________________
યુગવીર આચાર્ય
સાહેબ ! આપ ઘણા વર્ષો પધાર્યા છે. આપનું સ્વાગત તે શ્રીસંઘે કરવું જોઈએ ને!” જડિયાલાગુરુના આગેવાને પૂછ્યું.
લાલાજી! સ્વાગત વાજાગાજામાં જ છે શું?”
“પણ આપને તેમાં શું વાંધે છે તેમાં અમારી પણ ભા ન દેખાય.”
મેં નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી પંજાબમાં એક સરસ્વતીમંદિરની સ્થાપના ન થાય ત્યાં સુધી વાજાગાજાં સાથે પ્રવેશ ન કરે. શાન્તિથી શહેરમાં જવું.”
સાહેબ ! તે માટે પ્રયાસ તે ચાલે છે. આપના વચનમાં સિદ્ધિ છે. આપની ભાવના હવે જલ્દી પૂરી થશે.”
તે સારી વાત છે. પણ તમે શાન્તિથી પ્રવેશ થઈ શકે તે જ પ્રબંધ કરશો.”
જેવી ગુરુદેવની ઈચ્છા. આપનું મનદુઃખ થાય તે તે અમે પણ નથી ઈચ્છતા.”
આ રીતે જડિયાલાગુરુમાં વાજાગાજા વિના શાંતિથી પ્રવેશ કર્યો. સંઘ જે કે વાજાંઓને પાછાં મેકલવાં પડયાં તેથી ઉદાસ થયે પણ ગુરુદેવના નિર્ણય પાસે શું થાય ?
અહીં કેટલાક દિવસોથી આપસમાં કલેશ ચાલી રહ્યો હતે. આપના પ્રયાસથી તે મટી ગયે અને સંઘમાં શાન્તિ થઈ.
શ્રી મહાવીર જયંતિને ઉત્સવ સાર્વજનિક રીતે