________________
સરસ્વતી મંદિરનું બીજારોપણ
૧૯૭ લાલાજી! મને લાગે છે કે જૈન ધર્મ વિષે ઘણી અજ્ઞાનતા આપણું લેકમાં તેમજ જેનેતરમાં છે. જુઓને ભાવનગરની આપણી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રકાશિત ગ્રંથમાં પણ ભૂલ છે. અને પંડિત હીરાલાલ હંસરાજ દ્વારા પ્રકાશિત “જૈન ધર્મને પ્રાચીન ઈતિહાસ” માં પણ ઘણી ભૂલે છે. જો કે બન્નેને જવાબ તો મેં તૈયાર કરી મેકલ્યા છે પણ મને લાગે છે કે આપણે એક સમિતિ કાયમ કરવી જોઈએઃ જેમાં સાધુ મુનિરાજ પણ હોય અને વિદ્વાન ગૃહસ્થ પણ હોય. ”
સાહેબ ! એ તે બહુ જ સારી વાત છે. આપની સૂચના અમને તે ગમી છે. તે માટે જે કાંઈ પ્રાથમિક ખર્ચ થશે તે અમે જીરાનિવાસી કરીશું.” જીરાના આગેવાનેએ સંમતિ આપી.
ગુરુદેવ ! આ સમિતિનું કાર્યક્ષેત્ર શું હશે?” એક યુવાને પ્રશ્ન કર્યો.
તમાં પ્રશ્ન વાસ્તવિક છે. જુઓ ભાઈ મારી સૂચના તે એવી છે કે જૈનધર્મ સંબંધી જે કઈ જૈન વિદ્વાન કે સભા તરફથી ગ્રંથાદિ પ્રકાશિત થવાના હોય તે આ સમિતિ પૂર્ણ રીતે તપાસી લે. અને પછી જ તે પ્રકાશિત થવા પામે. તેથી શાસ્ત્રાદિની ભૂલ પણ નહિ રહે અને ટીકાને પણ સ્થાન નહિ રહે.” મહારાજશ્રીએ ખુલાસો કર્યો.
પણ સાહેબ, જૈનેતર માટે શું કરવું?” એક ભાઈએ બીજે પ્રશ્ન કર્યો.
હા ! તે વિષે પણ વિચાર તો કરી જ રાખે છે.