________________
- ૪૪
યુગવીર આચાર્ય “છગન ! તારું સંથારીઉં મને દે, હું લઈ લઉં.”
મોટાભાઈ ! એ શું બોલ્યા? આપ વડીલ છે. મારે બિસ્તરો આપ લે એ કેવું અસભ્ય કહેવાય !”
નહિ છગન, સંથારીઉં તે હું જ લઈશ.” એમ કહી છગન પાસેથી સંથારીઉં ખેંચી લઈ ચાલવા માંડયું. છગનભાઈએ દેડીને પિતાનું સંથારીઉં ભાઈ પાસેથી લઈ લીધું.
સ્ટેશને જતાં જતાં બન્ને ભાઈઓની આંખમાંથી અશ્રુ દડી પડ્યાં. કે અજબ બંધુપ્રેમ!
“છગન ! તારી ઈચ્છામાં આવે તેમ કરજે પણ એક વાત કહી દઉં છું. જે કાંઈ કરે તે ખૂબ વિચાર કરીને મનને દ્રઢ બનાવીને કરજે.”
ક્યાં બાવળાની શાળાના ખીમચંદભાઈને તપેલા લેઢા જેવ–ન ઝીરવી શકાય તે ગુસ્સો અને ક્યાં આજના ખીમચંદભાઈનું અગ્રભર્યું બંધુપ્રેમથી છલછલ મૃદુ હૃદય.
આજ છગનભાઈને આનંદને પાર નહોતે. આવાજ ખીમચંદભાઈ સદાય રહે તે જરૂર બેડે પાર થઈ જાય. મનની મુરાદ સત્વર ફળે.
મગનભાઈ! આપણને સમની પહોંચતાં વખત લાગશે. હજી તે સરસામાન જોઈ તપાસી ભરવાને તે ગાડી–ટાંગા પહોંચતાં પણ વાર થશે!” ખીમચંદભાઈએ કન્યાપક્ષના જે ભાઈઓ પાલેજ સ્ટેશને એકા–ગાડી વગેરે લઈને જાનને લઈ જવા આવેલા તેમાંના એક