________________
૨૩૨
યુગવીર આચાર્ય દયાસિંધુ! ચોમાસું ગુજરાતમાં કરવાને બદલે દિલ્હીમાં થશે તે પણ બીજે વર્ષે દાદાની યાત્રા તો થઈ જ શકશે.” લાલા ત્રીકમલાલજીએ ખૂબીથી વાત રજુ કરી.
લાલાજી ગૂજરાતમાં પહોંચી જવાય તે ત્યાંના ભક્તહૃદયને પણ શાંતિ થાય. અને ખીમચંદભાઈ તો આજે જ આવીને ઊભા રહેશે. તેમને તકાદો જબરો છે.”
સાહેબ હવે તે ગૂજરાત તરફ જ જવું છે ને. ખીમચંદભાઈને તે અમે મનાવી લઈશું. વધારે તે આપશ્રીને શું કહેવું. દિલ્હીના સંઘે નિશ્ચય કર્યો છે કે ગમે તે થાય પણ આ સાલ તે અમે આપને નહિ જવા દઈએ. અમારા શરીર ઉપર થઈને આપ ભલે ચાલ્યા જાઓ. ચિંતામણિ રત્ન પામીને કણ દુર્ભાગી તેને છોડી દે.”
સંઘ આ ગઢગદિત થઈ ગયો. સંઘના આગ્રહથી આપ તે સમજી ગયા. સાધુઓના દિલમાં પણ સંઘના સ્ત્રી-પુરુષની પ્રાર્થના વસી, પણ ગુજરાતની વિનતિનો પ્રશ્ન મુશ્કેલ હતું.
વાટાઘાટ ચાલતી હતી. બે દિવસથી નિર્ણય માટે વિચાર ચાલતા હતા. શ્રી ખીમચંદભાઈ દિલ્હીના સંઘને તાર મળતાંજ બધાં કામ છેડી દોડી આવ્યા.
શ્રી સંઘે બધી પરિસ્થિતિ ખીમચંદભાઈને જણાવી. મહારાજશ્રી પણ ઢીલા દેખાયા. પહેલાં તે ખીમચંદભાઈએ હા–ના કરી પણ છેવટે તેમનું દિલ પણ પીગળ્યું. તેમણે પિતે જ મહારાજશ્રી પાસે આવીને પ્રાર્થના કરી –