________________
૨૩૦
યુગવીર આચાર્ય તથા લાલા મહારાજમલજીની હાજરી વિના દરવાજા નહિ ઉઘડે. પિલીસ તેમને બોલાવી લાવી. લાલાજીએ બધી વાત જાણી લીધી. તેમણે દરવાજે ઉઘડાવી જુગલકિશોરને પિલીસને હવાલે કર્યો.
જુગલકિશોરને ગાડીમાં બેસાડી લઈ જવા લાગ્યા. લોકોએ સ્થાનકવાસી સાધુને ગાડીમાં બેઠેલા જોઈને ભારે હાંસી કરી. કેર્ટમાં કેસ ચાલ્યો. સ્થાનકવાસી અને તાંબર લોકોની ભીડ જામી. સ્થાનકવાસી લોકે તે માનતા હતા કે ન્યાયાધીશ સાહેબે રંટ આપ્યું છે એટલે તે જુગલકિશોરને આપણને સોંપી દેશે. લાલા પન્નાલાલજી વગેરે શાંતિથી શું થાય છે તે જોઈ રહ્યા હતા. કેસ શરૂ થયે. ન્યાયાધીશે બેપાંચ પ્રશ્ન પૂછયા અને નીચે મુજબ ચુકાદે આપીને દાવ કાઢી નાખવામાં આવ્યું.
જુગલકિશોર ઉંમરલાયક છે. તે રાજીખુશીથી સંવેગી દીક્ષા લેવા ઇરછે છે. તેને પોતાની મરજી પ્રમાણે વર્તાવાનો અધિકાર છે.”
સં. ૧૯૯૪ ના માગશર સુદી ૧૧ ને રવિવાર તા. ૧૯૧-૧૯૦૮ ના દિવસે બનેની દીક્ષા ધામધૂમપૂર્વક થઈ ઘાસીરામજીનું નામ વિજ્ઞાનવિજયજી અને જુગલરાયનું નામ વિબુધવિજયજી રાખવામાં આવ્યું.
આ દીક્ષા મહોત્સવમાં બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય આદિ બધાએ ભાગ લીધે. પં. હીરાલાલ શર્માની સેવાઓથી પ્રસન્ન થઈ શ્રી સંઘે એક જોડી સોનાનાં કડાં ઇનામમાં આપ્યાં. અમૃતસરથી જડિયાલા, જાલંધર, લુધિયાના થઈ આપ