________________
યુવીર આચાર્ય તે નથી ચાલતે. મન એટલું બધું મુંઝાય છે કે પૂછે નહિ.” ખીમચંદભાઈએ મનદુઃખ વ્યક્ત કર્યું.
ખીમચંદભાઈ! તમારી વાત હું સમજી શકું છું. પ્રભુ મહાવીરના ભાઈ તે જ્ઞાની હતા છતાં નંદિવર્ધનને વર્ધમાન કુમારને રજા આપતાં કેટલું દુઃખ થયેલું? પણ હવે બહાદુર બને. ઉદાર મન રાખે. તમારા ભાઈને પ્રાણી માત્ર જગતના ભાઈ–બંધુ બનવા દ્યો. ” આચાર્યશ્રીએ સાંત્વન આપ્યું.
છગન ! પ્રિય બાંધવ ! હૃદય ભરાઈ આવ્યું. અક્ષર પણ બેલા નહિ. ભાઈને છાતી સરસે દા. છગન ભાઈનું મસ્તક મટાભાઈના આંસુથી અભિષિક્ત થયું, છગનભાઈએ પણ આખરી વિદાય વેળાએ મોટાભાઈને ચરણમાં મસ્તક મૂકી દીધું. ભાઈના ચરણે અશ્રધારાથી ભીંજવી દીધાં. ભાઈએ ફરી છાતીએ લગાવ્યું.
આચાર્યશ્રીથી માંડી નાનામાં નાના સાધુની આંખે ભીની થઈ ગઈ. ત્યાં ઉભેલા આગેવાનો–સજજને બધાની આંખના ખૂણા ભીના થઈ ગયા. આંસુ ખરી પડ્યાં. વિદાયનું કેવું કરુણ દ્રશ્ય !
અશ્રુઓ હૃદયને હલકું કરવાની અમોઘ ઔષધિ છે. જ્યારે ખીમચંદભાઈ બહુ આંસુ પાડી રહ્યા ત્યારે તેમનું મન જરા હલકું પડયું અને બેલ્યાઃ
પ્રિય બ્રાતા ! જે ઉત્સાહથી આજે દીક્ષા માટે તૈયાર થયો છે તે ઉત્સાહ ટકાવી રાખજે, તેને ઠંડા ન પડવા દેજે. હમેશાં શુદ્ધ ચારિત્ર પાળજે. ઘણી કસેટીમાંથી તું