________________
વતનનો સાદ
૨૨૯ આપ ફરીથી અમૃતસર પધાર્યા. પણ સ્થાનકમાર્ગી સાધુઓને મમ્હારાજશ્રીની સાથે જોઈને સ્થાનકવાસી સમાજમાં ધમાલ મચી ગઈ. હજી તે શહેરના પ્રવેશદ્વાર પાસે આવ્યા ત્યાં પાંચ સાત સ્થાનકવાસી ભાઈઓ આવી પહોંચ્યા અને ત્યાંજ બને સાધુઓને પકડવા લાગ્યા. લાલા પન્નાલાલજી સમાચાર સાંભળી પોલીસ લઈને આવી પહોંચ્યા. પેલા ચાલ્યા ગયા. મહારાજશ્રી બજારમાં થઈ દહેરાસરે પ્રભુના દર્શન કરી લાલા મહારાજમલજીની બેઠકમાં જ્યાં સાધુએ ઉતર્યા કરે છે, ત્યાં આવી ઉતર્યા.
સ્થાનકવાસીઓએ પણ મેજીસ્ટ્રેટને ફરીયાદ કરી. ‘ઘાસીરામ, જુગલકિશોરને બહેકાવી અમારા સંધાડામાંથી લઈ આવ્યું છે અને આ સંવેગી સાધુઓ તેને દીક્ષા આપવાના છે. તેને અહીં લાલા મહારાજમલના મકાનમાં બંધ કરી પૂરી રાખ્યા છે. તેને બહાર જવાની સખ્ત બંધી કરી છે. જુગલકિશોરની માતા જૈન સાધ્વી (સ્થાનકવાસી) છે અને તે પોતાના પુત્રના વિયેગમાં મૂરે છે. એથી એ કરે અમને સાથે જોઈએ અને તેને બીજી કોઈ જગ્યાએ નસાડી મૂકવામાં ન આવે તે માટે વૈરંટ કાઢી આપવા મહેરબાની થવી જોઈએ.'
મેજીટે બધી હકીકત ધ્યાનમાં લઈને જુગલકિશોરના નામનું વોરંટ કાઢી આપ્યું. વૅરંટ લઈને પોલીસ સાથે સ્થાનકવાસી લોકો આ મકાનમાં આવ્યા. આ સમયે અહીં કઈ હતું નહિ. દરવાજો બંધ હતો. પોલીસે દરવાજે ઉધાડવા કહ્યું. હીરાલાલ શર્માએ જણાવ્યું કે લાલા પન્નાલાલજી