________________
રાજસભામાં શાસ્ત્રાર્થ
{ ૨૭]
ઉપાનિધાન ! મહારાજા શ્રી હીરાસિંહજી બહુજ ધર્મપ્રેમી અને ન્યાયી છે. સાધુસંતે પર તેમની સારી ભક્તિ છે. આપનું નામ તેમણે સાંભળ્યું ત્યારથી તે વારંવાર યાદ કરે છે. કાલે તે આપને રાજસભામાં નિમંત્રણ કરવા માટે મને જણાવ્યું. આપ પધારશે તે મહારાજા તથા અમે બધા કર્મચારીઓને આપના અમૃત વચનને લાભ મળશે.” નાભાનરેશના બાલમિત્ર અને મુખ્ય કર્મચારી લાલા જવારામજીએ વિનંતી કરી.
લાલાજી! મહારાજાને પૂછી તમે વખત નક્કી કરી જણાવશે તે હું જરૂર આવીશ. અમારે સાધુને તે જ્યાં અમારી ધર્મદલાલી ચાલે ત્યાં જવામાં શું વાંધો હોય?”
સાહેબ! મહારાજા તે ગયે વખતે આપ પધાર્યા ત્યારના યાદ કરે છે. મને તેમણે તે એમ જ કહ્યું છે કે મહારાજશ્રીને જે સમય અનુકુળ હોય તે નક્કી કરશે.”
“કાલે તે અષ્ટમી છે. પરમ દિવસને ત્રણ વાગ્યાને સમય મને લાગે છે, બધાને ઠીક પડશે.”