________________
યુગવીર આચાર્ય
વ્યાખ્યામાં દિવસે દિવસે બહુ ભીડ થવા લાગી. અધિકારી વર્ગ પણ આવવા લાગ્યા. અને ખુદ નવાબ સાહેબની ઈચ્છા પણ મહારાજશ્રીને સાંભળવાની થઈ, પણ કે માલવીએ નવાબ સાહેબને એવું ઠસાવ્યું કે આ સાધુએ તે જીવદયા-જીવદયા સિવાય બીજી વાત જ નથી કરતા. આથી નવાબ સાહેબ ન આવી શક્યા. પણ જ્યારે દિવાન સાહેબ તથા અધિકારી વર્ગો મહારાજશ્રીના પ્રવચનની તારીફ કરી ત્યારે નવાબ સાહેબને વ્યાખ્યાન સાંભળવા ઈછા થઈ. પણ મહારાજશ્રી બીજે દિવસે વિહાર કરવાના હતા. નવાબ સાહેબે દિવાન સાહેબ દ્વારા મહારાજશ્રીને એક દિવસ વિશેષ રેકાઈ જવા આગ્રહ કર્યો, અને બીજે દિવસે નવાબ સાહેબ વ્યાખ્યાનમાં પધાર્યા.
જગતમાં પ્રત્યેક જીવ સુખને ચાહે છે. કેઈને દુઃખ ગમતું નથી. પવિત્રતા તે કુરાને શરીફમાં પણ લખેલી છે. અમારા મુસલમાન ભાઈએ પાક થયા વિના નિમાજ પઢતા નથી. કદાચ કપડા પર પેશાબને એક છાંટે પડે કે લેહીનું એક બિંદુ ચૅટે તે નમાજ મંજુર નથી થતી. તે માંસભક્ષણ તે કેમ જ થઈ શકે? ખુદાએ કેવી મીઠી વસ્તુઓ આપી છે જેનાથી તંદુરસ્તી પણ સારી રહે અને જીવતા જીને પ્રાણદાન મળે.”
આ ઉપદેશની નવાબ સાહેબ પર સરસ અસર થઈ તેઓ ઘણા ખુશી થયા. મહારાજશ્રીની બહુ જ પ્રશંસા કરી અને પ્રજાની શાંતિ કરવા માટે મહારાજશ્રીને આભાર મા .
આજે પણ માંગરોળ સંઘ તે શાંતિ સ્થાપનાને