________________
૩૧૮
યુગવીર આચાર્ય
રભરમાં ફેલાયેલી તેઓશ્રીની નિર્મળ કીતિનું આપણને અભિમાન છે તેમજ મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજની જન્મભૂમિ વડોદરા હોવાથી તેમના નિર્મળ ચારિત્ર્ય અને પોપકારી જીવન માટે આપણને અભિમાન છે.”
આ પછી “ધર્મતત્ત્વ ” વિષે અને બીજે દિવસે સાર્વજનિક ધર્મ ” વિષે વિસ્તૃત અને આલોચનાત્મક હદયંગમ વ્યાખ્યાન આપ્યાં.
બીજા દિવસના વ્યાખ્યાનમાં એક મજાની વાત થઈ. વ્યાખ્યાન ચાલતું હતું. સાર્વજનિક ધર્મની આલોચના થતી હતી. એક પછી એક ધારાપ્રવાહ ચાલુ હતો. દલીલ ઉપર દલીલે અને દષ્ટાંતે ઉપર દષ્ટાંતે આવતાં હતાં. શ્રેતાજને ખૂબ આનંદમાં મગ્ન દેખાતા હતા ત્યાં ઘડીયાળે ટકોરા બજાવ્યા અને શાંતિમાં ભંગ કર્યો. મહારાજશ્રીએ કહ્યું: “મારી–તમારી વચ્ચે આ ઘડિયાળ જુદાઈ પિકારે છે. તેની વાત પણ સાચી છે. જૈન સાધુ ત્રિભેજન નથી કરી શકતા તેમ નથી રાત્રે જળ લઈ શકતા, તે કોઈને ઘેર જઈને પણ નથી જમી શકતા, ન કેઈ ગૃહસ્થનું લાવેલું તે સ્વીકારી શકતા. તેમને પિતાને ઘેરે ઘેર ભિક્ષા–ગોચરી જવાનું હોય છે. મારે તે આજે એકાસણું છે પણ મારા સાથીઓને વિચાર કરી રહ્યો. હવે સંપમાં હું સમાપ્ત કરીશ.”
“મહારાજશ્રી અમે તે હજી તૃષાતુર છીએ. હજી તૃપ્તિ થઈ નથી. આપ તે ઉપદેશામૃત આપો જ. સાધુ
૧. ૨. જુઓ “યુગવીર આચાર્ય ભાગ ૨.