________________
યુગવીર આચાય “ બેટા છગન ! તું તે મારા લાડકા છે, બેટા. તુને તે તીર્થંકરને ચરણે સાંપું છું. તારું કલ્યાણ થશે. ' આશીર્વાદ આપવા હાથ ઊંચા કર્યાં, ત્યાં ફરી શ્વાસ ઉપડયા.
માં ગભરાવા લાગ્યાં.
છેલ્લા સમય હતા. મેાટાભાઇ સમજી ગયા. માળકાને સમજાવી સબધીઓને ખેલાવા માકલ્યાં.
હતા.
પાંચદસ સગાંસંબંધીએ જલદી દેોડી આવ્યાં. મેાટાભાઈ મજબૂત મન કરી માતાને નવકાર આપતા
ધર્મ ધ્યાન પણ કર્યું. માતા અરિહંત—અરિહંત ખેલતાં ખેલતાં છેલ્લા શ્વાસ લેવા લાગ્યાં. થોડીવારમાં પ્રાણ પ’ખેરું ઊડી ગયું. માતાજી સ્વગે સીધાવી ગયાં.
પણ સ્વગે` સાધાવતી માતા આ નાનાં બાળકોને એકલાં છાડતી જતી હતી. એની કુટુંબકથા દુ:ખદ હતી.
બાળકાના પિતાજી નાનપણમાં ચાલ્યા ગયા હતા. માતાએ બાળકોને ઉછેરી મેાટા કર્યા' હતાં. માતા અને મોટાભાઇ ઘર ચલાવતા.
પણ કુદરતને તે મંજૂર નહેાતુ. માતા એકાએક બિમાર પડયાં. ભાઇએ ખડેપગે રહ્યા. માતાની સેવા સુક્ષુષામાં બનતું કર્યું. દવાઓ કરી, ઉકાળા પાયા પણ બધું નિષ્ફળ થવા સરજાયું હતું.