________________
સાચું ધન ચાલ્યા. ગુરુદેવની પ્રતિભા-મૂતિ હૃદયમાં જડાઈ ગઈ.
ગુરુમહારાજ પણ બાળકને જોઈ જ રહ્યા. તેના બુદ્ધિકૌશલ્ય પર આશ્ચર્ય થયું. બાળકના ચહેરાની તેજસ્વિતા, લલાટ પરની કાંતિ, ભવિષ્યના ઉજજવળ જીવનની રેખાઓ વાંચી લીધી. તેમણે જોયું–આ બાળહૃદયમાં મહાન આત્મા બિરાજે છે. એ આત્મા જે ધર્મપ્રભાવથી પૂર્ણ વિકસિત થાય તે તે સમાજનું કલ્યાણ સાધશે. ધમને ઉઘાત થશે, શાસનની પ્રભાવના થશે. ગુરુવર્ય બાળકને આનંદઉમિથી જતે જોઈ રહ્યા.
એ બાળક આપણા ચરિત્રનાયક પંજાબકેસરી સમાજ કલ્યાણ સાધક, શાસનપ્રભાવક, આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી.