________________
યુગવીર આચાર્ય
લેવી? કેમ ઊંઘ આવી ગઈ કે શું? ઘેર નથી જવું? શું જોઈએ છે તમારે?”
પ્રશ્નપરંપરા સાંભળી છગનભાઈ તે હેબતાઈ ગયા. શું જવાબ આપવો તે સૂઝયું નહિ. ઘણુ વિચાર આવ્યા ને સરી ગયા પણ બોલી ન શકાયું.
મહારાજશ્રીને વિશેષ લાગણી થઈ આવી. “ભાઈ! તારે ધન જોઈએ છે? તું કેમ બોલતે નથી?”
“જી હા! મારે ધન જોઈએ છે?” વાકયે સરી પડ્યાં.
અરે ભાઈ! ઉપાશ્રયમાં તે વળી ધન હોય? હા ! તું કાલે આવજે તે કઈ શ્રાવક પાસેથી તને કાંઈક અપાવીશું, સમજોને?” ગુરુમહારાજે સમાધાન કર્યું.
ગુરુવર્ય ! મારે તે સાચું ધન જોઈએ જે કદી નાશ ન પામે–જે ક્ષણિક ન હોય, તે મને આપશે.” હૃદય ઊર્મિના ભાવે પ્રદર્શિત થઈ ગયા.
ગુરુદેવ તે આ બાળકના વચન સાંભળી મુગ્ધ થઈ ગયા. બાળકને ધન્યવાદ આપ્યા. હમેશાં વ્યાખ્યાનમાં આવવા પ્રેરણા કરી. અભ્યાસ કરવા આવવા જણાવ્યું. તથા આશીર્વાદ આપ્યાઃ
“વત્સ યથા સમયે તારી મનોકામના પૂરી થશે.” બાળકનું મુખકમળ ખીલી ઉઠયું. તીર્થકરને ચરણે” યાદ કરતા છગનભાઈ ઘર તરફ