________________
૩૬
ધર્મ પ્રચારકને પુકાર આપને ઉદ્દેશ છે, સાંસારિક આધિ, વ્યાધિને ઉપાધિ આપની સામે છે. તે જે મુનિવરોએ કંચન-કામિની તથા સંસારી સુખેને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કર્યું છે તેવા આપ પ્રવરેને સ્વયં મેક્ષપ્રાપ્તિ તથા શ્રી સંઘના કલ્યાણને માટે પ્રયાસ કરવાથી કેઈપણ પરિસહ રોકી શકે ખરો ! કદાપિ નહિ.
“શાસનરક્ષક ! જે મુનિગણે પોતાને ઉદ્દેશ, પ્રભુના વચને અને સંઘના કલ્યાણ તરફ ધ્યાન આપે તે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રાંતને માટે આપ આટલા બધા ઉદાસીન રહી જ ન શકે.
પૂજ્યવર્ય! કેવળ સંતાનનાં સંસારી સુખને માટે યુદ્ધમાં લાખો મનુષ્ય પોતાના પ્રાણ આપે છે, તે સમસ્ત જાતિને મોક્ષમાર્ગ પર લઈ જવાને માટે અમારા ત્યાગી મુનિવરે સામાન્ય પરિસોથી ભયભીત થઈને આ પ્રાંતમાં વિચરવાને માટે અચકાય એ શું ચગ્ય છે? પૂર્વકાળમાં આ પ્રાંતમાં મુનિગણે વિચરતા હતા અને આજે પણ સ્થાનકવાસી સાધુ વિચરે છે, તે શું આપ જેવા મુનિવરેને માટે આ પ્રાંતમાં વિચરવું અધિક દુષ્કર છે ?
ધર્મનાયક ! શાસનન્નતિને માટે, ધર્મની રક્ષાને માટે, જૈનજાતિને ફરીથી જૈનધર્મનિષ્ઠ બનાવવાને માટે આપ મુનિવરના કઠિન પરિશ્રમની આવશ્યકતા છે. એટલે જ રાજપૂતાનાના શ્રીસંઘની આ કોન્ફરન્સ દ્વારા આપને સવિનય પ્રાર્થના છે કે આ ચાતુર્માસ સમાપ્ત થયા પછી આપ આ તરફ પધારવાની કૃપા કરશે અને આ પ્રાંતના ગામે