________________
૧૨૮
યુગવી૨ આચાર્ય
શ્રી અંબાલા વડેદરાથી લી. સેવક............ના વંદણા અવધારશે. આપ સા મુનિરાજ સુખશાતામાં હશે. અત્રે દેવગુરુ ધર્મના પ્રતાપે આનંદ છે. આપના ગૂજરાત તરફ આવવાના સમાચાર સાંભળી આનંદ થયો છે, કારણ કે ઘણુ વર્ષો પછી આપના ગૂજરાતમાં પગલાં થાય છે. ગૂજરાતના બધા ગુરુભક્તોને પણ આથી આનંદ થશે. પણ અમારા જેવા આસજનોને તે આનંદને બદલે અત્યંત દુઃખ થશે. સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન, જ્ઞાનસાગર, ગુણનિધિ પરમ ગીતાર્થ, યુગપ્રધાન તુલ્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિજી મહારાજના ચરણોમાં ગુરુકુળવાસમાં અધ્યયન કરવાનું–તાલીમ લેવાનું છેડી આપ અહીં શા હેતુથી આવવા તૈયાર થયા છે ? અમારી તે પ્રાર્થના છે કે ભૂલેચૂકે પણ તે માટે વિચાર ન કરશે. અમે આપના દર્શનલાભથી ભલે વંચિત રહીએ પણ આચાર્યશ્રીની ચરણસેવામાં આપ રહે તેથી અમને વિશેષ આનંદ થશે. આમાં આપનું અને સમાજનું કલ્યાણ છે. આપની સુખશાતાને પત્ર લખતા રહેશે.
એજ લી. દશનાભિલાષી
સેવક ......
ને વંદણ સ્વીકારશેજી આવા બીજા પણ પત્ર આવ્યા હતા. મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ. શું કરવું?
આજે આ દિવસ એ જ ગયે, ગોચરી પણ લીધી ન લીધી અને વાંચવા બેઠા. વાંચવામાં પણ મન ન લાગ્યું. વિચાર આવવા લાગ્યા. સાંજ પડી અને પ્રતિક્રમણ