________________
. ૨૭૦
યુગવીર આચાય
સાહેબ! કેટલાક આગેવાનભાઈએ આપને મળવા આવ્યા છે.” એક શિષ્ય ખબર આપ્યા.
ત્રિકાળ વંદણા સાહેબ આજે તે અમારા પાલણપુરમાં સોનાને સૂરજ ઉગ્યા. આપના ચુકાદાથી બધાને આનંદ થયે. ઉત્સવ પણ સારી રીતે ઉજવાયે.” એક આગેવાને શરૂઆત કરી. - “ભાગ્યશાળી! હું તે નિમિત્તમાત્ર છું. સમયનો પરિપાક થયેલો. વળી બધા ભાઈઓએ મારી વાત ઉદારભાવથી સ્વીકારી. તેને જશ તે તે ભાઈઓને છે જેઓએ કેટલાયે વર્ષનું મન દુખ દૂર કરી એકતા સ્થાપવા સાથે આગે.” મહારાજશ્રીએ મનની વાત કહી.
સાહેબ! હવે ચાતુર્માસ પણ અહીં જ કરવાનું છે. તે માટે વિનતિ કરવા જ અમે આવ્યા છીએ.”
“તમે જાણો છેને કે ચાતુર્માસ તે પાલીતાણા કરવા નિર્ણય થઈ ગયું છે. હવે તો જલદી દાદાના ચરણોમાં પહોંચવું છે.” - “કૃપાનિધાન! હવે તે અમે આપને અહીંથી એક ડગલું પણ ભરવા દેવાના નથી.”
તમે એમ હઠ કરે તે બરાબર નથી. હું જરૂર રહી જાત પણ બધા મુનિએ બહુજ અધીરા થઈ ગયા છે.”
સાહેબ! અમે તેમને મનાવી લઈશું. અને હવે અમે બધા અહીં બેઠા છીએ. જ્યાં સુધી આપ ચોમાસું