________________
૧૮૨
યુગવી આચા
ઘણું સાધી શકીશ, તું મારી જમણી ભુજા બની રહેશે. આ વૈશાખ સુદમાં જ તારી દીક્ષાનું મુર્હુત છે. ભગતજીને પણ લખી દેવાશે. ”
“ ગુરુદેવ ! બહુ જ દયા કરી આજના દિવસ મારે મન જીવનનો અનુપમ દિવસ લેખાશે. આજે આપ પ્રસન્ન થયા. મને દ્વિતીય જીવન મળ્યું. ”
સ’. ૧૯૫૩ ના વૈશાખ સુદી ૮ ના દિવસે નારાવાલમાં ધામધૂમપૂર્વક લક્ષ્મણદાસની દીક્ષાના ઉત્સવ થયે. મુનિ લલિતવિજયજી નામ રાખવામાં આવ્યું. આપણા ચરિત્રનાયકના ખીજા અને ગુરુવર્યાંના શબ્દોમાં અદ્વિતીય ગુરૂભક્ત શિષ્યરત્ન છે.
આપ જેવા વિદ્વાન છે તેવા એક સુ ંદર ગાયક પણ છે. જ્યારે આપ ભક્તિપૂર્ણ હૃદયથી મંદિરજીમાં પૂજા ભણાવે છે. ત્યારે શ્રોતાલાક મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમનું વ્યાખ્યાન પણ પ્રભાવાત્પાદક હાય છે. ગુરુદેવની આજ્ઞા ગમે તેવું કષ્ટ ઉઠાવીને પણ પાલન કરવા તે હર સમય તૈયાર રહે છે. વારવાર તેઓશ્રી કહે છે કે
**
ગુરુ મહારાજના મારા પર એટલા બધા ઉપકારા છે કે તેમની આજ્ઞાનું પાલન કરતાં કરતાં મારો દેહ પડે તે પણ હું ઋણમુક્ત થઈ શકું' તેમ નથી. ’
કેવી ગુરુભક્તિ ? કેવી હૃદયની ભાવના ?
સ. ૧૯૭૬ માં ખાલી (મારવાડ)માં ગુરૂમહારાજની સમક્ષ એમને તથા એમના લઘુ ગુરૂખ પન્યાસજી શ્રી