________________
યુગવી૨ આચાર્ય
૬ ના દિવસે અંબાલા પધાર્યા. અંબાલાએ ગુરુમહારાજનું સુંદર સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
જ્યારે ગુરુમહારાજે નગરપ્રવેશ કર્યો અને જલૂસ ઉપાશ્રયમાં આવ્યું તે સમયે લાલા ગંગારામજીએ રૂા. ૧૦૦) અને બીજા બે ગૃહસ્થોએ રૂ. ૧૩) દાનમાં આપ્યા. આપના ઉપદેશથી આ રૂપીઆ કોંગ્રેસ અને ખિલાફત કમીટીને એ શરત પર આપવામાં આવ્યા કે નાગા—ભૂખ્યાને અન્ન અને વસ્ત્ર આપવામાં આવે. અહીં પણ આપણા ચરિત્રનાયકે રાષ્ટ્રીય અને ધર્મભાવના જાગૃત થાય તેવાં મનનીય વ્યાખ્યાન આપ્યાં. એ વ્યાખ્યાને ઉપરથી અંબાલાના શ્રીસંઘે જે ઠરાવ કર્યા તે ઉલ્લેખ કરવા ગ્ય છે.
(૧) કેઈ ભાઈ વિવાહ આદિ આનંદના પ્રસંગમાં કે બીજા કોઈ શંકજનક પ્રસંગોમાં ચરબી યુક્ત વિલાયતી કપડાં જે ધર્મવિરુદ્ધ અને અપવિત્ર ગણાય છે તે ન આપે.
(૨) લાખ કીડાની હિંસાથી બનતા રેશમી કપડાં પણ અપવિત્ર હોવાથી તેને ઉપગ પણ ન કરે,
(૩) ચરબીથી બનેલા સાબુઓ પણ કઈ ન વાપરે. ઉપરાંત અશુદ્ધ વસ્ત્ર નવાં તે કેઈ ન બનાવરાવે. માત્ર બનેલાં ઘરમાં હોય તે તેને ગમે તે કામમાં ઉપયોગ કરી લે, પણ સામાયિક, પ્રતિકમણ, કે દેવપૂજા, દેવદર્શનમાં આ અશુદ્ધ વસ્ત્રોને ઉપયોગ બિલકુલ ન કરવો. અશુદ્ધ કેસરને પણ પૂજામાં ઉપયોગ ન કરે. અશુદ્ધ ખાંડની બનેલી મીઠાઈ પણ શ્રી મંદિરમાં ન ચઢાવવી.
આપની ભાવના અહીંની “આત્માનંદ જૈન મિડલ