________________
૪૫
યુગવીર આચાર્ય થયો છે. આપ જેવા પ્રભાવિક પુરુષ પધારે તે તેની શાંતિ થાય–વળી શાન્તિસ્નાત્ર પણ કરાવવું છે. આપશ્રીના શુભ હસ્તે તે કાર્ય થાય છે તે પછી સર્વત્ર શાન્તિ પ્રસરે અને જનતા સુખી થાય.”
પ્રેમજીભાઈ! એમજ હોય અને તમારી શ્રીસંઘની ઈચ્છા પાર પડતી હોય તે હું જલદી વિહાર કરીશ. નવીન સંસ્થાઓની વ્યવસ્થા શ્રીસંઘ કરી લેશે.”
દયાળુ ! બહુ કૃપા થઈહવે સત્વર પધારશે. અમે ઘટતી તૈયારી કરાવી રાખીશું.”
વેરાવળથી વિહાર કરી આપ માંગરોળ પધાર્યા. માંગરેળના શ્રીસંઘે અપૂર્વ સ્વાગત કર્યું.
અહીં શાંતિસ્નાત્રના વિધિવિધાને શરૂ થયાં. અઠ્ઠાઈ મહોત્સવ મંડાશે. સાથે સાથે આપના વ્યાખ્યાનેની ધૂમ આખાએ શહેરમાં મચી, અને તે નવાબ સાહેબના કાન સુધી પહોંચી.નવાબ સાહેબે આગેવાનોને બોલાવ્યા અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારા ગુરુજી અહીં આવ્યા છે. પ્રજાની શાંતિ માટે કાંઈક ક્રિયા ચાલે છે. આવા શુભકાર્યમાં રાજ્યની સહાયતાની જરૂર હોય તે ખુશીથી જણાવશે.
આગેવાનોએ ઉપાશ્રય આવી મહારાજશ્રીને બધી વાત કરી.
- “બહુ સારી વાત છે. ખૂદ નવાબ સાહેબને આપણે શાંતિસ્નાત્ર માટે ભાવ જાગ્યો છે. તે આપણે પણ અવસર જોઈ લે. શાંતિસ્નાત્રના દિવસે સર્વ જીવેને અભયદાન મળવું જોઈએ.”