________________
વતનનો સાદ
૨૩૧ અંબાલા પહોંચ્યા. જે દિવસે આ૫ અંબાલા પહોંચ્યા તેજ દિવસે દિલ્હીથી વિહાર કરીને આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજી તથા ઉપાધ્યાયશ્રી વીરવિજયજી સાધુમંડળ સાથે અંબાલા આવતા હતા. બન્ને શહેરની બહાર મજ્યા. વંદનાદ થઈ. ઘણા વખતે મળ્યા તેથી હર્ષાશ્રુ આવી ગયા. આનંદ થયે. મોટા ઠાઠમાઠથી બન્નેને નગરપ્રવેશ થયે. ચાર પાંચ દિવસ સાથે રહ્યા. પંજાબની પરિસ્થિતિ વિષે વાત કરી. ગુરુદેવના ક્ષેત્ર, કાર્ય, પંજાબી લોકોની ભાવના, ગુરુદેવનું અધૂરું કાર્ય વગેરે વિષે ઠીકઠીક ચર્ચાવાત થઈ અને ત્યાંથી છુટા પડી દિલ્હી તરફ વિહાર કર્યો. જેઠના બળબળતા તાપ પછી હજારે લેકો મેઘવૃષ્ટિની જે આતુરતાથી રાહ જુએ છે તેવી જ આતુરતાથી દિલ્હી તો ગુરુદેવના આગમનની રાહ જોઈ બેઠું હતું.
લાલાજી! તમારી શ્રીસંઘની પ્રાર્થના મેં સાંભળી. હવે મારી વાત તમે જરા સાંભળી લે.” દિલ્હીમાં ચોમાસું રોકવા માટે વિનંતિ કરવા આવેલા શ્રીસંઘના આગેવાનને ચરિત્રનાયકે કહ્યું.
“ગુરુદેવ ! આજ્ઞા ફરમાવે. અમે બધા તૈયાર છીએ.”
જુએ ! પંજાબથી ગુજરાતનું નામ લઈ ઉતાવળથી નીકળ્યા છીએ. વિહાર પણ લાંબા લાંબા કરતાં કરતાં દિલ્હી તે પહોંચ્યા. બધા મુનિમંડળની ઈચ્છા છે કે જેમાસું ગૂજરાતમાં જઈને જ કરવું છે. આ સાલ દાદાની યાત્રા નહિ થાય તે બીજે વર્ષે તે દાદાને ભેટશું.”