________________
યુગવીર આચાર્ય
રેશમી વસ્ત્રો અને અનેક આભૂષણોથી વિભૂષિત છગનભાઈને જેવાને રાધનપુરના નગરજને એકઠા મળ્યા. શ્રીસંઘે દીક્ષાના ઉત્સવમાં આનંદપૂર્વક ભાગ લીધે. કુમારિકાઓએ વધાવ્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુમકુમ તિલક કર્યા. વૃદ્ધાઓએ અંતરના આશીર્વાદ આપ્યા. શ્રીસંઘે અક્ષતથી વધાવ્યા. જેન–અજૈન બ્રાહ્મણ–વૈશ્ય, હિન્દુ-મુસલમાન બધાએ સંસારને ત્યાગ કરનાર યુવાન નરરત્નને પુપોથી માન આપ્યું. છગનભાઈની મનોકામના ફળી.
રંગબેરંગી વસ્ત્રો અને વિવિધ આભૂષણે ઉતારી નાખ્યાં. ગુરુદેવ, સાધુમંડળ, સાધ્વીવૃંદ હજારો લોકોને નમન કરતા, હસતા હસતા દીક્ષાની મંગળ ક્રિયા માટે મંડપમાં નાણુ પાસે દોડી આવ્યા. આચાર્યશ્રીએ સ્વહસ્તે દીક્ષાવિધિ કરી. આનંદપૂર્વક ક્રિયા પૂરી થઈ. હજારો લોકોએ નવીન સાધુને વધાવ્યા. ધન્ય ધન્યના અવાજે કરી આકાશ ગજાવી મૂકયું. તેમનું નામ મુનિ વલ્લભવિજયજી બહુ જ અર્થસૂચક રાખ્યું. | મુનિ મહારાજશ્રી હર્ષવિજ્યજીના શિષ્ય થયા. બે ઘડી પહેલાં જે જુવાન હજારેને નમન કરતા હતા તે બાળમુનિને હજારે સ્ત્રી-પુરુષ વંદન કરવા લાગ્યાં.
આજ આપણા ચરિત્રનાયકને જન્મ સફળ થયે. આજ મનની મુરાદ ફળી. હૃદયના તાર ઝણઝણી ઊડયા. મનને મેર નાચી ઊઠયે. હર્ષને પાર ન રહ્યો. આજ બેડે પાર થયો. દરિદ્રને જાણે ચિન્તામણિ રત્ન મળી ગયું. વર્ષોની તપશ્ચર્યા કરનાર તપસ્વીને જાણે આત્મસાક્ષાત્કાર થયો,