________________
૧૨૪
યુગવી૨ આચાર્ય લાલાજીની વાત મનમાં રાખીને અધ્યયન માટે ધૂની આપણા ચરિત્રનાયક ચાલી નીકળ્યા.
આચાર્યશ્રી આ વખતે મિયાની (જિ. હોશિયારપુર) માં હતા. ત્યાં પહોંચી ગયા. - થોડા દિવસ આચાર્યશ્રીની સાથે રહી એક દિવસ પ્રસંગ લઈને પ્રાર્થના કરી.
ગુરુદેવ! મારે અધ્યયન માટે પાલીતાણા જવાની ભાવના છે. ”
હા ! પત્ર તે લખ્યો હતેને? શું તે પત્ર નથી મળે ?”
“જી! પત્ર તે મળ્યું હતું પણ અમૃતસરનીવાસી લાલા પન્નાલાલજી મહારાજમલજી વગેરેને લાગ્યું કે ગુરુદેવની ઇચ્છા તમને ગૂજરાત મેકલવાની નથી.”
તને શું લાગે છે, વત્સ!”
ગુરુદેવ! મારા અભ્યાસ માટે તે આ૫ ખૂબ ઉત્સુક છે, વળી હું જલ્દી જલદી આપની સેવામાં પાછો આવી જઈશ.”
ખુશીથી જા! યાદ રાખજે પંજાબની સંભાળ તારે લેવાની છે. ગૂજરાતમાં જઈને પંજાબ અને તારા ગુરુને ન ભૂલી જતે.” આચાર્યશ્રીએ આપણું ચરિત્રનાયકની અભ્યાસ માટેની તમન્ના જોઈને તેમનું દિલ ન દુભાય એ માટે દુઃખી હૃદયે રજા આપી.
“ગુરુદેવ! આપ જેવા મારા ભાગ્યવિધાતાને હું કેમ