________________
Unang nanon10 Canonenchonen મારે હદયલ્લાસ આની પાછળ કામ કરતો હતો પણ કેવલ
ઉલાસ જ કાર્યસિદ્ધિ માટે બસ નથી, એ વાતની ખાતરી છે 2. મને તરત જ થઈ ગઈ
ક
એક તે જીવન-આલેખન જ કપરી વસ્તુ છે, તેમાંય જીવંત વ્યક્તિનું જીવન-લેખન તે લખનારની કસોટી સમાન છે. પણ તેમાં ચરિત્રનાયકનાં જૂના સંસ્મરણોએ હામ ભીડાવી,
અને એમના સુશિષ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી તથા પ. 8 શ્રી સમુદ્રવિજયજી મહારાજની સતત પ્રેરણાએ વેગ આપ્યો.
આ બે શ્રદ્ધેયપુરુષોઠારા જોઈતી સામગ્રી ને ખુલાસા પણ મળવા માંડ્યા.
મારી કલમે પણ કામ શરૂ કર્યું. પછી ભક્તિ અને પુરુષાર્થભર્યા પ્રયત્નને શા કમીના રહે છે! પરિણામ વાચક સમક્ષ મૌજુદ છે. મને આશા છે કે સમાજમાં જ્યારે નવજીવનની ઉપા ક્ષિતિજ પર લાગી રહી છે, ત્યારે આવા યુગવીરનું જીવન આપણું જીવનનું અવશ્ય રાહબર બનશે.
આ પ્રકાશનના યશભાગી તો આચાર્યવયંના સુશિષ્ય ગુરુભક્ત આ. વિજયલલિતસૂરિજી જ છે. આ ગ્રંથનું આમુખ લખી આપવા માટે જાણીતા વિચારક ને સાહિત્યપ્રેમી શ્રીયુત મેતીચંદ ગિરધરલાલ કાપડીયાને હું આભારી છું. પિતાના અતિવ્યવસાયી તથા પ્રવૃત્તિમય જીવનમાંથી પણ આટલી નિવૃત્તિ સાધી : તે હું તેઓશ્રીની મારા પ્રત્યેની શુભ લાગણી જ માનું છું.
આ ગ્રંથના પ્રકાશનમાં મારા લઘુબંધુસમા ભાઈશ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જ્યભિખુ) નો મોટો ફાળો છે.
ઝ