________________
મ
તીર્થકરને ચરણે
[ 1 ] આજનો દિવસ જ એ ઊગે છે. સૂર્ય અસ્તાચળમાં ઊતરી ગયે છે. આકાશ વાદળથી છવાયેલું છે. રાત પડતી જાય છે. બધું ગમગીન લાગે છે.
આજે માતાને ઠીક નથી. અશક્તિ બહુ જણાય છે. વૈધે પણ આશા છેડી દીધી છે. ભાઈબહેને માતાના ખાટલાને વિટાઈ વળી બેઠાં છે. કેઈ પગ દાબે છે, કોઈ માથું દાબે છે, કોઈ શેક કરે છે.