________________
૨૫૦
યુગવીર આચાર્ય - સમાધિમંદિરના દર્શન કરી–શહેરમાં ફરી શ્રી દહેસરજીના દર્શન કરી ત્રણે વૃદ્ધ મહાત્માઓના ચરણોમાં વંદણું કરી. બધાંની આંખો હર્ષોથી છલછલ થઈ ગઈ. મેદનીએ જયનાદથી ઉપાશ્રય ગજાવી મૂકે.
આચાર્ય મહારાજ આદિએ ભાવપૂર્વક પીઠપર હાથ ફેરવી આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું: “તમે જ સાચા ગુરુભક્ત છે. તમે જ સ્વર્ગવાસી ગુરુદેવનું વચન “પંજાબની રક્ષા વલ્લભ કરશે” તે સત્ય કરી બતાવ્યું છે. ઘણું સમયથી શ્રાવકેને તમારી મીઠી મધુરી વાણીનું પાન કરવાનું સૌભાગ્ય નથી મળ્યું તે આજે તેમને તૃપ્ત કરે.”
- આચાર્યશ્રીની આજ્ઞાથી આપે મંગળાચરણ અને ટૂંકું વ્યાખ્યાન આપ્યું. ભજનમંડળીએ ગુરુદેવના દુષ્કર પરિસહને અંજલિ આપી.