જાઉં છું ને પરમ દિવસે તે આવી જશે.”
Page #242
--------------------------------------------------------------------------
________________
२०२
યુગવીર આચાર્ય “મથ્થgવંદામિ !” સ્થાનકમાં જઈને પૂજ્યશ્રીને સુરજનમલે વંદન કર્યું.
“જીભાઈ! કેણ લાલા સુરજનમલ કે ? ”
“જી હા ! સ્વામીજી હવે શાસ્ત્રાર્થની તૈયારી કરવી જોઈએ. આપ ચૌદ શિષ્યના પરિવાર સહિત આવ્યા છે ત્યારની આખાએ શહેરમાં શાસ્ત્રાર્થની વાતે ચાલે છે.”
“શાસ્ત્રાર્થ માટે આપણે તો તૈયાર છીએ.” રોહનલાલજીએ ધીરજ આપી.
અને સાહેબ ! જે આ શાસ્ત્રાર્થમાં વલ્લભવિજયજી હારે તે તો બેડો પાર થઈ જાય. તે સ્થાનકવાસી બની જશે અને શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના એક પ્રભાવશાળી મહાત્મા આપણા સાધુ થવાથી તેમને સંઘાડે પડી ભાંગશે. પંજાબમાં તે સ્થાનકવાસી સમાજનું સામ્રાજ્ય જામશે.” સુરજમલજીને ત્રણલેકનું રાજ્ય મળી ગયાને આનંદ થયો.
સાહેબ! આપ મન કેમ છે ? શું વિચાર કરે છે ? કરો નિર્ણય અને દિવસ નકકી કરી આપે તે હું તેમને ખબર આપું. વળી આપણે મેટીમોટી પત્રિકાઓ છપાવવી છે. ભલેને પંજાબના આગેવાને આવે.” સુનામલે તે તૈયારીની યોજના પણ કરી કાઢી.
શ્રાવકજી! શાસ્ત્રાર્થ કોની સાથે કરે? તેને ગુરુ આત્મારામજીએ અમારા પ્રશ્નના જવાબ તે હજી નથી આપ્યા.” થોડીવાર વિચાર કરી ને તુકકે શોધી કાઢયો.
Page #243
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રાર્થ
२०३ “સાહેબ! તે તે ઘણું જ સરસ. આપણે તે પહેલાં પૂછી જોઈએ અને તેમાં હારી જશે તે તે પછી વાત જ શી કરવી? ”
“લાલાજી! શાસ્ત્રાર્થ કરવામાં તે કઈને પહોંચવા નહિ દે. તેની દલીલબાજીથી તથા પ્રભાવિક વાણીથી તે સભાને પિતાની કરી લેશે.”
પણ સાહેબ ! આપણે ક્યાં ઓછી દલીલબાજી જાણીએ છીએ. ચર્ચા તે થશેને? આપણા પ્રશ્નોના ઉત્તર જ નહિ આપી શકે પછી પ્રભાવની વાત જ શી. આપ પહેલે પ્રશ્ન તે બતાવે.”
“આત્મારામજીએ જેન તત્વદર્શના બારમા પરિચ છેદમાં મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં પૂજા વિષયક જે પાઠ આપ્યો છે તે સૂત્રમાં ક્યાં છે? આ પ્રશ્નને જવાબ તે નહિ બતાવી શકે, કારણ કે સૂત્રમાં તે એ પાઠ છેજ નહિ. પછી લોકોને કહી દેવું કે આ લોકોની બધી વાતે મનમાની છે; શાસ્ત્રમાં તે છેજ નહિ અને સાચો વીતરાગ ધર્મ તે સ્થાનકવાસી પાળે છે. જોકે તત્કાળ સ્થાનકવાસી ધર્મના હિમાયતી બની જશે.”
x
- આજે સુજનમલને ઊંઘ જ ન આવી. વિચારપ્રવાહ શરૂ થયો અને તેની સ્વપ્નસૃષ્ટિ ઉજવળ ભવિષ્યની કલ્પનાથી નાચી શકી. તેને લાગ્યું કે અહા ! કે રહસ્યમય સવાલ? અને આ પ્રશ્નનો જવાબ તે વલ્લભવિજયજી આપી જ શકશે નહિ. અને તે તે જાણે ચિન્તામણિ રત્ન મળી ગયું
Page #244
--------------------------------------------------------------------------
________________
२०४
યુગવીર આચાર્ય હોય તેમ તે આકાશમાં મહેલ બનાવવા લાગે.
તેણે કલ્પનાશ્રુથી જોયું કે મહાન સભા છે. લેકની મેદની માતી નથી. વલભવિજયજી વ્યાખ્યાન વાંચે છે. શ્રેતાઓ બધા મુગ્ધ છે. ત્યાં પોતે જઈ પહોંચશે ને નાદ કરશે. પ્રશ્ન પૂછશે ને જાણે વલભવિજયજી અંજાઈ ગયા હોય તેમ જવાબ જ નહિ આપી શકે. આખી સભામાં મહાન આશ્ચર્ય ફેલાઈ જશે અને પછી, પછી તો શ્વેતાંબર સંપ્રદાયના સ્તંભ સ્થાનકવાસી સંપ્રદાયના મહાન સ્તંભ બની જશે. તેની સાથે તેમને શિષ્ય પરિવાર પણ આવશે. આજ સુધી મૂર્તિપૂજક સમાજ આ શાસનદીપક મુનિરાજના લીધે સમસ્ત ભારતમાં સમૃદ્ધ અને ધર્મનિષ્ઠ ગણાય છે. અહા ! હવે તેના જ લીધે સ્થાનકવાસીઓની જયપતાકા દિગદિગંતમાં ઉડશે અને તે બધાને યશ મને જ મળશે. પછી તે કથાનકવાસી સમાજમાં મારી પ્રતિષ્ઠા પણ વધશે અને હું આગેવાનોને પણ આગેવાન બનીશ.
કલ્પના તે આગળ ચાલત પણ બાળકને રડવાથી સ્વપ્નસૃષ્ટિ સરી પડી અને સવાર પડવાની રાહ જોતાજોતા પથારીમાં પડખાં બદલ્યાં.
સભામંડપ ખીચોખીચ ભરેલું હતું. શ્રાવક, શ્રાવિકાઓ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રી અને મુસલમાનભાઈએ પણ આવેલા હતા. વ્યાખ્યાન ચાલતું હતું. વચ્ચેવચ્ચે મહારાજશ્રી શંકાસમાધાન પણ કરતા હતા. ખૂબ શાંતિ હતી. એવામાં લાલા સુજનમલ તથા કેટલાક સ્થાનકવાસીભાઈએ સભામાં આવી પહોંચ્યા. તેઓ તે અધીરા થઈ રહ્યા હતા. સભાજનોને
Page #245
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રાર્થ
૨૦૫
પણ તેમના વિનયહીન વર્તન માટે આશ્ચર્ય થયું. સુજનમલને તે કેમ બલવું કે કેમ વતવું તેને ખ્યાલ જ ન રહ્યો અને એકદમ મુખ ધનુષની ટંકાર કરતું પૂજ સેહનલાલજીનું આપેલું બ્રહ્માસ્ત્ર છેડયું. પ્રશ્ન પોપટની જેમ બેલી ગયો, અને હવે શું જવાબ મળે છે, સભામાં કેવી મજાની હાંસી થાય છે તે જોત ઊભે રહ્યો.
તાજને પણ ચમકી ઊઠયા. વ્યાખ્યાનના રસપાનમાં આ કેણ આવ્યો છે, વિનસંતોષી? બધા સમસમી ઉઠયા, જરા ખળભળાટ થઈ ગયે. સ્ત્રીઓ અંદર અંદર વાતે કરવા લાગી. શું થશે તેમ સાધુઓ વિચારવા લાગ્યા.
આપણા ચરિત્રનાયક તે અડગ બેઠા હતા. તેમના મુખારવિંદ પર તે હાસ્ય ચમક્યું. શાંત પ્રશાંતભાવે તેમણે જવાબ આપે.
“ભાવશ્રાવક! તમારે પ્રશ્ન બહુ જ મહત્ત્વને છે, વિચારણીય પણ છે જ. પણ તેનો જવાબ અહીં નહિ. આપી શકાય ? ”
સાંભળ્યું ન સાંભળ્યું ત્યાં તે બેચાર સુર્જનમલના સાગરીતે ઉછળી પડ્યા. “કેમ નહિ! અહીં જ જવાબ આપે, નહિ તે તમે હાર્યા. ”
“ભાઈઓ ! જરા શાન્તિ રાખો. મારો પૂરો જવાબ તે સાંભળો. પછી જેટલે શેર કરેલ હોય તે કશ્તાની તમને છૂટ છે.
જુઓ, એક મોટી સભા કરે. બધા ધર્મના મેટા
Page #246
--------------------------------------------------------------------------
________________
२०१
યુગવીર આચાય મેાટા વિદ્વાનોને નિમંત્રણ આપો. તેમાં અમે અમારા પાઠ અતાવીશું, પછી તેમાં હારી જઈએ તે સાત વાર હાર કબૂલ કરવા તૈયાર છું. અહીં હું તે સૂત્ર લઇ ને પણ નથી આન્ગેા, વળી અહીં બતાવવાથી કઇ લાભ પણ નથી.” ખરાખર છે, ખરાબર છે. આપની સૂચના ચેાગ્ય છે. જનતાને પણ જાણ થશે કે કાણુ વીતરાગ ધર્મના સાચા ઉપાસક છે.” શ્રેતાજના બેલી ઊઠયા. સુનમલ તા આ જવાબ સાંભળી ચૂપ થઇ ગયા. તેણે આવા યુક્તિયુક્ત જવાખની આશા રાખી જ નહેાતી. તેની કલ્પનાસૃષ્ટિના હવાઇ કિલ્લા કકડભૂસ કરતા ચૂરેચૂરા થઈ ગયેા.
66
• તા હવે એમજ થશે ” ખેલતા બધા ચાલ્યા ગયા. શાસ્ત્રાને દિવસ નિશ્ચિત થયેા. આખા શહેરમાં જાહેરાત થઈ ગઈ. આસપાસના અનેક લેાકેા શાસ્ત્રાથ સાંભળવા આવવા લાગ્યા.
''
શહેરના આગેવાન લાલા પંજાબરાય, લાલા સીતારામ આદિ પડિતા તથા યતિશ્રી બક્ષીઋષિજી પૂજ સાહનલાલજીની પાસે ગયા.
“ મહારાજ ! આપ શાસ્રાં માં તે પધારશેાને !” ઋષિજીએ પૂછ્યું.
ઋષિજી ! અરે અમારા સવાલને જવાબ તે આપે. વલ્લભવિજયજી મહાનિશીથ સૂત્રમાં પાઠ બતાવે તેને !” સાહનલાલજીએ એજ વાત ફરી સભળાવી.
tr
66
પણ વલ્લભવિજયજી તેા પાઠ બતાવવા તૈયાર છે. ” અક્ષિઋષિએ ખુલાસો કર્યાં.
Page #247
--------------------------------------------------------------------------
________________
શાસાથ
નહી’જી! એ પાઠસૂત્રમાં છે જ કયાં? ”
“ નથી તેા પછી આપની વાત જ છેને ! આવા અવસર તા આપે હાથથી ન ખાવા જોઈએ. ’
જતા.
((
२०७
“અમે અમારું સ્થાન છેાડી બીજી જગ્યાએ નથી
,,
ઃઃ
પણ મહારાજ ! ધર્મકા માટે જવું અનિવાય છે. અને આ તે એવી જગ્યા છે જ્યાં જવામાં કશું! માધ હાય જ નહિ. વળી પડતાની સભામાં સત્યાસત્યના નિય પણ થઇ જશે. ”
66
અરે, પડિતે
“ એ તેા અધા બટકું રોટલાના દાસ.” સાહનલાલજીએ પડિતાની કીમત આંકી નાખી.
આમાં શું સમજે ! ”
,,
“ પડિતા નથી સમજતા તે ગધેડા ચારવાવાળા કુંભાર સમજે છે ! કયાં વિદ્યા અને વિદ્વાનનું સન્માન કરવાવાળા વલ્લભવિજયજી અને કયાં પડિતાનું અપમાન કરવાવાળા તમે. ”
ગુસ્સામાં કહેતા કહેતા પડિતા ઊભા થઈ ચાલી નીકળ્યા. ઋષિને પણ આવા વર્તનથી દુઃખ થયું.
નિય પ્રમાણે સભા શરૂ થઈ. મહારાજશ્રી તેમના શિષ્યમડળ સાથે આવી પહોંચ્યા. તેમણે તા આવીને મગલાચરણ કરી, વ્યાખ્યાન શરૂ કર્યું. શ્વેતાંબર આમ્નાયની પ્રાચીનતા વિષે દ્રષ્ટાંતો આપ્યાં. મૂર્તિપૂજા વિષેના પ્રાચીન ઉલ્લેખેા, શિલાલેખા અને મથુરાના કંકાલી ટીલા અને
Page #248
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચા શેાધખાળ વિષે વિવેચન કર્યું. સ્થાનકવાસી સંપ્રદાયના ભાઈએ પણ આવ્યા હતા. તેમણે જોયુ કે તેમના તરફથી હા કેાઈ આવ્યું નથી, તેથી તેઓ ગયા સ્થાનકમાં અને પૂજ સેહનલાલજીને શાસ્ત્રા માટે આવવા વિનંતિ કરી. શું કરવું તેની મુંઝવણ થવા લાગી. શાસ્રા કરવા કે કેમ ! શાસ્ત્રામાં જીત ન થઈ તે ! ન જઈ એ તા ! મને રીતે ભારે વિમાસણ હતી. છેવટે પોતે ન જતાં પોતાના લેાકેાને પ્રસન્ન રાખવા માટે કરમચંદજી નામના સાધુને મેાકલ્યા, મહાનિશીથસૂત્ર પણ આપ્યું.
२०८
વ્યાખ્યાન તે ચાલુ હતું. લેકેએ કરમચંદ્રજી મહારાજને આવેલા જોઈ વ્યાસપીઠ પર આવવા વિન ંતિ કરી પણ ત્યાં ન આવ્યા. આપણા ચરિત્રનાયકે વ્યાખ્યાન અધ કર્યું અને પાતે ઊઠીને શ્રી કરમચંદજી પાસે આવ્યા અને પૂછ્યું: આપ શાસ્ત્રાર્થ માટે આવ્યા છેને! ચાલેા વ્યાસપીઠ પર. ત્યાં શાંતિથી બેસે પછી આપણે આપણું કામ શરૂ કરીએ.”
'
“ અમે શાસ્ત્રાર્થ માટે નથી આવ્યા કરમચંદ ખાલ્યા અને સભા આખી હસી પડી. એક બે ભાઇએ કરમચંદજીની મશ્કરી કરવા લાગ્યા કે તુરત આપણા ચરિત્રનાયકે વાર્યા અને ઠપકા આપ્યા, એટલું જ નહિ પણ અધાને શાંતિ રાખવા સૂચના કરી તથા જણાવ્યું કે ત્યાગીનું અપમાન કરવું એ અનુચિત વ્યવહાર છે. ”
(6
“ અમે તે યતિજીને પાઠ બતાવવા આવ્યા છીએ.” કરમચંદજી ગભરાતા ગભરાતા ખેલ્યા.
99
Page #249
--------------------------------------------------------------------------
________________
શાયાથ
૨૦૯
“ યતિજી ! આપ જ પાઠ જુએ અને લેાકેાની શ’કાનુ` નિવારણ કરેા ” આપણા ચરિત્રનાયકે રસ્તે કાઢયે
""
કરમચંદજી ! લાવેા સૂત્ર. હું' પાઠ વાંચી છતાવું ? ’’ યતિજીએ સૂત્ર માગ્યું',
46
(6
‘ સૂત્ર હું જ બતાવું ! લેા વાંચેા. ’
66
,,
બતાવ્યું કે
એમ શા માટે મને જ આપેને. ” સૂત્ર લઈ લીધું ન કાળૉ શાહીથી ભૂસેલી ઘેાડીથેાડી વંચાતી ૫ક્તિ વાંચીને આ સૂત્રમાં તે મૂર્તિપૂજાના ઉલ્લેખ છે. ખસ પછી તે પૂછવું જ શું. સ્થાનકવાસી સાધુએ તે શરમીદ પડી ગયા. લેાકેામાં હાહા વધી પડી. લેાકેાએ તે ભગવાન મહાવીરની જય, આત્મારામજી મહારા જની જય, વલ્લભવિજયજી મહારાજની જય. આદિ જયનાદથી સભામંડપ ગાજી ઉઠયા. લેાકેાએ માટુ' સરઘસ કાઢયું અને આપણા ચરિત્રનાયક સાથે ઉપાશ્રય આવી ફ્રી જયનાદો કરી સૌ પાતાતાને સ્થાનકે ગયા.
Page #250
--------------------------------------------------------------------------
________________
રાજસભામાં શાસ્ત્રાર્થ
{ ૨૭]
ઉપાનિધાન ! મહારાજા શ્રી હીરાસિંહજી બહુજ ધર્મપ્રેમી અને ન્યાયી છે. સાધુસંતે પર તેમની સારી ભક્તિ છે. આપનું નામ તેમણે સાંભળ્યું ત્યારથી તે વારંવાર યાદ કરે છે. કાલે તે આપને રાજસભામાં નિમંત્રણ કરવા માટે મને જણાવ્યું. આપ પધારશે તે મહારાજા તથા અમે બધા કર્મચારીઓને આપના અમૃત વચનને લાભ મળશે.” નાભાનરેશના બાલમિત્ર અને મુખ્ય કર્મચારી લાલા જવારામજીએ વિનંતી કરી.
લાલાજી! મહારાજાને પૂછી તમે વખત નક્કી કરી જણાવશે તે હું જરૂર આવીશ. અમારે સાધુને તે જ્યાં અમારી ધર્મદલાલી ચાલે ત્યાં જવામાં શું વાંધો હોય?”
સાહેબ! મહારાજા તે ગયે વખતે આપ પધાર્યા ત્યારના યાદ કરે છે. મને તેમણે તે એમ જ કહ્યું છે કે મહારાજશ્રીને જે સમય અનુકુળ હોય તે નક્કી કરશે.”
“કાલે તે અષ્ટમી છે. પરમ દિવસને ત્રણ વાગ્યાને સમય મને લાગે છે, બધાને ઠીક પડશે.”
Page #251
--------------------------------------------------------------------------
________________
રાજસભામાં શાસ્રા
“ સાહેમ ! હું તથા બીજા એપાંચ કમચારીએ આપને લેવા માટે પરમ દિવસે આવીશું. આપને માટે રાજસભામાં કાંઈ ખાસ વ્યવસ્થા કરાવું ?”
“ કશુજ નહિ. અમારે સાધુઓને માટે કાંઇપણ વ્યવસ્થા કરાવવાની હાય જ નહિ. આસને અમારી સાથે છે. લાકડાની પાટ જેવું હશે તે ચાલશે. તમે તે વિષે કશી ચિંતા ન કરશે.
*
પધારો! પધારે ! સ્વામીજી પ્રણામ !” મહારાજાએ મહેલમાં પ્રવેશતા મુનિરાજોનું સ્વાગત કર્યું અને પ્રણામ કર્યા. હું ધર્મ લાભ ! ધર્મલાભ ! ” સભાગૃહમાં પ્રવેશતાં મહારાજા તથા અધિકારી વર્ગને ધર્મલાભ આપ્યા.
ઃઃ
૧૧૧
(C
મહારાજ ! આપના વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું. હું તા ઘણા વખતથી આપના દનને અભિલાષી હતા પણ રાજકાજમાંથી ફુરસદ મળે નહિ. વળી લાલા જીવારામજી તે આપના ભક્ત બની ગયા છે. તે વારવાર આપના વ્યાખ્યાના વિષે વાતા કરે છે.” મહારાજાએ પેાતાની ઉત્સુકતા બતાવી.
*
આપ તે મહારાજ્યના રક્ષક અને પોષક છે. આપની જવાબદારી સવિશેષ હાય જ. લાલાજી વિદ્વાન છે. અમારી સાથે સારી ચર્ચા કરે છે.” આપણા ચરિત્રનાયકે રાજ્યની જવાબદારીના ઉલ્લેખ કર્યા.
::
‘ કૃપાનિધાન ! મહારાજા તથા અમે કમચારી વગ આપની સુધાવાણી સાંભળવા ઉત્સુક છીએ. ’’ લાલા જીવા
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૨
યુગવીર આચાર્ય રામજીએ પ્રાર્થના કરી.
આપણા ચરિત્રનાયકે ધર્મપ્રેમી અને ન્યાયી રાજાનું કર્તવ્ય, કર્મચારીઓની રાજા-પ્રજા પ્રત્યેની ફરજો, પ્રાણી માત્રનું જીવનનું ધ્યેય મેક્ષ–સુખ અને તેની પ્રાપ્તિ માટે ઉચ્ચ જીવન, ઉચ્ચ કાર્ય અને ઉચ્ચ ભાવનાની આવશ્યકતા. મત મતાન્તરે ચાલ્યા જ કરે પણ પ્રત્યેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય ધ્યેય લક્ષમાં રાખીને જીવનપર્યત નમાં મગ્ન રહેવું જોઈએ. એ સચોટ વાણીમાં સમાવ્યું. વિવિધ ધર્મોના સિદ્ધાંતે અને તેથી મહારાજ તથા અધિકારી વર્ગ બહુ જ ખુશ થયા. મહારાજાના અંતઃકરણમાં ખૂબ શાંતિ થઈ. એક કલાક સુધી વાર્તાલાપ ચાલ્યા. બધા ધન્ય ધન્ય કહેવા લાગ્યા. મહારાજા વતી લાલા જીવારામજી મહારાજશ્રીને બહુ જ આભાર માન્યો. બધાએ ફરી પ્રણામ કર્યાં. મહારાજશ્રી ધર્મલાભ આપી ઉપાશ્રય આવી ગયા અને એક નવી વાત છેડાઈ.
“કૃપાનાથ! આપે સાંભળ્યું? પૂજ સેહનલાલજીના શિષ્ય જગ્યાએ જગ્યાએ કહેતા ફરે છે કે તાંબરમાં એવું કોઈ નથી જે અમારી સાથે શાસ્ત્રાર્થ કરી શકે !” એક વ્યક્તિએ આવીને સાંભળેલી વાત કહી.
તેઓના કહેવાથી શું વળ્યું? સામાના ગામમાં તેઓ કેવા પાછા પડ્યા હતા તે આખું શહેર જાણે છે.” એક શિષ્ય સંભળાવી દીધું.
લાલા જવારામજી તે જ વખતે મહારાજશ્રી પાસે બેઠા હતા અને ચર્ચા ચાલતી હતી. તેમણે આ સાંભળ્યું અને
Page #253
--------------------------------------------------------------------------
________________
રાજસભામાં શાસ્ત્રા
૨૧૩
મહારાજશ્રીને પૂછ્યું. “ સાહેબ ! શું ધમાલ છે? મને તે
જણાવે, ”
લાલાજી! સામાનામાં શાસ્ત્રાર્થ માટે સભા ભરી. પૂજ સોહનલાલજી તે ન આવ્યા પણ એક સાધુને મેાકલ્યા અને યતિજીએ પાઠ વાંચી બધેા ભ્રમ ખુલ્લા કરી દીધા. ” તે પછી અહીં વળી શું ચર્ચા જાગી છે ? ” લાલાજીએ પ્રશ્ન કર્યાં.
66
“ તેમના કરી શાસ્રાથ કરવાના ઈરાદા હાય !”
“ આપના શે। ઇરાદા છે?”
“ અમે તે હમેશાં તૈયાર છીએ. પણ શાસ્ત્રાની રીતિએ શાસ્ત્રાર્થ થવા જોઈ એ. ”
66
સ્વામીજી! આપ તેા જાણા છેને કે નાભા રાજ્ય ન્યાયી ગણાય છે. મહારાજા સાહેબને તેા ધર્માં ચર્ચા બહુ પ્રિય છે. તે સત્યનિષ્ઠ અને ન્યાયપ્રિય છે. આપ આજ્ઞા આપે તે રાજસભામાં શાસ્રા માટે વ્યવસ્થા કરું, ” લાલા જીવારામજીએ ચૈાજના કરી સાંભળાવી.
((
((
હર સમય અમે તૈયાર છીએ. મહારાજશ્રીએ ટુકમાં પતાવ્યું.
27
લાલા વારામજીએ મહારાજની અનુમતિ મેળવી. પૂજ સોહનલાલજીની પાસે માણ્સ મેકલી પૂછાવ્યું કે “ તમે શાસ્ત્રાર્થ માટે તૈયાર છે કે કેમ ? શ્વેતાંબરી તૈયાર છે.
""
યૂજ સેહનલાલજી આ માટે તૈયાર નહાતા. પણ લાલા
Page #254
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય જીવારામજીએ પૂછાવ્યું એટલે શું થાય? છેવટે હા પાડવી પડી અને પેાતાના પ્રશિષ્ય શ્રી ઉદ્દયચંદ્રને શાસ્ત્રા માટે આજ્ઞા આપી. લાલા જીવારામજીએ લખાવી લીધું કે અમે અમારા પ્રશિષ્ય ઉદયચંદ્રજીને શાસ્ત્રા માટે નિયુક્ત કરીએ છીએ અને તેમની જીતથી અમારી જીત અને તેમની હારથી અમારી હાર ગણવા અમે બધાઈ એ છીએ.
૨૧૪
શાસ્ત્રાર્થીના દિવસ મુકરર થયેા. રાજસભામાં શાસ્ત્રાથ શરૂ થયા. મહારાજા પોતે તે પ્રસંગે હાજર રહેતા હતા. કચારી વગ પણ હાજરી આપતા. શહેરના આગેવાન, શ્વેતાંબર સમાજના આગેવાના તથા સ્થાનકવાસી સમાજના ભાઈ એ પણ આવતા.
મહારાજાએ પડિતાની એક સમિતિ મુકરર કરી. શાસ્ત્રાર્થ ચાલવા લાગ્યું. પ્રશ્નાત્તર થવા લાગ્યા. શાસ્ત્રાના પાઠ તથા માન્યતાએ વિષે ચર્ચા ચાલી. આપણા ચરેત્રનાયકે છ પ્રશ્ના રજુ કર્યા. તેના જવાબે તે મળ્યા જ નહિ પણ અનેક નાની મેાટી વાતા ચાલી. છેવટે પડિતાની સમિતિને ફેસલા આપવાની ભલામણ થઈ.
ચર્ચાના એકાદ પ્રસગ વાંચકાને રોચક થઈ પડશે.
“ શ્વેતાંબર સાધુએ મુહપત્તિ નથી રાખતા. શાસ્ત્રામાં મુહપત્તિની આજ્ઞા છે. તે પછી શાસ્ત્રાજ્ઞાના વિરોધ કર્યો કહેવાય કે નહિ ! ” શ્રી ઉદયચંદ્રજીએ પ્રશ્ન કર્યા.
હું ધર્માવતાર! તમે
એક નાનેા સેાળ આંગળ
જોઈ શકે છે કે મારા હાથમાં લાંખે અને સાળ આંગળ પહાળે કપડાના ટુકડા છે. તે કપડાને મે ં સામે રાખ્યા વિના
Page #255
--------------------------------------------------------------------------
________________
રાજસભામાં શાસ્ત્રાર્થ
૨૧૫
કદી એક શબ્દ પણ હું બેલ નથી. આપ સભાજન, કઈ એમ કહી શકશે કે હું કદી તે કપડા વિના બે છું? અને તે કપડાનું નામ મુહપત્તિ છે. હું પ્રત્યેક સમયે તેને ઉપાગ કરું છું. આપ પંડિતગણ તથા તાજને સ્વયં વિચારી શકો છો કે શ્રી ઉદયચંદ્રજીને આ આક્ષેપ કે નિરર્થક છે ! મહારાજાશ્રી ! આપ સાહેબનું આ બાબત શું મંતવ્ય છે તે જણાવશે તે સભાજનોને આનંદ થશે.” ચરિત્રનાયકે વિગતવાર જવાબ આપ્યો ને સભાજ તથા મહારાજાશ્રીને પ્રશ્ન કર્યો.
“ઉદયચંદ્રજીમહારાજ ! તમારા પ્રશ્નને ખુલાસે તે મળી ગયે ને ! તમે મુહપત્તી બાંધે છે, તેઓ હાથમાં રાખે છે. ઉદ્દેશ તે એક જ છે. પણ જીવ મરવાની વાત તમે કરે છે તે નાકમાંથી પણ હવા નીકળે છેને! પૂર્ણ જીવરક્ષા તમે માને છે તેમ કરવી હોય તે પછી આખું મોટું ઢંકાઈ જાય તે ટોપ પહેરે જોઈએ.” સ્મિત કરીને મહારાજા હીરાસિંહે જવાબ આપે.
શાસ્ત્રાર્થ પૂરો થયે ને તેને ફેંસલે પંડિતોએ વેતાંબરોના લાભમાં આપે. મહારાજાએ પણ તેને અંગે આપણા ચરિત્રનાયક પર પત્ર લખી ફેંસલાને નિર્ણય મેકલાવ્યા.
નાભાના શાસ્ત્રાર્થ બાદ આપ માલેરકેટલા થઈ સામાના પધાર્યા. ૧૯૬૦ નું ૧૭ મું ચોમાસું આપે સામાનામાં સંપૂર્ણ કર્યું. અહીં એક જિનમંદિરને માટે વિચારણા થઈ અને કાર્ય શરૂ થયું.
Page #256
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય પંજાબમાં પર્યુષણમાં બધી જગ્યાએ પ્રાયઃ ભગવાનની પ્રતિમાને વરઘોડો નીકળે છે. તે દિવસ ઉત્સવ તરીકે ગણાય છે. સામાનામાં પણ તૈયારી થવા લાગી. શાન્તભૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ પાલીતાણાથી બે નાની મનહર મૂતિઓ સાથે એક શ્રી શાંતિનાથ ભગવાનની દિવ્ય પ્રતિમા એકલા હતી. તેને નગરપ્રવેશ આનંદપૂર્વક થયે. તે વખતે સ્થાનકવાસી ભાઈઓ તરફથી હરકત કરવામાં આવી હતી પણ આપણું ચરિત્રનાયકે ઉપદેશામૃતથી શાંતિ ફેલાવી. કેટલાક સનાતની ભાઈઓ પણ મહારાજશ્રીના સમાગમથી પ્રેમ રાખતા હતા, તેઓએ આ કામ પિતાનું સમજીને રથોત્સવમાં પૂરી સહાયતા કરી.
રત્સવ તે થે. પ્રભુની પ્રતિમાને પ્રવેશઉત્સવ આનંદપૂર્વક ઉજવાયે, પણ પર્યુષણના જલુસનું શું થાય! તે વિષે ચિંતા રહેતી હતી. તેવામાં લાલા સીતારામ અને લાલા પંજાબરાય આવ્યા.
મહારાજશ્રી ! આપ શા માટે ચિંતા કરે છે ! અમે શું કામ આવીશું? ભલે અમે સનાતન ધર્મ પાળીએ પણ આપના પ્રત્યે તો અમારી ભક્તિ અહોનિશ છે અને રહેશે” બન્ને ગૃહસ્થાએ પિતાની ભાવના વ્યક્ત કરી.
“ભાગ્યશાળીઓ ! તે ક્યાં નથી જાણતે ! તમે તે શ્રાવકજને કરતાં વિશેષ ભક્તિભાવ ધરાવે છે! પણ પર્યુષણના ઉત્સવ માટે તૈયારી તે ખૂબ ચાલે છે અને રાજ્ય તરફથી મના થઈ તે શું થશે?” મહારાજશ્રીએ ચિંતા વ્યક્ત કરી.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧૭,
રાજસભામાં શાસ્ત્રાર્થ
રવામીજી! જ્યારથી અમે વ્યાખ્યાનમાં આવીએ છીએ ત્યારથી અમે તે નિશ્ચય કર્યો છે કે પર્યુષણને વડે તે કોઈ પણ ભોગે નીકળવું જ જોઈએ.”
મથેણ વંદામિ” પચેક ગૃહસ્થોએ વંદણ કર્યા.
“ધર્મલા મ! અહે લાલાજી તમે તે સત્વર આવી પહોંચ્યા. અમે એજ વાત કરતા હતા. લાલા સીતારામજી તથા લાલા પંજાબરાય તે કહે છે કે ચિંતા કરવાનું કશું કારણ નથી. હવે તમે પણ આવી ગયા. જે યોગ્ય લાગે તે પ્રબંધ કરો.” આપણું ચરિત્રનાયકે આગન્તુક આગેવાનેને બધી પરિસ્થિતિ સમજાવી.
કૃપાનાથ ! અમે જઈએ છીએ પતિયાલા. ત્યાંથી મંજુરી મેળવીને આવીએ છીએ. આપ નિશ્ચિંત રહેશે. અને લાલા પન્નાલાલજીને તે આપ જાણે છે. તેમની પ્રતિષ્ઠા રાજા મહારાજામાં ઘણી સારી છે. તે અમારી સાથે છે એટલે અમને પણ નિશ્ચિતતા છે.” લાલા ગંગારામજીએ જતાં જતાં મંજુરી માટે નિશ્ચયાત્મક ઉલ્લેખ કર્યો.
તમે સુખેથી સીધા. આધષ્ઠાયક દેવ તમારા કાર્યને સફળ કરો. પતિયાલાથી સમાચાર આપશે.” મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા.
“ અને અહીંની ચિંતા તે કરશે જ નહિ.” લાલા સીતારામજીએ તેઓને જણાવ્યું. - તેઓ પતિયાલા ગયા પણ રેસીડન્ટ સાહેબ સીમલા હતા તેથી, તેઓ સીમલા ગયા. પતિયાલાથી મહારાજશ્રીને
Page #258
--------------------------------------------------------------------------
________________
યુગવીર્ આચા
તારથી સમાચાર આપ્યા કે અમે સીમલા જઇએ છીએ. આપ ચિ’તા ન કરશે; શાસનદેવ અમારી સહાયતા કરશે. આવું ધમ કાય કાઈ નહિ શકી શકે. જ્યાં આપ જેવા પ્રભાવિક ગુરૂ છે ત્યાં વિઘ્ન કેટલે વખત ટકી શકે !
૨૧૮
"L
પનાલાલજી ! તમે કયાંથી અહી પહોંચી ગયા !” સાહેબે આશ્ચયથી પૂછ્યું.
米
ઃઃ
આપ સાહેબનું એક જરૂરી કાર્યં હતું. અમે પતિયાલા જઈ આવ્યા પણ આપ અહીં હતા તેથી અહી આવ્યા. લાલાજીએ વાત શરૂ કરી.
""
''
એવું મારું શું કામ છે! કહા લાલા પનાલાલજી તમારા કાઇ કેસ છે કે શું !” હસતાં હસતાં સાહેબે મજાક કરી.
66
જી ના ! એવા કાઈ કેસ માટે હું આવું ખરેા ? એક મકાય છે. અમારા ગુરુમહારાજ સામાનામાં છે. અમારા તહેવારના દિવસેામાં એક જલૂસ કાઢવાનુ છે. તેમાં અમારા ભગવાનના રથ કાઢવાના છે. '' લાલાજીએ વસ્તુસ્થિતિ સમજાવી.
“ તે માટે પરવાનગીની શી જરૂર ! વળી મારી મ`જુરી તે માટે તા હાય જ. ધમકા માટે તે મના છે જ નહિ.” સાહેબે પ્રશ્ન કોં.
“ એમ નથી સાહેબ ! સામાનામાં બે પક્ષે છે. અમને લાગે છે કે કદાચ તે લેાકેા તરફથી કાંઈ હરકત થાય
Page #259
--------------------------------------------------------------------------
________________
રાજસભામાં શાસ્ત્રાર્થ
२१४ તે પહેલેથી બંદોબસ્ત થાય તે સારું ” લાલાજીએ ચેખવટ કરી.
ભલે ! હું તમને પિલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પર પત્ર આપું છું. તમને બધી રીતે સહાયતા કરશે. પિોલીસ ટુકડી પણ મોકલશે, પણ શાન્તિથી કામ લેશે.” સાહેબે પત્ર લખી આપે.
સાહેબ ! બહુ આભાર થયે. તકલીફ માફ કરશે.” બન્નેએ રજા લીધી.
મંજુરી લઈને લાલાજી આવી ગયા, આનંદ આનંદ થઈ રહ્યો. જલ્સ ધૂમધામપૂર્વક નીકળ્યું. ૧૯૬૦ના શ્રાવણ વદી ૧૪ ના મહેન્દ્રધ્વજ, રથયાત્રા નીકળ્યા અને ક૯૫સૂત્રને વરઘોડે પણ નીકળે. આ પ્રસંગે કેટલા. પટ્ટી, હોશિયારપુર, ગુજરાનવાલા અને અંબાલા, સામાનાથી ભજનમંડળીઓ આવી હતી, એટલું જ નહિ પણ સામાનાના સનાતની ભાઈઓની ભજનમંડળી પણ પૂરા ઠાઠથી વરઘેડામાં નીકળી. તેણે તે રંગ રાખે. આસપાસના હજારે લે કે એ લાભ લીધે. શહેરમાં આનંદ આનંદ છાઈ રહે.
૧૬૦ નું ૧૮મું ચોમાસું અહીંજ સંપૂર્ણ કરી નાભા, માલેરકેટમાં થઈ આપ રાયકેટ પધાર્યા. અહીં બધા સ્થાનકવાસી ભાઈઓ હતા પણ મહારાજશ્રીના રહેવાથી પહેલાં તે આહારપાણીની મુશ્કેલી રહી પણ તે પ્રસંગે વાવેલું ધર્મ–બીજ ઊગી નીકળ્યું.
આજે તે રાયકેટમાં જૈનેનાં ઘણાં ઘરે છે. અહીંથી લુધિયાના થઈ આપ જરા પધાર્યા. જીરાના નાયબ તહેસી
Page #260
--------------------------------------------------------------------------
________________
२२०
યુગવીર આચા
લદાર સરદાર શેરસિંહજી આપની પાસે વારંવાર તત્વચર્ચા અને ધર્મશ્રવણ કરવા આવતા. વળી અહીંની શાળાના એક વિદ્વાન અધ્યાપક પણ વારંવાર આપની પાસે આવતા. તેમણે તે આપણા ચરિત્રનાયકની પ્રશંસામાં એક ગજલ પણ બનાવી હતી. સ. ૧૯૬૧ નું ૧૯ મું ચોમાસું જીરામાં પૂર્ણ કરી, રાયકોટ પધાર્યા. પં. શ્રી સુંદરવિજયજી તથા મુનિશ્રી સહનવિજયજી જીરાથી પટ્ટી ગયા. અહીં પટ્ટીમાં ભાઈ કદર કાળીદાસને ૧૯૬૨ ના કારતક વદી ને દિવસે દીક્ષા આપી. નામ ઉમેદવિજયજી રાખી ચરિત્રનાયકના શિષ્ય બનાવ્યા.
સં. ૧૯૬રનું ૨૦ મું ચોમાસું આપે લુધિયાનામાં પૂર્ણ કર્યું. અહીં ચોમાસું કરવાની ખાસ જરૂર તે એટલા માટે પડી કે સ્થાનકવાસી સાધુઓએ સામ્રાર્થની વાત છેડી હતી. અહીં લાલા દૌલતરામજી સંઘ લઈને દર્શનાર્થે આવ્યા હતા. ચેમાસામાં આપની તબિયત નરમ થઈ ગઈ. તાવ આવવા લાગ્યા પણ તેની પરવા ન કરી ચા
ખ્યાન ચાલુ રાખ્યું. જેમાસું પૂર્ણ કરી તબિયત બરાબર ન હોવા છતાં વિહાર કર્યો. નકે દર પધાર્યા. ગુરુભક્ત શ્રી લલિતવિજયજી મહારાજે જ્યારે ગુરુદેવની બિમારીના સમાચાર સાંભળ્યા ત્યારથી તેઓ વ્યાકુળ થઈ ગયા, પણ ચોમાસામાં તે શું થઈ શકે ! ચોમાસું પૂરું થતાં જ બે સાધુઓની સાથે બીકાનેરથી લાંબા લાંબા વિહાર કરી એક મહિનામાં ગુરુચરણોમાં આવી પહોંચ્યા. વાહ ગુરુભક્તિ !
“ઓહ ! લલિતવિજય ! ઊડીને આવ્યાં કે શું ”
Page #261
--------------------------------------------------------------------------
________________
શજસભામાં શાસ્રાથ
ચરણમાં પડેલા શિષ્યને ઉઠાડતાં ખેલ્યા.
(6
કૃપાસાગર ! બીમારીના સમાચાર સાંભળીને ગેાચરી પાણી પણ ઉડી ગયાં હતાં, પણ ચામાસામાં તે કાંઈ અવાય છે ! પછી તા અહી પહેાંચ્યા ત્યારે જ શાંતિ થઈ. આપની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. આવી તબિયત છતાં વિહાર કેમ કર્યો ! '' લલિતવિજયજીએ ચિંતા દર્શાવી.
સાધારણ તાવમાં શું પડયા હવાફેર થાય એટલે તાવ તે ઊભેા જ
૨૫
..
રહેવું ! વિહારથી
ન રહે.”
''
નહિ . ગુરુદેવ ! જીરામાં હરદયાળ નામના પ્રસિદ્ધ હકીમ ૐ. તેની પાસે આવતા દરદી પચાણુ ટકા તંદુરસ્ત થઇ ને જાય છે. તેમને માટે જીરા લખ્યું છે. જરા તદુ રસ્તી સારી થાય પછી જીરા તરફ વિહાર કરીશું.” લલિતવિજજીએ પ્રાથના કરી,
“ ભલે ભાઇ ! જેવી તારી મરજી. શરીરના શું મેહુ કરવે ! કર્મ રાગ તા આવે ને જાય ! ”
આરામ થયા પછી પટ્ટી, જડીયાલા, અમૃતસર થઈ ગુજરાવાલા પધાર્યા. અહી પ્લેગને લીધે સંઘની વિનંતિથી રામનગર પધાર્યા. રામનગરમાં લાલા જગન્નાથ ભાલેશાહ ગુરુભકત હતા. તેમની પાસે એક મનોહર દિવ્ય લીલા પન્નાની સ્તભન પાર્શ્વનાથની પ્રતિમા હતી. તે અદ્વિતીય પ્રતિમાનાં દર્શન કરી આનંદ લીધેા. અહીથી ખાનગાહ ડાંગરા થઈ લાહોર થઈ અમૃતસર પધાર્યા. સંવત ૧૯૯૩ નુ એકવીસમું ચામાસું આપે અમૃતસરમાં પૂર્ણ કર્યું.
Page #262
--------------------------------------------------------------------------
________________
વતનને સાદ
૨૮ ]
ઘણા ઘણા વર્ષે આજે ગૂજરાત——જન્મભૂમિ સાંભરી આવી. ૧૯ વર્ષ પહેલાં ગુજરાત છેાડયુ હતું. ઘર તે તે પહેલાં છેાડેલું. મેાટાભાઈના મેહ, ગુરુદેવને પ્રેમ, રાધનપુરના દીક્ષા મહાત્સવ, સતત વિહાર, પુ'જાબની રહ્યા માટેની તૈયારી, ગુરુદેવને અ ંતિમ સંદેશ, ગુરુદેવના મારકની ચેાજના, તે યાજનાને મુર્ત સ્વરૂપ આપવાના પ્રયાસે આખાયે પજાબના ગામે ગામના વિહાર અને ગુરુદેવના અધૂરાં કાની જ્વલંત યેાત. હિંદુ, મુસલમાન, સીખ અને આ સમાજીભાઇએના પ્રેમ, પંજાબના શ્રી સંઘના નિઃસીમ પ્રેમ અને પેાતાના પ્રાણ પ્રેરક માટેની શ્રીસંઘના આબાલવૃદ્ધની અહેાનિશ ચિંતા, પંજાબમાં વિશેષ ધર્મપ્રચારની લગન.
આ બધાં આકષ ણા અને શાસનસેવાનાં કાર્યમાં વતન તા ભૂલાઈ ગયું હતું. પંજાબ પ્યારા વતનથી પણ પ્યારું બની ગયું હતું. ગુજરાત—પંજાબના ભેદ ભુલાઇ ગયા હતા. આજે મેાટાભાઈના આવવાના સમાચાર પ્રાપ્ત થવાથી વતન યાદ આવી ગયું. વીસ વર્ષ પહેલાની જન્મ
Page #263
--------------------------------------------------------------------------
________________
વતનના સાદ
૨૩
ભામકાના સ્નેહસંભારણા આંખ સામે ખડા થઈ ગયાં. હર્ષાશ્રુના બે બિંદુ ખરી પડચાં. વતનને સાદ હૃદયના પેટાળમાં જાગ્યે અને મન હજારો માઈલનું અંતર વીધી ગુજરાત પહેોંચી ગયું,
આટ આટલાં વર્ષોમાં એક દિવસ, એક રાત્રિ કે એક ઘડી પણ આ પ્યારા વતનના વિચાર પણ નહેાતા આવ્યેા. કેાઇ પળ પણ આવે તલસાટ નહેાતે જાગ્યા.
એક જ પત્રે, એ અક્ષરાએ વર્ષાનાં સ’ભારણાં જગા ડડ્યાં અને જઇ શકાય તે જન્મભૂમિનું ઋણ અદા કરવા જવાના વિચાર આવ્ચે. ૫ જામને જેટેલેા હક છે તેથી જરાએ આઠો હક જન્મભૂમિના નથી જ નથી, એ આજે કાણ જાણે હૃદયના કચા ખૂણામાંથી સ્વયં સ્ફુરણા થઈ આવી. ગુરુદેવના સંદેશ અને ગુરુદેવનુ કાર્ય ગુજરાતમાં પણ થવું જોઇ એ—થશે જ, એ એકજ તમન્નાથી તે વિચારને પુષ્ટિ મળી. વિધિના વિધાન એવાં જ હશે તે !
ગુરુદેવ ! ખીમચંદભાઇ આજે સવારે આવી ગયા છે. લાલા પન્નાલાલજીને ત્યાં ઉતર્યા છે. હુમણાં જ આપના દર્શને આવે છે.” ગાચરી લઈને આવતા એક શિષ્ય
સમાચાર આપ્યા.
‘સાહેબ ! સુખશાતા છે! ” શ્રી ખીમચંદભાઇએ શાતા પૂછી.
“ ધર્મલાભ ! ઘણા
tr
દિવસે ફૂરસદ મળી.
ઘણા વખતથી આવવાની ઈચ્છા હતી પણ ગૃહસ્થીને
કાંઈ ને કાંઈ ઉપાધિ આવ્યા જ કરે. બધાએ સુખશાતા
4(
27
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪
પૂછી છે. આપને 'દણા કહેવરાવ્યા છે. ’
“કાણુ જાણે કેમ પણ તમારા આવવાના સમાચાર મળતાં જન્મભૂમિ યાદ આવી.
યુઝવીર આચાર્ય
"7
“ સાહેબ ! અમે પણ આપને હંમેશાં યાદ કરીએ પણ કયાં પંજાબ અને કત્યાં ગૂજરાત. વીસ વીસ વર્ષોંથી ગૂજરાત આપના ઉપદેશ વિના સૂની છે. હવે કૃપાદૃષ્ટિ કરા. સિદ્ધાચળ તા યાદ આવે છે ને ત્યા પધારે તે! પણ અમને લાભ મળે.” ખીમચંદભાઈ એ વિનંત કરી.
“ ભાગ્યશાળી ! સિદ્ધાચળની જાત્રા માટે અમે બધા ઉત્સુક છીએ. પણ પંજાબની જવાબદારી એટલે કઇ ને કઈ કામ નીકળે જ. આ સાલ તે જરૂર તે તરફ આવવા વિચાર કરેલા પણ શાસ્ત્રાર્થ આવી પડયા પછી શું થાય ? ”
""
જુઓ ! આ વખતે તે આપને તે તરફ પધારવું જ પડશે. વડાદરાના શ્રીસ'ના વિનતિપત્ર લઈને હું પાતે આન્ગેા છું, એટલું જ નહિં પણ આચાય શ્રી વિજય કમળસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજને ગુજરાતની તરફ વિહાર કરવાના આદેશ લઈને જ આવ્યે છું. ”
“ આહા ! ત્યારે તમે તે બધું પાકે પાયે કને જ આવ્યા છે !
,,
66
તમે ન આવા તે પછી અમારે કાંઈક તે કરવું જોઈ એને !”
“ સાધુમંડળને તે તમારા નિમ'ત્રણથી બહુ જ આનંદ
Page #265
--------------------------------------------------------------------------
________________
વતનને સાદ
૨૨૫
થશે. તેઓ તે ઘણા વખતથી પાલીતાણાની યાત્રા માટે ઉત્સુક છે. માત્ર પંજાબના ગુરુભકતને જરા દુઃખ થશે.”
પણ સાહેબ આચાર્ય મહારાજ અને ઉપાધ્યાયજી મહારાજ પધારે છેને! પછી તો શું વાંધો છે.”
અમૃતસરના શ્રીસંઘના આગેવાને એ વાત સાંભળી અને તેઓશ્રી ગુજરાત તરફ જવાના છે તેમ પાકે પાયે ચર્ચા થવા લાગી, એટલે બધા એકઠા મળીને આવ્યા ઉપાશ્રયે.
“મહારાજ ! આપ અમને–શ્રીસંઘ પંજાબને કેને ભરોસે છેડી જાઓ છે ! અમને ગુરુદેવ અ ને અરેસે પડી ગયા છે. અમે તે આપને નહિ જવા દઈએ. અમારી રક્ષા તે પછી કોણ કરશે?” આગેવાને એ વિનતિ કરી.
“ભવ્ય જનો ! તમે તો સારી રીતે જાણે છે કે હું ઓગણીસ વર્ષથી પંજાબમાં છું. ગુજરાત મારી જન્મભૂમિ હોવા છતાં મેં કદી તે ભૂમિને યાદ પણ નથી કરી. દીક્ષા લઈને ગુરુદેવના ચરણમાં રહ્યા અને તેઓશ્રીને દેહાન્ત પછી પણ અહીં પ્રજાબમાં વિચારી રહ્યો છું. મને ઘણું વખતથી સિદ્ધાચલજી જવાના ભાવ થયા હતા, પણ હું તે વિચારને પણ દાબી દેતે હતે. તમારે મારા પર પ્રેમ મને પંજાબથી દૂર જવા નહેાતે દેતે. સાધુમંડળ તે ગૂજરાત જવા ઉત્સુક છે. મારે તેમને પણ ખ્યાલ કરે જોઈએ. વળી આચાર્ય મહારાજ તથા શ્રી ઉપાધ્યાયજી મહારાજ આ તરફ પધારે છે. આપ લોકોને હું તે મારા વડીલેને આશ્રયે સંપી જાઉં છું. વળી વચન આપું છું કે ગૂજરાતમાં વધારે નહિ રહું–નહિ રહી શકું. મારે પંજાબ ૧૫
Page #266
--------------------------------------------------------------------------
________________
સરક
યુગવીર આચાય
મને ત્યાં વિશેષ રોકવા ના કહેશે અને હુ જલદી પાછે આવી પહેાંચીશ. મારીને તમારી સ્નેહગાંઠ હવે તે છૂટી રહી. ગુરુદેવના બગીચા ફરી સભાળવા હું દોડી આવીશ. ’
પ્રેમભર્યાં. વચનાથી બધાના હૃદયને શાંતિ થઈ. સ. ૧૯૬૪ ના કારતક વદી ૧ બુધવારના અમૃતસરના શ્રીસંઘે વિદાય આપી. વિદાયનું દૃશ્ય હૃદયભેદક હતું. અનેક ગુરુભકતાના નેત્રા સજળ હતાં. સ્રીએ તે ગુરુદેવને માટે અશ્રુઓ સારતી હતી. કેટલાએ યુવાને પણ તે વખતે રડી ઠેલા. આ દસ્યથી મહારાજશ્રીની આંખેા પણ સજળ થઈ ગઇ.
અમૃતસરથી તરનતારન આવ્યા, સધ્યા સમયે દેવસી પ્રતિક્રમણ સમાપ્ત કરી બેઠા હતા. બીજા દિવસના વિહાર માટે ચર્ચા ચાલતી હતી. સિદ્ધાચળ તરફના પ્રયાણને લીધે અધા મુનિવરોના મનમાં આનંદની લહેરો ઊઠી રહી હતી. ગુરુદેવ ! અમારા ઉદ્ધાર કરો. ” એ સાધુ જેવા દેખાતા યુવકાએ એકાએક આવી ચરણમાં નમસ્કાર કર્યા. “ ભાઈ! કાણુ તમે ? અત્યારે આ તરફ કાંથી ? ”
(6
“ અમારા જન્મ નિરક જઈ રહ્યો છે. અમે આત્મકલ્યાણને માટે ઘરબાર છેડયાં પણ અમે જે સ્થિતિમાં છીએ તેમાં કલ્યાણ નથી, અમને સન્માર્ગ બતાવે. આપના ચરણમાં સ્થાન આપેા. ” બન્નેએ વિનતિ કરી,
66
તમે સ્થાનકમાર્ગી દીક્ષા છેડીને આવ્યા છે કે !”
<<
જી હા ! બીજું શું થાય ! અમને ત્યાં શાંતિ ન મળી ન મળી અભ્યાસની અનુક઼ળતાં.
,
Page #267
--------------------------------------------------------------------------
________________
વતનના સાદ
२२७
ઃઃ
પણ ભાગ્યશાળીએ ! અહી શાંતિ મળશે તેમ
શાથી જાણ્યું ? ’’
“ આપની પ્રતિષ્ઠા અમારાથી અજાણી નથી. અમે પણ પજાખમાં જ ફર્યા છીએ. હવે આપ અમારી વિનંતિ સ્વીકારે.
77
“ ઉતાવળ ન કરો. અમારી સાથે રહેા. જૈનશાસ્ત્રાના અભ્યાસ કરે. હું તમને પંડિત વગેરેની અનુકૂળતા કરાવી આપીશ. અને હું પણ તમને વારવાર શીખવીશ. જ્યારે તમને પૂર્ણ વિશ્વાસ થઇ જાય—યારે તમારું મન હિમાલયની જેમ અચળ—અટળ થઇ જાય; પછી તમને જરૂર દીક્ષા આપવાની વ્યવસ્થા થશે. ’’
કૃપાનાથ ! અમારુ મન હુમાલયની સમાન સ્થિર થયું, ત્યારે તે નાભાથી ઢોડી આવી આપના ચરણમાં શરણુ શેાધ્યું છે. વળી સ્થાનકવાસી દીક્ષા છેડો ઘેર જ ન જાત પણ આપની પાસે રહેવાના ઈરાદાથી જ અહીં આવ્યા છીએ. મહારાજ ! કૃપા કરે, અમને આ બંધનથી મુક્ત કરે. ” અન્નેની આંખ સજળ થઈ ગઈ.
*
“ તમે ઉદાસ ન થશેા. અત્યારે તેા આરામ કરે. સવારે આપણે નિણ ય કરીશુ તમે પણ આજ રાત્રે વિચાર કરી રાખશેા. ’
22
અમૃતસરથી મહારાજશ્રીની સાથે લાલા પન્નાલાલ જોહરી, લાલા મહારાજમલ, લાલા નથૂમલ આદિ શ્રાવકે પણ આવ્યા હતા. સવારના તેએએ રાત્રે આવેલા સાધુએ
Page #268
--------------------------------------------------------------------------
________________
२२८
યુગવીર આચા
વિષે વાત સાંભળી. તે મહારાજશ્રી પાસે ગયા. અને સાધુએ પણ ત્યાં જ બેઠા હતા.
કરી.
re
""
દયાળુ! શું નિર્ણાય કર્યો ? ” બન્નેએ કરી વિનંતિ
(C
હું તમારા આખરી વિચાર જાણવા ઈચ્છુ છું રાત્રે વિચાર તો કર્યો જ હશે ને ? ”
(C
ગુરુવય ! અમે તે આપને ચરણે આબ્બા છીએ. હવે પાછા જવાના નથી. ”
“ ગુરુદયાળ !માફ કરશે. અમારે શ્રાવકાએ તે વચ્ચે ન ખેલવું જોઈ એ. આપ જેવા દયાનિધિને અમારે શું કહે વાનું હોય પણ તૃષાતુરને પાણી, ભૂખ્યાને અન્ન, દુઃખીને દુઃખમુક્ત કરવા તે ધમ છે, પણ આત્માને મુક્તિ માગમાં લગાડવા એ તો મહાન ધર્મ છે. આપ જ એ લાલા કહે છે. આ સાધુએની વ્યાકુળતા જો આપ યા કરે અને અમારી પણ વિનંતિ છે કે એ બન્ને ભાગ્યશાળીને અમૃ તસરમાં જ દીક્ષા આપવી છે. અમે ઉત્સવ કરી આનંદમંગળ કરીશુ લાલા પન્નાલાલજીએ ધન દલાલી કરી.
""
“ લાલાજી ! તમારી મનેકામના પૂરી થશે, તમારા જેવા ધમપ્રેમી સજ્જનાના વચનને માન આપવું જ જોઇએ. તમે પણ નિશ્ચિંત રહે. ”
મધુર વચનો સાંભળતાં જ બન્ને સાધુઓના મન-મયુર નાચવા લાગ્યા. બંધનમુક્તિના આનદ અવર્ણનીય હતા. શ્રાવકજનાને પણ આ પુણ્યકાથી આનંદ થયેા.
Page #269
--------------------------------------------------------------------------
________________
વતનનો સાદ
૨૨૯ આપ ફરીથી અમૃતસર પધાર્યા. પણ સ્થાનકમાર્ગી સાધુઓને મમ્હારાજશ્રીની સાથે જોઈને સ્થાનકવાસી સમાજમાં ધમાલ મચી ગઈ. હજી તે શહેરના પ્રવેશદ્વાર પાસે આવ્યા ત્યાં પાંચ સાત સ્થાનકવાસી ભાઈઓ આવી પહોંચ્યા અને ત્યાંજ બને સાધુઓને પકડવા લાગ્યા. લાલા પન્નાલાલજી સમાચાર સાંભળી પોલીસ લઈને આવી પહોંચ્યા. પેલા ચાલ્યા ગયા. મહારાજશ્રી બજારમાં થઈ દહેરાસરે પ્રભુના દર્શન કરી લાલા મહારાજમલજીની બેઠકમાં જ્યાં સાધુએ ઉતર્યા કરે છે, ત્યાં આવી ઉતર્યા.
સ્થાનકવાસીઓએ પણ મેજીસ્ટ્રેટને ફરીયાદ કરી. ‘ઘાસીરામ, જુગલકિશોરને બહેકાવી અમારા સંધાડામાંથી લઈ આવ્યું છે અને આ સંવેગી સાધુઓ તેને દીક્ષા આપવાના છે. તેને અહીં લાલા મહારાજમલના મકાનમાં બંધ કરી પૂરી રાખ્યા છે. તેને બહાર જવાની સખ્ત બંધી કરી છે. જુગલકિશોરની માતા જૈન સાધ્વી (સ્થાનકવાસી) છે અને તે પોતાના પુત્રના વિયેગમાં મૂરે છે. એથી એ કરે અમને સાથે જોઈએ અને તેને બીજી કોઈ જગ્યાએ નસાડી મૂકવામાં ન આવે તે માટે વૈરંટ કાઢી આપવા મહેરબાની થવી જોઈએ.'
મેજીટે બધી હકીકત ધ્યાનમાં લઈને જુગલકિશોરના નામનું વોરંટ કાઢી આપ્યું. વૅરંટ લઈને પોલીસ સાથે સ્થાનકવાસી લોકો આ મકાનમાં આવ્યા. આ સમયે અહીં કઈ હતું નહિ. દરવાજો બંધ હતો. પોલીસે દરવાજે ઉધાડવા કહ્યું. હીરાલાલ શર્માએ જણાવ્યું કે લાલા પન્નાલાલજી
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૦
યુગવીર આચાર્ય તથા લાલા મહારાજમલજીની હાજરી વિના દરવાજા નહિ ઉઘડે. પિલીસ તેમને બોલાવી લાવી. લાલાજીએ બધી વાત જાણી લીધી. તેમણે દરવાજે ઉઘડાવી જુગલકિશોરને પિલીસને હવાલે કર્યો.
જુગલકિશોરને ગાડીમાં બેસાડી લઈ જવા લાગ્યા. લોકોએ સ્થાનકવાસી સાધુને ગાડીમાં બેઠેલા જોઈને ભારે હાંસી કરી. કેર્ટમાં કેસ ચાલ્યો. સ્થાનકવાસી અને તાંબર લોકોની ભીડ જામી. સ્થાનકવાસી લોકે તે માનતા હતા કે ન્યાયાધીશ સાહેબે રંટ આપ્યું છે એટલે તે જુગલકિશોરને આપણને સોંપી દેશે. લાલા પન્નાલાલજી વગેરે શાંતિથી શું થાય છે તે જોઈ રહ્યા હતા. કેસ શરૂ થયે. ન્યાયાધીશે બેપાંચ પ્રશ્ન પૂછયા અને નીચે મુજબ ચુકાદે આપીને દાવ કાઢી નાખવામાં આવ્યું.
જુગલકિશોર ઉંમરલાયક છે. તે રાજીખુશીથી સંવેગી દીક્ષા લેવા ઇરછે છે. તેને પોતાની મરજી પ્રમાણે વર્તાવાનો અધિકાર છે.”
સં. ૧૯૯૪ ના માગશર સુદી ૧૧ ને રવિવાર તા. ૧૯૧-૧૯૦૮ ના દિવસે બનેની દીક્ષા ધામધૂમપૂર્વક થઈ ઘાસીરામજીનું નામ વિજ્ઞાનવિજયજી અને જુગલરાયનું નામ વિબુધવિજયજી રાખવામાં આવ્યું.
આ દીક્ષા મહોત્સવમાં બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય આદિ બધાએ ભાગ લીધે. પં. હીરાલાલ શર્માની સેવાઓથી પ્રસન્ન થઈ શ્રી સંઘે એક જોડી સોનાનાં કડાં ઇનામમાં આપ્યાં. અમૃતસરથી જડિયાલા, જાલંધર, લુધિયાના થઈ આપ
Page #271
--------------------------------------------------------------------------
________________
વતનનો સાદ
૨૩૧ અંબાલા પહોંચ્યા. જે દિવસે આ૫ અંબાલા પહોંચ્યા તેજ દિવસે દિલ્હીથી વિહાર કરીને આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજી તથા ઉપાધ્યાયશ્રી વીરવિજયજી સાધુમંડળ સાથે અંબાલા આવતા હતા. બન્ને શહેરની બહાર મજ્યા. વંદનાદ થઈ. ઘણા વખતે મળ્યા તેથી હર્ષાશ્રુ આવી ગયા. આનંદ થયે. મોટા ઠાઠમાઠથી બન્નેને નગરપ્રવેશ થયે. ચાર પાંચ દિવસ સાથે રહ્યા. પંજાબની પરિસ્થિતિ વિષે વાત કરી. ગુરુદેવના ક્ષેત્ર, કાર્ય, પંજાબી લોકોની ભાવના, ગુરુદેવનું અધૂરું કાર્ય વગેરે વિષે ઠીકઠીક ચર્ચાવાત થઈ અને ત્યાંથી છુટા પડી દિલ્હી તરફ વિહાર કર્યો. જેઠના બળબળતા તાપ પછી હજારે લેકો મેઘવૃષ્ટિની જે આતુરતાથી રાહ જુએ છે તેવી જ આતુરતાથી દિલ્હી તો ગુરુદેવના આગમનની રાહ જોઈ બેઠું હતું.
લાલાજી! તમારી શ્રીસંઘની પ્રાર્થના મેં સાંભળી. હવે મારી વાત તમે જરા સાંભળી લે.” દિલ્હીમાં ચોમાસું રોકવા માટે વિનંતિ કરવા આવેલા શ્રીસંઘના આગેવાનને ચરિત્રનાયકે કહ્યું.
“ગુરુદેવ ! આજ્ઞા ફરમાવે. અમે બધા તૈયાર છીએ.”
જુએ ! પંજાબથી ગુજરાતનું નામ લઈ ઉતાવળથી નીકળ્યા છીએ. વિહાર પણ લાંબા લાંબા કરતાં કરતાં દિલ્હી તે પહોંચ્યા. બધા મુનિમંડળની ઈચ્છા છે કે જેમાસું ગૂજરાતમાં જઈને જ કરવું છે. આ સાલ દાદાની યાત્રા નહિ થાય તે બીજે વર્ષે તે દાદાને ભેટશું.”
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૩૨
યુગવીર આચાર્ય દયાસિંધુ! ચોમાસું ગુજરાતમાં કરવાને બદલે દિલ્હીમાં થશે તે પણ બીજે વર્ષે દાદાની યાત્રા તો થઈ જ શકશે.” લાલા ત્રીકમલાલજીએ ખૂબીથી વાત રજુ કરી.
લાલાજી ગૂજરાતમાં પહોંચી જવાય તે ત્યાંના ભક્તહૃદયને પણ શાંતિ થાય. અને ખીમચંદભાઈ તો આજે જ આવીને ઊભા રહેશે. તેમને તકાદો જબરો છે.”
સાહેબ હવે તે ગૂજરાત તરફ જ જવું છે ને. ખીમચંદભાઈને તે અમે મનાવી લઈશું. વધારે તે આપશ્રીને શું કહેવું. દિલ્હીના સંઘે નિશ્ચય કર્યો છે કે ગમે તે થાય પણ આ સાલ તે અમે આપને નહિ જવા દઈએ. અમારા શરીર ઉપર થઈને આપ ભલે ચાલ્યા જાઓ. ચિંતામણિ રત્ન પામીને કણ દુર્ભાગી તેને છોડી દે.”
સંઘ આ ગઢગદિત થઈ ગયો. સંઘના આગ્રહથી આપ તે સમજી ગયા. સાધુઓના દિલમાં પણ સંઘના સ્ત્રી-પુરુષની પ્રાર્થના વસી, પણ ગુજરાતની વિનતિનો પ્રશ્ન મુશ્કેલ હતું.
વાટાઘાટ ચાલતી હતી. બે દિવસથી નિર્ણય માટે વિચાર ચાલતા હતા. શ્રી ખીમચંદભાઈ દિલ્હીના સંઘને તાર મળતાંજ બધાં કામ છેડી દોડી આવ્યા.
શ્રી સંઘે બધી પરિસ્થિતિ ખીમચંદભાઈને જણાવી. મહારાજશ્રી પણ ઢીલા દેખાયા. પહેલાં તે ખીમચંદભાઈએ હા–ના કરી પણ છેવટે તેમનું દિલ પણ પીગળ્યું. તેમણે પિતે જ મહારાજશ્રી પાસે આવીને પ્રાર્થના કરી –
Page #273
--------------------------------------------------------------------------
________________
વતનને સાદ
“મારો આગ્રહ છે ડું છું. વડોદરાના સંઘને આ વરસ શાન્તિ રાખવા સમજાવીશ. આપ શ્રીસંઘ દિલ્હીને નારાજ ન કરે. તેમની ગુરુભક્તિ સાચી છે. આપ તેમની વિનતિ સ્વીકારો.”
વિનતિનો સ્વીકાર થયો અને ઉપાશ્રયના ખૂણે ખૂણામાંથી હર્ષનાદ ગાજી ઊઠ. ઘેરઘેર આનંદ મંગલ વર્તાઈ રહ્યો.
પણ કુદરતને તે મંજૂર નહોતું. ગુજરાતનું આકર્ષણ ભારે હતું. દિલ્હીના સંઘને તે આનંદ માતો નહોતે, પણ અવશ્ય ભાવિને ભાવા–જે બનવાનું તે બન્યા વિના કાંઈ રહે છે ! એ ન્યાયે ન ધારેલું બન્યું–કેઈના સ્વપ્નમાં પણ નહોતું–કેઈની કલ્પના પણ ચાલી ન શકે એવા એક પ્રસંગથી દિલ્હી દૂર રહી ગયું ને ચાતુર્માસ તે કરવું પડ્યું ગુરુદેવના ચરણમાં.
દિલ્હીમાં ચોમાસાને નિર્ણય થયા પછી શ્રી સંઘની ઈચ્છાથી પાસેના તીર્થસ્થાન શ્રી હસ્તિનાપુરની યાત્રાએ સંઘ સાથે આવ્યા. હસ્તિનાપુર પ્રાચીન અને વિખ્યાત સ્થાન છે. આ તીર્થસ્થાનમાં શ્રી શાન્તિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ભગવાનના ચ્યવન, ગર્ભ અને દીક્ષા તેમજ કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે અને શ્રીમલ્લીનાથ ભગવાનનું સમવસરણ થયું, તેથી તે પુણ્ય તીર્થ છે. વળી પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનને વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારે અહીં કરાવ્યું હતું. તે વૈશાખ
Page #274
--------------------------------------------------------------------------
________________
२३४
યુગવીર આચાર્ય સુદી ૩ ને દિવસ હતો. તે દિવસના દાનથી શ્રેયાંસકુમારને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ. તેથી તે દિવસને અક્ષય તૃતીયાઅખાત્રીજ કહે છે. અહીં આનંદપૂર્વક યાત્રા કરી. ગુરુ મહારાજ તથા સંઘ આવ્યાના સમાચાર સાંભળી આસપાસના ગામોના લોકો અહીં આવી પહોંચ્યા. પૂજાસ્વામી વાત્સલ્ય વગેરે આનંદપૂર્વક થયાં. યાત્રા કરી મહારાજશ્રી મેરઠ આવ્યા. અહીં બનેલી આદિ ગામના ભાઈઓએ જમુના પારના ગામમાં વિચરવા અને ગ્રામ્ય જનને ઉપદેશામૃતને લાભ આપવા પ્રાર્થના કરી. માસાને હજી વાર હતી, તેથી મહારાજશ્રીએ તે તરફ જઈ આવવા ઈચ્છા બતાવી. મેરઠમાં દિગમ્બર ભાઈઓના ઘર વિશેષ હોવાથી ત્યાં રહેવા ઈચ્છા નહોતી પણ દિગમ્બર ભાઈઓની વિનતિથી ત્યાં રહેવું પડયું. બે સાર્વજનિક વ્યાખ્યાન થયાં. ત્સવ હોવાથી વ્યાખ્યામાં પણ ઠીક લેકે આવતા હતા.
મેરફથી આપ બીનૌલી પધાર્યા. અહીંના પ્રતિષ્ઠિત ગૃહસ્થ લાલા મુસદ્દીલાલજીએ પોતાની દુકાને મંદિરને માટે આપી. મંદિરનું કામ શરૂ થઈ ગયું. પ્રતિષ્ઠાની તૈયારી પણ કરી હતી, પણ કોઈ કારણવશ પ્રતિષ્ઠા થઈ શકી નહોતી. લાલા મુસદ્દીલાલજીના સુપુત્ર લાલા શ્રીચંદ્રજી તથા બાબુ કીર્તિપ્રસાદજી બી. એએલ. એલ. બી આદિની ઉત્કટ અભિલાષા હતી કે હવે મહારાજશ્રીના મંગલ હસ્તે પ્રતિષ્ઠા થઈ જાય.
સં. ૧૯૬૪ ના વૈશાખ સુદી ૮ ના બીનૈલીમાં
Page #275
--------------------------------------------------------------------------
________________
વૃતના સાદ
અમાલાથી લાલા ગ`ગારામજી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા લઈ આવ્યા હતા. ઉત્સવપૂર્વક પ્રતિમાજીનેા નગર પ્રવેશ કરાવ્ચે. આસપાસના ગામેાના દિગબર ભાઈ આએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધે,
૨૩૫
આજ દિવસે ગુજરાંવાલામાં આચાર્ય મહારાજશ્રી વિજય કમળસૂરીશ્વરજી તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી આદિ મુનિરાજોની ઉપસ્થિતિમાં સ્વર્ગીય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજીના સમાધિ મંદિરમાં ચરણ પાદુકા સ્થાપિત કરવાના ઉત્સવ થયેા હતા. આપે બીના લીના ઉત્સવને ગુજરાંવાલાના ઉત્સવ માની લીધે। અને ભક્તિના ઉપલક્ષમાં આપે એક મનહર સ્તવન બનાવી ગુજરાવાલા મેકલ્યું.
મીનાલીથી આપે ખી'વાઈની તરફ વિહાર કર્યાં
Page #276
--------------------------------------------------------------------------
________________
===
=
=
=
NSS,
=
દુષ્કર પરિસહ
દેવા
દેવ! આજે આપના મુખારબિંદ પર અશાંતિ અને મૂંઝવણ કેમ દેખાય છે ! કઈ પ્રસંગ એ બન્ય છે કે સેવકથી કેઈ અવિનય થયે છે ! શું કોઈ પત્રે ચિંતા ઉપજાવી છે કે શરીર પાછું અસ્વસ્થ થયું છે ? ગુરુદેવ, જે હોય તે મને જણાવો. હું આપનું મનદુઃખ નથી જેથી શકતો. ગોચરી લઈને આવેલ મુનિજીએ ચિંતાતુર બેઠેલા ગુરુદેવને પૂછયું
હન ! તારી વાત સાચી છે. બીજું તે કંઈ જ નથી, પણ ગુજરાનવાલાથી આજે એક પત્ર છે તેમજ તાર પણ છે. તેથી જ ભારે મૂંઝવણ ઊભી થઈ છે. ગુરૂવયે ખુલાસો કર્યો.
Page #277
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક
Page #278
--------------------------------------------------------------------------
Page #279
--------------------------------------------------------------------------
________________
દુષ્કર પરિસહ
૨૩૭
“સમાધિમંદિર બાબત કાંઈ છે કે જેન બિરાદ રીમાં આપસ આપસની લડાઈ સળગી છે?” શ્રી સેહનવિજયજીએ અટકળ કરી.
વાત એમ છે કે સનાતની લોકોએ જૈનધર્મ પર અસત્ય આક્ષેપ શરૂ કર્યા છે; એટલું જ નહિ પણ જગ~જ્ય સર્વશાસ્ત્રનિષ્ણાત પંજાબ દેશદ્ધારક ગુરુદેવના અજ્ઞાનતિમિર ભાસ્કર” અને “શ્રી જૈન તત્ત્વાદશ” બન્નેને અસત્ય હરાવવા અને જૈન ધર્મની અવહેલના થાય એમ કરવા પ્રયાસ શરૂ કર્યો છે. આમાં સ્થાનકવાસીઓને સનાતનીઓને સારો પણ છે.” ગુરુદેવે સ્પષ્ટતા કરી.
પણ ત્યાં તો આચાર્ય મહારાજશ્રી વિજયકમળસૂરિજી છે અને ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજ્યજી મહારાજ પણ છે. તેઓ તે માટે પ્રયત્નશીલ હશે જ.”
તે તે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેઓશ્રીની અને શ્રી સંઘની પણ ઈચ્છા છે કે આપણે ત્યાં હાજર હોઈ એ તે કરો પ્રભાવ પડે અને જડબાતોડ જવાબ આપી શકાય. ગુરુદેવે સંઘની ઈચ્છાનું રહસ્ય સમજાવ્યું.
“તાર મોડે કેમ આવ્યું હશે?”
“બીનોલી તાર કરેલ ને, તે અહીં આવતાં વખત લાગ્યા. આજે પત્ર પણ આવી ગયો. આ રહ્યો તે પત્ર
Page #280
--------------------------------------------------------------------------
________________
: ૨૦૮
યુગવીર આચાય
તા. ૩૦-૫-૧૯૦૮
૧ શ્રી આત્માનંદ જૈનતાંબર કમિટી,
ગુજરાવાલા (પંજાબ) શ્રી શ્રી શ્રી મુનિ મહારાજ વલ્લભવિયજી આદિ મુનિ મહારાજ જોગ, શ્રીસંઘ ગુજરાવાલાની ૧૦૮ વાર વંદણા અવધારશેજી. પ્રાર્થના છે કે, આ વખતે સ્થાનકવાસીઓએ બીજી કેમે જેવી કે ખત્રી, બ્રાહ્મણ, આર્યસમાજ વગેરેને બહુ જ ભડકાવ્યા છે. જેથી તા. ૨૯મી મેની સાંજે ૭ વાગે અમૃતસરના માસ્ટર આત્મારામે એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં જૈન ધર્મની ભારે નિંદા થઈ રહી છે. આથી ગુજરાવાલા સંઘને ભારે દુઃખ થયું છે. શ્રીસંઘ ગુજરાવાલાની આપના ચરણોમાં પ્રાર્થના છે કે આ વિનંતીપત્ર આપની સેવામાં પહોંચે તે જ વખતે ગુજરાવાલાની તરફ વિહાર કરશો જેથી શાસનની હેલના ન થાય. આ વખતે જલદી હજાર કામ છેડીને પણ શાસન ઉન્નતિ તરફ ખ્યાલ કરવો જોઈએ. આ કારણથી આપને તકલીફ આપી છે. બાકીની બીના લાલા જગન્નાથજી રૂબરૂ કહેશે. ખાસ વાત તો એ છે કે જે વખતે આ પત્ર પહોંચે તે વખતે આપ રવાના થજે. અમારી શેડી પ્રાર્થના ઘણી કરીને માન. વિહાર કરીને ગુજરાંવાલા તારથી જવાબ આપશેઃ જેથી શ્રીસંઘને આનંદ થાય. (ચાર આગેવાની સ )
૧ મૂળ પત્ર ઉદુમાં હતો તેનું ભાષાંતર આપવામાં આવ્યું છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
દુષ્કર પરિસહ
તાર પણ એ જ છે. Gujaranwala 30 8-35 (A. M.) Mushddilal Pirelal Jaini Village Binoli (Baraut)
Send Muni Vallabhvijayji, with your men to Gujaranwala Jagannath coming.
Jain Community. “ગુરુદેવ!પત્ર તે વાંચ્યો. આપે શે નિર્ણય કર્યો છે.”
શું કરવું તેજ સૂઝતું નથી. જવું તે જોઈએ. આ પ્રસંગે પહોંચાય તેજ શાસનની શેભા રહે.
પણ ગુરુદેવ ક્યાં ગુજરાંવાલા અને ક્યાં ખીવાઈ? ૪૫૦ માઈલ જેટલે દૂરથી કેમ પહોંચાશે ? વળી તેમાં આ જેટની આગ વરસતી ગરમી ! પ્રભે ! કેઈ વિદ્વાનને મેકલીએ અથવા આપણે અહીંથી પૂરતાં પ્રમાણે લખી મેકલીએ.” મુનિજીએ પિતાને વિચાર પ્રગટ કર્યો.
ભાઈ! આ કોઈ બચ્ચાના ખેલ નથી. વિદ્વાન મેકલવાથી કે પ્રમાણે લખી મેકલવાથી કાંઈ ન વળે. જ્યાં આખા શહેરમાં જોરશોરથી વિરોધાત્મક પ્રચારકાર્ય ચાલતું હોય ત્યાં તે ભારેમાં ભારે આંદોલન સિવાય હારીજ જઈએ. એટલું જ નહિ પણ ગુરુદેવની પ્રતિષ્ઠા, પ્રતિભા અને શાસનસેવાને પણ લાંછન લાગે. મને તે લાગે છે, ગમે તે ભેગે આપણે પહોંચી જઈએ. હા, પણ મને લાગે છે કે તું આટલી મજલ નહિ કાપી શકે. હમણાં તારું શરીર પણ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૪૦
યુગવીર આચાર્ય ક્યાં સારું છે? તેથી મને ચિંતા થયા કરે છે.” ગુરુદેવે વસ્તુસ્થિતિ સમજાવી અને ચિંતા વ્યક્ત કરી.
“ ગુરુદેવ! એ ચિંતા ન કરે. મારા શરીરને કાંઈ થવાનું નથી. આપ પણ હમણાં જ માંદગીમાંથી ઊઠયા છે. ગુરુપ્રતાપે કાંઈ જ થવાનું નથી અને કાંઈ થયું તે મને આપની ભક્તિ કર્યાને આત્મસંતેવું રહેશે.” મુનિએ તૈયારી બતાવી.
“સેહન! તે તૈયારી કરે. આવતી કાલે સવારે જ મંગલમુહૂતે વિહાર કરે છે. ર૦ માઈલ સવારે અને ૧૦ માઈલ સાંજે. આજે ગુજરાનવાલા તાર કરવાનું કહી દઉં છું જેથી ત્યાં બધાને શાંતિ રહે.” ગુરુદેવે તેયારી માટે આદેશ આપ્યું.
“ધર્મલાભ! ઓહ લાલા જગન્નાથજી! તમે પણ આવી પહોંચ્યા.” વંદન કરતા પ્રચંડ પંજાબી આગેવાનને મહારાજશ્રીએ ધર્મલાભ આપ્યા.
ગુરુદેવ! હું તે બીનૈલી આવ્યો હતો. ત્યાંજ જાહ્યું કે આપ ખવાઈ પધાર્યા છે. તાર પણ અમે તે ત્યાંજ કરેલા. પત્રે પણ તેજ શીરનામે લખ્યા હતા.” લાલાજીએ વાતની શરૂઆત કરી.
કહે લાલાજી ! શું પરિસ્થિતિ છે?”
સાહેબ ! ગુજરાનવાલાની પરિસ્થિતિ તે ભારે વિષમ થઈ ગઈ છે. સ્થાનકવાસીઓને તે પહોંચાય પણ તેઓની ઉશ્કેરણીથી સનાતની વગેરેમાં મોટો ખળભળાટ થયે
Page #283
--------------------------------------------------------------------------
________________
દુકર પરિસહ છે. ગુરુદેવના પુસ્તકોના આગળના છેડા શબ્દ લઈ તેના અનર્થો કરવા લાગ્યા છે.”
“પણ આચાર્યશ્રી તથા ઉપાધ્યાય તે ત્યાં છેને?”
ગુરુદેવ! તેઓ તે છેજ પણ અમારા પ્યાર વલ્લભ વિના કાંઈ બેડ પાર થઈ શકે છે? સામાના ને નાભાને શાસ્ત્રાર્થ તે અમારી આંખ સામે છે. શ્રીસંઘ તો આપની માળા જપી રહ્યા છે. આ પત્ર પણ મને આપ્યો છે.” લાલા જગન્નાથજીએ ખુલાસો કર્યો.
“આચાર્યશ્રીને એક તાર અને પત્ર તે મળ્યાં હતાં. આ બીજે પત્ર પણ તેમણે આપે છે?”
“જી હા! કદાચ તે પત્ર વિહારમાં મળે ન મળે તથી મને લખી આપ્યો છે.”
અત્રશ્રી ગુજરવાલાથી શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજી તથા વીરવિજય આદિ સાધુના તરફથી તત્રશ્રી બિનલી મધ્યે મુનિશ્રી વલ્લભવિજયજી આદિ જોગ, સુખશાતા અનુવંદના વાંચનાજી. લખવાનું કે પત્ર મળે હશે. વિશેષ લખવાનું કે આ પત્ર વાંચતાં જ ગુજરાંવાલા તરફ વિહાર કરી દેશે. કારણ લાલા જગન્નાથજીથી જાણું લેશે. તે પણ ઈસારા માત્ર જણાવવામાં આવે છે કે આ વખતે સ્થાનકવાસીઓએ આખા શહેરને પોતાના પક્ષમાં કરી લીધું છે, તેમજ “જૈન તત્વાદશ” તથા “અજ્ઞાન તિમિર ભાસ્કર” આ બન્ને ગ્રંથ છેટા ઠરાવવાની ભારે કશીશ
૧ હિંદી ઉપરથી ભાષાંતર.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૪ર
યુગવીર આચાર્ય કરી રહ્યા છે. ગુરુદેવે જે જે લખ્યું છે તે સત્ય તથા પ્રમાણ સહિત છે છતાં તેઓને પક્ષ સબળ હોવાથી બ્રાહ્મણે ધમાલ કરીને શેર મચાવી દેશે તેમ લાગે છે. માટે આ વખતે તમારું જરૂર કામ છે. તમારી સ્કૂતિ સારી છે. વિશ્વાસ છે કે તમારા આવવાથી આપણી ફતેહ થશે. તે લાંબે વિચાર છેડી અત્રેથી આવેલા શ્રાવકો સાથે જરૂર વિહાર કરશે. જે કે ગરમી છે, દૂરને મામલે છે પણ આ વખત જ એ છે કે પ્રાણ તે અર્પણ થઈ જાય પરંતુ ગુરુના વાક્યને ધકકે ન લાગે. એથી તમને આગ્રહપૂર્વક દબાવીને લખવું પડે છે. બસ એટલા માત્રથી સમજી લેશો. તમે ગુણવાનને વિશેષ શું લખવું? એજ વૈશાખ (જેડ પં. જાબી) વદી ૧૪ વીરવિજય.
તા. કઃ આજ આ વખતે સાંજના છ વાગે અમૃતસરથી લાવેલ પંડિત આપણા ગ્રંથને રદ કરવાનું ભાષણ આપી રહેલ છે. શું પરિણામ આવશે તેની ખબર નથી. ટૂંઢીઆઓને પક્ષ કરી તમામ શહેર ઉશ્કેરાઈ ગયું છે. વિશેષ લખવા સમર્થ નથી. આ પત્ર વાંચી તુરત વિહાર કરે. અત્રેના માણસે રોકાયેલા છે. માટે હાલ બીનલીથી ચાર આદમી લઈને આવો.
પત્ર વાંચતાં વાંચતાં ગુરુદેવની આંખમાં અશ્ર ભરાઈ આવ્યાં. ઊડીને પહોંચી શકાતું હોય તે પહોંચી જવા અને ગુરુદેવના પવિત્ર ગ્રંથરત્નોને પ્રમાણિત તથા શાસ્ત્રસિદ્ધ સાબીત કરવા મન ઉત્તેજિત થઈ આવ્યું.
સાહેબ! બીનલીથી અહીં આવતા એજ વિચાર કરી
Page #285
--------------------------------------------------------------------------
________________
દુષ્કર પરિરાહુ
રહ્યો છું કે આટલે દૂરથી આ બળબળતા તાપમાં કેમ વિહાર થશે! અને આપ નહિ આવી શકે તે શું થશે ? " લાલાજીએ પિતાના મનની વિમાસણ વ્યકત કરી.
લાલાજી ! મેં કાલેજ નિર્ણય કરી લીધું છે. હું – અમે તૈયાર છીએ. કાલે જ વિહાર થશે. તમે સુખેથા સીધા. મેં તાર કરાવી દીધું છે. ગુરુદેવના નામ માટે આ કાયા ખપી જાય તે પણ શું! અને જુએ તે ખરા ૧૫ દિવસ તે થવાના પણ નથી ને ગુજરાનવાલાની બજારમાં શાસ્ત્રાર્થ ની પ્રચંડ વિજયઘોષણાઓ ગુરુદેવના પ્રતાપે કરીશું.” ગુરુદેવે ભવિષ્ય ભાખ્યું.
લાલા જગન્નાથજી અને બીવાઈના શ્રાવકે તે આ પ્રભાવિક પુરુષની વીરગર્જના અને દઢ મને બળ જોઈ હિંગ થઈ ગયા. હર્ષાશ્રુથી બધાએ આ પવિત્ર મહારથીને વંદન ક્ય.
આ પરિસ્થિતિ ઊભી થવાનાં કારણે આ સ્થળે વિચારી લેવાં જરૂરી છે.
આપણે જોઈ ગયા કે આપણું ચરિત્રનાયકની સાથે શાસ્ત્રાર્થ કરી સ્થાનકવાસી સામાના તથા નાભામાં ભૂરી રીતે હાર્યા હતા. લુધિયાણામાં તેઓને નીચું જોવું પડે તેમ થયેલું અને અમૃતસરમાં તો તેઓની ઠીકઠીક ફજેતી થઈ. આ ઉપરથી તેઓ તાંબરાથી નારાજ તે હતા જ. તેને બદલો લેવાની તક શોધી રહ્યા હતા; પણ આપણા ચરિત્રનાયકની હાજરીમાં તે કાંઈ થઈ શક્યું નહિ.
આ ઉપરાંત ૧૯૬૪ ના વૈશાખ સુદી ૧૦ તા. ૫
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪૪
યુગવીર આચાર્ય
૧૦૮ ના દિવસે ગુજરાવાલામાં ધામધૂમપૂર્વક સ્વગીય આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરિજીની વેદી–પ્રતિષ્ઠા આચાર્ય મહારાજશ્રી વિજયકમલ સૂરીશ્વરજીના હાથથી થઈ. ઘેરઘેર આનંદ ઉત્સવ થઈ રહ્યા. ગામેગામના સંઘના આગેવાન મળ્યા. ભજન મંડળીએ એ ધૂમ મચાવી અને જાહેર વ્યાખ્યાને પણ થયા. આખા શહેરમાં વેતાંબરોની બેલબાલા થવા લાગી.
સ્થાનકવાસી સમાજના કેટલાક ભાઈ એ આ સહન ન કરી શક્યા. પંજાબના રક્ષક અને વીર ગર્જનાના પ્રણેતા દૂર દૂર જઈ રહ્યા હતા. ત્યાંથી પાછા આવવાની તો સંભાવના હતી જ નહિ. જ્યારે એ પંજાબમાં વિચરતા હતા ત્યારે-તેમની સામે તે એક અક્ષર પણ કઈ બેલી શકતું નહિ. તેમની પ્રતિભા–વચનસિદ્ધિ અને સભારંજન શક્તિ અદ્દભુત હતી, પણ તે તે ગયા અને તક મળી ગઈ. બદલે લેવા અવનવી ચાલબાજી રાફ થઈ ગઈ પિતે તે મેદાનમાં આવવા હિંમત કરી શક્યા નહિ, પણ હિન્દુ લોકોને ઉશ્કેરવાની યુતિ છે. ધી કાઢી. અચાવં પ્રવરના બન્ને ગ્રંથના થોડા ભાગ ઉર્દૂમાં છપાવીને છૂટથી વહેચ્યા. તેમાં હિન્દુધર્મ શાઓમાં હિંસાને ઉલેખ હતો
ગુજરાંવાલામાં શાસ્ત્રાર્થ અને નોટીસબાજીની ધૂમ મચી. ગુજરાવાલામાં આચાર્યશ્રી તથા ઉપાધ્યાયજી તે હતા. પં. લલિતવિજયજી ગણી, જલંધરનિવાસી યતિવર્ય શ્રી કેશરષિજી, અને પં. વૃજલાલજી શર્મા ભારે પ્રયત્ન કરી રહ્યા હતા. પણ સર્વ સાધારણ જનતાને શાંત કરવા એક
Page #287
--------------------------------------------------------------------------
________________
દુષ્કર પરિસહ
૨૪૫
પ્રતાપી મહારથીની જરૂર હતી. બધાના મનમાં એક જ વિચાર આવ્યો અને આપણું ચરિત્રનાયકને આ પ્રસંગે જે રીતે બની શકે તે રીતે ઉતાવળ કરીને ગુજરાંવાળા પહોંચી જવા તારપત્ર આદિથી સૂચના આપવામાં આવી.
ક્યાં ગુજરાત તરફ વિહાર અને સિદ્ધાચળની યાત્રાની ભાવના ! ક્યાં દિલ્હીનું નકકી થયેલું ચાતુર્માસ ? ગૂજરાત જવાના કોડ તે અધૂરા રહ્યા પણ દિલ્હીને સંઘ રાડ જેતે રહ્યા. નહિ ધારેલું, નહિ કપેલું એવું ધર્મસંકટ આવી પડ્યું અને કુદરતના નિર્માણને ન્યાય આપવા ફરજ પડી.
સાચે જ ઉગ્રવિહાર હતા. જેઠને મહિને, પંજાબની અગ્નિ વરસાવતી ગરમી, પશુપક્ષી વ્યાકુળ થઈને ઝાડના છાંયામાં ભરાઈ રહ્યાં છે. ઘરથી બહાર નીકળવું વસમું પડી જાય છે. શ્રીમંતને ત્યાં ખસની ટટ્ટીઓ અને પંખા હલાવતા નેકરે જ ગરમીને દૂર કરવા તૈયાર છે. ઉઘાડા પગે તો નીકળતાં જ ફરફેલા પડે છે. સૂર્ય ધમ ધોમ ધખી રો છે, જાણે આકાશમાંથી અંગારા ઝરતા હોય ! આવા સમયમાં આપણું ચરિત્રનાયક ગુરુવચનને સત્ય પ્રમાણિક સાબીત કરવા, ધર્મની પ્રભાવના કરવા, શાસ્ત્રાર્થમાં વિજયપતાકા લહેરાવવા, પંજાબમાં ગુરુદેવના નામને અમર ઝંડે ફરકાવવા, ગુરુદેવના પ્યારા બગીચાને લીલેછમ રાખવા, આચાર્યશ્રી તથા ઉપાધ્યાયજી મહારાજની. આજ્ઞાનું પાલન કરવા, ચતુર્વિધ સંઘનું સન્માન રાખવાને ખવાઈથી ચાલી નીકળ્યા. સાથે હતા પ્રિય શિષ્ય શ્રી સેહનવિજયજી. ગુરુ-શિષ્ય ચાલ્યા જાય છે. તડકાની પરવા
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૪૩
યુમવીર આચાર્ય
નથી. એકજ ધૂન, એક જ ધ્યાન, એક જ વાત, એક જ લક્ષ્ય, એક જ મત્ર, એક જ જાપ—ગુરુદેવના ચરણા— ગુરુદેવની ભૂમિ, ગુરુદેવના સદેશ અમર અમર ક— “ શિર જાવે તે! જાવે મેરા જૈન ધમ ના જાયે”
સવાર અને સાંજ ચાલવાનુ ને ચાલવાનું—ગામ આવે કે ન આવે, રસ્તા જડે કે ન જડે, ગોચરી મળે કે ન મળે, પાણી મળે કે ન મળે, પગ દુ:ખે કે થાર્ક, તાપ લાગે કે લૂ લાગે, આરામ મળે કે ન મળે કાપૈસાધનની સામે કશી પરવા નહેાતી.
સાધુ જીવનની આ તેા કપરી કસેાટી હતી. ન ગાડી, ન વાહન, ન બૂટ, ન ચ'પલ, અરે ક'તાનના માજા' પણ નહિ. ન છત્રી, ન ઢંડા પાણીના રુમાલ, કાંઇ જ નહિ. પગ ખળે તે ખળવા દયા, કેવી કસેાટી ! પાણીના પએ તે ઘણાં પણ પાણીના છાંટા પણ ન લેવાય, નિમ ળ ઝરણાં, નદીનાં ખળખળ પહેતાં પાણી, સરેાવરના છલકતાં જડી અને કેાસના કે વાવનાં પાણીને અડાય નહિ, તે સૂકાઇ જતાં ગળાંને ભીંજવી તા શકાય જ કચાંથી ! તરસ લાગે ત્યારે એક ઝાડની નીચે બેસી શહેરમાંથી ઉપાડીને લાવેલા ગરમ પાણીથી ગળું ભીનું કરી લેવાય. આ સિવાય બીજો ઉપાય જ નહિ. સાધુજીવનના કેવા દુષ્કર આચાર, કેવું તપ, કેવા સંયમ, કેવી સહનશીલતા અને કેવા કેવા દુષ્કર પરિસહુ !
“ ગુરુદેવ ! પગમાં છાલાં પડયાં છે, ફેરફોલા ઊઠયા છે, લેાહી ટપકવા લાગ્યું છે, આ સાહવિજયજી મહારાજ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૭
દુષ્કર પરિસહ તે પંજાબ પહોંચી શી રીતે શકશે ! થોડા દિવસ આરામ કર, બે પાંચ દિવસમાં કાંઈ મેડું નથી થતું. કૃપા કરે ગુદેવ !” રસ્તાના ગામોના લોકો વારંવાર પ્રાર્થના કરતા.
ભાઈ! શરીરને ધર્મ શરીરને પાળવાને, આત્માને ધમ આત્માને પાળવાને, મારો ધર્મ માટે પાળવાને, હું શી રીત આરામ કરું? પાંખે નથી નહિ તે ઉડીને પહોંચવાની તમન્ના છે. જ્યારે ગુરુદેવને બગીચો ઉજડી રહ્યા છે, ત્યારે મારે વળી આરામ શા ને સ્થિરતા શી? કરેંગે કે મરે ! એક જ દયેય છે. અને આમ કરતાં આ દેહનું બલિદાન આપવું પડશે તે તે મારું જીવન જ ધન્ય બની જશે. ગુરુદેવના નામને માટે આ દેડની શી પરવા છે! મને આરામ એજ દિવસે મળશે જ્યારે હું ગુજરાવાલાની બજારમાં પહોંચી ગુરુદેવનું વચન સિદ્ધ કરી ધર્મધ્વજની પતાકા લહેરાતી દેખીશ.
લો કે તે આ વચન સાંભળી ભક્તિભાવથી નમી પડતાં-– મહાત્માને ચરણસ્પર્શ કરી સાથુનયને વિભૂતિને જોઈ રહેતા અને મૌન થઈ જતા.
અમૃતસર તે પહોંચી ગયા. ૩૭૫ માઈલનું અંતર ઝપાટામાં કાપી કાઢયું. ગુજરાવાલા તે સામું જ દેખાતું હતું. હવે તે પહોંચ્યા જ.
“કૃપાળુ ! હવે તે આપ નજદિક છે. સેહનવિજયજીની આંખે આવી છે. તેમને દેખાતું નથી. આપના પગ પણ હવે થોડી સારવાર માગે છે. અમારી વિનંતિ સાંભળે ને વધારે નહિ ત્રણેક દિવસ સ્થિરતા કરે.” લાલા
Page #290
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
૨૪૮
યુગવીર આચાર્ય હરિચંદજી દુગ્ગડે પ્રાર્થના કરી.
લાલાજી! તમારી વાત તો સાચી છે પણ પહેલે ધર્મ પછી શરીર. ધર્મની અવહેલના સામે શરીરનું કષ્ટ તુચ્છ છે. હું ગુજરાવાલા પહોંચીને જ દમ લઈશ.”
પણ સાહેબ ! પંચ નકકી થઈ ગયેલ છે. ફેંસલે થઈ જશે તેમ સમાચાર આવ્યા છે.”
તે તે સારી વાત છે. પણ તે વિષે ચોક્કસ ખબર ન આવે ત્યાં સુધી મારાથી તે નહિ જ રહેવાય.”
પણ કુદરત પાસે તે કેનું ચાલ્યું છે! શ્રી સેહનવિજયજી મહારાજશ્રીને આંખનું દર્દ વિશેષ થવા લાગ્યું. અને રેકાઈ જવાની ફરજ પડી. ફરજીયાત આરામ મળે.
અમૃતસરથી વિહાર કરી આપ લાહોર પધાર્યા. લાહરથી તેજ દિવસે સાંજે રવાના થઈ રાવના કિનારે આવેલી સીની ધર્મશાળામાં પહોંચ્યા. અહીં ગુજરાવાલાના કેટલાક ભાઈઓ આવ્યા અને તેમણે સમાચાર આપ્યા કે મધ્યસ્થ લોકેએ ફેંસલે આપ્યો છે અને તેઓએ આત્મારામજી મહારાજના બનાવેલા ગ્રંથ સત્ય સાબીત કર્યા છે.
આપ અષાડ સુદી ૧૧ (સં. ૧૯૬૮) ના દિવસે ગુજરાંવાલા પહોંચ્યા.
“ગુરુદેવ ! આપનું સ્વાગત કરવા આખું શહેર તૈયાર છે. લોકોને આનંદ ઉભરાઈ રહ્યા છે. ” લાલા માણેકચંદજીએ પ્રાર્થના કરી.
“લાલાજી! તમારે બધાને ભાવ કયાં અજાણ્યા છે!
Page #291
--------------------------------------------------------------------------
________________
દુષ્કર પરિસહ
૨૪૯ પણ શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાયજી મહારાજ અને શ્રી ચારિત્રવિજયજી મહારાજ જેવા વૃદ્ધ, પૂજ્ય રત્નાધિક બીરાજમાન હોય ત્યાં એ વડીલેની સામે મારું સ્વાગત અનુચિત ગણાય. હું તે સમાધિમંદિરનાં દર્શન કરીને સીધે શહેરમાં પ્રવેશ કરીશ.”
દયાળુ! આપની વાત તે માન્ય છે, પણ અમે આચાર્યશ્રીને મળ્યા છીએ, ઉપાધ્યાયજીની સલાહ લીધી છે.” લાલાજીએ હકીકત રજુ કરી.
એટલે ! શું તેઓશ્રીએ તે માટે આજ્ઞા આપી છે?”
જી હા! તેમણે જ કહેવરાવ્યું છે કે તમે વિનયવાન છે. તમારો ધર્મ એ જ છે, પણ આ પ્રસંગ વિરલ ગણાય. તમે ગુરુદેવના નામ પર પ્રાણ પણ અર્પણ કર્યા જેટલું દુષ્કર તપ કરીને આવે છે. લોકેના ઉત્સાહને રોકી શકાય તેમ નથી. ધર્મની પ્રભાવનાને માટે અને ગુરુદેવની યશદુંદુભિ ચારે દિશામાં ગાજી ઊઠે તે દ્રષ્ટિએ અમે તમને આજ્ઞા આપીએ છીએ કે તમે શ્રીસંઘની વિનંનિને માન આપે.”
“વૃદ્ધ મહાત્માઓની આજ્ઞા તે શિરસાવદ્ય છે. પછી તે મારાથી શું બેલી શકાય !”
આજે ગુજરાવાલાનાં નરનારીને હર્ષ અનુપમ હતા. શહેરમાં ભારે ઠાઠમાઠથી જલૂસ નીકળ્યું. ત્રણ વૃદ્ધ મહાત્મા સિવાય બધા સાધુઓ સાથે હતા. જૈનેતરભાઈએ અને અધિકારી વર્ગ પણ હતા.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૦
યુગવીર આચાર્ય - સમાધિમંદિરના દર્શન કરી–શહેરમાં ફરી શ્રી દહેસરજીના દર્શન કરી ત્રણે વૃદ્ધ મહાત્માઓના ચરણોમાં વંદણું કરી. બધાંની આંખો હર્ષોથી છલછલ થઈ ગઈ. મેદનીએ જયનાદથી ઉપાશ્રય ગજાવી મૂકે.
આચાર્ય મહારાજ આદિએ ભાવપૂર્વક પીઠપર હાથ ફેરવી આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું: “તમે જ સાચા ગુરુભક્ત છે. તમે જ સ્વર્ગવાસી ગુરુદેવનું વચન “પંજાબની રક્ષા વલ્લભ કરશે” તે સત્ય કરી બતાવ્યું છે. ઘણું સમયથી શ્રાવકેને તમારી મીઠી મધુરી વાણીનું પાન કરવાનું સૌભાગ્ય નથી મળ્યું તે આજે તેમને તૃપ્ત કરે.”
- આચાર્યશ્રીની આજ્ઞાથી આપે મંગળાચરણ અને ટૂંકું વ્યાખ્યાન આપ્યું. ભજનમંડળીએ ગુરુદેવના દુષ્કર પરિસહને અંજલિ આપી.
Page #293
--------------------------------------------------------------------------
________________
ક્રાન્તિકારી કે શાંતિકારી
[૩૦] " તમારે ઘેર બંગાળી મહેમાન કેણ આવેલ છે? તેના નામ લખાવે. ” પોલીસે લક્ષ્મીચંદ્રજી ઠઠ્ઠાને બોલાવીને પૂછયું.'
મારે ઘેર તે કઈ મહેમાન જ નથી આવ્યા પછી બંગાળીની તે વાત જ શી કરવી !” લહમીચંદ્રજીએ જવાબ આપ્યો.
શું વાત કરો છે? અમે જોયા છે ને. સ્ટેશનથી તમે તેમની સાથે આવ્યા છે. અમારા સાહેબે તેમને તેમની સાથે જોયા છે, અરે તમે સાહેબને સલામ પણ કરી હતી.”
“ઓહ! સાહેબને ભ્રમ થયો. સમજો, એ તો અમારા જૈન ધર્મના સાધુ મહારાજ છે. તે માથે કશું પહેરતા નથી. પગમાં પણ કશું પહેરતા નથી, માત્ર એક કપડું
ઢે છે. એટલે સાહેબને વહેમ પડ્યું હશે. તે તો અમારા ગુરુદેવ છે. ”
Page #294
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
tr
આપ જઈ શકે છે. હું તમારી વાત સમજ્યું
છું. ” ખરી વાત જાણીને તે ખિલખિલાટ હસી પડયા.
“ સાહેબ ! તે તે જૈન ધર્મના ગુરુ છે. કાઈ ખ ગાળી નથી. મેઝીક તપાસ કરી છે. ” પેાલીસે કેન્સ્ટેબલને ખબર આપી.
“તા પણ તમે સાવધાન રહેજો. તે કેમ આવ્યા છે, શું કરે છે, લેાકેાને શું ઉપદેશ આપે છે, કાં રહે છે, વગેરે હિલચાલની બારીક તપાસ રાખશેા. ” સાહેબે શકાની ષ્ટિએ પેાલીસને ખાનગી તપાસ રાખવા સૂચના કરી.
મુનસફ્ સાહેબ ! આજ મે જાતે બેત્રણ બંગાળી જેવા માણસો જોયા છે. તે બાબુ લક્ષ્મીચંદ્રજી સાથે હતા. કેન્સ્ટેબલે પોતાના મિત્ર મુનસફ સાહેશને વાત કરી. લક્ષ્મીચંદજી તેા એવા માણસ નથી. વળી તેને ત્યાં બંગાળીઓ આવે તે સમજી શકાય તેવું નથી. ” મુન
સફે પેાતાની માન્યતા કહી.
66
66
“ મેં પણ તપાસ કરાવી હતી, અને તેઓ જૈન સાધુએ છે તેમ જણાવ્યું છે. ” કોન્સ્ટેબલે ખુલાસે કર્યાં.
તમે ડીક વાત કરી. હું જાતેજ તેની તપાસ કરીશ. મને ધન શેખ છે. હું તેના વ્યાખ્યાનમાં જ જઈશ. જો તે ખરા સાધુ હશે તે મને ધમની પ્રાપ્તિ થશે અને જો કે ભવિષ્યમાં મારા કેસમાં વધારે સરળતા થઇ પડશે, ’
પયત્રી હશે તે
X
X
X
Page #295
--------------------------------------------------------------------------
________________
કતિકારી કે શાંતિકારી
૨૫૩
આપણા ચરિત્રનાયકનું ૧૯૬૪ નું ૨૨મું ચોમાસું ગુજરાનવાલામાં થયું. અહીં તેમણે બે પુસ્તકો તૈયાર કર્યા. એક વિશેષનિર્ણય” બીજું “ભીમજ્ઞાનવિંશિકા” બન્નેમાં વેદાદિશાસ્ત્રોમાં ગોમેધ, નમેધ, અશ્વમેધનું વિધાન પિતાના શબ્દોમાં નહિ પણ પ્રાચીન શાસ્ત્ર–વેદ, ભાળે. સૂત્રો
સ્મૃતિઓ તથા તેના ઉપરની ટીકાઓમાંથી અનેક પ્રમાણે ઉદધૃત કરીને આપ્યાં છે. વળી હિન્દુઓના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ભીમસેનજી, પં. જવાલાપ્રસાદજી, લેકમાન્ય તિલક આદિની સમ્મતિઓ પણ આપી છે. આ પ્રમાણે લગભગ ૧૮૫ ગ્રંથ અને પત્ર-પત્રિકાઓમાંથી સંગ્રહ કરેલા છે. ગુજરાનવાલાથી વિહાર કરી અમૃતસર, જડિયાલાગુરુ, લુધિયાના, અંબાલાદિલ્હી થઈ સીધા જયપુર પધાર્યા.
જયપુરમાં બધા ગ૭ વાળાઓએ મળીને આપનો સત્કાર કર્યો. આપ પણ એકતાવર્ધક, જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતે બહુજ વિશાળ દૃષ્ટિથી સમજાવી શ્રેતાના મન રંજિત કરતા હતા. જયપુરવાસી તે આ મધુર મધુર વાણી સાંભળી મુગ્ધ બની ગયા. પણ ત્યાં પહોંચતાં જ ઉપરને એક પ્રસંગ બની ગયો.
સં. ૧૯૬૫ માં લેર્ડ કર્જને બંગાળના બે ભાગ પાડયા હતા, તેથી બંગાળમાં ભારે ક્રાન્તિ મચી હતી. ઘણા કાન્તિકારી લોક હિંદભરમાં ફેલાઇ ગયા હતા. સરકારી અધિકારીઓની હત્યા પણ થવા લાગી હતી. કોઈ કઈ તે સાધુ સંન્યાસીના વેશમાં રહેતા હતા. ગામેગામ અને શહેરેશહેર તે માટે ચાંપતી તપાસ રહેતી અને ગુપ્તચરો જ્યાં
Page #296
--------------------------------------------------------------------------
________________
२५४
ત્યાં ખાનગી તપાસ રાખતા.
આપણા ચરિત્રનાયક એક દિવસ એ શિષ્યા તથા ખાણુ લક્ષ્મીચદ્રજીની સાથે પુગલિયાની ધર્મશાળાના જૈન મંદિરમાંથી દશન કરીને શહેરમાં આવતા હતા, ત્યાં કેન્દેખલનું ધ્યાન ગયું અને તેમણે બંગાળી ધારીને તપાસ માટે પેાલીસને દોડાવી. ખુદ મુનસફ સાહેબે તે વાતની ખરી બાતમી મેળવવા મીડું ઝડપ્યું.
યુગવીર આચાય
આજે વ્યાખ્યાન સમયે એક નવીન વ્યક્તિને જે નાનામેટા બધાને આશ્ચર્ય થયું. કેઈ દિવસ નહિ અને આજે એકાએક પહેલેથી સમાચાર પણ કહેવરાવ્યા વિના આ શું ? મા ઘુસપુસ વાત કરવા લાગ્યા અને કા કાઈ ને તે બીક પણ લાગી. માજી લક્ષ્મી દ્રજી અને બીજા આગેવાના જે પહેલા દિવસની વાત જાણતા હતા તે તા સમજી ગયા કે પેાલીસે હુજી મહારાજશ્રીને પીછે છે! ચે નથી, એટલુંજ નાહે પણ વાત ડેડ મુનસફ સુધી પહોંચી છે અને તે માટે જ આજે મુનસફ્ સાહેબ આવ્યા છે. વ્યાખ્યાન તા ચાલુ હતું. ધારાવાહી પ્રવાહ ચાલતો હતે. ધર્મના સિદ્ધાંત અને અહિંસાનું રહસ્ય દષ્ટાંતે પૃક સમજાવવામાં આવ્યું હતું. વ્યાખ્યાન પૂરૂ થયું અને ધીરેધીર બધા જવા લાગ્યા. મુનસફ્ સાહેબ બધાના આશ્ચર્ય વચ્ચે મહારાજશ્રીની પાસે આવ્યા. બીજા આગેવાનો પણ ત્યાં હાજર હતા.
ઃઃ
મહારાજ ! મારી આયુષ્ય પચાસ વર્ષની થઇ છે. નાનપણથી જ મને ધની વાત સાંભળવાના શેખ ર
Page #297
--------------------------------------------------------------------------
________________
ક્રાન્તિકારી કે શાંતિકારી
કોઈપણ ધર્મનું વ્યાખ્યાન-ધર્મ કથા હેય તે હું સાંભળવા જાઉ છું. આજ તે એ ષ્ટિએ આન્ગેા હતેા. ધર્મકથા સાંભળવા અને મને બાતમી મળી હતી તેમ રાજદ્રોહની તપાસ કરવાઃ પણ સત્ય કહુ છું કે આજના વ્યાખ્યાનમાં જેઆનદ આવ્યું તે મારી આખી ઉંમરમાં મે નથી અનુભવ્યેા. શું વ્યાખ્યાન કાલે પણ થશે?” મુનસફ સાહેબે સ્પષ્ટતા કરી.
“ માન્યવર! અમારે સાધુઓને તે બીજું કામજ શુ છે? ગૃહસ્થાના અન્નજલથી નિર્વાહ કરીએ છીએ તે પછી અમારું સાધુએનું કર્તવ્ય છે કે બદલામાં તેને ધર્મોપદેશ દેવેા, તેઓને ધમકામાં જોડવા પ્રેરણા કરવી, તેમના ઉદ્ધારના માગ અતાવવા અને અને તે માર્ગ પર ચાલવા તેમને સહાયતા કરવી. જ્યાંસુધી અહીં રહીશું ત્યાંસુધી તે અમારૂં કર્તવ્ય કરતા રહીશું ” આપણા ચરિત્રનાયકે સાધુધમ દર્શાવ્યા.
<<
4(
૨૫૫
મહારાજ ! આપ કયાંસુધી અહી રહેશે ? ’’
22
જ્યાંસુધી અહીંનું અન્નજળ છે.
“ તમે અહીં કેમ આવ્યા છે ? ” એક દિવસ પેલીસને એઠેલા જોઇને મુનસફ્ સાહેબે પ્રશ્ન કર્યાં.
“ હુન્નુર ! કેન્સ્ટેબલ સાહેબના હુકમથી. ” પોલીસે ખુલાસા કર્યાં.
“ હુવે કાલથી અહીં ન આવશે. અહીં રાજદ્રોહ જેવું કંઈ જ નથી. તમને શુ લાગે છે?”
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫
યુગવીર આચા
re
જી આપ બિલકુલ ઠીક કહ્યા છે. અમે તે તેમની વાણી સાંભળવાના લાલે આવીએ છીએ. સાંભળીને જીવને તૃપ્તિ થાય છે. ”
“ તે સાંભળીને કાંઈ અમલ પણ કર્યા કરે. કાન્સ્કઅલ સાહેબને કહેશે કે આજે મને જરૂર મળે.
X
X
X
“ કેમ સાહેબ ! મને કેમ યાદ કર્યાં હતા ? ” કે≥અલે મુનસફ સાહેબને સલામ કરીને પૂછ્યું.
“ આવા, આવે!! ઠીક કર્યું તમે આવી ગયા. પેલા જૈન સાધુ મહાત્માના વ્યાખ્યાનમાં હું હુ ંમેશાં જાઉં છું. ' મુનસફે વાતની શરૂઆત કરો.
""
“ મેં પણ પેાલીસા મૂકવા જ છે!”
''
પણ તેની કશી જરૂર નથી. તે તા ખરેખર મહાત્મા છે. તેનું વ્યાખ્યાન લેાકેાના ભલા માટે હોય છે. ”
“ મેં પણ એવું જ સાંભળ્યુ છે. તેઓ તા ગાડીઘોડામાં પણ નથી બેસતા, પૈસા પણ નથી રાખતા અને તેને ઘરમાર પણ નથી હાતાંઃ તે શું સાચી વાત હશે?”
“ તમારી વાત ખરાખર સાચી છે. તે તેા પગે ચાલીને હજારો માઇલ ચાલે છે. ભિક્ષા અને તે પણ ગૃહસ્થાને ત્યાંથી થાડુ થાડું વધ્યુંઘટયું લાવીને નિર્વાહ કરે છે. તેઓ બ્રહ્મચય પાળે છે અને પૈસાટકાનુ તે નામ નહિ. એક જગ્યાએ રહે પણ નહિ. ગામેગામ ફરે અને જ્યાં સ્થાન મળી જાય ત્યાં થાડાથાડા વખત રહે. વજ્ર પણ માગીને
Page #299
--------------------------------------------------------------------------
________________
ફ્રાન્તિકારી કે શાંતિકારી
અને તે પણ ખપ પૂરતાં જ. સાદાઈ તેમના જીવનમત્ર. કાઈપણુ જીવની હિંસા ન કરવી, કાઈ ને જરાપણુ કષ્ટ ન પહેોંચાડવું એ તેમના આદશ ”
ૐ આપે થેાડા સમયમાં તેમના જીવનના ઠીક પરિચય કરી લીધે. ” કોન્સ્ટેબલે આશ્ચય અતાવ્યું.
“ મને ધ કથા સાંભળવાને બહુ શેખ અને આ મહાત્માને પરિચય તે તમારા કહેવાથી જ થઇ ગયા. જો તમે ન કહ્યું હોત તો કદાચ આ તક મને ન મળત. તેમના સુધાભર્યા વના હજીપણ મારા હૃદયમાં ગુજે છે. તેએ ક્રાન્તિકારી નહિ પણ સાચા શાન્તિના ફિસ્તા છે. હવે ત્યાં પેાલીસ ન મેકલશે. ”
૫૭
66
હવે તે મે' ના જ કહી દીધી છે. રજા લઉં ? ’’ કેૉન્સ્ટેબલે રજા લીધી.
X
X
*
અહીં જયપુરમાં ત્રણ ભાગ્યશાળી દીક્ષાના ઉમેદવાર હતાં. ૫. લલિતવિજયજી પણ ૫'જાખશ્રી વિહાર કરી અહીં આવી પહેાંચ્યા. હાશિયારપુરનિવાસી અચ્છર અને મચ્છર બન્ને ભાઇ એસવાળ નાહર ગેાત્રના, સયમ ગ્રહણ કરવાના ઇરાદાથી ઘણા વખતથી તેઓની પાસે ધામિક અભ્યાસ કરતા હતા. દીક્ષાને માટે તૈયારી થવા લાગી. પ્રતિદ્ઘિન જુદાજુદા મદિરમાં વિધવિધ પૂજા પ્રભાવના થવા લાગ્યાં. પૂજાના સમયે લેાકેાની મેદની જામતી અને સાધુમ`ડળી પણ જ્યારે પેાતાના મધુર કંઠાથી પૂજા ભણાવતી ત્યારે
૧૭
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૫૦
યુગવીર આચાય
તે આનંદથી બધા ઝૂમતા. ૫. લલિતવિજયજી ( આજના શ્રી વિજયલલિતસૂરીશ્વરજી ) નું ગળું તે જાણે મેહનીમત્ર. એટલું મધુર અને એટલું મેાહક કે શ્રેતાજન મંત્રમુગ્ધ સપની માફ્ક ડોલતા અને આનંદમાં તરખેાળા થઈ જતા. ત્રણચાર કલાક તેા જાણે ઘડીમાં નીકળી જતા અને તેને ગુંજારવ તા દિનભર મગજમાં ઘૂમતા. પૂજા સમયે વેતાંખર તે શું પણ અન્ય કામના ઘણા સ્ત્રીપુરુષે આવતા અને ભારે ભીડ જમા રહેતી.
દીક્ષાના દિવસ નજદીક આવ્યેા. ઉમેદવારોના સબસીએની સંમતિ મગાવામાં આવી. પંજાબ, મારવાડ, ગુજરાતના લેાકેા પણ આવેલા હતા. જયપુરને! શ્રીસદ અતિથિઓની સેવાસુશ્રુષા આનંદપૂર્વક કરતા હતા.
“ ગુરુદેવ ? અજમેરનિવાસી શેઠ હીરાચંદજી સચેતી આપને વંદણા કરવા આવે છે. ” એક શિષ્યે ખબર આપી.
“ કૃપાનિધાન ! અમે અજમેરનિવાસી ભાઈ એ આપની સેવામાં એક પ્રાથના કરવા આવ્યા છીએ. ” શેડ હીરાચંદ્રજીએ વંદના કરી વાતની શરૂઆત કરી.
“ કહેા શેઠજી! શું છે ? ”
અમે અહીંના દીક્ષા મહેાત્સવની વાત સાંભળી છે. અમારી પ્રાના છે કે એ દીક્ષા મહેાત્સવ અજમેરમાં થાય તે અમને શ્રીસ ઘને ઘણા લાભ થશે. વળી અજમેરમાં સ્થાનકવાસી ભાઈ એની કેન્ફરન્સનું અધિવેશન છે તેથી હજારો સ્ત્રીપુરુષાને આપના વ્યાખ્યાનના લાબુ મળશે.”
66
Page #301
--------------------------------------------------------------------------
________________
ફ્રાન્તિકારી કે શાંતિકારી
૨૫૯
જયપુરના શ્રીસંઘને નારાજ કરીને હવે અજમેર તા ન જ આવી શકાયને ? ”
''
“ વળી ગુરુવર્ય ! અમારી ઈચ્છા આપણી કેન્ફરન્સનું અધિવેશન કરાવવાની છે અને જો આપશ્રી પધારો તે રૂ. ૪૦૦૦૦ સુધીના હું ખર્ચ કરવા તૈયાર છું. ” સચેતીજીએ પેાતાની ભાવના જણાવી.
""
''
લાભ દષ્ટિએ તે અજમેર પસંદ કરવા જેવું છે પણ સચેતીજી ! જયપુર શ્રીસંઘને વચન આપી દીધુ છે. આ ઉત્સવ પછી તે જરૂર અજમેર થઇને ગૂજરાત જઈશું.” દીક્ષાના દિવસેાને બેજ દિવસની વાર હતી, ત્યાં એક વિઘ્ન આવ્યું. કેઈ વિધ્રૂસ તાષીએ પેાલીસમાં અરજી કરી કે જે છોકરાઓને દીક્ષા આપવાની છે તેની તેના માતાપિતાને બિલકુલ ખખર નથી. આ કામ ચૂપચાપ થવાનું છે. સરકાર તેની તપાસ કરે અને યાગ્ય કરે. પછી પૂછપુંજ શું? પેાલીસને તેા સાચીખાટી ખબર મળવી જોઈ એ. હવે શું થાય? એ દિવસની વાર હતી. બધા મૂઝવણમાં પડચા. શ્રીસંઘને પણ આ ઉપાધિથી એક ચિંતા વધી. મહારના લોકોને પણ થયું કે આ આફત કાંથી ? પણ આપણા ચરિત્રનાયકના મનમાં શાન્તિ હતી.
“ તમે મધા શા માટે ચિંતા કરા છે ? આપણે કાં ચારી છે? જે કામ જાહેર રીતે કરવાનું છે તેમાં ડરવાની શી જરૂર છે? આ પણ એક કસાટી છે. જુએ તેા ખરા અધાં સારાં વાનાં થઈ રહેશે. ગુરુદેવની કૃપાથી આવાં ધમકાર્ય કદી અટકતાં નથી. ”
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૧૦
યુગવીર આચાર્ય
હજી તે આ વાત ચાલે છે ત્યાંજ પેલા મુનસફ સાહેબના શિરસ્તેદાર મહારાજશ્રી પાસે આવ્યા અને તેણે જણાવ્યું:
“ મુનસસાહેબે આપને નમસ્કાર કહેવરાવ્યા છે અને વધારામાં કહ્યું છે કે આપ આ બાબત કશી ચિંતા કરશે નહિ. આ મુકદમે મારી પાસે જ છે અને કાલે કેટ ઉઘડતાંજ હું મજૂરી આપી દઈશ. આપ બધી તૈયારી ચાલુ રાખજો. આપને નકામી તકલીફ થવા માટે તેમણે પોતે ક્ષમા માગી છે. ”
અસ પછી તે શું પૂછવું ? તૈયારી ખૂબ ધામધૂમથી થવા લાગી. દીક્ષાને દિવસે સવારથી જ મેાહનવાડીમાં હજારા લેાકા પહોંચી ગયાં હતાં. ભારે ઠાઠમાઠથી દીક્ષાના વરઘેાડા નીકળ્યે, દીક્ષાના ઉમેદવારોની પાલખીએ પંજાબી ભાઇએએ ઉઠાવી હતી. બહુજ આનંદપૂર્વક દીક્ષાની ક્રિયા થઈ. બન્ને ભાઈ એ હષથી નાચવા લાગ્યા. ત્રીજા ભાઈ ને પણ આનદ થયા. તે દિવસના આન’દમહેાત્સવ અને હજારો લેાકેાની મેદની જયપુરના ઈતિહાસમાં પ્રથમ જ ગણાશે. દીક્ષાના દિવસે શ્રીફળની પ્રભાવના થઇ હતી તેમાં નવ હજાર શ્રીફળા થયાં હતાં.
દીક્ષા મહેાત્સવના ખર્ચે જયપુરનિવાસી શેઠ પુલચંદજી કાહારીની માતાજી ઈન્દ્રબાઈ એ આપ્યા હતા. તે દીક્ષા સ. ૧૯૬૫ ના ફાગણ વદી ૫ ને દિવસે થઈ હતી. અચ્છર અને મચ્છરનું નામ શ્રી વિદ્યાવિજયજી મહારાજ અને શ્રી વિચારવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. કૃષ્ણચદ્રનુ
Page #303
--------------------------------------------------------------------------
________________
ક્રાન્તિકારી કે શાંતિકારી
૧૧
નામ તિલકવિજયજી રાખવામાં આવ્યું. આ બન્ને આપણા ચરિત્રનાયકના શિષ્ય થયા અને તિલકવિજયજી શ્રી લલિતવિજયજીના શિષ્ય અન્યા. આ ક્રિયાવિધિ સમયે મુનસફૅસાહેબ પણ આવ્યા હતા અને તેમણે જૈન દીક્ષાવિધિ જોઈ આનંદ વ્યક્ત કર્યાં હતા.
જયપુરથી વિહાર કર્યાં ત્યારે પણ મુનસસાહેબ બેત્રણ માઈલ સુધી સાથે આવ્યા હતા. કેવી ભક્તિ! કેવા ગુરુપ્રેમ? જયપુરથી અજમેર પધાર્યાં. અજમેરમાં શ્રીસ`ઘે પૃષ્ઠ ડાર્ડમાંઢપૂર્વક સ્વાગત કર્યું. ત્યાં દસેક દિવસ રહી શ્રીસંઘને ઉપદેશામૃતનું પાન કરાવી ત્યાંથી વિહાર કર્યાં.
અજમેરથી બ્યાવર, પિપલીયાગામ આવ્યા, પીપલીયા ગામમાં મંદિરમાગી અને સ્થાનકવાસિએમાં ફૂટ હતી તે આપણા ચરિત્રનાયકના ઉપદેશથી મટી અને સંપ થયે. મુંડાવા, ચડાવલ, સેાજત થઈ પાલી પધાર્યા. અહીંથી ગાલવાડની પચીથીની યાત્રાના આનંદ લીધે. અહીંથી શિવગ’જ, સીરાહી થઈ આપ આમૂજી પધાર્યા.
આમ્રૂથી વિહાર કરી આપ મઢાર પધાર્યા. આપના લઘુગુરુભ્રાતા મુનિ મહારાજશ્રી મેાતીવિજયજી ગૃજરાત તરફથી વિહાર કરી અહી આપની સેવામાં હાજર થઈ ગયા. ઘણા વખતે મળવાના આનદ અનેરા હતા.
Page #304
--------------------------------------------------------------------------
________________
શાસનસેવાનાં કાર્યો
[૩૧] " જમનાદાસભાઈ! તમને શું લાગે છે?” ખીમચંદભાઈએ પ્રશ્ન કર્યો.
“કેમ! શા ઉપરથી આમ પૂછવું પડે છે?” જમનાદાસભાઈએ આશ્ચર્ય બતાવ્યું.
આ પાલણપુરવાસીઓને ઉત્સાહ જેને? મહારાજશ્રી માટે ભારે પ્રેમ છે બધાને. જુઓને કેવું સુંદર સામૈયું કર્યું. આબાલવૃદ્ધ બધાને ઉત્સાહ તે ઉભરાઈ જાય છે.” ખીમચંદભાઈએ ખુલાસે કર્યો.
“પણ એ તે મહારાજશ્રી વર્ષો પછી ગુજરાતને આંગણે પધારે છે તેથી પ્રવેશ મહત્સવ તે થાય જ.” જમનાદાસભાઈએ કહ્યું.
તમને ગમેતેમ લાગે પણ મને તે લાગે છે કે આ ભાઈએ મહારાજશ્રીને અહીં જ રેકી પાડશે. આપણી મનની મનમાં રહી જશે.” ખીમચંદભાઈએ પિતાની શંકા બતાવી.
અરે આપણે પચાસ જણ ઠેઠ આબૂ સુધી આવ્યા છીએ અને અહીં પણ વિનતિ માટે જ રોકાયા તે મહારાજશ્રી એ પણ વિચારશેને?”
Page #305
--------------------------------------------------------------------------
________________
શાસનસેવાના કાર્યો
૨૪
મહારાજશ્રીની ઈચ્છા તે અહીંથી વિહાર કરવાની છે. તે તે ઘડી પણ રોકાવા ઈચ્છતા નથી પણ કેણ જાણે કેમ પણ મને લાગ્યા જ કરે છે કે આ લેકોની ભક્તિ– આગ્રહ જે તેઓ કઈ વાતે મહારાજશ્રીને વિહાર કરવા નહિ દે. અને શ્રીસંઘના આગ્રહ પાસે મારું તમારું કે ખુદ મહારાજશ્રીનું પણ શું ચાલે.”
“હવે તમારી વાત સમજાય છે ખરી. તે હવે આપણે શું કરવું?”
“આજે આપણે મહારાજશ્રીને મળીએ અને જે એવું કાંઈ લાગે તે ૭-૮ જણ રોકાઈને બીજાને વડેદરા મેકલી આપીએ. આપણે તે મહારાજશ્રીને વિહાર કરાવીને પછી જ નીકળીએ.”
એ યુક્તિ સારી છે. વળી એક બે દિવસમાં જે હશે તે જોવાશે.”
મહારાજશ્રી શિષ્ય સમુદાય સાથે ૧૬૫ ના જેઠ સુદી 2 ના દિવસે પાલણપુર પહોંચ્યા. શ્રીસંઘે મહારાજશ્રીનું ભારે મોટું સ્વાગત કર્યું. આવું સ્વાગત પહેલાં ભાગ્યે જ કોઈનું થયું હશે. સેંકડે સ્ત્રી-પુરુષે આ સામૈયામાં આવ્યાં હતાં. લગભગ અડધા માઈલમાં તે પથરાયેલું જણાતું હતું. સ્ત્રીઓ મને હર ગીતો ગાતી હતી. જોકે જૈનધર્મની જય, આત્મારામજી મહારાજની જય, મુનિ વલ્લભવિજયજીની જયના ષથી આકાશ ગજાવી મૂકતા હતા.
વડોદરાથી શ્રી જમનાદાસ જેઠારી તથા શ્રી ખીમ
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૬૪
યુગવીર આચાય
ચ'દભાઈ વગેરે પચાસ ભાઇએ મહારાજશ્રીને વિનતિ કરવા આમ્ર પહોંચેલા પણ ત્યાંથી મહારાજશ્રી નીકળી ગય: હાઇ તે બધા જલદી પાલણપુર પહેાંચ્યા. પાલણપુરનું અપૂર્વ સ્વાગત જોઈ તેમને શકા થઈ કે રખે મહારાજશ્રીને અહીં જ આ ભાઈ આ રોકી પાડશે. અને તે શકા સાચી વુડવાનાં ચિન્હા પણ દેખાવા લાગ્યાં.
સાંજે જ પાલણપુરના કેટલાક ભાઈએ વડોદર વાળા ભાઈઆને ઉતારે પહોંચ્યા.
· તમે મહારાજશ્રીને વિનંતિ કરવા આવ્યા છે. તે અમે જાણીએ છીએ. મહારાજશ્રીને ગુજરાતમાં લઈ આવવાનું નિમિત્ત તમે છે। તે વાત પણ અમે સાંભળી છે. પણ શ્રીસંઘના વિચાર આ ચાતુર્માસ તે પાલણપુર કરાવવાનો છે. તેમાં તમે અમારી સહાયતા કરો. મહારાજસાહેબનું અહી... ચામાસું થવું બહુ જરૂરી છે. શ્રીસંઘનાં ઘણાં કાના તેથી પાર પડશે. ” એ ભાઇએએ પ્રસ્તાવ કર્યાં.
""
“ તમારા ઉત્સાહ તે અપૂર્વ છે. પણ અમે ત્રણત્રણ વરસથી રાહ જોઈએ છીએ. વીસ વરસે મહારાજશ્રી ગૂજરાતમાં પધારે છે ત્યારે જન્મભૂમિના તેટલેા હક તે તમે પણ કબૂલ કરશે।. ” કાઠારી જમનાદાસભાઈએ ખુલાસે કર્યાં. “ તમારા હુક પહેલા, તેની તા નાજ કયાં છે ! પણ ગુજરાતનુ' પહેલું જ પ્રવેશદ્વાર પાલણપુર છે. તે પાલણપુરના શ્રીસંઘને નારાજ કરીને તે મહારાજશ્રી નહિ જઈ શકે. ”
“ અમે તે મહારાજશ્રીને વિનતિ કરવા આવ્યા છીએ.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૫
શાસનસેવાનાં કાર્યો તમે પણ વિનતિ કરી જુઓ. પછી તે જેવું નિમિત્ત.” ખીમચંદભાઈએ પતાવ્યું.
વડોદરાવાળાભાઈઓએ માની લીધું કે પાલણપુરને આગ્રહ પણ ઓછા નથી, આથી ૮-૧૦ ભાઈઓ રેકાઈ ગયા અને બીજાને મોકલી આપ્યા. આ ભાઈઓએ નકકી કર્યું કે આપણે મહારાજશ્રીને વિહાર કરાવીને પછી જ અહીંથી
બે દિવસ પછી મુનિ મહારાજશ્રી મોતવિજયજીને વિહાર કરી આગળ જવા જણાવ્યું કારણ કે મુનિમંડળ સાથે એમ નક્કી કર્યું હતું કે બધાનું ચોમાસું દાદાના ચરણોમાં શ્રી સિદ્ધાચળજીમાં થશે. ધીરે ધીરે બધા ત્યાં પહોંચી જાય. પણ જ્ઞાની મહારાજે તે જુદું જ નિર્માણ કર્યું હતું.
ત્રિકાળ વંદણા !” કેણ મણિભાઈ
જી! હું એક પ્રાર્થના કરવા આવ્યો છું.” કહો કહો ! જે કહેવું હોય તે સુખેથી કહો.”
સાહેબ ! પાલણપુર ગુજરાતનું પ્રવેશદ્વાર છે. અમારી પ્રાચીન જાહેરજલાલીની તે શું વાત કરવી ! પણ અત્યારે અમારામાં બે તડ થઈ ગયાં છે. વાત તે નજીવી છે. તે માટે પ્રયત્ન પણ અનેક વખત થયા છે પણ કાંઈ ફળ આવ્યું નથી. આપ પધાર્યા છે. આ પ્રયત્ન કરે તો કદાચ સફળ થાય.”
Page #308
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચા
“ તમારી વાત બહુ જ જરૂરી છે. પાલણપુર જેવામાં એ ન શેલે ! હું જરૂર કાલે વ્યાખ્યાનમાં એ વાત ચી શ અને સમયના પરિપાક થયા હશે તે જરૂર સફળતા મળશે. તમારા જેવા ધમપ્રેમીને આ વાત જરૂર ખટકેજ ! તમે પણ તે માટે જરા આપણા ભાઈ એમાં વાતચીત કરી રાખશે. ”
૧૩
ચેાથના દિવસે વ્યાખ્યાનમાં ભારે ભીડ હતી. વડેદરાના મહેમાને પણ બધા આવેલા. મહારાજશ્રીએ મનનીય વ્યાખ્યાન આપ્યું. ગફુલી ગવાઈ ગઈ અને મહારાજશ્રી ખીજા વ્યાખ્યાનના આરંભ કરવાના હતા તે વખતે તેમણે જ જણાવ્યું કે આવતી કાલે પાંચમને દિવસે વિહાર કરી ભાયણીજી પહોંચવાના ઈરાદે છે. ગુરુ મહારાજશ્રી આત્મારામજી મહારાજની જયતિ જેઠ સુદી ૮ ભાયણીમાં ઉજવવા ભાવના છે.
શ્રીસ`ઘના આગેવાનાએ વિનતિ કરી કે ગુરુ મહારાજની જયંતિ તા પાલણપુરમાં જ ઉજવવી. અમને આપના વ્યાખ્યાનના તે લાભ હજી મળ્યે નથી તે! એટલી અમારી વિનતિ સ્વીકારવી જોઈએ.
મહારાજશ્રીને પણ લાગ્યું કે પાલણપુર જેવા ક્ષેત્રમાં કાંઈક ધમ કાય થશે તે દ્રષ્ટિએ જયતિ સુધી પાલણપુર રહેવા નિય કર્યાં. પણ તેમણે પ્રસંગ જોઇને શ્રીસ ઘ પાસે પેાતાની ચિંતા પણ વ્યક્ત કરી.” સજ્જના ! તમારી વિનતિ તે મે માન્ય રાખી. શ્રીસ`ઘની ઈચ્છાને મારે માન આપવું જોઈ એ. પણ શ્રીસંઘે પણ મારી એક વાત માનવી
Page #309
--------------------------------------------------------------------------
________________
શાસનસેવાનાં કાર્યો
૨૧૭
ઘણી ખુશીથી-ઘણી ખુશીથી-એમ બધા એલી ઊઠચા)
પાલણપુર એ પ્રાચીન નગર છે. તેની જાહેોજલાલી . પણ ઘણી હતી. શ્રીસ ઘમાં ઘણા વખતથી ત્રૈમનસ્ય છે તે બરાબર નથી. જૈન ધર્મીમાં ક્ષમા અને અહિંસાને મહુ મેટુ સ્થાન છે; હોય, જ્યાં એક મેટે સમૂહ સાથે રહે ત્યાં મતભેદ પણ થાય, પણ સુજ્ઞ પુરુષાએ તેમાંથી રસ્તે કાઢી શાંતિ સ્થાપવા પ્રયાસ કરવા જોઈ એ. હુ તે એ દિવસ રહીને ચાલ્યેા જઇશ પણ મને ખરેખર તમારા કલેશ માટે દુઃખ થાય છે. નાની નજીવી વાતા તે આપણે ગળી જતાં શીખવું એઇએ. આપણા હૃદયેા ઉદાર અને સહનશીલ હાવાં જોઈએ. હું તે તમને વિશેષ નથી કહેતા પણ ગુરુમહારાજની યતિ-તે જ શોભે જો આપણે શ્રીસંઘમાં શાંતિ સ્થાપી શકીએ. '
ઃઃ
આ મમતાભર્યા વચનાથી બધાને ઠીકઠીક અસર થઈ. બધાનાં મન મદુ થયાં અને આગેવાનાએ અંદર અંદર વિચાર કરી મહારાજશ્રીને મતભેદ દૂર કરવા વિનંતિ કરી અને જણાવ્યું કે આપ જે ચૂકાદો આપશે તે અમને મંજુર છે. તેનું એક પ્રતિજ્ઞાપત્ર પણ મહારાજશ્રીને આપવામાં આવ્યું. જે નીચે પ્રમાણે છેઃ—
*
“ પ્રમ પૂજય ૧૦૮ શ્રી મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજ સાહેબ. જોગ લી. પાલણપુર તપગચ્છ એસવાળ. શ્રીમાળી મહાજન સમસ્ત, અહી અમારે આપસમાં તકરાર છે. તે બાબતના નિકાલ કરવા માટે અમે આપને સોંપીએ છીએ. તેથી આપશ્રી બધાની હકીકત સાંભળી જે
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૬.
યુગવીર આચાય
ચૂદાદો આપશે. તે અમને કબૂલમજૂર છે, અમે તે પ્રમાણે વીશુ. તેમાં કસૂર થશે નહિ. મિતિ સ. ૧૯૬૫ ના જેક સુદી ૪. ”
નીચે આગેવાન વગેરેની મની ૯૦ સહીઓ છે. મહારાજશ્રીએ જે ચૂકાદો આપ્યા તેની નકલ નીચે આપવામાં આવે છે.
“ નમેા તસિદ્ધાચાર્યાપાધ્યાયસ સાધુભ્યઃ ।
ન
મને એ દર્શાવતાં બહુ આનંદ થાય છે કે પાલણપુરમાં શ્રી જિનેશ્વર દેવના મનેાહર ચૈત્યમાં પ્રાચીન શ્રી જિન પ્રતિમાએાન! ભવ્ય છવાને બહુ આનદકારી છે. અહીં એવી એવી અદ્ભુત પ્રાચીન પ્રતિમાઓ છે જે ખીજે એછી જોવામાં આવે છે. શ્રાવક સમુદાય પણ ધર્મના પૂર્ણ રાગી છે અને પ્રતાપી છે. તેમ છતાં કાઈ સાધારણ બાબત પર મતભેદ પડી ગયા છે તેને અંત લાવવા મને ચ્છિા થવાથી વ્યાખ્યાનમાં તે વિષે ઉલ્લેખ થયેા અને સર્વે ભાઈએ એ તે કામ મને સોંપ્યું. મેં બન્ને પક્ષેાના ભાઈ એ પાસેથી બધી વાતે જાણી લીધી છે. તે સબધી મેં યેાગ્ય વિચાર કર્યો છે. તે તે સબંધી જે યાગ્ય જણાયું છે તે આ નીચે આપવામાં આવે છે:— (૧) જો કે કાઈ કાઇ વાતમાં કાઇ કાઈ ભાઈની ભૂલ છે પણ સમયની ષ્ટિએ બીજા ધર્મવાળાને ટીકા કરવાને પ્રસંગ ન મળે તે હેતુથી હું કાઈ ને અપરાધી કરાવતા નથી; તે।પણ પાંત્રીસ ઘરવાળા તેમજ જે બીજા કાઈ એ એકડામાં ભાગ ન લીધે ડાય તે એકડામાં પેાતાની સહી આપવા માટે બંધાયેલ છે.
જણા
(૨) બધા એકડાવાળા, એકડા નહિ કરેલા તથા પાંત્રીસી આદિ બધા એકતાથી—સંપથી આજના બગડતાં ધાર્મિક કાર્યો સુધારવાને માટે બધાયેલ છે. એટલે કે આજ પછી જે કાઈ એકડાથી વિરુદ્ધ
Page #311
--------------------------------------------------------------------------
________________
શાસનસેવાનાં કાર્યો
२१८ આચરણ કરશે તેને જતિ એકઠી થઈને જે ઠરાવ કરશે તે અનુસાર વર્તવું પડશે. આ વિષે જાતિને અધિકાર આપવામાં આવે-છે કે જાતિ ચાહે તો તેને જાતિથી અલગ કરી દઈ શકે અથવા ચાહે તે યોગ્યતા અનુસાર કેઈપણ ખાતામાં દંડ લઈ શકે અથવા તેને માફી પણ આપી શકે.
(૩) એકડાવાળાએ, એકડા નહિ કરનાર અથવા પાંત્રીસી કેઈએ મને પિતાના દુઃખની વાત કરી નથી. પણ મેં જ ધર્મની વૃદ્ધિને બદલે હાનિ થતી જોઇને તેઓને બે શબ્દો કહ્યા અને મારા કહેવાથી બધાએ અંતઃકરણપૂર્વક મારા કહેવા પ્રમાણે વર્તાવ કરવાની મંજુરી આપીને મને આવા શુભ કાર્યમાં ભાગ લેવાનું સન્માન આપ્યું છે. હું આશા કરું છું કે તમે બધા પાલણપુરનિવાસી, મંદિર આમ્નાયના સુબાવકે પિતાનું વચન પાળવાને માટે તેમ જ ધર્મને ખાતર આ કરેલા ઠરાવને અંતઃકરણપૂર્વક માન દેશે તેમજ આજથી ફરી ઉપયુક્ત વિષયમાં કદી પણ દેપભાવ ન કરવાની પ્રતિજ્ઞા મનથી ધારણ
(૪) આજ સ્વર્ગવાસી ગુરુમહારાજ તપગચ્છાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મારાયજી) મહારાજનો સ્વર્ગવાસ દિન હોવાથી તમે શ્રીસંઘે મહોત્સવ પ્રારંભ કર્યો છે. તે દરમિયાનમાં આ શુભકાર્ય પણ થયું છે. તેથી તમને અપાર આનંદ થશે જ, તેમ જ આજનો દિવસ તમારે માટે સોનેરી અક્ષરમાં લખવા લાયક સાબીત થશે. અસ્તુ, શ્રી વીર સંવત ૨૪૩૫ શ્રી આત્મ સંવત ૧૪ વિક્રમ સંવત ૧૯૬૫ જેઠ સુદી ૮ ગુરુવાર
શ્રી જૈનસંઘને દાસ
મુનિ વલ્લભવિજય. આ ચૂકાદો સાંભળી બધાને ભારે આનંદ થયો. કેાઈ ને કશે મતભેદ ન રહ્યું. શ્રીસંઘમાં આનંદ આનંદ છવાઈ રો. ઉત્સવ પણ બહુ જ ઉલ્લાસપૂર્ણ ઉજવવામાં આવ્યું.
Page #312
--------------------------------------------------------------------------
________________
. ૨૭૦
યુગવીર આચાય
સાહેબ! કેટલાક આગેવાનભાઈએ આપને મળવા આવ્યા છે.” એક શિષ્ય ખબર આપ્યા.
ત્રિકાળ વંદણા સાહેબ આજે તે અમારા પાલણપુરમાં સોનાને સૂરજ ઉગ્યા. આપના ચુકાદાથી બધાને આનંદ થયે. ઉત્સવ પણ સારી રીતે ઉજવાયે.” એક આગેવાને શરૂઆત કરી. - “ભાગ્યશાળી! હું તે નિમિત્તમાત્ર છું. સમયનો પરિપાક થયેલો. વળી બધા ભાઈઓએ મારી વાત ઉદારભાવથી સ્વીકારી. તેને જશ તે તે ભાઈઓને છે જેઓએ કેટલાયે વર્ષનું મન દુખ દૂર કરી એકતા સ્થાપવા સાથે આગે.” મહારાજશ્રીએ મનની વાત કહી.
સાહેબ! હવે ચાતુર્માસ પણ અહીં જ કરવાનું છે. તે માટે વિનતિ કરવા જ અમે આવ્યા છીએ.”
“તમે જાણો છેને કે ચાતુર્માસ તે પાલીતાણા કરવા નિર્ણય થઈ ગયું છે. હવે તો જલદી દાદાના ચરણોમાં પહોંચવું છે.” - “કૃપાનિધાન! હવે તે અમે આપને અહીંથી એક ડગલું પણ ભરવા દેવાના નથી.”
તમે એમ હઠ કરે તે બરાબર નથી. હું જરૂર રહી જાત પણ બધા મુનિએ બહુજ અધીરા થઈ ગયા છે.”
સાહેબ! અમે તેમને મનાવી લઈશું. અને હવે અમે બધા અહીં બેઠા છીએ. જ્યાં સુધી આપ ચોમાસું
Page #313
--------------------------------------------------------------------------
________________
શાસનસેવાનાં કાર્યો
૨૭૧
અહીં કરવાને સ્વીકાર નહિ કરે ત્યાં સુધી કોઈ પણ ઉઠવાનું નથી. ”
તમારી ઈચ્છાને માન આપી હું પાંચ દિવસ વિશેષ રહ્યો. જયંતિ પણ અહીં જ કરી હવે તો તમે આનંદથી રજા આપે. તમારે બધાને મેડું થશે. રાત પણ વધતી જાય છે. સમજીને તમે રજા આપ.”
એ પાંચ દિવસમાં તે હજી ઘૂંટડે ઘૂંટડો પણ નથી ભાગ આવ્યે. અમારી તૃષા તે ચોમાસાથીજ છીપશે. રાત પૂરી થાય તો પણ શું. આપ જ કૃપા કરીને સમઅને હા કહે અને અમને નિરાશ ન કરે.”
મહારાજસાહેબ ! આપ કૃપા કરે અને શ્રીસંઘની વિનતિ સ્વીકારે. મારો અંતરાત્મા કહે છે કે આપના અહીંના ચાતુર્માસથી અનેક ઉપકાર થશે. જે આપશ્રી ચાતુર્માસ કરવાનું સ્વીકારે તે મારું પોતાનું મકાન જે ધર્મશાળાના મેદાનની સામે દેખાય છે તે શ્રીસંઘને આપવા તૈયાર છું” એકાએક ભક્તિભાવ ભર્યો અવાજ આવ્યું.
ગુરુમહારાજ! આ પ્રતિજ્ઞાને આપ સાધારણ ન સમજશે. આ અમારા શેઠશ્રી ગોદડશાહની ભક્તિપૂર્ણ ભાવના છે. આથી તે શ્રીસંઘની ઈજ્જત વધશે અને ધર્મશાળ ખરી ધર્મશાળા બનશે. તે મકાન સિવાય આ ધર્મશાળાની કીંમત એક કેડીની પણ નથી. આ મકાનને માટે તે પહેલાં મુકરદમા થયા, શ્રીસંઘ દસ હજાર દેવા તૈયાર હતે. પણ દડશાહે તે વખતે માન્યું જ નહિ. આજે તેઓ ગુરુમહારાજ અને આપના પુણ્યપ્રતાપથી કોઈની પણ
Page #314
--------------------------------------------------------------------------
________________
२७२
યુગવીર આચાય
પ્રેરણા વિના આપવા તૈયાર થયા છે તે આપ લાભાલાભ વિચારી અમારી વિનતિ સ્વીકારે. ” ત્યાં બેઠેલા બધા આ પ્રસ્તાવ સાંભળીને દિંગ થઈ ગયા અને મહારાજશ્રીને વીગતે વસ્તુસ્થિતિ જણાવી ફરી વિનતિ કરી.
શ્રી ગેાદડશાહની ઉદારતા તથા શ્રીસ’ઘના આગ્રહથી સાથેના સાધુઓની સમ્મતિ લઈને આપે પાલનપુરમાં ચામાસું કરવાની સંમતિ આપી. શ્રાવકોની ઈચ્છા પૂર્ણ થઈ. બધા જયજયકાર કરતા પેાતાને સ્થાને જઈ મીઠી નીંદમાં સૂતા. આપે પણ આરામ લીધેા.
ખીમચંદભાઈ આદિ વડાદરાના જે ભાઈ એ મહારાજશ્રીના વિહાર માટે રેાકાયા હતા. તે પાલનપુરના ઉત્સાહ તથા આવેા લાભ જોઈને વદણા કરી ચાલ્યા ગયા.
ચામાસાને નિર્ણય થતાં આપે મુનિશ્રી લલિતવિજયજી, શ્રી વિજ્ઞાનવિજયજી, શ્રી વિષ્ણુધવિજયજી, શ્રી તિલકવિજયજી, શ્રી વિદ્યાવિજયજી, અને શ્રી વિચારવિજયજીને માંડલીયા ચેાગેાદ્વહન કરાવવાને માટે મહેસાના ૫. મહારાજશ્રી સિદ્ધિવિજયજી હાલ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજની પાસે માકલ્યા. પાંચે મુનિએની વડીદીક્ષા કરાવીને મુનિ મહારાજશ્રી લલિતવિજયજી આપની સેવામાં આવી ગયા. આપના માટા શિષ્ય શ્રી વિવેકવિજયજી મહારાજ પણ પાતાના શિષ્ય ઉમ‘વિજયજીની સાથે આપની સેવામાં પાલણપુર આવી ગયા.
૫
“ ગુરુમહારાજ ! કલકત્તાથી ખાષ્ટ્ર ભવરસિ’હજી દીક્ષા
Page #315
--------------------------------------------------------------------------
________________
શાસનસેવાનાં કાર્યા
૩
લેવાના ભાવથી મારી સાથે આવેલ છે. આપ તેમની ભાવના પુર્ણ કરો. મને જે થાડા પરિચય છે તેથી તે સુચાગ્ય લાગે છે. ” દીલ્હીવાળા લાલા લેલિસ હજીએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમારી વાત તે જાણી. પણ તમે કેમ ભૂલેા છે ? અમારે—ગુરુમહારાજના સંઘાડાના પ્રાયઃ બધા મુનિ મહારાજોને એ નિયમ છે કે જ્યાંસુધી દીક્ષાના ઉમેદવારના માતા-પિતા કે વાલીની મંજુરી ન આવે ત્યાંસુધી તેને દીક્ષા આપી શકાય નહિ. ’
“ સાહેબ ! મારી પૂર્ણ ભાવના છે. હું ઘરથી રજા લઈનેજ દીક્ષાના ઈરાદાથી આવ્યે છું. આપ મને દીક્ષા આપી કુંતા કરો. ” આબૂ ભવરસિંહજીએ પેાતાની ભાવના જાહેર કરી.
(6
ભાઈ ! તમારી ભાવના તા હું જોઈ શકુ છુ પણ નિયમથી હું પણ ખંધાયેલા છું. કોઇને પણ એ કહેવાની તક ન મળવી જોઈએ કે જે આવે તેને મૂંડવાના જ ધંધા રાખ્યા છે. હું આજે તાર કરાવી દઉં છું. તમારા માતાજી આવી જશે અને તેમની મળ્યે આગા જરૂર દીક્ષા અપાશે. તરત તાર કરાવવામાં આવ્યેા, અને ભંવરસ હજીના ભાઈ તથા માતાજી પાલણપુર આવી પહેાંચ્યા. તેમણે પહેલાં તા ભવરસ હજીને ખૂબ સમજાવ્યા પણ તે એકના એ ન થયા. તેની માતાએ હ–વિષાદ પૂર્ણ હૃદયે આજ્ઞા
આપી.
"2
દીક્ષામહાત્સવ બહુજ ઠાઠથી કરવામાં આળ્યેા. સં. ૧૯૬૫ ના અષાઢ સુદીમાં દીક્ષા થઇ નામ વિચક્ષણવિજયજી
૧૮
Page #316
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
રાખવામાં આવ્યું. આપણા ચરિત્રનાયકના શિષ્ય થયા. દીક્ષાને સમયે પાલણપુરના નવાબસાહેબ અબ્યા હતા. તેમણે દીક્ષાવિધિ જોઈ પૂછવા ખાતર ભવરલાલની માતાને પૂછ્યું.
૨૪
“ તમારા છોકરા ફકીર થઈ જાય છે, તેનું તમને દુઃખ નથી થતું શું ? ”
“તેમાં દુઃખ શાનું! મને તે! આનદ થાય છે કે મારા પુત્ર આજ પ્રભુના ચરણામાં બેઠા છે અને આ અસાર સંસારનો ત્યાગ કર્યાં છે. ” માતાએ જવાબ આપ્ટે. નવામસાહેબ આ જવાખથી ખુશી થયા, તેમણે પણ શ્રાવકોની સાથે ઉલ્લાસથી દીક્ષિત પર વાસક્ષેપ મિશ્રિત ચાવલ ઉછાળ્યા.
,,
વ્યાખ્યાનમાં મહારાજશ્રી વારવાર જ્ઞાનપ્રચારને માટે કહેતા. ” પહેલું જ્ઞાન અને પછી ક્રિયા. જ્ઞાન સમાન બીજે કાઇ જીવન-દીપ નથી. સમાજમાં જ્ઞાનના કેટલે અંધા અભાવ છે ? જ્ઞાન વિના આજ પ્રાચીન જૈન ધમની કેવી હાલત છે? જે ધમમાં કરાડા મનુષ્યની સંખ્યા હતી તે આજે લાખામાં રહી ગઈ છે. તેનું મુખ્ય કારણ જ્ઞાનના અભાવ છે. આજે ગામેગામ શાળા-પાઠશાળા જોઈશે. શહેરામાં જ્ઞાન માટે ફંડ ઊભાં કરવાં જોઈ એ. સસ્થા શરૂ કરવી જોઈ એ. જ્ઞાન વિના ધર્મની વૃદ્ધિ નથી. ધમને ઉદ્યાત નથી. જૈન ધર્માંના ઉદાર અનુયાયી આજે કેવા સંકીણું હૃદયવાળા થઈ ગયા છે! તેએની બીજાને પાતાના ધમમાં અપનાવવાની શક્તિ નષ્ટ થઈ ગઈ છે. પાલણપુર
Page #317
--------------------------------------------------------------------------
________________
-
શાસનસેવાનાં કાર્યો
२७५
જેવા શહેરમાં એક ફુડ થવું જોઈએ. જ્યના શહેરીએ જવેરાત ને હીરામોતીના વેપારીઓ હય, પારસ સુધી જેની પ્રતિષ્ઠા હોય તે શહેરના બાળકોને તો કેવું ઉંચા પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ. એ બાળકે જ તમારા આવતી કાલના સંઘના નેતાઓ થશે. વારસે તમારે તેમને આપવાને છે. તે વારને યોગ્ય જ્ઞાન આપવાની ફરજ તમારી છે. ”
આ વ્યાખ્યાનની અસર સારી થઈ. એ દિવસે “શ્રી આત્મવલ્લભ કેળવણી ફંડ” ની સ્થાપના થઈ. પચીસ હજારનાં તે તેજ દિવસે વચને મળી ગયાં. આજ તે ફંડ ૯૦૦૦૦ થી વિશેષ હશે. અનેક વિદ્યાથીઓ આજ તેનાથી લાભ મેળવી રહ્યા છે.
આ ચાતુર્માસથી શાસનસેવાનાં અનેક કાર્યો થયાં. ગુજરાતનું પ્રવેશ મુહૂત શુભ શુકને થયું અને શિક્ષણ પ્રચારના કાર્યનું પણ ગૂજરાતથી ખાતમુહૂર્ત થયું.
પાલનપુરના કેટલાક રિવાજે પણ સુધર્યા. અહીં પહેલાં જે કઈ અઠાઈની તપશ્ચર્યા કરે તેને જ્ઞાતિને કર-જમણ આપવું પડતું. તેથી ઘણા સાધારણ સ્થિતિના ભાઈ બહેને અઠ્ઠાઈનહોતા કરી શકતા. આ રિવાજ મહારાજશ્રીએ બંધ કરાવ્યું. જેની શક્તિ હોય તે જરૂર કરે પણ તે બધાને માટે ફરજીયાત ન રહ્ય, આથી તે ચોમાસામાં અનેક અઠ્ઠાઈએ થઈ.
આ ચાતુર્માસમાં બાર મુનિરાજે સાથે હતા.
Page #318
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
કતા
શ્રી સિદ્ધાચળજીને સંધ
[ ૩૨]
" સાહેબ ! રાધનપુરથી મોતીલાલ શેઠને તાર છે. તે આજે આપના દર્શનાર્થે આવે છે.” એક ગૃહસ્થ નગરશેઠને ત્યાં આવેલ તારના સમાચાર આપ્યા.
મોતીલાલભાઈ તે ધર્માત્મા છે, તેમને માટે યોગ્ય. વ્યવસ્થા કરવા ઉપયોગ રાખશે.” મહારાજશ્રીએ સૂચના કરી.
સાહેબ! બધી વ્યવસ્થા નગરશેઠને ત્યાં થઈ છે. સ્ટેશને પણ તેમને લેવા માટે બે ભાઈઓ જવાના છે.”
મણ વંદામિ ” શ્રી મોતીલાલભાઈએ વંદણા કરી.
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાચલજીને સંઘ
ર૭૭ ધર્મલાભ! સ્ટેશનેથી સીધા અહીં આવે છે કે શું?” મહારાજશ્રીએ તેઓને વહેલા આવેલા જોઈને પ્રશ્ન કર્યો.
સાહેબ! આપના દર્શને આવ્યા તે પહેલું કામ તે એજ કરવુંને? હજી ચાલે આવું છું.”
હવે સુખેથી અવસર જુઓ પરવારીને આવશે, શાંતિથી ધર્મચર્ચા કરીશું.” મહારાજશ્રીએ સૂચના કરી.
સાહેબ! ઘણા વર્ષે આપનાં દર્શન થયાં. યાદ આવે છે આપણે સાથે જ ગુરુમહારાજ શ્રી હર્ષવિજયજીની પાસે અભ્યાસ કરતા હતા.” મેંતીલાલશેઠે નાનપણની વાત કરી.
“મોતીલાલભાઈ! તે દિવસે તે કાંઈ ભૂલ્યા ભૂલાય છે. આપણે તે એક ગુરુના બે શિ.”
હું આપને વિનતિ કરવા આવ્યો છું.”
મોતીલાલભાઈ! તમારે પ્રેમભાવ હું સમજું છું પણ મારે વિચાર સિદ્ધાચલ જલદી પહોંચવાને છે પછી રાધનપુર તે આવશું જ. તમે ક્યાં છેડે એમ છે?” મહારાજશ્રીએ પિતાને ઈરાદે સ્પષ્ટ કર્યો.
પણ મારી ભાવના શ્રી સિદ્ધાચળજીને સંઘ કાઢવાની થઈ છે. આપશ્રી તેમાં પધારો તેમ મારી ઈચ્છા છે. અને આપને તે સિદ્ધાચળજી જવું છેજ તે તે પછી “એક પંથ અને દો કાજ” આપ મારી વિનતિ સ્વીકારો અને
Page #320
--------------------------------------------------------------------------
________________
ર૭૮
યુગવીર આચાર્ય આ ચાતુર્માસ પછી રાધનપુર તરફ વિહાર કરી પધારશે.”
તમારી વિનતિને માન આપ્યા સિવાય તે કેમ ચાલે? વળી દાદાની યાત્રા માટે અમારી બધાની ઉત્સુકતા છેજ. ” સંઘમાં જવા માટે મહારાજશ્રીએ હા કહી.
ચાતુર્માસ સમાપ્ત થયાથી વડોદરાનિવાસી ભાઈ નાથાલાલ પટેલને સં. ૧૯૯૬ના કાર્તક વદી ૨ ના દિવસે આનંદપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેમનું નામ મિત્રવિજયજી રાખવામાં આવ્યું. અને તે શ્રી સોહનવિજયજી મહારાજના શિષ્ય થયા.
આપે તેર સાધુઓની સાથે પાલણપુરથી વિહાર કર્યો. મેત્રણ શ્રી રાષભદેવજીના દર્શને પધાર્યા. ઊંઝાથી મહારાજશ્રી મેતીવિજયજી મહારાજ પણ ઊંઝાના સંઘસહિત અહીં પધાર્યા હતા. પંદર સાધુઓ સહિત આપ પાટણ પહોંચ્યા. પાટણમાં મહારાજશ્રીનું શ્રીસંઘે સુંદર સ્વાગત કર્યું. થોડા દિવસ ત્યાં સ્થિરતા કરી. શ્રીસંઘને આગ્રહ હતો કે મહારાજશ્રી થડા દિવસ ત્યાં રહી જાહેર વ્યાખ્યાને આપે, પણ શ્રી મોતીલાલ મુળજીના સંઘમાં જવાની ઉતાવળ હોવાથી પાટણથી વિહાર કરી રાધનપુર પહોંચ્યા.
રાધનપુરના શ્રી સંઘને ઉત્સાહ તથા આનંદ અને હતો. રાધનપુરને એ વાતનું અભિમાન હતું કે જે મહાન આત્માને હજારે ખર્ચ કરી અહીની ભૂમિમાં દીક્ષા આપી
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાચળના સધ
૨૦૧
હતી તે આજ જૈન સંઘના આકાશમાં સૂર્યની જેમ ચમકી રહ્યા છે; જે મહાન આત્માની તેમણે આશા કરી હતી કે તે જૈન ધર્મની જયપતાકા ફરકાવશે તે આત્માએ તેની આ અભિલાષા પૂર્ણ કરી છે; જે મહાન આત્માને યૌવનના ઉષ:કાળમાં, વાસનાઓથી પરિપુર્ણ પ્રભાતમાં સંયમરૂપી અમૂલ્ય રત્ન આપી હજારા પ્રલેાભનામાં છેાડી દીધા હતા તે બાવીસ બાવીસ વર્ષ પછી એક વિજયી વીરની માફક ચમ રત્નને ઉજ્જવળ કરી પેાતાની દીક્ષાભૂમિમાં ફી પગ કર્યા છે. આ પ્રસંગે રાધનપુરના બચ્ચા બચ્ચાને આનંદ ઉત્સાહ અવર્ણનીય હતા. ઘેરેઘેર તેારણ બંધાયાં, બજારે બજારે શણગાર શે।ભી રહ્યા. સંઘમાં આનંદ આનંદ છાઈ રા.
સંઘ માટેની તૈયારી શ્રી મેતીલાલભાઈ એ કરી રાખી હતી. ગાંમેગામ નિમત્રા મેકલ્યાં હતાં. આસપાસના ગામાના ભાઇબહેનને મન આ અમૂલ્ય લ્હાવા હતા. શ્રીસઘમાં જવાના અને સિદ્ધાચળજીને ભેટવાના આ અમૂલે અવસર ચૂકવા જેવા નહોતા. સેકડા ભાઈબહેના સંધમાં જવા માટે હમેશાં આવી રહ્યાં હતાં.
સંવત ૧૯૬૬ ના માગશર સુદી ત્રીજને દિવસે સ ઘે માંગળપ્રયાણ કર્યું. પહેલું મુકામ શ્રી શ ંખેશ્વર આવી પહોંચ્યા અહીં ત્રણ દિવસ પૂજા-પ્રભાવના થઈ. અહીંથી રવાના થઈ સબ્ર દસાડા થઈ માંડલ પહેાંચ્યા. માંડલના શ્રીસ શ્વે સ્વાગત કર્યું, તથા સંઘપતિ શેઠ મેતીલાલ મુળજીને એક માનપત્ર આપ્યું. જ્યાંસુધી સંઘ માંડલ રહ્યો ત્યાંસુધી મહા
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૦.
યુગવીર આચાર્ય રાજશ્રી હંમેશાં વ્યાખ્યાન આપતા. વ્યાખ્યાનનો માંડલના જૈન અજૈન ભાઈઓ તથા સંઘના બધા ભાઈબહેને લાભ લેતા. અહીંથી રવાના થઈ ઉપરિયાલાતીર્થ, પાટડી, લખતર, વઢવાણ થઈ લીંબડી પહોંચે.
લીંબડી દરબારને સંઘના આગમનના સમાચાર મળ્યા ત્યારે તેમણે કહેવરાવ્યું કે સંઘ તથા સંઘમાં આવેલા મુનિરાજોના દર્શન કરવાની મારી ઈચ્છા છે. તેમજ જે વ્યાખ્યાન થવાનું હોય તે હું વ્યાખ્યાનમાં પણ આવવા ઈચ્છું છું.
શ્રી મોતીલાલભાઈએ વ્યાખ્યાનને સમય કહેવરાવ્ય અને તે સમયે ઠાકોર સાહેબ સપરિવાર આવી પહોંચ્યા. મહારાજશ્રીએ દોઢ કલાક મનુષ્ય જીવનની ઉપયોગીતા તથા જીવન સાર્થક કરવા વિષે મનનીય વ્યાખ્યાન આપ્યું. ઠાકર સાહેબ તે સાંભળી બહુ પ્રસન્ન થયા તથા હાથ જોડી બોલ્યા –“આપનું વ્યાખ્યાન સાંભળી મને બહુ જ આનંદ થયો છે. મેં સાંભળ્યું હતું કે આપે સ્વર્ગવાસી આત્મારામજી મહારાજના સહવાસમાં રહી તેઓશ્રીની વિદ્રતા અને વ્યાખ્યાન શૈલી મેળવ્યાં છે. આજ મને આપની વાણી સાંભળી આપને વિશેષ સાંભળવાની ઉત્સુકતા થઈ છે. આપ તે આજે વિહાર કરવાના છે, પણ હવે પાછા ફરતાં લીંબડીને યાદ કરશે. તે વખતે આઠેક દિવસ અહીં સ્થિરતા કરવાની છે તે યાદ રાખશે.”
આ તરફ આવવાનું થશે તે તે જરૂર આપની ઈચ્છા પૂરી થશે. સંઘને ઉતાવળ છે. આજે જ વિહાર કર
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાચળજીને સંઘ
ર૮૧ વાને હતું પણ તમારી ઈચ્છાને માન આપી શ્રી મતીલાલભાઈએ એક દિવસ અહીં વિશેષ સ્થિરતા કરી.”
ઠાર સાહેબ ફરી વંદણ કરી રવાના થયા. સંઘપતિ શેઠ મોતીલાલજીએ ઠાકોર સાહેબના આતિથ્ય માટે બીજી જગ્યાએ પ્રબંધ કર્યો હતો ત્યાં તેમને સત્કાર કરવામાં આવ્યું. અહીંથી રવાના થઈ સંઘ ચૂડા થઈ રાણપુર પહોંચે. અહીં પંજાબનો શ્રીસંઘ આબૂ, ભેચણીની યાત્રા કરી આપણું ચરિત્રનાયકના દર્શનાર્થ રાણપુર આવી પહ
એ. અહીંથી બને સંઘ સાથે જ રહ્યા. સંધ બેટાદ આવ્યું. બોટાદમાં એક પ્રાચીન પ્રતિમા આવ્યાં હતાં. શ્રીસંઘ તેને ધૂમધામપૂર્વક શહેરમાં પ્રવેશ કરાવવા છતે હતે પણ સ્થાનકવાસીઓ સામેના પ્રતિબંધથી તેઓ મૂંઝાતા હતા. મહારાજશ્રીની પાસે તે વાત આવી. મહારાજશ્રીએ કહ્યું કે સંઘના પ્રવેશની સાથે પ્રતિમાજીને પ્રવેશ મહત્સવ કરવામાં કશે પ્રતિબંધ નહિ નડે. તમે કશી ચિંતા ન કરે શાસનદેવ આપણી સહાયતા કરશે. બસ પછી તે બોટાદના શ્રીસંઘનો ઉલ્લાસ વધી ગયે. પ્રતિમાજીને પાલખીમાં પધરાવી પ્રવેશ કરાવ્યું અને મંદિરજીમાં પ્રભુને બીરાજમાન કર્યા. લેકે આજે પણ જ્યારે જ્યારે તે પ્રતિમાજીના દર્શન કરે છે ત્યારે ત્યારે મહારાજશ્રીને યાદ કરે છે.
બેટાદથી રવાના થઈ લાઠીદડ પહોંચ્યા. અહીં પંજાબના શ્રીસંઘે રાધનપુરના શ્રીસંઘને પ્રીતિભોજન આપ્યું. લાઠીદડથી પછેગામ, વળા વગેરે ગામોમાં થઈ સંઘ સં.
Page #324
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચા ૧૯૬૬ ના પોષ સુદી ૧૦ ના દિવસે પાલીતાણા પહેાંચ્યા. પાલીતાણાના શ્રીસંઘે રાધનપુરના શ્રીસંઘ અને મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. બીજે દિવસે સિદ્ધિયેાગમાં શ્રીસંઘે આનંદપૂર્વક દાદાની યાત્રા કરી. વર્ષો પછી આજે દાદાની યાત્રાની ઝંખના પૂરી થવાથી અધા મુનિરાજોના હૃદય હર્ષાશ્રુથી ભરાઈ આવ્યાં. આજ ગુરુમહારાજની સાથે યાત્રા કરી જીવનની સાર્થકતા અનુભવી.
૨૦૨
સંઘમાં બધા મળી ૧૬૦૦ માણસ હતાં. રાધનપુર થી પાલીતાણા પહેાંચતાં એક મહિના ને આઠ દિવસ થયા. સંઘપતિ દાનવીર શેઠ મે!તીલાલ મુળજીએ આ પ્રસંગે ગુરુમહારાજની સમક્ષ તી માળ પહેરી. સંઘ પાલીતાણાથી પાછા ગયા. મહારાજશ્રી સાધુમ`ડળની સાથે એક મહિના યાત્રાના લાભ લેવા રાકાયા. મુનિવય શ્રી મેાતીવિજયજી મહારાજની સાથે આવેલ એક મુમુક્ષુને દીક્ષા આપી.
પાલીતાણાથી વિહાર કરી આપ ભાવનગર પધાર્યા. અહીં મુનિશ્રી મિત્રવિજયજી તથા મુનિશ્રી ઉદયવિજયજીની વડી દીક્ષા પન્યાસજી મહારાજશ્રી કમળવિજયજી મહારાજના શુભ હસ્તે થઈ. ભાવનગર, ઘાઘા, વરતેજ થઈ આપ શિહેાર પધાર્યા. શિહેારથી વિહાર કરી વળા આવ્યા. અહીં તપગચ્છ તથા લાંકા ગચ્છમાં મતભેદ હતા. તે માટે મહારાજશ્રીએ પ્રયત્ન કર્યો અને તેનું પ્રયત્નપૂર્વક સમાધાન કરવામાં આવ્યું. ધેાલેરાના ભાઈ એની વિનતિ ઘણા વખતથી હતી. તેથી વળાથી વિહાર કરી પેાલેરા પહોંચ્યા. ધોલેરાના સંઘમાં મહારાજશ્રીના આગમનથી અપૂર્વ ઉત્સાહ હતા.
Page #325
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાચળજીના સઘ
6
જૈના અને બીજા ધર્મના ભાઈએ પણ મહારાજશ્રીના સ્વાગતમાં ઘણી મેાટી સંખ્યામાં હતા. ઘણા વર્ષે ૫ાખની ભૂમિને પાવન કરતા ગુજરાતમાં આવેલા પેાતાના મુનિ રત્નને માન આપવા આખુંએ શહેર આનંદમગ્ન હતું. આખુએ શહેર સુશાભિત બનાવ્યુ હતું. લગભગ ૧૧ તે દરવાજા બનાવ્યા હતા. હિંદુ-મુસલમાન બધાએ આ કાર્યમાં સહાયતા આપી હતી. બજારની શૈાભા નિરાળી હતી. બેડના મધુર સરાદ તથા ભજનમ`ડલીએના સુંદર ગાનાથી આખુ શહેર ગાજી રહ્યુ હતું. વચ્ચે વચ્ચે ‘ આત્મારામજી મહારાજની જય, ’ વલ્લભવિજયજી મહારાજની જય ’ ‘જિનશાસનની જય ’ આદિ નાદથી આખુ શહેર ગુંજી રહ્યું હતું. શ્રાવિકાઓની ભક્તિપૂર્ણ ગહુંલીએ આખાએ રસ્તાને મધુર ગીતાથી ભરી રહી હતી. જગ્યાએ જગ્યાએ આ સાધુવૃદ્ઘના દના લેાકાની ભીડ જામી હતી. ઉપાશ્રયમાં પાંચી મહારાજશ્રીએ સાવ નામ જૈનધમ ના ઉપદેશ આપ્યા. મનુષ્યજન્મની સફળતા ધમ સિવાય બીજા કશા આલઅનથી શકચ જ નથી તે વિસ્તારથી સમજાવ્યું. જ્યારે વ્યાખ્યાન પૂરું થયું ત્યારે વાવૃદ્ધજને ‘ વાહ વાહ ’ ઉચ્ચારવા લાગ્યા અને કહેવા લાગ્યાઃ ‘ આપણી ઉંમરમાં તે આવું સ્વાગત અને આવી સુધાવાણી પહેલી વાર સાંભળી. અહીં અડાઇ મહાત્સવ આદિ ધર્મકાર્યો થયાં. અનેક જૈન-જૈનેતર ભાઈ એ ઉપદેશામૃતનું પાન કરી તૃપ્ત થયાં.
૨૮૩
ધેાલેરાથી વિહાર કરી ખભાત પહોંચ્યા. ખભાતમાં શેડ પાપટભાઈ અમરચંદ મહારાજશ્રીને જોઈ અત્યત
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૪
યુગવીર આચાર્ય આનંદિત થયા. આજથી ૨૧ વર્ષ પહેલાં ગુરુમહારાજશ્રી આત્મારામજી મહારાજની પાસે ટોપી પહેરીને અભ્યાસ કરતા શાંત મુદ્રાવાળા, તેજસ્વી લલાટવાળા અને સંયમના વાંછુ છગનભાઈને જોયા હતા. તેમને કલ્પના નહોતી કે એજ છગનભાઈ પંજાબની રક્ષા” ના અધિકારી બનશે, તેજ ગુરુદેવના નામને દીપાવશે. આજે તેમને જોઈ હર્ષશથી ગદ્ગદિત થઈ ગયા. મહારાજશ્રીને વંદણ કરી ખંભાતમાં ચોમાસું કરવા પ્રાર્થના કરી પણ વડોદરાની વર્ષોથી વિનતિ હતી. વડેદરાને શ્રીસંઘ મહારાજશ્રીની ઘણું દિવસોથી રાહ જોઈ રહ્યો હતે.
Page #327
--------------------------------------------------------------------------
________________
|
જન્મભૂમિનું ઋણ
૨ ૩૩ ]
ત્રણ વર્ષની તપશ્ચર્યા આજે ફળી. અમૃતસર --૫'જાખથી વડાદરાના શ્રીસંઘની ગૂજરાત તરફ પધારવાની અને જન્મભૂમિને પાવન કરવાની પ્રાથના હતી. તેજ વર્ષમાં ગૂજરાત પહોંચવાની દૃષ્ટિએ વિહાર થયા. દુ:ખી હૃદયે પંજાબ શ્રીસ`ઘે વિદાય આપી. તે દ્રશ્ય-પ જામી ભાઇબહેનની અશ્રુભરી આંખેા અને ગુરુમહારાજના હર્યાભર્યા અગીચાના માળીની રવાનગી અધુંય આજે પણ યાદ આવે છે. દિલ્હીના શ્રાસંઘે મહારાજશ્રીને ચાતુર્માસ કરવા રોકી પાડયા અને ત્યાંનું નિમિત્તે નહેાતું તેથી ઠેઠ ખી'વાઈથી ફ્રી ગુરુચરણામાં ગુજરાવાલા શાસ્ત્રાર્થ માટે આચાર્ય શ્રી વિજયકમલ સૂરીશ્વરજી, ઉપાધ્યાયશ્રી વીરવિજયજી તથા પંજાખ શ્રીસ'ઘની પ્રેરણાથી જવું પડયું. ત્યાંથી આવતાં જયપુર રહેવું પડયુ—ગુજરાતને આંગણે પહોંચતાં જ પાલણપુરે મંગલકાર્યો માટે રાકી પાડયા અને રાધનપુરના દાનવીર શેઠ મેાતીલાલ મુળજીના શ્રીસંઘમાં જઇ આનંદથી સિદ્ધ!ચળ ભેટી સારાષ્ટ્રના ગામેામાં ઉપદેશામૃતનું પાન કરાવતા આજે વડાદરામાં પગ મૂકયા—જન્મભૂમિને—પેાતાના
Page #328
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
૨૮૨
પ્યારા વતનને યાદ કર્યું.
,,
એક દિવસ હતા જ્યારે ગુરુદેવના વચને એ જાદુ કર્યું, અને માળક છગનના અંતરાત્મા જાગી ઊઠયેા. નાતાને સંદેશ “ તીર્થંકરને ચરણે ” તાજો થયા. એક દિવસ હતા, જ્યારે ગુરુની પાછળ છગન વેલેા બન્યા હતા. એક દિવસ હતેા જ્યારે અમદાવાદ પહેાંચેલા છગનભાઇને ધાક ધમકીથી પાછા લાવવામાં આવ્યા હતા. એક દિવસ હતા જ્યારે કિશાર છગન જન્મભૂમિને છેલ્લા પ્રણામ કરી કીક્ષાની પાછળ દોડી ગયા હતા. એક વખત હતેા અમદાવાદના પ્રેમાભાઈ શેઠે છગનભાઈની પરીક્ષા કરી હતી. એક દિવસ હતા પાલીતાણા નરેશે તેના સયમની કસોટી કરી હતી. એક દિવસ હતા રાધનપુરના એક નિવાસમાં મેટ ભાઈને હૃદયપલટો થયા હતા અને એક દિવસ હતા જ્યારે અશ્રુ ભીની આંખે મેાટાભાઈ એ સંમતિ આપી હતી અને આપણા છગનભાઈ શાસન—યમ અને સમાજના ઉદ્યોત કરવાના પવિત્ર ઉદ્દેશથી ગુરુદેવના આશીર્વાદ મેળવી દીક્ષિત બન્યા.
વડાદરા નિવાસીના દિલામાં ભારે ઉત્સાહ હતા. ભારે આનંદ હતા, અભિમાન અને ગારવથી આજ પેાતાના મેઘા રત્નને જોઈ જોઇ હષશ્રી નાચી ઊઠતા હતા. આજ તેમના શહેરનું એક બાળક, જેણે વડાદરામાં સૂર્યનું પ્રથમ દર્શન કર્યું હતું, જેનું બાળપણ વડોદરામાં ઘડાયું હતું, જેનું શરીર અહીંના અન્નજળથી પરિપુષ્ટ થયું હતું, જેણે પાળીપાષી મેટા કરી જગતના ચેાકમાં મેાકલ્યા હતા, જે કિશારને વિદ્યાર્થી અવસ્થામાં અહી જ ગુરુદČન થયું હતું, અહીં જ
Page #329
--------------------------------------------------------------------------
________________
જન્મભૂમિનું ઋણ
૨૮૭ જેને આત્મા સંસારની અસારતાથી ઉદાસીન બની સંયમ માટે જાગૃત બન્યું હતું, એ જ વડેદરાને જુવાન સંયમ ધારણ કરી પંજાબ જેવા દૂરદૂરના પ્રદેશ ખેડી, ગુરુદેવને ઝંડે દિશદિશમાં ફરકાવી આજે પચીસ પચીસ વર્ષ પછી જન્મભૂમિમાં પદાર્પણ કરે છે. એક નાને દેખાતે આત્મા આજે મહાન બન્યો છે. સમસ્ત પંજાબ, રજપૂતાના તથા સિરાષ્ટ્રમાં પોતાના નામને ડંકે બજાવતે, પોતાના ગુરુ દેવના જયધ્વનિથી આકાશમંડળને ગુંજાવ, જૈનધર્મને ઉદ્યોત સાધતે, માતાપિતાને ધન્ય ધન્ય કહેવરાવતો પોતાના વતનને આંગણે આવે છે.
ખીમચંદભાઈના આનંદની તે સીમા ન હતી. સં. ૧૯૬૬ ના વૈશાખ સુદી ૧૦ ગુરૂવારના દિવસે સમારેહપૂર્વક પ્રવેશ મહોત્સવ થયે.
કેવી ગુરુકૃપા, કે ગુરુને પ્રસાદ, કે ભાગ્યોદય કેવી બ્રહ્મચર્યની અમેઘશક્તિ અને સંયમની પ્રતિભા.
ચાતુર્માસ તો કર્યા સિવાય ચાલે તેમ હતું નહિ તેથી સં. ૧૯૯૬ નું ચાતુર્માસ અહીં પૂર્ણ કર્યું.
આ વખતે આપની સાથે ૧૯ મુનિરાજે હતા. વ્યાખ્યાનેની તો ધૂમ મચી. હજારે જેનજેનેતર ભાઈઓ હંમેશાં વ્યા
ખ્યાનને લાભ લેવા લાગ્યા. અઠ્ઠાઈ કરવાવાળાને જમણને કર આપ પડતે તે તે, પાલણપુરની જેમ બંધ કરાવ્યું.
ખીમચંદભાઈની ભક્તિ તો ભારે પ્રશંસનીય હતી. તેમણે વિચાર્યું આજે છગનભાઈ છગનભાઈ હેત તે મારે ' વિવાહ આદિમાં કેટલું બધું ખર્ચ કરે પડત? આજે
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૦૦
યુગવીર આચાય
તે વડીલેાના પુણ્યમળે અને તેમની પેાતાની ભાગ્યરેખાના અળે તે અમારે ત્યાં મહાન આત્મા—સાધુ બનીને આવેલ છે તે! મારે પણ લાભ લેવા જોઇએ. તેમણે શ્રીસંઘને વિનતિ કરી કે આ ચામાસામાં જે કાઈ બહેન ભાઈ મહારાજશ્રીના દન માટે આવશે તેમનુ આતિથ્ય હું કરીશ. પણ શ્રીસંઘે નવા રિવાજ પડી જવાની દૃષ્ટિએ નિયમ પ્રમાણે વારા રાખ્યા.
ખીમચંદભાઈ એ બીજી માગણી કરી કે જે ૫ જામી બહેનભાઈ મહારાજશ્રીના દર્શન માટે આવશે તેમનું આતિથ્ય તે હું જ કરીશ. આ વિનતિ માન્ય રાખી ઘણ શ્રી—પુરુષા ગુરુમહારાજના દર્શને આવ્યા અને ખીમચંદભાઇએ તેમની ભાવપૂર્વક ભક્તિ કરી.
આ વર્ષોં વડેદરાના શ્રીસંઘમાં ઘણા ઉપકારના કાર્યા થયાં, જૈન સ`ઘના ઉત્કષ માટે ચેાજનાએ પણ થઈ. આવશ્યક સુધારા પણ થયા. ચાતુર્માસ સમાપ્ત થતાં શાહ ખીમચંદ દીપચંદ તથા શાહ ચુનિલાલ ત્રિભુવનદાસ—મામા— ભાણેજ બન્નેએ મળી કાવી—ગ ધારના સંઘ કાઢચા તેમાં મહારાજશ્રી પણ સાધુમંડળ સાથે પધાર્યાં. પાદરા, માલર થઈ ને સંઘ કાવી તીથ પહેાંચ્યા. બધા યાત્રા કરી આનંદ પામ્યા. મહારાજશ્રીએ અહી એકવીસ પ્રકારની પૂજા રચી. અહીં સાસુ—વહુના બે સુંદર અને આકર્ષીક મંદિર છે. ત્રણ દિવસ કાવીમાં રહી સ'ધ ગંધાર પહોંચ્યા.
ઃ
અહા શું પ્રાચીન જાહેાજલાલી અને આ આજની જર્જરિત દશા !” ગુરુમહારાજ ગંધારની દશા જોઈ ને
Page #331
--------------------------------------------------------------------------
________________
જન્મભૂમિનું ઋણ
૨૮૯ આઘાત પામ્યા. “ત્રણસો વર્ષ પહેલાં જે ગંધારમાં લાખોની વસ્તી હતી તે આજે વેરાન દેખાય છે. પાંચ પચીસ માણસે પણ નજર નથી આવતાં. જ્યાં હજારે મનહર મહેલે ને અટારીઓ હતી ત્યાં ૨૦-૨૫ ઝુંપડાં દેખાય છે. જે સ્થાન સાયંસંધ્યા મંદિરના ઘંટા–નાદથી ગાજી રહ્યું હતું ત્યાં એક ઘંટડીને અવાજ માત્ર સાંભળવા મળે છે. જે ભૂમિ શ્રી હીરવિજયસૂરિ જેવા પ્રભાવિક પુરુષોએ પાવન કરી હતી અને જ્યાં દિવ્ય ઉપદેશ આપ્યો હતો જે ઉપદેશની પ્રતિધ્વનિ બાદશાહ અકબરના કાન સુધી પહોંચી હતી તે સ્થાનમાં મુનિરાજેને ઉતરવા ઠામઠેકાણું નથી. આજ ગંધારના અવશેષે જોઈ જોઈ ને આંખ ભીની થાય છે. એક જિનાલય ઉંચું માથું કરી ગંધારની પ્રાચીન સ્મૃતિની ચાદ આપે છે.”
ગંધારની યાત્રા કરીને સંઘ ભરૂચ પહોંચે. અહીં પંન્યાસજી મહારાજશ્રી સિદ્ધિવિજયજી-(હાલ આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજનું દર્શન કરી આનંદ પામ્યા. ત્રણ દિવસ તેમની સેવામાં રહ્યા. ભરૂચથી વિહાર કરી આપે જગડિયા તીર્થની યાત્રા કરી. તેઓની સાથે પં. શ્રી સિદ્ધિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી મેઘવિજયજી પણ જગડીયા સુધી આવ્યા હતા. અહીંથી સુરત પધાર્યા. સુરતમાં આપને પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી મહારાજ, શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજ તથા પં. શ્રી સંપતવિજયજી મહારાજનાં દર્શન થયાં. ત્રણે મુનિમહાત્માઓના ચરણકમલમાં સાદર વંદણા કરીને પોતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યા.
Page #332
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
સુરતે મહારાજશ્રી તથા પ્રવ્રત કજી આદિનુ ભારે સ્વાગત કર્યું. જ્યારે ગોપીપુરામાં આવ્યા ત્યારે પન્યાસશ્રી આનંદ સાગરજી મહારાજ (વમાન આચાર્ય શ્રી આનદસાગરસૂરિ) તથા અન્ય સાધુમુનિરાજો તથા સાધ્વીજીએ સાનૈયામાં સામેલ થયા હતા.
આ સામૈયામાં લગભગ ૮૦ જેટલા સાધુસાધ્વીએ હતાં. શ્રાવક સમુદાયના તાપાર નહેતા. વડા ચાટાના ઉપાશ્રયમાં ઘેાડા દિવસ રહી ગેાપીપુરાના ઉપાશ્રયમાં પધાર્યા. અહીં સુરતમાં પાલીનિવાસી સુખરાજજી જેએ ઘેાડા વર્ષોથી વડાદરામાં રહેતા હતા અને શ્રી સાહનવિજયજી પાસે ામિક અભ્યાસ કરતા હતાઃ તે આપના વ્યાખ્યાનાથી વરાગ્ય રંગથી રંગાયા હતા, તેઓ વડાદરેથી સાથેજ આવ્યા હતા. દીક્ષા મહેાત્સવ એમના મેટાભાઈ પુખરાજજીએ પાતાના પદ્મરથી કર્યાં હતા. શ્રી સુખરાજજીને સં. ૧૯૬૭ ના મહા વદી ૬ રવિવારના રાજ દીક્ષા આપી સમુદ્રવિજયજી નામ રાખવામાં આવ્યું, તે શ્રી સાહનવિજયજીના શિષ્ય થયા. આજે ગુરુમહારાજના રહસ્ય મત્રીનું કામ કરે છે. તેમને ૧૯૯૩ ના કારતક વદ પાંચમે રાજનગર અમદાવાદમાં પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
૨૯૦
સુરતથી વિહાર કરી મિયાગામ પધાર્યા. ઈરાદો તા હતા પાલીતાણામાં ચામાસું કરવાના પણ મિયાગામના શ્રીસઘના અત્યાગ્રહને વશ થઈ ત્યાંજ રહેવાના નિર્ણય કરવામાં આવ્યે.
સં. ૧૯૬૭ નું પચ્ચીસમું ચેમાસું મિયાગામમાં પૂર્ણ કર્યું.
Page #333
--------------------------------------------------------------------------
________________
સમાધાન અને સુધાર [ ૩૪ ]
(6
હેબ ! અમારા બન્ને ગામનો એક વખત
એવેા સંપ હતા કે ન પૂછે વાત !પણ હમણાં આ પ્રકરણ બન્યું ત્યારથી કલેશ થયા છે અને તેનાથી બન્ને ગામને સુખ નથી. ” એક ભાઈ એ વાત કરી.
(C
પણ તે કલેશને નાબૂદ કરવાના કેમ કોઈ પ્રયત્ન નથી કરતું ? ” મહારાજશ્રીએ પ્રશ્ન કર્યાં.
??
“ સાહેબ ! તે માટે ઘણીવાર પ્રયત્નો થયા પણ તેને તાડ આવ્યે હું, અમારા પુણ્યે આપનાં પગલાં થયાં છે જે આપ તે હાથમાં લેશે તે જરૂર પાર પડી જશે. વાત તેા છે મામુલી પણ તંત બધાઇ ગયેા છે. પેલા ભાઇએ મહારાજશ્રીને વચ્ચે પડવા માટે પ્રાથના કરી.
""
(C
આ કાયાથી કાંઇ શુભ થતું હાય તો હું તૈયાર છું. એ ગામના સ્વામી ભાઈ એમાં સંપ થાય તે! ઘણું સારું. હું જરૂર પ્રયત્ન કરીશ. ” મહારાજશ્રીએ પેાતાની તૈયારી બતાવી.
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૯૨
યુગવીર આચાર્ય
ગુરુદેવ! કાલે અષ્ટમી છે. બન્ને ગામના આગેવાને વ્યાખ્યાનમાં આવશે. તેજ પ્રસંગે જે આપ બે શબ્દ કહેશે તે કામ થઈ જશે.” તે ભાઈએ સૂચના કરી.
“ હું પણ એજ વિચાર કરું છું.”
તમે બને ગામના આગેવાનભાઈએ આજે હાજર છે. મારું સાધુનું કામ ટંટા-ફિસાદમાં પડવાનું નથી. તમારા સામાજિક બંધારણમાં દખલ કરવાને મારે ઈરાદે પણ નથી, પણ જ્યારથી મેં સાંભળ્યું છે ત્યારનું મને ચેન નથી. બે ગામના સ્વામીભાઈએ પર્યુષણ જેવામાં પણ સાથે બેસી આનંદથી જમી ન શકે અને નજીવા કારણસર વૈરવિરોધ વધતાં જાય તે બરાબર નથી. બન્નેએ થોડી ઉદારતા રાખવી જોઈએ, જૈન સમાજમાં તે ક્ષમા એજ ભૂષણ છે. મને તે દુઃખ થાય છે માટે કહું છું. હું તે કાલે ચાલ્યા જઈશ પણ મારાથી તમારે રટલે હક કર્યાને આનંદ નહિ ભોગવાય. તમે ધારો તે આજેજ એક થઈ શકે છે. પર્યુષણમાં પણ આનંદ નહોતે તે તમે જોયું. હવે તો અમારે વિહાર કરવાનો દિવસ પણ આવી પહોંચ્યો. ભિક્ષા તે તમે આપે છે પણ જતાં જતાં મારે તે “સમાધાન” ની ભિક્ષા જોઈએ છે. બેલે શું કહે છે?”
મહારાજશ્રીના માર્મિક અને મધુર વચનોની જાદુઈ અસર થઈ. બન્ને ગામવાળાઓએ મહારાજશ્રી જે ચૂકાદો આપે તે મંજૂર કરવા ઈચ્છા બતાવી અને તે માટે એકબે દિવસમાં લેખિત પ્રાર્થનાપત્ર આપવા પણ જણાવ્યું.
Page #335
--------------------------------------------------------------------------
________________
સમાધાન અને સુધાર
૨૯૩ શ્રેતાજનેને આનંદ અને આશ્ચર્ય થયું. પર્યુષણ જેવા પર્વોમાં જે કામ ન થયું, વર્ષોના પ્રયત્નથી જે ન સધાયું તે એક ક્ષણમાં થયું. કે ચમત્કાર ? કે પ્રભાવ? વાણુને જાદુ–પ્રેમને પ્રભાવ, સમાજ સંગઠનની ધગશ અને સાધુતાની ઝલક પગલે પગલે પરખાય છે.
૧૯૬૮ ના કાર્તક સુદી ૧૩ ના દિવસે એક પ્રતિજ્ઞાપત્ર લખીને તેઓશ્રીને ચૂકાદે આપવા વિનંતિ કરી. દરમ્યાન મહારાજશ્રીએ બધી વસ્તુસ્થિતિ જાણી લીધી હતી. જરૂરી માહિતી મેળવી લીધી હતી અને જે જે ભાઈઓને પૂછવાનું હતું તે બધું પૂછીને પિતે નીચે પ્રમાણે ચૂકાદે આપ્યું.
___ बंदे वीरम् (૧) પરમાત્મા શ્રી મહાવીર સ્વામી તથા ગુરુ મહારાજ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ–આત્મારામજી મહારાજને નમસ્કાર કરીને પ્રગટ કરું છું કે, આજે ચોમાસી ચૌદસ છે. તેથી કોઈ પણ જાતને વૈર-વિરોધ શાન્ત થાય તે ચોમાસી પ્રતિક્રમણ સફળ થયું ગણી શકાય.
(૨) પ્રતિ વર્ષ પર્યુષણના દિવસોમાં વાંચવામાં આવે છે કે વિદાયન રાજાએ પોતાના અપરાધી ચંડપ્રદ્યોત રાજાને રાજ્ય આપી તેને ક્ષમા આપી ત્યારે ઉદાયને પોતાનું સંવત્સરી પ્રતિક્રમણ સફળ થયું માન્યું.
(૩) આ ઝગડામાં તે એવી કોઈ વાત છે નહિ, કોઈને કાંઈ દેવાનું પણ નથી. માત્ર માનરૂપી તલવારને મ્યાનમાં રાખવાનું કામ છે. અને તે બન્ને પક્ષો માટે જરૂરી છે, કારણ કે આ ઝગડો બને તરફની ખેંચતાણમાં વધી પડયો છે. આશા છે કે ઉદાયન રાજાનું દ્રષ્ટાંત ધ્યાનમાં રાખીને બન્ને પક્ષે પોતાના મનને શાંત કરી શ્રી જિનેશ્વર દેવના આજ્ઞાધારક બનશે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૯૪
યુગવીર આચાર્ય (૪) સાધુ કહેવાઉં છું. જાતિ જાતિને ઝગડામાં કોઈ પણ જાતની દખલ કરવી સાધુતાને શોભાસ્પદ નથી. પણ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં છેવટે ધર્મ સંબંધી કાર્યોમાં બાધા પડવાની સંભાવના જોઈને પરસ્પર વિર-વિરોધ શમે તે હેતુ માત્રથી તેમજ પંચની તરફના દસ નેતાઓની પ્રબળ ઈચ્છાથી આ વિષય મારે મારા હાથમાં લેવો પડ્યો છે.
(૫) એ વાત તે નિઃસંદેહ છે કે જ્યાં બે પક્ષ હોય છે, ત્યાં ચૂકાદો દેનાર બન્ને પક્ષોને પરિપૂર્ણ રીતે સંતોષી શકે નહિ; તેમ છતાં બન્ને પક્ષો તે ચૂકાદાને માનવા પ્રતિજ્ઞાબદ્ધ ગણાય છે. આ વિષયમાં બને ત્યાં સુધી બન્ને પક્ષને સંતોષ થાય તેવો પ્રયત્ન કરવામાં કચાશ રાખી નથી. માટે આશા છે કે બન્ને પક્ષો સંતોષ ધારણ કરી ક્ષક વાતોને પિતાના મનમાંથી કાઢી નાંખશે.
(૬) એમાં સંદેહ નથી કે જે ભાઈને માટે આ ઝગડે થયે છે તે વાસ્તવિક રીતે અપરાધી છે અને સાને લાયક છે. કારણ બન્ને પક્ષના ખાસ ખાસ માણસે પણ તેનું કાર્ય અનુચિત માને છે. અને અનુચિત કાર્ય થયું તે તે કરનાર અપરાધી છે જ. અને અપરાધીને યથોચિત દંડ મળે તે એક પ્રકારની નીતિ પણ છે, પણ અપરાધીને પુણ્યબળથી આજ પર્વ-દિવસ આવી ગયો છે.
(૭) પર્વને દિવસે તે સજા પામેલા અપરાધીને પણ મુક્ત કરી દેવો જોઈએ એમ શાસ્ત્રનો નિયમ છે. તે પ્રમાણે શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજના ઉપદેશથી મહારાજા કુમારપાળે અને શ્રી હીરવિજય સૂરિ મહારાજના ઉપદેશથી બાદશાહ અકબરે જે કાંઈ કર્યું છે તે બધા જૈને જાણે છે. તેથી આજે પર્વના દિવસે અપરાધીને કેઈપણ જાતની સજા કરવી હું ઉચિત સમજતો નથી, પણ અપરાધીને સજાથી મુક્ત કરવાની સૂચના કરું છું.
(૮) અદાલતને પણ એવી સત્તા હોય છે કે અપરાધ સાબીત
Page #337
--------------------------------------------------------------------------
________________
સમાધાન અને સુધાર
૨૯૫
થયા છતાં અપરાધીને અદાલત ધારે તે ધ્યા બતાવીને છેડી મૂકવામાં આવે છે.
(૯) આમ છતાં ખાસ ખાસ માણસા દ્વારા જાણી શકાયું છે કે તે ભાઈ પોતાની રાજીખુશીથી જ્ઞાતિને જમણુ દેવા તૈયાર છે; તે હું તેમાં કેટલું પિરવત ન કરવું ઉચિત સમજું છું કે એની જગ્યાએ એક જ જમણુથી બધા ભાઈ એ સ`તેષ માને અને ખીજા જમણમાં જેટલી ટમ થતી હોય તેટલી રકમ શ્રી સ'ભવનાથજીના મંદિરના દહારમાં આપે તે આ લે!ક અને પરલેાક સાધ્યું ગણી શકાય. પણ આ કામ રાજીખુશીથી કરવાનાં છે. કાઈપણ પ્રકારની સજા કે દંડ રૂપ તે નિહ જ.
(૧૦) આઈના ભરણપેાષણને માટે, તે પેાતાની ભલાઈ સમજી પેાતાના પતિ તથા પંચાયતની ઈચ્છા પ્રમાણે વન રાખે તે પંચાયતે તેને યોગ્ય અદાબસ્ત કરી આપવા જોઈ એ. તે માટેની જવાબદારી દેડેશી વૃજલાલ શેઠ, શ્રી કસ્તુરચંદ શેઠ તથા જીણારવાળા શ્રી વૃજલાલ દાપયદ જે વયાવૃદ્ધ છે તથા જાતિના રીતરીવાજોથી રિચિત છે તેઓને સોંપું છું.
(૧૧) નાના બાળકને માટે પણ વિચાર કરી લેવા જાઈ એ. તેને માટે તેના દાદા રૂ. ૧૦૦૦) કાર્ય એકમાં શેઠ નેમચંદ પીતાંબર, ગ્રેડ મગનલાલ પીતાંબર તથા છારવાળા શે. મુળચંદ પાનાચંદ તથા પેાતાનું એમ ચાર નામથી કરાવે અને છેકરાના અભ્યાસ વગેરે માટે તેના વ્યાજમાંથી અને જરૂર પડે તે તેની મૂળ રકમમાંથી વાપરવાની તે ચાર ગૃહસ્થાને સત્તા આપવામાં આવે. દૈવયેાગ તે રકમ કોઈપણ કારણથી પડી રહે તેા તેને બીજા વિદ્યાથી એના અભ્યાસમાં વાપરવામાં આવે. પણ તે વિદ્યાર્થી ઓને ધનું શિક્ષણ તે લેવાનું રહેશે જેથી ધમ પર તેની શ્રદ્ધા ટકી રહે.
તા. ક. હું પહેલાં કહી ચૂકયા છું કે આ ચૂકાદો એક સૂચના
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૯૬
યુગવીર આચાય
રૂપ છે, સાધુ તરીકે મારે આવી બાબતો હાથ ધરવી ન લે એ પણ ધ–વૃદ્ધિની દ્રષ્ટિથી મેં મારા ચૂકાદા આપ્યા છે.
વીર સંવત ૨૪૩૮, આત્મસંવત ૧૬ વિક્રમ સ. ૧૯૬૮ ટક સુદી ૧૪ રિવવાર તા. ૫ નવેમ્બર ૧૯૧૧.
શ્રી. જૈન સંઘને દાસ મુનિ વલ્લભવિજય
આ ચૂકાદાથી બન્ને પક્ષેાને સતાષ થયા ઘણા વખતનેા કલેશ મટયેા. બધે શાંતિ પ્રસરી.
મીયાગામમાં જૈન પાઠશાળા પણ કાઈ કલેશથી અંધ થઈ ગઇ હતી. તે મહારાજશ્રીની પ્રેરણાથી ચાલુ થઈ અને તે હંમેશાંને માટે ચાલુ રહે તેથી ત્યાંના કપાસીયાના વ્યાપારીઓ પર થાડાથેાડા લાગા નાંખવામાં આવ્યું. અહી ઉપાધ્યાયશ્રી વીરવિજયજી મહારાજ તથા રતલામ શ્રીસંઘની પ્રેરણાથી ઋષિમંડલની અને નંદીશ્વર દ્વીપની પૂજાએની રચના કરી. મિયાગામથી વિહાર કરી આપ સુરવાડા થઈ વછરા પધાર્યાં. સુરવાડામાં આપના ઉપદેશથી ઘણા માંસાહારીઓએ માંસ અને દારૂનો ત્યાગ કર્યો.
૨
“ સાહેબ! આપ પધાર્યા છે તે કૃપા કરી અમારુ પંચ મળવાનું છે ત્યાંસુધી આપ સ્થિરતા કરા તે ઘણાજ લાભ થશે. અમારે ત્યાં કન્યાવિક્રયનો રિવાજ બહુ વધી પડચા છે, તે તે માટે આપશ્રી ઉપદેશ આપશે તે તેની માટી અસર થયા વિના નહિ રહે. ” વણછરાના ચાર આગેવાતાએ વિનતિ કરી.
Page #339
--------------------------------------------------------------------------
________________
સમાધાન અને સુધાર
૨૯૭
કાઠીઆવાડમાં તે કન્યાવિકય સાંભળ્યો છે, પણ શું ગૂજરાતમાં પણ કન્યાવિક્રય થવા લાગે છે?” મહારાજશ્રીએ આશ્ચર્ય બતાવ્યું.
મહારાજશ્રી ! અહીં પણ ઘણા સમયથી છે. અમદાવાદ, પાટણ આદિ શહેરોમાં કન્યાઓ પૈસા લઈને આપવામાં આવે છે. ” આગેવાનેએ પરિસ્થિતિ સમજાવી.
તમારું પંચ કેટલા ગામોનું છે અને ક્યારે મળવાનું છે.”
અમારૂં પંચ ૭૦ ગામેનું છે. અને તે બે દિવસમાં જ મળવાનું છે.”
“ત્યાંસુધી તે જરૂર સ્થિરતા થશે. મારાથી બનતે પ્રયાસ પંચના સુધારા માટે કરીશ. તમે પણ મુખ્ય મુખ્ય આગેવાનોને પહેલેથી સમજાવી રાખશે.”
“કૃપાનિધિ ! આપની વાણીમાં તો એવો પ્રભાવ છે કે આપ ધારો તે કરાવી શકે. આ બધા ભાઈઓ તે આપના ઉપદેશ પ્રમાણે જરૂર સુધાર કરશે. અમે ઘણા વખતથી તે માટે પ્રયાસ તે કરીએ છીએ. આજે પંચના ભાગ્યમેજ આપ જેવા ગુરુ અહીં આવી પહોંચ્યા છો.”
એ તે ભાવભાવ છે. નિમિત્ત પ્રમાણે થયા જ કરે છે. મારું-તમારું નિમિત્ત હતું તે આ પ્રસંગે જ મારે આવવાનું થયું. તમે નિશ્ચિંત રહેશે. પંચના કલ્યાણનો વિચાર આપણે જરૂર કરીશું.”
વણછરા ગામમાં ૭૦ ગામના દશાશ્રીમાળીઓનું પંચ મળ્યું. મહારાજશ્રીએ જૈનધર્મ, જૈન સિદ્ધાંત અને જૈન સમાજ
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮
યુગવીર આચાર્ય વિષે વિવેચન કર્યું અને પંચને સમજાવ્યું કે “કન્યાવિક્રય જેવી ઘાતકપ્રથા જે જૈન સમાજમાં ચાલી રહી છે તે એક જાતની હિંસાજ છે એટલું જ નહિ પણ એ એક જાતનું કસાઈનું કામ છે. અરે. કસાઈત મુડદાલનું માંસ વેચે છે જ્યારે કન્યાવિક્રય કરનાર જીવતાનું માંસ વેચે છે. પિતાના પ્યારા બાળકને વેચવા એ કયાંને ન્યાય? અને એ હરામને પૈસે તે સાડાત્રણ દિવસ પણ નથી રહેતો. એટલું જ નહિ પણ તે આપણું સત્યાનાશ લાવનાર થાય છે. દીકરીને નિસાસાનું શું પરિણામ આવે? કઈ જૈન કન્યાવિક્રય કરે એ ધર્મ વિરુદ્ધનું વર્તન ગણાય. એ જેન જ ન ગણાય.
આ માર્મિક વચનેની પંચને સારી અસર થઈ અને નીચે પ્રમાણે સુધારા કર્યા –
“સંવત ૧૯૬૮ના કાર્તક વદી ૪ શુકવાર શ્રીદશાશ્રીમાળી પંચ સમસ્ત નીચે હસ્તાક્ષર કરવાવાળા ગામ વણછરામાં નીચે પ્રમાણે ઠરાવ કરીએ છીએ.
(૧) અમારી જ્ઞાતિમાં કન્યાવિક્રયને રિવાજ પહેલેથી આજસુધી ચાલ્યો આવે છે. તે માટે શ્રી મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી મહારાજના ઉપદેશથી અમારા પરિ ણામાં પરિવર્તન થયું અને તેથી તે રિવાજ બંધ કરવા માટે અમે આતુર થઈને મહારાજ સાહેબ સમક્ષ પ્રતિજ્ઞા કરવા તૈયાર થયા છીએ. . (૨) વિશેષ અમે પાટણ, અમદાવાદ આદિ પરદેશમાં કન્યાઓ આપતા હતા. તે હવેથી કન્યાઓ બહાર દેવાનું બંધ કરીએ છીએ. આટલી બંધી કરવા છતાં જે કંઈ
Page #341
--------------------------------------------------------------------------
________________
સમાધાન અને સુઘાર
૨૯૯
જાતિની ઈચ્છાવિરુદ્ધ અપરાધ કરશે તો તેને જાતિબહાર ગણવામાં આવશે. તેની સાથે કેઈપણ ભાઈ કોઈપણ જાતને વ્યવહાર કરશે નહિ.
(૩) લગ્નપ્રસંગે ત્રણ દિવસ ગૈરવ જમાડવાને અને ચોથે દિવસે વરેડી કરવાનો ઠરાવ હતો તેને બદલે એમ ઠરાવવામાં આવે છે કે એક દિવસ “ૌરવ” કર અને એક દિવસ “વઠી” કરવી. વરેઠી કન્યાના પિતાને ઘેરજ થાય અને તેને માટે વરવાળા રૂ ૧૦૧) કન્યાના બાપને આપે.
અહીં શ્રી ધરણંદ્રપાર્શ્વનાથજીની અલૌકિક મૂર્તિના દર્શનથી અત્યંત આનંદ થયો. ત્રણ દિવસ પંચનું કામ ચાલ્યું. ત્રણે દિવસ વ્યાખ્યાન, પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય આનંદપૂર્વક થતાં રહ્યાં.
વણછરાથી વિહાર કરી પાછિયાપુર પધાર્યા. અહીં અડાઈમહત્સવ આદિ સારી ધામધૂમ થઈ પાછિયાપુરથી અન્યાન્ય ગામોમાં ઉપદેશ આપતા સિનોર પધાર્યા.
બાપજી ! અમે તે સાંભળ્યું કે આપને રસ્તાના ગામમાં આહાર પાણીની ભારે મુશ્કેલી પડી?” એક ભાઈએ વાત સાંભળીને ચિંતાથી પૂછયું.
વાત તો ખરી ! પણ તેમાં શું? સાધુજીવનમાં અનેક જાતના પરિસહે તે હોય છેને?” મહારાજશ્રીએ જવાબ આપે. .. “ પણ સાહેબ ! આ બધા ગામોમાં જૈનેના કોઈકોઈ ઘર તે છે જ !”
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૦૦
યુગવીર આચાય અરે ભાઈતે ભાઈઓએ સાધુઓને જોયા હોય તેને ! કઈ દિવસ આપણા સાધુઓ એ ગામમાં આવ્યા જ નથી ને ! લેકે તે બધા ભેળા ભદ્રિક છે પણ તેને આહાર પણું વહરાવવા કેમ તેનું પણ જ્ઞાન ન હોય. શ્રાવક નામ માત્રના હોય, તેને ધર્મ છે ? દેવ–ગુરુ કોણ? તે ન જાણતા હોય તો તેમાં તેઓને શે ?”
“ગૂજરાત જેવા પ્રદેશમાં જ્યાં સેંકડે સાધુઓ વિચારે છે, ત્યાં આવા પ્રદેશમાં કેઈન આવ્યું હોય તે તે આશ્ચર્ય !”
આશ્ચર્ય તે છે જ પણ તે વાત સાચી પણ છે જ. રસ્તામાં એવા ગામે પણ મેં જોયાં જ્યાં ૧૫–૧૮ વર્ષે સાધુઓનું જવાનું થતું હોય તે પછી સહેજે સમજી શકાય કે ઘણા પ્રદેશમાં સાધુને વિહાર ન જ થતું હોય. તેમાં રસ્તાની પણ મુશ્કેલી હોય. અમદાવાદ– સુરત જેવાં આહારપાણી પણ ન મળે એ બધું વિચારતાં મને તે નવાઈ નથી લાગતી. ”
સાહેબ ! તેનાથી તે જૈન સમાજની વસ્તી ઘટતી જતી જણાય છે. ”
છે જ. પંજાબ, રજપૂતાના, દક્ષિણ, મધ્યપ્રાંત, બંગાળ, સંયુક્ત પ્રાંત વગેરે પ્રદેશમાં તે સાધુના વિહારે ન થવાને લીધે જૈનેની ધર્મભાવના ઘટી રહી છે. અને વસ્તીપત્રકમાં પોતાને જેન નથી લખાવતા. અમે અમારી નજરે તે જોયું છે. પણ ગૂજરાત માટે એવું નહોતું જોયું
તે સંભવિત નહતું. કારણ જ્યાં સાધુઓ વિચરતા હોય ત્યાં તે એવું ન જ હોય. પણ ગુજરાતમાં પણ એવું જ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૧
સમાધાન અને સુધાર બને છે તે જાણી ભારે દુઃખ થયું. જ્યાં જ્યાં અમે ગયા ત્યાં અમે આહારપાણીને વિચાર કર્યા વિના લેકેને સાચે ધર્મ અને દેવ-ગુરુ-ધર્મની સમજ આપવા પ્રયત્ન કર્યો છે.”
સીનેરમાં આ બધા ગામની પરિસ્થિતિ વિષે મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં પણ કહ્યું. સિનેરમાં એક મુસલમાનભાઈ મહારાજશ્રીની પાસે શંકા સમાધાન માટે આવતા હતા. તેમના ઉપર મહારાજશ્રીના ઉપદેશને એવો પ્રભાવ પડશે કે તેમણે માંસત્યાગની પ્રતિજ્ઞા લીધી. એટલું જ નહિ તે વ્યાખ્યાનમાં પણ આવવા લાગ્યા અને વિહાર સમયે બે ત્રણ ગામે સુધી મહારાજશ્રીની સાથે આવ્યા.
સિનેરથી વિહાર કરી આપ કેરલ પધાર્યા. કેરલના શ્રાવકને બહુ જ આનંદ થયો. ૧૮ વર્ષે ગુરુમહારાજના દર્શન થયાં. ૧૮ વર્ષ પહેલાં જ્યારે પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે એક મુનિરાજ પધાર્યા હતા. શ્રીસંઘે ઉત્સાહપૂર્વક અઠ્ઠાઈમહોત્સવ કર્યો. આ ઉત્સવ જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઝુંડના ઝુંડ આવતા હતા. તેમાં એક આશ્ચર્ય થયું.
મંદિરમાં પૂજા ચાલતી હતી. નાથાલાલ ગવૈયા ઠાઠથી પૂજા ભણાવતા હતા. બધા મુનિરાજે પણ હાજર હતા. આજની પૂજા કેરલના એક સ્થાનકવાસી ભાઈની હતી. જે ગુરુમહારાજનું વ્યાખ્યાન સાંભળી મૂર્તિપૂજક સંઘમાં આવ્યા હતા અને તે પ્રસંગના સ્મરણમાં આજે તેમના તરફથી પૂજા હતી. પ્રત્યેક પૂજામાં ૧૧–૧૧ રૂપીઆને ચડાવે તેના તરફથી થતો. ગુરુમહારાજ તેમની
Page #344
--------------------------------------------------------------------------
________________
३०२
યુગવીર આચાર્ય
બાજુમાં જ બેઠા હતા. છેલ્લી પૂજા શરૂ થવાની હતી. નાથાલાલ ગવૈયાએ વચ્ચે એક સ્તવન લલકાર્યું હતું. ત્યાં એક દેડતા આવતા માણસે તેજ શેઠને આવીને ખબર આપ્યા કે તેની પુત્રી રમતાં રમતાં મેડી ઉપરથી પડી ગઈ.
શેઠને ભારે ચિંતા થઈ! પૂજામાંથી ઉઠવું કે કેમ? હવે એક જ પૂજા બાકી છે ! અરે આ કેવા કર્મને ઉદય ? શું હું આજે આ સંઘમાં આવ્યું તેની શિક્ષા તો નહિ હોય! શું કરવું ! ભારે મથામણ થવા લાગી.
ગુરુમહારાજે કહ્યું “તમે ચિંતા ન કરો. ધર્મપ્રતાપે તમારી પુત્રીને કાંઈ જ નહિ થાય! છતાં તમે ખુશીથી જઈ શકે છે. પૂજા પૂરી થઈ જશે. ”
પિતાને જીવ તે કેમ રહે. ગુરુમહારાજની રજા લઈને ઉઠયા અને ઘેર આવ્યા તે પુત્રી ઘરમાં બેઠી બેઠી રમતી હતી. પિતાએ પૂછયું કે બેટા કેમ કરતાં પડી ગઈ! ક્યાં વાગ્યું?
છોકરી તે હસતી હસતી કહેવા લાગીઃ “ ઉપર અમે ઘરઘર રમતાં'તાં, તેવામાં બારીમાંથી પાણી સીંચતા ઉલળી પડી પણ નીચે કોઈએ મને ઝીલી લીધી. મને જરાએ વાગ્યું નથી.” કેવું આશ્ચર્ય! ખરેખર ધર્મકાર્ય અને ધર્મદષ્ટિનું ફળ અદ્ભૂત હોય છે. પેલા ભાઈ ગુરુદેવની પાસે આવ્યા ત્યારે પૂજા પૂરી થઈ ગઈ હતી. તે ગુરુચરણમાં નમી પડ્યા અને ગુરુ મહારાજે તેમને આશીર્વાદ આપ્યા.
અહીંથી વિહાર કરી જુદા જુદા ગામોમાં વિચરતા ડાઈ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિથી આ૫ ડભાઈ પધાર્યા. ત્યાંથી નીકળેલા વડોદરાના સંઘમાં વડોદરા પહોં.
Page #345
--------------------------------------------------------------------------
________________
જ
છે
!'
[૩૪]
મુનિ સંમેલન સાહેબ ! જૈન સમાજમાં સાધુ સમાજની પ્રતિષ્ઠા આજે પહેલા જેવી કેમ નથી દેખાતી?” વડોદરાના એક ગૃહસ્થ વાતવાતમાં સાધુસમાજની વાત કરી.
જમનાદાસભાઈ! હું શું કહું? જૈન સાધુને દુનિ યામાં જોટે નથી. સાધુ-મુનિ–સંયતિ–યતિ–સંવેગી એ નામમાં અને તેના ચારિત્ર્યમાં અસાધારણ શક્તિ છે. રાજા--મહારાજા જેની સામે મસ્તક નમાવે છે. અમીર, ઉમરાવ જેને શિર ઝૂકાવે છે, શેઠ શાહુકાર, ધન, માની, ગરીબ, તવંગર ભક્તિભાવથી ચરણરજ મસ્તક પર ચડાવે છે.” મહારાજશ્રીએ સાધુજીવનની મહત્તા કહી બતાવી.
પણ સાહેબ એ તે ભૂતકાળની વાત થઈ. એવી ચારિત્ર્યપાત્ર મહાન વિભૂતિઓ તો આજે નથી જોવામાં આવતી.”
જમાનાની અસર તે બધે હોય છે તેમ છતાં જૈન સાધુના આચાર આજે પણ શ્રેષ્ઠ ગણાય છે ?
Page #346
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય તેની તે ના પાડી શકાય તેમ નથી. પણ આજે સાધુસમાજની શક્તિ ભિન્ન ભિન્ન થઈ ગઈ છે.”
“તમારી વાત તદ્દન સાચી છે. અને આમ ને આમ ચાલ્યું તો સમાજ થોડા જ વર્ષોમાં છિન્નભિન્ન થઈ જશે. તે પણ હું જોઈ શકું છું.”
“માફ કરશે સાહેબ! પણ પહેલાના મહાપુરુષોએ –રાજાઓને ઉપદેશ આપી રાજ્યધર્મ તરીકે જૈનધર્મને સ્થાપવાના તેમજ તે દ્વારા તીર્થસ્થાને, જેનભંડારે, જૈનમંદિરની રક્ષા કરી જૈન ભાવના અને અહિંસાધર્મને પ્રચાર કરવાનાં મહાન કાર્યો કર્યા છે, તે આજે સ્વપ્નવત બની ગયાં છે.”
ભાઈ! એજ પંચમકાળનો પ્રભાવ. રાગ, દ્વેષ, અહંતા, વગેરેથી સાધુ પણ ક્યાં અલિપ્ત રહ્યો છે. હું જોઈ રહ્યો છું, પ્રત્યેક સાધુમાં–હું પણ તેમાં જ આવી જાઉં છું–પ્રાચીન કાળના મહાપુરુષોના તેજ ત્યાગ કે તપસ્યા ઓછાં થતાં માલુમ પડે છે. અને આ વિષે ગંભીર વિચાર કરવામાં નહિ આવે અને આ કમી પૂરી કરવાના જરૂરી પગલાં લેવામાં નહિ આવે તે સાધુજીવન નિર્વાહ ભયમાં આવી પડશે. જૈન સમાજનું કલ્યાણ પણ સાથે ભયમાં હશે જ.”
સાહેબ ! હું તે ગૃહસ્થી છું. પણ મને જૈનસાધુતા જગતભરમાં શ્રેષ્ઠ માલુમ પડી છે, એટલે જ દુઃખ થાય છે અને તેથી આપ જેવા વિચારક મહાત્મા સાથે ચર્ચા કરવા હિંમત કરી છે. આપ ધારે તે તેને ઉપાય કરી શકે. આપે કાંઈ કરવું જોઈએ.”
Page #347
--------------------------------------------------------------------------
________________
યુનિસ સેલન
૩૦૫
“ હું તે વિષે ચિંતાતુર છું જ. અને તમારી સાથેની વાતમાંથી મને હમણાં એક નવા વિચાર સૂઝી આવ્યે છે.” કૃપાળુ ! એવા કયા નવા વિચાર આવ્યેા છે? ” “ મને લાગે છે. મુનિ સમેલન ' કરવામાં આવે. અધા મુનિવરે એક વખત સાથે મળે. પેાતાની પરિસ્થિ તિના—જૈન સમાજના—પોતપોતાના સાધુજીવનના પેાતાના સંઘાડાના જુદાજુદા સાધુઓને ગંભીરતાથી વિચાર કરે તા જરૂર થાડા અને ઉપયાગી નિયમે કરી શકાય અનેતે દ્વારા સંગઠન સાધી શકાય. સાધુજીવનને વિશેષ તેજસ્વી કરી શકાય.
<<
,,
“ ગુરુવર્ય આ ‘ મુનિ સંમેલન ' ની ચેાજના બહુ જ સુંદર છે અને આજના સમયને બરાબર ઉપયાગી છે. તે માટે વડાડરા ચેાગ્ય સ્થાન છે. તેના ખર્ચ અમે એપાંચ ગૃહસ્થા ઉઠાવી લઇશું. આપ સત્વર તે માટે આંદોલન કરા અને જરૂર આપની ચેાજના પાર પડશે, ”
આપણા ચરિત્રનાયકના વિચારા સ્પષ્ટ હતા. પંજાબમાં સત્તર વર્ષાં રહી ગૂજરાતમાં આવ્યા હતા. ગૂજરાતની પરિસ્થિતિ વિચિત્ર હતી. સાધુસમાજમાં સંગઠન નહેાતું. ગૂજરાતના ગામામાં પણ કેટલીક જગ્યાએ સાધુના વિહાર દુલ ભ હતા. જે પ્રતિષ્ઠા, જે સન્માન, જે પ્રેમ, જે પૂજ્યભાવ અને ભક્તિ આજથી વીસ વર્ષ પહેલાં સાધુઓ માટે હતી તે કે જાણે આજે દેખાતી નહેાતી. રાતદેિવસ તેઓશ્રી આ પરિસ્થિતિના અભ્યાસ કરતા હતા. છેવટે વડાદરામાં તેમને ‘ મુનિ સમેલન' માટે વિચાર આવ્યે અને તે
૨૨
Page #348
--------------------------------------------------------------------------
________________
યુગવી આચાર્ય નવીન વિચાર સાધુસંગઠન માટે અત્યંત ઉપયોગી જણયાથી પહેલાં તેમણે આત્મારામજી મહારાજના સંઘાડાના સાધુ સમુદાયનું સંમેલન થાય તે તે માટે પૂરેપરે પ્રયત્ન કરવા નિર્ણય કરી લીધું. તે માટે માનનીય વૃદ્ધ આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી મહારાજ, ઉપાધ્યાયજીશ્રી વીરવિજયજી મહારાજ, પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજ, શાંતમૂતિશ્રી હંસવિજયજી મહારાજ આદિની સાથે પત્રવ્યવહાર કરી તેઓની સંમતિ મળવાથી “મુનિ સંમેલનની યોજના કરી. જે આ સંમેલન સફળ થાય અને બેત્રણ વર્ષમાં તેટલું સંગઠન સાધી શકાય તે બીજા સંઘાડાવાળા પણ પોતાનું સંગઠન જરૂર કરશે.
આ માટે આપે લખેલ પત્ર જાણવા જરૂરી છે.
શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદ મુરિભ્યો નમેનમઃ |
ચરણકરણધારિ મુનિભ્યો નમેનમઃ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ સશુરુના સન્તાનીય સર્વ મુનિમંડળના પાદપક્વોમાં મુનિચરણેના દાસ વલ્લભવિજયજીની સવિનય પ્રાર્થના છે કે --શાસ્ત્રકારોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉત્સર્ગવિવાદ, વિધિ પ્રતિષેધાદિપ્રતિપાદન કરેલ છે તે આપ મહાત્માઓને સુવિદિન જ છે.
આજકાલ સમય કેવો છે ! અને સમયાનુસાર આપણું ક્તવ્ય શું છે તે પણ આપ મહાત્માઓથી અજાણ્યું નથી. સુતેલાને જગાડવા તે ઉચિત છે પણ જાગતાઓને જગાડવાનો પ્રયાસ કરે તે તો મૂર્ખતા જ ગણાશે. તે પણ મારા મનમાં જે કાંઈ વિચાર આવ્યો છે તે આપ મહાત્માઓના ચરણોમાં રજૂ કરુ છું. હું આશા રાખું
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૭,
મુનિસમેલન છું કે આપ મહાત્મા મારી મૂર્ખતાને ખ્યાલ ન કરતાં તત્ત્વદૃષ્ટિથી વિચારશે.
શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદ સૂરિ ગુરુ જે આપણું પરમ ઉપકારી હતા અને જેઓશ્રીના ઉપકારનો બદલ જન્મોજન્મમાં પણ વાળી શકાય તેમ નથી. સગુના ઋણને તે અન્ત જ ન આવી શકે. એ પરોપકારી મહાત્માના સ્વર્ગારોહણ પછી આજ પર્યત કઈ એવો સમય નથી મળ્યું કે આપણે બધા એક જ સ્થાને મળી શકીએ. પણ હવે શાસનદેવ તથા ગુરુમહારાજની કૃપાથી તેવો સમય નિકટ આવ્યો દેખાય છે. એથી દિલ ચાહે છે કે, શ્રી ગુરુમહારાજના બધા સાધુઓનું કોઈ પણ જગ્યાએ એકત્ર થવું અત્યંત આવશ્યક અને અપૂર્વ લાભદાયક થશે. જે મહાત્માઓના સુદર્શનને લાભ આ મુનિચરણોના દાસને નથી મળ્યો તે પ્રાપ્ત થાય અને પરસ્પર આનંદ થાય. તેમાં તો શક છે જ નહિ કે તમે અને હું આનંદગુરુના સન્તાને છીએ ત્યાં નિરાનંદને અવકાશ છે જ નહિ; તથાપિ આજકાલના સમયાનુસાર એકત્ર સમેલનથી અત્યાનંદ પ્રાપ્તિ સંભવિત છે.
શાસનદેવની કૃપાથી અને શ્રી સશુરૂમહારાજની કૃપાથી આજકાલના સમયાનુસાર જેટલો સમુદાય અને સંપ તથા જ્ઞાનક્રિયાદિ ગુણ શ્રી ગુરુમહારાજના પરિવારના લોકોના મુખે સંભળાય છે તેટલો બીજાને નથી સંભળાતો. તો પછી એકત્ર સમેલનથી શ્રી ગુરુમહારાજની અવર્ણનીય મહિમાની વૃદ્ધિ અને લોકેના ભાવોની વૃદ્ધિ થશે જ થશે.
આપના એકત્ર થવાથી અન્ય પરિવાર પણ આપનું અનુકરણ કરશે, તે પણ એક ગુરુમહારાજશ્રીના નામનો જયજયકાર થશે. આ બધા લાભોને વિચાર કરી આ પ્રાર્થનાપત્ર જાપની સેવામાં મેકલું છું. આશા કરવામાં આવે છે કે આપ આ યોજના માન્ય રાખશો. એજ.
Page #350
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
વીર સંવત ૨૪૩૮ આત્મ સંવત ૧૬ મહા વદી (પંજાબી ફાગણ) ૧૨ બુધ.
સર્વ મુનિઓના દાસ
વલ્લભવિજય તા. કા–મારી સમજ મુજબ આ કાર્ય શીધ્ર થવું જોઈએ કારણ કે આ સમયે ઘણુ મુનિવરો આસપાસમાં વિચરે છે. એથી જે આપ બધા મહાત્માઓને અનુકૂળતા હોય તે જેઠ સુદી ૫-૬-૭ એ ત્રણ દિવસો સમેલન તથા અષ્ટમીના દિવસે બધા મળી શ્રી ગુરુમહારાજની તિથિનું આરાધન કરી આનંદની લહેર લૂંટીએ.
આ કામ માટે વીરક્ષેત્ર–વડોદરા મારી દષ્ટિએ અનુકૂળ દેખાય છે. તેમ છતાં આપ સર્વે મહાત્માઓને જે સમય અને ક્ષેત્ર અધિક અનુકૂળ હોય તે નિશ્ચિત કરવામાં આવે. આ દાસ બધી રીતે તૈયાર છે. પરંતુ આ કાર્ય થવું તે અત્યંત આવશ્યક છે. એજ અન્તિમાં પ્રાર્થના.
દર મુનિચરણેને દાસ વલ્લભવિજય આ યોજનામાં જે જે મહાત્માઓએ સમ્મતિ આપી હતી તેમના નામ તથા તેમની સમ્મતિઓ અહીં આપવામાં આવે છે.
(૧) ઉપરની યોજના અતિ–ઉત્તમ છે. એ માટે સર્વ મુનિઓને એકત્ર થવું જરૂરી છે. અમે આવીશું માટે તમે પણ જરૂર આવો.
કમલવિજય દઃ ખુદ (આચાર્ય) (૨) સર્વ સમુદાયના મુનિયોનું એક જગ્યાએ મિલન થવું યોગ્ય છે. ફાયદો દેખાય છે. અમે પણ હાજર રહીશું.
દઃ વીરવિજય (ઉપાધ્યાય) (૩) મુનિ સંમેલનની ખાસ આવશ્યક્તા છે. તેમાં અનેક લાભ
Page #351
--------------------------------------------------------------------------
________________
મુનિસમેલન
૩૦૯ ગર્ભિત રહેલા છે. એટલા માટે તે પ્રસંગ પર હાજર રહેવા અમે પણ ખુશી છીએ.
લિ. હસવિજય (૪) ઉપર લખેલું મને પણ મંજૂર છે.
લિ. સંપતવિજય (૫) મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજના લખ્યા પ્રમાણે મુનિમંડળનું સંમેલન થવામાં અનેક લાભ ગર્ભિત છે. એટલા માટે સંમેલન થવાની ખાસ જરૂર છે. અમે તેમ અંતઃકરણપૂર્વક ઈચ્છીએ છીએ અને તે અવસર પર અમે આવવાને ખુશી છીએ. મુનિમંડળના સમેલનને માટે ડભોઈ વિશેષ અનુકૂળ પડશે એમ અમારું માનવું છે. પણ વડોદરામાં થાય તો પણ અમને તેમાં કોઈ પ્રતિફળતા નથી.
મુ. કાંતિવિજય દઃ પિત
( પ્રવર્તક )
લિ. અમૃતવિજય દઃ પોતે સમેલન ઉત્સવને શરૂ થવાને છેડી વાર હતી. તેથી દૂર હોવાના કારણે જે જે મુનિરાજેએ સંમેલનમાં આવી શકવાને અસમર્થતા બતાવી હતી તેઓને એક પત્ર મેકલવામાં આવ્યું હતું જે નીચે આપવામાં આવે છે –
શ્રી ૧૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી વિજયકમલસૂરિ, શ્રી ૧૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી, શ્રી ૧૦૮ મુનિ મહારાજશ્રી હંસવિજ્યજી આદિ ૩૭ મુનિ તરફથી તમોગ્ય અનુવંદના, વંદના સાથે જણાવવાનું કે અહીં સુખશાતા છે, આપની સુખશાતાના સમાચાર દેશછે. વિશેષ સ્વ. ગુરમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદ સુરિ ( આત્મારામજી) મહારાજશ્રીના પ્રતાપથી સાધુઓનું એક
Page #352
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય સંમેલન થવાનું છે. દૂરના મામલા, ગરમીતી મેાસમ વગેરેના કારણે આપનું આવવાનું બની શકે તેમ નથી તે લાચાર. તેપણ આપના ધ્યાનમાં સાધુ સમુદાયને ઉપકારી જે જે વાતેા આવે જેનાથી શ્રી ગુરૂમહારાજના સમુદાયમાં એકતા તથા ઉન્નતિ થઈ શકે તે જલદી લખી મેાલશે જેથી શ્રી ૧૦૮ શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજીના પધારવાથી તે બધી વાતો પર વિચાર કરી કાંઈક બંધારણ માટે વિચાર થઈ શકે અને તે દ્વારા સાધુએને પેાતાના કર્તવ્યમાં પ્રાયઃ સુગમતા થઈ પડે.
વડેદરા
૩૧૦
૬ઃ મુનિચરણાના દાસ વલ્લભવિજયની ત્રિકાળ વંદા.
આ પત્રાની નકલે મુનિમહારાજશ્રી જયવિજયજી, શ્રી અમરવિજયજી, શ્રી મેાહનવિજયજી, શ્રી હીરવિજયજી, શ્રી સુમતિવિજયજી, શ્રી મેતીવિજયજી, શ્રી માણેકવિજયજી અને શ્રી અમીવિજયજીની પાસે મેકલવામાં આવી હતી.
મુનિ સંમેલનની વાત જૈન જનતાની જાણમાં આવી અને એક વિઘ્નસંતાષી પક્ષે ઈર્ષ્યાથી તેમાં આગ મૂકી. પણ આપણા ચરિત્રનાયકની પ્રતિષ્ઠા પજાબથી ગૂજરાત સુધી ફેલાઈ રહી હતી. આચાર્યશ્રીના કાન ભંભેરવામાં આવ્યા પણ બધાનાં કાળજા ઠેકાણે હતાં. ચાલબાજીમાં કાઈ આવે તેમ હતું નહિ. મુનિ સ ંમેલન બહુજ સફળ રીતે પાર પડયું અને આચાર્ય શ્રીને તે આપણા ચરિત્રનાયક માટે તેમની બુદ્ધિશક્તિ અને વકતૃત્વશક્તિ તથા ચાજનાશક્તિ માટે સારું એવું માન જાગ્યું. ગુરુદેવના નામને એક દિવસ વલ્લભ રાશન કરશે એમ તેઓ તે દિવસે સમજી શકયા.
આપણા ચિરત્રનાયકની યાજના પ્રમાણે વડોદરામાં
Page #353
--------------------------------------------------------------------------
________________
મુનિસમેલન
૩૧૧ મુનિ સંમેલન ત્રણ દિવસ માટે મળ્યું. પચાસ સાધુમુનિરાજે તે પ્રસંગે પધાર્યા હતા.
આ મુનિસંમેલનમાં ૨૪ પ્રસ્તાવો ઠરાવ થયા હતા. આપણા ચરિત્રનાયકે મુનિસંમેલનને ઉદ્દેશ સમજાવ્યું હતું. પ્રમુખ સ્થાનેથી આચાર્યપ્રવર શ્રી વિજયકમલસૂરીશ્વર મહારાજે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ મુનિસંમેલનનું પૂર્ણ માન મુનિશ્રી વલ્લભવિજયજીને છે. આપણા ચરિત્રનાયકે મુનિસંમેલનને સફળતાથી પાર પાડવા પણ ભારે જહેમત ઉઠાવી હતી. ઠરાવો ઘડવા, તે વિષે ચર્ચામાં ભાગ લે, મુનિરાજેને તે માટે ચર્ચા કરવા પ્રાર્થના કરવી, ઠરાવમાં સુધાર આવે તે તે પણ વિચારવા તથા આચાર્યશ્રી તથા ઉપાધ્યાયજી અને પ્રવર્તકશ્રીજીની સલાહ સૂચના પ્રમાણે વ્યવસ્થાપૂર્વક કરવા હરેક પ્રયાસ કર્યા હતા.
વડોદરાથી આચાર્યશ્રીની આજ્ઞાનુસાર સં. ૧૯૮નું ૨૬ મું ચોમાસું આપે ડાઈમાં કર્યું. અને શાસનેન્નતિના ઘણા કાર્યો કરાવ્યાં.
૧ જુઓ યુગવીર આચાર્ય ભાગ-૨
Page #354
--------------------------------------------------------------------------
________________
Z
રાજદરબારમાં સન્માન [ ૩૫ ]
સાહેબ ! અમારા મહારાજા સાહેબ ધમ'નિષ્ઠ છે. આપ પધારો તે તેમને બહુ આનંદ થશે. આપ નજદિકમાં છે તેમ સાંભળી હું વિનતિ માટે આવ્યે છુ. નાંદોદના અક્ષીવકીલ મહારાજા તરફથી વિનતિ કરતા ખેલ્યા.
""
“ બક્ષીજી ! તમારે। તથા રાજાજીના ધમપ્રેમ જાણુ છુ. પણ ત્યાં જૈનોનું એકપણ ઘર નથી તેથી સકેચ થતે હતા. ” શ્રી હુ'સાંવજયજી મહારાજશ્રીએ પોતાના સકાચ જણાવ્યેા.
re
પણ સાહેબ ! અમારાં ઘર છે ને ? હું તે આપની કૃપાથી આપના આચાર જાણું છું. આપને ત્યાં બિલકુલ તકલીફ નહિ પડે. આપ જરૂર જરૂર પધારે. ” બક્ષીવકીલે આગ્રહ કર્યો.
“ તા તે અમે જરૂર તે તરફ આવીશું. મીયાગામમાં અમારા એક વિદ્વાન મુનિરાજશ્રી વલ્લભવિજયજી છે, તેમને પણ લખી જણાવું. તે હશે તે વિશેષ આનદ રહેશે. ”
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૩
રાજદરબારમાં સન્માન શ્રી હંસવિજયજીએ સૂચના કરી.
જરૂર ! તેમનું નામ અમે પણ સાંભળ્યું છે. તેમને આજેજ લખી દેશે. અમે આપ સૌનું સ્પેશ્ય સ્વાગત કરવા ઉત્સુક રહીશું” બક્ષીજીએ આનંદ બતાવ્યું.
બક્ષીજી! તમારે વિશેષ કામ રહે છે. તમે ખુશીથી જઈ શકે છે. પ્રતાપનગર આવીશું ત્યારે તમને અમે સમાચાર મોકલીશું.” શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ બક્ષીજીને જવાની સૂચના કરી.
શ્રી હંસવિજયજી મહારાજશ્રીને નદેદના મહારાજાની વિનતિ થતાં તેમણે આપણું ચરિત્રનાયકને પત્ર લખ્યો. તેમાં નાંદેદની વિનતિ વિષે તથા ત્યાં થવાના લાભ વિષે જણાવ્યું તેમજ બક્ષીજી આવીને નિમંત્રણ આપી ગયા છે. તેમજ તેમણે તેમના ભાઈને પણ ફરીથી મેકલ્યા છે તે તરત વિહાર કરી પ્રતાપનગર આવી મળે જેથી બન્ને આનંદપૂર્વક વિહાર કરી નાંદોદ પહોંચીએ.
મહારાજશ્રીને બીજે પણ તાકીદને પત્ર મળે અને મીયાગામથી સત્વર વિહાર કરી પ્રતાપનગર શાંતમૂર્તિ શ્રી હં સવિજયજી મહારાજશ્રીને મળ્યા. અહીં નાંદેદ રાજ્યના દિવાનસાહેબ મહારાજશ્રીના સ્વાગત માટે આવ્યા હતા. અહીંથી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ, શ્રી સંપતવિજયજી મહારાજ તથા આપે અન્ય મુનિઓ સાથે વિહાર કર્યો. નાંદેદ અડધે માઈલ દૂર હતું. ત્યાં નાંદેદ મહારાજાની તરફથી મહારાજશ્રીના સ્વાગત માટે રાજસી ઠાઠમાઠ યુક્ત
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૧૪
યુગવીર આચાર્ય રાજ્યની સ્વાગત સામગ્રી તથા નાંદેદના ભાઈઓ અને ડભેઈ સંઘની ભજનમંડળી વગેરે આવી પહોંચ્યું. બહુજ સુંદર સ્વાગત થયું અને આનંદપૂર્વક નાંદેદમાં પ્રવેશ કર્યો.
નાંદોદના રાજાજીએ વ્યાખ્યાનને માટે એક ખાસ મંડપ બનાવરાવ્યું હતું. રાજાજી આવ્યા તેમણે ત્રણે મુનિ મહારાજેને અભિનંદન કર્યું. પોતાને માટે બીછાવેલી ગાદી કઢાવી નાખી અને કહ્યું કે “સન્તના દરબારમાં બધા સમાન છે, અહીં ઉંચ નીચને ભેદ ન હોય. મહારાજશ્રીને માટે પાટ રાખવામાં આવી હતી. શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ મંગલાચરણ કર્યું અને ગુરુનું સ્વરૂપ સમજાવ્યું પછી તેમણે આપણા ચરિત્રનાયકને વ્યાખ્યાન આપવા માટે કહ્યું. આપે ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યાયની પહેલી ગાથાનું ઉચ્ચારણ કરી વ્યાખ્યાનને પ્રારંભ કર્યો
સંસારમાં જેને ચાર પરમસાધન દુલભ છે. તે પરમસાધનમાં મનુષ્યત્વ, શ્રુતિ-જ્ઞાન, શ્રવણ-શ્રદ્ધા અને સંયમમાં આત્મશકિતને સઉપગ. આ મનુષ્યત્વ શું ? તે શાથી પ્રાપ્ત થાય ? જ્ઞાન શું? અને તેને શું ઉપગ? શ્રદ્ધા એટલે શું અને સંયમમાં આત્મશકિતને વિકાસ કેવી રીતે થઈ શકે. આ વિષે અનેક દષ્ટાંત આપી આ એકજ ગાથાને એવી સુંદર રીતે વિસ્તારથી સમજાવી કે બધા મુગ્ધ થઈ સાંભળી રહ્યા. લગભગ આઠ દિવસ સુધી આ એકજ ગાથાના ગાંભીર્ય અને રહસ્ય ઉપર મહારાજશ્રીએ નાનામેટા બધાને તલ્લીન બનાવી મૂક્યા. વ્યાખ્યાનના બેત્રણ કલાકે ક્યાં ચાલ્યા જતા તે કેઈન જણાયું પણ નહિ.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૫
રાજદરબારમાં સન્માન
રાજાજી પણ તેને લાભ લેવા હમેશાં આવતા. એક દિવસ હાથજોડી બોલી ઊઠયાઃ “ગુરુદયાળ! મારી ઉંમરમાં આ પ્રથમજ પ્રસંગ છે જ્યારે હું આ રીતે વ્યાખ્યાન સાંભળવા આવી શક છું. મેં વ્યાખ્યાન તે સાંભળ્યાં છે પણ આટલું મધુર, ગંભીર, હૃદયગ્રાહી, તેમજ આકષક તે આજેજ સાંભળ્યું. હું આપના દર્શનથી કૃતકૃત્ય થયો છું.”
ડાઈને સંઘ પિતાની સાથે પ્રભુપ્રતિમા લાવેલ જેથી આઠે દિવસ બપોરે ઘણાજ ઠાઠમાઠથી પૂજા ભણાતી. વ્યાખ્યાનની પેઠે પૂજામાં પણ સિ લાભ લેતા.
“પન્યાસજી ! જરા વલ્લભ વિજયજી મહારાજને બોલાને ! “ શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ પં. સંપતવિજયજીને કહ્યું.
કેમ સાહેબ! શું હુકમ છે?” વલ્લભવિજ્યજી મહારાજ સાહેબે પિતાને બોલાવવાનું કારણ વિનયથી પૂછ્યું.
“જુઓને, વડેદરાથી ડે. બાલાભાઈ મગનલાલનો પત્ર છે. તમારા વ્યાખ્યાને વિષે ગૂજરાતી પત્રમાં હમણાં હમણાં વિસ્તૃત સમાચાર આવતા જણાય છે. તે ઉપરથી વડોદરાનરેશની ઈચ્છા તમારું વ્યાખ્યાન સાંભળવાની છે. ડે. બાલાભાઈને તે મને ખૂબ પરિચય છે. તેમને આગ્રહ છે કે આપ જરૂર પધારો. શું કરીશું ?” શાંતમૂર્તિ શ્રી હંસવિજયજીએ વિગતથી વાત કરી.
Page #358
--------------------------------------------------------------------------
________________
: ૧૧.
યુગવીર આચાર્ય જેવી આપની ઈચ્છા ! હું તે આપને આજ્ઞાપાલક છું. વડેદરા તે આપણે હમણાં જ સંમેલન વખતે હતા પણ આપને લાભ જણાતું હોય હું તૈયાર છું.” આપણું ચરિત્રનાયકે નમ્રતાથી જવાબ આપ્યો.
બને મુનિમંડલ સહિત પ્રસન્નતાપૂર્વક વડેદરા નરેશના આમંત્રણને સ્વીકાર કરી વડોદરા પધાર્યા. સમારેહપૂર્વક બને મહાત્માઓનું સ્વાગત થયું. આ સમયે શ્રીમાન મહારાજશ્રી હસવિજયજી તથા વિદ્વાન મુનિરાજ શ્રી વલ્લભવિજયજીનું આગમન વડેદરાનરેશના નિમંત્રણથી થયું હતું તેથી શ્રીમંત મહારાજાસાહેબની તબિયત બરાબર ન હોવા છતાં મહારાજાસાહેબ રાજમહેલમાં બને મુનિરાજેને મળ્યા હતા. બન્નેએ યાચિત ઉપદેશ આપ્યો હતે. મહારાજાએ વ્યાખ્યાન સાંભળી પિતાની પ્રસન્નતા દર્શાવી હતી અને સાર્વજનિક વ્યાખ્યાન માટે આગ્રહ કર્યો હતે.
આ ઉપરથી તા. ૯ માર્ચ ૧૯૧૩ તથા ૧૬ માર્ચ ૧૯૧૩ રવિવારે સાંજે ચાર વાગે ન્યાયમંદિરમાં બે વ્યાખ્યાને માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ન્યાયમંદિરમાં સાર્વજનિક વ્યાખ્યાન માત્ર સુપ્રસિદ્ધ વકતાઓનાં જ ગેહવવામાં આવે છે. બન્ને વ્યાખ્યાનમાં સભાપતિનું સ્થાન શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ શેભાવ્યું હતું.
આ વ્યાખ્યામાં પં. શ્રી સિદ્ધિવિજયજી (આચાર્ય) મહારાજ તથા પં. શ્રી આનંદસાગરજી મહારાજ (આચાર્ય) નો શિષ્ય સમુદાય પણ હાજર હતા. બધા મળી લગભગ ૩૫ સાધુઓની હાજરી હતી. વડેદરાના આ વ્યાખ્યાનમાં
Page #359
--------------------------------------------------------------------------
________________
રાજદરબારમાં સમાન
૩૧૭ *
મોટામેટા અધિકારીઓ પણ આવ્યા હતા. મુખ્ય મુખ્યના નામ નીચે આપવામાં આવે છે.
શ્રી હિં. બા. આનંદરાવ ગાયકવાડ, દી. બ. સમર્થ સાહેબ, શ્રી રા. રા. સંપતરાવ ગાયકવાડ, શ્રી અવચિતરાવ. ગાયકવાડ, રા. બ. હરગોવિંદદાસ કાંટાવાળા, શ્રી. રા. નૃસિંહરાવ ધરપડે, શ્રી વાઘાજીરાવ રાજશિકે, રા. ચીમનલાલ શામળદાસ, રા. બ. લફમીલાલ દોલતરામ, રા. રામચંદ્ર દિનકર ફડકે, કેપ્ટન બલદેવપ્રસાદ, મે. નવાબ નસરૂદીન સાહેબ, શ્રી સારંગપાણિ જજ, શ્રી અબ્બાસ સાહેબ તૈયબજી જજ, તર્કવાચસ્પતિ પં. બદ્રનાથશાસ્ત્રી, મી. આંબેગાવકર તથા શ્રી લાલભાઈ ઝવેરી તેમજ પાટણના સુપ્રસિદ્ધ વકીલ શ્રી લહેરૂભાઈ
સભાસ્થાનમાં સારી મેદની હતી. પ્રારંભમાં શ્રી. લાલભાઈ ઝવેરીએ મહારાજશ્રીનો પરિચય આપતાં જણાવ્યું કે –
આપની વિદ્વતા અને સાધુતાના સંબંધમાં વિશેષ કહેવું સેના પર ઢોળ ચઢાવવા જેવું છે. મુનિરાજ શ્રી વલ્લભવિજયજી જૈનશાસ્ત્રના અને તત્વજ્ઞાનના જ્ઞાતા છે. પંજાબ-મારવાડ-ગુજરાતના ગામમાં વિચરી જૈન ધર્મને ઉઘાત કર્યો છે. તેઓ માત્ર જૈન શાસ્ત્રો જાણે છે તેમ નથી પણ બીજ શાસ્ત્રાને પણ સારો અભ્યાસ તેમને છે. તેમની વિદ્વતાને પરિચય તે તેમના વ્યાખ્યાને આપશે. હું તે એટલું જ ઉમેરીશ કે જેમ મહારાજા સાહેબના ન્યાયશાસન, પ્રજાપ્રિયતા તથા વિદ્યાપ્રેમ આદિ શ્રેષ્ઠ ગુણેદ્વારા સંસા
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૧૮
યુગવીર આચાર્ય
રભરમાં ફેલાયેલી તેઓશ્રીની નિર્મળ કીતિનું આપણને અભિમાન છે તેમજ મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજની જન્મભૂમિ વડોદરા હોવાથી તેમના નિર્મળ ચારિત્ર્ય અને પોપકારી જીવન માટે આપણને અભિમાન છે.”
આ પછી “ધર્મતત્ત્વ ” વિષે અને બીજે દિવસે સાર્વજનિક ધર્મ ” વિષે વિસ્તૃત અને આલોચનાત્મક હદયંગમ વ્યાખ્યાન આપ્યાં.
બીજા દિવસના વ્યાખ્યાનમાં એક મજાની વાત થઈ. વ્યાખ્યાન ચાલતું હતું. સાર્વજનિક ધર્મની આલોચના થતી હતી. એક પછી એક ધારાપ્રવાહ ચાલુ હતો. દલીલ ઉપર દલીલે અને દષ્ટાંતે ઉપર દષ્ટાંતે આવતાં હતાં. શ્રેતાજને ખૂબ આનંદમાં મગ્ન દેખાતા હતા ત્યાં ઘડીયાળે ટકોરા બજાવ્યા અને શાંતિમાં ભંગ કર્યો. મહારાજશ્રીએ કહ્યું: “મારી–તમારી વચ્ચે આ ઘડિયાળ જુદાઈ પિકારે છે. તેની વાત પણ સાચી છે. જૈન સાધુ ત્રિભેજન નથી કરી શકતા તેમ નથી રાત્રે જળ લઈ શકતા, તે કોઈને ઘેર જઈને પણ નથી જમી શકતા, ન કેઈ ગૃહસ્થનું લાવેલું તે સ્વીકારી શકતા. તેમને પિતાને ઘેરે ઘેર ભિક્ષા–ગોચરી જવાનું હોય છે. મારે તે આજે એકાસણું છે પણ મારા સાથીઓને વિચાર કરી રહ્યો. હવે સંપમાં હું સમાપ્ત કરીશ.”
“મહારાજશ્રી અમે તે હજી તૃષાતુર છીએ. હજી તૃપ્તિ થઈ નથી. આપ તે ઉપદેશામૃત આપો જ. સાધુ
૧. ૨. જુઓ “યુગવીર આચાર્ય ભાગ ૨.
Page #361
--------------------------------------------------------------------------
________________
રાજદરબારમાં સન્માન
મુનિરાજોને માટે રસ્તા કરી આપીએ છીએ. ” શ્રીમાન સંપતરાવ ગાયકવાડે પ્રાથના કરી.
૩૧૯
શ્રેતાજનાની શાંતિ માટે મહારાજશ્રીએ જે સાધુઓને જવું હાય તેએને જવાને સૂચના કરી. રસ્તા પણ થઈ ગયા. કેટલાક સાધુએ બેસી રહ્યા—વ્યાખ્યાનધારા ફરી ચાલી. જ્યારે વ્યાખ્યાનની પૂર્ણાહૂતિ થઈ ત્યારે હારા મુખેથી ધન્ય, ધન્ય, અદ્વિતીય વિદ્વતા, મનેાહર શૈલી, સુંદર વિચારધારા, વગેરે અનેક ઉદ્ગારા સંભળાયા
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જેનવિદ્યાલય
[ ૩૬ ]
" સાહેબ! ત્રણત્રણ વર્ષથી અમારી પ્રાર્થના ચાલુ છે. હવે તે આપ પધારે. મુનિસંમેલનનું કાર્ય પણ હવે તે પૂરું થયું.” મુંબઈ માટે શ્રી મેતીલાલ શેઠે અને દેવકરણ શેઠે વિનતિ કરી.
તમે તે જાણે છે ને! મુંબઈ જેવી નગરીમાં આવીને કાંઈ ધર્મન્સમાજ કલ્યાણનું કાર્ય ન થાય તે પછી આવવાનો અર્થ શું?” મહારાજશ્રીએ પિતાની હદયની ઈચ્છા વ્યક્ત કરી.
“મહારાજશ્રી ! આપની ભાવના એવી છે તે મુંબઈ પણ કમ ન સમજશે. આપની ભાવના જરૂર પૂરી થશે. આપને તે સાહેબ! ક્યાં કોઈ કાર્ય સ્વાર્થ દ્રષ્ટિથી કરવાનું છે. શ્રીસંઘના અને જૈન સમાજના ઉદ્યત માટે કરવાનું છે. તેમાં અમારી પણ ઉન્નતિ જ છે. આપ પધારે અમારે આપને પૂરેપૂરે સાથ છે.”
પણ હું પૂજા કે અઠ્ઠાઈમહોત્સવ માત્રથી કે પ્રભા
Page #363
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈનવિદ્યાલય
૩૨૧
વનાથી રાચુ એવા ન માનશે!. મારી આંતરિક ઈચ્છા તા કાંઈ જુદી જ છે.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી.
66
ગુરુમહારાજ, મુંખઈ તા લક્ષ્મીનગર મનાય છે. ઉદારતા પણ મુંબઈના જેટલી બીજે થાડી જ દેખાશે. વ્યાપારી દ્રષ્ટિ તેા જૈનામાં છે જ પણ આપ કોઈ સમસ્ત જૈન સમાજના કલ્યાણની ચેાજના બતાવશે, તે મુ`બઈ પાછુ` નહિ પડે. આપ ધારે છે તેથી વિશેષ આપશે. ”
“ ભાઈ ! હું તેા તમારી કસોટી કરતા હતા. મને મુંબઈ માટે તે સારું માન છે. હવે તમે નિશ્ચિંત રહે. જ્ઞાનીમહારાજે દીઠું' હશે તે હું ગુરુદેવની જયંતી મુંબઈ આવીને ઉજવીશ. ’
“ કૃપાનિધાન ! આપના નિણૅયથી ચિત્ત પ્રસન્ન થયું. આ વખતે આપની સેવાને આ સેવકને લાભ મળશે.
99
ત્રણ વર્ષથી મુંબઈના શ્રીસંઘની વિનતિ આવતી હતી, પણ મુનિસંમેલન આદિ પ્રવૃત્તિને અંગે તે તરફ જવાતું નહ. આ વખતે મુંબઈના ગૃહસ્થાએ આવીને મહારાજશ્રીને આગ્રહ કર્યો અને મહારાજશ્રીએ તે તરફ વિહાર કરવા વચન આપ્યું. બધા ષિત થઈ મુંબઈ ગયા.
મહારાજશ્રી સેાળ મુનિમહારાજ સાથે વડાદરાથી વિહાર કરી સુરત આદિ ગ્રામ-નગરામાં ધર્મપ્રચાર કરતા દાદર પધાર્યાં. મુંબઈના ભાઈ એ તે। મહારાજશ્રી વિરાર આવ્યા ત્યારથી આવવા લાગ્યા હતા. દાદરમાં શ્રી હેમચંદ અમરચ'દના અ’ગલામાં સ્થિરતા કરી. ત્યાં તે મેટી સખ્યામાં લેકે આવ્યા. ત્યાં ત્રણ દિવસ રહી ભાયખાલા પધાર્યા.
૨૩
Page #364
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
સં. ૧૯૯ના જેઠ સુદિ ત્રીજે મુંબઈ પધાર્યા. મુંબઈનું સ્વાગત અનુપમ હતું. જુદા જુદા મંડળોના દસ તે બેન્ડવાજા હતાં. હજારે સ્ત્રી-પુરુષ સામૈયામાં આવેલા, રસ્તાઓમાં ભારે ભીડ હતી. મુંબઈની જનતાને આનંદ ઉભરાઈ જતે હતો. પંજાબકેશરી, ગુરુદેવનું નામ રોશન કરનાર, પંજાબ-રાજપૂતાના મારવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામેગામ ઉપદેશધારા વહેવરાવતા, મુંબઈને આંગણે આવી પહોંચેલા, હજારોના પ્યારા શ્રી વલ્લભવિજયજીને સન્માનવા મુંબઈ ગાંડીઘેલી થતી હતી.
લાલબાગના ઉપાશ્રયમાં પહોંચી આપે મંગલાચરણ કર્યું. મીઠી મધુરી ઓજસ્વિની હિંદી ભાષામાં જે થોડા શબ્દ તે વખતે તેમણે મુંબઈના સન્માનને માટે કહ્યા, તે સાંભળતાં જ ધન્ય ધન્ય ના અવાજે થઈ રહ્યા. વ્યાખ્યાન શૈલીથી મુંબઈની જનતા મુગ્ધ થઈ ગઈ
આજે ગુરુમહારાજની જયન્તી હતી. મુંબઈની જનતા સ્ત્રી-પુરુષો, સંઘના આગેવાને તથા યુવકે હાજર હતા. ભારે ભીડ જામી હતી. મહારાજશ્રીએ એક મનનીય વ્યાખ્યાન આપ્યું
“મહાનુભાવે વ્યાખ્યાન અથવા મહાત્માઓના ચરિત્રકથનનું મૂલ્ય ત્યારે જ થાય છે, જ્યારે મહાત્માઓને પગલે પગલે ચાલવાને પ્રયત્ન કરવામાં આવે. એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખવાથી તે કઈ પણ જાતને વ્યાવહારિક લાભ નથી થતું. મહાત્માઓનાં ચરિત્ર આપણને, આપણા સાધ્યને સિદ્ધ કરવામાં બહુ જ મોટી સહાયતા કરે
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈનવિદ્યાલય
૩૧૩
છે. જગલમાં માર્ગ ભૂલેલા મુસાફરને જેમ મનુષ્યના પગલાં મા દશક અને છે,તેવીજ રીતે સ’સારરૂપી અરણ્યમાં ભટકતા લેાકેાને મહાત્માઓનાં ચરિત્ર, સત્ય અને સરળ માર્ગદર્શક અને છે. અને તેજ મેાક્ષપ્રાપ્તિમાં સહાયક અને છે. હું આશા કરું છું કે ગુરુદેવનું ચરિત્રશ્રવણુ તમારા જીવનને પ્રક્રિસ બનાવે. ”
ગુરુમહારાજનું ચરિત્ર સંક્ષેપમાં કહીને ઉપસંહાર કરતા મહારાજશ્રીએ જણાવ્યુ કેઃ
--
ગુરુમહારાજના ચિરત્ર ઉપરથી સાધુ અને શ્રાવક બન્ને ઘણું ઘણું શીખી શકે છે. મહારાજશ્રીના વિહારનું પ્રમાણ, તેમની ઉપદેશપ્રણાલિકા, સ્વતંત્ર અને સત્ય ભાષણ, જગતના માન અને કીતિની આશ્ચર્યકારક ઉપેક્ષા, અન્ય ધર્માવલ ખીઓને પેાતાની વાત શાંતિથી ઠસાવવાની તથા તેમના હૃદયા પર પ્રભાવ પાડવાનો રીતિ, તેમજ જૈનકામમાં શાંતિ રાખવાની અપૂર્વ શકિત આદિ ગુણ્ણા સાધુઓને માટે અનુકરણીય છે. દિ અમારા સાધુસમુદાય મહારાજશ્રીની નીતિરીતિ પ્રમાણે શાંતિ અને સરળતાપૂર્વક, પ્રેમ અને મમતાપૂર્વક નાના મેાટા, જુવાન કે વિદ્વાન, અન્યધી કે આધમી બધાને જૈનધમના સિદ્ધાંતા સમજાવવા પ્રયત્ન કરે તે તેમને ભારે સફળતા મળે અને જૈનધમ ના પ્રચાર વેગપૂર્વક થઈ શકે. શ્રાવકે પણ તેમના જીવનમાંથી ઘણી ઘણી વાતે પોતાને માટે લઈ શકે છે. તેમણે બાળપણથી સત્યને શ્રેષ્ઠ માન્યું અને તે માટે ભારે પરિસહા પણ સહ્યા પણ છેવટે તેમણે તે જાહેર કર્યું અને પેાતાના માર્ગ લેવામાં
(
Page #366
--------------------------------------------------------------------------
________________
३२४
યુગવીર આચાર્ય કેની પણ પરવા ન કરી. પોતાના આત્માને જે સત્ય લાગ્યું તે સ્વીકારી લેવામાં તેમણે પિતાના જીવનની સાર્થકતા માની. હંમેશાં ધર્મમાં પ્રવૃત્તિ રાખવી જોઈએ. ધનવાન લેકએ હમેશાં ગરીબ ભાઈઓને દુઃખ દૂર કરવા આગળ આવવું જોઈએ. કલેશ કંકાસથી હમેશાં દૂર રહેવું જોઈએ. પણ યાદ રહે હું મુંબઈના આલિશાન મહેલે જેવા નથી આવ્યું, તમારે વૈભવ-વિલાસ જોઈ હું કેમ રાચું? મુંબઈ શહેર અને શ્રીસંઘના આગેવાન, મારી ભાવનાઓ જાણે છે ? શ્રીમંતે મારા હૃદયના તાર શા માટે ઝણઝણી રહ્યા છે તેને ખ્યાલ તમને ક્યાંથી હોય? મારે તે ગુરુદેવને સંદેશ ગામેગામ, શહેરેશહેર, મહેલેમહેલે, ઘરેઘેર, ઉપાશ્રયેઉપાશ્રયે, અને મંદિરે મંદિરે પહેચાડવાનો છે. તે માટે જ આ જીવન છે–તે માટે જ આ શરીર છે. મુંબઈને ભાગ્યશાળી ભાઈબહેને ! ગુરુદેવની અંતિમ ભાવના મારા હૃદયમંદિરમાં પૂરાયેલી પડી છે. મુંબઈ તે માટે શું કરે છે ? આજે તે નહિ, સમય આવ્યે હું મારા અંતરના દ્વાર ખેલીશ. અને તમારે તે માટે તૈયારી રાખવાની છે.”
આ ચોમાસામાં અઠ્ઠાઇમહોત્સવ, શાન્તિસ્નાત્ર, પૂજા પ્રભાવનાદિ ધર્મકાર્ય ખૂબ સારી રીતે થયાં. ઉપધાન પણ થયાં પણ આ ઉપધાન ક્રિયામાં એક વિશેષતા હતી. કેઈપણ ભાઈબહેનના ઉપર કેઈપણ જાતને કર નહતો. ગરીબ –અમીર બધા એક સમાન હતા. ક્રિયા કરાવવાવાળા સાધુએને ક્રિયા કરાવી દેવા સિવાય બીજી કોઈ વાતની પંચાત નહોતી. આ ઉપધાનની નીતિરીતિ અને ખી હતી. આજે
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫
શ્રી મહાવીર જૈન વિદ્યાલય પણ મુંબઈવાસીઓ તે યાદ કરે છે.
આથી અમળતભ વ્યાકાળી હદ
આજે ચતુર્દશી હતી. મુંબઈના આગેવાને લગભગ બધા આવેલા હતા. સ્ત્રી-પુરુષની ભારે ભીડ હતી. આજે રવિવાર હોવાથી અને બજાર–ઓફિસ બંધ હોવાથી વ્યા
ખ્યાનના સમય પહેલાં લોકો આવવા લાગ્યાં હતાં. અનેક કુટુંબ આજે વખત લઈને મહારાજશ્રીના દર્શન તેમજ વ્યાખ્યાનનો લાભ લેવા આવ્યાં હતાં.
મહારાજશ્રી પધાર્યા અને બધાએ ઊભા થઈ માન આપ્યું. વ્યાખ્યાન શરૂ થયું. જ્ઞાનવિજ્યાં મા ! એ એકજ સૂત્ર લીધું અને તેનું વિવેચન ધીર ગંભીર રીતે ચાલ્યું. દષ્ટાંતો અને પ્રમાણે, મહાત્માઓનાં વચને અને શાસ્ત્રના વાકયથી જ્ઞાન અને ક્રિયા વિષે રસપ્રદ ચર્ચા કરી. આવા ગહન અને તાત્ત્વિક વિષયને એવો સરળ કરીને મધુરતાથી સમજાવ્યું કે બધા શાંતિથી અને એક ધ્યાનથી સાંભળી રહ્યા. પ્રાથમિક વ્યાખ્યાન પૂરું થયું અને ગહુલી પછી શ્રેતાજનેને એક નજરે નિહાળી હદયમાં આજસુધી ભંડારી રાખેલે પ્રશ્ન ઉપાડયે.
“મહાનુભા! ગુરુદેવની જયંતિ પ્રસંગે મેં એક વાત કરી હતી કે મારું કામ તે એ ગુરુદેવના સંદેશવાહકનું છે. સંસારમાં શિક્ષા વિના કેઈનું કામ ચાલતું નથીચાલવાનું નથી નથી ધર્મ સધાતે, નથી વ્યવહાર સધાતે. વર્તમાનમાં તે તેની આવશ્યકતા કેટલી વધી છે તે તમે સૌ જાણે છે. ચારે તરફ વિદ્યાની વૃદ્ધિ દેખાય છે. જમાને
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૨૬
યુગવીર આચાર્ય વિકાસની તરફ આગળ વધી રહ્યા છે. ધર્મ અને વર્તમાન સભ્યતામાં માટે ભારે સંઘર્ષ થઈ રહ્યો છે. આધુનિક સભ્યતાનું જોર એટલું અધિક થઈ ગયું છે કે ધર્મ ત્રાહિ ત્રાહિ પિકારી ઊઠે છે. આવી દશામાં ધર્મની રક્ષાને માટે એ વાતની અત્યંત આવશ્યકતા છે કે આધુનિક વિદ્યાઅભ્યાસની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવાને પ્રબંધ કરવામાં આવે, એટલું જ નહિ પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આધુનિક સભ્યતાની આંખથી બતાવવામાં આવે તે ધર્મ અને આધુનિક સભ્યતામાં કેટલું અત્તર છે તે આજના યુવકે સમજી શકે. તેઓ સમજી શકે કે જેટલું અન્તર સૂર્ય અને પતંગિયામાં છે, જેટલું અત્તર અંધકાર અને પ્રકાશમાં છે, જેટલું અંતર સોનું અને પિત્તળમાં છે, જેટલું અંતર ગુલાબ અને કરેણના ફૂલેમાં છેઃ તેટલું જ અને તેથી વિશેષ અંતર ધર્મ–જૈનધર્મ– મનુષ્યધર્મ અને સ્વાર્થપરાયણ વર્તમાન સભ્યતામાં છે.
“ગુરુદેવ એક વખત પંજાબમાં વિચરતા હતા. લુધિચાનાથી આગળ વિહાર કરવાના સમયે એક આર્યસમાજી આવ્યા. ગુરુદેવની પ્રતિભા જ એવી હતી કે ભલભલા તેમને જોઈને જ નમી પડે. ગુરુદેવે સભ્યતાથી તેમને બેસાર્યા. તેમણે કહ્યું. “મહારાજ, આપના કાર્યની પ્રશંસા સાંભળી આવ્યો છું. આપે પંજાબભરમાં મંદિરે કરાવ્યાં (ઉપદેશથી) હવે સરસ્વતી મંદિરે ક્યારે થશે.” ગુરુમહારાજે જે જવાબ આપ્યો તે આપણે સાંભળવા જેવો છે. “લાલાજી! હું હવે તેને જ વિચાર કરું છું. જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષા એ અમારું મૂળ સૂત્ર છે.” એ અંતિમ ઈચ્છા તે તે
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જનવિદ્યાલય
૩ર૭ પૂરી ન કરી શક્યા, પણ આ સેવક તે હૃદયમાં લઈને ગામેગામ ટેલ નાખી રહ્યા છે.
ભાગ્યશાળીઓ ! તમારી કેમના–તમારી જ્ઞાતિના, તમારા ઘેાળના–તમારાજ શહેરના કે તમારા જ ગામના હજારે બાળકને જ્ઞાનદાન આપવાને આ સુઅવસર છે. મુંબઈ તે અલબેલી નગરી છે. તેને લાખોના હિસાબ નથી. અહીંના શ્રીમંતેએ દેશને પિતાના દાનથી વારંવાર ઉજાન્યો છે. જેનસમાજ તેને શું જવાબ આપે છે ? એક જ ભાગ્યશાળી ધારે તે એક વિદ્યાપીઠ ઊભી કરી શકે. પણ મારે તે સર્વ સાધારણ પાસેથી ફંડ કરવું છે. ધનવાન તેમની શકિત પ્રમાણે આપે—બીજા પિતપતાની ઈચ્છા પ્રમાણે આપે. આ ફંડમાંથી એક મહાન સંસ્થા થશે, જે જૈન સમાજના ભૂષણ રૂપ થશે. મારી આ માગણીને વહેલે મોડે જવાબ તમારે આપવાનું છે.
આ હૃદયના ભાવોની ભારે ચમત્કારિક અસર થઈ. નાના મોટા બધાના મનમાં કાંઈક કરવું જ જોઈએ તેવી ઊર્મિ થઈ આવી. શેડે વિચાર પણ ચાલ્યો પણ કેટલાક શ્રીમંતે બહાર ગામ હતા અને પ્રથમથી સારી રકમ ન લખાય તે ફંડ ભાંગી પડે–વળી સમયને પરિપાક નહિ હોય તેથી ભવિષ્યના કેઈ સમયને માટે તે વાત મુલતવી રાખવી પડી.
મહારાજશ્રીના વ્યાખ્યાને અને પ્રવૃત્તિઓની મુંબઈના સમાચાર પત્રમાં તથા જૈન પત્રમાં વિસ્તૃત બેંધ આવતી હતી. આ વ્યાખ્યાનની પણ સમાલોચના આવી
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૨૮
યુગવીર આચાય
અને મુંબઇમાં એક મહાન યેાજનાની તૈયારી ચાલે છે અને શ્રીમત વના તેને ખાસ ટકે છે વગેરે હકીકત મહાર આવવાથી દૂરદૂરથી મહારાજશ્રી પર પત્રો આવવા લાગ્યા અને મુંબઈમાં એવી એક સસ્થાની અત્ય'ત આવશ્યકતા છે, તેમજ આપની પ્રેરણાથી જરૂર તેવી સસ્થા થશે તેવી સફળતા ઈચ્છતા સંદેશા પણ સંસ્થાની શરૂઆત થયા પહેલાં મળવા લાગ્યા. તેમાંના એક પત્ર આપવામાં આવે છે.
वंदे वीरम्
મુ. અંબાલા સિટી. તા. ૩૦-૭-૧૩ વિ. સ. ૨૪૩૯ આ. સ. ૧૮
અનેક મુનિગણુ વિભૂષિત, મુનિગણુસેવિત ચરણકમલ, શ્રીમાન શ્રી મુનિ વલ્લભવિજયજી મહારાજ, યેાગ્ય સેવક લબ્ધિની વંદના મંજૂર કરશેા. પત્ર લખવાનું પ્રયાજન એ છે કે આપની સુખશાતાના સમાચાર જણાવશે. કારણ કે આ પત્ર લખ્યા વિના તમારા સમાચાર દુર્લભ છે. તેા હવે પત્ર લખશેાજી.
સુખશાતાના સમાચાર ઉપરાંત ધર્માંન્નતિ કેવા પ્રકારની થઈ રહી છે તે પણ શિષ્ય દ્વારા લખાવવાની કૃપા કરશેા. ‘ જૈન ’ પત્રમાં “ વલ્લભવિજયજી મહારાજ અને જૈન પ્રગતિ” શિક લેખ વાંચવાથી જાણવામાં આવ્યું કે ગુરુમહારાજની યાદગારમાં મુંબઈમાં કાઇ નિશાની જરૂર થશે. કૅમ ન થાય ? આપ જેવા સદ્ગુરુચરણ સસ્વ જાય અને તે પરમેાપકારી આત્માનું નામ અમર ન થાય તથા હજાર નવીન યુગપ્રેમીને ફળદાયક ન થાય તેા પછી કાના જવાથી થશે ? આપણા સંપ્રદાયના નેતાઓમાં કાની પરમ ભક્તિ છે એમ વિચારતાં આપ પર દ્રષ્ટિ દાડે છે અને આનંદ થાય છે.
સમાચાર દેતા રહેશેા. વિહારના કારણે ન તે હું કાઈ પત્ર લખા
Page #371
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જનવિદ્યાલય
૩૨૯ શક્યો, ન આપ. ચાલો આટલે સમય સુષુપ્તિમાં સમજી લઈશ. હવે જાગૃતિનો સમય છે.
દઃ લબ્ધિવિજય (હાલ આચાર્ય શ્રી વિલબ્ધિસૂરિજી)
આજે લાલ બાગમાં ધામધૂમ હતી. મહારાજશ્રીએ રચેલી શ્રી પંચપરમેઠીની પૂજા ભણાવવાની હતી. શેઠ હેમચંદભાઈએ પૂજાને બધો ખર્ચ આપ્યું હતું. પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણ અનુસાર પૂજાની સામગ્રીની ૧૦૮ થાળીઓ તૈયાર કરવામાં આવી હતી. છત્રીસ સ્નાત્રી બન્યા હતા જે સાક્ષાત ઈન્દ્રની સમાન સુશોભિત દેખાતા. આ સ્નાત્રીઓમાં શેઠ હેમચંદભાઈ, શેઠ દેવકરણ મુળજી, શેઠ મોતીલાલ મુળજી, શેઠ નગીનભાઈ મંછુભાઈ, શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ, શેઠ ગોવિંદજી ખુશાલ, ઝવેરી મણીલાલ સૂરજમલ, શ્રી મેતીચંદ કાપડિયા સેલીસીટર આદિ મુંબઈના પ્રતિષ્ઠિત આગેવાન ધર્માત્માએ હતા. આથી પૂજાને આનંદ અનેરે હતે. પૂજા ભણાવવા માટે સંગીતશાસ્ત્રી પ્રાણસુખભાઈ ગયા અને સૂરતવાળા વિજયચંદભાઈ વગેરે હતા. સૂરીલા કંઠેમાંથી નીકળતી મધુરમધુર ધ્વનિ બધાને મુગ્ધ કરી રહી હતી. શ્રી ભાઈચંદભાઈ પહેલવાન તથા શ્રી મંગુભાઈ બન્ને શ્રાવકે વિધવિધ નૃત્યથી પિતાની પ્રભુભક્તિ પ્રદર્શિત કરી રહ્યા હતા. આ સમયે એવી મંત્ર મુગ્ધકર દશા, એવી તલ્લીનતા અને એવી એકતાનતા હતી જેવી રાવણની અષ્ટાપદ ગિરિપર. આ આનંદ-પૂજાને ઠાઠ
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૩૦
યુગવીર આચાર્ય પ્રભુ ભક્તિને ઉલ્લાસ આજે પણ મુંબઈવાસીઓ ભૂલ્યા નથી.
“કૃપાનાથ ! આ પ્રકારની પૂજા, આ પ્રકારના શેઠ દેવકરણભાઈ જેવા સ્નાત્રીઓ, અને આવી જાતને અદ્વિતીય આનંદ મારા જીવનમાં તે મેં પહેલીવારજ અનુભવ્યો. આ આનંદના દાતા અને આવા સોભાગ્યના દિવસે દેખાડવાવાળા તે આપજ છે.” પૂજા પૂરી થયા પછી બધા આગેવાને મહારાજશ્રીની પાસે બેઠા હતા તેમાં શેઠ નગીનભાઈ મંછુભાઈ બેલી ઉઠયા.
નગીનભાઈ! ગુરુદેવને પ્રતાપ છે. આપણે તે નિમિત્ત માત્ર છીએ.” મહારાજશ્રીએ પિતાની લઘુતા બતાવી.
મહારાજશ્રી ! આ આનંદ આપીને પછી આપ. વિહારની વાત કરે છે તેથી અમારા હૃદયમાં ચોટ પહેચે છે. આપ કૃપા કરીને બીજું ચોમાસું તે અહીં જ કરવાને વિચાર રાખે.” નગીનભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમારી વાત તે માનું પણ મારી જનાને મૂર્ત સ્વરૂપ ન મળે તે બીજું ક્ષેત્ર પણ સંભાળવું ને?” મહારાજશ્રીએ ટકેર કરી.
ગુરુદેવ! જે નવીન ભાવના માટે અર્થાત કોલેજમાં અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે વર્તમાન શિક્ષાની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ દેવાની વ્યવસ્થાવાળી સંસ્થા ની યેજના આપ વિચારી રહ્યા છે ! તે માટે આપ સાહેબ અત્રે હશે તે જરૂરી જરૂરી કાર્ય થશેજ. અમે પણ તે માટે ચિંતિત છીએ.” મેતીલાલ શેઠે પોતાની ચિંતા વ્યક્ત કરી.
મોતીલાલભાઈ! તમે બધા આગેવાને તે અહીં
Page #373
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈનવિદ્યાલય
૩૩૧
હાજર છે. દિવસ પણ બહુ માંગળમય છે. વિચાર કરીને જવાબદારી ઉપાડી લ્યા. હું પછી કત્યાં જવાના હતા ?” મહારાજશ્રીએ જવાબદારી લેવા સૂચના કરી.
“ દયાનિધાન ! જવાબદારી તે શ્રીસ ંઘે સ્વીકારી છેજ, પણ આપના અહીં બિરાજવાથી સંઘના ઉત્સાહ વધશે અને મારી ખાત્રી છે કે આપની મનોકામના પૂર્ણ થશે. માટે કૃપા કરી ચેામાસા માટે તે। આપ હવે અમને હા પાડેાજ પાડા. જીવદયા પ્રચારક સભાના મંત્રી શેઠ લલ્લુભાઈ એ ખાત્રી આપતાં વિનતિ કરી.
""
ઃઃ
મહારાજ ! આપ દયાળુ છે, અમારી ઉપર દયા કરા અને એક ચામાસાની ભિક્ષા તા અવશ્ય આપે. આપના રહેવાથી અપૂર્વ લાભ થશે. ” ત્યાં રહેલાં બધાં ભાઈમહેનાએ ગદગદિત સ્વરમાં પ્રાર્થના કરી.
“ તમારી પ્રેમભરી લાગણીને હું કેમ નકારી શકું. જેવી શ્રીસંઘની ઇચ્છા. પણ જુઓ, હું ચેતવણી આપું છું. તમે લગભગ ઘણાખરા આગેવાના હાજર છે. તમે થાડા દિવસમાં વિચાર કરીને નિર્ણય કરી લ્યે. મારે તે એક સંસ્થાનું ખાતમુહૂત કરાવીને જવું. છે. વિશેષ તે હું તમને શું કહું?” મહારાજશ્રીએ પેાતાની છેવટની ઈચ્છા પ્રદશિત કરી.
ગુરુપ્રતાપે સૈા સારાં વાનાં થઈ રહેશે. આપ નિશ્ચિત રહેશે. ” દેવકરણભાઇએ છેવટે એ શબ્દ કહ્યા અને બધાને ભારે આશ્વાસન મળી ગયું.
સાહેબ! આપની પ્રેરણાથી સંસ્થા માટે ફંડ થઈ
re
ઃઃ
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૨૨
યુગવીર આચાર્ય રહ્યું છે. સારી રકમ થવાની આશા છે. એજના પણ તૈયાર છે.” મેતીચંદભાઈએ શુભ સમાચાર આપ્યા.
મેતીચંદભાઈ! મુંબઈને એજ શે! જુઓ હું તે માનું છું કે આ સંસ્થા જૈન સમાજમાં અદ્વિતીય સંસ્થા થશે. પણ યોજનામાં ધાર્મિક શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા રાખશે.” મહારાજશ્રીએ ધાર્મિક શિક્ષણ માટે ખાસ ભારપૂર્વક સૂચના કરી.
“મહારાજશ્રી ! તેની વ્યવસ્થા પહેલેથી રાખી છે, પણ નામ વિષે શું કરવું?”
“કેમ ! નામ માટે વળી શું મુંજવણ આવી પડી?”
“સાહેબ ! કેટલાક કહે છે કે શ્રી વલ્લભ જૈન વિદ્યાલય રાખીએ.” એક ગૃહસ્થ જણાવ્યું.
વળી કેટલાક ગુરુદેવના નામથી “શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય” રાખવા ઈચ્છે છે” બીજા ગૃહસ્થ બીજું નામ સૂચવ્યું.
અને કેટલાક ભાઈઓ “શ્રી આત્મવલ્લભ જૈન વિઘાલય” નામ આપવા ખુશી છે.” એક ભાઈએ નવીન નામ જણાવ્યું.
“સાહેબ ! આપ જ કહો? આ બાબતમાં શું કરવું?” મેતીલાલ શેઠે સીધો પ્રશ્ન કર્યો.
હું સંસ્થાની સાથે મારું નામ જોડવાની અનુમતિ તે કેઈપણ વાત નથી જ આપી શકો. તે હરગીજ નહીં જ બને. ગુરુદેવના નામ વિષે મારે વિરોધ તે હોય જ નહિ. તે તે
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૩
શ્રી મહાવીર જૈનવિદ્યાલય આનંદને ગૌરવની વાત છે, પણ હું તે કહીશ કે સંસ્થાના નામની સાથે અમુક વ્યકિત વિશેષનું નામ જોડવાથી તે સંસ્થાની સાર્વશિકતા નષ્ટ થઈ જાય છે. તે એક પક્ષની સંસ્થા બની જાય છે, અને તેનું પરિણામ એ આવે કે થોડા જ દિવસોમાં તે બંધ થઈ જાય છે. તેથી મારી તે તમને બધાને એજ સૂચના છે કે એવું નામ રાખવું જોઈએ જે નામ બધાને માન્ય હોય અને સંસ્થાની સાર્વદેશિકતા નષ્ટ ન થાય.” મહારાજશ્રીએ સ્પષ્ટતાથી જણાવ્યું.
બધાને એ વાત ખૂબ રૂચિ અને તેમનું દ્રષ્ટિબિન્દુ પણ બધા સમજ્યા. છેવટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” નામ રાખવામાં આવ્યું. તે માટે રૂ. ૫૦૧૩૦) થઈ ગયા.
સં. ૧૭૦ ના જેઠ સુદી આઠમને દિવસે સ્વ. મહારાજશ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદ સૂરીશ્વરની જયંતિ મુંબઈમાં બીજી વખત ઉજવવામાં આવી. તેમાં આપે જે વ્યાખ્યાન આપ્યું તે અપૂર્વ હતું.
સં. ૧૯૭૦ નું ૨૮ મું ચેમાસું મુંબઈમાં આનંદપુર્વક સમાપ્ત થયું. મહારાજશ્રીની સંસ્થાની અભિલાષા પણ થઈ અને એ કાર્ય માટે કમીટીની નિમણુક થયા પછી મહારાજશ્રીએ સૂરત તરફ વિહાર કર્યો.
આ૩
૭૦ ૨૮ મું
ને અભિલાષા :
Page #376
--------------------------------------------------------------------------
________________
DOCOMO 2002
સ્ત્રીશિક્ષા અને આદર્શ શિક્ષકોની હિમાયત
[૩૭] તમારું જિનાલય તે ભવ્ય છે. અજિતનાથ ભગવાનની પ્રતિમા પણ અલૈકિક છે.” મહારાજશ્રીએ કાર્યકર્તાઓને મંદિર સબંધી પિતાને આનંદ વ્યકત કર્યો.
સાહેબ ! આ પ્રદેશના શ્રાવકેએ તે બંધાવ્યું છે. જ્યારે અમારા આખા પ્રદેશનું સામુદાયિક કામ હોય છે ત્યારે બધા અહીંજ ભેગા મળે છે.” કાર્યકર્તાઓએ બગવાડાનું મહત્ત્વ બતાવ્યું.
આવા સુંદર પ્રદેશમાં એક શિક્ષણ સંસ્થા હોય તે કેવું સારું? આ સ્થાન ખરેખર રમણીય છે. આસપાસના પ્રદેશનાં બાળકે કુદરતની ગોદમાં ખુલ્લા હવાપાણીથી સારાં તૈયાર થઈ શકે. વળી ગ્રામ્ય જીવનનો લાભ મળે તે
Page #377
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકોની હિમાયત
જુદું. અહીં સાદાઈથી પણ રહી શકાય. ” મહારાજશ્રીએ શિક્ષણસસ્થા માટે પરામશ કર્યાં.
66
કૃપાળુ ! આપની સૂચના તે અમારે માટે ઘણી ઉપચાગી છે. આપશ્રી વ્યાખ્યાનમાં તે માટે સિચન કરશે તે આજે ઘણા બહાર ગામના ભાઈએ પણ આવનાર છે. લેકે સુખી પણ છે. ” કેટલાક ભાઇઓએ પ્રાથના કરી.
૩૩૫
“ તે વાત ખરાખર છે. વ્યાખ્યાનમાં હું તે વિષે જરૂર ઉલ્લેખ કરીશ. ’” મહારાજશ્રીએ તેઓની પ્રાથનાના સ્વીકાર કર્યા. અને વ્યાખ્યાનનાં જોશેારથી ઉપદેશામૃતની વર્ષા કરી. ભલા, આ અમૃતાવર્ષાથી કાનાં હૃદય ન ભીંજાય ? દયાળુ ! આપશ્રીના વ્યાખ્યાનની અસર તે સારી થઈ છે. જો આપશ્રી ચેામાસું કરવાની કૃપા કરેા તે અહીં એક વિદ્યાલય અને છાત્રાલય અને તેવા સજાગે છે. ” એક ભાઈ એ પરિસ્થિતિ જણાવી.
::
“એવું કાંઇ થતું હાય તા તા મારી રહેવાના કાંઈ અથ છે. નહિ તેા સુરત કાંઈક થઈ શકે તેવું લાગે છે; એટલે તે તરફ જવા ભાવના છે. પછી તેા ભાવીભાવ.” મહારાજશ્રીએ કાય થાય તા રહેવા વિચાર દર્શાયે.
હજી તે। આ વિચાર ચાલે છે ત્યાં સૂરતથી મહૂમ શેઠ નગીનદાસ કપૂરચ'દ ઝવેરીનાં ધર્મપત્ની શેઠાણી રૂક્ષ્મણીબેન પેાતાના પુત્ર અને મુનીમની સાથે મહારાજશ્રીના ક્રૂને ખગવાડા આવ્યાના સમાચાર ગેાચરી જઇ આવેલા
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૩૬
યુગવીર આચાય
એક મુનિએ આપ્યા. ઘેાડીવાર થઈ ત્યાં તે તે ઉપાશ્રયમાં આવી પહોંચ્યા.
“ સાહેબ ! સૂરત કયારે પધારશે ? અમે તે આપના દનની રાહ જોઇ રહ્યા છીએ. ” વંદણા કરી નગીનદાસભાઈનાં પત્ની રૂકમણી શેઠાણીએ વિનતિ કરી. “ અમારે ઉદ્યાપન કરવાની ભાવના છે. આપ પધારા તાજ તે મનેકામના પૂર્ણ થાય.” તેમણે ઉદ્યાપન માટે નિમ ત્રણ કર્યું. શ્રાવિકાજી! તમારું' નિમંત્રણ તે પહેાંચ્યું પણ અહીંના ભાઈઓની ભાવના એકાદ શિક્ષણસંસ્થા માટે છે તેથી ચાતુર્માસ અહીં કરવા વિચાર થાય છે.
27
“ કૃપાનિધાન ! ચાતુર્માસ તા હજી દૂર છે. આપ મુહૂત આપે તે અમારે વિચાર તે માહ મહિનામાંજ ઉદ્યાપન કરવાના છે. આપ ઉદ્યાપન કરાવીને અહી આવી શકશે. બન્ને કામ પાર પડશે. ”
66
માહ મહિનામાં ઉદ્યાપન થાય તે તે હું આવી શકું.” “ સાહેબ ! ઉદ્યાપન સમયે બીજાં પણ ધમકાય નીકળશે. આપ સાહેબની મધુર વાણી સાંભળવા અમે બધાં ઉત્સુક છીએ.
સૂરત છે તે પ્રસિદ્ધ પણ કાણુ જાણે હમણાં ધર્મ કા માં પહેલા જવું આગળ પડતું નથી. તમે હવે નિશ્ચિ ંત રહે. હું અહીથી તે તરફ વિહાર કરીશ. ”
સાહેબ ! ચાતુર્માસ કરવા તે કદાચ ન નીકળી શકાય
tr
Page #379
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકાની હિમાયત પણ આપ અહીં હશે। તે અમે પર્યુષણ કરવા તે આવીશું. સુરતના ખીજાપણ ભાઈબહેનેા આવશે.”
૩૩૭
મહારાજશ્રીએ સુરત તરફ વિહાર કરવા તૈયારી કરી. બગવાડાના ભાઈ એએ વિચાર કર્યાં કે મહારાજશ્રી સુરત જઈ આવી અત્રે પધારશે તે ચામાસામાં ઘણા ભાગ્યશાછીએ. મહારાજશ્રીના દર્શને આવશે અને આપણને તેમાં લાભ જ થશે. વળી આપણે આપણા આગેવાનાને મળીને સંસ્થા માટે ફૂડ વગેરેના વિચાર પણ કરી રાખીશું. આમ નિણ ય કરી તેઓ મહારાજશ્રીની પાસે ગયા અને પ્રાથના કરી.
“ આપ સુરત પધારેા છે, તેા અમે સ'સ્થા માટે આગેવાનાને મળીને બનતું કરીએ. આપને નિમ'ત્રણ આપવા માટે અમે સુરત જરૂર આવીશું. આપ કૃપા કરી સુરતથી આગળ વિહાર ન કરતા. ”
...
ભલે! હું ફાગણ સુધી તમારી રાહ જોઈશ. જો કા થઈ શકે એવું હૈાય તે હું તૈયાર છું, નહિ તે જેવા
ભાવીભાવ. ”
બગવાડાથી વલસાડ, પારડી, બિલીમેારા, નવસારી આદિ ગામેમાં ઉપદેશ આપતા, ધમની જયઘાષણા ગજવતાં સુરત પધાર્યા. સુરતમાં સમારાહપૂર્વક નગરપ્રવેશ થયેા.
સ. ૧૯૭૧ ના પોષ વદ્દી ૫ થી સુરતની ગોપીપુરાવાળી નવી ધર્મશાળામાં ઝવેરી નગીનદાસ કપૂરચંદના તરફથી ઉદ્યાપન નિમિત્ત શાંતિ સ્નાત્ર હતું. શાંતિ સ્નાત્ર નિમિત્તે હજારા સ્રીપુરુષાની ઠેઠ જામી હતી. સાધુસાધ્વીને સમુદાય પણ ઠીકઠીક હતા. યેવૃદ્ધ ૫. મહારાજ શ્રી
*
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૩૮
યુગવીર આચાર્ય
સિદ્ધિવિજયજી (હાલ આચાર્યશ્રી) મહારાજ પણ બિરજમાન હતા. તે સમયે આપણા ચરિત્રનાયકે એક પ્રભાત્પાદક વ્યાખ્યાન આપ્યું તેને સાર નીચે મુજબ હતે.
સાત ક્ષેત્રોમાં ચાર ક્ષેત્ર (સાધુ-સાદો -શ્રાવકશ્રાવિકા) સાધક ક્ષેત્ર છે, ત્યારે ત્રણ ક્ષેત્ર (જિનપ્રતિમા, જિનમંદિર, તથા જ્ઞાન) સાધ્ય છે. જૈન સમાજમાં સાધ્ય ક્ષેત્રોની પ્રભાવના ઉત્તરોત્તર વધતી જતી દેખાય છે. પરંતુ સાધક ક્ષેત્રે પ્રતિદિન ક્ષીણ થતાં જાય છે. તેમાં પણ પાંચ ક્ષેત્રોના પિષક બે ક્ષેત્રો શ્રાવક અને શ્રાવિકાની ક્ષીણતા તે વિશેષ રૂપમાં જોવામાં આવે છે. બધા માને છે અને તે સાચું પણ છે કે જેનસમાજ ધન ખરચવામાં બહુજ ઉદાર છે. દેશનું કેઈપણ કાર્ય એવું નહિ હોય જેમાં જેને શ્રીમં. તોએ મદદ ન કરી હોય પણ સ્ત્રી સમાજને માટે સમાજે શું કર્યું છે? તેમાં વળી અનાથ દુઃખી બહેનને વિચાર કરીશું તે જણાશે કે તેઓ બહુજ દુખી જીવન વિતાવી રહી છે. તેમનાં દુઃખ દૂર કરવા માટે, તેમને ઉદ્યોગની તાલીમ આપવા માટે, તેમનું જીવન ધર્મકાર્ય અને સેવાકાર્યમાં ગાળી શકાય તેવી તાલીમ માટે આપણે શું કર્યું છે? તેઓના કલ્યાણ માટે આપણે કદી વિચાર કર્યો છે? આજકાલ પ્રત્યેક સમાજે આશ્રમ શરૂ કર્યા છે. તેમાં સેંકડે અનાથ દુઃખી સ્ત્રીઓને અનેક પ્રકારની તાલીમ મળી રહી છે. જ્યારે જૈનસમાજમાં સ્ત્રીઓને માટે કઈ એવી સંસ્થા નથી. આપણે તે તરફ ધ્યાન નથી ગયું તેજ ઓશ્ચર્યની વાત છે. ઉજમણા, સ્નાત્ર મહોત્સવ અદિ જ્ઞાન,
Page #381
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકેની હિમાયત ૩૩૯ દર્શન અને ચારિત્રની પ્રાપ્તિના સાધન છે પણ જ્ઞાન, દર્શન ચારિત્રની સાધના કરી શકે તેવી સરળતા કરી આપવી તે પણ શ્રીસંઘનું પરમ કર્તવ્ય છે. સુરતના ઝવેરીએ અને શ્રીમંતે ધારે તો આજે જ એક મહિલા-આશ્રમ માટે
વ્યવસ્થા થઈ શકે. સ્ત્રીઓ મહાન સેવિકાઓ બની શકે, પિતાના દુઃખી જીવનમાંથી મુક્ત થઈ ધર્મ આદરી, જ્ઞાનની આરાધના કરી, ઉન્નત જીવન ગાળી શકે તે પ્રબંધ કરે અત્યંત જરૂરી છે. ”
આ પ્રભાવશાળી વ્યાખ્યાનની સારી અસર થઈ ચાંજ મહિલા આશ્રમ સ્થાપિત કરવાનો નિર્ણય થશે. તે માટે તે જ વખતે સાડાચાર હજાર રૂપીઆ એકઠા થઈ ગયા.
“સાહેબજી! અમારી તરફ તો કૃપાદષ્ટિ કરે. અમારા ગામડાઓમાં વર્ષોથી કઈ મુનિરાજનાં દર્શન નથી થયાં. આપ પધાર્યા છે તે આસપાસના પ્રદેશમાં હવે વિચરશે તો અમ જેવા ગ્રામવાસીઓને ઉદ્ધાર થશે.” કરચલીયાથી આવેલા એક ભાઈએ વિનતિ કરી.
તમારી વાત બરાબર છે. બગવાડા હું કહી આવ્યો હતું કે તેઓ વિનતિ માટે આવશે તે હું જરૂર ત્યાં જઈશ. પણ ત્યાં સંસ્થા માટે કાંઈ થઈ શકયું નહિ હોય, એટલે હવે સુરતવાળા ભાઈ એની ઘણા વખતની વિનતિ છે એટલે ચાતુર્માસ તે પ્રાયઃ અહી થશે.”
પણ સાહેબ ! ચાતુર્માસને તે હજી વાર છે, હેમશ્રી લલિતવિજયજી મહારાજશ્રીને તે તરફ મેકલે.”
Page #382
--------------------------------------------------------------------------
________________
૪૦
યુગવી૨ આચાર્ય લલિતવિજયને તે મુંબઈ મોકલવા જોઈશે. ત્યાં મહાવીર વિદ્યાલયની સ્થાપના માટે કમીટીને આગ્રહ છે. મારાથી તો જઈ શકાય તેમ છે નહિ.”
તે તે આપ જ પધારે. ગામડાઓમાં ઘણે ઉપકાર થશે. આપ પધારશે તે બે ત્રણ ગામેવાળા તે જિનમંદિર કરાવવા તૈયાર છે. પછી ચાતુર્માસ માટે તે જેવી આપ સાહેબની અનુકૂળતા.”
ચાતુર્માસને હજી વાર હતી. બગવાડાવાળા તે આવ્યા નહિ. ત્યાં સંસ્થાને માટે પ્રયાસ થયે પણ તે અધૂર રહે. મહારાજશ્રીએ સુરતથી વિહાર કરવાને વિચાર કર્યો
ત્યાં સુરતવાળાએ ચાતુર્માસ માટે વિનતિ કરી અને દેશકાળને વિચાર કરી તેમને હા કહી. મુંબઈથી શ્રીસંઘને આગ્રહપૂર્વકને પત્ર હતું કે “શ્રી મહાવીર જૈનવિદ્યાલય” ની સ્થાપના પ્રસંગે આપ પધારશે તે અમારા આનંદમાં વૃદ્ધિ થશે, પણ મહારાજશ્રીને આસપાસના ગામેના ભાઈએની વિનતિ હતી. ત્યાં બે ત્રણ જિનમંદિરની સંભાવના હતી. તેથી લલિતવિજયજી મહારાજશ્રીને મુંબઈ માટે આજ્ઞા આપી, તેઓએ આસપાસના ગામમાં વિચરવા વિહાર કર્યો. - નવસારી, કાલિયાવાડી થઈ સીસેદરા પધાર્યા. સીસોદરામાં જૈન ભાઈઓમાં મતભેદ હતે. તે માટે મહારાજશ્રીએ ઉપદેશ આપી શાંતિ કરી. અહીં પંજાબ શ્રીસંઘના આગેવાનો અંબાલાનિવાસી ઓનરરી મેજિસ્ટ્રેટ લાલા
Page #383
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકોની હિમાયત
૩૪૧
ગંગારામજી તથા બીજા ભાઈએ પંજાબ માટે વિનતિ કરવા આવ્યા.
“દયાનિધિ ! પાંચ પાંચ વર્ષથી પંજાબ છોડયું છે. હવે સત્વર પધારો. પંજાબના ગામેગામ શ્રીસંઘ–પંજાબના આબાલવૃદ્ધ આપની રાહ જોઈ રહ્યા છે. શું આપ આપના પ્યારા પંજાબને ભૂલી ગયા ! ગુરુવર્ય! ગૂજરાતમાં ઘણું મુનિ મહારાજે છે. હવે આપ સત્વર પગલાં કરો. અમે આપને પ્રાર્થના કરવા માટે જ પંજાબથી આવ્યા છીએ ” લા. ગંગારામજીએ પંજાબ શ્રીસંઘની વતી પ્રાર્થના કરી.
લાલાજી! હું પંજાબને–શ્રીસંઘને તમારા ભક્તિભાવને—મારી જવાબદારીને અને ગુરૂદેવના અધૂરા કાર્યને કેમ ભૂલી જાઉં? હું તે પંજાબને હરઘડી હર પળ યાદ કરું છું. કેઈ દિવસ એવો નથી જતે જે દિવસે ગુરૂદેવનું સ્મરણ ન કર્યું હોય–અને સાથે જ પંજાબ તે યાદ આવે જ.” મહારાજશ્રીએ પોતાના હદયની વાત જણાવી.
સાહેબ એ તે અમે પણ માનીએ છીએ કે આપ અમને કદી ભૂલી શકે નહિ. પણ ગુજરાતની ભૂમિ– જન્મભૂમિ અને તીર્થભૂમિ-વળી ભાવીક ભક્તોની ભાવભીની ભક્તિ” લાલા ગંગારામજીએ ગૂજરાતમાં રહેવાની દલીલ આપી.
લાલાજી! જન્મભૂમિ તે છે તેની ના તે કેમ પડાય? જન્મભૂમિનું પણ ત્રણ તે છેજને અને તે અણુ અદા કરવા–બનતાં શાસનસેવાનાં કાર્યો કરવા તે ગામેગામ ફરી રહ્યો છું. તેમ છતાં પંજાબનું સ્થાન તે મારા
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૪ર
યુગવીર્ આચા
હૃદયમાં અનુપમ છે, તેની જગ્યા કાઈ લઈ શકે નહિ.” - કૃપાનિધાન ! તો પછી આપ હવે કયારે તે તરફ પગલાં કરશે?
“ શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરી. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના માટે શ્રી લલિતવિજયજી ગયા છે. હવે રૈવતગિરિની યાત્રા બાકી છે. શ્રી નેમિનાથ ભગવાનની યાત્રા કરી પ`જાબ તરફ વિહાર કરવા ધારણા છે, પછી તે ભાવીભાવ, ’”
(C
મહારાજશ્રીએ પજામથી આવેલા ભાઈ એને સમજાવ્યા અને પંજાખ શ્રીસંઘને પત્ર લખી આશ્વાસન આપ્યું, સકળ શ્રીસંઘ પજાબ ચેાગ્ય,ધલાભ સહિત વિદિત થાય કે અહી' સુખશાતા છે. ધમ ધ્યાનમાં ઉદ્યમ રાખશે. આપની તરફથી પ્રાર્થનાપત્ર તથા લાલા ગંગારામજી આદિ શ્રાવક સમુદાય મળ્યા. સમાચાર જાણ્યા, તમે બિલકુલ ચિંતા ન કરો. સ્વર્ગવાસી ગુરુમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિ ( આત્મારામજી ) મહારાજની આજ્ઞાનુ` ખરાઅર પાલન કરવામાં આવશે જ. તમે વિજ્ઞપ્તિ કરી કે ન કરી અમારી તે તરફ વિહાર કરવાના પરિપૂર્ણ ભાવ છે. શ્રી ગિરનારજીની યાત્રા હજી સુધી થઈ શકી નથી તેટલીજ વાર છે. શ્રી નેમીનાથ ભગવાનની યાત્રા થતાં જ તે તરફ વિહાર સમજી લેશે.
સંઘના દાસ વલ્લભવિજય.
Page #385
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકેની હિમાયત
૩૪૩ આ પ્રસંગે સીસોદરામાં વ્યાખ્યાન સમયે પંજાબી ભાઈએ માથી લાહેરનિવાસી લાલા માણેકચંદે એક “પંજબના શ્રીસંઘની વિનતિ અને ગુરુવિયેગ દશન” વિષે જે ભજન ડૂસકાં ભરી ભરી અશપૂર્ણ નયને ગાયું હતું તે ભારે હૃદયદ્રાવક હતું. સભામાં હાજર રહેલા બધાની આંખેમાંથી અમુએ સરી પડયાં અને આપણા ચરિત્રનાયકની આંખે કરુણરસથી ભીની થઈ આવી. આ દ્રશ્ય સીસોદરાવાળા આજે પણ ભૂલ્યા નથી.
સીસોદરાથી વિહાર કરી અષ્ટગામ પધાર્યા. અહીં સીદરા ગામના કારણે ફાટફૂટ હતી. તેનું સમાધાન કરાવ્યું તથા સાધમ વાત્સલ્ય ઘણા વખતથી બંધ હતું તે શરૂ થયું. વળી અહીં જિનાલય નહોતું તે માટે પણ પ્રેરણા આપવામાં આવવાથી ફંડની શરૂઆત કરવામાં આવી. અષ્ટગામથી ટાંકલ પધાર્યા. અહીં પણ જિનાલય નહોતું તે માટે ઉપદેશ આપી ફંડ કરાવવામાં આવ્યું.
ટાંકલથી કરચલિયા પધાર્યા. અહીં પણ મંદિર નહોતું તે માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યું. અહીંથી એક કેસ દૂર વાણીયાવાડ નામનું નાનું ગામ હતું. પહેલાં અહીં કેઈમેટું શહેર હશે. હમણું અહીં જેનેની વસ્તી હતી નહિ, પણ એક જિનાલય હતું. કરચલિયાવાળા ભાઈઓએ બે વાર તે મૂર્તિને વાણીયાવાડમાંથી લાવવા પ્રયત્ન કર્યો પણ બન્ને વખત તેમાં સફળતા ન મળી. એક વખત તે પ્રભુજીની પાલખી લઈને આવનાર માણસોને નદીમાં આવતાં પિટમાં દુખાવે ઉપડયે ને રસ્તો પણ સૂઝે નહિ તેમ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૪૪
યુગવીર આચાય
થયુ તેથી પ્રભુજીને પાછા લાવવા પડયા. મહારાજશ્રી પધાર્યા ત્યારે તે વાત શ્રીસંઘે કરી. મહારાજશ્રીએ તે માટે વિધિપૂર્વક ભગવાનને લઈ આવવા માટે મુહૂત બતાવ્યું. સં. ૧૯૭૧ ના વૈશાખ સુદી ૬ ના દિવસે વિધિ સહિત ધામધૂમથી પ્રતિમાજી લાવવામાં આવ્યા. કરચલિયાના લેાકેામાં આનંદ આનંદ ફેલાઈ રહ્યા. તેઓ તા કહેવા લાગ્યા સાઠ સાઠ વર્ષીમાં આવા મુનિરાજ જોયા નથી. આ તે કોઈ ચમત્કાર થયેા ચમત્કાર. એ વખત પાછા ગયેલા ભગવાન આપણે ત્યાં આવ્યા તેતે આ મહાત્માને પ્રભાવ.”
??
અહીથી વિહાર કરી આપ સુરત પધાર્યા. સ. ૧૯૭૧ નું ૨૯ મું ચાતુર્માંસ સુરતમાં કર્યું.
*
શાન્તમૂર્તિ મુનિ મહારાજશ્રી હુ સવિજયજીના એક પત્ર આપના ઉપર આવ્યા હતા. તે પત્રને તેઓશ્રીએ આપેલા જવાબ વાંચવા ચેાગ્ય છે. આપણા ચરિત્રનાયકને શિક્ષા પ્રચાર માટે કેટલી તમન્ના હતી તે આ પત્ર ઉપરથી આપણે જોઈ શકીએ છાએ,
આપણા લેાકા તુછ ગલતમાં છે. તેનું મૂળ કારણ અવિદ્યા છે. આપ પણ તે જાણે! છે. અરે જૈનસમાજમાં એક પણ ઉંચા દરજ્જાના સુશિક્ષિત શ્રાવક હાય તાપણુ બધાં કામ સારી રીતે થઈ શકે. પણ અસાસ તે એ વાતને છે કે લાખા શ્રાવકામાં એક પણ એવા નથી જેને પ્રભાવ પ્રત્યેક સ્થાનના જેનેા પર પડી શકે. આમ છતાં લોકાની નિદ્રા તા હજી ઉડતી નથી. આ દશા કેટલી શેાચનીય છે ? હરે! લાખે
rr
Page #387
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષ્ાની હિણાયત
૩૪૫
રૂપીઆની આહુતિ પ્રતિ વર્ષ વાજાં—ગાજા—રંગ-રાગ અને મેવા મિષ્ટાન્નમાં ઉડાડવામાં આવે છે. પણ શિક્ષાના નામે તે ખસ ભગવાનનું નામ જ નામ છે. હવે તે આપ જેવા પ્રતાપી પુરૂષાનું ધ્યાન આ તરફ જાય અને નિર'તર ચારે તરફથી એ ઉપદેશ થવા લાગે કે અમુક કાર્યો તમારે કરવું જ પડશે તે સંભવ છે. આપણે માટે કાઈ દિવસ શિર ઉડ્ડાવીને જોવાના સમય આવી પડેચે. હિ ને! તમાચા મારી મ્ડાં લાલ રાખવા જેવી વાત થઈ રહી છે. આ વાતને આપ મારાથી વિશેષ જાણેા છે. આપને વિશેષ લખવું માને સરસ્વતીને ભણાવવા બેસવા જેવું છે.
આપના
વલ્લભવિજયની વદના
66
મહેસાણાના ભાઇઓએ મહારાજશ્રી પર એક યેાજના મેાકલી હતી. તે ચેાજના પર વિચાર કરી મહારાજશ્રીએ જે જવાખ લખ્યા હતા, તે નીચે આપવામાં આવે છેઃ— .........તમારી યેાજના જોઈ, તેમાં તે કાં િશકા જ નથી કે તે ચેાજના ઘણી સુંદર અને લાભદાયક છે. પણ પહેલાં એવા શિક્ષકા ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે કે જે બાળકાનાં હૃદય તમારી યાજના અનુસાર કેળવી શકે. શિક્ષા સદાચારી તથા ધર્મપ્રેમી હશે તો તેઓ વિદ્યાર્થી ઓને સારી રીતે તૈયાર કરી શકશે. પણ જ્યાં શિક્ષક લેાભી હાય, એક જગ્યાએ વીસ રૂપી પગાર મળતા હાય અને બીજી જગ્યાએ પચીસ મળવાની સંભાવના હોય તે પહેલી જગ્યા તત્કાળ છોડીને બીજી જગ્યાએ ચાલી નીકળવાવાળા હાય, સ્વચ્છંદતાપૂર્વક વ્યવહાર કરવાવાળા હાય, શિક્ષક હેવા છતાં સમુદાયમાં સુમેળની જગ્યાએ વિરેધ કરાવવાવાળા હાય, એવા શિક્ષકા વિદ્યાથી ઓ તેમજ તેના માતાપિતા પર કેવા પ્રભાવ પાડી શકે તે વિચારણીય છે. એટલે જ જો તમે વાસ્તવિક સુધાર ઇચ્છતા હો તા પહેલાં સુયોગ્ય ચારિત્રશીલ શિક્ષા તૈયાર કરો................ શિક્ષકા
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૬
યુગવીર આચાર્ય વિના તમે ગમે તેવા નિયમો તૈયાર કરશે તે સર્વથા નિરુપયોગી થશે. કારણ કે વિદ્યાર્થીઓને કઈ જાતનું માર્ગદર્શન આપવું તે શિક્ષકેનું પ્રથમ કર્તવ્ય છે..... .............તમારે આશય અને પ્રયાસ બહુ જ ! દર છે તેમજ અનુમાન કરવા ગ્ય છે. તમારા કાર્યની સફળતા કચ્છુિં છું.”
આપણે ઉપર જોઈ ગયા કે સ્ત્રી શિક્ષા, ઉચ્ચ શિક્ષણ અને આદર્શ શિક્ષકે માટે આપણા ચરિત્રનાયકના કેવા જવલંત વિચારે છે. જૈન સમાજને સુશિક્ષિત બનાવવાની તેઓના હૃદયમાં કેવી તમન્ના છે, તે આપણે આ ઉપરથી જોઈ શકીએ છીએ. શિક્ષિત સ્ત્રીઓ, ઉચ્ચ શિક્ષણ લેતા ધાર્મિક સંસ્કારયુક્ત વિદ્યાર્થીઓ, સમાજનાં બાળ કેનું જીવન અને ચારિત્ર્ય ઘડતર જેના હાથમાં છે તેવા આદર્શ શિક્ષક અને હજારો ગામડાઓના વિદ્યાર્થીઓને શિક્ષણ–-સંસ્કાર અને જીવન ઘડતરને લાભ મળે તેવી આદશ સંસ્થાઓ એ આપણા ચરિત્રનાયકનો જૈનસમાજને ઉન્નત કરવાને ઉચ્ચ આશય આપણે તેઓશ્રીના વિચારે --ઉપદેશ–પ–પ્રેરણાઓ અને વ્યાખ્યાને ઉપરથા જાણી શકીએ છીએ.
સુરતથી આપ વિહાર કરી ખંભાત પધાર્યા. અહીં આપની ગૃહસ્થાવસ્થાની ભાણેજી શ્રીમતી ચંચળબહેનને સં. ૧૭૨ ના મહા વદી ૬ને દિવસે ધામધૂમપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેમનું નામ ચંદ્રશ્રીજી રાખવામાં આવ્યું. તે સાતી શ્રી દેવશ્રીજીની શિષ્યા થયાં.
ખંભાતથી વિહાર કરી આપ પેલેરા પધાર્યા. અહીં આપણા ચરિત્રનાયકની અધ્યક્ષતામાં પંન્યાસ શ્રી સેહન
Page #389
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકોની હિમાયત
૩૪૭ વિજયજી મહારાજે વિલાસવિજયજી અને ચંદ્રશ્રીજીને વડી દીક્ષા આપી–આ પ્રસંગે આપે સાધુ–સાધ્વીઓને ઉચ્ચરાતા પંચમહાવતેનું ખૂબીથી સ્પષ્ટતાપૂર્વક વિવેચન કર્યું જે સાંભળી ત્યાંના આગેવાનોએ મુક્તકંઠે આપની પ્રશંસા કરી. ધોલેરાથી ગ્રામાનુગ્રામ વિચરતા અને લોકોને ધર્મામૃતનું પાન કરાવતાં આપ શ્રી સિદ્ધાચલજી તીર્થની (દાદાની) યાત્રા કરવા પાલીતાણું પધાર્યા.
પાલીતાણાથી વિહાર કરી આપ જૂનાગઢ પધાર્યા. જુનાગઢમાં આપની સાથે પંદર મુનિરાજે હતા.
Page #390
--------------------------------------------------------------------------
________________
Meraniew]!////
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરા [ ૩૮ ]
આજે જૂનાગઢમાં ઉપરકાટની ધ શાળા સ્ત્રી, પુરુષા અને બાળકોથી ઉભરાઈ ગઈ છે. પંદર મુનિરાજો સાથે ૫'જાકેસરી શ્રી વલ્લભવિજયજી મહારાજ પધાર્યા છે. વ્યાખ્યાન ચાલે છે. તીથયાત્રા અને રૈવતગિરિના મહિમા—કેવા કેવા ધનિષ્ઠ દાનવીરાએ જૈન તીથના
Page #391
--------------------------------------------------------------------------
________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
૩૪૯
લાખે ને કરેડના ખર્ચે જીર્ણોદ્ધાર કર્યો છે? કેવા કેવા રમ્ય દેવમંદિરેકળાના ધામે, કીતિ અને નામનાની પરવા વિના ધર્મઉઘાત માટે ખડાં કર્યાં છે? તેના પર રસપ્રદ વ્યાખ્યાન ચાલી રહ્યું છે. એક રસથી બધાં શાંતિપૂર્વક સાંભળી રહ્યા છે. નાના નાના બાળકે-છોકરા અને છોકરીઓ ઉપરના ભાગમાં રમે છે. દરવાજા પાસે શ્રીફળની પ્રભાવના માટે મેટી ભીડ જામી છે.
એકાએક ઉપરના વેશમાંથી દસેક વરસની એક છોકરી નીચે ઊડી પડી. વ્યાખ્યાન પણ પૂરું થયું હતું. પ્રભાવનાની દેડાદોડમાં આ ધડાકાથી બધા ભયભીત બની ગયા. શું થયું? શું થયું ? તેમ બધા પછવા લાગ્યા. મહારાજશ્રીને પણ આ ધબાકે સંભળાવે ને ચિંતા થઈ પણ તેમણે પાસેના ભાઈઓને કહ્યું “અધિષ્ઠાતા સૌની રક્ષા કરશે. બાળકને ઉની આંચ નહિ આવે. તમે ચિંતા ન કરે.” ખરેખર એમજ થયું. છેકરી ઉપરથી પડી એવીજ નાળીચેરના કોથળા ઉપર પડી ને બાજુના માણસોએ તેને પકડી લીધી. એક નાળીયેરનું પાણી પાઈ દીધું. બીજું તેને આપ્યું અને તે રમવા લાગી.
કેવું આશ્ચર્ય! કે ચમત્કાર! કે પ્રભાવ!
પંદર મુનિરાજે સહિત શ્રી રૈવતગિરિની યાત્રા કરી. જૂનાગઢમાં ત્રણ સાર્વજનિક વ્યાખ્યાને આપ્યાં. એક મહાવીર જયંતી પર, બીજું સરકારી હાઈસ્કૂલમાં અને ત્રીજુ શ્રી વસાશ્રીમાળી જૈન બોડિંગના ઈનામી મેળાવડામાં.
સં. ૧૯૭૨ ના જેઠ સુદી ૮ ના દિવસે વણથલીમાં
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૫૦
યુગવીર આચાય શ્રી શીતલનાથ પ્રભુની પ્રતિષ્ઠાના વાર્ષિક ઉત્સવદિન હતા. દાનવીર શેઠ દેવકરણ મુળજીની વિનતિથી મહારાજશ્રી વણથલી પધાર્યા. આપના સભાપતિત્વમાં ઉત્સવ થયે. વિદ્યાપ્રચાર ઉપર મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું. તેના ફળસ્વરૂપ શ્રી દેવકરણ મુળજીએ ‘ શ્રી વીસાશ્રીમાળી જૈન
બેટિંગ જૂનાગઢ ’ને રૂા. ૫૦૦૦૦) આપ્યા, એટલું જ નRsિ પણ તેમણે જણાવ્યુ કે જો સૌરાષ્ટ્રના જૈન ભાઈએ આ બેટિંગ માટે રૂા. ૨૫૦૦૦) એકઠા કરે તેા પે।તે બીન્દ રૂા. ૫૦૦૦૦) આપશે.
વણથલીથી જામનગર તરફ વિહાર કરવાના વિચાર હતા, પણ એક મુનિરાજ બિમાર થઈ જવાથી જૂનાગઢ જવું પડયું, ચેામાસાના દિવસે આવી રહ્યા હતા તેથી જામનગર જવાનું મુલતવી રહ્યું અને વેરાવળના શ્રીસ ઘની વિનતિને માન આપી વેરાવળ ચેામાસા માટે નિણય કર્યો. પણ ક્ષેત્રસ્પર્ધાના પ્રબળ હોય છે. બિમાર મુનિમહારાજની તબિયત વધારે ખરાબ થવા લાગી, જૂનાગઢના શ્રીસંઘની તા ઘણા વખતથી ચામાસા માટે વિનતિ હતી પણ મહારાજશ્રીની ઇચ્છા વેરાવળમાં કાંઈક ધમ કાય થાય તે દ્રષ્ટિએ તે તરફ હતી, પણ જૂનાગઢ રહેવાની જરૂર પડી. શ્રીસંઘને આનંદ આનંદ થશે.
વેરાવળના શ્રીસધને નિરાશા થઇ. મહારાજશ્રીએ પં. શ્રી સાહનવિજયજી, મુનિશ્રી વિદ્યાવિજયજી, મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી સમુદ્રવિજયજીને વેરાવળ મેાકલ્યા. સ. ૧૯૭૨ નુ ૩૦ મું ચામાસું જૂનાગઢમાં થયું.
Page #393
--------------------------------------------------------------------------
________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પર
૩૫૧ અહીં પણ તેઓશ્રીએ ગુરુ દેશના પ્રચારનું કાર્ય જારી રાખ્યું.
“સાહેબ ! આજ્ઞા ફરમાવો ! શું હુકમ છે ?” આગેવાનેમાંથી એક ગૃહસ્થ વંદણવિધિ પછી પૂછયું.
ભાગ્યવાને! તમે જાણે છે, મારા જીવનનું મુખ્ય ધ્યેય તે છે મુકિતસાધન પણ બીજું દયેય છે શિક્ષાપ્રચાર. જગતમાં કઈ પ્રજા, કેઈ દેશ, કેઈનગર કે કે કેમ શિક્ષા વિના સંસ્કાર, ઉન્નતિ કે જાગૃતિ નથી મેળવી શકતાં. જૂનાગઢ જેવું શહેર, રૈવતગિરિ જેવું તીર્થ અને એક જ્ઞાનની પરબ જેવું પુસ્તકાલય પણ નહિ? કોઈ સ્ત્રીશિક્ષણશાળા પણ નહીં? ડો. ત્રિભુવનદાસના સુપુત્રો ધારે છે અને એક ઘડીમાં થઈ શકે. કહો પ્રભુદાસભાઈ શું કહે છે?” મહારાજશ્રીએ આગેવાનોને બોલાવી પોતાની મને કામને દર્શાવી.
કૃપાનિધાન! આપની ભાવના બહુજ સુંદર છે. જે શ્રીસંઘ પુસ્તકાલય માટે ફંડ કરે તે સ્ત્રી-શિક્ષણ શાળા માટે હું દસ હજાર રૂપીઆ આપવા ઈચ્છું છું. ” પ્રભુદાસભાઈએ ઉદારતા દર્શાવી.
તે પુસ્તકાલય માટે અમે ફંડ કરી લઈશું.” સંઘના આગેવાનેએ બીડું ઝડપ્યું.
વાત વાતમાં પુસ્તકાલય માટે ફંડ થઈ ગયું. સ્ત્રીશિક્ષણ શાળા માટે ડૉકટર ત્રિભુવનદાસના સુપુત્ર શ્રી પ્રભુદાસભાઈ તથા શ્રી છોટાલાલભાઈએ પોતાના સ્વર્ગસ્થ બધું શ્રી જગજીવનદાસના સ્મરણાર્થે રૂપીઆ દસ હજાર ખાપ્યા.
આ રીતે જૂનાગઢમાં “શ્રી આત્માનંદ જેન લાચ
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૫૨
યુગવીર આચાય
બ્રેરી ” તથા શ્રી જૈન સ્ત્રી-શિક્ષણશાળા”ની ઉદ્ઘાટન ક્રિયા આપશ્રીના શુભ હસ્તે થઈ.
પંજાબના શ્રીસંધ ગુરુ મહારાજની રાહ જોઈ રહ્યા હતા. કેટલાંક કામા તેઓશ્રીની ઉપસ્થિતિ વિના બગડતાં હતાં. જુદાજુદા ગામામાં મુનિવિહારના અભાવે ગડબડ થઈ જવાની સભાવના હતી. જરૂરી ધર્મ-ઉત્સવા પણ મુલતવી રખાયા હતા. પજામના આગેવાના ગૂજરાત જઈ ગુરુમહારાજને ૫ જામ આવવા વિનંતિ કરી આવ્યા હતા. મહારાજશ્રીની પણ પંજામ પહેાંચી જવાની તીવ્ર ઈચ્છા હતી પણ ગુજરાતમાં જે શિક્ષણપ્રચારનુ કાય થઈ રહ્યું હતું, મુનિરાજોને જે તીથયાત્રાને લાભ મળી રહ્યા હતા, જે ગામેગામના સંઘમાં મહારાજશ્રીના અમૃતમય ઉપદેશ ધશ્રદ્ધા જગાડી રહ્યા હતા તે શાસનકલ્યાણનાં કા મહારાજશ્રીને પંજાખ તરફ વિચરતા અટકાવી રહ્યાં હતાં. પણ પંજાબને શ્રીસંઘ હવે બહુજ અધીરા થઈ ગયા હતા.
આત્માનંદ જૈન સભાના સભાપતિ તરફથી અબાલાથી પ'જાના પ્રત્યેક શહેરના સઘ ઉપર એક પત્ર મેાકલવામાં આવ્યે હતા. તેના અહીં ઉદ્ધત કરેàા ઉપયોગી ભાગ પજાબ શ્રીસંઘની શ્રદ્ધા અને ભકિત કેવાં અદ્વિતીય છે તે દર્શાવે છે.
લગભગ નવ વરસ થયાં, જ્યારથી મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી મહારાજ પંજાખથી ગુજરાત તરફ પધાર્યા છે ત્યારથી ધીમેધીમે લગભગ બીજા બધા મુનિરાજે પણ પંજાબથી ગુજરાત તરફ પધારી ગયા છે. આ સમય
Page #395
--------------------------------------------------------------------------
________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
૩૫૩ દરમિયાન સાધુ મુનિરાજોને વિહાર પંજાબમાં ન હોવાથી ધર્મોન્નતિમાં જે કાંઈ મુશ્કેલીઓ પડી છે તે તમે બધા મહાનુભાવે સારી રીતે જાણે છે. વારંવાર પંજાબ શ્રીસંઘ તરફથી જુદાજુદા મુનિરાજેને પંજાબ પધારવા વિનંતિ કરવામાં આવી છે; પણ હજીસુધી કઈ પંજાબ આવી શકે તેમ નથી. મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજ ઘણા વર્ષો ગુજરાતમાં પધાર્યા હોવાથી ત્યાંના લોકેની વિનતિ આવ્યા જ કરે છે અને પંજાબ તરફ જલદી આવી શકાતું નથી ... પંજાબની પરિસ્થિતિનો વિચાર કરીને અંબાલાના શ્રીસંઘે એ નિર્ણય કર્યો છે કે પંજાબના પ્રત્યેક ગામના એકએક બબે આગેવાનોએ એકઠા મળી જૂનાગઢ શ્રીજીની પાસે પંજાબમાં પધારવાની વિનંતિ કરવા જવું. પંજાબ શ્રીસંઘની વિનતિને માન આપી મહારાજશ્રી પોતાના શિષ્યમંડળ સહિત શીધ્ર પંજાબને પવિત્ર કરશે.....”
આ પત્ર અનુસાર પંજાબ શ્રીસંઘના એકસે લગભગ આગેવાને મહારાજશ્રી પાસે જૂનાગઢ આવી પહોંચ્યા. આપ કારતકી પૂર્ણિમાથી ગિરનાર પર હતા. સંઘ કારતક વદી પ્રથમ ચોથના દિવસે આપના ચરણમાં પહોંચી ગયે. તે દિવસે પૂજા, યાત્રા આનંદથી કરી. બીજે દિવસે વ્યાખ્યાન સાથે શ્રીસંઘ પંજાબે નમ્રતા, શ્રદ્ધા અને ભકિતપૂર્ણ હૃદયે પંજાબ શીધ્ર પધારવાની જે પ્રાર્થના કરી તે ભારે દર્દભરી, હદયંગમ અને ભાવભીની હતી. શ્રેતાઓ અને સમસ્ત ઉપસ્થિત સજજને આનંદાશ્રુથી પોતાના નેત્રને તર કર્યા વિના ન રહી શકયા. વાદળથી વાત કરતા કાળાકાળા પત્થ
૨૩
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૫૪
યુગવીર આચાર્ય રે ને શિલાઓથી શોભતા ગિરિરાજના મને ગમ્ય મંદિરે આ આરજૂથી ગુંજી રહ્યાં. ગુરુમહારાજ પણ પંજાબના આ ભકિતભર્યા ભાવિક ભકતેની ભાવભરી પ્રાર્થના સાંભળી ગદગદિત થઈ ગયા. નેત્રેના ખૂણા સજળ થઈ ગયા.
“મહાનુભા! તમારી પ્રેમભરી ભક્તિ હું તે કેમ ભૂલીશ? મને તમારું પંજાબનું જ ધ્યાન છે. ગુરુમહારાજે સેપેલે બગીચે હું નહિ સંભાળ્યું તે કેણ સંભાળશે? મુંબઈના શ્રી સંઘની વિનતી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વિશેષ ઉન્નતિ માટે કાંઈ જરૂરી કાર્ય આવી પડયું નહિ હોય તે તે હું પંજાબ આ જ સમજે. હવે બહુ વિલંબ નહિ થાય, તમારી વિનતિ તે હંમેશની મારા હૃદયમાં કેતરાયેલી છે. તમે નિશ્ચિત રહે. જેમ બને તેમ જદી પંજાબ આ જ સમજે.” મહારાજશ્રીએ સાંત્વન આપ્યું. કાર્તક વદી ૬ ના દિવસે જૂનાગઢથી વેરાવલ તરફ વિહાર કર્યો. રસ્તામાં અનેક જગ્યાએ લોકેાએ સ્થિરતા માટે આગ્રહ કર્યો પણ વેરાવળમાં ઉપધાન ચાલતાં હતાં. માળનું મુહૂર્ત નજદીક હતું તેથી સીધા વેરાવળ પધાર્યા.
શ્રી સંઘે મહારાજશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. બજારે શણગારવામાં આવી, રસ્તાઓ ધ્વજા-પતાકાથી ભી રહ્યા, જગ્યાએ જગ્યાએ મહારાજશ્રીને વધાવવામાં આવ્યા. પંન્યાસ શ્રી સોહનવિજ્યજી મહારાજના સદુપદેશથી ઉપધાન કરાવવાને લાભ પણ છગનલાલભાઈએ લીધો હતો. શેઠ છગનલાલભાઈ આદિ કઈ કઈ ભાગ્યશાળીઓએ સાચા મોતીથી વધાવ્યા.
Page #397
--------------------------------------------------------------------------
________________
---------
-- ----- --- --
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
વેરાવળમાં પહોંચતાં જ માળનું મુહૂર્ત હતું. મહેસવને પ્રારંભ થઈ ગયો. સમવસરણ તથા નંદીશ્વરદ્વીપની રચના થઈ. રથયાત્રા બહુ ઠાઠમાઠથી નીકળી. ઉપધાનની માળા પહેરવાના સમયે સાચા મેતીને સાથીએ પુરવામાં આવ્યા. મહોરોથી જ્ઞાનપૂજા કરવામાં આવી.
મહારાજશ્રીના ઉપદેશથી વેરાવલમાં, શ્રી આત્માનંદ જૈન સ્ત્રી શિક્ષણશાળા તેમજ શ્રી આત્માનંદ જૈન ઔષધાલય” નામની બે સંસ્થાઓ સં. ૧૯૭૩ના મહા સુદી ૧૦ ના દિવસે સ્થાપિત થઈ સ્ત્રી-શિક્ષણશાળા માટે સ્વ. શેઠ કાલીદાસ અમરશીની વિધવાએ રૂ. ૧૦૦૦૦) તથા વેરાવળની શ્રાવિકાઓએ રૂ. ૪૦૦૦) આપ્યા.
ઔષધાલયને માટે મહારાજશ્રીની પ્રેરણાથી શેઠ કલ્યાણજી ખુશાલે પિતાના સ્વર્ગવાસી પુત્ર ગુલાબચંદના
સ્મરણાર્થે રૂ. ૩૦૦૦૦) ત્રીસ હજાર આપ્યા આ ઔષધાલય માત્ર જેને માટે જ નહિ પરંતુ જેનેતર પણ તેને લાભ ઉઠાવી શકે છે.
કૃપાનિધિ ! આપ માંગરોળ પધારે તે ભારે ઉપકાર થાય તેમ છે.” માંગરોળના આગેવાન શેઠ છોટાલાલ પ્રેમજી આદિએ ગુરુદેવના ચરણમાં વંદણ કરી પ્રાર્થના કરી.
પ્રેમજીભાઈ! અહીં ઔષધાલય અને સ્ત્રી-શિક્ષણશાળાની શરૂઆત થાય તેમ હતું તેથી જ વિલંબ થયે, નહિ તે હું કયારને માંગરોળ તરફ વિહાર કરવાને હતે.” આપણું ચરિત્રનાયકે પિતાને ઈરાદે જણાવ્યું.
પણ સાહેબ! માંગરોળમાં પ્લેગને ઉપદ્રવ શરૂ
Page #398
--------------------------------------------------------------------------
________________
૪૫
યુગવીર આચાર્ય થયો છે. આપ જેવા પ્રભાવિક પુરુષ પધારે તે તેની શાંતિ થાય–વળી શાન્તિસ્નાત્ર પણ કરાવવું છે. આપશ્રીના શુભ હસ્તે તે કાર્ય થાય છે તે પછી સર્વત્ર શાન્તિ પ્રસરે અને જનતા સુખી થાય.”
પ્રેમજીભાઈ! એમજ હોય અને તમારી શ્રીસંઘની ઈચ્છા પાર પડતી હોય તે હું જલદી વિહાર કરીશ. નવીન સંસ્થાઓની વ્યવસ્થા શ્રીસંઘ કરી લેશે.”
દયાળુ ! બહુ કૃપા થઈહવે સત્વર પધારશે. અમે ઘટતી તૈયારી કરાવી રાખીશું.”
વેરાવળથી વિહાર કરી આપ માંગરોળ પધાર્યા. માંગરેળના શ્રીસંઘે અપૂર્વ સ્વાગત કર્યું.
અહીં શાંતિસ્નાત્રના વિધિવિધાને શરૂ થયાં. અઠ્ઠાઈ મહોત્સવ મંડાશે. સાથે સાથે આપના વ્યાખ્યાનેની ધૂમ આખાએ શહેરમાં મચી, અને તે નવાબ સાહેબના કાન સુધી પહોંચી.નવાબ સાહેબે આગેવાનોને બોલાવ્યા અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારા ગુરુજી અહીં આવ્યા છે. પ્રજાની શાંતિ માટે કાંઈક ક્રિયા ચાલે છે. આવા શુભકાર્યમાં રાજ્યની સહાયતાની જરૂર હોય તે ખુશીથી જણાવશે.
આગેવાનોએ ઉપાશ્રય આવી મહારાજશ્રીને બધી વાત કરી.
- “બહુ સારી વાત છે. ખૂદ નવાબ સાહેબને આપણે શાંતિસ્નાત્ર માટે ભાવ જાગ્યો છે. તે આપણે પણ અવસર જોઈ લે. શાંતિસ્નાત્રના દિવસે સર્વ જીવેને અભયદાન મળવું જોઈએ.”
Page #399
--------------------------------------------------------------------------
________________
- -
-
-
૩૫૭
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
“ખુદાવિંદ! અમારા ગુરુજીએ આપને આશીર્વાદ કહ્યા છે.” આગેવાનોએ સંદેશ જણાવ્ય.
હું તેની કદર કરું છું. તમારી શું માગણ છે?”
“સાહેબ ! આ મહાન કાર્યમાં આપની સહાયતાની ખાસ જરૂર છે.”
ખુશીથી બોલે. સંકોચ ન કરો.”
શાંતિસ્નાત્રના દિવસે આખા શહેરમાં સર્વ જીવોને અભયદાન મળવું જોઈએ, તે સંપૂર્ણ શાંતિ થાય.”
હમણાં ઉપદ્રવ તે બહુ ઓછા થશે લાગે છે ખરું ને !”
જી! હજુર ! જ્યારથી ઉત્સવ શરૂ થયો છે ત્યારથી
શાંતિ છે. ”
અચ્છા ! હું તમારી માગણી મંજુર રાખું છું. અને આજે તે માટે ફરમાન કઢાવું છું.”
સાહેબ! બહુ જ આનંદ થયે. આપનું રાજ્ય અમર તપે.
નવાબ સાહેબે ફરમાન માટે હુકમ આપ્યું. અને શાંતિસ્નાત્રના દિવસે કસાઈખાના તથા માચ્છીમારોની જાળ વગેરે તમામ જીવવધનાં કામે બંધ રહ્યાં અને બધાં ફાર્યો સંપૂર્ણ શાંતિથી સમાપ્ત થયાં.
શહેરમાં સર્વત્ર શાંતિ સ્થપાઈ ગઈ કેસે ઘટી ગયા. આખા શહેરમાં જૈન ધર્મની પ્રભાવના થઈ અને નવાબ સાહેબને પણ આથી ભારે આશ્ચર્ય થયું.
Page #400
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
વ્યાખ્યામાં દિવસે દિવસે બહુ ભીડ થવા લાગી. અધિકારી વર્ગ પણ આવવા લાગ્યા. અને ખુદ નવાબ સાહેબની ઈચ્છા પણ મહારાજશ્રીને સાંભળવાની થઈ, પણ કે માલવીએ નવાબ સાહેબને એવું ઠસાવ્યું કે આ સાધુએ તે જીવદયા-જીવદયા સિવાય બીજી વાત જ નથી કરતા. આથી નવાબ સાહેબ ન આવી શક્યા. પણ જ્યારે દિવાન સાહેબ તથા અધિકારી વર્ગો મહારાજશ્રીના પ્રવચનની તારીફ કરી ત્યારે નવાબ સાહેબને વ્યાખ્યાન સાંભળવા ઈછા થઈ. પણ મહારાજશ્રી બીજે દિવસે વિહાર કરવાના હતા. નવાબ સાહેબે દિવાન સાહેબ દ્વારા મહારાજશ્રીને એક દિવસ વિશેષ રેકાઈ જવા આગ્રહ કર્યો, અને બીજે દિવસે નવાબ સાહેબ વ્યાખ્યાનમાં પધાર્યા.
જગતમાં પ્રત્યેક જીવ સુખને ચાહે છે. કેઈને દુઃખ ગમતું નથી. પવિત્રતા તે કુરાને શરીફમાં પણ લખેલી છે. અમારા મુસલમાન ભાઈએ પાક થયા વિના નિમાજ પઢતા નથી. કદાચ કપડા પર પેશાબને એક છાંટે પડે કે લેહીનું એક બિંદુ ચૅટે તે નમાજ મંજુર નથી થતી. તે માંસભક્ષણ તે કેમ જ થઈ શકે? ખુદાએ કેવી મીઠી વસ્તુઓ આપી છે જેનાથી તંદુરસ્તી પણ સારી રહે અને જીવતા જીને પ્રાણદાન મળે.”
આ ઉપદેશની નવાબ સાહેબ પર સરસ અસર થઈ તેઓ ઘણા ખુશી થયા. મહારાજશ્રીની બહુ જ પ્રશંસા કરી અને પ્રજાની શાંતિ કરવા માટે મહારાજશ્રીને આભાર મા .
આજે પણ માંગરોળ સંઘ તે શાંતિ સ્થાપનાને
Page #401
--------------------------------------------------------------------------
________________
૩પ૯
ગિરનારયાણા અને જ્ઞાનની પરબ પ્રસંગ યાદ કરે છે.
વેરાવળના ઔષધાલયને માટે એક સારા વૈદ્યની જરૂર હતી. મહારાજશ્રીએ ધોરાજીના ડેકટર શેષકરણજીને માંગરાળ લાવ્યા અને તેમને વેરાવળની હકીકત સમજાવી.
વેરાવળમાં એક ઔષધાલય છે. ત્યાંના લોકો ઉત્સાહી છે. એક સારા વૈદ્યની ત્યાં જરૂર છે. તમારું નામ સાંભળી તમને બોલાવ્યા છે. મને લાગે છે તેમને ત્યાં અનુકૂળતા રહેશે. જૈનેતર કરતાં કઈ જૈન ભાઈ મળે તે સારું. તે દ્રષ્ટિએ તમારે વિચાર આવે છે. જોકે ઔષધાલય તો બધાને માટે ખુલ્લું છે.” મહારાજશ્રીએ શેષકરણભાઈને બધી વાત સમજાવી.
સાહેબ ! આપની આજ્ઞા મારે શિરે ધાર્યા કરવી જોઈએ. જૈન તરીકે મારી ફરજ તે એ જ છે કે હું વેરાવળ જાઉં, પણ ધોરાજીમાં હું સ્થિર છું. લેકને મારા પર સારે ભાવ છે. સુખે રટલે મળી રહે છે. એટલાથી મને સંતોષ છે. આ ધધામાં તે સેવાદષ્ટિ હોય તે જ તેની સાર્થકતા છે.” ડોકટર શેષકરણજીએ પોતાની પરિસ્થિતિ જણાવી.
તમારે વતન ન જ છોડવું હોય તે તે માટે આગ્રહ નથી. મેં તો તમારું નામ સાંભળ્યું હતું અને તેથી જ તમને લાવ્યા.”
કૃપાનિધાન ! આપના દર્શનને મને લાભ મળે. મને તે બહુ જ આનંદ થયે. માફ કરશો. હું આપની આજ્ઞા પ્રમાણે વેરાવળ નથી જઈ શકતે. આપશ્રીના શાસ
Page #402
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
નસેવાના કાર્યો વિષે મેં ઘણું ઘણું સાંભળ્યું છે. જૈનસમાજને માટે આપશ્રી જેવા પ્રયત્ન કરે છે, તેવા જ ઉચ્ચ પ્રયાસ જે બીજા મુનિરાજે કરે તે અમારી સમાજ બહુ જ ઉન્નત થઈ જાય. તેથી બધા સાધુ મુનિરાજોમાં આપના જેવી શાસનઉન્નતિની ધગશ પ્રગટ થાય એવી મારી આન્તરિક અભિલાષા છે.”
વેરાવળથી સિદ્ધાચલજીને સંઘ નીકળવાનું હતું. સંઘપતિની ઈચ્છા હતી કે મહારાજશ્રી સંઘમાં પધારે. તેમણે વિનતિ કરી અને મહારાજશ્રીને માંગરોળથી પાછા વેરાવળ જવું પડયું. સંઘની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. જગ્યાએ જગ્યાએ યાત્રા કરતા કરતા અને ઉપદેશ આપતા આપતા ઉના, દીવ, મહુવા, દાઠા, તલાજા આદિ થઈ પાલીતાણા આવી પહોંચ્યા. બધાએ આનંદપૂર્વક કાદાની યાત્રા કરી. પાલીતાણાથી સંઘ વેરાવળ પાછા આવ્યા. અહીં મુંબઈ શ્રીસંઘને મુંબઈમાસું કરવા સારૂ વિનંતીપત્ર આવ્યું. ભાવનગર શ્રીસંઘની વિનતિથી મહારાજશ્રી ૧૯૭૩ ના મહા સુદી ૧૫ ના ભાવનગર પધાર્યા. અહીં મહારાજશ્રીનું એક સાર્વજનિક વ્યાખ્યાન “વર્તમાન પરિસ્થિતિ અને આપણું આવશ્યકતાઓ” વિષય પર થયું. જેન જૈનેતર લોકોએ સારી હાજરી આપી અને મહારાજશ્રીનું મનનીય વ્યાખ્યાન સાંભળી બધા પ્રસન્ન થયા. બીજું વ્યાખ્યાન શ્રી દાદા સાહેબ જેન બોર્ડિગના વિદ્યાથીઓ સમક્ષ થયું હતું.
એક દિવસ એક પંજાબી યુગલ અચાનક સેવામાં
Page #403
--------------------------------------------------------------------------
________________
ગિરનારયાણા અને જ્ઞાનની પરબ આવીને ઊભું રહ્યું.
મથ્થણ વંદામિ”
ધર્મલાભ ! કેણ! લાલા શંકરલાલજી, ઓહો! બહેન ભાગવંતી પણ સાથે છે કે ? કેમ અચાનક? પંજાબથી જ આવે છે કે?
ગુરુદેવ ! તમારી શ્રાવિકાને દીક્ષાના ભાવ થયા છે. અને આપની પાસે જ દીક્ષા લેવી હતી પછી તે અહીં જ આવવું રહ્યું. જીરાથી જ આવીએ છીએ.”
એ તો આનંદની વાત છે. બ્રહ્મચારીજી અને તે પણ પતિ પોતે દીક્ષા અપાવવા આવે એના જેવું રૂડું શું?”
સાહેબ! ત્રણ વર્ષથી બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું છે ત્યારથી તેમની ઈચ્છા હંમેશાં દીક્ષા માટે રહેતી, પણ આપ તો જાણે છે કે માતાજીને તેમને માટે બહુ જ માયા છે. અને માતાજીની રજા વિના તે શું થાય !”
પણ હવે તે માતાજીને મનાવીને જ આવ્યા છે ને !” શ્રાવિકાને પૂછ્યું.
“જી સાહેબ માતાજી અને કુટુંબીજને બધાની આશીષ લઈને આવી છું.” બહેન ભાગવંતીએ ખુલાસે
કર્યો.
“કૃપાનિધાન ! મારા પણ ભાવ તે દીક્ષા માટે જ છે. પણ શું ઉપાય ?” બ્રહ્મચારી શંકરલાલજીએ પિતાની પરાધીનતા દર્શાવી.
“બ્રહ્મચારીજી! તમારી ભાવના તે બહુ જ સ્તુત્ય
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૬૨
યુગવીર આચાર્ય છે. પણ તમારા પગમાં કષ્ટ છે. વિહારમાં બહુ જ તકલીફ રહે. તમે તે બ્રહ્મચારી છે, પંજાબની સેવા કરે, ધર્મકાર્ય કરે અને આનંદ કરે.”
જીરાનિવાસી લાલા શંકરલાલજી તથા તેમનાં ધર્મપત્ની બહેન ભાગવંતી પંજાબથી દીક્ષાના ભાવથી ભાવનગર આવ્યાં હતાં. ત્રણ વર્ષ પહેલાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું હતું. તેની ઈચ્છા દીક્ષા લેવાની હતી પણ લાલા શંકરલાલજીને પગે કષ્ટ હોવાથી તે દીક્ષા લઈ શકે તેવું નહોતું. તેમનું કુટુંબ બહુ જ વિશાળ અને ઉચ્ચ છે. તેઓ નવલખ કહેવાય છે.
ભાવનગરના શ્રીસંઘે દીક્ષાની તૈયારી કરી. ધૂમધામપૂર્વક ૧૯૭૩ ના મહા વદી ૧૧ ના દિવસે શ્રી દાદાસાહેબ બની વાડીના ચેકમાં શ્રી ચતુર્વિધ સંઘની સમક્ષ આપણું ચરિત્રનાયકે બહેન ભાગવંતીને વિધિવિધાન સહિત દીક્ષા આપી નામ ચંપકશ્રીજી રાખ્યું. દેવશ્રીજી મહારાજના શિષ્યા શ્રી હેમશ્રીજીના શિષ્યા થયાં.
બહેન ભાગવતી પાસે જે ઘરેણાં હતાં તેના રૂા. પ૦૦) આવ્યા. તે જુદી જુદી સંસ્થાઓને દાનમાં આપ્યા અને દીક્ષા મહોત્સવને ખર્ચ લાલા શંકરલાલજીએ પિતે આયે.
લાલા શંકરલાલજી માતૃભકિતને કારણે થોડો સમય ઘેર રહે છે. બાકીને સમય તીર્થયાત્રા, સાધુદર્શન, પુસ્તક પ્રકાશ, ઉપદેશ આદિ કાર્યોમાં સફળ કરે છે. પંજાબમાંના જૈન સમુદાયમાં બ્રહ્યાચારીજીના ઉપનામથી તે પ્રસિદ્ધ છે
ધન્ય એ દીક્ષા, ધન્ય એ ભાવ.
Page #405
--------------------------------------------------------------------------
________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
આ પ્રસંગે આપણા ચરિત્રનાયકે દીક્ષાવિધિ પૂરી થયા પછી લગભગ એક કલાક ચારિત્ર એટલે શું, ચારિત્રથી શું લાભ? તેનાથી આમેન્નતિ કેમ થઈ શકે? સમાજને ઉદ્ધાર કેમ સંભવે? ચારિત્ર લેવાવાળાનું શું કર્તવ્ય છે? ચારિત્રનું પાલન કેવી રીતે કરવું જોઈએ? નવ દીક્ષિતનું બીજા પ્રત્યેનું કર્તવ્ય અને અન્ય સાધુસાધ્વીનું નવ દીક્ષિત પ્રત્યે કર્તવ્ય વગેરે વિવિધ પ્રશ્ન પર વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું.
ભાવનગરથી વિહાર કરી રસ્તાના ગામમાં ધર્મોપદેશામૃતનું પાન કરાવતા આપ ખંભાત આદિ થઈ વડેદરા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે આવી પહોંચ્યા. અહીં શ્રી મહાવીર જયંતિનો ઉત્સવ હત મહારાજશ્રીએ મહાવીર જીવન ઉપર બહુજ રેચક વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે “જયન્તી એ નવીન રિવાજ નથી પણ પ્રાચીન છે. પંચ કલ્યાણકનું એ રૂપાંતર છે. યાત્રા પંચાશકમાં પૂજ્યપાદુ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “જન્મ કલ્યાણક” ઉત્સવ ઉજવવા બતાવ્યું છે તેજ જયન્તી ઉત્સવ. આ ઉપરાંત મહાવીરસ્વામીના જીવનના અનેક પ્રસંગો કહીને છેવટે જણાવ્યું કે વીરતાનાં કાર્યો કરીને આપણે વીરપુત્રનું નામ સાર્થક કરવું જોઈએ. જે આપણે વીરતાનાં કાર્યો ન કરી શકીએ તે મહાવીરસ્વામીના ચરિત્રથી આપણને કશે લાભ થવાનો નથી. જે આપણે વીરતા બતાવીશું, વીરતાને ગુણ પ્રગટ કરવા વીરની ઉપાસના કરીશું તે સેવ્ય સેવકભાવ મટી અવશ્ય વીર સમાન કર્મોને નાશ કરવા વીર બની, શકાશે.
Page #406
--------------------------------------------------------------------------
________________
અને
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
[ ૩૯ ]
નાતીલાલભાઈ! પંજાબના શ્રી સંઘની વિનતિ ઊભી છે. બબે વખત તે તેઓ ગુજરાતમાં આવી ગયા, ત્યાં હવે જવું અત્યંત જરૂરી છે. ગુરુમહારાજને બગીચે સુકાય તે તે તમે પણ ન ઈચ્છ.” મુંબઈથી ચેમાસાની વિનતિ માટે આવેલ શેઠ મેંતીલાલભાઈ તથા દેવકરણશેઠ આદિને મહારાજશ્રીએ પરિસ્થિતિ સમજાવી.
પણ સાહેબ! મુંબઈમાં આપ તથા પદ્યરાશિ શ્રી પ્રવર્તકજી મહારાજ એક વિશેષ ચોમાસું કરે તે જરૂરી છે. આપ બન્નેને પધારવાથી ઘણાં ઘણાં શાસનસેવાનાં કાર્યો થશે જ થશે.” શ્રી દેવકરણભાઈએ ખુલાસે કર્યો.
પંજાબમાં આપની જરૂર તે છે, તેની તે કેમ ના કહી શકાય ? પણ સાહેબ, પંજાબ ગયા પછી કોઈ છેડા
Page #407
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
૩૧૫
આપે ગૂજરાત તરફ આવી શકવાના છે ? અને મુંબઇમાં મેટા કાર્ય માં મેાટાઓની ખાસ જરૂર છે. ” માતીલાલભાઈએ વિશેષતા જણાવી.
મેટાં કામ તે કરવાવાળા તમે જ ને ? શેઢ દેવકરણભાઇ અને તમે ધારી તે ઘડીના છઠ્ઠા ભાગમાં ધાર્યું થઇ શકે ? અમે તે નિમિત્ત માત્ર છીએ. ” મહારાજશ્રીએ પેાતાની નમ્રતા દર્શાવી.
,,
5.2
દયાળુ ! એમ નથી. આપ અને પ્રભાવિક છે. ગુરુદેવની આપના પર અમીષ્ટિ છે. આપના ઉપદેશામૃતના પ્રભાવજ જુદા છે. ” માતીલાલભાઇએ વિશેષ આગ્રહ કર્યા.
*
“ પ્રવતકજી મારા પૂજ્ય છે. તેમની આજ્ઞા મારે માન્ય છે. તેમને પૂછીને હું જવાબ દઈશ. તેઓ ક્રેશન માટે ગયા છે. આવતાજ હશે.
77
“ ધારા સાહેબ ! મુ`બઈથી શ્રી દેવકરણભાઇ તથા શ્રી મે!તીલાલભાઈ વગેરે ચામાસાની વિનતિ માટે આવ્યા છે. શુ જવાખ દેવા તે આપના પર છેાડુ છુ. ” પ્રવકજીને મહારાજશ્રીએ વાત કરી.
“ તમારે તે પ’જામ જવાની ઉતાવળ છે. પજાખ શ્રીસંઘ જૂનાગઢ પણ આવી ગયા. પછી હું એકલા મુંબઈ જઈને શું કરું ? છતાં તમને લાગે કે મુંબઈમાં ધમ કાયો થશે અને તમે આવતા હૈ। તા મારી ના નથી. ” પ્રવતકશ્રીએ તૈયારી બતાવી.
· સાહેબ ! અહુજ કૃપા કરી. હવે તે અમારી વિનતિ
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૬૬
યુગવીર આચાર્ય
સ્વીકારાઈ ગઈ. પ્રવર્તકજી મહારાજે પણ મંજુરી આપી. હવે કયારે પધારશે?” શ્રી મોતીલાલ શેઠે આનંદ વ્યક્ત કર્યો.
“જગડીયા તીર્થની યાત્રા કરી સુરત થઈને તે તરફ વિહાર થશે. હવે નિશ્ચિંત રહો.” મહારાજશ્રીએ પિતાને ઈરાદે જણાવ્યા.
વડેદરાથી વિહાર કરી અને મહાત્માઓ જગડીયા તીર્થની યાત્રા કરી સુરત, નવસારી, બિલીમેરા, પારડી, વલસાડ આદિ નગરમાં વિહરતા, વ્યાખ્યાનને લાભ આપતા, સં. ૧૭૩ના વૈશાખ વદી ૧૧ ના દિવસે મલાડમાં પધાર્યા. શેઠ દેવકરણભાઈના બંગલે ઉતર્યા. મુંબઈમાં આ સમાચાર પહોંચ્યા અને પંદરસો બહેનભાઈએ મહારાજશ્રીના વંદનાથે આવી પહોંચ્યા. બે દિવસ સ્વામીવાત્સલ્ય, પૂજાઓ વગેરે થયાં. આનંદ ઉત્સવ થઈ રહ્યા. આ સર્વે લાભ દેવકરણ શેઠે લીધે. જેઠ સુદીરના દિવસે સાન્તાક્રૂઝ પધાર્યા. અહીં પણ બે પૂજા અને બે સાધમી વાત્સલ્ય થયાં. બે મહાત્માઓની પધરામણીની ખુશીમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂ. ૧૦૦૦) નું દાન મળ્યું. શુભ શરૂઆત થઈ. મંગલ શુકન થયાં.
અહીંથી વિહાર કરી દાદર થઈ ભાયખાલા પધાર્યા.
આજે નગરપ્રવેશ હતે. મુંબઈના જૈન સમાજને ઉત્સાહ અનેરે હતા. શહેર અને પરામાંથી બહેનભાઈએના ટેળા સામૈયામાં ભાગ લેવા આવી રહ્યાં હતાં. ૩૫ તે બેંડવાજા હતાં. ચારે તરફ લેકેની ભારે ભીડ હતી. જગ્યાએ જગ્યાએ
Page #409
--------------------------------------------------------------------------
________________
મુંબઇમાં કલ્યાણકારી કાર્યાં
અને
ભાવિકજના અને મહાત્માઓને સેાનારૂપાના ફૂલે સાચાં મેાતીએથી વધાવતા હતા. મુંબઈના બજારે અને રસ્તાઓ પર હજારો લેાકેા આ મહાત્માઓના દર્શન માટે ખડે પગે ઊભા હતા. દૃશ્ય ભારે મનહર અને ભવ્ય હતું. સાળ મુનિરાજો સાથે આનંદ અને હર્ષના ધ્વનિ વચ્ચે ગેડીજીના મંદિરમાં પ્રવેશ કર્યાં. પાંચ હજારથી વિશેષ ભાઈબહેના ઉપાશ્રયમાં હતા. ઉપાશ્રયમાં જરા પણ જગ્યા નહાતી, કેટલાક નિરાશ થઈ નીચે બેઠા હતા. મહારાજશ્રીએ મદિરના દર્શન કરી ઉપાશ્રયમાં પધારી મગલાચરણુ સભળાવ્યું. એક મારવાડી ગૃહસ્થે શ્રીફળની પ્રભાવના કરી. જયદેાષથી વાતાવરણ ગાજી ઉઠયું.
૩૧૭
*
કૃપાનાથ ! હું તે હંમેશાં વ્યાખ્યાન વાંચુ છુ. આપ કીકદી તે પ્રસાદી આપે. ” એક દિવસ માપણી ચરિત્રનાયકે પ્રવતકજી મહારાજને વિનંતિ કરી.
44
“ ભાઈ ! ગુરુમહારાજના ખજાના તા તમારી પાસે છે. તેમાંથી લોકોને ખુલ્લે હાથ વહેંચતા રહેા. અમને તા બહુ થાડી પુજી મળેલી છે તે અમારી પાસે ભલેને પડી રહે, ” સ્મિત કરી પ્રવતકજીએ ભાવ દર્શાવ્યેા.
“ ગુરુમહારાજની ઘેાડી પ્રસાદી મળી એમાં શુ થઇ ગયુ? આપની પાસે તે અખૂટ સપત્તિ છે. તેમાંથી થાડી તા ઉદારતા કરી. લેાકેાને મળશે તે તેમાંથી થાડેા ભાગ મને પણ મળશે. ” હસીને વિનમ્રભાવથી આપણા ચિત્રનાયકે ટકેાર કરી.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૧૮
યુગવીર આચાર્ય ભાઈ તમને વાતમાં કોણ જીતી શકે?”
આપ જેવા ગુરુજન છે તે ! મારા જેવાને આપ કેટલે ઉત્સાહ આપે છે કે સ્નેહ દર્શાવે છે? દયાળુ ! ખરેખર આજે ગુરુદેવ યાદ આવે છે. તેઓ હંમેશાં આ રીતે મને પ્રેરણા આપતા, મને દરેક જગ્યાએ આગળ લાવવા પ્રયત્ન કરતા ને આશીર્વાદ આપતા. આપ પણ મારા પર તેવો જ કૃપાદ્રષ્ટિ રાખે છે.”
એક તે બન્નેની જન્મભૂમિ એક, વળી ગુરુવર્યાના વારસદાર, તેમાં વિદ્વતા અને વકતૃત્વતાને સુમેળ, સાથે એટલી જ વિનમ્રતા અને લઘુતા. પછી તે પૂછવું જ શું.”
પણ આજે તે આપે વ્યાખ્યાન વાંચવું જ પડશે. આ શ્રાવકે પણ તેમજ ઈરછે છે.”
તમે તેઓને બહેકાવ્યા હશે જ તે.”
પણ સાહેબ! તમારે લાભ તે બધાને કયારે મળે? અને આજ તે મેં નિશ્ચય કર્યો છે. આપનું વ્યાખ્યાન જ સાંભળવું છે. હું તે બિલકુલ વ્યાખ્યાન વાંચવાને નથી.”
તમે ઠીક વાણિયાઓને પટાવી રાખ્યા છે. અચ્છા, ભાઈ, અમારી પરીક્ષા ન લેતા.”
સજજને ! ગુરુમહારાજને પ્રજાને તે આમની (શ્રી વલ્લભવિજયજી) પાસે છે. તેમણે મારી કીંમત કરવાને માટે અહીં મને બેસાડે છે.”
આપણું ચરિત્રનાયકે એક દિવસ શ્રદ્ધેય પ્રવકજીને વ્યાખ્યાન વાંચવા આગ્રહ કર્યો. શ્રાવકે પણ તેમની સાથે
Page #411
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં કલયાણકારી કાર્યો
ભળી ગયા. પોતે તે હઠ લીધી. છેવટે પ્રવર્તકને વ્યાખ્યાન માટે બેસવું પડયું. પિતે ગુરુદેવની પાસે વ્યાખ્યાન સાંભળવા બેસતા તેમ પાસે બેસી ગયા.
પછી તે પ્રવર્તકજી મહારાજશ્રીને ખજાને ખુલ્યો. સમરણમાંથી અનેક દૃષ્ટાંતો નીકળ્યાં, અનુભવની હજારો વાતે નીકળી અને એતિહાસિક પ્રસંગોનાં સચેટ વર્ણન નીકળ્યાં. લોકોને તેમજ આપણા ચરિત્રનાયકને તેમાંથી ઘણું જાણવાનું મળ્યું. જેમાસામાં લગભગ મહિનો સવા મહિને આ રીતે પ્રવકજીની સ્મરણશક્તિનો પરિચય મળે.
પ્રવર્તકજી મહારાજને આપણા ચરિત્રનાયક પર અત્યંત પ્રેમ હતું. તે એટલે સુધી કે એક પિતાનો પિતાના ગુણ સંપન્ન પુત્ર પર જેટલે પ્રેમ હોય છે. કઈ કઈ વખતે કેાઈ મનુષ્ય આપણા ચરિત્રનાયક વિષે આક્ષેપજનક વાત કરે તે પ્રવર્તકજીને ખૂબ આઘાત થતો, એટલું જ નહિ પણ તેઓ તેવી ભ્રમજનક વાતને કદી માનતા જ નહિ. બેએક પ્રસંગે તે માટે પૂરતા થશે.
* આપને વલ્લભવિજયજીએ ભમાવી મૂક્યા છે, તેથી અમારી વાત આપને ગળે નહિ ઉતરે.” છાણીમાં કઈ વ્યકિતએ પ્રવર્તકજી મહારાજને વાત કરી.
હું વલ્લભવિજયજીને તમારાથી વિશેષ જાણું છું. અરે, તેઓને તે હું બચપણમાંથી પીછાણું છું. તેમના ગુણો, તેમની વિદ્વતા, તેમનું કાર્ય અને તેમની સમાજકલ્યાણની ધગશ મારા જેટલી તમે ક્યાંથી જાણે?” પ્રવર્તકજી મહારાજે સ્પષ્ટ જવાબ આપ્યો.
Page #412
--------------------------------------------------------------------------
________________
ક૭૦
યુગવીર આચાર્ય “આપને તે તેમના ઉપર મોહ છે.”
“અરે ભાઈ! મોહથી પણ અધિક, તેમનો અને મારા આત્માને એ તો ગાઢ સંબંધ છે કે જે નખ અને આંગળીઓને. તમારી દષ્ટિ તો એવી થઈ ગઈ છે કે તમે કોઈને ગુણ નથી જોઈ શકતા. ખેર, મારી ને વલ્લભવિજયજીની જુદાઈ આ જિંદગીમાં તે નહિ બને.
સાહેબ ! બેટું લાગ્યું હોય તે માફ કરશે. અમને તે કેઈએ કહેલું એટલે અમે તે માની લીધું. પણ આપની વાતથી અમને ખાત્રી થઈ છે કે તેઓ ખરેખર શાસનપ્રભાવક સમાન છે. આપને તેમના પ્રત્યેનો ભાવ અનુપમ છે તે જોઈ અમને પણ આનંદ થાય છે એ જાણે પશ્ચાતાપ થતો હોય તેમ એકરાર કરતાં તેજ વ્યકિતએ કહ્યું.
એ જ એક બીજો પ્રસંગ બન્યા હતા -
પંજાબમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા જોરશોરથી ચાલતી હતી. પંજાબના ગામેગામના સંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી તે મહાસભા સામાજિક, ધાર્મિક અને શિક્ષણ વિષયક અનેક ઉન્નતિના કાર્યો કરતી હતી. તે મહાસભાના પ્રેરણામૂતિ હતા આપણા ચરિત્રનાયક. તેના અધિવેશને વર્ષે વર્ષે થતાં હતાં અને પંજાબનું સંગઠન અદ્વિતીય ગણાતું. એકજ ગુરુના ઝંડા નીચે પંજાબ ઊભું હતું.
વિનસંતોષી લોકે આ કેમ જોઈ શકે ? તેઓને આ પ્રેરણા ખટકવા લાગી. સાધુઓએ મહાસભા જેવા સામાજિક કાર્યમાં હસ્તક્ષેપ કરે તે સાધુઓના આચારવિરુદ્ધ લાગ્યું અને આપણું ચરિત્રનાયક પર આક્ષેપ ન લાગ્યા.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૧
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
પ્રવકજી ગુજરાતમાં રહ્યા રહ્યા આ કેમ સહન કરી શકે ? તેમણે ખુલ્લંખુલ્લા જાહેર કર્યું કે “પંજાબના શ્રી સંઘની જાગૃતિ અને સંગઠન કરવા–કરાવવાના કાર્યમાંજ સાચી સાધુતા રહેલી છે. મહાસભા પંજાબને ઉત્ક શું ન સમાજને ઉત્કર્ષ નથી પંજાબ શ્રી સંઘ જેવું સંગઠન જે પ્રાંતે પ્રાંતમાં થાય છે તે જન સમાજ હિંદ ભરમાં સમૃદ્ધ અને દ્વિતીય ગણાય. સારા કાર્યમાં વિન આવે એ તો મહાપુરુષની કસોટી છે. રખેવા કાર્યો કરીને પછી ટીકા કરવાને ઈજારો મેળવવું જોઈએ.”
આ વખતે પ્રવર્તક મહારાજશ્રીએ પ. મહારાજ શ્રી લલિતવિજાજી હાલ આચાર્ય ને એક પત્ર લખ્યો ડતા તેને છેડે ભાગ અહીં આપવામાં આવે છે: * * *
આ ઉડતા ગપગેળાના આધારે કોઈ પણ જાતનું આંદોલન કરવાથી શું ધર્મામાઓને ધર્મવૃદ્ધિને લાભ થશે કે? * * * અને હવે તે મુનિ વલલભવિજયજી મહારાજ ગૂજરાત દેરાને સુખદાયી વિડર છેડી. કદાચક ક્ષેત્રોમાં ફરી ફરીને ધર્મોપદેશ આપે છે. શું આમ તેમને કોઈ સ્વાર્થ છે? * * કેઈકે તેમનાથી જુદાઈ રાખવાવાળા અનુચિત આક્ષેપ કરે છે. તેઓએ પોતાના કર્મબંધનનો વિચાર કરે ઘટે. સાધુ તે સમાધિરસમાં મન રહે એજ તેમને માટે હિત
“ પંજાબમાં હતું ત્યારે ગુરુ મહારાજ વિદ્યમાન હતા. તેઓશ્રી વારંવાર કહેતાઃ “મારા પછી ગુજરાતી
Page #414
--------------------------------------------------------------------------
________________
૨૭૨
યુગવીર આચાર્ય
સાધુઓ, મારા ધર્મબાગની રક્ષા કરવાવાળા, ગુજરાતમાં જઈ ફરી કષ્ટકારી ક્ષેત્રોમાં આવશે કે કેમ તે વિષે શંકા છે. પણ વલ્લભ ! તું ઉત્સાહી છે. તારા પર મારો વિશ્વાસ છે. પંજાબના ધર્મક્ષેત્રને તું સંભાળજે. તું આવીશ તે તારે શિષ્ય પરિવાર પણ આવશે. પહેલા શ્રી ૧૦૦૮ શ્રી બૂટેરાયજી મહારાજે ધર્મને બગીચે રે –તેની અમે સપરિવાર રક્ષા કરી. હવે અમારી પછી તારા પર અમારી આશા છે. ગુજરાતમાં જઈ દાળ ચાવલ ઓસામણમાં પડવ્યા વિના, જરા કષ્ટ ઉઠાવી આ દેશમાં સપરિવાર આવશે અને નિરાધાર ક્ષેત્રોમાં અમૃતવૃષ્ટિ કરશે તો મહદ લાભ થશે. ગૂજરાતમાં મુનિ મહારાજેની કમી નથી. જ્યાં કમી છે તે ક્ષેત્રોમાં વૃદ્ધિ કરવાથી મહાન લાભ થશે.” તમારા ગુરુશ્રી વલ્લભવિજયજી ગુરુવચનને શિરે ધાર્યા કરી વિકટભૂમિમાં કષ્ટ સહન કરીને વિચારે છે. અમાર જેવા તે એક પણ, ગુરુ મહારાજના બગીચામાં જલવૃષ્ટિ માટે નથી જઈ શકતા, કેવળ તે જ એક કેશરીસિંહની જેમ સુખી વિહાર છોડીને વિકટ સ્થાન માં વિચરે છે. તેના ઉપર પણ જ્યારે વિધનસંતોષીઓ આક્રમણ કરે છે ત્યારે ભારે ખેદ થાય છે. હું તે નથી સમજી શક્તિ કે આમ કરવાથી તેઓ સમાજનું શું હિત સાથે છે? પણ તમે નિશ્ચિંત રહેશે. તેમના કાર્યમાં અમારી હાર્દિક સહાનુભૂતિ છે. તેઓ અમારા આમજન છે. અમારા –તમારી જુદાઈ કેણ કરી શકે છે?”
કે
અદ્વિતીય પ્રેમભાવ ! કેવી મમતા ! કે આત્મ
Page #415
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં કલ્યાણકારી કાર્યા
ભાવ ! આપણા ચરિત્રનાયકે પણ પ્રવર્તી કજી મહારાજ પ્રતિ એક આજ્ઞાપાલક પુત્ર જેવા સંબંધ રાખ્યા છે.
૩૭૩
સ, ૧૯૫૭માં આપણા
ચરિત્રનાયકને આચાય પદવી અર્પણ કરવા શ્રી સંઘ પંજાબે હિલચાલ કરી. ગુજરાતના સહ્યાની પણ અનુમતિ મેળવી. પણ પ્રવત કજી મહારાજશ્રી દીઘ દ્રષ્ટિ વાળા હતા, તેમણે તે વિષે મહારાજશ્રીને ચેતવ્યા અને આપણા ચશ્ત્રિનાયકે તેમની આજ્ઞાને શિરોધાય કરી. આ હતા તેમને અન્નને આત્મીય પિતાપુત્ર જેવે દિવ્ય સંબંધ અને એજ પ્રવત કજીએ ૧૯૮૧ મા આપણા ચરિત્રનાયકને આચાય પદવી માટે પ્રેમપૂર્વક આગ્રહ કર્યો હતા અને ભાવભર્યા એધક પત્ર લખી પાતાના હૃદયની આશીષ મેાકલી હતી.
મુંબઈના ચાતુર્માસમાં ખરતરગચ્છ-અચલગચ્છના પપપ માટે ચર્ચા ચાલી. હું ડિમલ પણ નિકળ્યાં. આપણા ચરિત્રનાયકે તેા પ'જામમાં ભલભલા વિદ્વાનોને શાસા માં હરાવ્યા હતા, પણ પ્રવતકજીની ઈચ્છાને માન આપી તેઓ માન રહ્યા હતા. કાઈ કાઇ ગૃહસ્થા જ્યારે તે વિષે પૂછતા ત્યારે શાસ્ત્રના પાઠ સહિત ચર્ચા કરવાની પૂરી તૈયારી વિષે કહેતા પણ તે માટે શાંતિપૂર્વક, હા હા કર્યા વિના સામા પક્ષની રાજીખુશી હાય તે ચર્ચા કરવાની ઈચ્છાથી જ—પણ તે અની શકયું નહિ. તે વખતેના આપણા ચરિત્રનાયકના કેટલાંક વાકયે તે હજી ગુંજી રહ્યા છે.
“તમે બધા જાણેા છે કે, આજકાલના જમાના
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૭૪
યુગવીર આચાર્ય જુદે છે. લોકો એકતા ચાહે છે. પિતાના હકેને માટે પ્રયત્ન કરે છે. હિન્દુ-મુસલમાન એક થઈ રહ્યા છે. અંગ્રેજ પારસી, હિન્દુ અને મુસલમાન બધા એકજ દયેય માટે સંગઠિત થઈ રહ્યા છે. આ રીતે દુનિયા તે આગળ વધી રહી છે. ખેદની સાથે કહેવું પડે છે કે આવા સમયમાં પણ કેટલાક વિચિત્ર સ્વભાવના મનુષ્ય–આપણાજ ભાઈએ દસ કદમ પાછળ હઠવાનો પ્રયત્ન કરે છે. આજે તો બધાએ એક થઈ કેાઈ સમાજ, ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.”
આ ચાતુર્માસમાં મુંબઈમાં કેટલાંક કલ્યાણકારી કાર્યો થયાં–શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાનને માટે લગભગ એક લાખ રૂપીયાનું ફંડ થયું. આ ઉપરાંત નાના ગામના મંદિરના જિર્ણોદ્ધાર માટે સારી રકમનું ફંડ ભેગું થયું. વિશેષમાં આ સમયે પાટણ જૈન મંડળ બેડિ ગ માટે એક ફંડ ચાલુ થયું અને તેમાં પણ લગભગ રૂપીયા એક લાખનું ફંડ થયું. ધાર્મિક કાર્યો પણ ઘણાં થયાં.
મુંબઇના લેકે કહે છે કે આ બે પુણ્યાત્માઓના પ્રતાપે આ ચાતુર્માસમાં જે આનંદ આવ્યું, જે જે કકાણકારી કાર્યો થયાં, જે શાસનની શોભા વધી, તથા ધર્મની પ્રભાવના વધી તેટલી પહેલાં કદી નહિ થયેલી. પ્રવકજી મહારાજ અને આપણુ ચરિત્રનાયકને અન્યઅન્યને આત્મીયભાવ તે અતિ ઘણે અત્યુત્તમ અને પ્રશંસાપાત્ર હતા જ.
આપણા ચરિત્રનાયકને સીધા પંજાબ જવાની આવ
Page #417
--------------------------------------------------------------------------
________________
.
.
.
-
-
-
-
-
-
-
-
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
૩૭૫ શ્યકતા હતી. શ્રીસંઘ પંજાબની વિનંતિઓ વારંવાર આવતી હતી. તેથી તે ભાયખાલામાં પ્રવર્તકજી મહારાજની વિદાય લઈ શિષ્ય પરિવાર સાથે આપે વિહાર કર્યો. પંજાબ પહેચવાની ધૂમ આગળ આગળ વિહાર ચાલુ હતો, પણ ક્ષેત્રસ્પર્શના બળવાન હોય છે. આપને વિચાર આવ્યું કે માર્ગમાં ૧૦૦૮ શ્રી શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજના દર્શન કરી, તેમને મળીને જઈએ તો સારું. પંજાબ એટલે દૂર ગયા પછી એ વૃદ્ધ મહાત્માનાં દર્શન દુર્લભ થઈ જશે.
મનોમન સાક્ષીવાળો હિસાબ થશે. અહીં તેઓ આમ વિચાર કરે છે, ત્યાં શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પત્ર આવ્યું. તેમણે એજ ભાવ દર્શાવ્યું હતું કે આપને પંજાબ જવું છે, તેથી તે જલદી જલદી જઈ રહ્યા છે પણ અમને મળ્યા વિના ન જશે. જિંદગીને ભરોસે શે! આજ છે તે કાલે ન હોય, મળવું બને ન બને, તેથી અવશ્ય મળીને આગળ વધશે. તમાર–અમારે સ્નેહ સંબંધ એ મધુર છે કે તમારા મિલનથી આનંદ આનંદ થશે.
તેઓ તો પહેલેથી વિચાર કરી રહ્યા હતા, તેમાં મહારાજશ્રીને આદેશ આવ્યું. તેઓશ્રી શિષ્યમંડળ સહિત માતર ગામમાં મહાત્માના ચરણમાં પહોંચી ગયા. એક સાથે દેવ અને ગુરુ બન્નેના દર્શનનો લાભ થયો. બન્ને મુનિરાજેને આ સ્નેહ સંમિલન બહુ જ આનંદજનક થઈ પડયું.
વિદાયનો સમય આવ્યે ને વિહારની તૈયારી થવા લાગી ત્યાં શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ સૂચના કરી કે
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૭૬
યુગવીર આચાય
મારે અમદાવાદ જવું છે. ત્યાંના સંઘની વિનંતી છે. આપ પણ અમદાવાદ પધાર્યા નથી. આપણે સાથે વિહાર કરીએ. થોડા દિવસ સાથે રહેવાના અન્યાઅન્યને લાભ મળશે. પછી હું વિશેષ આગ્રહ નહિ કરૂં.
અમદાવાદ તરફ વિહાર થયા. અમદાવાદમાં બન્ને મહાત્માઓનું
સાવાડાની પાળના શ્રાવકાએ ખૂબ ધામધૂમપૂર્વક સ્વાગત કર્યું. ઝવેરીવાડમાં વઘેાડા આવતાં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ લાલભાઈ તથા શ્રી મણીભાઈના માતુશ્રી શ્રી ગંગાબહેને શ્રી હંસવિજયજી મહારાજશ્રીને વિનંતી કરી.
આપ શહેર છેાડી એકાન્તમાં કયાં જાગ્મે છે ? કૃપા કરીને અહીં જ સ્થિરતા કરો. ’
''
હું જરૂર અહીં સ્થિરતા કરત, પણ કુણુસાવાડાના ભાઈ આને હું વચન આપી ચૂકયા છું. થોડે વખત ત્યાં રહીને પછી અહીં આવીશું, તમને થાડા જ ભૂલી જઈશું ? ’’ શ્રી 'સવિજયજી મહારાજશ્રીએ ખુલાસો કર્યાં.
(6
ભલે, આપ લુણસાવાડા પધારે, પણ શ્રી વલ્રભવિજયજી મહારાજને તે। અહી સ્થિરતા કરવાની આજ્ઞા કરે. અમને તેમના તા લાભ મળે.” ગગામાતાએ રસ્તા કાઢચેા.
ગંગાબહેનની ભાવનાને માન આપવું પડયું, અને આપણા ચરિત્રનાયકે અહીં ઉજમખાઇની ધ શાળામાં સ્થિરતા કરી. ઘેાડા દિવસ પછી અહીંથી વિહાર કરવાના
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૭૭
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો વિચાર કર્યો પણ અમદાવાદના આગેવાન તથા ભાઈઓ –બહેનેની એટલી બધી હદયના ભાવપૂર્ણ વિનંતિ થઈ કે મહારાજશ્રીને માસું રહેવા ફરજ પડી વળી શ્રી હંસવિજયજી મહારાજની અનુમતિ પણ એજ રહી.
ઉદયપુરના શ્રી સંઘની વિનંતિ પહેલેથી હતી આ૫ તે તરફ જવાના પણ હતા પણ સ્પશના બલવાન હોય છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીની ચપળતાને ચિતાર
[૪૦] ભવ્ય શ્રાવકે! આ વખતે તમારા રાજનગરમાં ધનની ગંગા વહે છે. આજે તમારી પાસે લક્ષ્મી નાચતી કુદતી આવી રહી છે. તમારા બાળકો તે હીરામેતીને ઘુઘરે રમે છે. તમારા ભાગ્ય ચમકી રહ્યાં છે, પણ જરા બીજી તરફ પણ દ્રષ્ટિ કરવી ઘટે. જ્યારે તમારે ત્યાં આનંદ આનંદ વતી રહ્યા છે ત્યાં તમારા કેટલાક ભાઈઓ–સાધમભાઈઓ દુઃખી છે. તે લાંબો હાથ તે શું કરે પણ પિતાની પરિસ્થિતિ પણ જણાવી શકતા નથી. તમને તે તેમની દરિદ્રતાને ખ્યાલ પણ નહિ આવે પણ વાત સાચી છે. મેં પોતે ઘણા ભાઈઓને પૂછીને ખાત્રી કરી છે. લક્ષ્મી તે ચંચળ અને ચપળા છે તે તમે પણ જાણે છે. આજે કડપતિ હોય તે કાલે ભિખારી બની બેસે છે. આ વ્યાપાર જ એવી જાતના છે. આ તક છે ધનને સદુપયેગ કરવાની. તમે
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૭૧
લક્ષ્મીની ચપળતાનો ચિતાર તે પણ જાણે છે કે કાતિલ મેંઘવારી આપણા મધ્યમવના અને ગરીબવર્ગના લોકોને પ્રાણ ખેંચી રહી છે.
ધનને સદુપયેગ–ગરીબની ભલાઈ માટે ખર્ચાતું ધન–પાકમાં સાથે આવશે. હું તે અસમર્થ સાધમી ભાઈઓની સહાયતામાં સાચું સાધમીવાત્સલ્ય સમજું છું. સાંભળે, પર્યુષણના છેલ્લા દિવસ સુધી કરવું હોય તે કરી
ત્યે, અન્યથા પસ્તાશે. પછી કહેશે કે અમે ધનનો સદુપગ ન કર્યો.”
“મહારાજ સાહેબ ! આપની વાત માન્ય છે. પણ આ વખતે નગરશેઠ હાજર નથી, નહિ તે કાર્ય આરંભ થઇ જાત” કેટલાક આગેવાનોએ પિતાની ઈચ્છા જણાવી.
ભાગ્યશાળી ! તમે શરૂ કરી દે. શેઠજી આવશે એટલે તેમને જણાવી દેવાશે. આવા આવશ્યક કાર્યમાં શેઠજી થોડાજ ના પાડવાના હતા ?” મહારાજશ્રીએ કાર્યની ઉપગીતા બતાવી
સાહેબ ? અમારા શહેરને એ રિવાજ છે કે નગરશેઠ વિના કેઈપણ કાર્ય શરૂ જ ન થાય.”
“ સારી વાત.”
મહારાજશ્રીએ બપરના વ્યાખ્યાનમાં આવેલ નગરશેડને પરિસ્થિતિ સમજાવી.
નગરશેઠ ! આજે સવારના વ્યાખ્યાનમાં સાધમી ભાઈઓને ઉદ્યોગધંધે લગાડવાને કાંઈક પેજના કરવા વિચાર થયે હતે. તમારા રાજનગરમાં જ્યારે એક તરફ પિસાની છોળો ઉડે છે ત્યારે બીજી તરફ તમારા જ ભાઈઓ
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૮૦
યુગવીર આચાય
દુ:ખી દુ:ખી દેખાય છે. તે વિષે તમે શું ધારે છે ? ”
“ સાહેબ! અહી' અમદાવાદમાં તે કોઇ ગરીબ દેખાતું નથી. બધાની પાસે સારા પૈસા છે. જો આપ સાહેમ પાસે કોઈ આવે તે મારી પાસે મેકલશે. સેા સેને તે હું ધંધામાં લગાડી દઇશ. વિશેષ આવશે તે પણ વ્યવસ્થા થઈ રહેશે.” નગરશેઠે બીજો જ રસ્તે દર્શાવ્યે.
મહારાજશ્રી જાણતા હતા કે ઉચ્ચકુલીન કુટુએ કેવી રીતે પેાતાના દિવસે વિતાવતા હતા. લાંબે હાથ તા થઈ જ કેમ શકે? વળી મજૂરી પણ કેમ કરાય. હા, કાંઈ ઉદ્યોગ મળે તે જરૂર કરી શકાય. પણ આ રીતે વાત તે હવામાં જ રહી. મહારાજશ્રી ત્રીજી' બેલે પણ શુ?
આપણા ચરિત્રનાયકે તે શ્રીમતાને ચેતાવ્યા હતા. લક્ષ્મીની ચંચળતાને ચિતાર આપ્યા હતા. ધનના દૂવ્યના ઉત્તમ માં દર્શાવ્યેા હતેા. સમાજનાં કલ્યાણની લાખેણી ઘડી આવ્યાની અગમચેતી આપી હતી. એટલું જ નહિ પણ ભવિષ્યની ઘેાડીઘણી આગાહીને ઇશારે પણ કર્યાં હતા. સુજ્ઞ મનુષ્યાને તે એટલું બસ હતું, પણ મહામાની વાણી પર કાઇએ ધ્યાન ન આપ્યું. સમય આવી પહેોંચ્યા. પર્યુષણ પૂરાં થયાં ને સવત્સરીના પારણાને દિવસે જ્યારે ખજારા ઉઘડયાં ત્યારે ખજારની રૂખજ અદલાઇ ગઇ. ભાવા ગડગડી ગયા. હજારાની ઉથલ પાથલ થઈ ગઈ, અનેક લખપતિએ મેટી ખેાટમાં આવી પડયા. પછી તે કાંઈ જ ન કરી શકવા માટે પશ્ચાતાપ થવા લાગ્યા પણ સમયે સમયનું કામ કર્યું.
Page #423
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીની ચપળતાનો ચિતાર
૩૮૧
* વ્યાખ્યાન સમયે શાની ટીપ ચાલે છે?” વ્યાખ્યાનમાં કાગળ ફરતે જઈ મહારાજશ્રીએ પૂછયું.
સાહેબ !તપસ્વીજી મહારાજની તપશ્ચર્યાની નિર્વિન સમાપ્તિના ઉપલક્ષમાં અઠ્ઠાઇમહોત્સવ કરવાની સૌ ભાઈ એની ભાવના થઈ છે.” આગેવાનોએ ખુલાસો કર્યો.
એવા ઉત્સવની શું આવશ્યકતા છે. તપસ્વીજી તો આજન્મ તપસ્વી છે. તેમના સંયમને તે ધન્ય છે. નવકારની તપસ્યામાં ર૫-૨૫ અને ૩૫-૩૫ ઉપવાસ તેમણે કર્યા છે. એટલું જ નહિ પણ ત્રણત્રણ ઉપવાસે પારણું કરીને વરસીતપ કર્યો અને વિહારમાં પણ તે તપ ચાલુ હતું. દસ દસ પંદર પંદર માઈલના પહાડાના વિકટ વિહારમાં તેજ આ વરસતપ કરી શકે. એટલે તેમના તપની કાંઈ નવાઈ નથી.” મહારાજશ્રીએ તપસ્વીજી શ્રી ગુણવિજયજીના તપની, યશગાથા સંભળાવી.
સાહેબ ! ત્યારે તે અમારી પવિત્ર ફરજ થઈ જાય છે કે આવા અદ્વિતીય તપસ્વીજીની તપશ્ચર્યાનું ઉદ્યાપન જરૂર થવું જોઈએ.”
પણ તે માટે વ્યાખ્યાનમાં ટીપ કરવાની શી જરૂર !”
“સાહેબ ! અમારા શહેરમાં રિવાજ છે કે જે ઉપાશ્રયમાં અધિક તપસ્યા થાય તે ઉપાશ્રયમાં આવવાવાળાની ફરજ છે કે તે ટીપ કરીને પાસેના શ્રી જૈનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ કરે.”
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૮૨
યુગાર ધાર્યું
“વાત તે બહુ સારી છે. પ્રભુભકિતની બરાબર જી શ્રેષ્ઠ વાત કઈ! ભકિત કરવી એતે તમારું કર્તવ્ય છે. પણ તમે જે માગ રહણ કર્યો છે તે મને બિલકુલ પસંદ નથી. હું નથી ઇચ્છતે કે મારી સાથેના સાધુની તપને માટે ટીપ કરીને અઠ્ઠામહોત્સવ કરવામાં આવે.” મ ર જશ્રીએ જરા મકકમતાથી સંભળાવ્યું.
સાહેબ ! આપને જો આશય છે. તે જરા કૃપા કરી સમજાવશે?” આગેવાનોએ જરા ગભરાઈને પૂછયું.
ભાગ્યશાળીઓ ! અમદાવાદ જેવું રાજનગર-જે જૈનનગર કહેવાય જ્યાં લખપતિઓને તોટો નથી. જ્યાં મોટેભાગે મેટી મિલવાળા ને મેટી પઢીઓવાળ, જેનો છે ત્યાં એક સાધુની તપસ્યાના ઉત્સવ માટે આડ રાડ નાની ટીપ કરવી તે તમને ઠીક લાગે છે? અહીં જે ભાઈબહેને આવે છે તેમાંથી મોટો ભાગ સાધારણ વગ છે, પ્રમાણે વારંવાર નાની મોટી ટીપ થાય તે પછી આ સાધારણ વગને વ્યાખ્યાને આવવાનું બંધ કરવું કે શું કરવું ? શ્રદ્ધા –ભકિતથી આવનાર ભાઈબહેનોને શરમાશરમી પમાં ભરાવવું પડે પણ પછી બીજી વખતે તો તેઓને ઉપદ છોડવા વખત આવે. મારી વાત ખોટી હોય તે તમે અને જરૂર સમજાવી શકે છે. મહારાજશ્રીએ પિતાના આશયની સ્પષ્ટતા કરી.
સાહેબ! આપની વાત બિલકુલ યોગ્ય છે. પણ કરવું શું ? કામ તે કરવું જ રહ્યું. ટીપ સિવ.. જે શું ઉપાય ?” આગેવાનોએ મુશ્કેલી બતાવી.
Page #425
--------------------------------------------------------------------------
________________
ક્ષ્મીની ચપળતાને ચિતાર
૩૮૩
“ એટલા માટે તે હું આવા કાને આવશ્યક નથી સમજતે. આઠ આઠ આનાની ટીપ તા હરગીજ પસંદ કરવા યોગ્ય નથી જ. સાધારણ વર્ગ પર આ રીતે મેજો પડે છે અને તે આવા મેઘવારીના વખતમાં વારવાર થતી ટીપમાં આપે પણ કેવી રીતે? સાચા ઉપાય તે એ છે કે પાંચ દસ શ્રીમતે મળીને તે ખર્ચ આપે.” મહા રાજશ્રીએ ઉપાય મતાન્યેા.
“ કૃપાનિધાન ! આપ કચાં અમારા શ્રીમ તેને નથી જાણતા. તેઓ ઉપાશ્રયે આવશે નહિ. અને આવશે તે મેટી મેટી વાતે સિવાય કરવા ધરવાનું કાંઈ નહિ. આપને તે તાજો જ અનુભવ છે. આપે સ્વામીભાઈ એના ઉદ્ધાર માટે વિચાર બતાવ્યા અને તે દલીલેાથી ઉડાવી દેવામાં આવ્યા. ” ગૃહસ્થોએ પરિસ્થિતિની ચેાખવટ કરી.
""
“ ભાગ્યવાને ! તે પછી સંતોષ માને, હું તે માનું છું કે ટીપ તે નહિં જ થાય. હા, હું એક વ્યવહારુ ઉપાય સૂચવું. અહીં આવવાવાળા જવેરી ભેગીલાલભાઈ અને શેડ પુંજાભાઇ દીપચંદ દે ભાગ્યવાના તેમની ઇચ્છા વધે તે એક એક દિવસની પૂજાને ખચ આપે. આઠ ભાગ્યવાના તે મળી રહેશે. પૂજાનું કામ એ રીતે પતી જશે. ! અઠ્ઠાઇ મહાત્સવ ઘેાડા ખર્ચમાં અને સહેલાઈથી આનંદપૂર્વક થઇ રાકે છે. ” મહારાજશ્રીએ વ્યવહારુ ઉપાય સૂચવ્યેા.
આ વાત અધાને ગમી. આઠ ગૃહસ્થે!એ આ જવામ દ્વારી નદથી ઉપાડી લીધી અને અઠ્ઠઈમહેાત્સવ શ્રી મહાવીર સ્વામીના દેરમાં અધિક ઉત્સાહ અને અનદથી થયે.
Page #426
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચા
આપણા ચરિત્રનાયકની વ્યવહારુ દ્રષ્ટિ, સાધારણ કુટુએની પરિસ્થિતિના ખ્યાલ, ટીપષ્ટપારાની ખેાટી રીત, શ્રીમતેની મેટાઇ, સામાન્ય જનતાના ધપ્રેમ, શ્રદ્ધા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન માટે આવવાની ઉમેદ કઈ રીતે ટકી રહે, અને તેઓને કાઈપણ જાતના નકામેા એજો ન પડે અને ખુખીથી તેવા કામના ઉકેલ કેમ થઈ શકે વગેરે દીર્ઘદ્રષ્ટિ આપણે આવા નાના દેખાતા પણ આવશ્યક પ્રસ’ગેમાંથી જોઈ શકીએ છીએ.
૩૪
એક ત્યાગી, સંસારથી અલિપ્ત અને જ્ઞાન, ધ્યાન, તપ, અને ક્રિયામાં મગ્ન મુનિરાજને જ્યારે સંઘના સામાંન્યમાં સામાન્ય—સાધારણ સ્થિતિના શ્રાવકાના—સાધીક ભાઈઓના—તેમની પરિસ્થિતિને—તેમની કટુબિક દાને તેમના બાળબચ્ચાના—તેમની ધમ શ્રદ્ધાના અને તેમના ઉદ્ધારના વ્યવહારુ વિચાર કરતા આપણે જોઇએ છીએ ત્યારે ખરેખર આપણને તેમના આત્મામાં રહેલા ઔઢાય અને જનપદ પ્રેમ માટે ભારે સન્માન ઉત્પન્ન થાય છે.
શાન્તમૂર્તિ શ્રી વિજયજી મહારાજ તથા પ. મહારાજ શ્રી સંપતવિજયજી તથા શિષ્ય પ્રશિષ્ય પરિવાર સહિત ઘેાડે! સમય લુણસાવાડામાં સ્થિરતા કરી ત્યાં શ્રાવ કાને ઉપદેશામૃતનું પાન કરાવતા રહ્યા. ત્યાંથી પાંજરાપોળના ઉપાશ્રય આવ્યા જેથી પરસ્પર આવવા જવાનું અની શકે. કોઇકેઈ દિવસ આપણા રિત્રનાયક શાંતમૂર્તિની સેવામાં સપિરવાર પહેાંચી જતા. કોઇકોઇ વખત શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ આપણા ચરિત્રનાયકની ખમર
Page #427
--------------------------------------------------------------------------
________________
-
૩૮૫
લક્ષ્મીની ચપળતાને ચિતાર લઈ જતા. એકજ વડેદરા શહેરના બે મુનિરત્નનું મિલન પ્રસંગે પ્રસંગે હૃદયને આનંદ આપનાર બનતું. બન્નેના મન પ્રફુલ્લિત રહેતા. બન્નેના હૃદયમાં એક અવર્ણનીય આનંદ ઉભરાતો અને નેત્રો સજળ થઈ જતાં. એકજ શહેરમાં આ ચોમાસું–આ મિલન પહેલું અને છેલ્લે નીવડ્યું. ધન્ય મિલન ! ધન્ય બંધુપ્રેમ! ધન્ય ત્યાગ !
પન્યાસજી મહારાજ શ્રી સંપતવિજયજી મહારાજની કૃપાના ફળ સ્વરૂપ તેમણે અમદાવાદના ચાતુર્માસમાં અમારા ચરિત્રનાયકના સુશિષ્ય મુનિશ્રી લલિતવિજયજી (હાલ આચાર્ય શ્રી વિજયે લલિતસૂરીશ્વરજી) તથા મુનિશ્રી વિદ્યાવિજયજી ( હાલ આચાર્ય) ને મહાનિશીથના અને બીજા શિષ્યને બીજા યોગેહન કરાવ્યા હતા.
સં. ૧૯૭૪ નું બત્રીસમું ચોમાસું અમદાવાદમાં સમાપ્ત થયું.
અહીં આપે પં. શ્રી સંપતવિજયજીની પ્રેરણાથી અનિતમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીની પંચકલ્યાણક પૂજા બનાવી અને અમદાવાદની યાદગિરિ કાયમ રાખી.
અમદાવાદથી કારતક વદી ૭ ના દિવસે આપે વિહાર કર્યો. શાન્તભૂતિ શ્રી હસવિજયજી મહારાજ તથા પં. મહારાજશ્રી સંપતવિજયજી મહારાજ નરોડા સુધી સાથે આવ્યા. અનેક ભાઈ બહેને પણ આવ્યા હતા. આપણા ચરિત્રનાયકની બનાવેલી પંચતીથી પૂજા ત્યાં ભણાવવામાં આવી અને સાધમ–વાત્સલ્ય પણ થયું.
Page #428
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચા
આપણાં ચરત્રનાયકે શાન્તસૂતિ શ્રી હ`સવિજયજીની વિદાય લીધી. વિદાયનું દૃશ્ય અદ્ભુત હતું. બન્નેને પરસ્પર અદ્વિતીય પ્રેમ, અકૃત્રિમ શ્રદ્ધા અને છેલ્લા મિલને મધાને ગદ્યદિત કરી મૂકયા. શ્રાવક-શ્રાવિકાની આંખેામાં પણ અશ્રુ ઉમટી આવ્યાં.
૩૮
Page #429
--------------------------------------------------------------------------
________________
ધર્મ પ્રચારકને પુકાર
[ ૪૧ ] •
[
. ૧૯૭૫ ના કાર્તીક સુદી ૯ના લખેલા રાજપૂતાના જૈન શ્વેતાંબર પ્રાન્તિક કોન્ફરન્સના મ`ત્રીને એક પત્ર આપની પાસે આવ્યેા હતેા. તે પત્રમાં શ્રી જે. શ્વે. પ્રા. કેન્ફરન્સના પ્રથમ અધિવેશનમાં કરેલેા ઠરાવ હતા. આ અધિવેશન શ્રી લૈષિ પાર્શ્વનાથ સ્વામીના તીથ લેાધિ ( મારવાડ ) માં સ્વ. બાબુ ખત્રીદાસજી બહાદુર મુકીમ કલકત્તાનિવાસીના સુપુત્ર બાબુ રાજકુમારસિંહજીની અધ્યક્ષતામાં થયું હતું. આ પત્ર ખરેખર જૈન સમાજની પરિસ્થિતિનું સાચું દિગ્દર્શન કરાવે છે. મુનિ મહારાજોનુ કર્તવ્ય શું છે? એક ધનેતા—ધમ રક્ષક—ધર્માંચાય અને ધર્મ પ્રચારક કે ધમ પ્રસારક સમાજને માટે શું શુ કરી શકે તેનું આ લાંબા ડરાવમાં હૂબહૂ બ્યાન આપ્યું છે તેમાં જૈન સમાજની ધર્મ પ્રચારકને સાચી પુકાર છે. ]
''
પૂજ્ય,
“ આ કાન્ફરન્સ ધમપ્રચાર તથા નૈતિક સુધારને
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૮૮
યુગવીર આચાર્ય
માટે મુનિ મહારાજાઓનું આ રાજપૂતાના પ્રાન્તમાં વિચરવું અતિ આવશ્યક માને છે. મુનિ મહારાજાઓ તથા સાધ્વીજીનું આ પ્રાંત તરફ બહુજ ઓછું ધ્યાન જેઈને ખેદ પ્રગટ કરે છે અને તેઓને સવિનય પ્રાર્થના કરે છે કે શાસનોન્નતિને માટે મુનિગણ આ પ્રાન્તમાં કઠિન પરિસિહ હોવા છતાં વિચરે.”
મહાત્મન્ ! આ પત્ર રાજપૂતાનાના સંઘની તરફથી આપની સેવામાં મેકલવામાં આવે છે અને રાજપૂતાના નિવાસી સર્વ સંઘને વિચાર તથા ઈચ્છા પ્રગટ કરે છે.
આપશ્રીથી એ વાત છૂપી નહિ હોય કે સમસ્ત ભારતની જૈન જાતિને લગભગ 3 ભાગ આ પ્રાંતમાં જ વસે છે અને મુખ્યત્વે શ્વેતાંબર જૈન લેકોનું તે આ પ્રાન્ત ઘર છે. જેમાં સૌથી મોટી ઓસવાલ જાતિ જે આજે પ્રાયઃ બધા પ્રાન્તમાં વિસ્તરેલી દેખાય છે તેનું આ જન્મસ્થાન છે. એક સમય એવો હતો જ્યારે આ પ્રાન્તના ગામેગામમાં મુનિરાજો તથા સાધ્વીઓના વિહાર થતા હતા, પણ ખેદ સાથે જણાવવું પડે છે કે અર્વાચીન કાળમાં જૈન જાતિના આ મુખ્ય ભાગ તરફ અમારા પૂજ્ય ધર્મનેતા મુનિગણ ઉદાસીન થઈ ગયા છે.
જ્યારે ગૂજરાત પ્રાન્તના એક એક નગરમાં ઘણા ઘણું મુનિરાજ ચાતુર્માસ કરે છે, જ્યારે નાના નાના ગ્રામનિવાસી પણ મુનિગણના સદુપદેશથી ભરેલા અમૃતવચનનું સદૈવ પાન કરે છે ત્યારે આ જૈન શ્વેતાંબર જાતિનું ઘર કોણ જાણે કયા હીન કર્મોદયથી મુનિગણે દ્વારા કેવળી ભગવાન
Page #431
--------------------------------------------------------------------------
________________
ધર્મ પ્રચારક ને પુકાર
૩૯
નના તારવાવાળા વચનેથી સદાને માટે વંચિત રહે છે. ગામનું તે પૂછવું જ શું પણ મોટાં મોટાં શહેરે પણ મહારાજેનાં ચાતુર્માસ વિના વરસેથી ખાલી પડ્યાં છે.
દયાનિધિ ! જેનશાસનને માટે તેનું પરિણામ અતિ અહિતકર થયું છે. સંઘમાંથી ભકિત, શ્રદ્ધા તથા ધામિક જ્ઞાન દિન પ્રતિદિન ઓછું થતું જાય છે. જૈન ધર્મના તથી તે લેકે અનભિજ્ઞ થઈ જ ગયા છે. કેટલાંએ જૈનમંદિરે અપૂજ, સંભાળ વિના પડયાં છે. સ્વધર્મી વાત્સલ્ય, લોકસેવા, ધર્મપ્રચાર, પરોપકાર આદિ સમ્યકત્વના ગુણોને દિનપ્રતિદિન હાસ થઈ રહ્યો છે. ધર્મકાર્યમાં દ્રવ્ય ખરચાવાને બદલે પાપકાર્યોમાં પૈસા ખરચાયે જાય છે. ધર્માનુસાર આચરણ પણ રહ્યું નથી. કયાં સુધી કહીએ, બધું દિનપ્રતિદિન ભ્રષ્ટ થતું જાય છે. અહિંસા વ્રત (દયા) તે તે આ પ્રાન્તના લોકો ત્યાંસુધી ભૂલી ગયા છે કે પિતાની નાની નાની બાળાઓનું બાળપણમાં જ લગ્ન કરીને તે બાળાઓ અને તેના બાળક પતિ પર અલ્પ આયુમાંજ કરાલ કાળનું આક્રમણ કરાવે છે. અથવા તે વૃદ્ધની સાથે નાની નાની કન્યાઓને બાંધીને બાળાઓનો ભવ બગાડે છે.
દયાળ મુનિગણ! જે આપ એક વખત વસ્તીપત્રકના તે રિપોર્ટ તરફ દ્રષ્ટિ કરો તે આપને માલૂમ પડશે કે આ પ્રાન્તમાં આ દયાધમી ઓસવાળ જાતિના કેવા હાલ થઈ રહ્યા છે? એક સભાગ્યવતી સ્ત્રીઓની સાથે પાંચ વિધવા સ્ત્રીઓ જોઈને તેને આંસુઓ ન આવે? આમાંથી
Page #432
--------------------------------------------------------------------------
________________
૬૯૦
યુગવીર આચાર્ય ઘણી બહેનને તે પેટ ભરવાની પણ જોગવાઈ નહિ હોય તેમજ લગભગ બધી સ્ત્રીઓની ધામિક શિક્ષાને તો કશે પ્રબંધ છેજ નહિ.
કૃપાનિધિ ! આ એવી વાત નથી કે જે તરફ કરુણાસાગર મુનિગણેનું ધ્યાન ખેંચાય નહિ. વિધવાઓની અધિક સંખ્યા હોવાથી જૈનેની સંખ્યા ઓછી થાય છે એટલું જ નહિ પણ આજકાલને સમય જતાં જાતિના ચારિત્રપતનને પણ ભય રહે છે. જ્યાં ચારે તરફ વિલાસપ્રિયતા, એશઆરામ વગેરે પશ્ચિમી સભ્યતાના બેલબોલા છે, જ્યાં જાતિમાં પ્રત્યેક હર્ષના અવસર પર પતિત વેશ્યાનું માને છે, જ્યાં ધનના મદમાં, શિક્ષાના અભાવમાં તથા પંચાયતિઓની અશકિતને કારણે કુરિત્ર મનુષ્યોની સંખ્યા વધતી જાય છે, જ્યાં ધાર્મિકજ્ઞાન તથા ધર્મને ત પર જાગૃત શ્રદ્ધા છેજ નહિ, જ્યાં પુરુષ પોતાની આખરી મંજિલ-વૃદ્ધાવસ્થામાં પણ એક ભેળી કન્યા સાથે લગ્ન કરવામાં પાછી પાની કરતો નથી, એટલું જ નહિ પણ એક પછી એક એમ ત્રણ ચાર લગ્ન કરે છે–આવી દશામાં આ બાળવિધવાઓની મેટી સંખ્યાને માટે પિતાના સતીત્વ ધર્મનું પાલન કરવું દિનપ્રતિદિન કઠિન થતું જાય છે.
શાસનદીપક! આ જડવાદના પ્રતિરોધને માટે, ચારિત્રહીન પુરુષની સંખ્યા ઘટાડવા માટે, અલ્પાયું યુવકની પ્રાણુરક્ષાને માટે, વિધવાઓને બચાવવા માટે, હજારે બાળાઓના જીવન સુધારવાને માટે આપ અહિંસાધર્મને પ્રચાર કરી શકે છે. જે પશુપક્ષી પણ જૈન દયા તથા
Page #433
--------------------------------------------------------------------------
________________
ધર્મ પ્રચારકને પુકાર
૩૯૧
મુનિગણાની જીવરક્ષાની હિમાયતને પાત્ર બને છે તે શુ અભાગી મનુષ્ય અને વિશેષ કરીને પરમાત્મા મહાવીરન ઉપાસક આ જીવદયાને માટે ચેાગ્ય નથી શું? કાંઇ નહિ તે શાસનને જીવંત રાખવાના હેતુની દ્રષ્ટિએ મુનિગણે આ તરફ ખૂબ ધ્યાન દેવુ જોઈ એ.
“ સમાજઉદ્ધારક! સને ૧૯૦૧ થી ૧૯૧૧ સુધી— માત્ર ૧૦ વર્ષના સમયમાં આ પ્રાંતમાં સેકડે પાંચ ટકા સખ્યા ઘટી ગઇ છે. જ્યાં પ્રત્યેક જૈનને ધામિકજ્ઞાન અને નાની વ્યવહારિક શિક્ષણ મળવું જોઈએ ત્યાં પચાસ ટકા પુરુષ અને ૯૮ ટકા સ્ત્રીઓ કેવળ નિરક્ષર છે, જ્યાં સયમી જીવન વ્યતીત કરવાવાળા જૈના દીર્ઘાયુ હાવા જોઈએ ત્યાં અસંયમી જીવનને કારણે અમારી આયુષ્ય માત્ર ૨૫ વર્ષ સુધીની ગણાય છે. જ્યાં પૂર્વકાળમાં અમારા દાનવીરે આ દેલવાડાના મહાન કલામય મંદિરને માટે પેાતાની લક્ષ્મીને સદુપયોગ કરતા, હતા તેને બદલે આજે તે અમારા ધનિક પેાતાનુ દ્રવ્ય માત્ર વિલાસપ્રિયતામાં ખચી નાંખે છે, અને પેાતાનાંજ બાળકા અને સ્વધમી ભાઈ એના મળકાની શિક્ષાને માટે જરૂરી ખર્ચ મળતું નથી. કયાં સુધી કહીએ ! અમારુ નૈતિકજીવન દિનપ્રતિદિન બગડતું જાય છે.
“ પૂજયવ* ! આ ઉપર જણાવેલી ત્રુટિઓને દૂર કરવાને માટે મુનિગણના ઉપદેશ તથા પ્રયાસની બહુજ આવશ્યકતા છે. મુનિગણ પેાતાના ચર્ચાત્રખળથી શિક્ષાપ્રચારને માટે ઘણું ઘણું કરી શકે છે, જેનાથી ખીજા બધા શગા
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૯૨
યુગવાર્ આચાય
દૂર થઈ શકે છે. રાજપૂતાનાના ઘરઘરમાં શિક્ષાને પ્રચાર કરવા તે મુનિગણેા માટે દુલ`ભ છેજ નહિ. જ્યારે અમે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધાર્મિક મહાત્સવાને માટે મુનિગણના ઉપદેશથી હજારો રૂપીઆ ખર્ચ થાય છે તે અમે એવી કલ્પના નથી કરી શકતા કે શિક્ષાપ્રચારને માટે —જેના ઉપર અમારાં ધર્મ, કર્મ અને સમસ્ત જીવન નિર્ભર છે–તેના પ્રયાસ નિષ્ફળ થાય. સત્ય તા એ છે કે ત્યાગીઓના ઉપદેશના પ્રભાવ અનુપમ અને અતુલનીય હાય છે.
“ શ્રદ્ધેય ! જો મુનિગણ આ પ્રાંતને આ રીતે છેઢી જ દેશે તે જૈનશાસનને મેટુ નુકશાન પહેાંચશે. આ જૈનધમની હાનિ અને જાતિના હાસની જવાબદારી આપ પૂજ્યવાને શિર રહેશે. કારણ આપ ધમ નેતા છે, ધ રક્ષક છે, સંઘને માટે ગેાપાલ છે. અને એટલે જ શાસનની જવાબદારી મુનિગણ સિવાય કેાના પર હાઈ શકે ?
મહામાન્ય ! એ વાત પણ એટલીજ સાચી છે કે આ ક્ષેત્રમાં પરિસહ અહુ છે, આ ક્ષેત્રમાં ગરમી પણ વિશેષ પડે છે, રેતીમાં પગ બળે છે, કાઈ કાઈ ગામેમાં તે આહાર તે નહિ પણ પાણીની જોગવાઈ પણ નથી મળતી, શ્રાવકામાં આદરભક્તિ પણ નથી, એ બધું આ પ્રાંતને માટે કહેવામાં આવે છે. પણ પૂજ્યવય ! આ પિરસહેા કાનમાં ખીલા મારવા, જગલામાં શરદી-ગરમી સહન કરીને ધ્યાનાવસ્થામાં રહેવુ, અથવા સપના ડૅશ કે કપાળ પર અગ્નિ સળગાવવા વગેરેના દુ:સહુ પરિસહેાથી તે અધિક કઠિન નથીને ! પરમાત્મા મહાવીર આપના આદશ છે, મેક્ષિ
፡፡
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૬
ધર્મ પ્રચારકને પુકાર આપને ઉદ્દેશ છે, સાંસારિક આધિ, વ્યાધિને ઉપાધિ આપની સામે છે. તે જે મુનિવરોએ કંચન-કામિની તથા સંસારી સુખેને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કર્યું છે તેવા આપ પ્રવરેને સ્વયં મેક્ષપ્રાપ્તિ તથા શ્રી સંઘના કલ્યાણને માટે પ્રયાસ કરવાથી કેઈપણ પરિસહ રોકી શકે ખરો ! કદાપિ નહિ.
“શાસનરક્ષક ! જે મુનિગણે પોતાને ઉદ્દેશ, પ્રભુના વચને અને સંઘના કલ્યાણ તરફ ધ્યાન આપે તે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રાંતને માટે આપ આટલા બધા ઉદાસીન રહી જ ન શકે.
પૂજ્યવર્ય! કેવળ સંતાનનાં સંસારી સુખને માટે યુદ્ધમાં લાખો મનુષ્ય પોતાના પ્રાણ આપે છે, તે સમસ્ત જાતિને મોક્ષમાર્ગ પર લઈ જવાને માટે અમારા ત્યાગી મુનિવરે સામાન્ય પરિસોથી ભયભીત થઈને આ પ્રાંતમાં વિચરવાને માટે અચકાય એ શું ચગ્ય છે? પૂર્વકાળમાં આ પ્રાંતમાં મુનિગણે વિચરતા હતા અને આજે પણ સ્થાનકવાસી સાધુ વિચરે છે, તે શું આપ જેવા મુનિવરેને માટે આ પ્રાંતમાં વિચરવું અધિક દુષ્કર છે ?
ધર્મનાયક ! શાસનન્નતિને માટે, ધર્મની રક્ષાને માટે, જૈનજાતિને ફરીથી જૈનધર્મનિષ્ઠ બનાવવાને માટે આપ મુનિવરના કઠિન પરિશ્રમની આવશ્યકતા છે. એટલે જ રાજપૂતાનાના શ્રીસંઘની આ કોન્ફરન્સ દ્વારા આપને સવિનય પ્રાર્થના છે કે આ ચાતુર્માસ સમાપ્ત થયા પછી આપ આ તરફ પધારવાની કૃપા કરશે અને આ પ્રાંતના ગામે
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૯૪
યુગવીર આચાર્ય
ગામે, નગરે નગરને સર્વજ્ઞના વચનામૃતથી ગુંજાવી અને લોકોમાં ધર્મપ્રતિ જાગૃતશ્રદ્ધા ઉત્પન્ન કરીને તેઓને સત્ય માર્ગ પર લાવવા યથાશક્તિ પ્રયત્ન કરશેતે શ્રીસંઘ અને સંસારનું કલ્યાણ થશે. એ પણ સવિનય પ્રાર્થના છે કે આ કલ્યાણકારી કાર્યને માટે કેઈપણ ગામના નિમંત્રણની પણ આપ વાટ ન જશે.
“પૂજ્યવર્ય! અગ્નિમાં સેનાની, સંકટમાં વિરધીરની અને પરિસહમાં ધર્મ દઢતાની પરીક્ષા થાય છે. ઈત્યલમ”
આપણા ચરિત્રનાયક તો સમાજ કલ્યાણને માટે, ધર્મ પ્રચારને માટે અને જૈનશાસનની ઉન્નતિ માટે પંજાબ જેવા દેશમાં, પંજાબના ગામડાઓમાં–ગૂજરાત અને મારવાડમાં વિહારના, ગોચરીપાણીના અને બીજા ટાઢતડકાના અનેક પરિસહ સહન કરી વિચરી રહ્યા હતા. તેમના જીવનનું ધ્યેય આત્મકલ્યાણ તો હતું જ પણ આત્મકલ્યાણની સાધના સાધતાં સાધતાં ભગવાન વીરના અહિંસા ધર્મને સંદેશ ગામેગામ, શહેરેશહેર અને પ્રાંતે પ્રાંતમાં સૂણાવી સમાજની સમુન્નતિ સાધવાનું મહા કલ્યાણકારી કાર્ય પણ તેમના લક્ષ્યમાં હતું અને તે માટે યથાશકય બધા પ્રયત્ન કરવામાં પિતાના સુખસગવડ કે ગોચરીપાણીને પણ તેમણે કદી વિચાર કર્યો હતે.
" જૈન સમાજ–પછી તે પંજાબનો હોય કે મારવાડ, ગૂજરાતને હોય કે સૌરાષ્ટ્રને. દક્ષિણને હોય કે મેવાડને, તે સમાજના આબાલવૃદ્ધની જાગૃતિ એ આપણા ચરિત્રના
Page #437
--------------------------------------------------------------------------
________________
ધર્મ પ્રચારકને પુકાર યકનું પ્રથમ કર્તવ્ય રહ્યું છે. આ રાજપૂતાના કોન્ફરન્સની પ્રાર્થના તેમના હૃદયમાં વસી ગઈ. આમ તે જ્યાં જ્યાં જતા, જે જે પ્રદેશમાં વિચરતા ત્યાં કોઈ ને કાંઈ શાસન હિતનું કાર્ય થતું જ થતું પણ જ્યારે આ દર્દભરી પ્રાર્થના સમાજની પુકાર તેમણે સાંભળી ત્યારથી “પંજાબની રક્ષા ની જવાબદારી હોવા છતાં તેઓ રાજપૂતાનામાં શિષ્યમંડળ સહિત વિકટ પરિસિહે સહન કરીને પણ વિચર્યા અને રાજપૂતાનાની જૈન સમાજનું કલ્યાણ સાધવા અનેકવિધ પેજનાએ કરી ઘણું શાસનેન્નતિનાં કાર્યો સાધ્યાં.
“ત્રિકાલ વંદણુ.” કેટલાક ગૃહસ્થોએ રાત્રે આવીને વંદણ કરી.
ધર્મલાભ ! તમે પાટણથી આવે છે કે? “મહારાજશ્રીએ ધર્મલાભ આપી પ્રશ્ન કર્યો.
સાહેબ ! મહેસાણાજ આવવું હતું, પણ કાર્યવશ તે વખતે ન આવી શકાયું. આપ પાટણને છેડીને નહિ જઈ શકે. અમારા શ્રીસંઘની ઇચ્છા છે કે આપશ્રી પાટણ પધારી પછી સુખેથી પંજાબ પધારો.” આગેવાનોએ પ્રાર્થના કરી.
“તમારી વાત તો સારી છે, પણ અમદાવાદથી શાંતમૂર્તિથી જુદાઈ લેતાં બહુજ વસમું લાગ્યું. તેઓને અપૂર્વ પ્રેમ અને અમારે બન્નેને પરસ્પરને આપ્તજન જેવો સંબંધ ભૂ ભૂલાતું નથી. વળી મહેસાણાથી પાટણ આવવા વિચાર પણ કર્યો હતો પણ મહેસાણામાં પં.
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૯૬
યુગવીર આચાર્ય (આચાર્ય) મહારાજશ્રી સિદ્ધિવિજયજી મહારાજના દર્શન નને લાભ મળે તેમણે પણ સ્નેહપૂર્ણ હૃદયથી મારે સત્કાર કર્યો. આગ્રહપૂર્વક થડે વિશેષ રેકો. તેથી તારંગા માટે ઉતાવળ હોવાથી પાટણ મુલતવી રહ્યું. વળી પાલણ પુરના ગૃહસ્થને પણ અત્યંત આગ્રહ છે. ” મહારાજશ્રીએ ખુલાસો કર્યો.
પણ સાહેબ! પાટણ આવ્યા સિવાય તો નહિ ચાલે. આપ ગૂજરાતમાં પધારે ને પાટણને છેડીને આપ ચાલ્યા જાઓ તેમાં અમારી ગુરુભક્તિ લાજે, વળી આપ તે પંજાબ જેટલે દૂરદૂર વિચરશે પછી આપના દર્શનને
–અમૃતમય ઉપદેશને લાભ અમને કયારે મળશે ? અમારી વિનતિ માને અને અહીંથી જ પાટણ તરફ પધારે ” આગેવાનોએ ભાવપૂર્વક પ્રાર્થના કરી.
ભાગ્યવાન ! તમારી વિનતિને માન આપ્યા સિવાય નહિ ચાલે. તમે તે પટણી રહ્યા. જુઓને રાત્રિના બાર વાગવા આવ્યા પણ તમે તે બધા બેસી રહ્યા છે. તમારી ભક્તિ ને ભાવના હું જાણું છું. આખરે તે તમે શ્રદ્ધેય પ્રવર્તકજી મહારાજના ભણવેલાને ! ભલે, વીસનગરથી પાટણ થઈને જઈશ.” મહારાજશ્રીએ છેવટે પાટણ માટે સંમતિ આપી. બધાને ખૂબ ખૂબ આનંદ થયો.
અહીંથી વિહાર કરી વિસનગર પધાર્યા. વિસનગરના શ્રીસંઘની ભક્તિ અને ઉત્સાહ પણ અનેરે હતો. તેમને પણ આગ્રહ હતો કે મહારાજશ્રી વિશેષ રહે તો સારું પણ શું ઉપાય! પંજાબ જવાનું નહોત તો જરૂર ગૂજ
Page #439
--------------------------------------------------------------------------
________________
ધમ પ્રચારકને પુકાર
રાતનેજ લાભ આપત,
વીસનગરથી વિહાર કરી પાટણ પધાર્યાં. પાટણે અપૂ સ્વાગત કર્યું, પૂજા—પ્રભાવના વગેરેથી સંઘે પેાતાની ભક્તિ પ્રદર્શિત કરી. વધારે તે રહેવાય તેમ હતું નહિ. વિહારની તૈયારી કરી ત્યાં પાટણના અધિકારીઓ તથા નગરજનોએ સાર્વજનિક વ્યાખ્યાન માટે પ્રાર્થના કરી અને એ દિવસ વિશેષ રેકાઈ જવું પડયું.
૩૯૭
< દાનધમ ” ઉપરનું સાર્વજનિક વ્યાખ્યાન એવું તે પ્રભાવશાળી અને પ્રેરણાત્મક હતું કે શ્રોતાઓના દિલ ડાલી ઊઠયાં અને ત્યાંજ દુષ્કાળ પીડિતાને માટે સાત હજાર રૂપીઆ લખાઈ ગયા.
પાટણના સૂબા સાહેબે તે સભામાં જણાવ્યું કેઃ— મહારાજશ્રીના ઉપદેશ પ્રેરણાત્મક છે. દુષ્કાળ—પીડિતે માટેનું ફંડ શરૂ કરાવી. તેઓશ્રીએ આપણને ઋણી કર્યાં છે. દાનવીરે આ ફંડને સારી મદદ આપશે તે જનતા પર મહાન ઉપકાર થશે અને આ મહાત્માના પવિત્ર ઉપદેશનું સાચું સાક થશે.
66
મુનિ મહારાજશ્રી લલિતવિજયજી મહારાજશ્રીએ ટંકાર કરી પાટણ નિવાસીએને જણાવ્યું હતું કે “ ચારૂપ પ્રકરણને લીધે પાટણમાં જે થાડુંઘણું મનદુઃખ દેખાય છે તેના ઉકેલ લાવવા પ્રયત્નશીલ થવું જોઈ એ. આ દુષ્કાળ કુંડમાં પાટણના સર્વ કામના મહેન ભાઇઓએ યથાશકિત ફાળો આપવા જોઈએ. પાટણનું નામ ગુજરાતના ઇતિહાસમાં જેવું સુપ્રસિદ્ધ છે, તેની કીતિ પણ તેવી જ ટકાવી
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૯૮
યુગવીર આચાર્ય રાખવી જોઈએ ?
પાટણથી વિહાર કરી ચારૂપ પધારતાં ત્યાં ૩૦૦ થી ૪૦૦ બહેન ભાઈઓ આપની સાથે આવ્યાં. ચારૂપને માટે એક ઉત્તમ સિંહાસનની જરૂર હતી. મહારાજશ્રીન ઉપદેશથી ત્યાંજ રૂપીઆ ૪૦૦) થઈ ગયા.
ચારૂપથી વિહાર કરી મેત્રાણુ પધાર્યા. મેત્રાણામાં પાલણપુર શ્રીસંઘના આગેવાને ફરી વિનંતિ માટે આવ્યા.
જગાણામાં આવતાં ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજીના કાલધર્મ પામ્યાના સમાચાર મળવાથી શેકસભા થઈ અને પાલણપુરના શ્રી સંઘ તરફથી પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી.
માગશર વદી ૧૦ ના દિવસે પાલણપુરમાં પ્રવેશ કર્યો. શ્રીસંઘે ઉત્સાહપૂર્વક આપનું સ્વાગત કર્યું.
પાલણપુરમાં ત્રણ પ્રસિદ્ધ આચાર્ય પ્રવરની મૂર્તિ એની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી, જગદ્ ગુરુશ્રી હીરવિજયસૂરીજી તથા આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી.
મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં જૈન સમાજ,જૈન શિક્ષણ અને જૈન સંસ્થાઓ વિષે ઉપદેશ આપે. પાલણપુર જેવા શહેરમાં એક જૈન છાત્રાલયની આવશ્યકતા ઉપર ખૂબ વિવેચન કર્યું. આ ઉપરથી “શ્રી પાલણપુર જેન વિદ્યાલય” માટે સારુ ફંડ થયું. આજે તે એ સંસ્થા ઠીકઠીક પ્રગતિ સાધી રહી છે. એકાદ વર્ષમાં તે તે સંસ્થા પિતાને રજતમહોત્સવ ઉજવશે.
Page #441
--------------------------------------------------------------------------
________________
ધર્મ પ્રચારકને પુકાર
પાલણપુરથી તારંગાઇ, કુંભારીયાજી, આબુ, અચલગઢ બામણવાડા, થઈ પીંડવાડા પધાર્યા. પીંડવાડામાં કેટલાક વર્ષોથી શ્રાવકોમાં આપસ આપસમાં કલેશ ચાલતું હતું, મહારાજશ્રીએ તે જાણ્યું અને આગેવાનોને બેલાવી તે વિષે ચર્ચા કરી. વરસેનું મને માલિન્ય આપના ઉપદેશરૂપી અમૃતજળથી ધોવાઈ ગયું. અહીંથી નાણાબેડાને રસ્તે થઈ રાતા મહાવીરની અપૂર્વ યાત્રા કરવા માટે નિર્ણય કર્યો.
Page #442
--------------------------------------------------------------------------
________________
કર્મની પ્રબળતા [ ૪૨ ]
(ત્રિના છેલ્લે પ્રહર ચાલતા હતા. ગામના લોકે સીડી ઊંઘ લેતા હતા. કોઈ કોઈ વખત કૂતરાંના રડવાને અવાજ આવતા હતા. વચ્ચે વચ્ચે ચેકીઆતાના હાકોટ: સંભળાતા હતા. અંધકારના કાળાં ધામાંમાં એક વડલા
નીચે પાંચ છ માણસા ધીમેધીમે વાત કરતા હતા. નાયકે ઉભા થઈને બધાને પેાતાની પાછળ આવવા ઇશારા ક અને મયા ચાલવા લાગ્યા.
ઃઃ
27
આ નાળા નીચે ધામા નાખાને ! નાયક જેવા દેખાતા એક માણસે બધાને ઊભા રાખી નાળા નીચે સ'તાઈ જવા સૂચના કરી.
“ કાઈ બીજે રસ્તે તે જાન નહિ જાયને ?” બીજાએ શકા અતાથી.
''
ના, ના, જાનને આવવાના આજ રસ્તા છે. પાકે પાયે ખખર છે.” ત્રીજાએ જવાબ આપ્યા.
Page #443
--------------------------------------------------------------------------
________________
ફની પ્રબળતા
66
બંદૂક તા ભરેલી છે કે ” એકે પૂછ્યું.
તૈયાર—બધું તૈયાર છે. ” બીજાએ તૈયારી બતાવી.
'
જાન સાથે વળાવીઆ હશે હા, માટે પહેલાં તેનેજ લેજો ઝપાટામાં ” ત્રીજાએ સૂચના કરી.
''
ઃઃ
આજ તે ઘણા દિવસની દાઝ કાઢવી છે. હમણાં તે! આવું મેટું ખાજ મળ્યુ જ નથી. ઘરેણાં ને કપડાં જે કાંઈ મળે તે બધું પડાવી લેવુ' છે. ” નાયકે ચેાજના અતાવી.
૪૦૧
66
એલા, ઉપર થઈને જોતા ખરા, ગાડાં દેખાય છે? સવાર તે થવા આવ્યું. હવે તે અહુ વાર થઈ.” એકે તપાસ કરવા જણાવ્યું.
“ ગાડાં તે નથી પણ કાઇ પાંચ છ માણસે આવતા દેખાય છે. ”
"L
જાનના જ માણસે હશે. ખબરદાર, આગળ વળાવીઆ હશે. પાછળ જાનનાં ગાડાં આવતાં હશે. જોજો હા, ખરાખર દમ મારો, ખંક ભરી રાખો. બધું પડાવી જ લેવુ છે. ”.
“ અરે તારું ભલું થાય! આ તા કાઈ ખાવા જેવા લાગે છે. જાન કાં રહી? ”
“ હુવે તે કાંસુધી બેસી રહેવું ? લૂંટા જે હાય તે, મળ્યું તે ખરું, ભેગ એના.’’
અને પડકારા થયા.
૨૬
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૦૨
યુગવીર આચાય
“ ખડે રહેા. જે કાંઈ પાસે હોય તે છેાડી ઢા, નહિ પડશે. ” અધાએ આગન્તુકાને ઘેરી
તે મારપીટ કરવી લઈ પડકાર કર્યાં.
“ અરે ભાઈ! અમે સાધુ છીએ. અમારી પાસે કાંઈ નથી. ”
“ કાંઈ નથી શું, જે હોય તે મૂકી દો. જાનની રાહ જોઈ ને થાકી ગયા.
""
46
પણ અમારી પાસે તે આ પહેરેલાં કપડાં~ હાથમાં રહેલાં લાકડાના વાસણ અને ખભા પરનાં પુસ્તકા સિવાય કશું નથી. ’
“ અરે પેલી ગાડીમાં રૂપીઆ હશે રૂપીઆ. “ અમે સાધુએ રૂપીઆ પૈસા ન રાખીએ. ’’ “ ભલે જે હાય તે ચૂપચાપ આપી દે. ’’
""
tr
તું કેમ ઉંચાનીચા થાય છે. તલવાર મ્યાનમાં રાખજે હા નહિ તે ખાર વાગી જશે. ” આ બધું જોઈને સાથેના સિપાઈને ગુસ્સે થયેલા જોઈ લૂટારાઓએ મીક અતાવી.
66
આ સાધુ-મહાત્માઓનું તમે નામ પણ કેમ લઈ શકે ? ” સિપાઇએ તલવાર કાઢીને સંભળાવી દીધું. એમ, ઉભા રહે તું તે લેતા જા. સિપાઇ પર જોરથી છરાના ઘા કર્યાં. સિપાઈ બેભાન થઇ નીચે પડયે,
77
ઃઃ
“ ચાલે હવે જલ્દી કરો. બધું મૂકી દેશે, ''
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૦૩
કર્મની પ્રબળતા
“તમારે જે જોઈએ તે તમે લઈ જાઓ. નકામા અમને હેરાન શા માટે કરે છે ? સાધુઓને લૂંટવાથી ભગવાન રાજી નહિ થાય.” આપણા ચરિત્રનાયકે પરિસ્થિતિ વિચારી લીધી. અને એક પછી એક બધું આપી દીધું.
એલા આ તે અમારા ભગવાન છે.” એક સાધુ મહારાજે સ્થાપનાચાર્ય નીચે મૂકતાં કહ્યું.
આવા તે ભગવાન હોય ! એ તે કઈ કીંમતી ચીજ છે.”
“ભલા માણસ બે કપડાના ટુકડા તો આ પિથીઓ બાંધવા આપ ”
બે ટુકડા સિવાય બધું છોડી દયે. આ પોથીઓ લઈ જાઓ.”
“એય વાણીયા ! લાવ તારાં કપડાં, કેટલા રૂપીઆ છે? આપી દે, નહિ તે વગર મફતને માર ખાઈશ.” લક્ષમીચંદ નામના શ્રાવકને પણ લૂંટી લીધો.
ડાં પુસ્તકે, લાકડાના પાત્ર, બે સ્થાપનાચાર્ય સિવાય બધું લઈને લૂંટારા ચાલ્યા ગયા. જતાં જતાં બે મુનિરાજો તથા લક્ષ્મીચંદ હંસાજીને પણ ઈજા કરતા ગયા.
ચલે, હવે બનવાનું હતું તે બની ગયું. જેવી કર્મની પ્રબળતા, પિલા સિપાઈની જરા ખબર લઈએ. બિચારાને છરી વાગી છે અને બેભાન થઈ ગયા જણાય છે.” લૂંટારાને ગયા પછી આપણા ચરિત્રનાયકે રાજપૂત
Page #446
--------------------------------------------------------------------------
________________
४०४
યુગવીર આચાર્ય સિપાઈની પહેલી ખબર લીધી.
માધુસિંગ ! કેમ છે ભાઈ ! જરા આંખે ખેલીશ. પાણી પીવું છે?” આપણું ચરિત્રનાયકે સિપાઈની પાસે બેસીને તેને જખમ સાફ કર્યો.
“મહારાજ! આપે મને બચાવી લીધું. નહિ તે અહીં મારું કોણ છે?”
તું કઈ વાતે મૂંઝાઈશ નહિ. અમે બધા તારા જ છીએ. ”
આપ જીવદયાપ્રતિપાલક છે. સાક્ષાત્ દયામૂર્તિ છે. મારા જેવા સિપાઈની આપ મહાત્મા આલી સેવ કરે છે! ધન્ય છે આપની સાધુતાને.”
ભાઈ ! સમય પર કામ ન આવે તે મનુષ્ય જ નહિ. ત્યારે અમે તે સાધુઓ છીએ.”
અરે ! પણ હું અભાગી આપને લૂટારાના ત્રાસમાંથી બચાવી ન શકે.”
માધુસિંગ! એમાં તારો શે દેષ ! કમની ગતિ વિચિત્ર છે. તે કેઈને પણ નથી છેડતું. રાજા કે મહારાજ, સાધુ કે સંત, અમીર કે ગરીબ બધા જીવો કર્માધીન છે.” આપણા ચરિત્રનાયકે કર્મની પ્રબળતા દર્શાવી.
અને ડીવારે બધું મંડળ આગળ વધ્યું.
“અરે ! આ તે કેવા લેકે. આવી ઠંડીમાં ઉઘાડે શરીરે ચાલ્યા આવે છે.” બીજાપુરની બજારમાં આવતા મુનિરાજોને જોઈ આશ્ચર્ય પામતે એક શ્રાવક બો.
Page #447
--------------------------------------------------------------------------
________________
કર્મની પ્રબળતા
૪૦૫
“ શેઠ ઝવેરચંદજી! જીએ તે! આ કોઈ સાધુએ લાગે છે, પણ જૈન સાધુએ આવા વેશમાં તે। ન હોય. ’ બીજા શ્રાવકે શેઠ ઝવેરચંદજીને પૂછ્યું.
“ શાજી ! કહે। ન કહે! પણ એ જૈન સાધુએ જ છે. અરે આમને મેં કહી જોયા પણ છે. હા, હા, યાદ આવ્યું. આ તે પરમ કૃપાળુ મુનિ મહારાજશ્રી વલ્લુભવિજયજી જ છે. અરે આ શી દશા ! ” મુંબઈની ચદાજી ખુશાલચંદ્રજીની પેઢીવાળા શેઠ ઝવેરચંદજીએ આપણા ચરિત્રનાયકને ઓળખી કાઢયા.
ગુરુદેવ ! આ શી દશા ! અરે આપ દયાનિધાન ! અહી. આ સ્થિતિમાં ? ” શેઠ ઝવેરચંદ્ભજી ઢોડી આવ્યા ને ગુરુદેવના ચરણને સ્પર્શ કરતાં સજળ નેત્રે એટલી ઊઠયા. “ જેવું વિધિનું વિધાન, કર્મીની પ્રબળતા એવી જ ડાય છે. ઉપાશ્રયમાં ચાલે. ત્યાં બધી વાત કરીશું. “ ગુરુદેવ ! આ કપડાં આદિના ધર્મલાભ આપે. બીજી જરૂરી વસ્તુને ખપ હાય તા જણાવશે.”
29
(6
CC
' સાહેમ ! ગેાચરી માટે પધારો.”
ગામના શ્રાવકે આવી પહોંચ્યા. જરૂરી કપડાં આદિ આવી ગયાં. ગેાચરી થઇ. પરિશ્રમ ને પરસહુથી થાકેલા મુનિરાજોએ આરામ લીધે અને આગેવાના આવ્યા. કૃપાનિધાન ! આ પરિસહ શી રીતે આવ્યે.” શેઠ ઝવેરચંદજીએ પૂછ્યું.
“ વેડાથી રાતા મહાવીરની યાત્રા માટે નીકળ્યા.
66
Page #448
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય રસ્તામાં એક નાળા પાસે પાંચ છ લૂટારાએ અમને ઘેરી લીધા. રાજપૂત સિપાઈ સામે થયે તે તેને છરીથી ઘાયલ કર્યાં. સાથે શ્રાવક હતા તેને પણ લૂંટી લીધે. વાત તે એમ હતી કે લૂટારાએ કાઈ જાનની રાહ જોતા બેઠા હતા પણ જાન તે કાઈ ખીજે રસ્તે ચાલી ગ એટલે ખીજાએલા લૂટારાઓએ અમને પીડયા. અમે ઘણુંએ કહ્યું કે અમે સાધુએ છીએ પણ સાંભળે જ કાણુ ? ચાળપટ્ટા સિવાય બધું લઇ ગયા. થોડાં પુસ્તક, પાત્ર ને સ્થાપનાચાય રહેવા દીધાં. ” આપણા ચરિત્રનાયકે ટ્રકામાં પરિસહુની વાત કહી સભળાવી.
૪૦૬
ઃઃ
,,
આ ઠંડીમાં ભારે ત્રાસ થયેા હશે, સાહેબ ?
“ અરે ભાઈ, એ ત્રાસની શું વાત કરવી ! ઠંડી હવા ચાલતી હતી. શરદીની મેાસમ, પહેરવાને માટે માત્ર ચેળપટ્ટા, સિપાઈ ઘાયલ થયેલા તે બિચારે પણ માથામાં સખ્ત ઘા હોવા છતાં હિમ્મત કરીને અમારી સાથે ચાલ્યું. રસ્તા પણ કસાટી કરે તેવા. મહા મુશીખતે તમારા ગામમાં આવ્યા. ભાઈ ! અમારે તે એ લુટારૂઓને ઉપકાર જ માનવા રહ્યો. કેમકે એમના પ્રતાપે અમેને શીતપરિસહુ સહન કરવાની આ તક મળી. ”
મહારાજશ્રીએ થાડા સમય અહી સ્થિરતા કરી. મહારાજશ્રીના ઉપદેશથી લેાકેાધકાÖમાં પ્રવૃત્ત થયા. કેટલાક સમયથી અહી એ પક્ષ પડી ગયા હતા. ગેવાનાને ખેલાવી તેને સમજાવ્યા અને 'સંપ કરાવ્યે. જ્ઞાનપ્રચારની દૃષ્ટિએ એક પાઠશાળા સ્થાપન કરાવવામાં આવી.
Page #449
--------------------------------------------------------------------------
________________
ફની પ્રબળતા
મહારાજશ્રી સાથે જે રાજપૂત સિપાઈ હતા તેની બીજાપુરના શ્રીસ ંઘે બહુ સારી સારવાર કરી. તે સા થયે! એટલે ગુરુ મહારાજના આભાર માની પેાતાને ઘેર ગયા.
૪૦૩
આ સમાચાર વાયુવેગે શહેરેશહેર અને ગામેગામ પહોંચી ગયા. મહારાજશ્રીના ભકતા, પંજાબ વગેરેના શ્રીસàા તથા આગેવાને ના પત્રા અને તારા આવવા લાગ્યા. કેટલાક સદ્યાએ તે મહારાજા જોધપૂરને આ બાબતની
ચાક્કસ તપાસ કરવા તાર ઉપર તાર કર્યાં.
કલકત્તાથી શેઠ સુમેરમલજી સુરાણા આદિ, બીકાનેરથી શેઠ લખમીચંદજી કેાચર તથા નેમીચંદજી કાચર આદિ, પાલીથી શ્રી ચાંદમલજી છાજડ આર્દિ, પંજામ લુધિયાનાથી લાલા હુકમીચંદજી તથા બાબુ હુકમીચંદજી, અખાલાથી લાલા ગગારામજી, જામનગરથી શેઠ મેાતીચંદ હેમરાજ તેમજ વડાદરા, પાલણપુર, અજમેર, સેાજત, બ્યાવર, ગુજરાંવાલા, શિયારપુર, કસૂર, લાહોર આદિ ગામેાથી અને આખી ગોડવાડના બાવન ગામેાના ઘણા ગૃહસ્થા સુખશાતા પૂછવા આવી ગયા.
મહારાજા પ્રતાપસિહજી શહેરે શહેરના તારા જોઈ ને ચક્તિ થઈ ગયા. એક દિવસ તેમણે પેાતાના વિશ્વસ્ત માણસને પૂછ્યું.
દર
આ કેાણ પુરુષ છે. જેને માટે આટલા બધા તારી આવ્યા કરે છે. આખા હિંદુસ્તાનના લેાકેા ખળભળી ઊઠયા છે એનું શું કારણ ? ”
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૦૮
યુગવીર આચાર્ય
“ગરીબ પરવર ! જૈન લેકેના એ મહાન્ ધર્મગુરુ છે. ધર્માત્મા છે. તેમના લૂંટાવાથી ગામેગામના લોકોને બહુ આઘાત થયે છે.” હાથ જોડીને તે સાંભળેલી હકીકત કહી સંભળાવી.
સર પ્રતાપસિંહજીએ તેજ વખતે પોલીસ અફસરને હુકમ આપ્યો કે મહાત્માના લૂંટારાઓને પકડી લાવો અને તેઓને સખ્ત સજા કરે.
અનેક પ્રયત્ન પછી એક માણસ પકડાયે. પછી તે બીજા પણ પકડાયા અને તેઓને સખ્ત સજા કરવામાં આવી.
આ દુઃખદ ઘટના સાંભળી ગુરુભક્ત મુનિ મહારાજશ્રી લલિતવિજયજી તથા તેમના શિષ્ય મુનિશ્રી પ્રભાવિજયજી મોટામેટા વિહાર કરી ગુરુદેવની સેવામાં આવી પહોંચ્યા. ગુરુદેવની આ પરિસ્થિતિ સ્વયં ગુરુદેવના મુખે સાંભળીને ગુરુદેવના આવા પરિસહ માટે ઉદાસ થઈ ગયા.
યાદ આવે કલ્પસૂત્રને પ્રસંગ. ભગવાન મહાવીર સ્વામીને પરિસહ–ભગવાનની કરુણદષ્ટિ, ભગવાનની સમતા, પરિસહ સહન કરવાની શક્તિ અને ભગવાનના પરિસહને જાણીને સુખશાતા પૂછવા આવેલ ઈન્દ્રાદિ રાજા મહારાજા. સજળનેત્રે ગુરુદેવને ધન્યવાદ આપવા લાગ્યા.
સ્વામીજી ! આપનું નામ સાંભળી આવ્યો છું. આપના વચનામૃત સાંભળવાની ઇચ્છા છે.”
“સાહેબ! સેવાડી ને લુણાવ વચ્ચે એક નાનું રમ
Page #451
--------------------------------------------------------------------------
________________
કમની પ્રબળતા
४०४ ગર નામનું ગામ છે. તેને જાગીરદાર છે. ધર્મિષ્ઠ છે.” એક ગૃહસ્થ ઓળખાણ આપી.
જાગીરદારજી ! તમારી ભાવના પ્રશંસનીય છે. હું જરૂર તમારે ત્યાં થઈને જઈશ. બેઘડી ધર્મચર્ચા કરીશું પણ આ બધાની તમારે મહેમાનગતિ કરવી પડશેને?” મહારાજશ્રીએ વિનેદ કર્યો. - સ્વામીજી! એવાં મારાં ભાગ્ય કયાંથી! આપની કૃપાથી લીલાલહેર છે. આપનાં પગલાંથી મારું ઘર પાવન થશે.”
મહારાજશ્રી વિહાર કરીને રમગર પધાર્યા. સેવાડીથી કેટલાક ભાઈઓ સાથે હતા. લુણાવથી પણ કેટલાક ભાઈઓ મહારાજશ્રીને લેવા આવ્યા હતા. જાગીરદારજીએ તે મહારાજશ્રીનું ખૂબ સન્માન કર્યું. નદી કિનારે વિશાળ વડ નીચે બેઠકની વ્યવસ્થા કરી. ઝાડ નીચે આરામથી બેસી ગયા. મહારાજશ્રીએ જીવન સાફલ્ય અને જીવદયા વિષે અમૂલ્ય ઉપદેશ આપ્યો. જાગીરદારજીએ બધાના ખાનપાનની વ્યવસ્થા કરી અને જંગલમાં મંગળ કરી દીધું.
ગુરુ મહારાજને વિહારને સમય થયો ત્યારે જાગીરદારે ચરણમાં પ્રણામ કરી રજ માથે ચઢાવી અને પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. પોતે પણ વિહારમાં બધાની સાથે રહ્યા અને, “મારા આ જંગલ જેવા ગામમાં મહાત્માના પુણ્ય પ્રભાવથી આનંદ આનંદ છવાઈ રહ્યો. મારું જીવતર સુધરી ગયું.” આવા વિચાર કરતા કરતા ગુરુદેવની વિદાય જોઈ રહ્યા.
Page #452
--------------------------------------------------------------------------
________________
=
મભૂમિને ઉદ્ધાર
[૪૩]
જ દેવ! અમે બીજાપુરથી આપની સાથે છીએ. અમારી વિનતિ માને અને સાદડીમાં ચોમાસા માટે નિર્ણય આપ.” સાદડીના ગૃહસ્થોએ પ્રાર્થના કરી.
“મારે જવું છે પંજાબ અને ચોમાસું અહીં કરું તે પછી પંજાબ ક્યારે પહોંચાય !”
સાહેબ ! આપ મભૂમિની દશા તે જરા જુએ. ચારે તરફ અજ્ઞાનરૂપી અંધકાર ફેલાયેલ છે. વહેમ અને રૂઢીના જાળાં લાગેલાં છે. દ્રવ્યનો દુરુપયોગ થઈ રહ્યો છે. ધર્મશ્રદ્ધા પણ ડગતી જાય છે. આપ જેવા ધર્મનાયકનાં પગલાં થયાં છે તો અમારે ઉદ્ધાર કરો.”
તમારી વાત બરાબર છે. પણ શું થઈ શકે !”
દયાળુ ! એમ કેમ કહે છે ! આપ ડે વખત સ્થિરતા કરો. અને મરૂભૂમિના બેપાંચ શહેરોમાં આપની અમૃત વાણી વરસાવે. પછી આપ જોઈ શકશો કે અમારા
Page #453
--------------------------------------------------------------------------
________________
મરુભૂમિને ઉદ્ધાર
૪૧૧
મરુભૂમિના પુત્રે પણ દ્રવ્યના ઉપયોગમાં કાઈથી પાછા પડે તેવા નથી.
,,
“ કૃપાનિધાન ! જ્યારે આ ભાઈ આ આટલે બધે આગ્રહ કરે છે તે તેમની વિનતિ પર વિચાર કરવા જોઇએ.” શ્રી લલિતવિજયજીએ પ્રાથના કરી.
· જવાબદારીનાં કામેા પણ સંભાળવાના છે ને !” આપી લલિતવિજયજી મને આપણા
ટ્રક
ચરિત્રનાયકે સમજાવી દીધા.
શ્રી લલિતવિજયજી મ॰ની ભાવના હતી કે મરુભૂમિને ઉદ્ધાર થાય તે કેવું સારું ! મારવાડ દેશ બધા દેશેા કરતાં બહુ જ પાછળ છે. વિદ્યામાં તે શૂન્ય સમજી લ્યે. વહેમે પણ એટલા બધા કે ન પૂછે! વાત. પણ ગુરુદેવની પંજાબ જવાની ઉત્કટ ઇચ્છાથી તે વિશેષ ન કહી શકયા. આપણા ચરિત્રનાયકે પણ સમજી લીધું કે જો શ્રી લલિતવિજયજી સાથે હશે ને! કદાચ બધાને રોકાઈ જવું પડશે. તેથી તેમને ખાલીથી પાંચ સાધુઓની સાથે પાલી માકલી આપ્યા. પન્યાસ સાહનવિજયજી, સમુદ્રવિજયજી આદિ સાધુએ તે ઉદયપુર ચેાસારું કરી પાલીથી બીકાનેર તરફ આગળ વધી ચુકયા હતા પણ વિજાપુરવાળી ઘટના સાંભળી પાછા પાલી આવી ગયા. અને શ્રી લલિતવિજયજી આદિ એમને મળ્યા પણ ભાવીભાવ તા મિથ્યા નથી થતું તેમ આપણા ચરિત્રનાયકને મરૂભૂમિમાં રહેવું પડયું. એટલું જ નહિ પણ શ્રી લલિતવિજયજી, ૫' સાહનવિજયજી આદિ મુનિરાજોને પાછા ખેલાવી લેવા પડયા અને મરુભૂમિના ઉદ્ધારના
જવામ
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૧ર
યુગવી૨ આચાર્ય
કાર્યનું મંગળ મુહૂત પણ થયું.
“દયાળુ ! આપ અમારી વિનતિને માન આપી એક દિવસ માટે પણ અહીં પધાર્યા છે એ અમારાં ધનભાગ્ય. પણ અમારી લાંબા સમયની પ્યાસ એક દિવસમાં કેમ છીપે? કૃપા કરી માસાની અમારી વિનંતિ માન્ય રાખે. મરૂભૂમિ પર મહાન ઉપકાર થશે.” સાદડીના આગેવાને અત્યંત આગ્રહ જોઈ એક દિવસ માટે આવેલ ગુરુમહારાજને શ્રાવકે એ વિનંતિ કરી.
મહાનુભાવો ! તમારી વિનંતિ હું માન્ય રાખત. પણ બીકાનેરને માટે વરસેથી શેઠ સુમેરમલજી સુરાણા આગ્રહ કરે છે. ત્યાં કાંઈક વિશેષ કાર્ય પણ થવાની આશા છે. પછી પંજાબ પણ જવું છે. પંજાબને શ્રીસંઘ બરાબર પાંચ વર્ષથી વિનંતિ કરી રહ્યો છે. દરેક ચાતુર્માસમાં પંજાબ શ્રીસંઘના જુદા જુદા ગામના આગેવાને આવતા રહે છે. હવે તે જલદી જવું જોઈએ.” આપણા ચરિત્રનાયકે સ્પષ્ટતા કરી.
ગુરુવર્ય! માફ કરશે. અમે તે જાડી બુદ્ધિના કહેવાઈએ, શું પંજાબ અને બીકાનેરના શ્રાવકે જ આપને વિશેષ પ્રિય છે? અમારી ગણના શ્રાવકમાં છે જ નહિ શું? અમને અમારા ધર્મને અને ગુરુઓને પ્રેમ નહિ હોય.” આગેવાનેએ મનના ભાવ વ્યક્ત કર્યા.
ભાગ્યશાળીઓ ! તમારે આ આગ્રહ જ બતાવે છે કે, તમારે શ્રીસંઘ દેવગુરુને અત્યંત ભક્ત છે. તેમ છતાં
Page #455
--------------------------------------------------------------------------
________________
મરુભૂમિને ઉદ્ધાર
મારે કહ્યા સિવાય નથી ચાલતું કે તમારી ભૂમિમાં અજ્ઞાનભરેલું છે. તમે જ્ઞાનપ્રચાર માટે પ્રયત્નશીલ નથી. પંજાખના શ્રાવકે જ્ઞાનપ્રચારના ભારે પરિશ્રમ કરે છે. ખીકાનેરમાં તે માટે પ્રખધ થવાની તૈયારી છે. તેથી તે ત્યાં જવાની ઈચ્છા છે. મને તે! તમારી ભક્તિથી વિદ્યાપ્રચાર વધારે પ્રિય છે. તમે પણ વિદ્યાપ્રચારને માટે પરિશ્રમ કરતા હૈ તે ચેામાસું અહીં પણુ કરવા તૈયાર છું. મારે માટે તે બધા સ્થાન અને બધાં શ્રાવકે સમાન છે. માત્ર થવે જોઇએ ધમ–જ્ઞાનના ઉદ્યાત. મભૂમિના ઉદ્ધાર જ્ઞાનપ્રચારમાં છે. છે તમારી હિંમત ? ” મહારાજશ્રીએ પેાતાના હૃદયની જ્ઞાનપ્રચારની ઉત્કટ ઈચ્છા જણાવી.
૪૧૩
“ સાહેબ ! અમારા દેશના—અમારા બાળકોના— અમારા સંઘનેા અને અમારા મારવાડ—ગાડવાડના ઉદ્ધાર થતા હાય તે આપની આજ્ઞા પાળવા માટે અમે તૈયાર છીએ. બતાવે અમે શું કરીએ ? ” આગેવાન એ
મીડું ઝડપ્યું.
“ ગેાડવાડમાં એક વિદ્યાલય સ્થાપિત કરેા. ગેાડવાડની આસપાસના ગામેામાં તેની શાખારૂપી પાઠશાળા ખાલે. અને તેમાં તમારાં ખાળકોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરો. જુએ તે ખરા ! પાંચ દસ વર્ષમાં મરુભૂમિમાં સેંકડા બાળકો અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ મેળવી તમારાં કુટુબેની ઉન્નતિ સાધનારા થશે. જ્ઞાનને પ્રકાશ આવ્યા એટલે રૂઢી, વહેમ અને અજ્ઞાનના નાશ થશે.” 4 ગુરુવર્ય ! આપની સૂચના અમને ગમી છે. આજ્ઞા
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૧૪
યુગવીર આચાય
હેય તે અમે અંદર અંદર સલાહ કરીને આપને જણાવીએ. આપ કૃપાનિધાન પધાર્યા છે. જે ગેડવાડના ભાગ્ય હશે તે જરૂર કાંઈક અમલી કાર્ય થશે જ. ” આગેવાનોએ મહારાજશ્રીની સૂચના પર વિચાર કરવા છેડે સમય માગે.
જરૂર, તમે બધા મળીને વિચાર કરો. આગેવાને કઈ બાકી હોય તે બોલાવી લ્યો અને શું થઈ શકશે તે જણાવો. કેઈ સારું કાર્ય થતું હોય તે હું પણ રાજી થઈશ.”
આગેવાને નીચે આવ્યા. બેપાંચ બાકી રહેલા આગેવાનને પણ બેલાવી લીધા. ગુરુમહારાજનું આગમન, ગેડવાડના ઉદ્ધારની અને ખાસ કરીને જ્ઞાનપ્રચારની ગુરુમહારાજની ભાવના, વગેરે પર ખૂબ વિચારો થયા. બધાના મનમાં મહારાજશ્રીની યેજના ઉતરી અને ત્યાં ને ત્યાં ફંડની શરૂઆત થઈ ગઈ. વાત વાતમાં તો રૂપીઆ સાઠ હજાર ભરાઈ ગયા. બધા આગેવાનોને ઉત્સાહ આથી વચ્ચે અને મહારાજશ્રીની પાસે આવ્યા.
તરણતારણ! આપ તે અમારા સાચા ઉદ્ધારક છે, અમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે આપની વાણીમાં આ ચમત્કાર હશે અને અમારા બધાંનાં હૃદય ઉદાર થઈ જશે. પણ ગુરુદેવ ! ખરેખર આ તે આશ્ચર્ય થયું. થોડા જ સમયમાં અમે રૂ. ૬૦૦૦૦) નું ફંડ કયું છે અને એ તો શરૂઆત છે. આપની કૃપાથી લાખ રૂપીઆ તો અહીંથી જ થઈ જશે. આસપાસના ગામમાં પ્રયત્ન કરવામાં
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૧૫
મભૂમિને ઉદ્ધાર આવે તે બીજા એક લાખ થઈ જાય. ગુરુવર્ય! હવે અમારી પ્રાર્થના સ્વીકારો. ચાતુર્માસ માટે અનુમતિ આપો.” આગેવાનેએ ભાવપૂર્વક પ્રાર્થના કરી.
ભાગ્યશાળીઓ ! તમારા પૂર્વજોની ઉદારતા અને ઘર્મશ્રદ્ધાનું આ પરિણામ છે. જાણે છે કે તમારાજ પૂર્વ પુરુષોએ લાખે ને કરડે ધમઉત માટે ખર્ચા છે. તમે તેના જ સુપુત્ર છે. ધર્મકાર્યની જેમજ જ્ઞાનપ્રચારનું કાર્ય પણ મહત્ત્વનું છે. તમારી ભક્તિને ધન્ય છે. હવે તે ચોમાસું કર્યા સિવાય જવાય નહિ. શ્રીસંઘના આગ્રહને માન આપવું એ મારી ફરજ છે.”
આગેવાન અને બીજા શ્રાવકો મહારાજશ્રીની અનુમતિથી આનંદથી નાચી ઉઠયા. “કેશરિયાનાથની જય.”
જૈન ધર્મની જય, ” “ ગુરુમહારાજની જય.” “વલ્લભવિજયજી મહારાજની જય” ના જયનાદ થવા લાગ્યા. આનંદ આનંદ છવાઈ રહ્યા. સાદડીના બચ્ચા બચ્ચામાં ડર્ષની લહેર લહેરાણું.
શ્રી લલિતવિજયજી આદિને તે પાલી મોકલી દીધા ડતા કે રખેને શ્રી લલિતવિજયજી ગોડવાડના ભેળાભલા
કેની પ્રાર્થનાથી ભેળવાઈ જઈ ચોમાસા માટે આગ્રહ કરે અને પિતાને શેકાઈ જવું પડે. પણ બન્યું ઉલટું, પિતે જ્ઞાનપ્રચારની ચેજના રજૂ કરી અને સાદડીના ભાઈઓને ઉત્સાહ જોઈ પ્રસન્ન થઈને સાદડીમાં ચોમાસું કરવા સમંતિ આપી અને પંન્યાસ સેહનવિજયજી અને શ્રી લલિતવિજયજી આદિને પાછા સાદડી બોલાવી લીધા.
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૧૩
તે પ્રસંગે લખેલ પત્ર જાણવા જેવે છે.
..............સાદડીના શ્રીસંઘે મારવાડના અજ્ઞાન— અંધકાર દૂર કરવાનું ખીડુ' ઉઠાવ્યુ છે. એક લાખની રકમ સાદડીમાં થઈ જશે. સાઠ હજાર તે લખાઈ ગયા છે. કદાચ લાખથી પણ વધારે રકમ થઈ જાય તે! આશ્ચય નહિ. સાથે સાથે અહીના પચેાના આગેવાનાએ વચન આપ્યું છે કે તેઓ ગોડવાડના ગામામાં આપણી સાથે ચાલશે અને ક્રૂડની વૃદ્ધિ માટે પ્રયત્ન કરશે. તેઓને તે પાંચ લાખ રૂપીઆની આશા છે. અને પ્રયત્ન પૂરેપૂરે કરવામાં આવે તે આંકડા દસ લાખે પણ પહોંચે. આ જાતના સંઘના ઉત્સાહ જોઈ ને મે' ચાતુર્માસ માટે સંમતિ આપી છે. હવે તમે આગળ ન જશેા, થાડેા સમય ત્યાંના શ્રીસદ્યને ધર્મોપદેશ સ'ભળાવી વિહાર કરાને તમે બધા અહી આવી જશે. અહીં સુખશાતા છે. ત્યાં બધા સુખશાતામાં હશે. ’
યુગવીર આચાય
ખીકાનેર શ્રીસંઘને પૂર્ણ આશા હતી કે મહારાજશ્રીનું ચાતુર્માસ અહી જ થશે પણ સાદડીના ચામાસાની વાત સાંભળી ત્યારે ભારે દુ:ખ થયું. શ્રીસ`ઘ કયારથી ગુરુમહારાજના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ત્ય તે આ સમાચાર આવ્યા અને આશા નિરાશામાં પલટાઈ ગઈ. શેઠે સુમેરમલજી પેાતાના વૃદ્ધ પિતા અને બીજ દસબાર આગેવાના સાથે બીકાનેરમાં જ ચાતુર્માસ કરાધવાની સાગ્રહ વિનંતિ કરવા આવી પહોંચ્યા.
ગુરુદેવ ! બીકાનેરના આબાલ વૃદ્ધ આપ કૃપ.
26
Page #459
--------------------------------------------------------------------------
________________
પંજાબ શ્રી સંધ તથા આત્માન દ જૈન ગુરૂકુળ
સાદ ડી : ૧૯૮૮
Page #460
--------------------------------------------------------------------------
________________
જડીયાલાગુરૂ (પંજાખ) પ્રવેશ-માંગલિક સમય
૧૯૯૬
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૧૭
મભૂમિને ઉદ્ધાર જુની રાહ જોઈ રહ્યા છે. જ્યારે આપ પધારો અને આપના દર્શન કરી પાવન થઈએ. આપ તે અહીં જ રોકાઈ ગયા. હવે શું થાય ! આપે તે અમને આશામાં જ રાખ્યા.” શેઠ સુમેરમલજીએ દુઃખ વ્યક્ત કર્યું.
“સુરાણાજી! તમારી પ્રાર્થના તે મારા હૃદયમાં છે. હું તે ત્યાં જ આવતા હતા. જુઓને શ્રી લલિતવિજયજીને તે રવાના પણ કર્યા.”
તે પછી પાછળથી શું થયું?”
સાદડીના શ્રીસંઘને આગ્રહ તે હતે જ પણ મારી ઇચ્છા તે બીકાનેરની હતી. ત્યાં જ્ઞાનપ્રચાર માટે પ્રયત્ન પણ થતા સાંભળ્યું હતું.”
સાહેબ ! તે માટે તે અમે બધા તૈયાર છીએ. આપ હુકમ કરે તે અહીં જ અમે તે કામ માટે વચન આપીએ. પણ આપ ત્યાં પધારે તે આપની સુધાભરી દેશનાથી હજારોને બદલે લાખો થવા સંભાવના છે.” સુરાણાજીએ ખુલાસો કર્યો.
તમારો પ્રેમ અને ભકિતભાવ હું જાણું છું. તમે ધારો તે કરી શકશે. પણ હવે તમે જોઈ શકે છે કે મભૂમિમાં પણ જ્ઞાન–પ્રચારની એટલી જ બલકે વિશેષ આવશ્યકતા છે. બીકાનેરમાં તે હજી જ્ઞાન–પ્રચાર ઠીક ઠીક છે અને વિશેષ થશે. શ્રીસંઘે એક જ દિવસમાં સાદડીમાંથી સાઠ હજાર એકઠા કર્યા છે, પ્રયત્ન ચાલુ છે; તો તમે જરા ધીરજ રાખે. હું અહીંથી વિનાવિલંબે ત્યાં જ આવીશ.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી.
૧૭.
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૧૮
યુગવીર આચાય ગુરુદેવ! હવે તે શું થઈ શકે ? પણ ખરેખર આથી મારી અનેક શુભ આકાંક્ષાઓના કિલ્લા તૂટી પડયા. આપના આગમનથી અમારામાં નવી જાગૃતિ આવત. હું કલકત્તાથી ફૂરસદ મેળવીને આપને માટે જ આવી ગયે હતું, પણ આપે જે કાર્ય ઉપાડયું છે તે પણ સમાજઉદ્ધારનું કાર્ય છે, તેમ તો કહેવું જ પડશે.” હાથ જોડીને સુરાણાજીએ પોતાના ભાવે રજૂ કર્યા.
શેઠજી! તમે તે સમજદાર છો. જ્યાં ધર્મને વિશેષ ઉદ્યત થાય ત્યાં સ્થિરતા કરવી એ મારું કર્તવ્ય છે. મારા જીવનથી ધર્મ અને જ્ઞાનપ્રચારની જેટલી સેવા થાય તેટલું હું મારા જીવનને સફળ માનું છું. ક્ષેત્રસ્પશના હશે તે આવતું ચેમાસું બીકાનેરમાં જ થશે.”
સાદડીથી વિદ્યાવિયજી, સમુદ્રવિજયજી આદિ સાધુઓ અને કેટલાક આગેવાનોને લઈને આપે વૈશાખ સુદી ૨ સં. ૧૯૭૫ ના દિવસે વિહાર શરૂ કર્યો. ગ્રીષ્મ ઋતુ, મારવાડના તપેલા ધૂળ માટીથી ભરેલા રસ્તા, લાંબા લાંબા કે, દૂર સુધી ગામ ન મળે, વનસ્પતિની ઠંડક તે દૂર રહી પણ છાંયે નામે મળે નહિ. પણ ગડવાડના ઉદ્ધારને માટે ઘાણેરાવ આદિ ગામમાં વિચરતા, લોકેને ધર્મામૃત પીવરાવતા ગોડવાડ મહાવિદ્યાલયને માટે ફંડ કરવા ઉપદેશ આપતા આપતા જેઠ સુદી એકમના દિને પીવાણદી પધાર્યા.
ફંડ માટે પ્રયત્ન કર્યો. આગેવાનોને બોલાવી ઉપદેશ આગે પણ માત્ર બેજ ગૃહસ્થ એ નામ લખાવ્યાં અને ફંડ અટકયું. મહારાજશ્રીએ તેનાં કારણ જાણવા પ્રયત્ન
Page #463
--------------------------------------------------------------------------
________________
મભૂમિને ઉદ્ધાર
૪૧૯ કર્યો અને સંઘમાં કેટલાક સમયથી ચાલતા કલેશને લીધે આ બધું થયાનું જાણી લીધું.
ભવ્યજનો ! આજ પરમ ઉપકારી ગુરુ મહારાજશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજની જયન્તીને પવિત્ર દિવસ છે. તમારા સાદડીના આગેવાને પણ આજે તમારે ત્યાં મહેમાન છે. અમારો વિચાર તે બીકાનેર ચાતુર્માસ કરી પંજાબ પહોંચી જવાને હતે પણ સાદડીના ભાઈઓને આગ્રહ અને ઉત્સાહ જોઈ હું રહી ગયે. ગેડવાડની સ્થિતિ તમે જાણો છો. જ્યારે બીજા પ્રાંત કેળવણમાં ખૂબખૂબ આગળ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે અહીં તે અમાવાસ્યાને અંધકાર દેખાય છે. તમારાં હજારો બાળક જ્ઞાનના પ્રકાશ વિના અંધકારમાં સબડે છે. જ્ઞાન વિના કેઈપણ પ્રજા, જાતિ કે દેશની ઉન્નતિ નથી જ નથી. અને વીતરાગ પરમાત્માને આ શાસનમાં કુસંપ શા ? તમને તે શોભે ખરું ? તમારા પૂર્વજોને યાદ કરે. કેટકેટલાં ધર્મકાર્યો લાખના ખર્ચ કર્યા છે. તેઓએ પ્રાણને ભેગે ધર્મની, દેશની. મંદિરની અને ભંડારોની રક્ષા કરી છે માટે તમે વિચાર કરો. કુસંપથી તે સંઘ છિન્નભિન્ન થઈ જાય અને પછી ધીમેધીમે આખા ગામની પડતી આવે. હું તે નિમિત્ત માત્ર છું, પણ અમારે સાધુને ધર્મ હું કેમ ચૂકું. આ કલેશની વાત સાંભળીને તે હું સમસમી રહ્યો છું. આજના પવિત્ર દિવસની યાદમાં બધા મળીને આનંદ-મંગળ ગાઓ.”
ઉપદેશની ભારે અસર થઈ. આગેવાને પીગળી ગયા.
Page #464
--------------------------------------------------------------------------
________________
४२०
યુગવીર આચાર્ય
હાથજોડી ગુરુમહારાજને કલેશનું સમાધાન કરવા પ્રાર્થના કરી અને આપ જે ફેંસલે આપે તે બધાને મંજુર છે તેમ પ્રતિજ્ઞાપત્ર ત્યાંજ લખી આપ્યું.
મહારાજશ્રીએ ગોચરી–પાણીની પરવા કર્યા વિના બધી માહિતી મેળવી લીધી. જરૂરી પૂરાવા એકઠા કરી શાંતિપૂર્વક વિચાર કરી ફેંસલે આપે. તે બહુ જ વિસ્તારથી લખેલ છે. તેને સાર માત્ર અત્રે આપવામાં આવે છે.
ફેંસલે
શ્રી વીરપરમાત્મને નમઃ સકળ શ્રીસંઘ મહાજન પીવાણદી નિવાસી યોગ્ય. વલ્લભવિજયની તરફથી ધર્મલાભપૂર્વક સૂચન કરવાની કે ક્ષેત્ર ફરસના વશ વિહાર કરતાં કરતાં જેઠ સુદી એકમે તમારા શહેરમાં આવવું થયું. પરિચયથી જાણ્યું કે તમારા શહેરમાં ઘણા સમયથી કુસંપ ચાલે છે. તેના કારણે શહેરમાં નાનામેટાં તડ પડી ગયાં છે. ઉપદેશદ્વારા કુસંપને શમાવી દેવા પ્રયત્ન થયો, અને તમારા હૃદયમાં સંપની ભાવના જાગૃત થઈ. તમે એક પ્રાર્થનાપત્ર લખી બધાના હસ્તાક્ષર કરી મને આપ્યું ને હું જે આજ્ઞા કરું તે મંજુર રાખવા તમે કબૂલ થયા. આ ઉપરથી મેટા તડના શા અનેપચંદજી ગુલાબજી, શા. ગુલાબચંદ મેતીજી, શા. મના વાળ, શા. અનેપચંદ પુનમજી, અને નાના ચાર તડેના શા, ખુમાજી ભાણાજી, શા. ફેજાજી ઉમાજી, શા. ભૂતાજી તલેકજી અને શા. ઈંદુજી ગુલાબજી કુલ આઠ ગૃહસ્થો નક્કી કરવામાં આવ્યા.
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૨૧
મસભૂમિને ઉદ્ધાર
આ બધા ભાઈઓને બોલાવી મૂળ મુદ્દાઓ જાણું લીધા તથા કયારે કયારે શું શું બન્યું તે પણ સમજી લીધું. મારે ફેંસલો મેં નિષ્પક્ષ દૃષ્ટિએ ઘડયો છે. જો તમે તેનું પાલન કરશે તે તમે–તમારો શ્રીસંઘ–બાળબચ્ચાં બધા સુખી થશે અને ધમની વૃદ્ધિ થશે.
આ ત્રીસ વર્ષના જૂના કલેશનું મૂળ કારણ ભાદરવા સુદી પંચમીને દિવસે પ્રતિવર્ષ શ્રી મંદિર પર ધજા ચઢાવવામાં આવે છે તેના ઉપર સાથિ કાઢવાને મુદ્દો છે. ચોવટિયા કહે છે કે પ્રથમ સાથિએ કાઢવાને હક ઘણું વખતથી અમારો છે. શહેરવાળા લોકો કહે છે કે જે ઘી આદિની બેલીથી ધજા ચઢાવે તેજ પહેલે સાથિએ કરે, પછી ચેવટીયા ખુશીથી કરે. પણ ચેવટિયાને સાથીઓ પહેલે થતું હોવાથી કેઈ બેલી બેલતું નથી અને મંદિરની આવકમાં હાનિ થાય છે. વાત બહુ મહત્વની નથી. પહેલે સાથિયે કર્યો તે શું અને પછી કર્યો તે શું ! પણ વાત મમત પર ચઢી ગઈ છે.
વાત વધી ગઈ. અદાલતમાં કામ ચાલ્યું. નીચેની અદાલતમાં ગામવાળાના હકમાં ફેંસલે થયે. ઉપલી અદાલતમાં ચોવટિયાના હકમાં ફેંસલો થયે. આમાંથી મનદુઃખ થયાં. તડ પડયાં અને વાત વધી પડી. અદાલતે તે ધર્મશાસ્ત્રની દષ્ટિએ વિચાર કર્યો જ નથી. - હું આ કલેશની શાંતિ માટે નીચે પ્રમાણે સૂચના
૧ મંદિરની આવકની દષ્ટિએ ચોવટિયાને સાથિએ
Page #466
--------------------------------------------------------------------------
________________
४२२
યુગવીર આચાર્ય બેલીવાળાના સાથિયા પછી થવો જરૂરી છે. શરત એ કે પાંચ રૂપિયાથી ઓછી બેલી ન થવી જોઈએ, નહિ તે ચેવટિયાને સાથિયે પહેલે થશે. આમાં મંદિરની આ વક પણ થશે અને અદાલતની આજ્ઞાનું પણ માન રહેશે ને સંઘમાં શાંતિ થશે.
૨ જ્યારે આખા શહેર સમસ્ત (સંઘ-સમસ્ત) ને ઉત્સવ હોય ત્યારે વટિયાને જ સાબલે રહે પણ કઈ એક વ્યક્તિને ઉત્સવ હોય તો તેને સાબેલ હવે જોઈએ. પિતાની ખુશીથી ચોવટિયા બીજે સાબેલે રાખે છે તેમાં કાંઈ હરકત જેવું નથી.
૩ કુડાલના લાડુ–લાણ આદિની વ્યવસ્થા કેઈન સ્થાન પર થવાને બદલે હવે પછી ધર્મશાળા આદિ પંચાયતના મકાનમાં કરવી.
૪ ભાંગને રિવાજ તે મનુષ્ય જીવનની દષ્ટિએ હાનિકારક હેવાથી ઉડાવી દેવામાં આવે છે. આવા બૂરા રિવાજેને તે જડમૂળથી ઉખેડી મૂકવા જોઈએ.
૫ મંદિરને ભંડાર એક સાથે જ રહે. જુદે જુદે કઈ પાસે ન રહે. તેની વ્યવસ્થાને માટે નીચેના ચાર ગૃહસ્થ પાસે ચાર કુંચીએ રહે.
૧ શા. કેસરીમલ નેમાજી ૨ શા. અને પચંદ ગુલાબજી ૩ શા, ગુલાબચંદ મતીજી ૪ શા. ચમનાજી પ્રતાપજી.
વિશેષ હંમેશના કામને માટે ૧૨ સભ્યો કાયમ કરવામાં આવે છે. આ એક એક ગૃહસ્થ એકએક મહિને દેખરેખ રાખવાની જવાબદારી લેશે. વરસ પૂરું થતાં બારે
Page #467
--------------------------------------------------------------------------
________________
મભૂમિને ઉદ્ધાર
કર૩ સભ્ય મળીને વર્ષભરને હિસાબ કરી સરવૈયું તપાસી પિતાના હસ્તાક્ષર કરશે.
રૂ. પ૦) સુધીને ખર્ચ સભ્ય કરી શકે. વિશેષ માટે બારેની સંમતિની જરૂર રહેશે.
૬ શા. ભૂતાજી તિલકજીને ત્યાં પડી રહેલી રકમ માટે તેમણે વ્યાજ સહિત રકમની કંઠી બનાવરાવીને ચઢાવી છે. તથા વધેલી રકમ ભંડારમાં આપી દીધી છે. પણ તે માટે તપાસ કરતાં સ્પષ્ટતા થતી નથી. તે ભૂતાજી તે બાબતની ખાત્રી કરાવી આપે તેમજ પાંચ આનાને બદલે છ આના વ્યાજ ગણી આપે અને શ્રી મંદિરજીમાં એક પૂજા ભણાવે.
૭ કિરણીયા ચામર બાબત મૂળ ગુન્હેગાર હાજર ન હોવાથી તેની પત્ની પાંચ રૂપીઆ રોકડા આપે અને એક પૂજા ભણાવે.
૮ સુશ્રાવક રામચંદ્રજીને શાંતિને માટે એક પૂજા ભણાવવા સૂચના કરું છું. કારણ કે તેમણે મુખી તરીકે ઘણે વખત કામ કર્યું છે, તેમાં કઈ કઈ વખત મનદુઃખ થયું હોય તો તેની શાંતિ આવશ્યક છે.
હસ્તાક્ષર મુનિ વલ્લભવિજય
સં. ૧૯૭૫ જેઠ સુદી ૯ શનિવાર, તા. ક–વ્યવસ્થાપકાની ચુંટણ ત્રણ વર્ષ માટે છે. શા. ઈદુજી ગુલાબજીવાળા તડની રકમ બાકી છે તે તુરત ભરીને રસીદ મેળવી છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
ખીવાણુદીથી વિહાર કરી પામાવા પધાર્યાં, અહીં પણ કલેશાગ્નિ જાજવલ્યમાન હતા. તેને શાંત કરવા આપે ભારે પરિશ્રમ સેન્યા. અહીંથી શિવગંજ આદિ ગામ અને શહેરામાં ઉપદેશ કરતા ખાલી ગામમાં પધાર્યા. માલીના શ્રીસંધે આપને વિનંતિ કરી કે આપશ્રી અહી ચાતુર્માસ કરવા કૃપા કરે। તા અમે ગેાડવાડ વિદ્યાલયને માટે એક લાખ રૂપીઆ કરી આપીએ. પણ આપ સાદડી માટે વચન આપી ચૂકવ્યા હતા તેથી ખાલી માટે તે મંજૂરી કેમ આપી શકાય ? પછી ખાલીના શ્રીસંઘે અન્ય મુનિરાજો માટે માલીમાં ચામાસા માટે આદેશ આપવા વિનંતિ કરી. આપે આપના શિષ્ય પં. શ્રી સાહનવિજયજી, મુનિમહારાજ શ્રી લલિતવિજયજી આદિ પાંચ મુનિરાજેને ખાલી માટે આજ્ઞા આપી અને આપે સાદડીમાં ચેામાસુ કર્યું.
૪૧૪
સાદડીમાં આનંદપૂર્ણાંક ચાતુર્માસ પસાર થવા લાગ્યું. સાદડી, ઘાણેરાવ, ખાલી, લાઠારા, પે।માવા આદિ ગામેામાં લગભગ અઠ્ઠી લાખ રૂપીયાથી વિશેષ ફંડ થયું. બાલીના પણ સાઠ હજાર લખાયા હતા, સાદડીના તેા લાખ ઉપર થઈ ગયા હતા.
સાદડીમાં આપના ઉપદેશથી ‘ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ”નું અધિવેશન થયુ. ચાતુર્માસ સમાપ્ત થયા પછી પાષ સુદી ૨, ૩ ને ૪ ના દિવસેામાં હોશિયારપુરનિવાસી નાહરગેાત્રીય આસવાલકુલભૂષણ લા. ગુજ્જરમલના પ્રપુત્ર લાલા દોલતરામજીના અધ્યક્ષપણા નીચે બહુજ આનંદપૂર્વક કોન્ફરન્સને ઉત્સવ થયા.
Page #469
--------------------------------------------------------------------------
________________
અભૂમિને ઉદ્ધાર
૪૨૫ આપણું ચરિત્રનાયકે કેન્ફરન્સના અધિવેશનમાં એક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં નીચે લખેલા વિષયો પર પ્રકાશ પાડયો હતો
૧ મારા વિચાર અને અધિકાર ૨ કેન્ફરન્સની આવશ્યકતા, ૩ શાન્તિની યેજના વિદ્યાની ખામી દૂરકરો પ કેલેજની આવશ્યક્તા ૬ ગુજરાતી ભાઈઓની આશા છોડી દેવી ૭ મહાજન ડાકૂ ન બને ૮ વીતરાગની દુકાનના સાચા મુનીમ ૯ કર્તવ્યપરાયણ થવું જોઈએ. ૧૦ આત્માજ પરમાત્મા છે ૧૧ એકતા અને ઉદારતાની આવશ્યકતા ૧૨ પાઠશાળા–વિદ્યાલય–કલેજથી ફાયદા.
કોન્ફરન્સના અધિવેશનમાં આપને ધન્યવાદ આપતે જે ઠરાવ સર્વ સમ્મતિથી પસાર થયું હતું તે નીચે આપવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજ મારવાડ ગેડવાડ પ્રાંતના ઉદ્ધારને માટે તે પ્રદેશમાં શિક્ષાને પ્રચાર કરવાને અત્યંત કઠિન પરિશ્રમ કરી રહ્યા છે. આ કાર્ય કેન્ફરન્સના મુખ્ય ઉદ્દેશને અમલમાં લાવનાર છે તેથી તેની સાથે કેન્ફરન્સ પૂર્ણ સહાનુભૂતિ બતાવે છે તેમજ મહારાજશ્રીને અંતઃકરણપૂર્વક ઉપકાર માને છે. તેમજ મુનિ મહારાજેને વિનંતિ કરે છે કે આ રીતે શિક્ષાનો પ્રશ્ન હાથમાં લે આવશ્યક છે.”
અહીં આપને આચાર્યપદ ગ્રહણ કરવા માટે ગામેગામના શ્રીસંઘેએ ઘણે આગ્રહ કર્યો પણ આપે કેપણ પદવી માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. બાલીમાં પં.
Page #470
--------------------------------------------------------------------------
________________
૪ર૬
યુગવીર આચાર્ય શ્રી સોહનવિજયજીની પાસે મુનિશ્રી લલિતવિજયજી, મુનિશ્રી ઉમંગવિજયજી અને મુનિશ્રી વિદ્યાવિજયજીએ ભગવતી સૂત્રનું ગદ્વહન કર્યું. તેઓને પંન્યાસપદવી આપવાની હતી તેથી સં. ૧૯૭૫ નું તેત્રીસમું ચેમાસુ સાદડીમાં સંપૂર્ણ કરી આપ બાલીમાં પધાર્યા. બાલીમાં અપૂર્વ સ્વાગત થયું.
અહીં કારતક વદી ૨ ના દિવસે બાલીનિવાસી શ્રી કપુરચંદજી તથા શ્રી ગુલાબચંદજી ઓસવાલને દીક્ષા આપી. બન્નેના નામ મુનિ દેવેન્દ્રવિજયજી અને મુનિ ઉપેન્દ્રવિજયજી રાખવામાં આવ્યાં. પહેલા શ્રી ઉમંગવિજયજીના અને બીજા શ્રી વિદ્યાવિજયજીના શિષ્ય થયા.
કારતક વદ ૫ ના દિવસે આપની અધ્યક્ષતામાં મુનિશ્રી લલિતવિજયજી, મુનિશ્રી ઉમંગવિજયજી, મુનિશ્રી વિદ્યાવિજયજી ત્રણે મુનિરાજેને ગણિ અને પંન્યાસપદ પંન્યાસજી શ્રી સોહનવિજયજી ગણિએ સમારેહપૂર્વક આપ્યાં. આ રીતે આપના પરિવારમાં ચારે પંજાબી મુનિરાજે પંન્યાસ બન્યા.
બોલીમાં ત્રણ ધડાઓ હોવાથી સાધાર્મિક વાત્સલ્ય બંધ થઈ ગયાં હતાં. પણ આ અવસરે આપણા ચરિત્ર નાયકના સદુપદેશથી ત્રણ સાધાર્મિક વાત્સલ્ય થયાં.
Page #471
--------------------------------------------------------------------------
________________
તીર્થીયાત્રા અને મધુ મિલન
[ ૪૪ ]
'
યાનિધિ ! હું શ્રી કેસરીયાજીના સંઘ કાઢવા ઈચ્છું છું. આપ કૃપા કરી સપરિવાર શિવગ જ પધારા તા મારી અભિલાષા પૂર્ણ થાય. ” શિવગંજના શેઠ ગામરાજ ફતેહચદે વદણા કરીને પ્રાથના કરી.
66
ગામરાજજી ! તીર્થયાત્રાએ તે
៩
બહુ જ ઉત્તમ કાય છે. મન તેનાથી પવિત્ર થાય છે. જગતના દુઃખા ભૂલાય છે. તીનું પવિત્ર વાતાવરણ મનને પવિત્ર બનાવે છે. અશુભ આસ્રવ રાકાય છે. નિર્જરા પણ થાય છે જેથી મેાક્ષમાર્ગ બહુજ સરળ થઈ જાય છે. પણ તમે જાણ્ણા છે હું આ સમયે તે ગેાડવાડથી બહાર નથી જઈ શકતા. ” આપણા ચરિત્રનાયકે તીથૅયાત્રાની મહત્તા બતાવી, પેાતે લીધેલા કામની જવાબદારીની દૃષ્ટિએ અહાર જવાની ના પાડી.
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૨૮
યુગવીર આચાર્ય
“પણ સાહેબ આપનું કાર્ય તે ચાલુ જ છેને, સંઘમાંથી આવ્યા પછી તે થઈ રહેશે. બીજું કાંઈ નથી પણ મારે મુંબઈ અને રંગુનમાં પેઢીઓ છે અને કપૂરને મોટે વેપાર છે. આ વર્ષે સારો લાભ છે એટલે સંઘને માટે અવસર છે. પછી તે મુંબઈ જવાનું થશે તે આ તીર્થયાત્રા રહી જશે.” શેઠ ગોમરાજજીએ પિતાની પરિસ્થિતિ જણાવી.
ભાગ્યશાળી ! હું જાણું છું કે તમે ગેડવાડના પ્રસિદ્ધ વેપારી છે. પણ ગેડવાડના વિદ્યાપ્રચારનું કાર્ય મારા હાથમાં છે, એટલે ગેડવાડમાં વ્યવસ્થિત રૂપમાં વિદ્યાપ્રચારના કાર્યને પ્રારંભ ન થાય ત્યાંસુધી આ પ્રાન્તને છોડીને જવાય શી રીતે ? ભવિષ્યમાં તે જ્ઞાની મહારાજે જે જોયું હશે તેજ થશે.” મહારાજશ્રીએ પિતાની મક્કમતા જણાવી.
ગુરુદેવઆપ કૃપા કરી મારી પ્રાર્થના સ્વીકારે. હું વિદ્યાપ્રચારના કાર્યમાં પણ મદદ કરીશ. દસ હજાર રૂપીઆ આ ફંડમાં આપીશ અને બીજાની પાસેથી પણ સારી રકમ અપાવીશ.”ગેમરાજજીએ અત્યંત આગ્રહ કર્યો.
“એને અર્થ તે એ થયો કે તમે દસ હજાર રૂપીઆ મને સંઘમાં લઈ જવાની ફી આપે છે, ખરુંને, એવી ફી લઈને હું આવવા તૈયાર નથી. મારી જવાબદારીનું મને ભાન છે. ”
“કૃપાનિધાન! એવું કાંઈ મારા મનમાં તે છે જ નહિ. ભૂલ થઈ હોય તે ક્ષમા કરે, પણ હું આપને સ્પષ્ટ
Page #473
--------------------------------------------------------------------------
________________
તીથયાત્રા અને મધુરુ મિલન
૪૨૯
નિવેદન કરું છું કે જો આપ નહિ પધારે તે હું સઘ કાઢવાનો નથી અને જ્યાંસુધી સઘ નહિ નીકળે ત્યાંસુધી મારે દૂધના ત્યાગ છે. ’” શેઠે ઉદાસ ચહેરે નમ્રતાથી પોતાના નિશ્ચય જણાવી દીધા.
શેઠજી ! તમે તે બાળકની જેમ રીસાઇ બેઠા. આવી પ્રતિજ્ઞા તે લેવાતી હશે. તમે વેપારમાં માહાશ છે તે તે જાણ્યું હતું પણ તમે ગુરુને મનાવી લેવામાં પણ ચતુર છે તે આજે જાણ્યું. ભક્તાધીન ભગવાન જેવા હિસાબ થયેા. હવે ના પણ શી રીતે પાડી શકાય. અહીં જરા કામને થાળે પાડીને સ`ઘમાં આવીશ. ” મહારાજશ્રીએ છેવટે હા પાડી. ગામરાજજી મહારાજશ્રીની સમતિથી આનંદ પામ્યા અને વહેલા વહેલા પધારવાની પ્રાથના કરી શિવગંજ ચાલ્યા ગયા.
• સારાં કાર્યોમાં સેા વિઘ્ન” એ પ્રસિદ્ધ કહેવત છે. સંસારમાં ઉચ્ચ કાર્ય કરનારના મામાં અનેક મુશ્કેલીએ આવે છે, કારણ કે તેજોદ્વેષી લેાકેા કુચક્ર રચે છે. પેાતે તે ઉચ્ચ કાર્ય નથી કરી શકતા પણ બીજાનાં કાર્યાં દેખી પણ નથી શકતા. તેમનાં હૃદયા મળી જાય છે. તે સમજે છે કે આ કાય થયુ. તે તેમની મહત્તા થશે, યશેાકીર્તિ ગવાશે અને આપણા કોઈ ભાવ નહિ પૂછે અને તેથી જ ઈર્ષ્યાભાવથી આવાં વિદ્યાપ્રચારના કાર્યમાં પણ અનેક રીતે વિઘ્ન નાખવાના પ્રયત્નો થયા. એટલુંજ નહિ પણ ગોડવાડમાં જે ઉત્સાહ જાગ્યા હતા તેમાં ખળભળાટ થઈ ગયા. આગેવાનામાં ભાગલા પડી ગયા. વિદ્યા
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૩૦
યુગવીર આચાર્ય
પ્રચારનું કાર્ય ળાઈ જવા લાગ્યું અને આખા પ્રાંતના ઉદ્ધારની યોજના તૂટુંતટું થઈ પડી. હજારો લાખના ફંડ કાગળ પર રહ્યા. વિનસંતોષીઓ આ પરિણામથી નાચી ઊઠવ્યા.
આ પરાક્રમનું કાર્ય–કેણે કેવી રીતે કયા ઉદ્દેશથી કર્યું તે સમાજ સારી રીતે જાણે છે. પણ આ વાતને ઉહાપોહ અહીં અસ્થાને છે. વર્ષો પહેલાની વાત યાદ કરવાનું ઉચિત નથી તેમ સમજી તે છોડી દેવામાં આવે છે.
તેષી લેકેએ સાદડીના શ્રાવકેને ભડકાવી દીધા અને કાર્યમાં શિથિલતા આવી ગઈ. આપણું ચરિત્રનાયકે આ જાણ્યું અને વિચાર્યું કે સમાજનું ભવિષ્ય હજી અંધકારપૂર્ણ છે. જેવા ભાવભાવ.
આપ સાદડીથી વિહાર કરી શિવગંજ પધાર્યા. અહી શેઠ ગોમરાજજીએ સંઘ માટે જરૂરી બધી તૈયારી કરી લીધી હતી પણ બહારગામથી સંઘ માં આવવાવાળાને છેડી ઢીલ થઈ અને મુહૂર્ત તો આવી ગયું તેથી મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે મંગળમુહૂતે શિવગંજમાંથી સંઘે પ્રસ્થાન કર્યું અને ચાર દિવસ સંઘવી સહિત આપ શિવગંજની બહાર બિરાજ્યા.
સંઘ પ્રસ્થાન કરીને શિવગંજની બહાર ધર્મશાળામાં આવી પહએ. આપણા ચરિત્રનાયકે તીર્થમહિમા અને તીર્થયાત્રાનું મહત્વ વ્યાખ્યાનમાં સંભળાવ્યું. એટલામાં શેઠજીના નામને તાર આવ્યું. વ્યાખ્યાન પૂરું થયું. સૌ
Page #475
--------------------------------------------------------------------------
________________
તીથ યાત્રા ચને મધુરૂ' મિલન
ભાઇએ—માઇએ જમવાને માટે ગયાં. શેઠ ગેમરાજી સીધા મહારાજશ્રી પાસે આવ્યા.
“ કેમ શેઠજી! તાર મુંબઇના છે કે રંગૂનને ? સમા? ચાર તે આનંદ—મંગળના છે ને ? ” હસતાં હસતાં મહારાજશ્રીએ તારના ભાવા` પૂછી લીધેા.
66
૪૭૧
ગુરુદયાળ ! તાર રગ્નના છે. વ્યાપારમાં બહુ જ સારો નફા મળ્યા છે. એ આપ દયાળુની કૃપાનું ફળ છે.” “ ગામરાજજી! ખરેખર આપણું સઘનુ` મ`ગળમુહૂ તે બહુ જ સુ ંદર થયું છે. આપણા સંઘ બહુ આનંદપૂર્વક તીથ યાત્રા કરશે અને જેમ સઘવીને લાભ થયેા છે તેમ જૈનસમાજને—ગાડવાડને લાભ જ લાભ થશે. ”
“ કૃપાળુ ! વ્યાખ્યાનમાં તાર મળતાં જ મેં તે નિણ ય કર્યો છે કે આ રકમ તે ધમકાર્યમાં જ ખરચવી. ”
(6
સુશ્રાવક ! ધન્ય છે, તમારી ભાવના ઉત્તમ છે, ધર્મની જડ તે। સદા હરીભરી છે. આ ક્ષેત્રમાં જેટલું વવાશે તેથી અનેકગણું મળશે. ”
ફાગણ સુદી છઠના દિવસે શેઠ ગામરાજજીને શિવગજમાં ચાલતી જૈન પાઠશાળા તરફથી સન્માનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસગે નગરના બધા શ્રીમંતજના તથા બીકાનેરનિવાસી શેઠ શ્રીચ'દજી સુરાણા અને તેમના પુત્રરત્ન શેઠ સુમેરમલજી સુરાણા પણ સપરિવાર હાજર હતા.
મહારાજશ્રીએ આ પ્રસંગ ઉપર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યુ. આપની આજ્ઞાથી પં. શ્રી લલિતવિજયજી મહા
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૩૨
યુગવીર આચાય
રાજે પણ સંઘવીના કતવ્ય ઉપર મને હર વ્યાખ્યાન આપ્યું, પન્યાસજીએ મરુભૂમિના ઉદ્ધારની આવશ્યકતા સમજાવી અને ગેાડવાડમાં જ્ઞાનપ્રચારને માટે ગુરુદેવ કેવા કેવા પરિશ્રમેા સહન કરી રહ્યા છે તેનુ હૃદયંગમ વર્ણન કરી બતાવ્યું.
આ વ્યાખ્યાનની સારી અસર થઈ. સઘવીજીએ · શ્રી આત્માનંદ જૈનવિદ્યાલય, ગાડવાડ ને દસ હજારની રકમ દેવાનું વચન આપ્યું તેમજ સંઘપતિ શ્રી ગામરાજજીએ ચાવજીવન ચતુર્થાંત્રત—બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી.
ફાગણ સુદિ સાતમને દિવસે મંગળમુહૂતે ખૂબ ધામધૂમપૂર્વક જય જય નાદ કરતા સંઘ ચાલી નીકળ્યે. સંઘમાં બધી જાતની ખૂબ સારી વ્યવસ્થા હતી. તપશ્ચર્યા વાળાઓ માટે બધી જાતની સગવડ રાખવામાં આવી હતી. ભાજનની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. હમેશાં વ્યાખ્યાન ચાલતું હતું. ગુરુમહારાજ તથા પ. શ્રી લલિતવિજયજી મનુષ્યજીવનની સાર્થકતા, તપશ્ચર્યાનું ફળ, તીથયાત્રાને મહિમા, જૈનધર્મના સિદ્ધાંતા, સમાજકલ્યાણના કાર્યાં વગેરે ઉપર મનનીય વ્યાખ્યાન આપતા હતા. જંગલમાં મગળ થઇ રહ્યું હતું.
સંઘ પેરવા, ખાલી, લુણાવા, લાઠાર થઈ રાણકપુર પહેાંચે.
રાણકપુરનું મંદિર બહુ જ ભવ્ય છે. આ મંદિરમાં ૧૪૪૪ સ્તંભ છે. કહેવાય છે કે બધા સ્તંભે એક શ્રાવકે અનાવરાવ્યા છે, એક સ્તંભ રાજાએ અનાવરાવવાની ઇચ્છા
Page #477
--------------------------------------------------------------------------
________________
તીથ યાત્રા અને મધુરુ' મિલન
૪૩૩
પ્રગટ કરી પણ તે અનાવરાવી ન શકયેા. કહેવાય છે કે મદિરનું ખાતમુહૂત હતું, ઘીના દીપક કરવા માટે એક વાટકીમાં થેડુ શ્રી આવ્યું હતું. તેમાં એક માખી ઉડીને પડી. મંદિર બનાવનાર શેઠે તે માખીને કાઢીને ઘી નકામું ન જાય અને માખીના જીવ બચી જાય એ હેતુથી પેાતાના જોડા પર તે ઘી મૂકયું. આ જાણી કારીગરાને થયું કે, આવા મખ્ખીચૂસ માણસ મંદિર શું બનાવરાવશે ? એટલામાં એક કારીગર જે અગ્રણી હતા તેણે તરત શેઠ પાસે આવીને જણાવ્યું કેઃ
શેઠજી ! પાયામાં પૂરવા માટે પચાસ જોઈ એ. ”
ડખ્ખા ઘી
શેઠે તત્કાળ ઘીના ૫૦ ડખ્ખા મગાવી દીધા. તે બધું ઘી પાયામાં પૂરાયુ'. શેઠ તે આનંદ આનંદ પામવા લાગ્યા. લેકા આ શેઠનું હૃદય જોઈને ટ્વીંગ થઈ ગયા.
66
રાણકપુરનુ બીજુ નામ ત્રૈલાકય દીપક છે. ખરેખર રાણકપુરનુ મંદિર ભવ્ય અને ચમત્કૃતિવાળુ છે. કહેવાય છે. એ મદિરમાં કેટલાંક ભાયરાં છે અને તેમાં પ્રાચીન ભવ્ય મૂર્તિઓ પણ છે. અહીની ધર્મશાળા જીણુ થયેલી હતી. મહારાજશ્રીના ઉપદેશથી સંઘવી આદિએ તેમાં સાર ફાળો આપ્યા.
રાણકપુરથી સાદડી, ઘાણેરાવ, મુચ્છાલા-મહાવીરની યાત્રા કરી સંધ દેસૂરી પહેાંચ્યા. દેસૂરીમાં શ્રાવકે (એસવાલ પારવાલ)માં કલેશ હતે. અદાલતમાં કેસ ચાલત હતા. મહારાજશ્રીએ અદર અંદર ફે'સલા કરવા અને પક્ષાને
૨૮
Page #478
--------------------------------------------------------------------------
________________
૩૪
યુગવીર આચાર્ય ખૂબ ખૂબ સમજાવ્યા પણ તેઓ માન્યા નહિ.
મહારાજશ્રીએ જોયું કે આ કલેશ કઈ રીતે પણ શાંત થ જોઈએ. જે ગામમાં સંઘ આ હય, સાધુસાધ્વીને માટે સમુદાય હોય ત્યાં કલેશની શાંતિ ન થાય તે કેવું કહેવાય ? ક્ષણભર વિચાર કર્યો અને તુરતજ સાધુઓને કહી દીધું કે કેઈએ શહેરમાં ગોચરી ન જવું. બસ આ સમાચાર વીજળી વેગે શહેરમાં પહોંચી ગયા. શ્રીસંઘમાં હાહાકાર મચી ગયો. બન્ને પક્ષના કેને બધા સમજાવવા લાગ્યા, એટલું જ નહિ પણ તે લેક તરફ ઘણાની દ્રષ્ટિથી જોવા લાગ્યા. અનેક બહેનભાઈએ એ પણ તે દિવસે અન્નજળ ન લીધું.
પિતાના ગામમાં પંચમહાવ્રતધારી સાધુસુનિરાજે આહારપાણી વિનાના હોય તે બીજાથી અન્ન કેમ લેવાય? છેવટે બપોરના આપસ આપસમાં સમજુતી થઈ ગઈ. બન્ને તરફના લોકોએ મહારાજશ્રીની ક્ષમા માગી અને તેમનો ઉપકાર પણ માન્યું. જ્યારે સમાધાન થયું ત્યારે સાંજે બધા સાધુસાધ્વીઓ અને સંઘે આહારપાણ લીધાં. સમાજકલ્યાણ-કલેશની શાંતિ ગામના લોકોની ઉન્નતિ અને કેઈપણ રીતે સંઘ સમસ્તના અસ્પૃદય માટેની કેવી તમન્ના, કેવી ધગશ, કેવી ભાવના, અને કેવી નીડરતા? ધન્ય એ ગુરુ અને ધન્ય એ સમાજ.
દેસૂરીથી સંઘ ફાગણ વદી એકમે જીલવાડા થઈ ગઢબર, પરાલી, કેલવાડા થઈ રાજનગર પહોંચે. રાજનગર એક બહુ જ મોટું સરોવર છે. તે સરોવર બનાવવાને
Page #479
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા અને મધુરું મિલન
૪૩૫ ખર્ચ રૂપીઆ એક કરોડ થયો કહેવાય છે. રાજનગરની પહાડી પર એક ચામુખજીનું જિનાલય છે. એ મંદિર રાણું રાયસિંહજીના જૈન મંત્રી દયાલશાહે બંધાવ્યું છે. તે બાંધવામાં એક કરેડ લગભગ રૂપીઆ ખર્ચ થયા હતા.
રાજનગરથી સંઘ નાથદ્વારા થઈ દેલવાડા પહોંચ્યો. દેલવાડાથી એકલિંગજી આવ્યા. એકલિંગજીમાં શ્રી શાન્તિનાથ ભગવાનની બહુ જ મોટી પ્રતિમા છે તે અદબદ બાબા ( અદ્દભુત બાબા) ના નામથી પ્રસિદ્ધ છે. એકલિંગજીથી વિહાર કરી આપ સંઘની સાથે ઉદયપુર પધાર્યા. અહીં ત્રણ દિવસની સ્થિરતા કરી. શહેરના બધા નાનામોટા મંદિરોની યાત્રા કરી.
અહીં બે મહાન આત્માઓનું મધુરું મિલન થયું. શહેર-યાત્રા કરતાં કરતાં સંઘની સાથે મહારાજશ્રી માલદાસની શેરીના શ્રી જિનમંદિરના દર્શનાર્થ પધાર્યા. તે વખતે ત્યાંના ઉપાશ્રયમાં બાલબ્રહ્મચારી તીર્થોદ્ધારક આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી બિરાજમાન હતા. મહારાજશ્રી સંઘસહિત હર્ષપૂર્વક ત્યાં ગયા. સૂરિજીએ પણ હર્ષ પ્રદર્શિત કર્યો. બન્ને મહાન આત્માઓના પરસ્પર યોગ્ય શિષ્ટાચાર જોઈ ને શ્રીસંઘને બહુ જ આનંદ થયો. આ મધુરાં મિલનથી શ્રાવક સમુદાય ઉપર બહુ જ પ્રભાવ પ. પરસ્પર વાર્તાલાપથી આનંદ થયે.
બીજે દિવસે આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી હાથી પળની બહાર દાદાવાડીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. હાથી પળની બહારની ધર્મશાળામાં આપણું ચરિત્રનાયક
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૩૬
યુગવીર આચાર્ય ઉતર્યા હતા. ત્યાં પં. શ્રી લલિતવિજયજી હતા, તેમણે નમ્રતાપૂર્વક આચાર્યશ્રીને અંદર પધારવા આગ્રહ કર્યો. તેમણે દર્શન કરીને આવવા જણાવ્યું. દર્શન કરીને તેઓ ધર્મશાળામાં આવ્યા. શિષ્યસમુદાયે સામે જઈને આચાર્યશ્રીનું સ્વાગત કર્યું. આપણા ચરિત્રનાયકે પણ ઊભા થઈને આપને સત્કાર કર્યો. ખૂબ આનંદપૂર્વક બે કલાક લગભગ વાતચીત થઈ. બપોરના શહેરમાં આવવા માટે આપણા ચરિત્રનાયકને આમંત્રણ આપી ગયા. તેમણે પણ મહારાજશ્રીનું સારું સ્વાગત કર્યું. બન્ને મહાત્માઓએ દિલ ખેલીને વાત કરી.
સંવત ૧૯૭૬ના ચૈત્ર સુદી દશમે સંઘ સહિત શ્રી કેશરીયાબાબાની યાત્રા કરી આનંદ મનાવ્યું. આ સંઘમાં ૨૭ સાધુએ ૬૯ સાધ્વીઓ તથા દેઢહજાર લગભગ શ્રાવક -શ્રાવિકાઓને સમુદાય હતે. અહીં આપે આદીશ્વરજીની પૂજા બનાવી અને અમદાવાદનિવાસી જવેરી ભેગીલાલ તારાચંદના આગ્રહથી તથા તેમના ખર્ચથી ભણાવવામાં આવી. સંઘવીએ તે પૂજા છપાવીને પ્રથમવાર પ્રકાશિત કરી. કેશરિયાનાથની યાત્રા પૂજા–પ્રભાવના-સાધર્મિવાત્સત્યાદિ ધર્મકાર્ય આનંદપૂર્વક થયાં. સંઘ પાછો ઉદયપુર આ .
કહેવાય છે કે આજકાલ યતિઓની માનમર્યાદા ઘટી ગઈ છે. તેઓ સંયમ બરાબર નથી પાળતા. આચારમાં તેઓ બહુ જ શિથિલ છે, મંત્ર, તંત્ર-દવા આદિથી નિર્વાહ કરે છે. પણ કેટલાક યતિઓ હજી પણ સારા છે અને
Page #481
--------------------------------------------------------------------------
________________
તીથ યાત્રા અને મધુરું મિલન
શ્રાવકેાની તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા ટકી રહી છે.
ઉદયપુરમાં આવા બે યતિઓ હતાઃ યતિશ્રી ગુલાખચંદ્રજી તથા યતિશ્રી અનૂપચંદ્રજી ગુરુશિષ્ય અનેનું શહેરમાં અહુમાન. યતિશ્રી અનુપજી તથા સિરસાનિવાસી યતિશ્રી પ્રતાપચદ્રજીના શિષ્ય યતિશ્રી મનસાચંદ્રજીની ઉદયપુરમાં એક પુસ્તકાલય ખેાલવાની ઈચ્છા હતી.
૪૩૭
બન્ને આપણા ચરિત્રનાયક પાસે આવ્યા અને પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે પ્રાથના કરી. પુસ્તકાલયના ઉદ્ઘાટનની ક્રિયા પેાતાના શુભ હસ્તે થાય તે આનંદની વાત હતી, અને યતિશ્રીના આગ્રહ હાવાથી તે વાત સ્વીકારી અને સ. ૧૯૭૬ ના ચૈત્ર વદ ૩ ના દિવસે “ શ્રી વધ માનજ્ઞાનમ ંદિર ”ની ઉદ્ઘાટન ક્રિયા આપણા ચરિત્રનાયકે કરી. યતિશ્રીને તેનાથી સતાષ થયા.
ઉદયપુરથી વિહારની તૈયારી કરી. બધા સજ્જ ઊભા હતા. આપણા ચિરત્ર નાયક પણ કમર માંધીને તૈયાર હતા પણ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિમહારાજની તબીયત નરમ હેાવાથી સુખશાતા પૂછવા ગયા, આચાય’શ્રી ખૂબ ખુશી થયા. વિહારની ઉતાવળ હાવા છતાં લગભગ દોઢ કલાક વાતા ચાલી. આ છેલ્લી મુલાકાતમાં આચાર્ય શ્રીએ પેાતાના ખરા અંતઃકરણના ઉદ્ગાર કાઢવાઃ—
‘ વલ્લભવિજયજી ! હું નહાતા જાણતા કે તમે આ પ્રમાણે સજ્જનતા દેખાડશે અને શિષ્ટાચાર કરશેા. મારા મનમાં તમારે માટે ઘણું ઘણું ભર્યું હતું; પણ તમારા આ
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૩૮
યુગવીર આચાર્ય આનંદજનક સમાગમથી તે બધું નીકળી ગયું.”
બહુ આનંદની વાત છે. આપ તે જાણે છે કે સાંભળવામાં અને જોવામાં બહુ જ અંતર હોય છે. સાંભળવામાં બીજાના વિશ્વાસ પર આધાર રાખ પડે છે. જોવામાં પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમ આપની શંકા દૂર થઈ તેમ આપને માટે મારી શંકા પણ દૂર થઈ ગઈ. તે માટે હું તો ઈચ્છું છું અને આપને આગ્રહ કરું છું કે જે રીતે બની શકે તે રીતે એક વખત સર્વ સાધુઓનું સંમેલન મેળવે. પરસ્પર મળવાથી આંખોમાં શરમ આવે છે. અમી ટપકે છે અને હૃદયનાં ઝેરની લહેર શાંત પડી જાય છે. આપ તે માટે સમર્થ છે. જે આપ જેવા સમર્થ પ્રતિષ્ઠિત મહાત્મા મળીને શાસનસુધાર કરવા ઈચ્છે તે તે આપને માટે શકય છે.” આપણા ચરિત્રનાયકે પોતાના હૃદયની વાત કહી અને સાધુસંમેલનને માટે સૂચના કરી.
વલ્લભવિજયજી! તમારું કહેવું સત્ય છે. પરસ્પર મળવાથી ઘણે લાભ થાય છે. જેને પ્રત્યક્ષ અનુભવ તમે અને હું કરી રહ્યા છીએ. હું પણ ઈચ્છું છું કે સાધુસંમેલન અવશ્ય થવું જોઈએ. પણ નાનામેટા અને વન્દનની પંચાત ભારે મુશ્કેલ છે. ત્યાં બધાની અકકલ મારી જાય છે.” આચાર્યશ્રીએ મુશ્કેલી બતાવી.
“મહારાજ ! શું એટલી પણ ઉદારતા ત્યાગી-સાધુ મહાત્માઓથી નથી થઈ શકતી? અરે ! દુનિયા આખીની નાદ્ધિને લાત મારવાવાળા, પિતાને નિગ્રન્થ-મહામુનિક્ષમાશ્રમણ–યતિ–સાધુ-મહારાજ કહેવરાવવાવાળા એટલી
Page #483
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા અને મધુર મિલન
૪૩૯ પણ ઉદારતા નહિ કરી શકે? આપ મને આજ્ઞા કરો, જો વંદન કરવાથી જ સંમેલન થતું હોય તે મેટા તે શું પ્રત્યેક મારાથી નાના સાધુને વંદના કરવાને હું તૈયાર છું. સૂરિજી ! મને દુઃખ થાય છે કે ગૃહસ્થ પણ જ્યારે આ પસમાં મળે છે ત્યારે એગ્ય શિષ્ટાચાર કરે છે ત્યારે સાધુએમાં એટલું પણ ન હોવું જોઈએ? એકે આ તરફ મેં કરી લીધું, બીજાએ બીજી તરફ ! જાણે એકબીજાએ “અદિકલાણ” માની લીધું. આપનો અને મારો ગ્યા શિષ્ટાચાર થયો તેમાં આપનું કે મારું બગડયું શું ? ઉલટું ગૃહસ્થ પર સુંદર પ્રભાવ પડે. એટલા માટે જ હું આપને અનુરોધ કરું છું કે આપ અવશ્ય સંમેલનને માટે પ્રયત્ન કરો. મારે આમા મને સાક્ષી આપે છે કે આ અત્યુત્તમ કાર્યમાં આપને સફળતા મળશે જ મળશે. કારણકે આપને પ્રભાવ બહુ જ સુંદર છે. સ્વર્ગવાસી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનન્દસૂરિ (આત્મારામજી) મહારાજશ્રીના સમુદાયની તરફથી તે આપ નિશ્ચિત રહે. માત્ર ૧૦૦૮ આચાર્યશ્રી વિજયકમલસૂરિજી, ૧૦૮ પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી મહારાજ તથા ૧૦૮ શ્રી હંસવિજયજી મહારાજ-એ ત્રણે મુનિપ્રવરેની સલાહની જરૂર છે. એમના કહેવાથી પ્રાયઃ કેઈ બહાર નહિ રહે. હવે હું આજ્ઞા ચાહું છું. જવામાં મેડું થશે. બધા કમર બાંધીને તૈયાર છે. સુખશાતામાં રહેશે-ધર્મનેહ રાખશે.” આપણું ચરિત્રનાયકે પિતાનું હૃદય ખેલી બતાવ્યું.
કેવું મધુર મિલન ! બે મહારથીઓ મળ્યા. પરસ્પર
Page #484
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
પરિચય થયા. થાડા સમયમાં ઠીકઠીક સપર્ક સધાયેા. અન્ને શંકા સમાધાન થયું. આચાય શ્રીને પણ આ શિષ્ટાચારથી આનદ થયા. આપણા ચરિત્રનાયકની ઉદારતા અને હૃદયની પવિત્રતા આ વાર્તાલાપમાં જોઇ શકાય છે. મુનિસ ંમેલનના વિચાર। આ મધુરમિલનમાં ઘડાયા. અને આચાર્યશ્રીએ તે ભાવના ત્યારથી હૃદયમાં રાખેલી આપણા ચરિત્રનાયકના હૃદયમાં સાધુસમાજની ઉન્નતિ અને પરસ્પરની શાંતિની કેવી ધગશ છે તે આવા વાર્તાલાપથી જોઈ શકાય છે.
તી યાત્રા અને સઘ આ મહાત્માઓના મિલનથી સાર્થક થયાં.
૪૪૦
Page #485
--------------------------------------------------------------------------
________________
'1''
[ ૪૫ ] ગાડવાડમાં પ્રચારકાર્ય
મ ણ વંદામિ ” પાલીના વિહારમાં સાથે આવેલા શ્રાવકેએ સવારના પહોરમાં વંદણું કરી.
ધર્મલાભ, કેમ શાજી આજે બહુ જ વહેલા ઊઠી ગયા.”
સાહેબ ! કાલે રાત્રે ભારે વર્ષા થઈ છે. બધે પાણી જ પાણી. અમે તે ધર્મશાળામાં સૂતા હતા, ત્યાં રાત્રે બે વાગે પાલીથી ખેપીયે આવ્યો.”
રાત્રે બે વાગે, પાલીથી પીઓ આવ્યો? કેમ ભલા ! એવું શું કામ આવી પડયું? કઈ માંદું સાજું તે નથી ને?” મહારાજશ્રીએ આશ્ચર્ય બતાવ્યું.
નહિ! આતે પાલીના શ્રીસંઘે આપને માટે રાત્રે ને રાત્રે ખેપીઓ મોકલ્યો છે. તેઓએ કહેવરાવ્યું છે કે વર્ષાને લીધે જાડનથી સજત તરફના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હશે. મહારાજશ્રી કૃપા કરી તે તરફ ન પધારે. અમારીવતી પ્રાર્થના કરી ગુરુવર્ય પરિવાર સહિત અહીં
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૪૨
યુગવીર આચાર્ય પાછા પાલી પધારે તેમ કરશે. ” પાલીના ગૃહસ્થાએ સમજ પાડી.
77
“ પણ મારે તે બીકાનેર જવુ' છે. શેઠ સુમેરમલજી સુરાણા તા બે વખત આવી ગયા. હવે શું થાય ? ” કૃપાનિધાન ! હમણાં તે રસ્તા બંધ થઇ ગયા હશે. હવે તેા પાલી જવુ પડશે. ત્યાંથી રસ્તા સાફ થયે આ દસ દિવસ પછી નીકળવું હશે તેા નીકળાશે. ”
ઃઃ
“ અચ્છા, જેવા ભાવીભાવ, અવસર તે વિચારી લેવા જોઈએ. ”
આપણા ચરિત્રનાયકે બીકાનેરની વિનતિ ધ્યાનમાં લઇને સંઘની સાથેજ દેસૂરી-નાડુલાઈ, નાડાલ, વરકાણાજીની યાત્રા કરી શીવગજ પધાર્યા. ત્યાંથી પામાવા વાંકલી થઈ ને તખતગઢ પહેાંચ્યા, તખતગઢથી પાલી પધાર્યા. પાલીના શ્રીસંઘે ચાતુર્માસ માટે બહુબહુ વિનતિ કરી પણ બીકાનેરની વિનતિ હેાવાથી પાલીથી વિહાર કરી જાડન પધાર્યા. જાડનમાં રાત્રે ભારે વરસાદ થયા અને પાલીના શ્રીસઘને ચિંતા થઈ કે મહારાજશ્રી તે। સવારમાં વિહાર કરશે. તેમને નિશ્ચય બીકાનેર જવાના છે તેથી તે રોકાશે નહિ અને જાડનથી સેાજતને રસ્તા પાણીથી બંધ થઈ ગયા હશે. મહારાજશ્રી હેરાન થઇ જશે. આ વિચારથી રાતેારાત ખેપીએ મેાકલ્યા અને મહારાજશ્રી સાથે આવેલા પાલીના ભાઈઓને જણાવ્યું કે મહારાજશ્રીને આગ્રહપૂવક પ્રાર્થના કરી આગળ વધવા ન દેશેા, પાલી તરફ જ વિહાર કરાવશે. તે રીતે પાલી તરફ વિહાર થયેા.
Page #487
--------------------------------------------------------------------------
________________
ગાડવામાં પ્રચારકાર્ય
“ સાહેબ ! આપે વિહાર કર્યાં ને અહીં વરસાદ થયા. અમને તે બહુજ ચિંતા થઈ પડી. જો આપ સવારે વિહાર કરે તે રસ્તામાં ભારે હેરાનગતિ થાય તેથી રાત્રે જ ખેપીએ મેકલ્યા. આપ પધાર્યા તેથી બહુ આનંદ થયેા. હવે તે સાહેબ ચાતુર્માસ અહી જ કરવાનું છે. ” એક આગેવાને મહારાજશ્રીને વિનતી કરી.
૪૪૩
“ ભાગ્યશાળી ! હવે બીકાનેર પહોંચાય તેમ નથી. એટલે બીજું શું થઈ શકે? બે દિવસ જોઇએ પછી શાંતિથી નિર્ણય કરીશું. જેવી ક્ષેત્રસ્પના. ’’
''
“ગુરુદેવ ? અમારી પ્રાર્થના પણ ધ્યાનમાં લેવાની છે. અમારા શ્રીસંઘની પહેલેથી વિનતિ છેજ. માટે કૃપા કરી ખુડાલા પધારી તે બહુ આનંદ થાય. ” પાણીના આગેવાના સાથે વાત ચાલતી હતી ત્યાં ખુડાલાના આગેવાને ખાલીના શ્રાવકે સાથે આવી પહોંચ્યા અને ખુડાલા માટે વિનંતિ કરી.
“ તમારી વિન ંતિ હું ભૂલ્યા નથી. પણ તમે જાણા છે ને બીકાનેરથી શેઠ સુમેરમલજી સુરાણા તથા શેઠ લક્ષ્મીચ`દજી કાચર આવી ગયા. ત્યાંની પાઠશાળાને વિદ્યાલય બનાવવાની તેઓની ભાવના છે. અને તે માટે જ હું તે તરફ જતા હતા. ” મહારાજશ્રીએ ખુલાસે કર્યાં.
66
કૃપાળુ ! આપની જ્ઞાનપ્રચારની ઉત્કટ તમન્ના અમે જાણીએ છીએ. જૈન સમાજમાં જ્ઞાનની ચેતિ જગવવાના અને તે દ્વારા જૈનસમાજની સમુન્નતિ સાધવાના આપના પ્રયત્ના જૈન જગત સારી રીતે જાણે છે. પણ
Page #488
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય ગેડવાડમાં આપ અધૂરું કામ છોડી જાઓ તે તે બરાબર નહિ. અમે આપ કહે તે કરવા તૈયાર છીએ.” ખુડાલાના આગેવાનોએ વિશેષ પ્રાર્થના કરી.
“ભાગ્યવાન ! બીકાનેર તે પહોંચાય તેમ નથી. હવે પાલી કે ખંડાલાની વાત રહી. જ્યાં જ્ઞાનપ્રચારનું કાર્ય થાય ત્યાં હું આવવા તૈયાર છું.”
સાહેબ! પં. સેહનવિજયજી અને પં. શ્રી. લલિતવિજયજીના પ્રયાસથી બાલીમાં રૂ. ૭૦-૮૦ હજાર લખાઈ ગયા છે. બાલીવાળા દેડી હિંમત કરે તો એક લાખ થઈ જશે. તેવી જ રીતે ખુડાલામાં પણ ૪૦-૫૦ હજાર થઈ જશે.”
“પણ સાદડીને શ્રીસંઘ માને તેને? સાદડી, બાલી અને ખંડાલા ત્રણે મળીને કામ કરવા ધારે તે એક શું બે વિદ્યાલય શરૂ થઈ શકે ?” મહારાજશ્રીએ સૂચના કરી.
સાહેબ ! સાદડીને શ્રીસંઘ ઘણું કરીને તે માની જશે, નહિ તો બાલી અને ખંડાલા મળીને કામ શરૂ કરી દઈશું. પછી ધીમે ધીમે કામ આગળ વધશે.” બધી પરિસ્થિતિને વિચાર કરી ખુડાલામાં વિશેષ લાભની સંભાવના હોવાથી આપણા ચરિત્રનાયકે પાલીન શ્રીસંઘને લાભાલાભની દષ્ટિએ ખુડાલા માટે રજા આપવા સમજાવવામાં આવ્યા. શ્રીસંઘે પણ આ રીતે લાભની સંભાવના હોવાથી વિશેષ આગ્રહ ન કરતાં; આનંદપૂર્વક રજા આપી અને પાલીથી વિહાર કરી મહારાજશ્રી ખડાલા પધાર્યા.
ચાતુર્માસ માટે બેચાર જગ્યાએ વિનંતી આવેલી હો
Page #489
--------------------------------------------------------------------------
________________
ગેડવાડમાં પ્રચારકાર્ય વાથી જુદાજુદા મુનિરાજેને જુદી જુદી જગ્યાએ ચોમાસા માટે આજ્ઞા આપી.
બીકાનેર–પં. સેહનવિજયજી ગણ, મુનિ સમુદ્રવિજયજી અને મુનિશ્રી સાગરવિજયજી જેઓને વરકાણાથી જ બીકાનેર મેકલવામાં આવ્યા હતા. - સાદડી–પં. શ્રી લલિતવિજયજી ગણી અને તેમના શિષ્ય મુનિશ્રી પ્રભાવિજયજી.
તખતગઢ–પં. શ્રી ઉમંગવિજયજી ગણી અને તેમના શિષ્ય મુનિશ્રી દેવેન્દ્રવિજયજી.
ખુડાલામાં જે આશયથી આપ પધાર્યા હતા તે આશય તે પૂરો ન થા. તેમાં આરંભે શૂરા વાણીયાવાળે હિસાબ થયે. સાદડીવાળા તે મળ્યા નહિ. બાલીવાળાએ પાલીમાં વચન આપેલું તે પાછા ખડાલા નજ આવ્યા. છેવટે ખુડાલામાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા–માત્ર ચાલુ થઈ શકી.
પયુંષણ સમાપ્ત થતાં ગડવાડના ઘણાં ગામમાં પ્લેગ ફેલાઈ ગયે. ખુડાલા તથા સાદડીમાં પણ પ્લેગ આવી પહ. મુંડારામાં પ્લેગ ન હોવાથી પં. મહારાજશ્રી લલિતવિજયજી લેકેના આગ્રહથી મુંડારા આવી ગયા. આપણા ચરિત્રનાયકને ખુડાલાથી બાલી આવી જવા પ્રાથના કરવામાં આવી પણ તેઓએ ખુડાલાથી બીજી જગ્યાએ જવા ના પાડી. પણ ફાલના સ્ટેશન પર ખુડાલાને શ્રીસંઘની ધર્મશાળા છે ત્યાં સાધુપરિવાર સહિત આવી ગયા. ત્યાં એક જૈનમંદિર પણ છે. ખડાલાને શ્રીસંઘ પણ
Page #490
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
તબુએ, ઝૂપડીએ અનાવરાવીને ત્યાં રહેવા લાગ્યા. આપે અહી ચાદરાજ લેકની પૂજાની રચના કરી. પ્લેગની શાંતિ માટે તપશ્ચર્યા વગેરે થયાં. પ્લેગ શાંત થઈ ગયા શ્રીસ ઘસહિત આપ પુનઃ ખુડાલા ગામમાં ચાતુર્માસ પૂર્ણ કર્યું.
પધાર્યાં અને
૪૪
આ ચાતુર્માસમાં સાદડીમાં આપના શિષ્યરત્ન પ. શ્રી લલિતવિજયજીના હાથથી · શ્રી આત્માનંદ જૈન પાઠશાળા––સાદડી”ની સ્થાપના થઈ. મકાન પણ તેને માટે તૈયાર થતું હતું. તે તૈયાર થવાથી આપણા ચરિત્રનાયકની આજ્ઞાથી શ્રીમાન ગુલાબચંદજી ઢઢ્ઢા એ પાઠશાળાના મકાનની ઉદ્દઘાટન ક્રિયા કરી હતી.
ખુડાલાથી વિહાર કર્યા પછી આપના શિષ્ય પં. શ્રી ઉંમગવિજયજી મહારાજ ખુડાલા આવ્યા અને તેમના ઉપદેશથી તેમના જ હાથે એક પુસ્તકાલયની સ્થાપના થઈ. તેનું નામ શ્રી આત્મવલ્લભ જૈન લાયબ્રેરી, ખુડાલા ’રાખવામાં આવ્યું.
6
આપણા ચરિત્રનાયક મુડાલાથી વિહાર કરી વરકાણા પધાર્યા. પં. શ્રી લલિતવિજયજી મહારાજ પણ મુ`ડારાથી સંઘ લઇને વરકાણામાં આપને આવી મળ્યા.
પં. શ્રી લલિતવિજયજી મહારાજે મુડારામાં પણ એ સસ્થાઓની સ્થાપના કરી. એક ‘ શ્રી આત્માનદ જૈન પાઠશાળા—મુંડારા તથા · શ્રી શાન્તિ આત્મવલ્લભ જૈન લાયબ્રેરી—મુંડામા.’ પહેલી સસ્થાનું ફંડ આપણાં ચિરત્રનાયકના ઉપદેશથી થયું હતું. બીજીનું ફૂડ પ. મહારાજશ્રી
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૪૭
ગેડવાડમાં પ્રચારકાર્ય લલિતવિજયજીના ઉપદેશથી થયું હતું.
વરકાણાથી રાણી, ચચેરી, વગેરે થઈ ખાંડ પધાર્યા. અહીં આપના ઉપદેશથી પાઠશાળા સ્થાપન કરવામાં આવી. ખાંડથી ગુદોજ પધાર્યા. અહીં પણ આપના ઉપદેશથી પાઠશાળા સ્થાપિત થઈ.
કુલ્લાગામ વિહારના રસ્તાથી દૂર હતું. ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ કુલ્લાના એક શ્રાવકે એક દિવસ આવીને મહારાજશ્રી પાસે ઉપવાસનું પચ્ચખાણ લીધું અને પછી કહ્યું
આપ જ્યાંસુધી અમારા ગામમાં પધારવાની વિનતિને સ્વીકાર નહિ કરે ત્યાં સુધી હું પારણું નહિ કરું.”
“ભલા માણસ! આમ કરવાની શું જરૂર હતી. તમે એમ ને એમ વિનતિ કરી હતી તે પણ હું આવત.”
સાહેબઅમારું ગામ રસ્તાથી દૂર. ગુરુદેવના દર્શન અમને થાય જ નહિ. અમારે ગામ પધારે પણ કેણ. આજ આપ દયાનિધિ પધાર્યા છે તો અમને આપને લાભ કેમ ન મળે? માફ કરશે. હું તે આપને ચરણસેવક છું.” પેલા ભાઈ એ ક્ષમા માગી.
મહારાજશ્રી કુલ્લા ગયા અને ત્યાં એક સાધમી વાત્સલ્ય પણ થયું.
કુલ્લાથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા પાલી પધાર્યા. પાલીમાં સમારોહની સાથે નગરપ્રવેશ થયા. પૂજા– પ્રભાવના–નોકારશી થયાં. એક પાઠશાળા પણ સ્થાપિત કરી.
Page #492
--------------------------------------------------------------------------
________________
४४८
યુગવીર આચાર્ય પાલીથી આપ જાડણ પધાર્યા. પાલીના ૫૦-૬૦ ભાઈઓ પણ સાથે આવ્યા. જાડણમાં કુસંપ હતું તેને માટે આપણા ચરિત્રનાયકે ભારે પ્રયત્ન કર્યો અને તે કુસંપ દૂર થ, પછા દહેરાસરના જીર્ણોદ્ધાર વિષે વાત કરી અને આપના ઉપદેશથી મંદિર તથા ધર્મશાળાના જીર્ણોદ્ધાર માટે ફંડ થયું. પાલીના ભાઈઓએ પણ પિતાને ફાળે આપે. અહીં કેટલાક સ્થાનકવાસી ભાઈઓએ મહારાજશ્રી પાસે પૂજા-પાઠના નિયમ લીધા અને આપને વાસક્ષેપ લીધે.
અહીંથી આપ સેજત પધાર્યા. સેજત શહેરમાં દસ મંદિરે છે. તેની વ્યવસ્થા બરાબર નહોતી. મહારાજશ્રીએ ઉપદેશ આપી “શ્રી શાન્તિ વર્ધમાન પેઢી” ના નામથી પેઢી સ્થાપન કરાવી અને તે દ્વારા મંદિરે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. અહીં કેટલાક શ્રાવકે સ્થાનક વાસી પંથ તરફ ઢળતા માલુમ પડતા હતા તે મહારાજશ્રીના ઉપદેશથી પક્કા પ્રભુપૂજક થઈ ગયા.
અહીંથી વિહાર કરતા અને ગ્રામવાસીઓને ઉપદેશ આપતા આપ કાપડજી તીર્થની યાત્રા કરી. અહીં લોકોને ઉતરવા માટે બહુજ મુશ્કેલી રહેતી હોવાથી મહારાજશ્રીએ ઉપદેશ દઈને કાપડૅજીમાં એક ધર્મશાળા માટે નિર્ણય કરાવી તેનું ખાતમુહૂર્ત કરાવ્યું.
અહીંથી ખ્યાવર પધાર્યા. અહીં અઠ્ઠાઈ મહોત્સવ કરવામાં આવ્યો તથા શાન્તિસ્નાત્ર થયું.
પૂલચંદજી કાંકરીયા તથા શાહજી ઉદયમલજીને આપસમાં ઘણા વખતથી વૈમનસ્ય હતું. બે ભાઈઓને ત્રીસ
Page #493
--------------------------------------------------------------------------
________________
ગોડવાડમાં પ્રચારકાય વર્ષથી આપસમાં અબોલા હતા. મહારાજશ્રીના પ્રયત્નથી અને ઉપદેશથી એ ભાઈઓએ મનદુઃખ ત્યાગીને સુમેળ સાધી લીધે. ધૂલચંદજી કાંકરીયાએ પોતાની પચીસ હજારની કીમતની હવેલી પાઠશાળા માટે આપી અને પોતાની વીમાની પોલીસી જે પાંચ હજારની હતી તે પાઠશાળાના નિર્વાહ માટે આપી. અહીંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ ઉપદેશામૃતનું પાન કરાવતા સં. ૧૯૭૭ ના ચૈત્ર સુદ ૯ ના દિવસે બીકાનેરમાં ધૂમધામપૂર્વક નગરપ્રવેશ કર્યો. અઢી હજાર સ્ત્રીપુરુષ આપશ્રીના સામૈયામાં હતા. ચોરાસીગચ્છના ઉપાશ્રયમાં સ્થિરતા કરી. અહીં આપે ભગવતી સૂત્રની વાચના શરૂ કરી. ભગવતીસૂત્ર પણ એવી સરસ રીતે આપ સમજાવતા હતા કે હંમેશા લગભગ દોઢહજાર સ્ત્રીપુરુષે વ્યાખ્યાનમાં આવતાં હતાં.
સ્વામીજી! તે આપને સુધાસમાન ઉપદેશ સાંભળી મુગ્ધ થયો છું.” મંગળચંદ ભાદાણી નામના એક બ્રાહ્મણે આવી મહારાજશ્રીને નમસ્કાર કર્યા.
“જેન ધર્મના સિદ્ધાંતે સર્વમાન્ય છે. જૈન ધર્મને આચાર પવિત્ર જીવનની દષ્ટિએ રચાયેલ છે. આત્મશુદ્ધિને માર્ગ સરળ કરવાના અમારા પૂર્વજોના પ્રયત્ન આ આચારમાં સ્પષ્ટ દેખાય છે. તમે તે અમારા પડોશી છે. તે તમને તો લાભ થ જ જોઈએ.” આપણા ચરિત્રનાયકે જૈન ધર્મનું રહસ્ય સમજાવ્યું.
સાહેબ! હું બ્રાહ્મણ છું. બે પૈસા પાસે પણ છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
-
---
૪૫૦
યુગવીર આચાર્ય
આ ઉપાશ્રયની પાસે જ મારી હવેલી છે. હું એક દિવસ ઉપાશ્રયની ધામધૂમ જોઈને આવ્યા ને જ્યારે મેં આપની અમૃતવાણી સાંભળી ત્યારથી હું ને મારી ગૃહિણી બને તેને લાભ લઈએ છીએ.”
બહુ આનંદની વાત છે. તમારે હવે જૈન ધર્મના જરૂરી આચાર પણ પાળવા જોઈશે ખરુને?” મહારાજશ્રીએ હસતાં હસતાં શ્રાવક બનવાની યુક્તિ બતાવી.
દયાળુ ! આપની આજ્ઞા મારે શિરે ધાર્યું છે. પણ મારાથી થઈ શકે તે આચાર હું જરૂર પાળીશ.”
“સપ્ત વ્યસન વિષે તમે વ્યાખ્યાનમાં સાંભળ્યું છે. કંદમૂળ વિષે પણ આપણે ચર્ચા કરી છે. રહી રાત્રિભેજનની વાત, તે માટે મારે હમણાં આગ્રહ નથી પણ માસાના ચાર માસ તેને ત્યાગ કરશે તે પછી તમે જ હમેશાને માટે તેને આગ્રહ રાખશે.”
કૃપાનિધાન ! સપ્ત વ્યસન અને કંદમૂળ ત્યાગની પ્રતિજ્ઞા આપે. નિત્ય દેવદર્શન પણ કરીશ અને ચાતુર્માસમાં તો રાત્રિભેજનને ત્યાગજ રાખીશ.”
ધન્ય! ધન્ય ! ગુરુદેવના ઉપદેશમાં કેવા રંગાઈ ગયા છે.” પાસેના શ્રાવકે એ ધન્યવાદ આપ્યા. આપણા ચરિત્રનાયકે આ વર્ષમાં જગપૂજ્ય શ્રી હીરવિજયસૂરીશ્વરની જયન્તીની શરૂઆત બીકાનેરમાં કરી અને હિંદુસ્થાનભરમાં જયન્તી ઉત્સવ ઉજવવા માટે પ્રેરણાત્મક આંદોલન કરવામાં આવ્યું.
Page #495
--------------------------------------------------------------------------
________________
ગેડવાડમાં પ્રચારકાર્ય
૪૫૧ અહીં ચાતુર્માસમાં આપે એક પાંચ જ્ઞાનની અને બીજી સમ્યગુ દર્શનની એમ બે પૂજાએ બનાવી.
અજમેર, જત, નાગોર, મુંબઈ, પાટણ અને અમદાવાદ આદિ શહેરોના ભાઈઓ આપને વંદણ કરવા આવ્યા હતા. પંજાબ શ્રીસંઘનું એક પ્રતિનિધિમંડળ આઅને પંજાબનું આમંત્રણ આપવા આવ્યું હતું–તે વખતે પંજાબીભાઈએ એક દર્દભરી પ્રાર્થના ગુરુદેવને કરી હતી, તે હજી પણ શ્રેતાઓના કાનમાં ગુંજે છે.
અહીં બીકાનેરમાં તપશ્ચર્યા ઘણી સારી થઈ. ચાર મા ખમણ, પાંચ પાક્ષિક, પંદર અઠ્ઠાઈએ, બસે અઠમ અને બસે છઠ, મહારાજશ્રીએ પણ માત્ર ૧૨ દ્રવ્યની છૂટ રાખી હતી.
આ રીતે સં. ૧૯૭૭ નું પાંત્રીસમું ચાતુર્માસ બીકાનેરમાં સંપૂર્ણ થયું.
અહીંથી કારતક વદી ૫ ના દિવસે આપે વિહાર કર્યો વિહાર કરીને એક ગામમાં આવ્યા. ઉપાશ્રય તે કચેરી બની હતી. એક ધર્મશાળામાં ઊતર્યા. પં. શ્રીલલિતવિજયજી ગામના ઠાકરને ત્યાં ગોચરી ગયા. ત્યાં ચૂલા પર ખીર ચડતી હતી. ઠાકોરે તે લેવા બહુ આગ્રહ કર્યો પણ પંન્યાસજીએ સાધુના આચાર કહી બતાવ્યા. પંન્યાસજીની મીઠી મધુરી સંસ્કૃતમય વાણીથી ઠાકરને બહુ જ પ્રસનતા થઈ
તે સમય મેળવી મહારાજશ્રી પાસે આવ્યા. આપણું ચરિત્રનાયકે તેમને ધર્મનું રહસ્ય અને જીવનની સાર્થકતા
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૫૨
યુગવીર આચાય
શામાં છે તે સમજાવ્યું. ઢાકાર બહુ પ્રસન્ન થયા. ઉપા શ્રય જે બહુ જ વિશાળ અને સુંદર હતા, અને જેમાં રાજકમ ચારીનું દફતર રહેતું હતું: તે શ્રાવકને અપાવી દેવા તેમણે વચન આપ્યું. તેમણે જણાવ્યુ કે આપ જેવા વિદ્વાન પુરુષ! આ ઉપાશ્રયમાં પધારશે તેને તે ખ્યાલ જ નહિ.
અહીથી વિહાર કરી ભ્રૂણકરણસર, મહાજન આદિ ગ્રામેામાં થઈ ને સૂરતગઢ પધાર્યાં. અહી' આ સમાજભાઈ એ તથા સનાતની ભાઈઓ મહારાજશ્રીને મળવ આવ્યા. તેમની સાથે ચાર દિવસ સુધી ‘ઈશ્વર જગત્કર્તા છે કે નહિ ?” તે વિષે ચર્ચા ચાલી. મહારાજશ્રીએ યુક્તિપૂર્વક તેને સમજાવ્યા અને તેઓને વાર્તાલાપથી પ્રસન્નત
થ
સૂરતગઢ, હનુમાનગઢ વગેરે ગામેમાં વિચરી ઉપદેશામૃતનું પાન કરાવતા, લેાકેાને ધર્માંમાં દૃઢ કરતા ડમવાલીથી મ`ડી પધાયાં અને પંજાબમાં પ્રવેશ કર્યાં.
ગેાડવાડના ઉદ્ધાર માટે ભારે પરિશ્રમ કર્યો. જગ્યાએ જગ્યાએ જ્ઞાનપ્રચારના ઉપદેશ આપ્યા. ગામેગામ ફંડ કરવામાં આવ્યાં. વિશેષ કાય માટે એક ને બદલે એ ચાતુ*સ ગોડવાડમાં જ કર્યો. પણ ગાડવાડની ઉન્નતિના સમયને પરિપાક નહિ થયેા હાય તેથી પ્રયત્ને પૂરા સફળ ન થયા, માત્ર જગ્યાએ જગ્યાએ પાઠશાળાઓ સ્થાપન થઈ.
Page #497
--------------------------------------------------------------------------
________________
Dev
[ ૪૬ ] પંજાબ-પ્રવેશ
આજ પંજાબના ગામેગામના સ્ત્રી-પુરુષે!નાં હૃદય આનંદથી નાચી ઊઠયાં છે. ઘણા ઘણા વર્ષો પછી પેાતાના પ્યારા ગુરુદેવે પંજાબમાં પગલાં કર્યાં છે. વર્ષોની વિનતિ અને પ્રાના આજે ફળી છે. ગુરુદેવ શ્રીમદ્ આત્મારામજી મહારાજના આ બગીચા વર્ષોથી ઉજ્જડ પડેલા તે આજે હભર્યો દેખાય છે. મારવાડમાં લૂંટારાના પિરસહ સહન કરીને, ટાઢ-તડકો વેઠીને, ગોચરીપાણીની પરવા કર્યા વિના, આજે કુશળતાથી ગુરુવર્ય શ્રી વલ્લભવિજયજી સુનિમડળ સહિત પ્રવેશ કરે છે.
હુશિયારપુરના અહે।ભાગ્ય કે પ્રથમ પ્રવેશનું માન મળ્યું. ગુરુના સ્વાગત માટે શહેરેશહેર અને ગામેગામથી સ્રી-પુરુષા, યુવકા અને વિદ્યાર્થીએ મેાટી સખ્યામાં આવી પહોંચ્યા છે. શહેર ધ્વજા-પતાકા અને દરવાજાના સુશે:ભનથી શેાલી રહ્યું છે. મારામાં સજાવટ કરવામાં
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૫૪
યુગવીર આચાય આવી છે. ભજનમ`ડળીએ ગાઠવાઈ ગઈ છે. હજારા શ્રી પુરુષા સામૈયામાં છે. સાત આઠ હજાર માણસાની મેટી મેદની જામી છે. ત્રણ કલાક જુલૂસ આખા શહેરમાં ફર્યું. સ્થાન સ્થાન પર ભજનમ`ડળીઓએ ભજન ગાઈ ને જનતાને મુગ્ધ કરી. જગ્યાએ જગ્યાએ શરમતની વ્યવસ્થા હતી. મુસલમાન-સનાતની-સ્થાનકવાસી અને શ્વેતાંબરની સેવ સમિતિઓ પ્રબંધ કરવા સાથે હતી. પુજારા સ્ત્રી-પુરુષા પંજાખના પ્યારા ગુરુના દર્શન માટે ખડેપગે ઊભાં હતાં. જગ્યાએ જગ્યાએ ગુરુવયને વધાવવામાં આવતા હતા. સ્વાગતમાં હિ ન્દુ-મુસલમાન-શીખ-આય*સમાજી અને અધિકારી વર્ગની બહુ મેટી સંખ્યા હતી. જનતાને પ્રેમ આજે માતા નહાતા.
વ્યાખ્યાનમંડપ પાસે ગુરુમહારાજની સામે હજારે સ્ત્રી-પુરુષા શાંતિથી બેસી ગયા. લાલા દૌલતરામજીએ એકસે સાનામહેારના સાથિયા કરી વંધ્રુણા કરી. મહારથી ગુરુવર્ષને વધાવ્યા.
ધન્ય એ ભક્તિ, ધન્ય એ ગુરુ !
ગુજરાનવાલા ભજનમ`ડળીની ગુરુ-પ્રાના થયા પછી પંજાબના શ્રી સંઘે ગુરુદેવનું સ્વાગત કરતાં અભિનન્દન પત્ર આપ્યું. તેના અનુવાદ નીચે આપવામાં આવ્યા છે. ૐ અર્જુમ્ ।
सूरि श्री विजयानंद प्रशिष्यं शान्त चेतसम् । जैनधर्मधरंवंदे, वल्लभं मुनि वल्लभं ॥ પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ્, ન્યાયામ્ભાનિધિ, જૈનાચાય”
Page #499
--------------------------------------------------------------------------
________________
પંજાબ-પ્રવેશ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ–આત્મારામજી મહારાજના પ્રશિષ્યરત્ન પ્રઢ-વિદ્વાન, જૈનભૂષણ, મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજ !
અમે સમસ્ત શ્રીસંઘ પંજાબ, જેમાં દિલ્હી, મીરટ અને બીકાનેર પણ સમ્મિલિત છે–અમારી અનન્યભક્તિભાવના અને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી, આ હેશિયારપુર નગરમાં આપશ્રીનું સ્વાગત કરીએ છીએ. આ તુચ્છ સન્માનપત્ર આપની સેવામાં અર્પણ કરીએ છીએ. આશા છે આપ તેને સ્વીકાર કરી અમ સેવકને અનુગ્રહીત કરશે.
ગુરુરાજ ! આપશ્રીને માટે અમારા દિલમાં જે શ્રદ્ધા અને ભક્તિભાવ છે તેને શબ્દદ્વારા પ્રકટ કરવાને અમે સર્વથા અસમર્થ છીએ.
આપનું જીવન જૈન ધર્મનો ઉચ્ચ આદશ, સાદગી અને પવિત્રતાને એક ખાસ નમૂને છે. આપનું નામ વલ્લભ છે પણ ખરેખર આપ કાર્યોમાં પણ વલ્લભ જ છે. આપ જેવા રત્નથી જ જૈન સમાજ ગૌરવશાળી બની રહ્યો છે. આપ સત્ય અને પ્રેમની જીવતી-જાગતી મૂર્તિ છે. તેથી આપને સાચા સત્યાગ્રહી કહેવા જોઈએ.
સંયમ–સંન્યાસવ્રત ગ્રહણ કરવાના સમયથી આપે કુલ બુરાઈઓને સાચા દિલથી ત્યાગ કર્યો છે તેથી આપ સાચા અસહાગી છે.
ગુરુવર્ય ! આપના ઉચ્ચ અને અનુકરણીય જીવનને વિચાર કરતાં કરતાં અમારાં મસ્તક શ્રદ્ધા અને ભક્તિભાવથી નગ્ન થઈને આપના પ્રશસ્ત ચરણોમાં ઝુકી પડે છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૫
યુગવીર આચા
અધિક શું કહેવું, અમે આપશ્રીના ગુણાનુવાદમાં સથા
અસમર્થ છીએ.
પૂજ્ય મુનિરાજ ! સ્વર્ગવાસી ગુરુમહારાજ(શ્રી આત્મારામજી) પછી આપે પરંજામના જૈનસમાજ ઉપર જે ઉપકારમયી મમતા રાખી છે તે માટે અમે આપના સદાના ઋણી રહીશું.
'
આપના અસીમ વિદ્યાપ્રેમકાઈથી અજાણ્યા નથી. મુંબઇનું ‘ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ’ અને પાલનપુરનું જૈન એજ્યુકેશન ફ્ડ ' આદિ સંસ્થાઓ-જે આપના ઉપદેશથી સ્થાપન થયેલી છે તે આપની શિક્ષાભિરુચિનુ જીવતું જાગતું દૃષ્ટાંત છે.
આ ઉપરાંત ગુજરાત, કાર્ડિઆવાડ અને મારવાડ આદિ દેશેામાં પગે ચાલીને વિહાર કરીને શિક્ષાપ્રચાર અને સમાજસુધારને માટે આપે જે પરિશ્રમ ઉડાવ્યેા છે તે માટે જૈનસમાજ આપને સદા આભારી રહેશે.
પંજાબ ભૂમિને માટે આજના દિવસ મહાન સૌભા ગ્યના છે. આ સમયે આપનુ અહીંનુ પદાપણું એક વિશેષ ગૈારવની વાત છે. આ વખતે પજાખના શ્રીસંઘની જે કાય!પલટ થઈ છે, તે આપના જ અતિશયવિશેષનુ ફળ છે. જનસમાજના સ્ત્રીપુરુષોનું આ સમયે મલમલ અને રેશમને બદલે માત્ર ખાદીના વેશમાં હાજર રહેવું, આપના આગમનના પ્રભાવનું પ્રત્યક્ષ ફળ છે.
અન્તમાં આપશ્રીના પવિત્ર ચરણામાં અમારી સવિનય પ્રાથના છે કે, આપ આપના શિષ્ય પરિવાર સહિત આ
Page #501
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક સંધ પતિ પાંચુલાલજી વેદને માળ પહેરાવે છે.
[ લોદ્રવાતીથ ] ૧૯૮૯
Page #502
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ શીયાલકેટ-૧૯૯૭
Page #503
--------------------------------------------------------------------------
________________
પંજાબ-પ્રવેશ
૪૭
પંજાબ-ભૂમિ જેણે શ્રી વિજ્યાનંદસૂરિ જેવા ધર્મોદ્ધારક રત્ન પેદા કર્યા છે તે દેશમાં એક એવો છોડ લગાવે કે જેનાં અમૃત ફળેથી અમે અને અમારાં સન્તાને અમરતા મેળવીને સાચા સુખની પ્રાપ્તિ કરી શકીએ. ફાગુન સુદી પ શુક્રવાર )
અમે છીએ સં. ૧૯૭૮
આપના નમ્ર સેવક તા. ૨-૩-૨૨ ઈ સમસ્ત પંજાબના જૈને
અભિનન્દન વંચાઈ ગયું. સર્વત્ર શાંતિ પથરાયેલી હુતી. આપણા ચરિત્રનાયક પંજાબના સમસ્ત સંઘોને મીઠે મધુર પ્રેમસંબંધ જોઈ રહ્યા હતા. હજારે સ્ત્રી-પુરુષ ખાદીના પવિત્ર વેશમાં ગુરુમહારાજની અમૃતવાણું સાંભળવા ઉત્સુક હતા. પંજાબની રક્ષા, ગુરુદેવને સંદેશ, ગુરુદેવની અંતિમ ભાવના, સરસ્વતી મંદિરને વિચાર, રાષ્ટ્રીય લહેર અને પંજાબના ઉત્થાન માટેની તમન્ના એમ એક પછી એક વિચારે સન્માનપત્ર સાંભળતાં સાંભળતાં થઈ આવ્યા. ગુરુદેવની મનહર મૂતિ જોતાં જ ગુરુદેવ યાદ આવી ગયા. બે અશ્રુબિન્દુઓ ચક્ષુઓને ખૂણામાં ભરાઈ આવ્યાં અને ગુરુદેવને મરીને અસીમ શાંતિના મધુર વાતાવરણમાં ઊભા થયા.
મહાનુભાવો ! સમસ્ત શ્રીસંઘ પંજાબ! આપ લેકએ મારે એટલે ભાવપૂર્ણ સત્કાર કર્યો છે કે હું મારું નહિ પણ પ્રાતઃસ્મરણીય ગુરુમહારાજનું માનું સમજુ છું અને તે માટે તમારું સન્માન સહર્ષ સ્વીકારું છું.
જે તમારામાં સાચી ગુરુભકિત છે, તે તમે તમારા
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૫૮
યુગવીર આચાય
અંતઃકરણથી મારું નહિ પણ ગુરુમહારાજનું એક એવુ સ્મારક કરે। જેનાથી સ્વગીય ગુરુદેવના આત્માને પરમ સંતેષ થાય, અને હું પણ આનંદના ઉપભાગ કરી શકું.
તે સ્મારક છે એક આત્માનંદ જૈન કૉલેજ 'ની સ્થાપના. ગુરુમહારાજ વારવાર ફરમાવતા હતા કે, પંજાખમાં જ્યારે દેવમંદિરે ઘણાં થઈ જશે ત્યારે સરસ્વતીમદિરા તૈયાર કરાવીશ.
6
સજ્જને ! પજામમાં દેવસ્થાન ઘણી સારી સખ્યામાં અનાવરાવી તમે ગુરુદેવની એક ભાવનાને પૂર્ણ કરી છે. હવે બીજી ભાવના સરસ્વતીમંદિર મનાવીને પૂર્ણ કરીને ગુરુદેવના આત્માને પરમ સંતાષ પ્રદાન કરે! અને ગુરુઋણથી મુક્ત થાઓ.
66
આપના માનપત્રની સાથ કતા હું તે દિવસે સમજીશ જે દિવસે તમે ૫જાખમાં ગુરુદેવના નામની કૉલેજ મનાવી દેશે. જે દિવસે હું કાસા દૂરથી આત્માનંદ જૈન કૉલેજના આલિશાન મહાલયા જોઈ શકીશ, તે દિવસે હું સમજીશ કે આપે સાચા દિલથી મને સન્માનપત્ર આપ્યુ છે.
જે દિવસે ભારત વના ખૂણેખૂણામાં એ ચર્ચા ચાલશે કે જૈનધર્મના સાચા ધારકા—સાચા જ્ઞાતા અને ઐહિક વિદ્યામાં પારગત તા આત્માનદ જૈન કૉલેજમાંથી નીકળે છે, તે દિવસ હું મારા જીવતરની મેટામાં મેાટી ઐહિક સાધનાને તમે પૂર્ણ કરી એમ સમજીશ.
જ્યાં સુધી એ ચેાજના ભૂત સ્વરૂપ ન લ્યે ત્યાં સુધી હું તે! માનું છું કે તમારી ‘આત્મારામજી મહારાજની
Page #505
--------------------------------------------------------------------------
________________
જામ-પ્રવેશ
૪૫૯
6
,
જય, ’ વલ્લભવિજયજીની જય ' મેલવી અને મારી ગ્રામાનુગ્રામ પંજાબમાં વિચરી ઉપદેશ દેવા બધુ... નિરર્થક છે. શાસનદેવ તમને સદ્બુદ્ધિ અને શકિત આપે કે તમે આ મનોકામના પૂર્ણ કરી શકે. ”
પંજાખના શ્રીસંઘમાં આ મનાવેધક અને આકર્ષક વાણીએ વીજળીશેા ચમત્કાર કર્યાં. હૃદયહૃદય હાલી ઊઠયાં. એક એક વ્યકિતમાં ગુરુમહારાજના સાચા સ્મારક માટે ભાવના જાગી ઊઠી. એ વખતના શ્રીસ`ઘ પંજાખના હૃદયના ભાવા અજખ હતા. હજારો ચક્ષુએ સ્વગીય ગુરુદેવના સ્મરણથી ભીની થઇ ગઈ. એજ દિવસે ૫ જામ-શ્રીસ ઘે પંજાબ મહાવિદ્યાલય-કાલેજને માટે ફંડ શરૂ કર્યું. લગભગ એ લાખ રૂપીઆ જોતજોતામાં લખાઈ ગયા. પુરુષાજ નહિ સ્ત્રીઓમાં પણ ભારે ઉત્સાહ હતા. અનેક બહેનેાએ પેાતાનાં ઘરેણાં ઉતારી ઉતારી આ મહાવિદ્યાલયને માટે દાન કર્યાં.
કેવા વાણીના ચમત્કાર, કેવે ગુરુપ્રેમ, ગુરુદેવના સ્મારકની કેવી તમન્ના, વિદ્યાપ્રચારની કેવી અમરભાવના, જૈન ધર્મના ઉદ્દાતની કેવી ઉત્સુકતા, શ્રીસંઘની કેવી શ્રદ્ધા અને ગુરુ તથા સંઘને કેવા અનુપમ પ્રેમસબંધ ? આજનુ અજબ દસ્ય દેવને પણ નિહાળવા જેવું ખરું.
ત્રણ દિવસ ઉત્સવ રહ્યા. સાર્વજનિક વ્યાખ્યાન પણ થયાં. ભારતભૂષણ મદનમાહન માલવીયાજી આ દિવસેામાં અહીં' આવેલા. તેમની સાથે આપણા ચરિત્રનાયકનું મિલન થયું. લગભગ અર્ધો કલાક આપ અને માલવિયાજી વાર્તા
લાપ કરતા રહ્યા.
Page #506
--------------------------------------------------------------------------
________________
=
=
યુગવોર આચાય
પંજાબની ભૂમિમાં આપણા ચરિત્રનાયક પધાર્યા અને ડબવાલીમંડીમાં પંજાબના શ્રીસંઘે આપનું ભવ્ય સ્વાગત કર્યું. બધા સંઘોએ પોતપોતાના શહેરમાં ચાતુર્માસ માટે વિનતિ કરી.
મહારાજશ્રીએ જણાવ્યું. “ શ્રીસંઘ પંજાબ મળીને નિર્ણય કરે ત્યાં હું પહેલાં આવવા માટે તૈયાર છું. પણ ચાતુર્માસ માટે વર્ષોથી અંબાલાનિવાસી ધર્મનિષ્ઠ લાલા ગંગારામજીને આગ્રહ હોવાથી અમે બધા મુનિએ અંબાલામાં ચાતુર્માસ કરીએ તે સારું તેમ મારી ભાવના છે. વળી મેં પંજાબમાં વિચરતા વૃદ્ધ મુનિ મહારાજશ્રી સુમતિવિજયજી મહારાજ અને પં. સેહનવિજયજી આદિને પણ અંબાલા મળવા માટે પહેલેથી જણાવી દીધું છે. આ ઉપરાંત અંબાલાની શ્રી આત્માનંદ જૈન સ્કૂલના વિકાસ માટે પ્રયત્ન કરવાની મારી ભાવના છે.”
શ્રીસંઘ પંજાબે મળીને સર્વ સમ્મતિથી એ નિર્ણય કર્યો કે મહારાજશ્રી પહેલાં હોશિયારપુરમાં પધારે ત્યાં લાભની સંભાવના વિશેષ છે.
ડબવાલીમંડીથી વિહાર કરી આપ ભરિંડાં પધાર્યા. હિંદુ-મુસલમાન ભાઈ એ આપનું સ્વાગત કર્યું. અહીં સાર્વજનિક વ્યાખ્યાન થયું. ઘણા લોકેએ માંસમદિરાને ત્યાગ કર્યો. અહીંથી જેતે, કેટકપૂરા થઈ ચાંદા પધાર્યા. રસ્તામાં બે સાધુઓને જવર આવી ગયે તે વખતે પોતે બનેની ઉપાધિઓ લઈ લીધી. કેવી સમયજ્ઞતા ! આગળ
Page #507
--------------------------------------------------------------------------
________________
પંજાબ-પ્રવેશ
૪૬૧ પંન્યાસજી શ્રી લલિતવિજયજી જઈ રહ્યા હતા. તે આ દશ્ય જોઈ ચકિત થઈ ગયા. આપની પાસેથી બધી સામગ્રી પિતે લઈ લીધી. - ચાંદાથી વિહાર કરી તલવંડી થઈ આપ જીરા પધાર્યા. અહીં આપના બે સાર્વજનિક વ્યાખ્યાન થયાં. તેમાં અધિકારી વર્ગ પણ આવતા હતા. અહીં બે ભાઈઓના મુકદમાં ચાલતા હતા. તેઓને સમજાવી આપે સમાધાન કરાવ્યું.
જીરાથી સુલતાનપુર, કપૂરથલા, કત્તરિપુર આદિ સ્થાનોમાં થઈને ખુપુર પધાર્યા. ગુજરાંવાલાથી વિહાર કરી શ્રી સુમતિવિજયજી સ્વામી તેમજ પં. શ્રી સેહનવિજયજી પણ અહીં આવી મળ્યા. અહીંથી વિહાર કરી આપ નસરાલા ગામમાં પધાર્યા. બધા સાધુઓ અહીં મળી ગયા. હશિયારપુરથી શ્રી વિબુધવિજયજી તથા શ્રી વિચક્ષણવિજયજી પણ અહીં આવી પહોંચ્યા.
ફાગણ સુદી પંચમીને દિવસે આપે સર્વ સાધુઓ સહિત હોશિયારપુરમાં પ્રવેશ કર્યો અને ગુરુદેવના સ્મારકમાં શ્રી આત્માનંદ જૈન મહા વિદ્યાલયની સ્થાપના માટે આપની પ્રેરણાથી ફંડ થયું.
દેશમાં રાષ્ટ્રીય આંદોલન ચાલી રહ્યું હતું. સ્વદેશી વસ્તુઓને માટે દેશભરમાં મોટી હલચલ મચી હતી. મહા
ત્મા ગાંધીજી હિંદભરના પ્રવાસે નીકળ્યા હતા. ખાદીના પોષાક માટે જગ્યાએ જગ્યાએ પ્રચાર થઈ રહ્યા હતે. હજારેલાખ લેકે મલમલ અને રેશમી વિલાયતી વસ્ત્રોનો ત્યાગ
Page #508
--------------------------------------------------------------------------
________________
સર
યુગવીર આચાય
કરી જાડી પણ સ્વદેશી ખાદી ધારણ કરવા પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા. આપ પણ જ્યારે ખીઆવરમાં હતા ત્યારે જ વિચારી રહ્યા હતા કે મિલના કપડાં પહેરવાં ધાર્મિક દૃષ્ટિએ ઉચિત છે કે કેમ ? છેવટે આપે નિચ કર્યા કે અનુચિત છે. કારણ મિલના કપડામાં ચરખી લાગે છે અને ચરખી હિંસા વિના થતી નથી, તેથી બીકાનેરમાં આપે શુદ્ધ ખાદી પહેરવી શરૂ કરી હતી.
પંજાબના પ્રવેશ સમયે તે આપની ભાવના હતી કે પંજાખ શ્રીસંઘ શુદ્ધ ખાદીના પવિત્ર પેાષાકમાં જ સજ્જ થઇને હુશિયારપુરના પ્રવેશ સમયે આવે અને એમજ અન્યુ, સ્ત્રી-પુરુષા બધાં ખાદીમાં આવ્યાં હતાં. એ દૃશ્ય પશુ મનેાહર હતું.
મહાવીર જયન્તી ખૂબ ઠાઠમાઠથી ઉજવવામાં આવી. તે પ્રસંગે મહારાજશ્રીએ અહિંસાની ષ્ટિએ ખાદીની વશ્યકતા ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું અને તેના ફલસ્વરૂપ નીચે પ્રમાણે ઠરાવેા થયાઃ
૧ અપવિત્ર કેશરને પૂજામાં ઉપયેાગ ન કરવેા.
૨ પ્રભુપૂજામાં હાથથી કાંતેલા અને હાથે વણેલા શુદ્ધ સ્વદેશી વસ્ત્રાજ પહેરવાં.
૩ મિલના અને ચરબીવાળા અપવિત્ર કપડાં પહેરીને પ્રભુપૂથ્વ ન કરવી.
૪ અંગ લુછના—પ્રભુના શરીર લુછવાના કપડાં પણ એવાં જ પવિત્ર હાવાં જોઈ એ.
૫ મદિરમાં નૈવેદ્ય પણ દેશી સાકરનું હેવુ જોઈએ.
Page #509
--------------------------------------------------------------------------
________________
પંજાબ-પ્રવેશ
૪૩ હોશિયારપુરથી ફગવાડા થઈ ફિલોર પધાર્યા. અહીંથી આહાર કરી બપોર પછી નીકળ્યા પણ ચાલતાં ચાલતાં સાંજ પડી જવાથી માર્ગમાં જ એક આમ્રવૃક્ષની નીચે રાત્રિવાસો રહ્યા.
અહીંથી લુધિયાના પધાર્યા. સમારેહપૂર્વક નગરપ્રવેશ થયો. ઉપાશ્રયમાં એટલી તે ભીડ થઈ કે આગળની દીવાલો તોડી નાંખવી પડી. હિંદુમુસલમાન ભાઈએ વ્યાખ્યાનમાં આવ્યા હતા. એક મુસલમાન કુટુંબે માંસાહારનો ત્યાગ કર્યો.
એક બ્રાહ્મણને છોકરો શરાબી હતો. તેને સમજાવી શરાબનો ત્યાગ કરાવ્યું અને તેણે વ્યાખ્યાનમાં ઊભા થઈને પ્રતિજ્ઞા લીધી.
અહીં ચાતુર્માસ માટે શ્રીસંઘ તેમજ હિંદુ મુસલમાનભાઈઓએ પણ પ્રાર્થના કરી, એટલું જ નહિ પણ “આપ ચાતુર્માસ રહો તે ત્રીસ-ચાલીશ હજાર ફંડ થશે અને પાઠશાળા સ્થપાશે ” તેમ જણાવ્યું પણ પંજાબના શ્રીસંઘે મળીને અંબાલાનું ચાતુર્માસ નકકી કર્યું હોવાથી ત્યાં ન રહી શકયા.
અહીં શ્રી આત્મારામજી મહારાજની જયન્તી બહુ આનંદપૂર્વક ઉજવવામાં આવી. બે હજાર ભાઈબહેને હાજર હતા. જયન્તીની યાદમાં ઘણા લોકેએ એવી પ્રતિજ્ઞા લીધી કે ચરબીવાળા અપવિત્ર વસ્ત્રો લગ્નાદિ પ્રસંગોમાં ઉપયોગમાં ન લેવાં. આથી હજારેને ખર્ચ પણ બચી ગયે.
લુધિયાનાથી વિહાર કરી આ૫ ૧૯૭૮ ના જેઠ વદ
Page #510
--------------------------------------------------------------------------
________________
યુગવી૨ આચાર્ય
૬ ના દિવસે અંબાલા પધાર્યા. અંબાલાએ ગુરુમહારાજનું સુંદર સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
જ્યારે ગુરુમહારાજે નગરપ્રવેશ કર્યો અને જલૂસ ઉપાશ્રયમાં આવ્યું તે સમયે લાલા ગંગારામજીએ રૂા. ૧૦૦) અને બીજા બે ગૃહસ્થોએ રૂ. ૧૩) દાનમાં આપ્યા. આપના ઉપદેશથી આ રૂપીઆ કોંગ્રેસ અને ખિલાફત કમીટીને એ શરત પર આપવામાં આવ્યા કે નાગા—ભૂખ્યાને અન્ન અને વસ્ત્ર આપવામાં આવે. અહીં પણ આપણા ચરિત્રનાયકે રાષ્ટ્રીય અને ધર્મભાવના જાગૃત થાય તેવાં મનનીય વ્યાખ્યાન આપ્યાં. એ વ્યાખ્યાને ઉપરથી અંબાલાના શ્રીસંઘે જે ઠરાવ કર્યા તે ઉલ્લેખ કરવા ગ્ય છે.
(૧) કેઈ ભાઈ વિવાહ આદિ આનંદના પ્રસંગમાં કે બીજા કોઈ શંકજનક પ્રસંગોમાં ચરબી યુક્ત વિલાયતી કપડાં જે ધર્મવિરુદ્ધ અને અપવિત્ર ગણાય છે તે ન આપે.
(૨) લાખ કીડાની હિંસાથી બનતા રેશમી કપડાં પણ અપવિત્ર હોવાથી તેને ઉપગ પણ ન કરે,
(૩) ચરબીથી બનેલા સાબુઓ પણ કઈ ન વાપરે. ઉપરાંત અશુદ્ધ વસ્ત્ર નવાં તે કેઈ ન બનાવરાવે. માત્ર બનેલાં ઘરમાં હોય તે તેને ગમે તે કામમાં ઉપયોગ કરી લે, પણ સામાયિક, પ્રતિકમણ, કે દેવપૂજા, દેવદર્શનમાં આ અશુદ્ધ વસ્ત્રોને ઉપયોગ બિલકુલ ન કરવો. અશુદ્ધ કેસરને પણ પૂજામાં ઉપયોગ ન કરે. અશુદ્ધ ખાંડની બનેલી મીઠાઈ પણ શ્રી મંદિરમાં ન ચઢાવવી.
આપની ભાવના અહીંની “આત્માનંદ જૈન મિડલ
Page #511
--------------------------------------------------------------------------
________________
પંજાબ- પ્રવેશ
૪૬૫
સ્કૂલ” ને હાઈસ્કૂલ બનાવવાની હતી. આપના ઉપદેશથી તે માટે રૂ. ૨૨૦૦૦) મળ્યા અને મકાનને માટે ઘણા વિદ્યાપ્રેમી ગૃહસ્થોએ ઓરડાઓ આપવા વચન આપ્યાં.
કાર્તિક સુદી પંચમી (૧૯૭૯) ના દિવસે ગુજરાનવાલા નિવાસી લાલા જગન્નાથજીના શુભ હસ્તે એક પુસ્તકાલયની ઉદ્દઘાટન કિયા થઈ તેમાં આપે પિતાના ૩૦૦૦ લગભગ પુસ્તકો ભેટ આપ્યાં. આ ગ્રંથમાં કેટલાંક તે બહુ જ પ્રાચીન હસ્તલિખિત હતાં. આ ઉપરાંત મહારાજશ્રીના ઉપદેશથી ૧૧ શ્રાવિકાઓએ પુસ્તકોને માટે કબાટ જ્ઞાનભક્તિ નિમિત્ત બનાવરાવી આપ્યાં હતાં.
આ ચાતુર્માસમાં તપશ્ચર્યા પણ ખૂબ થઈ મુનિ મહારાજશ્રી ગુણવિજયજી મહારાજની તપશ્ચર્યા તે અભૂત ગણાય. તેમણે ૭૬ દિવસમાં માત્ર ૭ દિવસ અન્નગ્રહણ કર્યું હતું.
આ રીતે સં. ૧૯૭૮ નું છત્રીસમું ચાતુર્માસ અંબાલામાં ખૂબ આનંદપૂર્વક સંપૂર્ણ થયું.
સમાનાને મંદિરની પ્રતિષ્ઠા માટે વિનંતિ આવેલી હતી તેથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અને ઉપદેશામૃતનું પાન કરાવતાં મહારાજશ્રી પતિયાલા થઈ સમાના પધાર્યા. અહીં આપનું અપૂર્વ સ્વાગત થયું. અહીં જૈન જૈનેતર ભાઈઓમાં કલેશ હોવાથી મુકદ્દમે ચાલી રહ્યો હતો. મહારાજશ્રીએ બન્ને પક્ષેને ખૂબ સમજાવ્યા અને સમાધાન કરાવ્યું. સં. ૧૯૭૯ ના મહા સુદી ૧૧ ના શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા આનંદેત્સવની સાથે કરાવી.
૩૦
Page #512
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય
સમાનાથી વિહાર કરી આપ નાભા પધાર્યાં. અહીં સ્થાનકવાસી ભાઇઓની વસ્તી અધિક છે. તેઓએ પેાતાના સ્થાનકમાં પધારી વ્યાખ્યાન વાંચવાની પ્રાથના કરી. એથી આપ ત્યાં જઈ વ્યાખ્યાન વાંચવા લાગ્યા. નાભાર્થી વિહાર કરી આપ મલેરકેટલા પધાર્યા. અહીં એ મુસલમાન ભાઈએ માંસાહાર છેાડી આપના ભકત બની ગયા.
૪}}
મલેરકેટલામાં શ્રી મહાવીર જયંતીના બહુ જ સુંદર ઉત્સવ થયે. અમદાવાદ નિવાસી વકીલ કેશવલાલ પ્રેમચઢ મેાદી બી. એ. એલ. એલ. બી. આપના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે પણ જયન્તીના ઉત્સવમાં ભાગ લીધે।. ૫. શ્રી. લલિતવિજયજી મહારાજશ્રીનું પ્રભાવશાળી વ્યાખ્યાન થયું. અપેારના ભગવાન મહાવીર સ્વામીની પાલખીનું જસ નોકળ્યુ. તથા પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી. આ પૂજાના રંગ કાંઈ એરજ આળ્યેા હતેા. પં. શ્રી લલિતવિજયજી મહારાજશ્રીને સંગીતનું સુંદર જ્ઞાન હાવાથી તેમણે તથા કેટલાના લાલા નગીનચંદે પૂર્જા બહુ જ મેહકરીતે ભણાવી અને આગન્તુકાને ભારે મજા પડી
તપસ્વીજી શ્રી ગુણવિજયજીએ ફાગણ વદી અષ્ટમીના અમેઅમે પારણાથી વરસીતપ શરૂ કર્યાં. અમદાવાદ નિવાસી જવેરી ભાગીલાલ તારાચ’ઢની પ્રેરણાથી શ્રી ચારિત્ર-પૂજા— બ્રહ્મચય પૂજાના પ્રારંભ આપણા ચરિત્રનાયકે મલેરકેટલામાં કર્યા હતા. અહીથી વિહાર કરી લુધિયાન થઇ આપ હોશિયારપુર પધાર્યાં અને સં. ૧૯૭૯ નુ' આડત્રીસમુ ચામાસુ આપે હોશિયારપુરમાં પૂર્ણ કર્યું.
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૭]
તપસ્વી જીવન “મદેવ! આ તપશ્ચર્યા હવે કયાં સુધી ચાલશે ? ” પં. લલિતવિજયજીએ એક દિવસ કુશ થઈ ગયેલા ગુરુવર્યના શરીરને નિહાળીને પૂછ્યું.
એ તપશ્ચર્યા સહેતુક થાય છે. એક મહાન કાર્યના અભિગૃહ સ્વરૂપ એ તપશ્ચર્યાની ફુરણ થઈ છે.” ગુરુવયે રહસ્ય સમજાવ્યું.
દયાનિધિ ? તપમતિ! અમે જાણીએ છીએ કે બીકાનેરમાં જ આપે નિર્ણય કરેલે કે પંજાબમાં ન પહોંચાય ત્યાંસુધી હંમેશાં એકાસણું કરવું. વળી દસ દ્રવ્યથી અધિક દ્રવ્ય ન લેવાનો પણ આપને અભિગ્રહ હતા, પણ પંજાબ તે પહોંચી ગયા. હવે આ કાયાથી ઘણાં ઘણાં
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૮
યુવીર આચાર્ય
સમાજ ઉત્થાન અને શાસનસેવાના કાર્ય કરવાનાં છે. કૃપા કરી અમારી પ્રાર્થના સ્વીકારી તપશ્ચર્યા આછી કરે. ” પ. લલિતવિજયજીએ પ્રાથના કરી.
“ ભાઈ ! મારા હૃદયમાં શું ભર્યું છે તે તું નહિ સમજે, પણ પંજાબમાં આવીને એકાસણા બંધ કરવાથી કાણુ જાણે મારૂં દિલ માનતું નથી. તેથી જ ફરી એકાસણા શરૂ કર્યાં છે. ” કૃપાળુ ? આપની ભાવના અમને—શિષ્યાને હિ જણાવા તેા કાને કહેશેા ? અમને કૃપ! કરી જણાવે. અમે પણ એ ભાવનાને સિદ્ધ કરવામાં સહાયક થવા પ્રયત્ન કરીશું.
,,
::
((
,,
તે તેા, આનંદની વાત. તમે મારી ભાવના કાં નથી જાણતા ? અને તે માટે મારી તપશ્ચર્યા છે. ગુરુદેવ ! પણ હમણાં હમણાં તે આપ ગળપણ પણ નથી લેતા તેનું કેમ ?
“ તે માટે પણ મેં પ્રતિજ્ઞા લીધી છે. જ્યાંસુધી પ`જાખમાં ધાર્યું કાય ન થાય ત્યાંસુધી તે મીઠાઈ બંધ જ રહેશે.” “ પજામમાં એવું કયું કાર્ય કરવા આપના અભિગ્રહ છે તે કૃપા કરી આ સેવકને જણાવો. ” ૫. લલિતવિજયજીએ વાત જાણી લેવા પ્રયાસ કર્યાં.
આવા
પૂજાખમાં એક સરસ્વતી મંદિર જોવાની મારી વર્ષોની અભિલાષા છે. સ્વ`સ્થ ગુરુદેવની તે અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાની જવાબદારી મારી છે, ’’
દયાળુ! તે માટે આપના—અમારા બધા પ્રયત્ના
66
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૧૯
ચાલુ છે અને હવે તો તેની તૈયારી છે. કુંડ પણ થયું છે.”
જ્યાંસુધી પંજાબના કોઈ શહેરમાં તેની શરૂઆત ન થાય ત્યાંસુધી મારા આત્માને ચેન કેમ પડે?”
ગુરુદેવ! એકાસણા ફરી શરૂ કર્યા, દસ દ્રવ્યોથી વિશેષ ન લેવાનો નિયમ છે. વળી મીઠાઈ પણ છોડી. આટલું ઓછું છે કે ચતુર્દશી અને પૂર્ણિમા તેમજ ચતુર્દશી અને અમાવાસ્થાના છઠ કરવાનું શરૂ કર્યું છે.”
ભાઈ તપશ્ચર્યામાં મને આનંદ છે. તપશ્ચર્યાથી કમ પાતળાં પડે છે. આત્માને ખૂબ શાન્તિ રહે છે. મનનચિંતન નિદિધ્યાસન થાય છે. પવિત્ર ભાવ આવે છે અને અમૃતરસના ઘુંટડા પીતા હોઈએ તે આત્માનંદ થાય છે.” આપણું ચરિત્રનાયકે તપશ્ચર્યાને આનંદ વ્યક્ત કર્યો.
તરણતારણ! પણ આ શરીરની પણ દયા ચિંતવવી કે નહિ! આ શરીરથી હજી ઘણું કામ લેવાનું છે. આપને દેહ આમ તપશ્ચર્યાથી જીર્ણ બનાવી દેવાનો નથી. તે ઉપર અમારો શિષ્યને, ભકતને, સમાજને અને શાસનનો હક છે. વળી ઓછામાં પૂરું આપે બાર તિથિ મૌનવૃત્ત સ્વીકાર્યું છે. અમે તે પામર રહ્યા. આથી અકળાઈ જઈએ. આપને સંયમ–આપની દઢતા–આપની સહનશક્તિ અને આપની તપશ્ચર્યા જરૂર જરૂર ફળશે.” પન્યાસજીએ પિતાની ભાવના દર્શાવી.
“તું દુઃખી ન થા. ધર્મપસાથે બધાં રૂડાં વાનાં થઈ રહેશે. તપશ્ચર્યા વિના સિદ્ધિ નથી. તું તો મને ખૂબ સહાયક થઈ પડયો છે. વ્યાખ્યાન આદિનું કામ તે ઉપાડી લીધું છે તેથી
Page #516
--------------------------------------------------------------------------
________________
४७०
યુગવીર આચાર્ય તે હું નિશ્ચિતતાથી તપશ્ચર્યા કરું છું. એગ્ય ઉત્તર સાધક મળવાથી કાર્યની સિદ્ધિ થઈ શકે છે. તેથી તે કેટલાંએ સૂત્રોના સ્વાધ્યાય મારે થયા. મારી કેટલા વર્ષોથી આઠમ કરવાની અભિલાષા હતી તે પણ પૂર્ણ થઈ. મને તે હવે તપશ્ચર્યાથી ભારે આનંદ મળે છે.” મહારાજશ્રીએ પન્યાસશ્રી લલિતવિજયજી પાસે પિતાનું હૃદય કહ્યું.
પંજાબ પહોંચવાની ઉતાવળ હતી. ગુરુદેવને ધર્મબગીચે સૂકાઈ રહ્યા હતા. તેની જવાબદારી પિતાની હતી. ગુરુદેવે તે બગીચા લીલમલોલ-લીલુંછમ હર્યોભર્યો રાખવાની આજ્ઞા આપણા ચરિત્રનાયકને કરી હતી. ગુરુદેવનું
મરણ હમેશાં રહેતું અને પંજાબના બધા શહેરના શ્રીસંઘની વિનંતિઓ વારંવાર ગૂજરાત-કઠિયાવાડ મારવાડ રજપૂતાના આવતી હતી. આપણા ચરિત્રનાયક પણ પંજાબ પહોંચી જવા ભારે ઉત્સુક હતા પણ મારવાડના વૈદ્ધારની દૃષ્ટિથી ત્યાં રહી ગયા અને તેથી જ જ્યાંસુધી પંજાબ ન પહોંચાય ત્યાંસુધી એકાસણાની તપશ્ચર્યા શરૂ કરી. પંજાબ પહોંચ્યા અને શિષ્યોના આગ્રહથી એકાસણું છોડ્યાં. દશ દ્રવ્યની તે પ્રતિજ્ઞા હતી જ પણ એકાસણું છેડવાથી મન ખિન્ન રહેવા લાગ્યું. તપશ્ચર્યા કાર્યની સિદ્ધિમાં ઉપયેગી જણાવાથી ફરી એકાસણું શરૂ કર્યા. બબે ઉપવાસ શરૂ કર્યા એટલું જ નહિ પણ બાર ર્તાિએ માન ધારણ કર્યું અને જ્યાંસુધી સરસ્વતી મંદિરનું ખાત મુહૂર્ત પંજાબના કેઈ શહેરમાં ન થાય ત્યાંસુધી મીઠાઈનો પણ ત્યાગ કર્યો. અઠમ કરવાની વર્ષોની અભિલાષા પણ પૂર્ણ થઈ અને પર્યુષણમાં આઠમ
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૭૨
તપસ્વી જીવન લીધે અને ત્રણ ઉપવાસ હોવા છતાં ખૂબ શાંતિ અને આનંદથી સંવત્સરીના દિવસે કલ્પસૂત્ર—બારસાનું વ્યાખ્યાન વાંચી સંભળાવ્યું.
આ અઠમ તપના પારણાના દિવસે લાલા ગુજરમલ્લજીને પત્ર લાલા શૈલતરામજીએ રૂ. ૧૦૧) જીવદયામાં આપ્યા, બીજી રકમ પણ જીવદયામાં થઈ હતી. તે મુંબઈ મોકલવામાં આવી.
આ તપસ્વી જીવનને આપણા ચરિત્રનાયકને આનંદ અનુપમ હતો. હવે તે ચાર ચાર ઉપવાસ કરવાની ભાવના સેવે છે. ધન્ય એ તપસ્વી, ધન્ય એ તપશ્ચર્યા, ધન્ય એ અભિગ્રહ. ધન્ય એ પ્રતિજ્ઞા.
ધર્મ–સમાજ–પંજાબ-સંઘ અને શિક્ષણના ઉત્થાન માટેની કેવી તમન્ના !
તાશ્ચયથી શરીર કૃશ થઈ રહ્યું હતું. શક્તિ પણ ઘટી ગયેલી હતી. ધ્યાન અને માન, અભ્યાસ અને અવગહન, ચિંતન અને મનન સિવાય બીજો વિચાર નહોતે. શિવે આ કૃશતા જોઈ દુઃખી રહેતા. પં. લલિતવિજયજી તે બહુજ ખિન્ન રહેતા પણ પ્રતિજ્ઞાના નામથી ચૂપ રહેતા. આજે ટપાલ આવી. ગુરુદેવ પત્ર વાંચી રહ્યા હતા. એક પત્ર વાંચીને ચિંતામાં પડી ગયા આપ્તજન જેવા પં. લલિતવિજયજી ગુરુદેવના હૃદયની વ્યથા સમજી ગયા. શાંતિથી પાસે ગયા. તપશ્ચર્યાથી પાંસળાં દેખાતાં હતાં. પંન્યાસજીની આંખો આ જોઈ સજળ થઈ ગઈ. હિંમત
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૭૨
યુગવીર આચાય
26
ઃ
97
કરી અને ચિંતાનું કારણ જાણી લેવા પ્રશ્ન કર્યાં. સદ્ગુ ! આજ આપ બહુ ચિંતાતુર દેખાઓ છે. એવું શું કારણ છે? કૃપા કરી સેવકને જણાવો.” કાણ ! લલિત ! વિચારમગ્નતાને ભંગ થયેા હાય તેમ સામે જોયું. “ જી ! ગુરુદેવ ! આ તે નથી જોવાતું ! નથી સહાતું ! આપ મનદુ:ખ જણાવેા. ” પન્યાસજીએ આગ્રહ કર્યો. “ મુંબઈ ના પત્ર આવ્યા છે. તમે વાંચી જુએ અને હિમ્મત હાયતા યથાશક્તિ પ્રયાસ કરે. ” આપણા ચરિત્રનાયકે પત્ર આપ્યો.
''
ગુરુદેવ ! પત્ર વાંચી લીધેા. શ્રી મહાવીર જૈનવિદ્યાલયના દસ વર્ષનાં વચના પૂરા થયાં છે. અને હવે ભવષ્યના ખર્ચની ચિંતા ઊભી થઈ છે. ’
“ હા ! પણ તે માટે શું કરવું? ”
66
કૃપાળુ ! આપ પધારા અને સેવક આપની સેવા કરવા તૈયાર છે. ”
("
પણ ભાઈ ! તમે જ વિચારી જુએ, હજી તે પ'જામમાં પગ મૂકયેા છે. અહી' પણ વર્ષોનું કામ અધૂરું પડયું છે. હવે તેા શી રીતે મુબઈ પહેોંચાય.
66
તેા આપની જેવી આજ્ઞા. આપની શું ઈચ્છા છે ? “ મને એક વિચાર આવે છે. પણ....
cr
“ કૃપાનાથ ! આપ જરૂર ફરમાવે. શકય હશે તે સેવક તૈયાર છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
તપસ્વી જીવન
“મારી એજ ઈચ્છા છે કે તમે હિમ્મત કરીને ઉપડે. ગુરુદેવ તમારું કાર્ય સફળ કરશે. હું અહીંનું સંભાળીશ. ત્યાંનું કામ પણ થશે અને અહીંનું કામ પણ થશે.”
જેવી ગુરુદેવની આજ્ઞા. આપનું કલ્યાણકારી નામ અને યશેકીતિ સર્વત્ર સહાયક થશે તેમાં જરાપણ સંદેહ નથી. પરંતુ મારી પણ એક પ્રાર્થના આપે સ્વીકારવી પડશે.” પં. લલિતવિજયજીએ ગુરુદેવની આજ્ઞા શિરેધાર્યા કરી.
એવું શું છે? નિસંકેચ કહો.”
કૃપાનાથ ! આપનું શરીર તપસ્યાને ચગ્ય નથી. જુઓને કેવું કૃશ થઈ ગયું છે? તપશ્ચર્યા કરવાનું તે આપ તપસ્વી ગુણવિજયજીને સોંપી દયે. આપ શરીરની જતના કરો. આ શરીરથી ઘણાં ઘણાં કાર્યો સાધવાનાં છે.”
ભેળા રે ભેળા ! મારાથી તપશ્ચર્યા થાય છે જ કયાં ? અને તારું મન દુઃખાતું હોય તે હવે સંભાળીશ.”
એમ નહિ, એકાસણું તે બંધ જ કરે. મીઠાઈની પ્રતિજ્ઞા માટે હું પણ પ્રયત્ન કરીશ અને આપની ભાવના સફળ થશે.”
એકાસણાથી તું નારાજ છે તે ચોમાસા પછી તે બંધ કરીશ પણ અષ્ટમી—ચતુર્દશીના ઉપવાસ અને તિથિના એકાસણા તે ચાલુ રહેશે. બાકીના દિવસોમાં બેસણું કરીશ. બસ, થયે સંતોષ? હવે કાંઈ કહેવું છે?” ગુરુવયે ખુલાસો કર્યો.
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૯૪
યુગવીર આચાર્ય દયા! આપની સેવામાં પાછો ન આવી જાઉં ત્યાં સુધી દસ દ્રવ્ય વાપરવાનું કાયમ રાખશે. નિર્વાહ ભલે છે કે ચાર જેટલાથી કરવા ધારો તેટલાથી કરે પણ દસ દ્રવ્યથી ઓછાની પ્રતિજ્ઞા ન કરવી.”
જેવી તારી ઈચ્છા, હવે સુખેથી સીધા. મારા તમને આશીર્વાદ છે. વિદ્યાલયનું કાર્ય સફળ કરીને સુખરૂપ આવી જશે. મારા આત્માને આજે ખૂબ આનંદ થયે.” આપણા ચરિત્રનાયકે સંતે વ્યકત કર્યો.
પં. લલિતવિજયજી મહારાજે આશીર્વાદ લઈને વિહાર કર્યો. આપણું ચરિત્રનાયકે મુંબઈ શ્રીસંઘ ઉપર એ વિષે એક મનનીય પત્ર લખ્યો હતો તે “ આવશ્યક પત્ર” માં બીજા ભાગમાં આવશે.
પં. લલિતવિજયજીએ પિતાના શિષ્ય પ્રભાવિજયજી સાથે વિહાર કર્યો. સીધા મુંબઈ પહોંચવાના ઈરાદાથી લાંબા લાંબા વિહાર શરૂ કર્યા. ટાઢ-તડકે, ગરમી—શરદી, આહાર–પાણી, આરામ-નિદ્રા કશાનો વિચાર કર્યા વિના ગુરુદેવની આજ્ઞા નજર સમીપ રાખીને ચાલ્યા જાય છે. કઈ કઈ જગ્યાએ આહાર પાડ્યું નથી મળતાં તે ચણા વહેરીને કે છાશ વહોરીને ગુજર ચલાવે છે. કઈ કઈ વખતે તે આરામ માટે સ્થાન મળતું નથી. મચ્છરોથી ભરેલા એટલે કે ખંડેર યા ઝૂંપડીમાં પણ નિર્વાહ કરે પડે છે. લાંબા વિહારથી પગ તળવાઈ જાય છે કે ભારે પરિશ્રમથી શરીરમાં અશકિત આવે છે. ઓચિંતે કસમયે વરસાદ
Page #521
--------------------------------------------------------------------------
________________
તપસ્વી જીવન
૪૭૨
આવી પડે છે કે પવનના ઝપાટા ચાલે છે. કશાની પરવા એ ગુરુભકતને નથી. એક જ દયેયને દષ્ટિ સમીપ રાખીને ચાલ્યા જાય છે. એ વિહારના કષ્ટના બે ત્રણ પ્રસંગે તો અજબ છે પણ તે અહીં મૂકવા જતાં આપણા ચરિત્રનાયકના જીવન પ્રસંગે ટૂંકાય તે દષ્ટિએ એટલે જ ઉલ્લેખ આપી સંતોષ ધારણ કરવું પડે છે કે પં. લલિતવિજયજી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને માટે ભારે પરિશ્રમ વેઠીને થોડા જ સમયમાં મુંબઈ પહોંચી ગયા અને જયારે આપણા ચરિત્રનાયકે તે વિહારના પ્રસંગે સાંભળ્યા ત્યારે ખુદ ગુરુદેવથી ધન્ય, ધન્ય, બેલાઈ ગયું. ૫. લલિતવિજયજની ગુરુભકિત માટે ભારે સન્માન ઉત્પન્ન થયું.
હોશિયારપુરથી વિહાર કરી આપ કાંગડાની યાત્રા માટે પધાર્યા. કાંગડાનું નામ પહેલાં નગરકેટ હતું. પ્રાચીન કાળમાં તે “ત્રિગત” ના નામથી વિખ્યાત હતું. અહીં તે સમયે ભવ્ય જનમંદિર હતું અને જેનેની બહુ સારી વસ્તી હતી. અહીં સરકારી કિલ્લામાં ભગવાન શ્રી આદિનાથની ભવ્ય મૂર્તિ છે. તેને જૈનના કબજામાં લેવા માટે આપણું ચરિત્રનાયકે ઘણીવાર પ્રયત્ન કર્યા. ઘણું ઘણા પ્રયત્નો કર્યા છતાં કાંગડાની પ્રતિમા જેનેને મળી નથી.
, કાંગડાની યાત્રા કરી આપ પાછા હેશિયારપુર પધાર્યા. અહીંથી વિહાર કરી મિયાની, ઉરમ આદિ સ્થાનમાં જીવોને ઉપદેશામૃત પીવરાવતા આપ જંડિયાલાગુરુ પધાર્યા.
Page #522
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
સાહેબ ! આપ ઘણા વર્ષો પધાર્યા છે. આપનું સ્વાગત તે શ્રીસંઘે કરવું જોઈએ ને!” જડિયાલાગુરુના આગેવાને પૂછ્યું.
લાલાજી! સ્વાગત વાજાગાજામાં જ છે શું?”
“પણ આપને તેમાં શું વાંધે છે તેમાં અમારી પણ ભા ન દેખાય.”
મેં નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી પંજાબમાં એક સરસ્વતીમંદિરની સ્થાપના ન થાય ત્યાં સુધી વાજાગાજાં સાથે પ્રવેશ ન કરે. શાન્તિથી શહેરમાં જવું.”
સાહેબ ! તે માટે પ્રયાસ તે ચાલે છે. આપના વચનમાં સિદ્ધિ છે. આપની ભાવના હવે જલ્દી પૂરી થશે.”
તે સારી વાત છે. પણ તમે શાન્તિથી પ્રવેશ થઈ શકે તે જ પ્રબંધ કરશો.”
જેવી ગુરુદેવની ઈચ્છા. આપનું મનદુઃખ થાય તે તે અમે પણ નથી ઈચ્છતા.”
આ રીતે જડિયાલાગુરુમાં વાજાગાજા વિના શાંતિથી પ્રવેશ કર્યો. સંઘ જે કે વાજાંઓને પાછાં મેકલવાં પડયાં તેથી ઉદાસ થયે પણ ગુરુદેવના નિર્ણય પાસે શું થાય ?
અહીં કેટલાક દિવસોથી આપસમાં કલેશ ચાલી રહ્યો હતે. આપના પ્રયાસથી તે મટી ગયે અને સંઘમાં શાન્તિ થઈ.
શ્રી મહાવીર જયંતિને ઉત્સવ સાર્વજનિક રીતે
Page #523
--------------------------------------------------------------------------
________________
તપસ્વી જીવન
ઉજવવામાં આવ્યા, તેમાં હિંદુ-મુસલમાન બધાએ ભાગ
લીધે.
તપસ્વીજી ગુણવિજયજી મહારાજ અઠમ અઠમના પારણે વરસીતપ કરી રહ્યા હતા. વૈશાખ સુદી ૩ સ. ૧૯૮૧ ના દિવસે તેનું પારણું થયું. શ્રીસંઘે પૂજા ભણાવી અને એ ઉત્સવની ચાદમાં જડિયાલાના ઘણાએ મહેનભાઇઓએ જ્ઞાનદાન આપ્યું.
-
18
જે રકમ થઈ તે જડિયાલા શ્રીસંઘને આપવામાં આવી અને શ્રીસ ંઘે તે રકમમાંથી એક વિદ્યાથીને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા નિ ય કર્યાં અને તેજ વખતે એક ત્યાંના વિદ્યાથીને રૂ. ૧૦) માસિક સ્કાલરશીપ આપવામાં પણ આવી.
જડિયાલાગુરુથી આપ અમૃતસર પધાર્યાં. અહીં પણ આપે શાન્તિથી ધામધૂમ વિના પ્રવેશ કર્યાં. ગૂજરાનવાલાના કેટલાક ભાઈ એ વિનતિ કરવા આવ્યા. “હું તે ગુરુદેવના સમાધિમંદિરનાં દર્શન કરવા ભારે ઉત્સુક છું. તે માટે જ હોશિયારપુરથી જલ્દી જલ્દી આવી રહ્યા છું. પણ મારી ભાવના—ગુરુદેવના સ્મારકરૂપ સરસ્વતી મંદિરની હજી પૂરી કયાં થઈ છે ? ”
66
સાહેબ ! આપ ગુજરાનવાલા પધારો. ગુરુદેવની કૃપાથી જરૂર કાય થશે અને આપની મનોકામના સિદ્ધ થશે.” લાલાજી! મને પણ એજ ભાસે છે. હું જોઇ રહ્યા
છું કે ગુરુદેવની સમાધિના ચરણમાં જ સરસ્વતીમંદિર
66
Page #524
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય રચાશે. પણ તે દિવસ હજી જરા દૂર છે.”
કૃપાનિધાન! અમે શ્રીસંઘ તે માટે પૂર પ્રયત્ન કરીશું. આપ નિશ્ચિત રહો.”
પણ એક વાત છે ?” “ફરમાવે ! શી આજ્ઞા છે ?”
મેં સાંભળ્યું છે કે ગુજરાનવાલામાં પરસ્પર કલેશ છે. તે તે પહેલા કાઢ જ રહ્યું. તે પહેલાં તે હું ન જ આવું. કાંઈ કાર્ય કરવું જ હોય તે તે પછી જ થઈ શકે ?” આપણા ચરિત્રનાયકે શરત મૂકી.
“દયાળુ ! અમે જરૂર તે માટે ભરચક પ્રયત્ન કરીશું. આપ સત્વર પધારો.”
ગુજરાનવાલાના આગેવાને ગયા અને બીજે જ દિવસે લહેરના આગેવાને આવ્યા. આપણા ચરિત્રનાયકે જણા
વ્યું કે ગુજરાનવાલા જવાના મારા ભાવ છે. જે ત્યાને કલેશ સમી જશે તો તે ત્યાં જ જવું છે, નહિ તે લાહેર આવી રહ્યો છું. જે ભાવભાવ.
અહીંથી વિહાર કરી આપ લાહેર પધાર્યા. અહીં પણ શાંતિથી નગરપ્રવેશ કર્યો.
ક્ષેત્રસ્પર્શના બલવાન હોવાથી આપે ચાતુર્માસ લાહેરમાં કર્યું.
અહીં પચરંગી તપશ્ચર્યા થઈ. ઘણા ગામોમાંથી બહેનભાઈઓ પર્યુષણ માટે અહીં આવ્યા. પર્યુષણને ઉત્સવ બહુ આનંદપૂર્વક થયો.
Page #525
--------------------------------------------------------------------------
________________
તપસ્વી જીવન
૪૭૯
આત્માનંદ જૈન મહાસભાને વાર્ષિક ઉત્સવ લહેરમાં થયો.
જ્યારે આપ બીકાનેરમાં ચાતુર્માસ હતા ત્યારે જીરાવાસી શ્રીયુત લાલા બાબુરામ જૈન એમ. એ. મારફત આપે શ્રીસંઘ–પંજાબના સંગઠન માટે સંદેશ મોકલ્યું હતું. તે ઉપરથી ગુજરાનવાલામાં શ્રીસંઘ પંજાબની એક ખાસ બેઠક થઈ હતી. અહીં પં. શ્રી સેહનવિજયજી તથા વૃદ્ધ મહામા શ્રી સ્વામીજી મહારાજ શ્રી સુમતિવિજયજીનું ચાતુર્માસ હતું.
પં. શ્રી સોહનવિજયજી મહારાજને પંજાબ સંગઠન માટે તથા ગુરુદેવના જ્ઞાનપ્રચારના કાર્ય માટે ભારે તમન્ના હતી, તેમણે શ્રી આત્માનંદ જૈન મહાસભાની સ્થાપના માટે ભારે કશીશ કરી અને તેની સ્થાપના ગુજરાનવાલામાં થઈ હતી.
લાહોરમાં તેને ચોથો વાર્ષિક ઉત્સવ આપણા ચરિત્રનાયકની સમક્ષ થયો હતો. સં ૧૯૮૦નું ચાતુર્માસ લાહોરમાં પૂર્ણ થયું.
Page #526
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ] પ્રતિષ્ઠા તથા આચાય પદવીનેા મહાત્સવ ‘મધ્યેવ દામિ’ આગેવાના વંદણા કરીને બેઠા.
• ધર્મલાભ! કેમ પ્રતિષ્ઠા માટેની તૈયારી તે ઠીક થઈ છે ને ? સુરાણાજી? તમે જોયું હશે કે પંજાબી ભાઈઆના કેવા અદમ્ય ઉત્સાહ છે! ”
કૃપાળુ ! બીકાનેરથી આવ્યે ત્યારથી જોયા કરું છું. શું ગુરુભકિત, શું આતિથ્ય, શું કાર્ય, શું સેવાભાવ, શું સંગઠન, શું સપ—હું તે! આ જોઈને ખરેખર મુગ્ધ થયા . પ જાખના પરિચય આજે થયા અને આપના કાર્યાંની સુવાસ અહીં મઘમઘી રહી જોઈ ને આનંદ થાય છે. ” શ્રી સુમેરમલજી સુરાણાએ આનંદ વ્યકત કર્યો.
“ સાહેબ ! પ્રતિષ્ઠાની તૈયારી તે બધા ભાઈઓની રાતદિનની મહેનતથી અને આપશ્રીના પરિશ્રમથી બહુ જ
<<
Page #527
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા તથા આચાર્યપદવીનો મહત્સવ
૪૮૧ સુંદર થઈ છે. આપ પણ દિવસરાત ક્યાં જુએ છે ! પ્રત્યેક ઝીણામાં ઝીણી વાત પણ આપના માર્ગદર્શન પ્રમાણે વ્યવસ્થિત થાય છે. ” લાલા માણેકચંદજીએ ગુરુવર્યના પરિશ્રમની પ્રશંસા કરી.
અમારા સૌભાગ્ય કે આપ ગુજરાનવાલા જતાં જતાં અહીં રોકાઈ ગયા અને આ અપૂર્વ અવસર મળે. પણુ ગુરુદેવ અમે આપને એક પ્રાર્થના કરવા આવ્યા છીએ.” બાબુ મેતીલાલજીએ સૂચન કર્યું.
“બાબુજી ! હવે શું બાકી રહ્યું છે. તમે જાણો છો મારે મીઠાઈનો ત્યાગ છે. મારી પ્રતિજ્ઞા માટે તમે કશું ન કહેશે. હા, બીજી કોઈ શકય વાત હશે તે હું આગ્રહી નથી.” આપણા ચરિત્રનાયકે સ્પષ્ટતા કરી.
“ગુરુદેવ! આપની પ્રતિજ્ઞા માટે અમે કશું નથી કહેતા પણ આ પ્રતિષ્ઠાના મંગળ પ્રસંગે અમે પંજાબ શ્રીસંઘે અને ગુજરાત-મારવાડના જૈન સંઘેએ આપને આચાર્યપદવી આપવા નિર્ણય કર્યો છે. આપ અમારી આ પ્રાર્થના સ્વીકારે અને અમારા આનંદમાં વૃદ્ધિ કરો.” લાલા મંગતરામે નિર્ણય જણાવ્યો.”
ભાગ્યવાન ! આચાર્ય બનવાવાળાને પૂછયા વિના જ નિર્ણય કરી શકાય કે તમે બધા શું વિચારીને આવ્યા છે? તમે જાણો છો હું તે ગુરુદેવને એકનિષ્ઠ સેવક છું. તેમને સંદેશ–ગામેગામ, શહેરેશહેર, ઘેરઘેર, ઉપાશ્રયે ઉપાશ્રયે અને પ્યારા પંજાબને આપવાને મારે ધર્મ છે. તે હું આખરી દમ સુધી પાળીશ અને મારા જીવનને એ ૩૧
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૮૨
યુગવીર આચાય
મહાત્માને ચરણે મેં ધર્યું છે. આચાય થઈને પણ હું શું કરવાના હતા ? ’” આપણા ચરિત્રનાયકે પેાતાના જીવનના આદર્શ રજૂ કર્યો.
કૃપાનિધાન ! એટલે જ આપ અમ!રા સારથી છે.. એટલે જ આપ અમારા સંઘના માર્ગદર્શક ા. તેથી જ આપ જૈનશાસનના દીપક છે, તેથી જ આપ જૈનસમાજના કલ્યાણસાધક છે, તેથી જ આપ ભકતાના પરમપ્રિય ગુરુદેવ છે. તેથી જ આપ આચાય થવાને વિશેષ ચેાગ્ય છે. બાબુ મેાતીલાલજી જોહરીએ પ્રાથના કરી.
27
6(
“ સજ્જન ! તમે પ્રતિષ્ઠાના દિવસને હવે એ દિવસ પણ નથી ત્યારે આ પ્રસ્તાવ લાવે છે તે બરાબર નથી. મારે મારા પૂજ્ય વયેાવૃદ્ધ પ્રવત'કજી શ્રી કાંતિવિજયજી તથા શાંતમૂતિ શ્રી સવિજયજી તથા સ્વામીજી મહારાજની આજ્ઞા સિવાય એક ડગલું પણ ન ચલાય તેનું શું ? ” આપણા ચરિત્રનાયકે મુશ્કેલી ઊભી કરી.
“ કૃપાસિન્ધુ ! સ્વામીજી મહારાજ તે અહી છે, તેમની આજ્ઞા મળી ગઇ છે. તેતેા તે માટે ઉત્સુક છે અને માફ કરશે। પણ પૂજ્ય પ્રવતજી તથા શાંતમૂતિ શ્રી હ’સવિજયજીની આજ્ઞા અમે મેળવી લીધી છે. ” લાલા મગતરામે ખુલાસા કર્યા.
ગુરુદેવ! મુંબઇથી પણ ચાર પાંચ તાર આવ્યા છે. મારા પર પણ્ તાર છે કે તમારી ત્યાં હાજરી હેાવાથી આચાર્ય પદવી થવી જ જોઈ એ. ” શેઠ મેાતીલાલ મુળજીએ સ્પષ્ટતા કરો,
ઃઃ
Page #529
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહોત્સવ
૪૮૩
મેંતીલાલભાઈ! અમારા પંજાબી ભાઈઓ તે ભેળા છે. પણ તમે આ બધાને વાણિયાવિદ્યા ઠીક શીખવાડી લાગે છે. તમે બે દિવસથી આ ધમાલમાં પડયા છે. બે દિવસથી ધમાલ ચાલે છે પણ મને થયું પ્રતિષ્ઠાની ધમાલ હશે. હવે જ તમારાં પરાક્રમ જાણ્યાં, તમે તે શ્રય પ્રવર્તક અને શાંતમૂર્તિની સંમતિ પણ મેળવી લાવ્યા એટલે હું શું બોલું? પણ..”
ગુરુદેવ! કૃપા કરી હવે કશી શરતબરત ન મૂકશે. શ્રીસંઘ પંજાબની ચિન્તન આશીલતાને હવે આપે અવશ્ય પલ્લવિત કરવી જ જોઈએ, સ્વર્ગવાસી ગુરુદેવ બાદ પંજાબને માટે આપશ્રીએ જે જે કષ્ટ સહન કર્યા છે તેમાંથી અમે એકનો પણ બદલો વાળી શકીએ તેમ નથી. “મેરે બાદ તમારી સાર સંભાલ વલલભ લેગા' એ વચને આજે પણ યાદ છે. હવે કૃપા કરી આ ભાર આપના શિરે આપ ઉઠાવી લેવા દયા કરો. અમને નિરાશ ન કરે. લાલા માણેકચંદજીએ ગદ્ગદ્ કઠે છેલ્લી વિનંતિ કરી.
શ્રીસંઘ પંજાબ અને મારા શ્રદ્ધેયનું માન રાખવું તે પણ મારું કર્તવ્ય છે, પણ મારે વડીલે સાથે વ્યવહાર તે પહેલાં જેવો જ રહેશે.”
ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજની મનમોહક છબી સામે આપણા ચરિત્રનાયકે નજર કરી અને જાણે ગુરુદેવની સંમતિ હોય તેમ બધાના મુખમાંથી “ગુરુ આત્મારામજી મહારાજની જય, સદ્ગુરુ વલ્લભવિજયજીની જય, પ્રવર્તક શ્રી કાંતિવિજયજીની જય, શ્રી હંસવિજયજી
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૮૪
યુગવીર આરાય
મહારાજની જય, જિન શાસનદેવની જય!
આ જયનાદે વાતાવરણમાં ગુંજી રહ્યા. આ વાત સાંભળી સંઘની ખુશીનો પાર ન રહ્યા. બચ્ચાબચ્ચાના દિલમાં ઉત્સાહ અને હર્ષની ઉર્મિઓ ઉછળવા લાગી. આવેલા મહેમાનેને જણાવવામાં આવ્યું કે આવતી કાલે સવારે છ વાગે મંડપમાં આચાર્ય પદવીને સમારંભ થશે. આનંદ આનંદ છવાઈ રહ્યું. વાતાવરણ ભારે પ્રફુલ બની ગયું. શ્રીસંઘ પંજાબની ભાવના વર્ષો પછી સફળ થઈ.
પંજાબની વિખ્યાત રાજધાની લાહોર શહેરમાં જૈન ધર્મના પ્રચાર જીર્ણોધૃત દેવમંદિરની પ્રતિષ્ઠા અને મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી મહારાજની આચાર્ય પદવીને સમારંભ એ બે કાર્ય એવાં મહત્વનાં થયાં છે કે વર્તમાન જૈન ઈતિહાસમાં તેનું સ્થાન વિશેષ ગૌરવશાળી રહેશે. આ બન્ને કાર્યોના મહત્સવમાં પંજાબ શ્રીસંઘ અને બીજા અનેક આગેવાન ભાઈઓએ પ્રશંસનીય ઉત્સાહને પરિચય આપ્યું છે.
ચારસો વર્ષ પછી આ બનને શુભ કાર્યો (પ્રતિષ્ઠા તથા આચાર્યપદવી) ની પુનરાવૃત્તિ કરનાર પંજાબ અને ખાસ કરીને લાહોરના જૈન સમાજે જે શ્રેય પ્રાપ્ત કર્યું છે તેની તુલના કરવી અસ્થાને છે. ધાર્મિક અને ઐતિહાસિક દષ્ટિએ એ અને કાર્યો બહુ જ મહત્વના છે. શાસ્ત્રકારોએ સાધુમહાત્માઓને તીર્થસ્વરૂપ કહ્યા છે. શાસ્ત્રકારોએ તીર્થના સ્થાવર અને જંગમ એવા બે ભેદ કહ્યા છે. જેના આલં
Page #531
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીનો મહત્સવ
૪૮૫ બનથી આત્માને વિકાસ થઈ શકે તે તીર્થ. શત્રુંજય, રૈવતાચલ આદિ સ્થાવર તીર્થ છે. સાધુમુનિરાજ જંગમ તીર્થ છે. તે જ્યાં જ્યાં વિચરે છે ત્યાંના જીવોને ઉપદેશદ્વારા ઉદ્ધાર કરે છે. કેટલાક જીવો આ મહાત્માઓના ઉપદેશથી પ્રભાવિત થઈને પોતાના જીવનને ઉજજવળ બનાવે છે, કેટલાક જીવ તન, મન અને ધનથી ધર્મને ઉઘાત કરવા પ્રેરાય છે. અને કેટલાક ભવી જીવે તે સંસારનો ત્યાગ કરી મહાત્મા બને છે.
આજથી લગભગ સાઠ વર્ષ પહેલાં પંજાબના જૈનસમાજની એવી સુદશા નહોતી જે સૌભાગ્યવશ આજે દેખાય છે. એક વખત હતો જ્યારે પંજાબમાં દેવ-ગુરુ અને ધર્મનું સ્વરૂપ બહુ થોડા સમજતા હતા. એટલું જ નહિ પણ જેનધર્મનાં સિદ્ધાંત અને આચારોથી લોકો વંચિત હતા. પરન્ત પ્રાતઃસ્મરણીય સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજે સ્વયં પ્રબુદ્ધ થઈને જનસમાજને પ્રબેધિત કર્યો અને પંજાબમાં જાગૃતિ આવી. એ ગુરુદેવના ઉપદેશથી આજે પંજાબના શહેરમાં દેવવિમાને જેવાં દેવમંદિરો વિદ્યમાન છે, સાધુમુનિરાજના વિહારો થાય છે અને શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ પણ છે.
ગુરુદેવના સ્વર્ગવાસ પછી પંજાબના એ બગીચાની સંભાળ એ ગુરુદેવના પ્યારા પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રી વલભવિજયજીએ લીધી. તેર વર્ષ પછી આજે પંજાબમાં પાછાં તેમનાં પવિત્ર પગલાં થયાં છે, તેમને પગલે પગલે સમસ્ત સંઘમાં જાગૃતિની લહેર આવી છે, સામાજીક સુધારા
Page #532
--------------------------------------------------------------------------
________________
૪-૬
યુગી૨ આચાર્ય
થવા લાગ્યા છે અને જ્ઞાનપ્રચારની ચેાજના શરૂ થઈ છે. જો મહારાજશ્રી પેાતાના પવિત્ર ચરણકમળેાથી આ ભૂમિને થોડા વખત પવિત્ર કરતા રહે તે તે દિવસ બહુ નજદીક છે, જ્યારે પંજાબનું ગામ–ગામે, શહેરે-શહેર, સંઘે-સંઘ સામાજીક અને શિક્ષણવિષયક સમુન્નતિ સાધવામાં પૂર્ણ રીતે સમથ થશે જ થશે.
લાહાર પ્રતિષ્ઠાના ઇતિહાસ પણ પાકાને જાણવા જરૂરી છે. અહી ભગવાન સુવિધિનાથ સ્વામીનું એક પ્રાચીન જૈન મંદિર હતું. તેના જી દશા જોઇને મહારાજશ્રીના સદ્દઉપદેશથી લાહોરના શ્રીસ'ઘમાં પુનરુદ્ધારની ભાવના જાગૃત થઈ અને લાહેારમાં સંખ્યા બહુ એછી હાવા છતાં તેમ જ ધનાઢચ કાઈ નહિ, પ્રાયઃ બધા મધ્યમ સ્થિતિના ભાવિક હાવા છતાં બધાએ આ ઉદ્ધાર માટે ખૂબ ઉત્સાડુ ખતાન્યેા અને એક મનોહર શિખરબંધી મંદિર તૈયાર થઈ ગયું. ઘેાડી જગ્યામાં તેની રચના એવી સુંદર તથા ચિત્તાકર્ષક થઈ છે કે દશકા દર્શન કરતાં ભારે પ્રફુલ્લતા અનુભવે છે. ખરેખર આ દેવમંદિર લાહારના શ્રીસંઘની પુણ્યશ્રીનું ઉજ્જવળ પ્રતીક છે.
દેવમંદિર તૈયાર થયું પણ પ્રતિમાજી માટે શેાધખોળ ચાલી. છેવટે ગુરુમહારાજશ્રીની કૃપાથી શ્રી વરકાણા તીર્થંરાજમાંથી ત્રણ મૂર્તિએ મળી.
લાહારમાં પ્રતિષ્ઠા માટે વિચાર ચાલતા હતા પણ મહારાજશ્રી તે। ગુજરાંવાલા જવા માટે ઉત્સુક હતા. લાહાર શ્રીસ ંઘની પ્રાર્થના તા હતી જ કે શ્રીજીના મગળ હસ્તે જ
Page #533
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહોત્સવ
૪૮૭ પ્રતિષ્ઠા થાય. પણ ગુજરાંવાલા જવાનું નિશ્ચિત હતું એટલે શું થાય? પણ લાહોરના સદ્ભાગ્ય ક્ષેત્રસ્પશના બળવાન હોવાના કારણે લાહોરમાં જ મહારાજશ્રી રહ્યા અને સંઘની ભાવના સફળ થઈ
મહારાજશ્રીનું ચાતુર્માસ લાહોરમાં નિશ્ચિત થયું સાંભળી શ્રીસંઘના હર્ષ અને ઉત્સાહને પાર નહોતે. પ્રતિષ્ઠિાના મુહું તને પણ નિશ્ચય થયો અને આમંત્રણ પત્રિકાઓ મેકલવામાં આવી. પ્રતિષ્ઠાની તૈયારી માટે વિવિધ સમિતિઓ નિત થઈ અને કાર્યો ધમધોકાર ચાલવા લાગ્યું.
આસપાસના ગામના બહેન ભાઈઓ આવવા લાગ્યા. વિદ્વાને પણ આવ્યા. ગામેગામની ભજનમંડળીઓ આવી પહોંચી. લાહોર જૈન સંઘનું કેન્દ્રસ્થાન બની ગયું. પંજાબ તે ઠીક પણ કાઠીઆવાડ, ગૂજરાત, મારવાડ, અને મેવાડથી પણ ઘણા ઘણા સંભાવિત ગૃહસ્થો આવવા લાગ્યા.
ગામેગામના સંઘે સેનાચાંદીના રથ, પાલખી, ચામર, ચંદની, વગેરે વિવિધ સામગ્રીઓ આનંદપૂર્વક મોકલી અને લાહોર થડા દિવસ તે ઉત્સાહના વિજયનાદેથી ગાજી રહ્યું.
નિશાનડકે દૂરદૂરથી દેખાય અને માનવમેદની તે જેવાને અધીરી થઈ ગઈ હજારે લેકે બન્ને બાજુએ કલાક બે કલાકથી આજની સવારી જેવા તલપાપડ થઈ રહ્યાં હતાં. લાહોરની શોભા અનેરી હતી. નિશાનડુંકે આવી પહ ને પાછળ મહેન્દ્રધ્વજની સેંકડે ધજાઓ ફરફરતી
Page #534
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાય નીકળી, પાછળ નવીન જાતનું વાદ્ય સંભળાયું અને તે એક ભજનમંડળી વગાડતી હતી. પછી તે સેટ પર માટરા સેાનાચાંદીની પાલખીએ તથા સ્વરમુગ્ધ કરતી ભજનમડળીએ આવી પહોંચી. તે પછીનું સુરીલ એન્ડ મનમાહક હતું. ધીમેધીમે સુશેાભિત મેટર આવી અને સ્વર્ગવાસી ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજની જયના પાકારા થવા લાગ્યા. હજારો મસ્તકે એ ગુરુદેવની મનારમ્ય પ્રભાવશાળી મૂર્તિ—ફોટા જે મેટરમાં શે।ભી રહ્યો હતા તેને નમી પડયાં અને તેમનાં દશનથી પ્રભાવિત થવા લાગ્યાં. સૌની પાછળ ગંગા—જમની (સેનાચાંદી મિશ્રિત) રથ આબ્યા અને એસિયાની સુપ્રસિદ્ધ ભજનમંડળીના અદ્ભુત નાટ્યપ્રસંગેા જોઈ ને લેાકેા મુગ્ધ થવા લાગ્યા. લાહેારનું પ્રસિદ્ધ એન્ડતા હજારાના કાનમાં આજે પણ ગુંજી રહ્યું હશે.
૪૨૮
આજના દિવસ લાહારની જનતાને આનંદકારી હતા. આવી ભવ્ય સવારી તા ઘણાં વર્ષોથી જોઈ નહાતી. આબાલવૃદ્ધ બધાં આજના સરઘસની મુક્તકંઠે પ્રશંસા કરતાં હતાં.
સોમવારના દિવસ બહુ જ મંગળમય અને કલ્યાણકારી હતા. આજે તેા પ્રતિષ્ઠા અને પદવીદાન સમારંભ જેવાં એ અનુપમ કાર્ય થવાનાં હતાં. વારંવાર આચાય - પદ્મને ઈન્કાર કરવામાં આવતા હતા, પણ ઘણાં ઘણાં વર્ષોના પ્રયત્ન પછી આજે પજામ શ્રી ધનાસાભાગ્યવશ મહારાજશ્રીએ શહેશહેરના આગેવાના—સમસ્ત પજામ શ્રીસ’ઘની વિનતિથી અને ખાસ કરીને શ્રદ્ધેય પ્રવક શ્રી
Page #535
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહેાત્સવ
કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની અનુમતિથી સંમતિ આપી હતી.
૪૮૯
આપણા ચરિત્રનાયકની આચાય પદવીને સક્ષિપ્ત ઇતિહાસ અસ્થાને નહિ ગણાય.
તપેાગણ ગગનદિનમણિ શાસનશિરોમણિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ મહારાજના સ્વ`વાસ પછી પંજાબ શ્રીન’ધની ઈચ્છા, પૂજ્યપાદ મુનિમહારાજશ્રી વલ્લભવિજયજીને સ્વગવાસી ગુરુમહારાજની ઈચ્છાનુસાર તેમના પટ્ટ પર વિભૂષિત કરવાની હતી; પરન્તુ મહારાજશ્રીએ તેને ઈન્કાર કર્યો અને જણાવ્યું કે મારાથી વડીલ ઘણા છે. તેઓને આ પદવી પ્રદાન કરવી ઘટે. હું તે સ્વીČય ગુરુદેવના સ`દેશવાહક છું. શ્રીસ ંઘે તે વર્યાવૃદ્ધ મહાત્માઓમાંથી કાઈ સુયેાગ્ય મુનિમહારાજને એ પદ આપવું જોઈએ. આ ઉપરથી મુનિમહારાજ શ્રી કમલવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવામાં આવી.
વર્ષોના અનુભવ પછી પ'જાબ શ્રીસંઘે જોયું કે પૂજાઅનીરક્ષા, પ ંજામની ઉન્નતિ, પંજાબની વ્યવસ્થા, પ ંજાબમાં ધર્મપ્રચાર, પંજાબમાં જ્ઞાનપ્રચાર, પંજાબમાં સામાજિક સુધાર અને પંજાબના ગામેગામના શ્રીસંઘનું સંગઠન અતિ આવશ્યક છે. અને તે કા' મુનિમહારાજશ્રી વલ્લભવિજયજી સિવાય બીજા કાઈ કરી શકે તેવી સભાવના નથી. પંજાઅની ડગમગતી તૈયાના કર્ણધાર તે મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી જ થઈ શકશે. વર્ષો બાદ પંજાબ શ્રીસબ્ જોઇ શકયા કે જે મહાત્માપુરુષે પજાખની આ વીરભૂમિમાં
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૯૦
યુગવીર આચાર્ય ધર્મબીજ રોપીને તેને પલવિત કર્યું છે, તે ધર્મ છેડને અમૃતવાણીથી સિંચન કરીને પિતાના અથાગ પરિશ્રમથી ફાલેલે–ફૂલેલે કરવાની એક માત્ર તમન્ના એ આદર્શ ગુરુભક્તના હૃદયમાં કેતરાઈ ગયેલી છે.
આથી પંજાબ શ્રીસંઘે આચાર્યપદવી માટે પ્રાર્થના કરી. સાદડી જૈન કોન્ફરન્સના અધિવેશન સમયે પંજાબના શ્રીસંઘે ફરી વિનંતિ કરી. આ બન્ને સમયે એ મહાપુરુષે પદવીને ઈન્કાર કર્યો. સાધુ અને મુનિપદવી તેમને વિશેષ પ્રિય હતી. પંજાબના સભાને સૂર્ય ઉગે અને ગુરુ ભક્તિના આદર્શની જવલંત મૂર્તિ પિતાના ચરણકમળો દ્વારા ગુજરાત, કાઠિવાડ, મુંબઈ, મેવાડ, મારવાડ અને દક્ષીણ, યૂ. પી આદિ દેશોને પવિત્ર કરતી ૧૩–૧૪ વર્ષો બાદ ફરી પંજાબમાં પધારી. પંજાબમાં પગ મૂકતાં પહેલાં જ સમાજની છિન્નભિન્ન પરિસ્થિતિ તરફ તેમનું ધ્યાન ગયું અને સમાજના સંગઠનની આવશ્યકતા વિચારીને “શ્રી આત્માનંદ જૈન મહાસભા ની સ્થાપના પિતાના શિષ્ય શ્રી. સહનવિજયજી દ્વારા કરાવી.
હેશિયારપુરને પ્રવેશ મહત્સવ અનુપમ હતો. હેશિયારપુરમાં જ્ઞાનપ્રચારની દષ્ટિએ અને સ્વર્ગીય ગુરુદેવની અંતિમ ઈચ્છાને અમલી સ્વરૂપ આપવાની દષ્ટિએ વિદ્યાલય માટે મેટું ફંડ કરવામાં આવ્યું. તે વખતે શ્રીસંઘ પંજાબે શાસનની જવાબદારી લેવા માટે પ્રાર્થના કરી, પણ આચાર્યપદવી માટે તે વખતે પણ ના જ હતી.
લાહોરની પ્રતિષ્ઠાના દિવસે આવ્યા અને શ્રીસ
Page #537
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા તથા આચાય પદ્મવીને મહાત્સવ
૧
આચાય પદવી માટે વિનમ્ર વિનંતિ કરી, એટલું જ નહિ પણ સાધુશિરામણ શ્રદ્ધેય પ્રવતક શ્રી કાંતિવિજયજી, શાન્તમૂર્તિ શ્રી હંસવિજયજી, આદર્શ ગુરુભક્ત શ્રી સંપતવિજયજી તથા પરમવૃદ્ધ સ્વામીજી શ્રી સુમતિવિજયજી મહારાજની પવિત્ર સેવામાં ૫ જામ શ્રીસંઘની વર્ષોંની મનેાકામના સિદ્ધ કરવામાં મદદ કરવા તથા મુનિમહારાજશ્રી વલ્રભવિજયજીને આચાર્ય પદવી માટે આગ્રહપૂર્વક અનુરોધ કરવા પ્રાર્થના કરવામાં આવી. છેવટે શ્રીસંઘની પ્રાર્થના અને વૃદ્ધ મહાત્માઓની અનુમતિને વશ આચાર્ય પદ માટે સંમતિ આપવી પડી. પંજાબ શ્રીસ'ઘમાં—ખચાખચ્ચામાં આનંદ લહરી છવાઈ ગઈ. પ્રતિષ્ઠાનું મુહૂત કલ્યાણકારી નીવડયું.
પ્રતિષ્ઠા દે મહાત્સવને અંગે ભતનિવાસ જ્યાં મહારાજશ્રી બિરાજમાન હતા—ની પાસે રાજા ધ્યાનસિંહની હવેલીમાં એક વિશાળ અને સાંદપૂર્ણ મંડપ બનાવવામાં આવ્યે હતા. વ્યાખ્યાન આદિ કાČક્રમ હ ંમેશાં આ મડપમાં થતાં હતાં. આજ સામવારના દિવસ હતા. સ્ત્રીપુરુષા સવારના પહેારમાં વહેલા વહેલા પરવારી મંડપમાં આવી રહ્યાં હતાં. મધ્યમાં ચાંદીનું સમવસરણ સ્થાપિત હતું જેમાં ચારે તરફ પ્રભુપ્રતિમાએ દશકાની ભાવના વૃદ્ધિ કરી રહી હતી. મંડપની શેાભા અપૂર્વ હતી. જ્યારે મુનિમહારાજશ્રી વલ્લભવિજયજી, વાવૃદ્ધ સ્વામી શ્રી સુમતિવિજયજી મહારાજને સાથે લઈ ને પેાતાના શિષ્ય પરિવાર સાથે મંડપમાં પધાર્યા કે તરત જ ઉપસ્થિત જનતાએ ભગવાન મહાવીરસ્વામી, સ્વર્ગવાસી ગુરુમહારાજ તથા આપશ્રીજીની
Page #538
--------------------------------------------------------------------------
________________
યુગવી૨ આચાર્ય
જયઘોષણા દ્વારા અપૂર્વ સ્વાગત કર્યું. - આજનો દિવસ મંગળમય હતે. પંજાબ શ્રી સંઘ તથા ગુરુભકતોના હૃદય આજના પ્રસંગથી નાચી રહ્યાં હતાં. દશકને આનંદઉલ્લાસ અને હતે. ભજનમંડળીઓએ સ્વર્ગવાસી ગુરુદેવની ભાવભીની પ્રાર્થના કરી અને જાણે એ આરતી સાંભળીને ગુરુદેવને આત્મા પોતાના પ્રિયમાં પ્રિય સંદેશવાહક શિષ્યને આશીર્વાદ આપવા અંતરિક્ષમાં આવી પહોંચ્યા. “ ગુરુવલ્લભનાં યશગાન અને જીવનકાર્યનું મધુરું સંગીત એક ભજનમંડળીએ ગાયું અને બધાં દશ કે મંત્રમુગ્ધ થઈ ગયા. અપાર શાંતિ પથરાઈ ગઈ
પહેલાં મહારાજશ્રીને ઓઢાડવાની ચાદરની બોલી સ્વનામધન્ય સ્વર્ગવાસી લાલા હીરાલાલજીના સુપુત્ર લાલા માણેકચંદજી મુન્હાણી લાહેરનિવાસીએ રૂ. ૧૧૦૧) માં લીધી અને ઉપાધ્યાજી પદવીને માટેની ચાદરની બલી રૂ. ૭૦૧) માં સ્વનામધન્ય સ્વ. લાલા ડાકુરદાસજી ખાનગાડાંગરનિવાસીના સુપુત્ર શ્રી લાલા પ્રભુદયાલજી દુગ્ગડે લીધી. ચાદરોની બોલી થઈ રહ્યા બાદ સમસ્ત શ્રીસંઘ તરફથી આપને એક સન્માનપત્ર આપવામાં આવ્યું. તેને સમુચિત જવાબ શ્રીજીએ આપ્યા.
બરાબર સાડાસાત વાગે શાસ્ત્રોકત વિધિ અનુસાર આચાર્યપદવીની આવશ્યક ક્રિયા કરવામાં આવી અને મહારાજશ્રીને આચાર્યપદવીની તથા ૫. શ્રી. સેહનવિજયજીને ઉપાધ્યાયપદવીની ચાદર ઓઢાડવામાં આવી. સમવસરણની પ્રદક્ષિણા કરતા આચાર્યશ્રી અને ઉપાધ્યાયજી પર ચારે
Page #539
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહોત્સવ
૪૯૭ તરફથી વાસક્ષેપમિશ્રિત ચાવલોની ખૂબખૂબ વૃષ્ટિ થઈ. જયનાદ ગાજી રહ્યા અને બેડવાજાએ આ શુભ ક્રિયાને અભિવાદન આપ્યું.
આ આચાર્યપદવીદાન પ્રસંગે પંચોતેર શહેરના લેકે ઉપસ્થિત હતા તેમજ પંજાબ ઉપરાંત અન્ય પ્રાંતના પણ આગેવાને હાજર હતા. તેમાં દાનવીર શેઠ મોતીલાલ મુળજી જે. પી. (મુંબઈ-રાધનપુર), શેઠ ગોવિન્દજી ખુશાલ (વેરાવળ-કાઠીયાવાડ) શેઠ નવીનચંદ હેમચંદ (માંગરોળ) ધર્મમૂર્તિ શેઠ સુમેરમલ સુરાણા, શેઠ ઉદયચંદજી રામપુરિયા (બીકાનેર), શેઠ પુંજાભાઈ છગનલાલ કાળીદાસ (અમદાવાદ) શ્રીયુત્ મગનલાલ હરજીવનદાસ (ભાવનગર) બાબૂ ટાકમચંદ જેહરી, (દિલ્હી) બાબુ ચંદ્રસેન (બિનેલી) અને લાલા ઉમરાવસિંહ ખિવાઈ (મેરઠ) આદિ સહસ્થાનાં નામ વિશેષ ઉલ્લેખનીય છે.
આચાર્ય પદવીદાન સમારંભની ખુશીમાં આજે શેઠ મોતીલાલ મુળજીની તરફથી એક સાધમિ વાત્સલ્ય થયું.
આચાર્યપદવી સમાપ્ત થતાં જ પ્રતિષ્ઠાની બેલી થઈ અને જૈનધર્મભૂષણ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રી મંદિરમાં પધાર્યા. બરાબર ૯-૪૫ વાગે ભગવાનશ્રી શાંતિનાથ પ્રભુને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા, હજારો હર્ષનાદ અને જયનાદ થઈ રહ્યા. આનંદમંગળ વર્તાઈ રહ્યો. પ્રભુના દર્શન માટે માનવમેદનીને ઉત્સાહ માતો નહોતો. લાહોરના ઈતિહાસમાં આજને દિવસ સુવર્ણાક્ષરે અંકિત થયે.
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૯૪
•
યુગવીર આચાય
ભગવાનને બિરાજમાન કરવા, તથા રથયાત્રા આદિ બેલીના રૂ. ૧૨૫૪૦) ની આવક આજે મંદિરમાં થઈ.
આ પ્રતિષ્ઠા જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરિ મહારાજના પવિત્ર કરકમળથી થઈ તે લાહોરના શ્રી સંઘને માટે ઉત્તરેત્તર પૂર્ણ કલ્યાણકારી, મંગળકારી અને અભ્યદયકારી થશે તેમ શ્રીસંઘની માન્યતા હતી. અને આજે તે માન્યતા સાચી પડી છે. લાહોરના જૈન સંઘની ઉન્નતિ દિનેદિન વૃદ્ધિગત થઈ રહી છે.
આજે પણ એ પ્રતિષ્ઠાઉત્સવ અને આચાર્ય પદવી પંજાબને શ્રીસંઘ ભૂલ્યા નથી. એ દિવસે, એ ઉત્સવ, એ આનંદ, એ ગુરુભક્તિ, એ પ્રાંતપ્રાંતના આગેવાનેનું આગમન, પંજાબના શહેરેશહેર-ગામ-ગામના ધર્મપ્રેમી ગુરુભક્ત ભાઈ બહેનનું મિલન અને ગુરુવર્યની સુધામય વાણ બધુંય આજે પણ નજર સામે તરવરે છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
[ ૪૯ ] આચાયની જવાબદારી ૫જાબ શ્રીસંઘ સમસ્ત તરફથી આચાર્યશ્રીને એક અભિનંદન પત્ર આપવામાં આવ્યું તે પં. હંસરાજજી શાસ્ત્રીએ વાંચી સંભળાવ્યું હતું. તેનું ભાષાંતર નીચે આપવામાં આવે છે – પૂજ્યપાદ શ્રી વલ્લભવિજયજી મહારાજની પવિત્ર સેવામાં શ્રીમત:!
અમે સમગ્ર પંજાબના જુદા જુદા શહેર અને કસબા તથા ગામોના નિવાસી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓ આજ આ પંજબની રાજધાની લાહેર શહેરમાં એકત્ર થઈને સમગ્ર પંજાબના જૈન વેતાંબર મૂર્તિપૂજક સંધની હેસિયતથી આપશ્રીને, સ્વર્ગવાસી જેનાચાર્ય ન્યાયાનિધિ શ્રીમદ્ વિજયાનન્દસૂરિજી મહારાજના પટ્ટપર આચાર્યપદે વિજયવલ્લભસૂરિ નામ સાથે પ્રતિષ્ઠિત કહીએ છીએ.
Page #542
--------------------------------------------------------------------------
________________
યુગવોર આચાર્ય
યોગ્યતા આપની ઉમર આ સમયે ૫૪ વર્ષની છે. દીક્ષા લીધે આપને ૩૭ વર્ષ થયાં. આપ બાળબ્રહ્મચારી છે. આપનું ચારિત્ર નિઃસન્ટેડ નિરવ અને પવિત્રતમ છે. જ્ઞાનની દ્રષ્ટિએ પણ આપનું સ્થાન બહુ જ ઉરચ છે. સ્વર્ગવાસી ગુરુમહારાજની પાસેથી વિદ્યા અને અનુભવ પ્રાપ્ત કરવાનો આપને સારો અવસર મળ્યો અને આપે ભક્તિપૂર્વક ગુરુચરણોમાં રહીને તે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવ્ય. આપની વિનીતતા, બુદ્ધિમત્તા, અને સમયસૂચકતા તથા ચાતુર્યથી આકર્ષિત થઈને ગુસ્મહારાજે પણ પોતાના સગુણાનો વાર આપને જ આપ્યો છે.
સંવત ૧૯૫૨ માં ગુરુદેવને જ્યારે સ્વર્ગવાસ થયે ત્યારથી પંજાબને સંભાળવાનો બધો ભાર આપના ઉપર આવ્યો. આપે અમ પંજાબનિવાસીઓના ધાર્મિક સ્વત્વોનું સંરક્ષણ કરીને સમસ્ત જૈનસમાજની પણ અમૂલ્ય સેવા કરવામાં કશું બાકી રાખ્યું નથી. જોકે આપની જન્મભૂમિ ગૂજરાત દેશ છે તથાપિ આપનું અધિકતર જીવન પંજાબમાં વીત્યું છે. આપ જ્યારે ગૂજરાતમાં ગયા તો ત્યાં સમય જોઈને આપે સામયિક શિક્ષાની તરફ બધાનું ધ્યાન ખેંચ્યું. જ્યાં જ્યાં આપ વિચર્યા ત્યાં આપે વિદ્યાભવૃદ્ધિ અને ધાર્મિક શક્તિ વધારવાની દ્રષ્ટિથી જ આપે પ્રયત્ન કર્યો. તેના ફળસ્વરૂપ શ્રી મહાવીર જૈન વિદ્યાલય આજે મોજુદ છે. વિદ્યાલયમાં રહીને પ્રતિ વર્ષ અનેક વિદ્યાર્થી વિદ્યાની ભિન્ન ભિન્ન શાખઓમાં ઉત્તીર્ણ થાય છે અને ધાર્મિક શિક્ષા પણ મેળવે છે. એ કહેવું અતિશયોક્તિ નથી કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી બીજી સંસ્થા જન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં ક્યાંય પણ નથી. પાલણપુરની એક સંસ્થા પણ આપના શુભ પ્રયત્નની સાક્ષી દઈ રહી છે, મારવાડ જેવા વિકટ
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૯૭
આચારની જવાબદારી
પ્રદેશમાં પણ આપે વિદ્યાપ્રચારને માટે ભારે પરિશ્રમ સેન્યેા છે.
આપ કાઠિયાવાડ આદિમાં ૧૭ વર્ષ સુધી વિચરી અમારા સૌભાગ્યથી ફ્રી પંજાબમાં પધાર્યાં છે. આપ જ્યારથી અહી પધાર્યાં છે ત્યારથી અમારી ધાર્મિક તેમજ સામાજિક ઉન્નતિને માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે તે માટે અમે આપના કૃતન તથા ઋણી છીએ.
સતિ
પિ ખરેખર આપને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવાનું સૌભાગ્ય અમને આજે જ મળ્યું છે; પરન્તુ અમારા હૃદયપટ પર તે આપ તે દિવસથી આચારૂપે બિરાજીત છે, જે દિવસે સ્વર્ગવાસી ગુરુમહારાજે પાબ શ્રીસંધના આગેવાનેાને કહ્યું હતું કે પંજાબને ભાર અમારા પછી વલ્લભ ઉઠાવશે. તે આગેવાનામાંથી સ્વનામધન્ય લાલા ગગારામજી જેવા આજ પણ કેટલાયે વૃદ્ધ પુરુષ અહીં હાજર છે; તે ગુરુમહારાજની ઈચ્છાને પ્રત્યક્ષરૂપથો કાર્યોંમાં પિરણિત થયેલી જોઈ ને પોતાને કૃતકૃત્ય માને છે.
અનિચ્છા અને ઉદારતા
ગુરુમહારાજના સ્વગમન બાદ પંજાબના શ્રીસંધે આપને જ તેમના પદ પર પ્રતિષ્ઠિત કરવાને નિશ્ચય કર્યાં, પણ આપે તે માટે પેાતાની અનિચ્છા પ્રકટ કરીને એ ઉદારતા પણ બતાવી કે મારાથી જે વડીલ છે તેમાંથી ગમે તે કૈાઈ મુનિ મહારાજને આ પદ પર નિયુક્ત કરવા જોઇ એ. તે પ્રમાણે શ્રી કમળવિજયજી મહારાજને આચાર્ય પદ આપવામાં આવ્યું. આચાય વિજયકમાસૂરિજી ગુણ અને ચારિત્રની દ્રષ્ટિએ જન સમાજમાં સમાનિત છે તાર્યાપ વૃદ્ધાવસ્થાને કારણે વિહારની અશક્તિ અને ગુજરાત તથા પંજાબનું માટું અંતરઃ આ એ કારણેાને લઈ ને પંજાબને ખાસ ખેાજો ઉઠાવવામાં અસમર્થ છે.
૨૨
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૯૮
યુગવીર આચાય
પ્રસંગ અને સ્થાન
આપને વયપર્યાય, દીક્ષાપર્યાય અને જ્ઞાનપર્યાય એ ત્રણે યથે છે જ, પણ આપની ધર્મ, વિદ્યા અને સમાજસેવા પણ કાંઈ કમ નથી. એથી જ આ શુભ અવસર પર આપશ્રીને આચાય પદ પર પ્રતિષ્ઠિત કરવાના અમે સંમિલિત રૂપે નિશ્ચય કર્યો છે; કારણ કે આ પૂણ્` ઉત્તરદાયિત્વ પદને યાગ્ય આ સમયે અમને આપ જ
જણાયા છે..
આજ લગભગ ૪૦૦ વર્ષ પછી આ લાહેાર શહેરમાં ફરી મંદિર પ્રતિષ્ઠાના સુઅવસર પ્રાપ્ત થયા છે તથા આ શહેરમાં શ્રી જીનસિંહ્ અને ભાનુદ્ર ક્રમશઃ આચાય અને ઉપાધ્યાય પદવીથી વિભૂષિત થયા હતા. આવા ઐતિહાસિક સ્થાનમાં આજે અમે બધા આ બે કાર્યોં ( પ્રતિષ્ઠા અને આચાય પદ) ની પુનરાવૃત્તિ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છીએ તે કાંઇ કમ હની વાત નથી.
આજ અહી માત્ર પંજાબના શ્રી સંધ નથી પણ કાઠિયાવાડ, ગુજરાત અને મારવાડ મહાન મહાન ગૃહસ્થા ઉપસ્થિત છે. જેમાં દાનવીર શેઠ મેાતીલાલ મુળજી—મુંબઈ—રાધનપુર, શેઠ ગોવિન્દજી ખુશાલ વેરાવળ—કાર્ડયાવાડ, ધર્મપ્રિય શેઠ સુમેરમલજી સુરાણા —–બીકાનેર તથા શેટ પુંજાલાલ છગનલાલ~~અમદાવાદ આદિ ગૃહસ્થાનાં નામ વિશેષ ઉલ્લેખનીય છે.
ઉપસ્થિત છે એમ આદિના સભાવિત
અમને કહેતાં વિશેષ આનંદ થાય છે કે આ આચાય પદ પ્રદાનના શુભ આશયને મુનિ શ્રી સુમતિવિજયજી, સાધુશિરામણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી અને શાન્તમૂર્તિ મુનિપ્રવર શ્રી સવિજયજી મહારાજે પણ પેાતાની અનુમતિદ્વારા પરિપુષ્ટ કરી અમને આભારી કર્યાં છે. અતઃ અમારી આપના ચરણેામાં અત્યંત વિનીત ભાવથી પ્રાથના છે કે આપ આ આચાય પદને સુશોભિત કરા.
Page #545
--------------------------------------------------------------------------
________________
આચાર્યની જવાબદારી
૪૯૯
આપના શુભ હસ્તે દેશકાલાચિત પ્રભાવનાજનક અનેક કાર્ય થાય અને શાસનની વિજયપતાકા ઉત્તરાત્તર અધિક ફરકાવા એ જ અમારી શાસનદેવને વારવાર પ્રાના છે.
વીર સ. ૨૪૫૧
આત્મ સં. ૨૯ વિક્રમ સ. ૧૯૮૧
માગશર શુદી પ
ચંદ્રવાર
સ્થાન : લાહાર
વિનીત
પચનદીય, જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક સમસ્ત સઘ
આ સન્માનપત્ર વાંચી રહ્યા પછી ઉપસ્થિત ચતુર્વિધ સઘને સ’બેોધીને પડિતશ્રી હંસરાજજીએ ટૂંક વિવેચન કરતાં કહ્યું કેઃ—
આ મંગળમય પ્રસંગે મારે એ વાતા સંક્ષેપમાં નિવેદન કરવી આવશ્યક છે.
૧ જે ચાદર આ વખતે શ્રીસંઘ તરફથી મહારાજશ્રી પર આઢાડવાની છે તે કપડુ. તે અત્યન્ત વિશુદ્ધ અને પવિત્ર છે જ; પરન્તુ આ ચાદરમાં એક વિશેષતા છે કે તેનું સુતર મારા પૂજ્ય પિતૃકલ્પ પડિત હીરાલાલજી શર્માએ પેાતાના હાથે કાંત્યું છે અને તેના પર સેકડા નહિ પણ હજારો ઉવસગ્ગહર તથા નવા સ્મરણ”ના પાઠ થયા છે. ( હુ ધ્વનિ )
''
""
(
૨ જે સમયે મહારાજશ્રીની દીક્ષા રાધનપુરમાં થઇ હતી, તે સમયે અમારા જૈન સમાજના નેતા દાનવીર શેઠ મેાતીલાલ મુળજી ત્યાં હાજર હતા. તે વખતે દીક્ષાના અધે! પ્રબન્ધ તેઓશ્રીના હાથે થયેા હતા; અને આજે જ્યારે
Page #546
--------------------------------------------------------------------------
________________
યુગથી૨ આચાર્ય આપશ્રીને આચાય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ત્યારે પણ શેઠ સાહેબ અહીં આપ લેાકેાની સમક્ષ હાજર છે. આથી તેમની પુણ્યશ્રીના અતિરેકના 'દાજ આપ આનંદપૂર્વક કરી શકેા છે.
આચાય પ્રવર ઊભા થયા અને સભામાં અપાર આનંદ ફેલાયા. હુનાદ થવા લાગ્યા. પરમાત્માની સ્તુતિ કરી ગુરુદેવની મનેારમ્ય મૂતિને વંદન કરી આપે આચાની જવાબદારી પર એક મનેામુગ્ધ વ્યાખ્યાન આપ્યું:
૫૦૦
“ વયેાવૃદ્ધ સ્વામીજી, સાધુવૃંદ તથા સાધ્વીવૃંદ અને ચતુર્વિધ સ`ઘ !
આપ મને જે ગુરુતર પદ પર પ્રતિષ્ઠિત કરી રહ્યા છે તેની જવાબદારી હું સમજું છું. તે મહાન પદને અનુરૂપ મારામાં કેટલી ચેાગ્યતા છે તેના પણ મને પૂરેપૂરા ખ્યાલ છે. હું એ પણ સારી રીતે જાણું છું કે મારાથી વચેાવૃદ્ધ, દીક્ષાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, મારા દેશના, મારા શહેરના, મારા પરમ ઉપકારી—જેના ઉપકાર મારી નસનસમાં ભરેલા છે, તે પ્રવતક શ્રી. કાન્તિવિજયજી મહારાજ, શાન્તમૂર્તિ શ્રી. હુ'સવિજયજી મહારાજ, તથા અનન્ય ગુરુભક્ત પં. શ્રી. સંપતવિજયજી મહારાજ અને મારી પાસે બિરાજમાન પરમવૃદ્ધ સ્વામી શ્રી. સુમતિવિજયજી મહારાજ વગેરે મારા શિરતાજ મુનિરાજ મારા શિર પર હજી વિદ્યમાન છે; તથાપિ શ્રીસ’ઘના વિશેષ આગ્રહ અને ઉક્ત મહાપુરુષોના અનુરાધ તથા વિશિષ્ટ કૃપા તથા વિશેષ કરીને સ્વર્ગવાસી ગુરુમહારાજના વચનનું પાલન આ ગુરુ
Page #547
--------------------------------------------------------------------------
________________
આચાર્યની જવાબદારી ભારને ઉઠાવવાને માટે મને વિવશ કરી રહેલ છે, જેને માટે હું લાચાર છું. સ્વર્ગવાસી ગુરુ મહારાજ પંજાબના હતા. તેઓશ્રીએ આ વીરભૂમિ પંજાબમાં વીર પરમાત્માએ નિર્દિષ્ટ કરેલું ધમં બીજ આરોપિત, અંકુરિત અને પલવિત કરવામાં જે જે અસહ્ય કષ્ટ સહ્યાં છે તે બધા મારા હૃદયપટ પર પૂરેપૂરાં અંકિત છે.
મેં આ ઉદ્દેશથી મારા શિષ્યવર્ગમાંથી સહનવિજય, લલિતવિજય, ઉમંગવિજય અને વિદ્યાવિજય એ ચારેને પંન્યાસ બનાવ્યા છે; કારણ કે તે ચારે પંજાબી છે અને ગુરુભકિતમાં ચારે એકએકથી ચડિયાતા છે. એ ચારે ગુરુભકતને હું મારી ચાર ભૂજાઓ સમજું છું. એ ચારેએ આજથી એ વાત પિતાના હૃદયપટ પર લખી રાખવી જોઈએ કે ગુજરાત દેશમાં જન્મ લેવા છતાં અમારા ગુરુએ સ્વર્ગવાસી ગુરુ મહારાજના લગાવેલા ધર્મવૃક્ષને સુરક્ષિત રાખવાનું બીડું ઉઠાવ્યું છે. તો અમારું એ સાથી પ્રથમ કર્તવ્ય રહેશે કે અમે અમારા જીવનમાં પંજાબને કદી પણ ન ભૂલીશું. શિષ્યને ધમ છે કે તે ગુરુના સથા અનુગામી થાય.
આ સિવાય એક વાત એ છે કે આપ લેકે મને આચાર્યપદવી આપી રહ્યા છે. જે હેતુથી મેં તેને સ્વીકાર કર્યો છે તેનું દિગ્દર્શન હું કરાવી ચૂક છું. મને લાગે છે કે આચાર્ય પદવી સાથે પંન્યાસ શ્રી સેહનવિજયજીને ઉપાધ્યાય પદવી આપવામાં આવે, જો કે મારા શિષ્યવર્ગમાં આ સમયે તે પદવીને ચગ્ય તે ૫. શ્રી
Page #548
--------------------------------------------------------------------------
________________
યુગવીર આચાર્ય
લલિતવિજય છે. તે શ્રી સેહનવિજયજીથી દીક્ષામાં મોટા છે, જ્ઞાનમાં અધિક છે; પરન્ત પન્યાસ પદવી પહેલી સેહનવિજયજીની થઈ છે. જે પં. શ્રી લલિતવિજયજી અહીં હાજર હેત તે નિસંદેહ આ પદવી તેમને જ અપાત. સેહનવિજયજી પણ આ પદવીને યોગ્ય જ છે, અને પંજાબ ઉપર તેમનું મમત્વ બધાથી વિશેષ છે. તેથીજ આ પદવી તેમને આપવાનું હું ઉચિત સમજું છું. મેં સ્વામીજી મહારાજ તથા અહીં ઉપસ્થિત અન્ય સાધુઓ સાથે આ બાબતમાં પરામર્શ કરી લીધું છે. શું આપને તે મંજુર છે?
( શ્રીસંઘે જયનાદથી તે વાત મંજુર કરી, પછી પંન્યાસ શ્રી સહનવિજયજી તરફ દષ્ટિ કરીને મહારાજશ્રીએ જણાવ્યું –
આ પ્રસંગે શ્રીસંઘ તરફથી જે પદ પર તમને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે તેની મહત્તાને તમારે પૂરો ખ્યાલ રાખવો પડશે. તમારા સ્વભાવમાં થોડું ઉતાવળાપણું છે તેને બદલે ગંભીરતા ધારણ કરવી જોઈશે. તમારી ગુરુભકિત ઉત્તમ પ્રકારની છે. પંજાબ તરફ તમને ભારે મમતા છે અને તમારી કાર્યશકિત અજબ છે, તો આ પદવીને શોભાવશે. વળી જે કાંઈ કરો દીર્ઘવિચાર કરીને શુભ ફળદાયી બને તે રીતે કરશે. આજથી એક વાતને ખ્યાલ રાખશે કે જે કાંઈ નવું કામ કરો તે પિતાના વડીલ (પ્રવર્તકજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ તથા શ્રી સ્વામીજી મહારાજ) ની સમ્મતિ વિના ન કરશે એટલું જ નહિ પણ આપણાથી નાના સાધુઓની પણ સલાહ
Page #549
--------------------------------------------------------------------------
________________
આચાર્યની જવાબદારી
૧૦૩
જરૂરી છે. કાઈપણ પુરુષ સેવક થયા વિના સેવ્ય નથી બની શકતા.
અન્તમાં શાસનદેવ પ્રત્યે મારી પ્રાથના છે કે હું આ જવાબદારીભર્યા પત્રને ચેાગ્ય અનુ. જૈનસમાજનુ કલ્યાણ સાધું, પંજાખની સમુન્નતિ અને જાગૃતિ માટે મારા પ્રાણ આપું અને જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું, એટલું જ નહિ પણ જે ગુરુદેવે મને પોતાના સ ંદેશવાહક અનાન્યેા છે તે ગુરુદેવના નામનેરેશન કર્યું. જૈન જગતના એક અદના સેવક તરીકે મારી શકિત-મારી ભકિત-મારી બુદ્ધિ-મારી સન્મતિ અને માર કાયા શાસનના ઉદ્યાત માટે સથા હું સમ`ણુ કરું તેવી મારા હૃદયની ભાવનાઆ પરિપૂર્ણ થાએ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ :
ગુરુદેવના અંતિમ વાકયેાએ ચમત્કાર કર્યા. હજારો શ્રેતાજના મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શબ્દે શબ્દ, વાકયે વાકય, વચને વચન, ખેલે ખાલ શાંતિથી સાંભળી રહ્યા હતા. મહારાજશ્રીના અંતરમાંથી આવતા એ ઉદ્ગારે હજારાને અમૃતપાન કરાવી રહ્યા હતા. બધાનાં મનરંજન થઈ ગયાં. હર્ષોં ફેલાયેા. જયનાદ ગુંજી રહ્યા-દેવાને દુલભ પવિત્ર વાતાવરણ સર્જાઇ ગયું. એ મંગળદને દેવેને આકર્ષ્યા.
ધન્ય વાણી, ધન્ય જીવન, ધન્ય આત્મા ધન્ય ધન્ય.
Page #550
--------------------------------------------------------------------------
________________
[ પ ] મંગળ આશીર્વાદ
ગુદેવ ! શ્રીસંઘ પંજાબની વર્ષોની આશાલતા આજે ફળી. અમારાં ધનભાગ્ય કે આજે અમારા શહેરમાં આનંદમંગળ વતે છે.” લાલા માણેકચંદજી મુન્હાણીએ આનંદ વ્યક્ત કર્યો.
“ભાગ્યશાળી ! પુણ્યતિપિનિધિ સ્વર્ગવાસી ગુરુદેવને પ્રતાપે બધાં રૂડાં વાનાં જ થાય છે. જુઓને ગુજરાનવાલા જવાનો નિર્ણય કરીને આવ્યું હતું અને તમે અહીં જ રેકી પાડશે.”
સાહેબ! ક્ષેત્રસ્પર્શના બળવતી હોય છે. અમારાં ભાગ્ય જાગતાં હશે અને આવાં કલ્યાણકારી કાર્ચનો યશ અમારા ભાગ્યમાં હશે.” લાલા બનારસીદાસે જણાવ્યું.
“ કેમ નહી આપણાં ભાગ્ય જાગતાં છે ત્યારે જ આ અપૂર્વ લાભ–અવસર આપણને મલ્યા.” લાલા પ્રભુદયાલજી બોલી ઊઠયા.
Page #551
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયક પ્રવર્તક શ્રી
શાંતમૂતિ શ્રી કાંતિવિજયજી મ.
હંસવિજયજી મ. આદિ મુનિ મંડલ, ૧૯૮૪ પાટણ
Page #552
--------------------------------------------------------------------------
Page #553
--------------------------------------------------------------------------
________________
મંગળ આશીર્વાદ
૫૦૫ ગુરુવર્ય! જામનગરથી તાર આવ્યું છે આપને મંગળ આશીર્વાદ પાઠવ્યા છે અને આ પોસ્ટમાં પણ શ્રદ્ધેય પ્રવર્તકજીનો જ પત્ર છે. ” લાલા બનારસીદાસે તારો અને પત્રોને એક મોટો થોકડો આપતાં જણાવ્યું.
“પ્રવર્તકજી મહારાજ તે મારા પરમ પૂજ્ય છે. અમે તે એક જ વીરક્ષેત્ર વડેદરાના સુપુત્ર છીએ. તે મહાન કૃપાળુ અને વિદ્વાન છે. તેમની કૃપા તે મારા હૃદયમાં કોતરાયેલી છે. તેમની આજ્ઞા મારે હંમેશને માટે શિરોધાર્યું છે. તે મારા સાચા સલાહકાર અને મુરબ્બી માર્ગદર્શક છે. તેઓશ્રીના મંગળ આશીર્વાદ મારે મન મહા
મૂલા છે. ”
એ મંગળ આશીર્વાદને અનુવાદ વાંચકેની જાણ માટે આપવામાં આવે છે.
જામનગર શ્રી મુનિમંડળ તરફથી શ્રી લાહેર શ્રીયુત વિજયવલ્લભસૂરિજી, ઉપાધ્યાય સોહનવિજયજી સપરિવાર યથાયોગ્ય સાથ માલુમ થાય. શ્રી સંઘનો આનંદપૂર્ણ તાર મળ્યો. વાંચીને આનંદમાં વૃદ્ધિ થઈ છે. ગુરુમહારાજની કૃપાથી બધું કાર્ય આનંદપૂર્વક સમાપ્ત થયું તે ખુશીની વાત છે.
આપને જે ધર્મક્ષેત્રમાં શ્રી ૧૦૦૮ ગુરુમહારાજની તરફથી વિદ્યા અને વિનયશીલતા આદિ સદ્ગણોની પ્રાપ્તિ થઈ છે તે ક્ષેત્રમાં શ્રી સંઘે તમને ગુરુમહારાજના પટ્ટ પર અભિષિક્ત કર્યા છે તે આપને માટે મહાન ગૌરવની વાત છે.
હવે આપની અને શ્રી સંઘની શોભા એમાં રહેલી છે કે તમે ગુરુમહારાજના પગલે ચાલી શાસનની શોભામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરો.
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૦૬
યુગવીર આચાર્ય
શ્રીજીમહારાજ ધર્મચર્ચા સમયે પિતાના વચનામૃતથી ધર્મભિલાષીઓની ભાવનાઓને પૂર્ણ કરતા કહ્યા કરતા હતા કે – સંસારતાપથી અત્યન્ત તપેલા જીવોને વીર પરમાત્માની અમૃતમયી વાણી સંભળાવીને શાન્ત કરવાને સતત પ્રયત્ન કરતા રહેવું એજ અમારું સાચું ધમધન છે. કહ્યું છે કે –
રાજહં વધાઇ વાનાર ધનં પણ =વિતમૂ |
वपुः परोपकाराय धारयन्ति मनीषिणः ।!
વાદવિવાદ સમયે કેટલાએક ઓછી સમજણવાળા કટુવભાવ રાખવાવાળા મનુષ્ય નિષ્કપટ તથા સત્ય કહેવા છતાં ગરમ થઈ જાય છે; પરંતુ તમે તો સદા શાન્ત અને પ્રસન્નવદન જ રહો છો. વિપક્ષી લોક કેટલાયે ગરમ થઈ જાય પણ તમે તે સદા શાન્તિથી ઉત્તર આપે છે અને પોતાની શાન ગંભીર મુખમુદ્રામાં વિકૃત્તિને અણું માત્ર પ્રવેશ થવા દેતા નથી. એ વિષે કોઈ વખતે તમને પૂછવામાં આવ્યું ત્યારે તમે એજ ઉત્તર આપ્યો છે કે –
सुजनो न यांति विकृति परहितनिरतो विनाशकालेपि । छेदे हि चन्दनतरु सुरभयति मुखं कुठारस्य ।
અજ્ઞાન લેકે તો એક પ્રકારના બાળક જેવા છે. જેમ કોઈ રોગગ્રસ્ત હઠીલું બાળક ઔષધી પીવાને ના પાડે છે અને ઉત્તમ વૈદ્ય પિતાનાં મધુર વચનો દ્વારા તેને સમજાવી ઔષધી પીવરાવે છે અને તે રોગથી મુક્ત થઈ જાય છે, એ પ્રમાણે સાધુ મહાત્માઓની ફરજ છે કે તેઓ પાસે આવેલા અબોધથી અધ મનુષ્યને પણ કોઈને કોઈ પ્રકારે સધામૃત પીવરાવી સુબોધ કરવા પ્રયત્ન કરે. વ્યાખ્યાન આપવા સમયે ક્રોધ બિલકુલ ન કરો. ક્રોધથી વિચારશક્તિ નષ્ટ થઈ જાય છે. તેથી સરળમાં સરળ પ્રશ્નને પણ ઉત્તર આપી શકાતો નથી. ક્રોધ જેવું ભયંકર વિષ બીજું કોઈ નથી. કહ્યું છે કે –
Page #555
--------------------------------------------------------------------------
________________
મંગળ આશીર્વાદ
૫૦૭ द्रुमोद्भवं हन्ति विषं नहि द्रुमं । नवा भुजंग प्रभवं सुजंगम् ।। अदः समुत्पत्तिपदं दहत्यहो । हंहोल्वण क्रोध हलाहलं पुनः ॥
ઉપદેશ આપતી વખતે જે સાધુ ક્રોધને વશ થઈ જાય તે વક્તા અને શ્રોતા બન્નેને કર્મનો બન્ધ થાય છે. એ માટે સાધુપુરુષે પ્રાણી માત્રથી મૈત્રી રાખવી જોઈએ અને તેની ભાષાં બહુ જ શાન્ત તથા મધુર હોવી જોઈએ. શેખ સાદી કહે છે કે –
दिलागर तवाजे कुनी अखतियार
शवद शलक दुनिया तुरा दोस्तदार' સાધુપુરૂ દ્વારા પ્રેમભાવથી ઉપદેશ મળવાથી ધર્માન્વેષક જિજ્ઞાસુ લોક અવશ્ય ધર્મમાં દઢ થાય છે, અને ધર્મના રસિક બને છે. વીતરાગદેવના પ્રપૌત્ર મુનિમહારાજ પાટ પર બેસીને વીતરાગદેવના સમાધિમાગને ઉપદેશ કરે અને શ્રોતાગણ તે ઉપદેશામૃતથી પોતાના આત્મામાં શાન્ત ભાવને પ્રાપ્ત કરે તેમાં જ સાર છે. સાંસારિક કાર્યોમાં વ્યગ્રતા પામેલે મનુષ્ય થોડો સમય શાન્તિ પ્રાપ્ત કરવા માટે જ સાધુમુનિરાજે પાસે ઉપદેશનું પાન કરવાને માટે આવે છે, નહિ કે અહીં તહીંની વ્યર્થ વાતો સાંભળવા અથવા પોતાની વ્યગ્રતાને વધારવા માટે તેઓનું આવવું થાય છે. પાટ પર બેસીને વ્યાખ્યાન વાંચવાવાળાને કોઈ રાજ્યની તરફથી કોઈ જાતની અમલદારી નથી મળેલી. તેમને તે આ સ્થાન ઉપરથી માત્ર લધુતારૂપ સદ્ગણની અનુપમ શિક્ષા ગ્રહણ કરવાની છે. તેથી પાટ પર બેઠા પહેલાં, હું કોણ છું, કેની પાટ પર બેઠો છું અને ભવિષ્યમાં મારે માટે શું શું કર્તવ્ય છે વગેરે વાતોનો અવશ્ય વિચાર કરી લેવો જોઈએ. તથા વ્યાખ્યાનદાતાએ એટલે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ કે વ્યાખ્યાનમાં એવી ચર્ચા થાય જેથી સાંભળવાવાળાને કંઈ ને કંઈ સાધ અને શક્તિ રસની પ્રાપ્તિ થાય.
Page #556
--------------------------------------------------------------------------
________________
૫૦૮
યુગવીર આચાર્ય
સાધુપુરુષોના કથન અને આચરણનો ઉપયોગ એમાં ધર્માભિવૃદ્ધિ છે. તેનાથી વિપરીત પરસ્પર કલેશ અને પરસ્પરની ઈર્ષ્યા આદિ બિભત્સ કાર્યોને માટે સાધુ પુરુષોએ પોતાના ઉચ્ચાર અને વિચારનો કદાપિ ઉપયોગ નહિ કરવો જોઈએ. એ માટે મહાત્માપુરુષ બધાની સાથે મળતા અને બધાને પોતાનામાં મેળવતા છતાં અલગ અલગ રહી શકે છે. એક ઉદ્દ કવિએ આ ભાવને બહુજ સુંદર રીતે વ્યક્ત કર્યો છે –
अलग हम सबसे रहते हैं मसाले तार तम्बूरा । जरा छेडे से मिलते हैं मिला ले जिसका जी चाहे ।।
સાધુ મહારાજની મુખમુદ્રા જોતાં જ તેની ગંભીરતા અને શાન્તતાનો પ્રભાવ શ્રોતાઓ પર પડે ત્યારે જ તે શાન્ત ભાવથી સાધુ મુનિરાજના ઉપદેશામૃતનું સારી રીતે પાન કરી શકે છે.
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमा । - चन्द्रचन्दनयोर्मध्ये, शीतलः साधुसंगमः ॥
એ માટે સાધુપુરુષોએ સદા શાન્ત ભાવમાં જ રમણ કરવું જોઈએ. પરોપકાર સાધુઓને એક વિશિષ્ટ ગુણ છે. જે કઈ પ્રતિપક્ષી કષ્ટ આપે તો પણ સાધુપુરુષોને તો દીપકની જેમ તેને અજ્ઞાન અંધકાર કષ્ટ સહીને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
अपनेको जलाकर औरको रोशन करता : यह तमाशा हमने फक्त चिराग में देखा ॥
પરોપકારના કાર્યમાં કષ્ટો આવતાં ભાગી જવું તે પરોપકારીનું કામ નહિ. એ કાઈ સમય નહોતો અને નહિ આવે જ્યારે આખો સંસાર એક જ રંગમાં રંગાએલો દેખાય. બધા લોકો અવગુણ શોધક અથવા ગુણગ્રાહી નથી હોતા, સંસારમાં જે ગુણગ્રાહી લોકો છે તે
Page #557
--------------------------------------------------------------------------
________________
મગળ આશીર્વાદ
૫૦૯
અવગુણ જોવાવાળાઓની પણ કમી નથી; પરંતુ પરાપકારી પુરુષ આવી વાતેની કશી પણ પરવા કરતા નથી. તેઓ તે કષ્ટાના પહાડાને ચીરતા પેાતાના ધ્યેય સ્થાન પર પહોંચે જ રહે છે. કષ્ટ સહન કર્યા વિના કંઈ જ થતું નથી. પુરાણા દ્રષ્ટાંતા જવા દઈ એ, એક તાજું જ દ્રષ્ટાંત જોઈ એઃ
શ્રી ૧૦૦૮ ગુરુમહારાજ સાહેબે જેટલાં કષ્ટો સહન કર્યા છે તેની ગણના પણ થઈ શકવી કાણુ છે, જો આ રીતે તેઓ કા ન સહન કરત અને દ્રઢતાપૂર્વક તેને મુકાબલા ન કરત તો આજ જે કાંઈ ધમ પ્રભાવના દ્રષ્ટિગાચર થાય છે તે કદી જોવા ન પામત. મહારાજશ્રી પાતાના પૂર્વ કષ્ટોની કથા જ્યારે કહેતા ત્યારે સાંભળીને આંખામાં આંસુ ભરાઈ આવતાં. એટલે માત્ર માનેલી મેટાઈ કામ નથી આવતી, પણ આચારમાં ઉતારેલું સામર્થ્ય' કામની વસ્તુ છે. વિચાર કરીને જોઇએ તેા આજ સુધી જેટલા સંત-મહત થયા છે, તે સુખની શય્યા પર સુઈ ને નહિ પણ અનેકવિધ કટાની કાંટાળી શય્યા પર તપસ્યા કરવાથી થયા છે. મહત્ત્વ પ્રાપ્ત કરવું એ કાઈ મામૂલી વાત નથી.
આ ઉપરાંત નાયક બન્યા એટલે એમ કદાપિ નથી માની લેવાનું કે અમારા આશ્રય તળે રહેલ સાવ માત્ર અમારી ‘હાજી હા’ને માટે જ છે, પરન્તુ નાના સાધુએ મેટાના સયમપાલનમાં અને શાસનની શૈાભાવૃદ્ધિમાં અનેક રીતે મદદગાર છે, એવા વિચાર હમેશાં કરવા જોઈ એ. મેાર પેાતાનાં નાનામેાટાં બધાં પીછાંના સમૂહથી જ શાભે છે. નાના મેાટાની છાયામાં પેાતાના સંયમનું પાલન કરે છે. અને મેટા પેાતાના દીકાલીન વિશિષ્ટ અનુભવદ્રારા સમય સમય પર તેઓને ઉચિત શિક્ષણ આપતાં તેમનુ સંયમ પળાવે છે. આ રીતે પરસ્પરના પ્રેમભાવથી જ શાસનશેાભા અને ધર્માભિવૃદ્ધિમાં પ્રગતિ થાય છે. મહત્વની શાભા કેવળ લઘુત્વ પર અવલંબિત છે. કવિ ધ્રુવું સુંદર કહે છે~~~
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૧૦
યુગવીર આચાર્ય
नमन्ति सफला वृक्षा नमन्ति सज्जना जनाः । તમે જાણો છો કે આ સમય કુસંપને વધારવાનો નથી પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેને ઓછો કરવાનો છે. પરમપૂજ્ય મહારાજ જ્યારે વિદ્યમાન હતા ત્યારે તેઓ સાધુઓ અને શ્રાવકની સાથે કેટલો પ્રેમ રાખતા હતા, તથા સાધુઓ અને શ્રાવકોમાં પરસ્પર કેટલો પ્રગાઢ પ્રેમ હત; આનું સ્મરણ થતાં જ આજકાલની દશા પર અશ્રપાત થયા વિના નથી રહેતો. તે મહાપુરુષ એકજ હતા પરંતુ તેમના સમયમાં જે જે કાર્યો થયાં છે, તેનું તે આજે સ્મરણ માત્ર રહી ગયું છે. તેમાં સંદેહ નથી કે અધિક મહાત્માઓ આપસમાં મળીને કામ કરે તે કામ અવશ્ય વિશેષ થાય પણ એવું ભાગ્ય કયાંથી? જે મુનિનાયક અને સાધારણ મુનિરાજ પિતાના દિલમાં નમ્રતાને સ્થાન આપે તે શાસનન્નતિનાં અનેક પ્રશંસનીય કાર્ય થઈ શકે છે પરંતુ એવું સદ્ભાગ્ય મળવું બહુજ કઠણ છે.
આપસમાં કુસંપ વધવા-વધારવાનું મુખ્ય કારણ અભિમાન છે. આ અભિમાન શબ્દમાંથી જે “મા અને ન' કાઢી નાખવામાં આવે તે તમામ જગત વિજયનાદથી ગાજી ઊઠે. આ “મા અને ન” ને કાઢવાનો ઉપાય નાના મોટા બન્નેને વિચારણીય છે. એમ થવાથી જ શાસનની ઉન્નતિ થઈ શકે છે. અન્યથા નામ માત્રની ઉન્નતિ છે. કષાય ધર્મ અને સંયમ બન્નેને વિઘાતક છે તેથી તેના ત્યાગ માટે શાસ્ત્રોએ વારંવાર ઉપદેશ કર્યો છે. જૈન શાસનમાં ભલે મુનિઓ અને પદવીધરોની વૃદ્ધિ થાય તે એક આનંદની વાત છે, પરંતુ સાથે સાથે તેઓ પોતપોતાની શક્તિ અનુસાર દેશ દેશાન્તરમાં ભ્રમણ કરીને સદુપદેશદ્વારા લોકેમાં વાસ્તવિક ધર્મની અભિરુચિ પેદા કરે અને તેઓને વીતરાગદેવની સમાધિમાર્ગના રસિક બનાવે તથા એક બીજાને પ્રેમપૂર્વક મળે, પ્રેમપૂર્વક વાર્તાલાપ કરે, અને મળતાં જ એક બીજાના અતઃકરણમાં આનન્દની ઊર્મિઓ ઉછાળવા લાગે અને હળીમળીને ધર્મસંબંધી કાર્યોને વિચાર કરે તે જ
Page #559
--------------------------------------------------------------------------
________________
મંગળ આશીવાદ
૫૧૧ શાસનની શોભા તથા ઉન્નતિમાં એ વૃદ્ધિ ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે છે.
ગૃહસ્થ લેકે આપસમાં મળતી વખતે પોતાને જૂનામાં જૂનો વેર-વિરેાધ છેડીને બહુ જ પ્રેમભાવથી મળે છે, અને વાર્તાલાપ કરે છે. આપણે તે સાધુ કહેવાઈએ છીએ અને પાછા વીતરાગદેવના શાસનના અનુયાયી છીએ. આપણામાં સમતાગુણની અધિક્તા જોઈને જ અન્ય ગૃહસ્થ લોક ધર્મમાં પ્રવૃત્ત થઈ શકે. એટલા જ માટે વીતરાગદેવના અનુયાયી સાધુવર્ગમાં સમતા ગુણ જેટલો અધિક હોય તેટલું સારું છે, તેમાંજ શાસનની શોભા છે. જે જિનશાસનરસિક મુનિરાજેમાં સમતાગુણનો અભાવ હોય તો લોકોની તેમના પ્રત્યે હલકી નજર રહેશે, લોકે તેમને તુચ્છ દ્રષ્ટિથી જોશે, એવી દશામાં ઉપરોક્ત સંખ્યાવૃદ્ધિ અને સાધુતા શાસનની શેભાને બદલે શાસનને કલંક રૂપ ગણાશે. એથી મુનિજનને સમતા ગુણ જ વિશેષ રીતે શાસનની શોભા છે.
આપ ગુરુમહારાજની સેવાભક્તિમાં નિરંતર રહ્યા છે, પંજાબમાં મહારાજ સાહેબ રૂપી સૂર્યને અસ્ત થયા પછી તે ક્ષેત્રોમાં તમારા હાથે અનેક પ્રભાવ જનક શુભ કાર્યો થયાં છે તથા નિરન્તર ભ્રમણ કરીને ઘણી ઉન્નતિ કરી છે. તેનાથી આકર્ષિત થઈને શ્રી સંઘે આપને ગુમહારાજના પટ પર અભિષિત કર્યા તે ખુશીની વાત છે. હવે ભવિષ્યમાં તમારી દ્વારા અધિકાધિક ધર્મકાર્ય થાય અને શાસનની શેભામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તથા અન્ય મુનિરાજ પણ તેનું અનુસરણ કરે તો તેની શોભા પણ આપને જ છે.
વિશેષમાં હું યાદ આપું છું કે, ૧૦૦૮ શ્રી સ્વર્ગવાસી ગુરુમહારાજ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી તથા ગુરુજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મવિજયજી મહારાજની વિદ્યમાનતામાં પ્રાયઃ પરસ્પર કપાય થાય એવો પ્રસંગે ઉપસ્થિત જ નહોતો થતો. કદાપિ દૈવગે સકારણ કે નિષ્કારણ કેઈને છદ્મસ્થપણાની લહેરમાં કષાય આવી
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૧૩
યુગવીર આચાર્ય
આવી જતા તે તે વખતે ન બને તે તે દિવસના દૈવસિક પ્રતિક્રમણમાં સુલેહ-સંપ થઈ જતા અથવા કરાવી દેવામાં આવતા, તેમ છતાં કાઈના દિલમાં કાંઈ કસર રહી ગયેલી જણાતી તે પાક્ષિક પ્રતિક્રમણમાં તેની ક્ષમા કરાવવામાં આવતી હતી. અંતમાં સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે આપ સ્વયં ક્ષમાપના કરતા અને બીજા પાસે કદાચ અજ્ઞાનવશ કાઈ તે પર ધ્યાન ન આપતા તે તેને કલ્પસૂત્રને પાઠ
અવશ્ય કરાવતા,
66
जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमई तस्स नत्थि आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्वं ॥
""
બતાવીને સમજાવતા કેઃ
થાય
ભા—બાપુ ! શ્રી તીર્થંકર મહારાજે તથા શ્રી ગણધર મહારાજે શું કહ્યું છે. જે જીવ ક્ષમાપના કરે છે. તે આરાધક છે. અને જે નથી કરતા. તે આરાધક નથી થતા, તેથી ક્ષમાપના કરીને આરાધક થવું યેાગ્ય છે. આવા પ્રેમનાં વચને સાંભળીને કાઈ પણ શાંત થઈ ને ક્ષમાપના કરી લેતેા હતેા, તે તમે પણ જાણી છે. તમે સ્વર્ગવાસી ગુરુ મહારાજના ચરણામાં રહી—ગુરુકુલવાસમાં ખૂબ અનુભવ સંપાદન કર્યાં છે. તમને સમજાવવાની કાંઈ જરૂર નથી. તથાપિ જ્યારે તમે તે મહાપુરુષેાના સ્થાનાપન્ન—તેમના પટ્ટધર બન્યા છે, તે આપે તેમનું અનુકરણ કરવું યાગ્ય છે. શ્રી ગુરુમહારાજ આપતે સહાયતા આપે અને આપ એવાં એવાં કાર્યો કરવાને યાગ્ય અને, જેનાથી શ્રી ગુરુમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજનું શુભ નામ જગતમાં અધિકથી અધિક રાશન થાય. આપની સાથેના ધર્મ સ્નેહ સબંધને લીધે અને આપને સુયેાગ્ય સમજીને આટલી સૂચના શુદ્ધ અંતઃકરણપૂર્વક લખી છે. આશા છે
66
Page #561
--------------------------------------------------------------------------
________________
મંગળ આશીર્વાદ
પ૧૩ તમે તેમાંથી સાર ગ્રહણ કરશે, તથાપિ મારા લખાણથી કઈ પણ પ્રકારની અપ્રીતિ થવાનું કારણ બને છે તે બાબત મિચ્છામિ દુક્કડ દેતે હું મારા પત્રને સમાપ્ત કરું છું.
હું છું તમારે શુભચિન્તક જામનગર-કાઠિવાડ.
મુનિ કાન્તિવિજય કે અદ્ભુત પત્ર! શબ્દેશબ્દ અમી ઝરે છે. આ પણું ચરિત્રનાયક માટે કે અજબ પ્રેમ–કેવી ભાવના કેવી ઊર્મિ અને કે આનંદ. છતાં પટ્ટધરની જવાબદારીનું કેવું ભાન કરાવે છે એ ઉદાર આત્મા? જૈનશાસનની કુસં૫ દશાની કેવી વ્યથા તેમના હૃદયમાં ભડભડે છે? સાધુવૃદ્ધિ અને ધર્મવૃદ્ધિને માટે શું શું થઈ શકે? બધા મળીને કાર્ય કરે તે જગતને પણ ડોલાવે; તેવું કેવું ન સત્ય ઉચ્ચારે છે એ વૃદ્ધ?
સાધુ–મુનિરાજોનું કર્તવ્ય શું છે? શા માટે દીક્ષા છે? સમાજની ઉન્નતિ શામાં છે? સમતા એજ મહાન ગુણ છે અને જૈન સાધુનું સ્થાન જગતમાં કેવું ઉચ્ચ છે તે આ પત્રમાં શબ્દેશબ્દ વાંચી શકાય છે.
કેધ અને કષાય કેવાં કેવાં પરિણામો લાવે છે, તેનાથી શાસનની શું હેલના થાય છે ? તથા તાજને ને શ્રાવકે પર તેની કેવી અસર પડે છે તેને તાદ્રશ ચિતાર આ શબ્દમાં મળી આવે છે.
ક્ષમાપના એ કેવી અજબ વસ્તુ છે તે આ શ્રદ્ધેયજ્ઞાની આપણને સમજાવે છે. જૈન સમાજની–સાધુસમાજની
૩૩
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૧૪
યુગવીર આચાર્ય જૈનશાસનની અને જૈનજગતની આજની દશા પર એ વયોવૃદ્ધ જ્યારે અશુપાત કરે છે ત્યારે તે ખરેખર હૃદય દ્રવી જાય છે.
આજે એ બૂઝર્ગ વયેવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ શ્રદ્ધેય સાધુ શિરેમણિને આત્મા સ્વર્ગે બિરાજે છે પણ તેમનાં વચને ને વાકયે આજે પણ સત્ય–શાંતિ–ક્ષમા–સમતાશાસનઉન્નતિ-સમાજકલ્યાણ અને પટ્ટધરની જવાબદારી શીખવી રહ્યાં છે.
અમર રહો એ આત્મા, વંદન છે એ મુનિ પુંગવને.
“ગુરુદેવ! ગઈકાલે રાત્રે મંડપમાં એક મોટી સભા થઈ હતી. રેશની બહુજ મનહર હતી. હજારો લોકોની મેદની જામી હતી. જેનેતરે અને અન્ય ભાઈ-બહેનની મિટી સંખ્યા હતી. પંજાબી ભાઈઓનો ઉત્સાહ તે ભારે અજબ ! હું તે ત્રણ દિવસથી જોઈ રહ્યો છું, પંજાબની ગુરુભકિત અદ્વિતીય છે” શેઠ મોતીલાલ મુળજીએ વંદણા કરતાં પંજાબી ભાઈઓની ગુરુભકિતને ચિતાર આગે.
“મેતીલાલભાઈ! તમારી વાત સાચી છે. ગૂજરાતમાં જ ગુરુભકિત છે તેમ ન માનશે. કદાચ ગૂજરાતમાં અતિ પરિચયથી સાચી ભકિત ઓછી થતી જોવાય છે. પંજાબ શ્રીસંઘનું સંગઠન બહુજ સુંદર છે.” આચાર્યશ્રીએ સ્પષ્ટતા કરી.
Page #563
--------------------------------------------------------------------------
________________
મંગળ આશીર્વાદ
૫૧૫ પણ સાહેબ! કાલે તે મને જ પ્રમુખસ્થાન આપ્યું. હું પંજાબી સમજું નહિ પણ ભજનમંડળીઓનાં ભજને તે બહુ જ આકર્ષક હતાં. ખાસ કરીને એશિયા સ્કૂલના વિદ્યાથીઓના સંવાદો બહુ સુંદર હતા. પંડિત હંસરાજજી શાસ્ત્રી પણ બહુ વિદ્વાન છે. તેમનું ભાષણ પણ બહુ જ મહત્ત્વનું હતું.”તીલાલ શેઠે ત્રિને કાર્યક્રમ સંભળાવ્યું.
અમારા પંજાબમાં ભકિત છે, વીરતા પણ છે, બુદ્ધિ -શકિત પણ છે, શાય પણ છે, પણ તમારા ગૂજરાત-મુંબઈની જેમ પિસાની રેલમછેલ નથી. આ ભાઈઓ જે શ્રીમંત હેત તે કદાચ બે યુનીવર્સીટીઓ ઊભી કરત.”
સાહેબ ! આપની વાત તદ્દન સાચી છે. એ દિવસે પણ આવશે. આપ જેવા પ્રભાવિક ગુરુવર્ય તેમના રાહબર છે તે થોડા જ વષ માં પંજાબની ઉન્નતિ પણ થશે. કપાળુ ! આજ સ્વામીવાત્સલ્ય મારા તરફથી છે, માટે કેઈ જવા ન પામે.”દાનવીર શેઠ મેતીલાલજીએ પોતાની ભાવના દર્શાવી.
શેઠજી ! આજ તે બધા જવા ઈચ્છતા હતા, પણ તમે મને કહેલું તેથી તે વાત મેં જાહેર કરી દીધી છે, અને આજને થડે કાર્યક્રમ પણ છે. ધન્ય છે તમારી ઉદારતાને.”
આજ ઉત્સવને છેલ્લે દિવસ હતે. એક તો આજે મંગળવાર હતો તેમાં શેઠ મોતીલાલ મુળજીના આગ્રહને માન આપી તેમના સાધમિવાત્સલ્યમાં ભાગ લેવા તથા આચાર્ય મહારાજને અમૃતમય ઉપદેશ સાંભળવા બધા
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૧છે.
યુગવીર આચાય
ભાઈઓ રહ્યા. તેઓ જોઈ શક્યા કે ઉત્સવની પૂર્ણાહુતિમાં મંગળવાર મંગળમય બની ગયે.
આજે પણ લોકોની ભારે મેદની જામી હતી. મંડપમાં તે જગ્યા ખાલી નહતી પણ મંડપની બહાર પણ ઘણા માણસે એ મહાપુરુષની વાણી સાંભળવા અને ભજનમંડળીઓનાં મધુરાં ભજનો સાંભળવા બેઠાં હતાં.
આચાર્યશ્રી પધાર્યા અને જયનાદેથી મંડપ ગાજી ઊઠ. ભજનમંડળીઓએ ભજન શરૂ કર્યા અને શ્રેતાઓનાં મનોરંજન કર્યા. આચાર્યશ્રીએ મંગલાચરણ કરી શ્રેતાએને સુધામય ઉપદેશ આપ્યો.
“મહાનુભાવે, આજ તે તમે દાનવીર શેઠ મોતીલાલ મુળજીના આગ્રહથી રોકાયા છે તે પણ આનંદની વાત છે. શેઠ મોતીલાલજી મારા પરમમિત્ર હતા. તેમના જ શહેરમાં મેં દીક્ષા લીધી હતી તે વખતે પણ તેઓને પ્રયાસ ભારે હતું. આજે જ્યારે આચાર્યપદને ઉત્સવ હતું ત્યારે પણ તેમની હાજરી આનંદપ્રદ છે.
“પંજાબીભાઈઓ, મારે તમને એક વાત એ કહેવાની છે કે તમે જે પદ આપી મને તમારો નાયક માન્ય છે; તેની ભાવનાઓ, મહત્ત્વાકાંક્ષાઓ, શક્તિ અને સામર્થ્ય પણ તમે સમજી લેશે. હું તે પંજાબને વર્યો છું. પંજાબની ઉન્નતિ–-પંજાબની બહેતરી––પંજાબની રક્ષા અને પંજાબની જાગૃતિ એ મારો જીવનમંત્ર રહેશે પણ જેનશાસનના કલ્યાણની જવાબદારી પણ મારી છે. ઉપરાંત
Page #565
--------------------------------------------------------------------------
________________
મગળ આશીર્વાદ
ગુરુદેવના સંદેશ--જ્ઞાનપ્રચાર અને સરસ્વતી મંદિરાની સ્થાપના હું કે તમે કદી ન ભૂલીએ.
૫૧૭
"
"
“ વિશેષ તમે સિદ્ધાચળમાંની એ શિક્ષણ સંસ્થાઓનુ નામ સાંભળ્યું હશે. પાલીતાણાના સ્ટેશન ઉપર ‘· શ્રી યશેવિજયજી જૈન ગુરુકુળ” નામની સંસ્થા છે અને તલાટીને રસ્તે જતાં · શ્રી સિધ્ધક્ષેત્ર જૈન માલાશ્રમ છે. જ્યારે જ્યારે ત્યાં જવાના પ્રસ`ગ આવે ત્યારે આ બે સંસ્થાએ જોવાનુ ભૂલશે નહિ. શ્રી યÀાવિજયજી જૈન ગુરુકુલના ઉપદેશક અહીં આવ્યા છે, તેમને ફૂલ નહિ તે ફૂલપાંખડી આપવાની પ્રત્યેકની ફરજ છે.
“ બીજી વાત એ છે કે સિદ્ધાચળના પહાડ પર ભગવાન ઋષભદેવના ચરણાની નજદીક આપણા પરમ ઉપકારી સ્વર્ગવાસી ગુરુ મહારાજની એક મૂર્તિ બિરાજમાન છે. ત્યાંનું કામ કેવું રમણીય અને શૈાભાસ્પદ છે તે તે ત્યાં જનારા જાણે છે. તેને મનહર મનાવવામાં પૈસા તે પજાખી ભાઇઓના જ લાગ્યા છે. ગુજરાતના એકજ ગૃહસ્થ તે અનાવી શકત પણ ગુરુભકિત પણ એક ચીજ છે. પણ તેના યશ તા “ શ્રી આત્માનંદ જૈનસભા ભાવનગરના મંત્રી શ્રીયુત્ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી ” ને છે. તેમણે ઘરનુ કામકાજ છેડીને પેાતાના સમયને ભેગ આપીને ગુરુભક્તિ નિમિત્ત પેાતાની દેખરેખમાં એ કાય આવું સુંદર બનાવ્યું છે. ધન્ય છે તેમની ગુરુભક્તિ. પજામ શ્રીસ`ઘ તરફથી હું તેમને ધન્યવાદ આપું તે શું ખાટું ? ”
"L
ગુરુદેવ ! શ્રીયુત્ વલ્લભદાસભાઇને ‘ શ્રી આત્માનંદ
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૧૮
યુગવીર આચાર્ય
જૈન મહાસભા પંજાબ'ની તરફથી એક સુવર્ણચંદ્રક આપવામાં આવે અને તેને જે કાંઈ ખર્ચ થશે તે હું આપીશ.” હોશિયારપુરનિવાસી લાલા ગેરામલના સુપુત્ર લાલ અમરનાથે તરત જ ઊભા થઈને ગુરુમહારાજને પ્રાર્થના કરી.
આ ભાવનાને સભાએ હર્ષનાદથી વધાવી અને ચંદ્રક તૈયાર કરાવી એમને ભાવનગર મોકલાવી આપે.
પ્રાન્ત ચરિત્રનાયકે ઉપસંહાર કરતાં કહ્યું
“હવે મારે બહેનોને બે શબ્દ કહેવાના રહે છે. પંજાબની બહેને તે બહાદુર છે. ગુરુભક્તિ તેમનામાં ખૂબખૂબ દેખાય છે, છતાં સાદાઈ પણ આવશ્યક છે. પ્રથમ તે આપ હાથનું ઘરેણું રત્નચોક હવેથી નવું ન બનાવરા--હું તે એમ પણ કહ્યું કે પહેલાનાં બનાવેલાં પણ ન પહેરે. એક તો હાથે કામ કરવાથી રોકાય છે અને ચાર બદમાસને તે લેવામાં પરિશ્રમ નથી પડતો. આવું ઘરેણું પહેરવાને કશો અર્થ નથી. બીજું કપડા પર દસ તોલાથી અધિક ગોટા ન લગડાવવા. સલમે સિતારા તે છોડી દેવા જોઈએ.
આજને દિવસ યાદ રહે. આપણી––મારી-–તમારી જવાબદારી આજથી વધે છે. તેને પૂરી રીતે સફળ કરવા ગુરુમહારાજ હમેશાને માટે આપણા સ્મૃતિપટ પર રહે અને તેમના મંગળ આશીર્વાદ મળતા રહે ૩ શાંતિ : શાંતિઃ શાંતિઃ
છેલે સ્વાગત સમિતિ તરફથી મહેમાને, દૂરદૂરથી
Page #567
--------------------------------------------------------------------------
________________
મંગળ આશીર્વાદ
૧૧૯ આવેલા સગૃહસ્થ, ભજન મંડળીઓ, એસિયાની મંડળીના બાલનટે, લાહોર અને સ્વાલકેટના સ્થાનકવાસીભાઈઓ દિગમ્બરીભાઈઓ, રાજા ધ્યાનસિંહજીની હવેલીના મેનેજર તથા રાયસાહેબ લાલા દીનાનાથજીનાં ધર્મપત્ની વગેરેને સમારંભને સફળ કરવાના કાર્યમાં મદદ કરવા માટે અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે.
સંઘની સંપૂર્ણ શાન્તિ માટે પ્રાર્થના થયા પછી સભા વિસજન થઈ
પ્રથમ ભાગ સમાપ્ત.
Page #568
--------------------------------------------------------------------------
________________
પાય છે.......
છપાય છે.
-
-
-
આ સુંદર જીવનગ્રંથને દ્વિતીય ભાગ
આ ગ્રંથ પણ દળદાર ને જૈન ઈતિહાસની સુવર્ણ પ્રભામાં યાદગાર બની જશે.
દ્વિતીય ભાગમાં નીચેની વિગતે આવશે. * ચરિત્રનાયકના જીવનના સ્મરણીય પ્રસંગે * યુગવીરની અદ્વિતીય જવલંત પત્રધાર મનનીય વ્યાખ્યાનેઃ સન્માનપત્રો, કાવ્ય કહેલ
– ઉપરાંત – ચરિત્રનાયક અને શિષ્યસમુદાય છે કે રાજામહારાજાઓ
, શિક્ષણસંસ્થાઓ
હસ્તાક્ષરો
છે ભક્તજને વિવિધ ચિત્ર, ફેટાઓ અને બીજી સામગ્રી આ ગ્રંથની પ્રસ્તાવના વિદ્વાન સાહિાયસેવક, જાણીતા સમાજસેવક શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડિયા બી. એ. એલએલ. બી. સેલીસીટર લખશે.
Page #569
--------------------------------------------------------------------------
________________
જીવનવાંછા [આ ચાયેપર્શથી પ્રસંગે ] શા સનદેવ પ્રત્યે મારી પ્રાર્થના છે કે હું આ જવાબદારીભર્યા પદને ચગ્ય બનું, જૈનસમાજનું કલ્યાણ સાધુ, પંજાબની સમુન્નતિ ને જાગૃતિ માટે મારા પ્રાણ અર્પ, જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું. એ ટલું જ નહિ.જે ગુરુદેવે મને પોતાનો સંદેશવાહક બનાવ્યા છે, તે ગુરુદેવના નામને રોશન કર્યું. જૈનજગતના એક અદના સેવક તરીકે મારી શક્તિ, મારી ભક્તિ, મારી બુદ્ધિ, મારી સન્મતિ અને આ કાયા શાસનના ઉદ્યોત માટે સર્વથા હું સમર્પણ કરું, તેવી મારા હૃદયની ભાવનાઓ પરિપૂર્ણ થાઓ. ... શાંતિ.
શ્રી વિજયવલભસૂરિજી
Page #570
--------------------------------------------------------------------------
________________ જેન એટલે જીતનાર જીતના મેદાનને મહા સૈનિક એટલે જૈન મુનિ. જગતના સામાન્ય સૈનિકને દુશ્મનો સામે લડવાનું હોય છે, જ્યારે આ સૈનિકને મુખ્યત્વે અદૃશ્ય રિપુઓ સામે ઝુંઝવાનું હોય છે. પેલાને હાથ ચડવાં હથિયારથી લડવાનું હોય છે, જ્યારે આ મહામુનિને બલ, વીર્ય ને અપ્રમાદ સિવાય કોઇ શસ્ત્રો ખપતાં નથી.. સા માન્ય સૈનિકની ડાઇને વિશ્રાન્તિ હોય છે. આ મહાસેનાનીને અવિશ્રાન્ત લડત લડવાની હોય છે. એકને શત્રુને હણવે એ જ માટે ધર્મ છે, બીજાને શત્રુ કરતાં એની શત્રુતાને હણવી પરમ ધર્મ છે. એકના પરાજય એટલે સર્વનાશ ને જય એટલે નવી જહાંગીરી. શાન્તિના આ મહાસુભટને પરાજયમાં પણ વિજય છે, ને વિજયમાં શત્રુ મિત્રનો મહાવૈભવ છે. 09ત બંનેનું લક્ષ છે. પણ એકના દિલમાં પ્રતિહિંસા ને બીજાના દિલમાં ચિરંતન શાન્તિ છે. એટલે જ કહ્યું છે કે જીતે તે જેન અને જૈનમુનિ એટલે સ્વ-પર કલ્યાણાર્થે કુરબાનીને માર્ગે આગળ ધપતા મહાસૈનિક. જય ભ »'મુ KUMAR PRINTERY, AHMEDABAD