________________
ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ
૩૫૩ દરમિયાન સાધુ મુનિરાજોને વિહાર પંજાબમાં ન હોવાથી ધર્મોન્નતિમાં જે કાંઈ મુશ્કેલીઓ પડી છે તે તમે બધા મહાનુભાવે સારી રીતે જાણે છે. વારંવાર પંજાબ શ્રીસંઘ તરફથી જુદાજુદા મુનિરાજેને પંજાબ પધારવા વિનંતિ કરવામાં આવી છે; પણ હજીસુધી કઈ પંજાબ આવી શકે તેમ નથી. મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજ ઘણા વર્ષો ગુજરાતમાં પધાર્યા હોવાથી ત્યાંના લોકેની વિનતિ આવ્યા જ કરે છે અને પંજાબ તરફ જલદી આવી શકાતું નથી ... પંજાબની પરિસ્થિતિનો વિચાર કરીને અંબાલાના શ્રીસંઘે એ નિર્ણય કર્યો છે કે પંજાબના પ્રત્યેક ગામના એકએક બબે આગેવાનોએ એકઠા મળી જૂનાગઢ શ્રીજીની પાસે પંજાબમાં પધારવાની વિનંતિ કરવા જવું. પંજાબ શ્રીસંઘની વિનતિને માન આપી મહારાજશ્રી પોતાના શિષ્યમંડળ સહિત શીધ્ર પંજાબને પવિત્ર કરશે.....”
આ પત્ર અનુસાર પંજાબ શ્રીસંઘના એકસે લગભગ આગેવાને મહારાજશ્રી પાસે જૂનાગઢ આવી પહોંચ્યા. આપ કારતકી પૂર્ણિમાથી ગિરનાર પર હતા. સંઘ કારતક વદી પ્રથમ ચોથના દિવસે આપના ચરણમાં પહોંચી ગયે. તે દિવસે પૂજા, યાત્રા આનંદથી કરી. બીજે દિવસે વ્યાખ્યાન સાથે શ્રીસંઘ પંજાબે નમ્રતા, શ્રદ્ધા અને ભકિતપૂર્ણ હૃદયે પંજાબ શીધ્ર પધારવાની જે પ્રાર્થના કરી તે ભારે દર્દભરી, હદયંગમ અને ભાવભીની હતી. શ્રેતાઓ અને સમસ્ત ઉપસ્થિત સજજને આનંદાશ્રુથી પોતાના નેત્રને તર કર્યા વિના ન રહી શકયા. વાદળથી વાત કરતા કાળાકાળા પત્થ
૨૩