________________
દુષ્કર પરિસહ
૨૪૯ પણ શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાયજી મહારાજ અને શ્રી ચારિત્રવિજયજી મહારાજ જેવા વૃદ્ધ, પૂજ્ય રત્નાધિક બીરાજમાન હોય ત્યાં એ વડીલેની સામે મારું સ્વાગત અનુચિત ગણાય. હું તે સમાધિમંદિરનાં દર્શન કરીને સીધે શહેરમાં પ્રવેશ કરીશ.”
દયાળુ! આપની વાત તે માન્ય છે, પણ અમે આચાર્યશ્રીને મળ્યા છીએ, ઉપાધ્યાયજીની સલાહ લીધી છે.” લાલાજીએ હકીકત રજુ કરી.
એટલે ! શું તેઓશ્રીએ તે માટે આજ્ઞા આપી છે?”
જી હા! તેમણે જ કહેવરાવ્યું છે કે તમે વિનયવાન છે. તમારો ધર્મ એ જ છે, પણ આ પ્રસંગ વિરલ ગણાય. તમે ગુરુદેવના નામ પર પ્રાણ પણ અર્પણ કર્યા જેટલું દુષ્કર તપ કરીને આવે છે. લોકેના ઉત્સાહને રોકી શકાય તેમ નથી. ધર્મની પ્રભાવનાને માટે અને ગુરુદેવની યશદુંદુભિ ચારે દિશામાં ગાજી ઊઠે તે દ્રષ્ટિએ અમે તમને આજ્ઞા આપીએ છીએ કે તમે શ્રીસંઘની વિનંનિને માન આપે.”
“વૃદ્ધ મહાત્માઓની આજ્ઞા તે શિરસાવદ્ય છે. પછી તે મારાથી શું બેલી શકાય !”
આજે ગુજરાવાલાનાં નરનારીને હર્ષ અનુપમ હતા. શહેરમાં ભારે ઠાઠમાઠથી જલૂસ નીકળ્યું. ત્રણ વૃદ્ધ મહાત્મા સિવાય બધા સાધુઓ સાથે હતા. જૈનેતરભાઈએ અને અધિકારી વર્ગ પણ હતા.