________________
૩૪૬
યુગવીર આચાર્ય વિના તમે ગમે તેવા નિયમો તૈયાર કરશે તે સર્વથા નિરુપયોગી થશે. કારણ કે વિદ્યાર્થીઓને કઈ જાતનું માર્ગદર્શન આપવું તે શિક્ષકેનું પ્રથમ કર્તવ્ય છે..... .............તમારે આશય અને પ્રયાસ બહુ જ ! દર છે તેમજ અનુમાન કરવા ગ્ય છે. તમારા કાર્યની સફળતા કચ્છુિં છું.”
આપણે ઉપર જોઈ ગયા કે સ્ત્રી શિક્ષા, ઉચ્ચ શિક્ષણ અને આદર્શ શિક્ષકે માટે આપણા ચરિત્રનાયકના કેવા જવલંત વિચારે છે. જૈન સમાજને સુશિક્ષિત બનાવવાની તેઓના હૃદયમાં કેવી તમન્ના છે, તે આપણે આ ઉપરથી જોઈ શકીએ છીએ. શિક્ષિત સ્ત્રીઓ, ઉચ્ચ શિક્ષણ લેતા ધાર્મિક સંસ્કારયુક્ત વિદ્યાર્થીઓ, સમાજનાં બાળ કેનું જીવન અને ચારિત્ર્ય ઘડતર જેના હાથમાં છે તેવા આદર્શ શિક્ષક અને હજારો ગામડાઓના વિદ્યાર્થીઓને શિક્ષણ–-સંસ્કાર અને જીવન ઘડતરને લાભ મળે તેવી આદશ સંસ્થાઓ એ આપણા ચરિત્રનાયકનો જૈનસમાજને ઉન્નત કરવાને ઉચ્ચ આશય આપણે તેઓશ્રીના વિચારે --ઉપદેશ–પ–પ્રેરણાઓ અને વ્યાખ્યાને ઉપરથા જાણી શકીએ છીએ.
સુરતથી આપ વિહાર કરી ખંભાત પધાર્યા. અહીં આપની ગૃહસ્થાવસ્થાની ભાણેજી શ્રીમતી ચંચળબહેનને સં. ૧૭૨ ના મહા વદી ૬ને દિવસે ધામધૂમપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેમનું નામ ચંદ્રશ્રીજી રાખવામાં આવ્યું. તે સાતી શ્રી દેવશ્રીજીની શિષ્યા થયાં.
ખંભાતથી વિહાર કરી આપ પેલેરા પધાર્યા. અહીં આપણા ચરિત્રનાયકની અધ્યક્ષતામાં પંન્યાસ શ્રી સેહન