________________
વાણીને ચમત્કાર
૧૭૩ ચોમાસું પૂર્ણ થયે આપ પટ્ટીથી વિહાર કરી જીરા પધાર્યા. અહીંથી શ્રી શુભવિજયજી તપસ્વી તથા શ્રી વિવેકવિજયજી મહારાજે આપણું ચરિત્રનાયકની આજ્ઞાથી મારવાડ, ગૂજરાત તરફ વિહાર કર્યો.
અહીંથી વિહાર કરી જગરાવાં, લુધિયાના વગેરે સ્થાનેમાં લેકોને વિશેષ રૂપથી ધર્મમાં જેડીને માલેરકોટલા પધાર્યા.
ભાગ્યવાન ! પરમાત્માની કૃપા અને પૂર્વપુણ્યના ઉદયથી તમને તે દાળરેટી મળી રહે છે. તમે ભાતભાતના ભોજન પણ પામે છે, પણ જાણે છે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે? આજે દુષ્કાળ પ્રવર્તી રહ્યા છે. હજારો લેકેને એક ટંક પણ બટકું રોટલો નસીબ નથી. બાળબચ્ચાં ટળવળે છે. બાજું તે નહિ પણ તમારા રોટલામાંથી બટકુ બટકુ તમે આ તમારા જ ભાઈઓને મળે તે પ્રબંધ કરે. તમને તેનું પુણ્ય મળશે એટલું જ નહિ જેના ધર્મની મનુષ્યદયાનું એક સુંદર દષ્ટાંત તમે પૂરું પાડશે.”
આસપાસ દુષ્કાળ હતે. લેક ભૂખે મરતાં હતાં. આચાર્યશ્રીને તે અમુક વસ્તુ જ ખપતી હતી. પણ આ દશા જોઈ દુષ્કાળના સમય સુધી બે વસ્તુ છેડી દીધી. શ્રી સંઘને ઉપદેશ આપ્યું અને તેથી શ્રીસંઘે એ પ્રબંધ કર્યો કે અન્નસત્ર શરૂ કરવું અને તેમાં જે આવે તેને ઘઉંના દલિયા ગોળના પાણીમાં રાંધીને આપવા. લગભગ ૨૫૦-૩૦૦ માણસે પ્રતિદિન તેને લાભ લેતા. આચાર્યશ્રી