________________
રાજદરબારમાં સમાન
૩૧૭ *
મોટામેટા અધિકારીઓ પણ આવ્યા હતા. મુખ્ય મુખ્યના નામ નીચે આપવામાં આવે છે.
શ્રી હિં. બા. આનંદરાવ ગાયકવાડ, દી. બ. સમર્થ સાહેબ, શ્રી રા. રા. સંપતરાવ ગાયકવાડ, શ્રી અવચિતરાવ. ગાયકવાડ, રા. બ. હરગોવિંદદાસ કાંટાવાળા, શ્રી. રા. નૃસિંહરાવ ધરપડે, શ્રી વાઘાજીરાવ રાજશિકે, રા. ચીમનલાલ શામળદાસ, રા. બ. લફમીલાલ દોલતરામ, રા. રામચંદ્ર દિનકર ફડકે, કેપ્ટન બલદેવપ્રસાદ, મે. નવાબ નસરૂદીન સાહેબ, શ્રી સારંગપાણિ જજ, શ્રી અબ્બાસ સાહેબ તૈયબજી જજ, તર્કવાચસ્પતિ પં. બદ્રનાથશાસ્ત્રી, મી. આંબેગાવકર તથા શ્રી લાલભાઈ ઝવેરી તેમજ પાટણના સુપ્રસિદ્ધ વકીલ શ્રી લહેરૂભાઈ
સભાસ્થાનમાં સારી મેદની હતી. પ્રારંભમાં શ્રી. લાલભાઈ ઝવેરીએ મહારાજશ્રીનો પરિચય આપતાં જણાવ્યું કે –
આપની વિદ્વતા અને સાધુતાના સંબંધમાં વિશેષ કહેવું સેના પર ઢોળ ચઢાવવા જેવું છે. મુનિરાજ શ્રી વલ્લભવિજયજી જૈનશાસ્ત્રના અને તત્વજ્ઞાનના જ્ઞાતા છે. પંજાબ-મારવાડ-ગુજરાતના ગામમાં વિચરી જૈન ધર્મને ઉઘાત કર્યો છે. તેઓ માત્ર જૈન શાસ્ત્રો જાણે છે તેમ નથી પણ બીજ શાસ્ત્રાને પણ સારો અભ્યાસ તેમને છે. તેમની વિદ્વતાને પરિચય તે તેમના વ્યાખ્યાને આપશે. હું તે એટલું જ ઉમેરીશ કે જેમ મહારાજા સાહેબના ન્યાયશાસન, પ્રજાપ્રિયતા તથા વિદ્યાપ્રેમ આદિ શ્રેષ્ઠ ગુણેદ્વારા સંસા