________________
તપસ્વી જીવન
૪૭૯
આત્માનંદ જૈન મહાસભાને વાર્ષિક ઉત્સવ લહેરમાં થયો.
જ્યારે આપ બીકાનેરમાં ચાતુર્માસ હતા ત્યારે જીરાવાસી શ્રીયુત લાલા બાબુરામ જૈન એમ. એ. મારફત આપે શ્રીસંઘ–પંજાબના સંગઠન માટે સંદેશ મોકલ્યું હતું. તે ઉપરથી ગુજરાનવાલામાં શ્રીસંઘ પંજાબની એક ખાસ બેઠક થઈ હતી. અહીં પં. શ્રી સેહનવિજયજી તથા વૃદ્ધ મહામા શ્રી સ્વામીજી મહારાજ શ્રી સુમતિવિજયજીનું ચાતુર્માસ હતું.
પં. શ્રી સોહનવિજયજી મહારાજને પંજાબ સંગઠન માટે તથા ગુરુદેવના જ્ઞાનપ્રચારના કાર્ય માટે ભારે તમન્ના હતી, તેમણે શ્રી આત્માનંદ જૈન મહાસભાની સ્થાપના માટે ભારે કશીશ કરી અને તેની સ્થાપના ગુજરાનવાલામાં થઈ હતી.
લાહોરમાં તેને ચોથો વાર્ષિક ઉત્સવ આપણા ચરિત્રનાયકની સમક્ષ થયો હતો. સં ૧૯૮૦નું ચાતુર્માસ લાહોરમાં પૂર્ણ થયું.