________________
અધ્યયન કે ગુરુસેવા
૧૨૫ ભૂલીશ? પંજાબ તે હવે મારા હૃદયમાં જડાઈ ગયો છે. હું જલ્દી જલદી આપના ચરણમાં આવી પહોંચીશ.” આપણું ચરિત્રનાયકે ગુરુદેવના ચરણે મસ્તક નમાવી રજા લીધી.
આચાર્યશ્રીએ ત્રણે મુનિઓને વિદાય આપી. આપણે ચરિત્રનાયકના જવા સાથે હૃદયમાં થોડે આઘાત થયે. ત્રણ જણને જતાં લાંબે સુધી જોઈ રહ્યા. ક્યારે પાછા આવશે, તેમ વિચાર આવ્યો. ઘડીયાળમાં આઠના ટકેરા થયા.
સાહેબ! આ ત્રણ મુનિઓ ગયા છે, તે આઠેક મહિનામાં પાછા આવવા જોઈએ. આ ઘડીયાળની સૂચના મને બહુજ સમયસરની લાગે છે.” એક સાધુએ આગાહી કરી.
જે ભાવિભાવ! પાંચ વર્ષમાં તે શું નું શું થઈ જાય!” ગુરુદેવથી બેલાઈ જવાયું.
મિયાનીથી વિહાર કરી અંબાલા પહોંચ્યા, ત્યાં, તે પંજાબના ગામેગામ સમાચાર પહોંચી ગયા. બધી જગ્યાએથી અંબાલાના શ્રીસંઘપર પત્રો આવ્યા કે તમે મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી આદિને રોકશે. અમે આચાર્યશ્રીને વિનતિ કરીને તેમને ગૂજરાત જતા રોકવા ઈચ્છાએ છીએ.
અંબાલાના શ્રીસંઘે થોડા દિવસ સ્થિરતા કરવા પ્રાર્થના કરી, ત્યાં તે દૈવયોગે ત્યાં રહેવા ફરજ પડી. સાથેના એક મુનિ મહારાજને તાવ આવવા લાગે. એક મહિને થયે પણ ઉતરે નહિ. ઔષધ આદિ કરવા છતાં તાવ ગયે નહિ. છતાં