________________
- -
-
-
૩૫૭
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
“ખુદાવિંદ! અમારા ગુરુજીએ આપને આશીર્વાદ કહ્યા છે.” આગેવાનોએ સંદેશ જણાવ્ય.
હું તેની કદર કરું છું. તમારી શું માગણ છે?”
“સાહેબ ! આ મહાન કાર્યમાં આપની સહાયતાની ખાસ જરૂર છે.”
ખુશીથી બોલે. સંકોચ ન કરો.”
શાંતિસ્નાત્રના દિવસે આખા શહેરમાં સર્વ જીવોને અભયદાન મળવું જોઈએ, તે સંપૂર્ણ શાંતિ થાય.”
હમણાં ઉપદ્રવ તે બહુ ઓછા થશે લાગે છે ખરું ને !”
જી! હજુર ! જ્યારથી ઉત્સવ શરૂ થયો છે ત્યારથી
શાંતિ છે. ”
અચ્છા ! હું તમારી માગણી મંજુર રાખું છું. અને આજે તે માટે ફરમાન કઢાવું છું.”
સાહેબ! બહુ જ આનંદ થયે. આપનું રાજ્ય અમર તપે.
નવાબ સાહેબે ફરમાન માટે હુકમ આપ્યું. અને શાંતિસ્નાત્રના દિવસે કસાઈખાના તથા માચ્છીમારોની જાળ વગેરે તમામ જીવવધનાં કામે બંધ રહ્યાં અને બધાં ફાર્યો સંપૂર્ણ શાંતિથી સમાપ્ત થયાં.
શહેરમાં સર્વત્ર શાંતિ સ્થપાઈ ગઈ કેસે ઘટી ગયા. આખા શહેરમાં જૈન ધર્મની પ્રભાવના થઈ અને નવાબ સાહેબને પણ આથી ભારે આશ્ચર્ય થયું.