________________
સરસ્વતી મંદિરનું બીજારોપણ રાખવામાં આવ્યું. તે ધીરેધીરે ઉન્નત થઈ. આજે તે હાઈસ્કૂલ બની ગઈ છે.
અંબાલાથી વિહાર કરી આપ સામાન (પતિયાલા રાજ્ય પધાર્યા. અહીં તે સમયે મૂર્તિપૂજકના માત્ર પાંચ જ ઘર હતાં. બાકી બધા સ્થાનકવાસી હતા. તે પણ આપને નગરપ્રવેશ ધૂમધામથી થયે. અન્યધર્માવલંબી મોટી સંખ્યામાં પ્રવેશ-ઉત્સવમાં આવ્યા હતા. કેઈ તે કુતૂહલવશ આવ્યા હતા, કોઈ ભકિતવશ, કોઈ સાધુવરના દર્શનાર્થ આવ્યા હતા. કેઈ આપના વચનામૃતે સાંભળવાની ભાવનાથી આવ્યા હતા. કોઈ શ્રાવકોની શરમાશરમીથી આવ્યા. હતા. ઉપાશ્રયમાં મેટી ભીડ જામી હતી. આપે મંગલાચરણ કર્યું અને આખી સભા શાંત થઈ ગઈ. આપે ઉપદેશ આપ્યું અને એ વચનામૃતે સાંભળી જનતા મુગ્ધ થઈ ગઈ. પછી તે હમેશાં આપની વાણી સાંભળી ધર્મ–પિયૂપનું પાન કરવા જૈન જૈનેતરે આવવા લાગ્યા. કેટલાક સ્થાનકવાસી ભાઈ એ પણ પોતાની ભૂલ સુધારી પુનઃ વીતરાગ ધર્મના શુદ્ધ માર્ગમાં સમ્મિલિત થઈ ગયા.