________________
.
.
.
-
-
-
-
-
-
-
-
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
૩૭૫ શ્યકતા હતી. શ્રીસંઘ પંજાબની વિનંતિઓ વારંવાર આવતી હતી. તેથી તે ભાયખાલામાં પ્રવર્તકજી મહારાજની વિદાય લઈ શિષ્ય પરિવાર સાથે આપે વિહાર કર્યો. પંજાબ પહેચવાની ધૂમ આગળ આગળ વિહાર ચાલુ હતો, પણ ક્ષેત્રસ્પર્શના બળવાન હોય છે. આપને વિચાર આવ્યું કે માર્ગમાં ૧૦૦૮ શ્રી શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજના દર્શન કરી, તેમને મળીને જઈએ તો સારું. પંજાબ એટલે દૂર ગયા પછી એ વૃદ્ધ મહાત્માનાં દર્શન દુર્લભ થઈ જશે.
મનોમન સાક્ષીવાળો હિસાબ થશે. અહીં તેઓ આમ વિચાર કરે છે, ત્યાં શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પત્ર આવ્યું. તેમણે એજ ભાવ દર્શાવ્યું હતું કે આપને પંજાબ જવું છે, તેથી તે જલદી જલદી જઈ રહ્યા છે પણ અમને મળ્યા વિના ન જશે. જિંદગીને ભરોસે શે! આજ છે તે કાલે ન હોય, મળવું બને ન બને, તેથી અવશ્ય મળીને આગળ વધશે. તમાર–અમારે સ્નેહ સંબંધ એ મધુર છે કે તમારા મિલનથી આનંદ આનંદ થશે.
તેઓ તો પહેલેથી વિચાર કરી રહ્યા હતા, તેમાં મહારાજશ્રીને આદેશ આવ્યું. તેઓશ્રી શિષ્યમંડળ સહિત માતર ગામમાં મહાત્માના ચરણમાં પહોંચી ગયા. એક સાથે દેવ અને ગુરુ બન્નેના દર્શનનો લાભ થયો. બન્ને મુનિરાજેને આ સ્નેહ સંમિલન બહુ જ આનંદજનક થઈ પડયું.
વિદાયનો સમય આવ્યે ને વિહારની તૈયારી થવા લાગી ત્યાં શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ સૂચના કરી કે