________________
યુગવીર આચાર્ય રચાશે. પણ તે દિવસ હજી જરા દૂર છે.”
કૃપાનિધાન! અમે શ્રીસંઘ તે માટે પૂર પ્રયત્ન કરીશું. આપ નિશ્ચિત રહો.”
પણ એક વાત છે ?” “ફરમાવે ! શી આજ્ઞા છે ?”
મેં સાંભળ્યું છે કે ગુજરાનવાલામાં પરસ્પર કલેશ છે. તે તે પહેલા કાઢ જ રહ્યું. તે પહેલાં તે હું ન જ આવું. કાંઈ કાર્ય કરવું જ હોય તે તે પછી જ થઈ શકે ?” આપણા ચરિત્રનાયકે શરત મૂકી.
“દયાળુ ! અમે જરૂર તે માટે ભરચક પ્રયત્ન કરીશું. આપ સત્વર પધારો.”
ગુજરાનવાલાના આગેવાને ગયા અને બીજે જ દિવસે લહેરના આગેવાને આવ્યા. આપણા ચરિત્રનાયકે જણા
વ્યું કે ગુજરાનવાલા જવાના મારા ભાવ છે. જે ત્યાને કલેશ સમી જશે તો તે ત્યાં જ જવું છે, નહિ તે લાહેર આવી રહ્યો છું. જે ભાવભાવ.
અહીંથી વિહાર કરી આપ લાહેર પધાર્યા. અહીં પણ શાંતિથી નગરપ્રવેશ કર્યો.
ક્ષેત્રસ્પર્શના બલવાન હોવાથી આપે ચાતુર્માસ લાહેરમાં કર્યું.
અહીં પચરંગી તપશ્ચર્યા થઈ. ઘણા ગામોમાંથી બહેનભાઈઓ પર્યુષણ માટે અહીં આવ્યા. પર્યુષણને ઉત્સવ બહુ આનંદપૂર્વક થયો.