________________
३२४
યુગવીર આચાર્ય કેની પણ પરવા ન કરી. પોતાના આત્માને જે સત્ય લાગ્યું તે સ્વીકારી લેવામાં તેમણે પિતાના જીવનની સાર્થકતા માની. હંમેશાં ધર્મમાં પ્રવૃત્તિ રાખવી જોઈએ. ધનવાન લેકએ હમેશાં ગરીબ ભાઈઓને દુઃખ દૂર કરવા આગળ આવવું જોઈએ. કલેશ કંકાસથી હમેશાં દૂર રહેવું જોઈએ. પણ યાદ રહે હું મુંબઈના આલિશાન મહેલે જેવા નથી આવ્યું, તમારે વૈભવ-વિલાસ જોઈ હું કેમ રાચું? મુંબઈ શહેર અને શ્રીસંઘના આગેવાન, મારી ભાવનાઓ જાણે છે ? શ્રીમંતે મારા હૃદયના તાર શા માટે ઝણઝણી રહ્યા છે તેને ખ્યાલ તમને ક્યાંથી હોય? મારે તે ગુરુદેવને સંદેશ ગામેગામ, શહેરેશહેર, મહેલેમહેલે, ઘરેઘેર, ઉપાશ્રયેઉપાશ્રયે, અને મંદિરે મંદિરે પહેચાડવાનો છે. તે માટે જ આ જીવન છે–તે માટે જ આ શરીર છે. મુંબઈને ભાગ્યશાળી ભાઈબહેને ! ગુરુદેવની અંતિમ ભાવના મારા હૃદયમંદિરમાં પૂરાયેલી પડી છે. મુંબઈ તે માટે શું કરે છે ? આજે તે નહિ, સમય આવ્યે હું મારા અંતરના દ્વાર ખેલીશ. અને તમારે તે માટે તૈયારી રાખવાની છે.”
આ ચોમાસામાં અઠ્ઠાઇમહોત્સવ, શાન્તિસ્નાત્ર, પૂજા પ્રભાવનાદિ ધર્મકાર્ય ખૂબ સારી રીતે થયાં. ઉપધાન પણ થયાં પણ આ ઉપધાન ક્રિયામાં એક વિશેષતા હતી. કેઈપણ ભાઈબહેનના ઉપર કેઈપણ જાતને કર નહતો. ગરીબ –અમીર બધા એક સમાન હતા. ક્રિયા કરાવવાવાળા સાધુએને ક્રિયા કરાવી દેવા સિવાય બીજી કોઈ વાતની પંચાત નહોતી. આ ઉપધાનની નીતિરીતિ અને ખી હતી. આજે