________________
ગુરુવિરહ
૧
હશે તે બધું ય થશે. હું તે આપ બન્નેને દાસાનુદાસ સેવક છું.”
માંડલથી વિહાર કરી આપણા ચરિત્રનાયક શ્રી સૂરિજી મહારાજની સાથે અમદાવાદ પધાર્યા. શ્રી સૂરિજી મહારાજની આંખમાં મોતિયા આવી ગયાં હતાં તેને માટે શેડો વખત અમદાવાદ રહેવું પડયું. અમદાવાદથી વિહાર કરી મહેસાણા આવ્યા, આપણું ચરિત્રનાયકનું બીજું ચાતુર્માસ (૧૯૪૫) મહેસાણામાં થયું. અહીં ડૅ. રૂડોલફના પત્ર આવતા અને આચાર્યશ્રી તેમના પ્રશ્નોના જવાબ લખીને તેની સારા અક્ષરે નકલ કરવા આપણા ચરિત્રનાયકને આપતા. એમ તે વર્ષોથી આચાર્યશ્રીના રહસ્યમંત્રીનું કામ તેઓજ કરતા હતા. અભ્યાસ પણ થોડો છેડો ચાલતું હતું પણ મુખ્યત્વે આખો દિવસ કામમાં રોકાયેલા રહેતા.
એવામાં ચાર સજજન દીક્ષાની અભિલાષાથી આચાર્યશ્રી પાસે આવ્યા. આચાર્યશ્રીએ પોતાના સિદ્ધાંત પ્રમાણે તેઓને અભ્યાસ કરવા સૂચના કરી અને એ અભ્યાસ કરાવવાનું કામ આપણા ચરિત્રનાયકના શિરે આવ્યું. આ રીતે આપણા ચરિત્રનાયક નાની ઉંમરમાં પોતાની બુદ્ધિશકિત, કાર્યદક્ષતા અને વિનમ્રતાને લીધે વ્યવહારથી નહિ પણ નિશ્ચય રીતે ઉપાધ્યાય બન્યા.
આટલું બધું જવાબદારીનું કામ હોવા છતાં વૃદ્ધ મુનિરાજશ્રી પ્રમોદવિજયજી મહારાજ તથા મુનિ મહારાજથી અમરવિજયજી મહારાજ પાસેથી ચંદ્રિકા ઉત્તરાર્ધના