________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકોની હિમાયત
૩૪૭ વિજયજી મહારાજે વિલાસવિજયજી અને ચંદ્રશ્રીજીને વડી દીક્ષા આપી–આ પ્રસંગે આપે સાધુ–સાધ્વીઓને ઉચ્ચરાતા પંચમહાવતેનું ખૂબીથી સ્પષ્ટતાપૂર્વક વિવેચન કર્યું જે સાંભળી ત્યાંના આગેવાનોએ મુક્તકંઠે આપની પ્રશંસા કરી. ધોલેરાથી ગ્રામાનુગ્રામ વિચરતા અને લોકોને ધર્મામૃતનું પાન કરાવતાં આપ શ્રી સિદ્ધાચલજી તીર્થની (દાદાની) યાત્રા કરવા પાલીતાણું પધાર્યા.
પાલીતાણાથી વિહાર કરી આપ જૂનાગઢ પધાર્યા. જુનાગઢમાં આપની સાથે પંદર મુનિરાજે હતા.