________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
[૨૩]
કેવ? એક પ્રાર્થના સ્વીકારશે ?” લાલા બુઢામલ ભગતે વંદણુ કરતાં વિનંતી કરી.”
“ભગતજી! કહે શું કામ છે? તમે તે બાલબ્રહ્મચારી અને ધર્મનિષ્ઠ છે. તમારા જેવા પુરુષે તે નિઃસંકોચ જે કહેવાનું હોય તે કહેવું જોઈએ.” મહારાજશ્રીએ સરળતા બતાવી.
સાહેબ! આપ તે દયાળુ છે. આ બાળક મારા પરમ મિત્રને પુત્ર છે. તેના પૂર્વજે તે મહારાણું રણજીતસિંહના જમાના સુધી મેટા જમીનદાર હતા. તેના પિતા લાલા દોલતરામજી પણ પુરુષાથી અને ભાગ્યવાન હતા.”
“તમારા ગામના જ રહીશ કે?”