________________
કમની પ્રબળતા
४०४ ગર નામનું ગામ છે. તેને જાગીરદાર છે. ધર્મિષ્ઠ છે.” એક ગૃહસ્થ ઓળખાણ આપી.
જાગીરદારજી ! તમારી ભાવના પ્રશંસનીય છે. હું જરૂર તમારે ત્યાં થઈને જઈશ. બેઘડી ધર્મચર્ચા કરીશું પણ આ બધાની તમારે મહેમાનગતિ કરવી પડશેને?” મહારાજશ્રીએ વિનેદ કર્યો. - સ્વામીજી! એવાં મારાં ભાગ્ય કયાંથી! આપની કૃપાથી લીલાલહેર છે. આપનાં પગલાંથી મારું ઘર પાવન થશે.”
મહારાજશ્રી વિહાર કરીને રમગર પધાર્યા. સેવાડીથી કેટલાક ભાઈઓ સાથે હતા. લુણાવથી પણ કેટલાક ભાઈઓ મહારાજશ્રીને લેવા આવ્યા હતા. જાગીરદારજીએ તે મહારાજશ્રીનું ખૂબ સન્માન કર્યું. નદી કિનારે વિશાળ વડ નીચે બેઠકની વ્યવસ્થા કરી. ઝાડ નીચે આરામથી બેસી ગયા. મહારાજશ્રીએ જીવન સાફલ્ય અને જીવદયા વિષે અમૂલ્ય ઉપદેશ આપ્યો. જાગીરદારજીએ બધાના ખાનપાનની વ્યવસ્થા કરી અને જંગલમાં મંગળ કરી દીધું.
ગુરુ મહારાજને વિહારને સમય થયો ત્યારે જાગીરદારે ચરણમાં પ્રણામ કરી રજ માથે ચઢાવી અને પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. પોતે પણ વિહારમાં બધાની સાથે રહ્યા અને, “મારા આ જંગલ જેવા ગામમાં મહાત્માના પુણ્ય પ્રભાવથી આનંદ આનંદ છવાઈ રહ્યો. મારું જીવતર સુધરી ગયું.” આવા વિચાર કરતા કરતા ગુરુદેવની વિદાય જોઈ રહ્યા.